SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યના માનસ પર જામેલા સામ્રાજ્ય ઉપર હશે.” શિક્ષક દ્વારા વિદ્યાર્થીની ઉપર યા પોલીસ દ્વારા મહિલા ઉપર બળાત્કારના સમાચાર હવે સામાન્ય બની ગયા છે. પારિવારિક સંબંધોને પણ અનૈતિકતાના વાયરસે ઘેરી લીધા છે. નારીવાદના બ્યુગલધ્વનિ વચ્ચે ભારતમાં પ્રતિ કલાકે બળાત્કારના ત્રણ કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. જે કેસો પોલીસ સ્ટેશને નથી આવતા એ કેસોની સંખ્યા ઘણી વધારે છે. છેડછાડના કેસો તો હવે દિવસે પણ રાજમાર્ગ ઉપર, ટ્રેનોમાં, ગલીઓમાં નિર્ભયતાથી બને છે. મનોરંજનના નામે લોકમાનસને વિકૃત કરીને, મનુષ્યને સ્વચ્છંદી બનાવીને ખોટા માર્ગે લઈ જનારી ફિલ્મો અને ચેનલોનું આક્રમણ કાશ્મીરના આતંકવાદ કરતાં પણ વધારે ભયંકર છે. સેન્સર બોર્ડની ઉપર બીજું સેન્સર બોર્ડ રચવું પડે એવી વિષમ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. કોઈ કોઈ વાર હિંસાચાર અને બળાત્કારના પ્રસંગે થોડીક બૂમાબૂમ થાય છે. કોઈ વાર સંસદમાં યા વિધાનસભામાં વાત ચાલે છે, પરંતુ કોઈ સ્થાયી ‘પ્રિવેન્ટિવ એક્શન પ્લાન બનતો નથી. દેશની કેટલી કરુણતા છે? કંઈ જ સમજમાં આવતું નથી. વિદેશી ટી.વી. ચેનલો હિન્દી, અંગ્રેજી ફિલ્મો, બીભત્સ નૃત્ય-ગીતો, અધમ કક્ષાની ચેષ્ટાઓ, દ્વિઅર્થી સંવાદો... આ રાક્ષસી દાંતોની વચ્ચે દેશનું યૌવન ચવાતું જાય છે. બજારમાં શાકભાજીની જેમ બીભત્સ સામયિકોનો જુલમ પણ વરસાવવામાં આવે છે. કેટલાક છાપાઓમાં નિયમિત રૂપે ચાલતી વૈજ્ઞાનિકતાના નામે પોર્નોગ્રાફિક કૉલમો’ વાસનાની આગમાં પેટ્રોલ રેડવાનું કામ કરે છે. વર્તમાન છાપાઓમાં કેટલીક તસવીરો તો એવી છપાય છે કે જે છાપાંઓસામયિકો ઘરમાં વાંચી ન શકાય. નાટકનાં નામ, એનાં સચિત્ર વિજ્ઞાપનો અને લખાણ સંસ્કારિતાની મર્યાદાઓને તોડી પાડે છે. “વલ્ગારિટી' એ જાહેરાતોનો પર્યાય બની જાય છે. આ બધું જોતાં નિશ્ચિત રૂપે લાગે છે કે આપણા દેશમાં સેન્સર બોર્ડ જેવી કોઈ વાત જ નથી ! આ સાંસ્કૃતિક આક્રમણ છે. એણે આપણા દેશમાં અનેક રાક્ષસો પેદા કર્યા છે. સ્ટાર ટી.વી.ના માલિક અને મિડિયા મુગલ કહેવાતા “રૂપર્ટ મુડેક થોડા વખત પહેલાં ભારતમાં આવ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીજીની સાથેની વાતચીતમાં તેમણે કબૂલ કર્યું હતું કે “હું મારાં સંતાનોને ટી.વી. જોવા દેતો નથી. કારણ કે ટી.વી. જોવાથી એમનાં મન વિકત થઈ જાય છે અને એમનો સ્વચ્છ વિકાસ થતો નથી.” વર્તમાન સમયમાં અમેરિકાની સ્થિતિ તો એવી છે કે ૧૪ વર્ષનો છોકરો બળાત્કાર કરી શકે છે અને ૧૦ વર્ષનો છોકરો કોઈની પણ હત્યા કરી શકે છે. કેવી | ૨૦૪ શાન્ત સુધારસ : ભાગ ૩
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy