________________
દયનીય સ્થિતિ છે એ દેશની? સંભવ છે કે આપણા દેશનું ભવિષ્ય પણ એવું જ હશે ! ચીન, કેનેડા જેવા દેશોમાં તો જે ચેનલોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તે હલકી કક્ષાની ચેનલોની આપણા દેશમાં તો હારમાળા ઊતરી આવી છે. ટી.વી. બાળકોને અફીણ પાઈ રહ્યું છેઃ
૧૯૯૦માં “સ્વામિનારાયણ પ્રકાશ' નામની પત્રિકામાં એક લેખ ટી.વી. અંગેનો છપાયો હતો.
બૉબ હોજ અને ડેવિડ ટ્રીપ’ નામના બે અમેરિકનઓસ્ટ્રેલિયન સંશોધકોએ “બાળકો અને ટેલિવિઝન” નામનું એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના અનેક તરુણોની સાથે વાર્તાલાપ કરીને આ પુસ્તક લખવામાં આવ્યું છે. એમાં લેખકે લખ્યું છે : “અમે એક છોકરીને મળ્યા. એ એક ઢીંગલીનું રમકડું પોતાની પાસે રાખતી હતી. એ છોકરી દરરોજ ટી.વી. ઉપરની હિંસક ફિલ્મો જોતી હતી અને ફિલ્મ જોયા પછી રસોડામાં જઈને ચપ્પાથી એ ઢીંગલીને મારી નાખતી હતી !'
અમેરિકાની ઈન્ટરનેશનલ કંપનીઝ અગેઇન્સ્ટ વાયોલન્ટ એન્ટરટેનમેન્ટ નામની સંસ્થાના બે મનોવૈજ્ઞાનિકો કહે છે: “પશ્ચિમના દેશોમાં ટી.વી.-વીડિયોનું સામ્રાજ્ય વધતાં હિંસાના કેસોમાં પ૦૦ ટકા વધારો થયો છે.” આ મનોવૈજ્ઞાનિક ડૉક્ટરે ૫૦૦ કિશોરોનો, એમણે જોયેલી વીડિયોની બાબતનો ઈન્ટરવ્યુ લીધો અને બાળકોએ જે જવાબો આપ્યા તે ચકિત કરી દે તેવા છે. બાળકોએ પોતાની પસંદગીની ફિલ્મોનાં નામોની સાથે મનપસંદ દ્રશ્યો કહી બતાવ્યા. એમાંના કેટલાક અંશો આ પ્રમાણેના હતા - પણ આ ફિલ્મમાં ચંદ્ર ઉપરથી મનુષ્ય પૃથ્વી ઉપર આવે છે અને એક સ્ત્રીનું માથું કચકચાવીને બાંધે છે અને ખાય છે. એ જોવું મને ખૂબ પસંદ પડ્યું. આ ફિલ્મમાં એક વૃદ્ધ સ્ત્રીને ચારે બાજુથી ચપ્પ મારવામાં આવે છે અને
લોહીના ફુવારા ઊડે છે એ જોવું મને ખૂબ પસંદ છે. . આ ફિલ્મમાં ખલનાયક એક સ્ત્રીને પકડીને એના સો ટુકડા કરી દે છે એ
જોવાની મને મજા પડી. I આ ફિલ્મમાં એક સમુદ્રતટ ઉપર એક હાથ રેતમાંથી બહાર આવે છે અને કોઈક
સ્ત્રીનું ગળું દબાવી દે છે એ જોવાની મને ખૂબ મજા પડે છે.
આ ઈન્ટરવ્યું અને આપણી ‘રામાયણ’ ટી.વી. સિરિયલ જોઈને રામ-રાવણ યુદ્ધમાં ધનુષ્ય-બાણ ચલાવવાનું શીખનારાં આપણાં ભારતીય બાળકો વચ્ચે ઝાઝું અંતર નથી. ટી.વી.-વીડિયોનું પાગલપણું આપણી નવી પેઢીનું જે અધપતન કરી રહી છે એ ખૂબ ગંભીરતાથી વિચારવા જેવું છે. એની ભયાનકતાથી આપણે જાગૃત કરુણા ભાવના
૨૦૫]