________________
કુમારીને આપે છે. કુમારીને હરિબળ સાહસિક અને પરાક્રમી લાગ્યો. એણે હરિબળને વરવાનો નિર્ણય કર્યો. પ્રભાત થયું. તેણે હરિબળને સ્પષ્ટરૂપે જોયો. હરિબળનું સુંદર રૂપ જોઈને તે ખૂબ રાજી થઈ. હરિબળના રૂપ-સૌભાગ્યને વખાણવા લાગી. તેણે કહ્યું “હે પ્રિય. આ લગ્નવેળા છે. માટે મારું પાણિગ્રહણ કરો.' ગંધર્વવિધિથી લગ્ન કર્યાં:
હરિબળ વિચારે છેઃ “અહો! પેલા મુનિરાજે મને જેનિયમ આપ્યો, તેનો મહિમા કેવો છે !' આમ વિચારી તે ગંધર્વવિધિથી રાજકુમારી વસંતશ્રીને પરણ્યો. દેવે હરિબળનું રૂપ-સૌન્દર્યદેવકુમાર જેવું બનાવી દીધું હતું.
રાજકુમારીએ પોતાની પાસેની બધી સંપત્તિ હરિબળને સોંપી દીધી. તેઓ ચાલતા ચાલતા એક ગામમાં પહોંચ્યા. ત્યાં જઈને હરિબળે એક લક્ષણવંતો ઘોડો ખરીદી લીધો. દાસ-દાસીને નોકરીમાં રાખી લીધાં. રાજકુમારી માટે સુંદર પાલખી બનાવરાવી લીધી અને તે બધાની સાથે હરિબળે વિશાલપુર તરફ પ્રયાણ કર્યું. વિશાલપુરમાં આગમન
વિશાલપુરની પાંથશાલામાં ઉતારો કરી, ભોજનાદિથી નિવૃત્ત થઈ, હરિબળ નગરમાં ફરવા નીકળ્યો. ત્યાં તેણે સાત માળનું એક ભવ્ય મકાન જોયું. એને ગમી. ગયું. એના માલિકને મળીને એ મકાન એણે ખરીદી લીધું. સારા મુહૂર્ત વસંતશ્રી સાથે એણે મકાનમાં પ્રવેશ કર્યો.
એક રાતે હરિબળ આત્મચિંતન કરે છે હું ક્યાં નીચ જાતિનોમાછી? અને ક્યાં આ રાજકુમારી વસંતશ્રી ! વળી, આટલું બધું ધન મને વિના મહેનતે મળ્યું છે. આ બધો પ્રતાપ પેલા મુનિરાજે આપેલા વ્રતનો છે. દેવની કૃપા છે. તો આ લક્ષ્મીનો સદુપયોગ કેમ ન કરું!”,
તેણે દીન-દુઃખી જીવોને, અપંગ અને અંધજનોને ખૂબ દાન આપવા માંડ્યું. તેનું સૌભાગ્યવિકસવા લાગ્યું. તેનો યશ વિસ્તરવા લાગ્યો. વાત આખા નગરમાં ફેલાઈ ગઈ “એક પરદેશી રાજકુમાર આવ્યો છે. તે ખૂબ દાન આપે છે. ઉદાર દિલનો છે ને ગુણોનો ભંડાર છે.'
દાનધર્મનો મહિમા અપરંપાર છે. એક રષિએ કહ્યું છેઃ પાત્રને દાન આપવાથી ધર્મનું કારણ બને છે. બીજાઓને આપવાથી દયા-કરુણાનું કારણ બને છે. મિત્રને દેવાથી પ્રીતિ વધે છે. શત્રુને દેવાથી વૈર નાશ પામે છે. ચાકરને આપવાથી તેની સેવા-ભક્તિ વધે છે. રાજાને આપવાથી માન, સન્માન અને સત્કાર વધે છે. ચારણભાટ વગેરેને આપવાથી યશોવાદ વધે છે, માટે આપેલું દાન ક્યાંય પણ નિષ્ફળ જતું નથી ! ૨૩૮
શાન્તસુધારસઃ ભાગ ૩]