________________
विनय ! विभावय गुणपरितोषं, विनय विभावयं गुणपरितोषम् । निजसुकृताप्तवरेषु परेषु परिहर दूरं मत्सरदोषम् ॥ १ ॥ विनय.
પરમ ઉપકારી ઉપાધ્યાય વિનયવિજયજી પ્રમોદ ભાવનાનું ગાન પ્રારંભ કરતાં કહે છે ઃ ‘ઓ વિનય ! તું ગુણો પ્રત્યે અત્યંત આદરયુક્ત બન. ઈર્ષ્યાભાવ છોડી દે. જેમને પણ એમના કર્મોના પ્રભાવથી કેટલીક વિશેષતાઓ પ્રાપ્ત થઈ છે, એમાં તું આનંદનો અનુભવ કર.' ઈર્ષ્યાને છોડી દો
ઉન્નત, ઉદાત્ત અને ઉત્તમ જીવન જીવવાના માર્ગમાં કદાચ કોઈ મોટો અવરોધ હોય તો તે છે ઈર્ષ્યાભાવ. ઈર્ષ્યા પણ એક પ્રકારની નથી હોતી, અનેક પ્રકારની હોય છે. બીજાંના યશની ઈર્ષ્યા, બીજાંના ધનની ઈર્ષ્યા, બળની ઇર્ષ્યા, બીજાંના રૂપની ઈર્ષ્યા, કલાની ઈર્ષ્યા !
ભાઈ ભાઈની ઈર્ષ્યા કરે છે. બહેન ભાઈની ઈર્ષ્યા કરે છે. નણંદ ભાભીની ઈર્ષ્યા કરે છે. કોઈ વાર મિત્ર મિત્રની ઈર્ષ્યા કરે છે. ઈર્ષ્યાથી સંબંધો બગડે છે - તૂટે છે. ઈર્ષ્યાથી પરસ્પર વેરભાવ થઈ જાય છે. ઈર્ષ્યાથી બીજાંને દુઃખી કરવાની પાપેચ્છા પ્રકટ થાય છે. ઈર્ષ્યાથી કેવાં પાપકર્મો બંધાય છે એ તમે જાણો છો ? સતી અંજનાને ૨૨ વર્ષ સુધી પતિનો વિયોગ કેમ થયો ? પૂર્વજન્મમાં એ ‘કનકોદરી’ નામની રાજરાણી હતી. બીજી શોક્ય રાણી લક્ષ્મીવતી પ્રત્યે એના હૃદયમાં ઘોર ઈર્ષ્યાભાવ હતો. ઈર્ષ્યાથી પ્રેરિત થઈને લક્ષ્મીવતીના ગૃહમંદિરમાં પરમાત્માની મૂર્તિની ચોરી કરાવી હતી અને મૂર્તિને એણે ગંદા સ્થળે સંતાડી હતી. ત્યાં એણે એવું પાપકર્મ બાંધી લીધું હતું કે જેને કારણે તે અંજનાના ભવમાં ૨૨ વર્ષ સુધી પતિ-વિયોગિની રહી અને એની ઉપર વ્યભિચારિણીનું કલંક આવ્યું.
ઈર્ષ્યા ક૨વાથી આ જીવનમાં અશાંતિ મળે છે. આવનારાં જન્મોમાં દુઃખ મળે છે. ઈર્ષ્યા - સર્વનાશી ભાવના
કોઈને માન-સન્માન મળે છે, એવોર્ડ મળે છે, પદોન્નતિ મળે છે; ત્યારે માણસ બહારથી દેખાવ કરે છે કે “મને સાંભળીને આનંદ થયો છે.' પરંતુ વાસ્તવમાં મનુષ્યને એ વાત પસંદ પડી ન હોય, તેથી થોડી વાર પછી તે એવોર્ડ વિજેતાના, માન પ્રાપ્ત કરનારનાં દોષ-ભૂલો બોલવા લાગે છે. આ રીતે સામાજિક સંતોષ અને વ્યક્તિગત અસંતોષ પ્રકટ કરે છે. મનુષ્યની આવી ભાવના સર્વનાશી હોય છે. સંહારક અને વિનાશક હોય છે.
અવિનાશી બનવું હોય તો ઈર્ષ્યાની સર્વનાશી ભાવનાને દૂર કરી દો. ઈર્ષ્યાથી મનુષ્ય કોઈના આનંદને લૂંટી લેવાનો, ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરે છે. એ વિનાશનો
૧૯૦
શાન્તસુધારસ : ભાગ ૩