SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ આવી અનેક મહાસતી-સાધ્વીજીનાં દૃષ્ટાંતો છે, જેમના શીલપાલનની આપણે અનુમોદના કરી શકીએ. હવે કેટલીક શ્રાવિકાઓ કે જેમણે કષ્ટ સહન કરીને પણ પોતાના શીલની રક્ષા કરી હતી. એમનાં માત્ર નામ જ બતાવું છું. એમનાં ચરિત્રો છપાયાં છે, તમારે વાંચવાં જોઈએ અથવા કોઈ વાર સદ્ગુરુ પાસેથી સાંભળવાં જોઈએ. સોળ મહાસતીઓ : મહાસતી સુભદ્રા, મદનરેખા, મૃગાવતી, પદ્માવતી (અંજના), નર્મદાસુંદરી, રતિસુંદરી, રુક્મિણી, ઋષિદત્તા, કમલાવતી, કલાવતી, શીલવતી, દમયન્તી, રોહિણી, દ્રૌપદી, સીતાજી અને ધનશ્રી. આ સોળ મહાસતીઓનાં નામ છે. મહાસતીઓની યાદીમાં બ્રાહ્મી, સુંદરી, કૌશલ્યા, શિવામાતા, કુંતી, પ્રભાવતી, ગુણસુંદરી, મનોરમા, જયન્તી આદિનાં નામો પણ આવે છે. આ સતીઓનાં નામસ્મરણ માત્રથી શું લાભ થાય છે, તે એક કવિએ બતાવ્યું છે - અષ્ટસિદ્ધિ નવનિધિ મિલે, નામે સુખવિલાસ । નાસે ડાકિન-શાકિની, ભૂતપ્રેત વિનાશ ॥ સોલહ મહાસતી તણાં, નામ જપે નિત્યમેવ । કામકાજ જો કો કરે, સફલ હોઈ તસ સેવ ॥ દિન સંધ્યા-અહોનિશિ, મહાસતી સમરંત । તસ ઘર વાંછિત વેલડી, ક્રોડ કલ્યાણ કરંત ॥ સર્વ તીર્થંકરોની માતાઓ અવશ્ય મહાસતી હોય છે. તીર્થંકરોની પત્નીઓ પણ મહાસતીઓ હોય છે. એ સર્વેને યાદ કરતા રહો. એમના શીલધર્મની અનુમોદના કરતા રહો. જ્ઞાનવિમલસૂરિજી કહે છે - દુરિત ઉપદ્રવ ઉપશમે, હોવે મંગલમાલ, જ્ઞાનવિમલ ગુણસંપદા, પામીએ સુવિશાલ. પ્રમોદ ભાવનાથી સર્વ પાપ-ઉપદ્રવો ઉપશાન્ત થઈ જાય છે. મંગલ જ મંગલ થાય છે. સુવિશાળ ગુણસંપત્તિ પ્રાપ્ત થાય છે. વર્તમાન કાળમાં પણ જે સ્ત્રી-પુરુષો જ્ઞાનપૂર્વક શીલધર્મનું પાલન કરે છે, એમના પ્રત્યે પણ પ્રમોદ ભાવના રાખવાની છે. ભલેને એમાં બીજા દોષ-દુર્ગુણો હોય. આપણે તો ગુણદર્શન જ કરવાનાં છે. શીલવાનોની પ્રશંસા સાંભળીને રાજી જ થવાનું છે. ઇર્ષ્યાથી સદૈવ બચવાનું છે. ભલેને શત્રુ હોય, પરંતુ તે શીલવાન હોય તો તે પ્રશંસનીય છે. પ્રશંસા હાર્દિક હોવી જોઈએ, ગતાનુગતિકા નહીં. એક પ્રસંગ સંભળાવું છું. પ્રમોદ ભાવના ૧૭૧
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy