________________
ધર્મધ્યાનની સ્તુતિઃ
મહાન મૃતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ ધર્મધ્યાનની સ્તુતિ કરતાં કહ્યું છેઃ - સેંકડો જન્મોમાં ઉપાર્જિત કરેલાં અનંત-અનંત કમનાં જંગલોને બાળી નાખવા
માટે ધર્મધ્યાન અગ્નિ સમાન છે. - તપના સર્વ પ્રકારોમાં ધર્મધ્યાન શ્રેષ્ઠ છે. - ધર્મધ્યાન આંતર તપ ક્રિયારૂપ છે.
આવો ઉત્તમ ધ્યાનયોગ જે મહાત્માઓ પાસે હોય, એમનામાં ચાર લક્ષણો વત્તાઓછા પ્રમાણમાં પ્રકટે જ છે. ધર્મધ્યાનનાં ચાર લક્ષણોઃ ૧. પ્રથમ લક્ષણ છે - આજ્ઞારુચિ. શ્રી જિનેશ્વરદેવની અનુપમતા, કલ્યાણકારિતા, | સર્વ તત્ત્વોની પ્રતિપાદકતા જાણીને એની ઉપર શ્રદ્ધા ઊપજે છે. ૨. બીજું લક્ષણ છે - નિસરુચિ. આત્મપરિણામ જ્ઞાન-દર્શનચારિત્રમય બની,
જાય છે. ૩. ત્રીજું લક્ષણ છે - ઉપદેશ રુચિ. જિનવચનનો ઉપદેશ શ્રવણ કરવાનો ભાવ
જાગૃત થાય છે અને અન્ય જીવોને જિનવચનનો ઉપદેશ આપવાની ભાવના
જાગે છે. ૪. ચોથું લક્ષણ છે - સૂત્રરુચિ. દ્વાદશાંગીના અધ્યયન-અધ્યાપનની ભાવના- તમન્ના જાગે છે. ધર્મધ્યાનનાં ચાર આલંબનોઃ
ધર્મધ્યાનનાં જેવાં ચાર લક્ષણો બતાવવામાં આવ્યાં છે એવાં ચાર આલંબનો પણ બતાવ્યાં છે - (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરાવર્તન અને (૪) ધર્મકથા.
સદ્ગુરુ પાસે વિનયપૂર્વક આગમગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. એમાં કોઈ વાર શંકા યા જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો વિધિપૂર્વક ગુરુદેવ પાસે જઈને પૃચ્છા કરવી જોઈએ. નિશંક બનેલા સૂત્રાર્થને ભૂલી ન જવાય એટલા માટે વારંવાર એનું પરાવર્તન-પુનરાવર્તન કરવું જોઈએ અને આ રીતે આત્મસાત થયેલાં સૂત્રોના અર્થનો સુપાત્રો સામે ઉપદેશ આપવો જોઈએ. એવું કરવાથી ધર્મધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. હવે “ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ બતાવું છું. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓઃ
પહેલી અનુપ્રેક્ષા છે - અનિત્ય ભાવનાનું ચિંતન, બીજી અનુપ્રેક્ષા છે - અશરણ ૧૦૪
શાન્તસુધારસઃ ભાગ ૩]