________________
જીવનની સાચી દિશા બતાવવાની ઇચ્છા થાય છે. અમે તો દિશાનિર્દેશ જ માત્ર કરી શકીએ છીએ. તમારા ભાગ્યનું નિમણિ તો તમારે જ કરવાનું છે. ભવિષ્યનું નિધરણ તમારા ચિંતન ક્ષેત્ર પર નિર્ભર છે.
એવો એક નિયમ છે - જેવું જ વિચારે છે તે તેવો જ બને છે.' તમે લોકો અહીં જે ઉપદેશ સાંભળો છો એની ઉપર ચિંતન કરો છો ખરા?
સભામાંથી ના, અમે તો ટેલિવિઝન જોઈએ છીએ અને જે કંઈ જોઈએ છીએ એના પર વિચાર ચાલે છે.
આચાર્યશ્રી આ જ તો વાત છે ! જે જોવું ન જોઈએ તે તમે જુઓ છો. જે ન સાંભળવું જોઈએ તે સાંભળો છો અને જે ન વિચારવું જોઈએ તે વિચારો છો ! આને કારણે જ જીવનમાં વિકૃતિઓ આવી ગઈ છે. જીવન અનેક વિકૃતિઓથી ભરાઈ ગયું છે. ટેલિવિઝને મનુષ્યજીવનને બરબાદ કર્યું છે?
૧૯૯૬માં રમાયેલ વિલ્સ વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ પછી એક સર્વેક્ષણ અનુસાર નાનાં બાળકો અને કિશોરો ફૂંક (સિગારેટની) મારતાં થઈ ગયાં હતાં. એવું જાહેર થયું હતું, ત્યારે એક વિચાર આવ્યો કે ટી.વી. ઉપર ક્રિકેટ મેચ જોતી વખતે માત્ર વારંવાર આંખોની સામે આવનાર વિલ્સ’ શબ્દ પણ આ કોમળ માનસને આટલું પ્રભાવિત કરી શકતો હોય તો પછી વિવિધ ચેનલો ઉપર બીભત્સ સેક્સી, હિંસક ચલચિત્રો કેવું પરિણામ લાવી શકે એની તમે લોકો કલ્પના કરો.
ફિલ્મ અને ટી.વી. માધ્યમ સમાજમાં, શહેરમાં, ગામમાં ગુનાવૃત્તિ, અપરાધવૃત્તિને ઉત્તેજિત કરે છે. ફિલ્મોમાં જે ફેન્સી અને ફેશનેબલ ડ્રેસ બતાવવામાં આવે છે, તે સામાજિક જીવનમાં પ્રવેશી જાય છે. આ વાસ્તવિકતા છે. જો ડ્રેસ સ્ટાઈલ અને હેર સ્ટાઈલ જેવી વાતોનો પ્રવાહ ફિલ્મમાંથી સમાજ તરફ વહેતો જોવા મળે છે, તો પછી ગુનાખોરીનો પ્રવાહ પણ “ફ્રોમ સિનેમા ટુ સોસાયટીની દિશામાં વહે જ છે એ માનવું પડે. સર્વથા દૂષણમુક્ત હોય એને વિશ્વ નહીં પરંતુ વૈકુંઠ યા મોક્ષ જેવા શબ્દોથી અભિવ્યક્ત કરવામાં આવે છે.
વિશ્વમાં ગુના તો થતા જ રહેવાના. પરંતુ ૧૫-૨૦ વર્ષમાં ગુનાઓની જે વૃદ્ધિ થઈ રહી છે તે ભયપ્રેરક છે. આજનો છોકરો ૧૮ વર્ષનો થાય છે ત્યારે આશરે દશ હજાર કલાકો તેણે ટી.વી.ની સામે વિતાવેલા હોય છે. આ હજારો કલાકોમાંથી તેણે જોયેલાં હજારો સ્ટેબિંગ, ફાયરિંગ, ખૂન અને બળાત્કારનાં દ્રશ્યો એના માનસપટ ઉપર કેવું સામ્રાજ્ય સ્થાપિત કરતાં હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. વિંટન ચર્ચિલે એક વાર કહ્યું હતું કે ભવિષ્યના સામ્રાજ્યનો મૂળ આધાર કરુણા ભાવના