________________
એમાં ઉપર-નીચે હજાર હજાર યોજન છોડી દઈને ૧,૭૮,૦૦૦ યોજનમાં ભવનપતિ દેવોના ભવનો છે - આવાસ પણ હોય છે - આવાસ ક્રીડાસ્થલી હોય છે. અસુરકુમાર નામના ભવનપતિ વધારે પ્રમાણમાં આવાસોમાં રહે છે અને શેષ નાગકુમાર આદિ ભવનપતિ વધારે પ્રમાણમાં ભવનોમાં રહે છે. ભવનપતિ નિકાયમાં જે ઉપર એક હજાર યોજન છોડ્યા હતા એમાં ઉપર-નીચે ૧૦૦/૧૦૦ યોજન છોડી દો, બાકીના ૮૦૦ યોજનમાં ‘યંતરદેવ’ રહે છે.
કલ્પનાવૃષ્ટિથી આ બધું જુઓ. . મનુષ્યક્ષેત્ર - અઢી દ્વીપ -ની બહાર અસંખ્ય દ્વીપ-સમુદ્રની પછી વ્યંતરદેવોનાં
અસંખ્ય નગરો છે. એમનાં નગરો પૃથ્વીકાયનાં હોય છે, રમણીય હોય છે. I પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ અને ગંધર્વ - આ આઠ
વ્યંતરોની નિકાયો હોય છે. 1 વ્યંતરદેવો ગીત ગાતા રહે છે, સંગીત વગાડતા રહે છે. તેઓ નિરંતર સુખી
હોય છે. i નીચે સાત નરકો જુઓ. v મધ્યલોકમાં મેરુપર્વત જુઓ... પછી જબૂદ્વીપથી શરૂ કરીને અસંખ્ય દ્વીપ-સમુદ્રો
જોતા જાઓ. આઠમા દ્વીપ ઉપર નંદીશ્વર તીર્થમાં શાશ્વત જિનમંદિરોનાં અને જિનપ્રતિમાઓનાં દર્શન પણ કરો. v સમભૂતલાથી ઉપર ૭૯0 યોજન ઉપર જ્યોતિષ-ચક્ર જુઓ. ૭૯૦ થી ૧૧૦
યોજનમાં જ્યોતિષ દેવોનાં વિમાનો હોય છે. એમાં ઉપર બાર વૈમાનિક દેવલોક છે. એની ઉપર નવરૈવેયક દેવલોક છે.
એની ઉપર પાંચ અનુત્તર દેવલોક છે. i એની ઉપર સિદ્ધશિલા આવેલી છે, ત્યાં અનંત સિદ્ધ ભગવંતો છે.
પોતાના જ શરીરમાં બે પગ પહોળા કરીને બે હાથ કમર ઉપર રાખીને લોકપુરષ બનાવવાનો છે અને એમાં નીચેથી ઉપર સુધી ચિંતન કરવાનું છે. લોકપુરુષના મુખ ઉપર ખિન્નતા નથી, ત્રાસ નથી, પરંતુ થાક જોવા મળે છે - અનાદિ કાળથી ઊભો રહેલો છે ને? પૂરું વિશ્વ, સમગ્ર જીવસૃષ્ટિ અને પુદ્ગલ સમૂહ એમાં ભરેલો છે.
તમે લોકો દરરોજ અચૂક આ લોકપુરુષનું ચિંતન કરતા રહો. ખૂબ આનંદ પામશો અને વિપુલ કમનિર્જરા કરશો. લોકસ્વરૂપ ભાવના
૪૭ ]