________________
છે. કેટલીક કેરીઓ મીઠી હોય છે તો કેટલીક ખાટી. શા માટે હોય છે ? જેની સ્વપ્નમાં ય આશા ન હોય એવી વસ્તુ માણસને મળી જાય છે, એવું શા માટે બને છે? એક માણસ યુદ્ધમાંથી જીવતો પાછો આવે છે અને ઘરમાં મરી જાય છે. આ તમામ કાર્યોમાં મુખ્ય ભવિતવ્યતા છે. ૪. કર્મઃ જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, એ કમને કારણે જ. રામને વનમાં
જવું પડ્યું અને સતી સીતા ઉપર કલંક આવ્યું, એ કર્મને કારણે જ થયું. ભગવાન મહાવીરના કાનોમાં ખીલા ઠોકાયા, આ બધું જ કર્મને કારણે જ થયું.
ભૂખ્યો ઉંદર ટોપલી જોઈને એ કાપીને એની અંદર પ્રવેશે છે, અંદર પૂરાઈને બેઠેલો સાપ ઉંદરને ગળી જાય છે અને સાપ બહાર નીકળી જાય છે. આ કર્મને
કારણે જ બને છે. આ તમામ કાર્યોનું મુખ્ય કારણ છે કર્મ. પ. પુરુષાર્થ રામે પુરુષાર્થથી લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. તલમાંથી તેલ કેવી
રીતે મળે છે? લતા મકાન ઉપર કેવી રીતે ચડે છે?પુરુષાર્થથી. પુરુષાર્થ વગર વિદ્યા, જ્ઞાન, ધન, વૈભવ પ્રાપ્ત થતાં નથી.
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ કહ્યું છે - “આ પાંચ સમૂહમાં મળ્યા સિવાય કોઈ પણ કાર્ય પૂર્ણ થતું નથી. એક ઉદાહરણ સાંભળો. તંતુઓમાંથી કપડું બને છે. આ સ્વભાવ છે. કાળક્રમથી તંતુ બને છે. ભવિતવ્યતા હોય તો કપડું તૈયાર થાય છે, નહીં તો વિઘ્ન આવે છે. અધૂરું રહે છે. કાંતનારનો પુરુષાર્થ અને ભોગવનારનો પુરુષાર્થ પણ જોઈએ.”
ભવિતવ્યતાના યોગથી જ જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. પુણ્યકર્મના ઉદયથી મનુષ્યભવ મળે છે. કાળ (ભવસ્થિતિ) પરિપક્વ થતાં એનું વીર્ય (પુરુષાર્થ) ઉલ્લસિત થાય છે. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે?
નિયતિવશે હળુકર્મી થઈને, નિગોદ થકી નીકળીયો રે, પુણ્ય મનુષ્યભવાદિ પામી, સદૂગરને જઈ મળીયો રે, • ભવસ્થિતિનો પરિપાક થયો તવ પંડિતવીર્ય ઉલ્લસિયો. ભવ્ય સ્વભાવે શિવગતિ પામી, શિવપુર જઈને વસીયો.
પ્રાણી! સમક્તિ-મતિ મન આણો,
નય એકાંત ન તાણો.. કહેવાનું તાત્પર્ય એ છે કે જે જીવને જેવા થવાનું નિશ્ચિત હોય છે, તે જ્ઞાની પુરષોની દ્રષ્ટિમાં એવો બનવાનો જ છે. એમાં પરિવર્તનની કોઈ શક્યતા હોતી નથી. એટલા માટે એવો આગ્રહ ન રાખો, એવી જીદ ન કરો કે - [ માધ્યશ્મ ભાવના
૩૦૧]