________________
ઉપશમ-વેદક ને ક્ષયોપશમ ક્ષાયક દીપક જેમ રે, પાંચ ભેદે મિથ્યાત્વ નિવારે, પામે નિશ્ચય તેમ .....૪ તત્ત્વજ્ઞાનનો ભેદ વિચારી, આગમશું ધરે પ્રીત રે, ન્યાયમાર્ગ તણે અનુસરે, સાધે તે સવિ નીત રે....... ગુણરાગી, અવગુણનો ત્યાગી, સહેજે સાહસ ધીર રે, વિષય વિકાર તજે મન હું તો, સમકિત શું કરે સીર ....... વાદવિવાદ અને પરિનંદા, ન કરે સમકિતવંત રે, રાગદ્વેષ મનમાં નવિ આણે. શાન્ત, દાન્ત ગુણવંત રે..... સ્યાદ્વાદ સમજે ચિત્ત ચોખે, જાણે તે જિનધર્મી રે, કુમતિ-કાગ્રહ મૂકે કોરે, જાણે ધર્મનો મર્મ રે....૮ નિત્ય, અનિત્ય અને અવિનાશી, પ્રકટ તેમ પ્રસન્ન રે, એક-અનેક ને કર્તા-અકર્તા, માને તે ધન્ય ધન્ય રે....૯ ભોગી-અભોગી, યોગી-અયોગી, સંસારી ને સિદ્ધ રે, ‘ઠાણાંગે’ છે એહ આલાવો નવતત્ત્વ મેં પ્રસિદ્ધ રે.... ૧૦ સમકિત વૃષ્ટિ જીવનું સ્વરૂપ ઃ
જે સમ્યક્ત્વને, જે બોધિને, ગ્રંથકારે સકલ ગુણનિધાન કહ્યું, એ સમકિત કેવા આત્મામાં ઉત્પન્ન થાય છે અને સમ્યક્ દૃષ્ટિ બનેલો જીવ કેવો હોય છે, એ વાત આ સજ્ઝાય - કાવ્યમાં સારી રીતે બતાવી છે. કાવ્ય જૂની ગુજરાતી ભાષામાં છે. એની વિગતો સમજાવું છું ઃ
જે સમયે સહજ સ્વભાવથી આત્મામાં ઉપશમ પેદા થાય છે ત્યારે મોહાદિ દોષ દૂર થાય છે અને સમ્યક્ત્વ પ્રકટે છે.
॥ સમ્યક્ત્વ-સૂર્યનો જ્યારે ઉદય થાય છે, ત્યારે મિથ્યાત્વ અંધકાર નષ્ટ થઈ જાય છે. જ્ઞાનજ્યોતિ પ્રકટ થાય છે. સહજ સ્વભાવ પ્રકટ થાય છે.
– ઉપશમ સમકિત, વૈદક સમકિત, ક્ષયોપશમ સમકિત અને ક્ષાયિક સમકિતમાંથી કોઈ એક સમકિત પ્રકટ થાય છે. પાંચ પ્રકારનાં મિથ્યાત્વ દૂર થાય છે.
સમકિત સૃષ્ટિ જીવ તત્ત્વજ્ઞાનનું રહસ્ય પામે છે. આગમગ્રંથો પ્રત્યે પ્રીતિ-શ્રદ્ધા ધરાવે છે. ન્યાયમાર્ગથી એ પોતાનું જીવન યાપન કરે છે.
એ ગુણાનુરાગી હોય છે, અવગુણોનો ત્યાગી હોય છે, એટલે કે બીજાંના અવગુણો જોતો નથી. એ શ્રદ્ધાબળયુક્ત અને સાહસિક હોય છે. તે પોતાના મનથી વિષયવિકારોને દૂર કરવાનો ઉપાય કરે છે અને મનમાં સમકિતને દૃઢ કરે છે.
શાન્તસુધારસ : ભાગ ૩
૯૮