________________
- હું આને સુધારી દઉં.
હું આને સાધુ બનાવી દઉં. - હું આને નિર્વ્યસની બનાવી દઉં. - હું આને મહાન જ્ઞાની બનાવી દઉં. - હું આનો પરલોક સુધારી દઉં.
આ સંભવ નથી. હા, તમે એવી પરોપકારી ભાવના ભાવી શકો છો. પરંતુ કર્તવ્ય રૂપમાં કરવા જશો, તો પ્રાયઃ સફળ નહીં બની શકો અને તમારા પ્રયત્નો નિષ્ફળ જશે અને ત્યારે તમે નિરાશ થઈ જશો અને એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ, તિરસ્કાર પેદા થશે. તમારી સમતા-શાન્તિ-પ્રસન્નતા નષ્ટ થઈ જશે. એટલા માટે હવે હૃદયમાં સમતારસ, ઉપશમરસ, શાન્તરસ ભરતા રહો. ગ્રંથકાર એ જ વાત બતાવે છે. __रमय हृदा हृदयंगम समतां संवृणु मायाजालं रे ।
वृथा वहसि पुद्गलपरवशतामायुः परिमितकालं रे ॥ ६ ॥ ચિત્તને આહ્લાદ અને અહોભાવથી ભરનારી સમતાને દિલમાં વસાવી લો અને એટલા માટે માયાજાળને સમેટી લો. તારી જિંદગી ખૂબ જ સીમિત છે. તું નકામો પરપુગલની ગુલામી કરી રહ્યો છે.” પ જિંદગી થોડી છે, સીમિત છે, ચંચળ છે. - પરપુદ્ગલની પરવશતા છે, એને તોડવાની છે. . વિરાટ માયાજાળમાં ફસાયો છે, એમાંથી બહાર નીકળવાનું છે. v સમતાને, શમને, પ્રશમને હૃદયમાં ભરવાના છે.
હે ચેતન! હવે પ્રમાદ ન કર. આયુષ્ય ચંચળ છે. વાયુની લહેર જેવું તરલ છે. ક્યારે આયુષ્ય પૂર્ણ થઈ જશે અને તારે પરલોકની યાત્રાએ જવું પડશે એની ખબર નથી. એટલા માટે જે મહત્ત્વપૂર્ણ કાર્યો કરવાનાં છે, એ અવિલંબિત કરી લે. પુદ્ગલ પરવશતાને તોડી નાખોઃ
તારો આત્મા અનાદિકાળથી પુદ્ગલને વશ છે, પુદ્ગલરાગી છે, હવે એ રાગ તોડવાનો છે. એ પરવશતાથી મુક્ત થવાનું છે. પુદ્ગલગીતામાં શ્રી ચિદાનંદજી કહે છેઃ
પુદ્ગલથી ન્યારા સદા જે, જાણ અફરસી જીવ |
તાકા અનુભવ ભેદજ્ઞાનથી ગુરુગમ કરો સદીવ : આત્મા પુદ્ગલથી ભિન્ન છે. આ ભેદજ્ઞાન કરવાનું હોય તો સદ્ગુરુનો સદૈવ [ ૩૦૨
શાન્તસુધારસઃ ભાગ ૩]