________________
યથાખ્યાત ચારિત્ર - અનુપમ તીર્થઃ
આત્માના આધ્યાત્મિક ઉત્થાનની પ્રક્રિયા જૈનદર્શનમાં ૧૪ ગુણસ્થાનકના રૂપમાં બતાવવામાં આવી છે. યથાખ્યાત ચારિત્ર ૧૧-૧૨-૧૩-૧૪ ગુણસ્થાનોમાં હોય છે. સંપૂર્ણ મોહના ઉપશમ પછી અથવા ક્ષયની પછી જે ચારિત્ર ગુણ પ્રકટ થાય છે, એનું નામ છે યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત ચારિત્રી મહાત્માની આત્મસ્થિતિની વાત પાછળથી કરીશ. પહેલાં છઠ્ઠા ગુણસ્થાનક ‘અપ્રમત્તસયત’થી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી પહોંચવાનો આધ્યાત્મિક માર્ગ બતાવું છું. આંતરિક સાધનાનો ક્રમ બતાવું છું. ભીતરી સુખની અનુભૂતિ કરવાની પ્રક્રિયા બતાવું છું. આધ્યાત્મિક સાધનાનો ક્રમ
૧. જિનાજ્ઞાઓનું ચિંતન કરો.
૨. પાપોના અપાયોનું ચિંતન કરો. ૩. કર્મવિપાકોનું ચિંતન કરો.
૪. સંપૂર્ણ લોકાકાશનું ચિંતન કરો.
૫. સંસારથી ભયભીત રહો.
૬. ભાવોદ્વેગથી મહાત્મા ક્ષમાશીલ બનતો રહે.
૭. નિરભિમાની બનતા જાઓ.
૮. સરળ બનતા રહો.
૯. નિર્લોભી બનો.
૧૦. તૃષ્ણાવિજેતા નિર્મોહી બનો,
૧૧. આત્મરમણતામાં લીન રહો, પરબ્રહ્મની મસ્તીમાં રહો.
૧૨. શાસ્ત્રાધ્યયન-ચિંતન-મનનમાં ડૂબ્યા રહો.
૧૩. કાયોત્સર્ગ ધ્યાનમાં રહો.
૧૪. સંયમયોગોના પાલનમાં અપ્રમત્ત રહો.
૧૫. અધ્યવસાય (લેશ્યાઓ) વિશુદ્ધ-વિશુદ્ધતર થતા જાય છે. ૧૬. ચારિત્ર પરમ શુદ્ધ બને છે.
૧૭. તૃણ, મણિ, સોનું અને માટીને સમાન માનનારો થાય છે. ૧૮. એનાથી એ કલ્યાણમૂર્તિ-ભદ્રમૂર્તિ બને છે.
૩૦૮
શાન્તસુધારસ : ભાગ ૩