________________
પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી માધ્યચ્ય ભાવનાનું કાવ્ય ગાય
अनुभव विनय सदा सुखमनुभव, औदासीन्यमुदारं रे । कुशल समागममागमसारं, कामितफलमंदारं रे ॥१॥ अनुभव.
ઓ વિનય ! તું ઉદાર અને શ્રેષ્ઠ એવા ઉદાસીનતાના સુખનો સતત અનુભવ કર. ઉદાસીનભાવ પરમ કલ્યાણની સાથે સંગતિ કરાવનાર છે. સર્વ શાસ્ત્રોના સારભૂત અને મનોવાંચ્છિત ફળ આપનાર ઉદાસીન ભાવનો અનુભવ કર. ઉદાસીનતાનું સુખઃ
ઉદાસીનતાનો અર્થ ઉદાસી ન કરવો. ઉદાસીનતા એટલે મધ્યસ્થતા! જડચેતન પદાર્થો પ્રત્યે ન રાગ, ન દ્વેષ. રાગદ્વેષથી મુક્ત ઉદાસીનભાવનું પણ એક સુખ છે. એ સુખ પાંચ વિશેષતાઓવાળું છે. I એ સુખ ઉદાર છે.
એ સુખ શ્રેષ્ઠ છે. એ સુખ પરમ કલ્યાણકારી છે.
એ સુખ સર્વશાસ્ત્રોનો સાર છે. i એ સુખ મનોવાંચ્છિત ફળ આપનાર છે.
પરંતુ પ્રથમ વાત એ છે કે ઉદાસીનતાનો ભાવ પામવા માટે અંદરની તમન્ના જોઈએ - આ વાત કોઈ પૌગલિક અને વૈષયિક સુખોની નથી ! આપણે લોકો અનંત જન્મોથી પૌદ્ગલિક અને વૈષયિક સુખોના જ અભિલાષી છીએ. અથવા કોઈ બાહ્ય ધર્મક્રિયાનો આનંદ પામીને સંતુષ્ટ થયા છીએ. પરંતુ ઉદાસીનતાના બાહ્ય સુખનો, ઉદાસીનતાની મગ્નતાનો આપણે કોઈ અનુભવ કર્યો નથી.
ઉદાસીનતા સુખ આપવામાં ઉદાર છે. જેટલું સુખ જોઈએ એટલું સુખ આપે છે. તમે ઉદાસીનતા પાસે જાઓ, પછી જુઓ એની ઉદારતા. કહે છે:
ઉદાસીનતા સુરલતા, સમતારસ ફળ ચાખા પર પેખન મેં મત પરે, નિજ મેં ગુણનિજ રાખ ઉદાસીનતા જ્ઞાનફળ, પwવૃત્તિ હૈ મોહા
શુભ જાનો સો આદરો, ઉદિત વિવેક પ્રરોહ . સુરલતા એટલે કલ્પવૃક્ષ, કલ્પવૃક્ષ કેટલો ઉદાર, જે માગો તે આપે. જે આપે છે તે શ્રેષ્ઠ આપે છે. એવી છે ઉદાસીનતા! એ શ્રેષ્ઠ સમતાસુખ આપે છે ભરપૂર
૨૮૬
શાન્તસુધારસ : ભાગ ૩