________________
આગળ કાદવ-કચરો નાખી જતાં. સવારે ભગવતીદેવી કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વગર શાંતિથી સાફ કરી દેતાં. પછી તો લોકોએ મરેલાં જીવજંતુ નાખવાની શરૂઆત કરી, છતાં પણ ભગવતીદેવી મૌન રહીને સફાઈ કરતાં રહ્યાં.
પુત્રે એક દિવસે તો પૂછવું મા, આ બધું ક્યાં સુધી સહન કરતી રહીશ?” માએ જવાબ આપ્યો. ‘મારા દીકરા! જ્યાં સુધી એમની મારા તરફની શત્રુતા છે, એ નષ્ટ નહીં થાય ત્યાં સુધી! હું એ લોકોને સારા મિત્રો બનાવવા માગું છું.’
મૈત્રી ભાવનાના વિષયમાં આજે આટલું કહીને પ્રવચન પૂર્ણ કરું છું. તમે લોકો આ બાબતે ગંભીરતાથી વિચારજો અને મૈત્રી ભાવનાને આત્મસાત્ કરજો. આજે બસ, આટલું જ.
[
મૈત્રી ભાવના
ન
|૧૧૩ |