________________
રાગ, ન દ્વેષ ! પૂજા અને પીડા સમાન ! આ કહેવાય સમતા !
સમતાને હૃદયમાં ધારણ કરીને એમાં રમમાણ સાધકોની સ્તુતિ કરવી જોઈએ. એમની પાસે જનારા જીવો વૈરભાવ ભૂલી જાય છે. નિર્દેર બની જાય છે. અહો !
સમતાભાવની કેટલી પ્રશંસા કરીએ ?
માનું છું કે તમે લોકો દાન આપતા હશો, તપશ્ચર્યા પણ કરતા હશો, વ્રતનિયમોનું પાલન પણ કરતા હશો; પરંતુ આટલું કરવા છતાં તમને વિશ્વાસ છે કે તમે ભવસાગર તરી જશો ? નથી જ ને ? કેમ કે તમે ક્રોધ, માન, માયા, લોભની જંજીરોમાં ઘેરાયેલા છો. એટલા માટે કહું છું કે જો તમારે ભવસાગર તરવો હોય, તો ‘સમતા’ પ્રાપ્ત કરો, હૃદયમાં સમતાને સ્થિર કરી લો.
એક વાત સાંભળી લો - સ્વર્ગ દૂર છે. મોક્ષ વધારે દૂર છે. ત્યાં ક્યારે પહોંચશો, ખબર નથી. હજારો જન્મો ય વીતી જાય. પરંતુ જો મોક્ષ જેવું સુખ પામવું હોય, તો તે સમતાનું સુખ છે !! એ હૃદયમાં સંનિહિત છે, દૂર જવાની જરૂર નથી. સમતાસુખનો અનુભવ કરી જુઓ.
સજ્જનો ! તમારી દૃષ્ટિને અવિકારી બનાવવી છે ? તમારા મનમાંથી ક્રોધ, સંતાપ નષ્ટ કરવા છે ? અને ઔદ્વત્યનો નાશ કરવો છે ? તો સમતાના સરોવરમાં સ્નાન કરતા રહો. આ સરોવરમાં જે પાણી હોય છે, તે અમૃત હોય છે - 'સમતામૃતમનમ્ ।'
તમને એક વાત પૂછી લઉં ! તમે આ સંસારને શું માનો છો ? આ અરણ્ય છે, જંગલ છે... માનો છો ? એટલું જ નહીં, એમાં જરા અને મૃત્યુરૂપ દાવાનળ બળી રહ્યા છે, એ જુઓ છો ? બળતરા થાય છે ? તો જ્યાં અમૃતમય સમતા-મેઘની વર્ષા થતી હોય ત્યાં ચાલ્યા જાઓ. થાય છે ભવારણ્યમાં સમતા-મેઘની વર્ષા ?
શું તમારા મનમાં શંકા છે કે ‘શું માત્ર સમતાથી જ મોક્ષ મળે છે ?' હા, માત્ર સમતાના સહારે જ ભરત ચક્રવર્તી, મરુદેવા માતા આદિ મોક્ષ પામ્યાં હતાં. એમણે કોઈ કષ્ટકારી ક્રિયાનુષ્ઠાનો નથી કર્યાં. તેમણે તો સમતાથી જ મુક્તિ પ્રાપ્ત કરી હતી..
સમતાની ત્રણ વિશિષ્ટ સિદ્ધિઓ જાણો છો ? હૃદયમાં સમતા આવતાં નક પ્રવેશ બંધ, મોક્ષમાર્ગનો પ્રકાશ અને ગુણરત્ન પ્રાપ્ત કરવા માટે રોહણાચલ !
મહાનુભાવો ! સંસારમાં વધારે પ્રમાણમાં લોકો મોહાચ્છાદિત નેત્રવાળા હોય છે. મોહાવૃત્ત વૃષ્ટિથી તેઓ આત્મસ્વરૂપ જોઈ શકતા નથી. તમને એમના પ્રત્યે કરુણા હોય અને તમે ચાહો કે એ લોકો આત્મદૃષ્ટા બને, તો તમે સમતાનું દિવ્ય અંજન એમની આંખોમાં આંજો.
૩૦૬
શાન્તસુધારસ : ભાગ ૩