________________
एकस्पमपि पुद्गलैः, कृतविविधविवर्तम् । कांचन शैलशिखरोन्नतं क्वचिदवनतगर्तम् ॥ ४ ॥ तविषमणिमंदिरैरुदितोदितरूपम् ।
क्वचन
घोरतिमिर नरकादिभिः क्वचनाऽतिविरूपम् ॥ ५ ॥ क्वचिदुत्सवमयमुज्ज्वल, जयमंगलनादम् । क्वचिदमन्दहाहारवं पृथुशोकविषादम् ॥ ६ ॥ बहुपरिचितमनन्तशो निखिलैरपि सत्त्वैः । जन्ममरण परिवर्तिभिः कृतमुक्तममत्वैः ॥ ७ ॥ इह पर्यटनपराङ्गमुखाः प्रणमत भगवन्तम् । शान्तसुधारसपानतो धृतविनयमवन्तम् ॥ ८ ॥ “આ લોકાકાશ એકરૂપ છે, છતાં પણ પુદ્ગલો દ્વારા એના વિભિન્ન આકારપ્રકારો બને છે. તે ક્યાંક મેરુપર્વતની જેમ ઉન્નત છે, તો ક્યાંક ઊંડી ખાઈમાં પણ ઊતરેલું છે.” - ૪
‘ક્યાંક દેવતાઓનાં મણિમંદિરોને લીધે સુંદર અને ચમકતું છે, તો ક્યાંક ઘોર અંધકારથી વ્યાપ્ત નરક વગેરેને લીધે અત્યંત બીભત્સ, ખરાબ પણ લાગે છે.’ - ૫
"
,
‘કોઈ પ્રદેશમાં ઉત્સવના રંગમાં ઉત્સવોની મસ્તી છે, ક્યાંક જય મંગળના નાદોની વસ્તી છે. ક્યાંક મોટી-ભયંકર-ગર્જના-અવાજ, ચિત્કાર, ભારે શ્વાસ અને હૃદયના ઉદ્ગાર, શોક અને વિષાદની ઘટાઓ વરસે છે.’ - ૬
'
‘જન્મ-મરણના ચકરાવામાં ફસાયેલાં પ્રાણીઓએ અનંત વાર પરસ્પર જાતજાતના સંબંધો જોડ્યા છે - બાંધ્યા છે અને એમને તોડ્યા છે, મરોડ્યા છે.’
“જો તને આ ભવભ્રમણમાં થાક લાગ્યો હોય તો જે ભગવાન શાન્તસુધારસનું પાન કરાવીને વિનયવાન જીવોનું રક્ષણ કરે છે એ ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર
કર.’- ૮
૪૮
લોકમાં વિષમતાનું દર્શન કરો ઃ
લોક એક જ છે. પરંતુ પુદ્ગલોના માધ્યમથી પુદ્ગલોને કારણે ત્યાં વિવિધ ક્ષેત્રકૃત આકાર-પ્રકાર બને છે. જેમ કે ક્યાંક મેરુપર્વતની જેમ ઉન્નત છે, તો ક્યાંક ક્યાંક ઊંડી ખાઈઓ પણ હોય છે. કોઈક સ્થળે સમતલ ભૂમિ હોય છે, તો ક્યાંક વાંકીચૂકી જમીન પણ હોય છે. ક્યાંક પૃથ્વી છે, તો ક્યાંક જળ છે. હવે જુઓ દેવલોકનાં વિમાનોને, આવાસોને, ભવનોને.
શાન્તસુધારસ : ભાગ ૩