________________
હિંસાથી વિરત રહીશ. હું સુવર્ણમુદ્રાઓ આદિ દ્રવ્યમારી પાસે રાખીશ. હું પગરખાં પહેરીશ, ચંદનાદિનો લેપ કરીશ. હું શિર ઉપર છત્ર ધારણ કરીશ. હું લાલ વસ્ત્ર ધારણ કરીશ અને પરિમિત જળથી સ્નાન પણ કરીશ.'
મરીચિએ વાસ્તવમાં એ પ્રકારે જીવનપરિવર્તન કર્યું અને તે ભગવાનની સાથે જ વિહાર કરવા લાગ્યા!મરીચિ મુનિ પણ ન રહ્યા કે ગૃહસ્થ પણ ન બન્યા. નવો વેશ બનાવ્યો.
મારે જે વાત જણાવવાની છે, તે એ છે કે મરીચિએ આ રીતે જીવનપરિવર્તન કર્યું છતાં ભગવાન ઋષભદેવ મૌન રહ્યા, સર્વ સાધુઓ મૌન રહ્યા. ભગવાને એને રોક્યો નહીં ટોક્યો નહીં. આનંદસાગરજીએ માધ્યચ્ય ભાવનાની સઝાયમાં કહ્યું છે: કચ્યો વીર જિનેશ્વરે રે ભવ મરીચિ નવ વેશ, ઋષભ-પ્રભુ નવિ વારીયો રે જાણી કમનો વેશ રે,
- ભવિકા ધરજો મધ્યસ્થભાવ. આમ તો તમે લોકો જાણો જ છો કે મરીચિ, ભગવાન મહાવીરનો આત્મા હતો! જો આપણે કર્મસિદ્ધાંતને માનીએ છીએ તો બીજાંની ચિંતા કરવી, બીજાને કહેવું-સાંભળવું... વગેરે નિરર્થક છે. જીવાત્માના મન-વચન-કાયા ઉપર કમનું પ્રભુત્વ છે. નહીંતર મરીચિ જેવો મુનિ. ભગવાનની સાથે રહેનારો આવું હીન જીવન પરિવર્તન કરી શકે ખરો? પરંતુ કમનું પ્રબળ આક્રમણ થતાં મોટા મોટા પાષાણમહેલો પણ તૂટી પડે છે !
શું થયું નંદીષેણ મુનિનું? કેમ વેશ્યાને ત્યાં પતન થયું? શું થયું હતું આષાઢાભૂતિ મુનિનું? એમનું પતન શા માટે થયું? એટલા માટે કોઈ પડે છે, ભૂલ કરે છે, ખોટા માર્ગે ચાલે છે, તો એના પ્રત્યે દ્વેષ ન કરો. એની નિંદા ન કરો. એનો તિરસ્કાર ન કરો. એના પ્રત્યે મધ્યસ્થભાવ - ઉદાસીનભાવ જાળવી રાખો. જીવોની કર્મપરવશતાનું ચિંતન કરો. આત્મસ્વભાવમાં રહોઃ
પરચિંતા છોડો. પોતપોતાનાં કર્મો અનુસાર સર્વ જીવો જીવે છે. તમારા કહેવા અનુસાર કોઈ જીવવાનું નથી. તમે તમારી શાન્તિપ્રસન્નતા જાળવી રાખો. સાંભળો, એક કવિએ આ વિષયમાં અતિસુંદર કાવ્ય લખ્યું છે -
આપ સ્વભાવમાં રે અવધૂ! સદા મગનમાં રહના. જગત-જીવ હૈ કમધીના, અચરજ કછુઆ ન લેના.... આપ. ૧ તું નહીં કેરા, કોઈ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા? તેરા હૈ સો તેરી પાસે, અવર સભી અનેરા.... આપ. ૨
શાન્ત સુધારસઃ ભાગ ૩|
૨૯૨