________________
સાતે ભૂમિઓની નીચે જે સાત ઘનોદધિ વલયો છે, તેમનો વિસ્તાર સમાન હોય છે. એટલે કે વીસ-વીસ હજાર યોજન છે અને જે સાત ઘનવાત તથા સાત તનવાત. વલય છે. તેમનો વિસ્તાર સામાન્ય રૂપે અસંખ્યાત યોજનાનો હોવા છતાં પણ સમાન નથી. આ જ અસમાનતા આકાશની બાબતમાં પણ છે. નરકભૂમિઓનાં નામની સાર્થકતાઃ
પહેલી ભૂમિ રત્નપ્રધાન હોવાથી રત્નપ્રભા' કહેવાય છે. બીજી શર્કરા (કાંકરા) જેવી હોવાથી “શર્કરા પ્રભાછે. ત્રીજી વાલુકા રિતી) પ્રધાન હોવાથી વાલુકાપ્રભા' છે. ચોથી પંક(કાદવ)ની અધિકતા હોવાથી “પંકપ્રભા’ છે. પાંચમી ધૂમાડાની અધિકતાને કારણે “ધૂમપ્રભા છે. છઠ્ઠી તમઃ - અંધકારના આધિક્યથી “તમપ્રભા’ અને સાતમી મહાતમઃ (ગહન અંધકાર)ની પ્રચુરતાને કારણે “મહાતમપ્રભા છે. નરકનું સંસ્થાનઃ
ઉપર-ઉપરની ભૂમિ કરતાં નીચે-નીચેની ભૂમિનું બાહુલ્ય ઓછું હોવા છતાં એનો આયામનવખંભ (લંબાઈ-પહોળાઈ) વધતી જાય છે. એટલે એ સંસ્થાન છત્રાતિછત્ર અર્થાત્ ઉત્તરોત્તર પહોળું - વધારે પહોળું વિસ્તૃત વિસ્તૃતતર) કહેવાય છે. નરકાવાસઃ
સાતે ભૂમિઓનો જેટલો જેટલો વિસ્તાર ઉપર કહેવામાં આવ્યો તેની ઉપર તથા નીચેના એક એક હજાર યોજનને છોડીને શેષ મધ્યભાગમાં નરકાવાસ છે. જેમ કે રત્નપ્રભાના એક લાખ એંશી હજાર યોજન વિસ્તારમાંથી ઉપર-નીચે એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના એક લાખ ઈઠ્ઠોતેર હજાર યોજનનો ભાગ નરક છે. આ જ ક્રમ સાતમી ભૂમિ સુધી છે. i નરકોનાં રૌરવ, રૌદ્ર, ઘાતન, શોચન આદિ અશુભ નામો છે, જે સાંભળતાંની
સાથે જ ભય ઉત્પન્ન થાય છે. રત્નપ્રભાના સીમાન્તક નામના નરકાવાસથી શરૂ કરીને મહાતમ પ્રભાના અપ્રતિષ્ઠાન નામના નરકવાસ સુધી સર્વ નરકવાસ વજના છરા જેવા તીક્ષ્ણ તળવાળા હોય છે. સંસ્થાન (આકાર) બધાંનો સમાન નથી હોતો. કેટલાક ગોળ છે, કેટલાક ત્રિકોણ, કોઈક ચતુષ્કોણ, તો કેટલાક હાંડી જેવા અને કેટલાક લોઢાના ઘડા જેવા
v પ્રસ્તર (પ્રતર) જો કે મંજિલવાળા ઘરના તળ સમાન છે. એ સંખ્યા આ પ્રકારે
છે - રત્નપ્રભામાં તેર અને શર્કરામભામાં અગિયાર પ્રતર છે. આ રીતે નીચેની
લોકસ્વરૂપ ભાવના