________________
ઠાકોરે કહ્યું ઃ ‘રાણી તમે ઠાકોરપત્ની છો, રજપૂતાણી છો, આટલાં ઉગ્ન ન થાઓ. રાજકુમારની જે ફરજ હતી. તે કોળીના છોકરાએ પૂર્ણ કરી ! ધર્મ માટે, ધર્મસ્થાનોની રક્ષા માટે રાજપૂત તલવાર બાંધે છે અને અધર્મીને તલવારથી પાઠ ભણાવે છે. ભગવાન કૃષ્ણની મૂર્તિને ખંડિત કરવાનું પાપ કરનાર આપણો કુમાર આમ શિક્ષાને પાત્ર હતો. ધર્મનું જ્યારે આવું ઘોર અપમાન થાય છે, ત્યારે રાજપૂતો પોતાનું મસ્તક ઉતારી દે છે, એને બદલે કુમારે ભગવાનની મૂર્તિ ખંડિત કરી ! દેવી, આપણા રાજકુમારે તો તમારું દૂધ લજવ્યું છે ! તમે રાજપૂતપુત્રી હોવા છતાં આવા પુત્રનો પક્ષ લો છો ? રંગ છે એ કોળી રામને ! જે ફરજ મારી હતી તે તેણે પૂર્ણ કરી. કુમારને પાઠ ભણાવી દીધો. એની હિંમત કેવી ? રાણી ! આવો મર્દ અને નિર્ભય જવાન જ સમય આવતાં ગામની રક્ષા કરવા માટે માથું પણ આપી દઈ શકે. એટલા માટે મેં રામને તલવાર ભેટ આપીને ધન્યવાદ આપ્યા.' ઠકરાણીને વાત ગળે ઊતરી ગઈ અને તેમનો રોષ ચાલ્યો ગયો.
આ બાજુ રામના શૌર્યની, નિર્ભયતાની પ્રશંસા ગામમાં અને આસપાસનાં ગામોમાં થવા લાગી. રામ વધારે નિર્ભય બન્યો. તે ગંભીરતાથી વિચારવા લાગ્યોઠાકોરના ઉપકારનો બદલો તો ચૂકવવાનો જ છે, અવસર આવતાં વાત ! રામની ઉપકાર મૈત્રી
આ ઘટનાને પાંચ વર્ષ થઈ ગયાં. એક દિવસે બેલાગામની જાગીર ઉપર શત્રુઓનો હુમલો થયો. ગામની બહાર શત્રુ ટોળીએ હંગામો મચાવી દીધો. ગામ ધ્રૂજવા લાગ્યું. કાયર અને ડરપોક લોકો ઘરમાં છુપાઈ ગયાં. જાગીર દુશ્મનોના હાથમાં જવાની સ્થિતિ આવી પહોંચી. પરંતુ એ સમયે ગામના ઠાકોરે દુશ્મનોનો સામનો કરવા માટે નગારું વગડાવ્યું. ઠાકોર જાતે ઘોડે ચડ્યા, શસ્ત્રો સજ્યાં, અનેક સૈનિકો દુશ્મનોને ભગાડી મૂકવા આગળ આવ્યા. એ સમયે હાથમાં તલવા૨ લઈને રામ ઠાકોરની સામે ઉપસ્થિત થયો.
‘આજે તો મારા માલિક ! આપે જે તલવાર બંધાવી છે, તેનો ઉપયોગ કરીશ. આપ ઊભા રહો અને મારી રમત જુઓ.' રામ વીજળીની જેમ દુશ્મનો ઉપર તૂટી પડ્યો. કેટલાય શત્રુઓને મારીને તે શત્રુઓના સરદાર પાસે પહોંચી ગયો અને પલવારમાં એક જ પ્રહા૨થી સરદારનું મસ્તક વાઢી નાખ્યું ! ઠાકોરના મુખમાંથી પ્રશંસાનો ધોધ ફૂટી નીકળ્યો, ધન્ય છે રામ !...મારા કુમાર, લાખ લાખ ધન્યવાદ ! ધન્ય છે તારી જનેતાને !’
શત્રુઓ ભાગ્યા, પણ રામે એમનો પીછો કર્યો અને પાંચ-સાત શત્રુઓને મારીને એ જમીન ઉપર ઢળી પડ્યો. વીર મૃત્યુ પમ્યો.
૧૨૨
શાન્તસુધારસ : ભાગ ૩