________________
વૃત્તિઓ મનમાં જાગતી નથી ને ?
આઠમો પ્રશ્ન ઃ તમે ગંભીર છો ને ? ક્ષણમાં તુષ્ટ, ક્ષણમાં રુષ્ટ નથી થતા ને ? ક્ષણમાં હર્ષ અને ક્ષણમાં શોક નથી કરતા ને ?
પ્રશ્ન નવમો - શું તમે વિશુદ્ધ મોક્ષમાર્ગ ઉપર ચાલો છો ને ? સમ્યગ્ માનુસારી છો ને ? મોક્ષમાર્ગ પ્રત્યે શંકા... કાંક્ષા, વિચિકિત્સા આદિ દોષ નથી રહ્યા ને ?
આ નવ પ્રશ્નો છે. તમારે જાતે જ આ નવ પ્રશ્નોના ઉત્તરો શોધવાના છે. જાતે જ ધર્મધ્યાનનું અને મૈત્ર્યાદિ ભાવનાઓનું ચિંતન-મનન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવાની છે. આટલી પ્રસ્તાવના કરીને હવે મૈત્રી ભાવનાના વિષય ઉપર પ્રવચન આપવાનું છે. મૈત્રી ભાવનાનો પ્રાસ્તાવિક શ્લોક ગ્રંથકારે લખ્યો છે, તે સાંભળો : सर्वत्रमैत्रीमुपकल्पयात्मन् चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः । कियद् दिनस्थायिनि जीवितेऽस्मिन् किंखिद्यसे वैरिधियापरस्मिन् ? હે આત્મન્ ! તું ચારે કોર તારી મૈત્રીનો વિસ્તાર કર. દુનિયામાં કોઈની સાથે શત્રુતા ન રાખ - કોઈને શત્રુ ન માન. અહીં તારી જિંદગી સ્થિર કેટલી છે ? એ તો અસ્થિર જ છે, પછી શા માટે દ્વેષબુદ્ધિમાં ડૂબીને સંતપ્ત થાય છે ? મૈત્રી ભાવના
ગ્રંથકાર ઉપાધ્યાયજીએ મહત્ત્વપૂર્ણ વાત કરી છે - કોઈને તારો શત્રુ ન માન. આમ તો સાચા અને સારા માણસ માટે આ કામ મુશ્કેલ નથી. પશ્ચિમના તત્ત્વચિંતક ‘મેનસિયસ’ કહે છે - સાચા મનુષ્યમાં સા૨૫ (કોઈને શત્રુ ન માનવો) એ એના સ્વભાવનું સહજ અંગ હોય છે. કાશી-કૌશલનરેશ
સાંકડા રસ્તા ઉપર સામસામેથી બે રથ આવતા હતા. બંને રથોમાં રાજાઓ હતા. એકમાં કોશલનરેશ હતો, તો બીજામાં કાશીનરેશ. બંનેના રથો એકબીજાની સામે અટકી ગયા. બંને રથ ચાર-ચાર અશ્વોથી ચાલતા હતા. સારથિ પણ અનુભવી, હોશિયાર અને કુશળ હતા. અશ્વો મજબૂત અને ચંચળ હતા. બંને રાજાઓ પણ પોતપોતાના રાજ્યમાં ખૂબ જ લોકપ્રિય, શૂરવીર, પરિપક્વ, પ્રજ્ઞાવાન અને માનવતાવાદી હતા.
માર્ગ એટલો પહોળો ન હતો કે બે વિશાળ રથ સમાન્તર એક સાથે વિરુદ્ધ દિશામાં જઈ શકે. સારથિઓએ પહેલો કોણ જઈ શકે એ અંગે પરામર્શ શરૂ કર્યો. તેમણે નક્કી કર્યું કે ‘જે ઉત્તમ વ્યક્તિ હોય એ પહેલાં જઈ શકે.’
કોશલરાજના સારથિએ કહ્યું : મારા મહારાજા સારા લોકો સાથે સારો વ્યવહાર
શાન્તસુધારસ : ભાગ ૩
૧૦૮