________________
આમ રાજાની સાથે તેમનો ગાઢ મૈત્રીસંબંધ ગાઢ-ગાઢતર થતો જતો હતો. આમ રાજાના દિલનો પ્રત્યેક ખૂણો બપ્પભટ્ટીનો પરિચિત હતો. બપ્પભટ્ટીની જ્ઞાન પ્રતિભા એટલી જાજરમાન હતી કે ખુદ આમ રાજા વિચારવા લાગ્યાઃ “શું બપ્પભટ્ટી સર્વજ્ઞ છે? મારા મનનો એકાદ ભાવ પણ એમનાથી અજાણ્યો નથી. શું એ મનઃ પર્યવજ્ઞાની છે? શું એ અન્તર્યામી છે? બપ્પભટ્ટી સાચે જ આમ રાજાના મનની વાતો પણ કહી દેતા હતા.”
પરંતુ કોઈ આર્ષપુરુષે એક સત્ય પ્રકાશિત કર્યું છે અતિપરિયાદ્ અવજ્ઞા | અતિ પરિચય અવજ્ઞા કરે છે - કરાવે છે. બીજા એક મહર્ષિએ જિંદગીની સફળતા એક સૂત્રમાં આપી છે અતિ સર્વત્રવત્ - સર્વ સ્થળે ‘અતિ’નો ત્યાગ કરવો. નિર્લેપતાને, નિસ્પૃહતાને અને મધ્યસ્થતાને ક્ષતિ પહોંચાડે એવું ‘અતિ સર્વત્રવજ્ય
આમ રાજા અને બપ્પભટ્ટીની મૈત્રી શું ‘અતિની સીમાને પાર કરી ગઈ હશે? યા તો કોઈ અશુભ કર્મનો ઉદય આવ્યો હશે? એક દિવસ અણધાર્યું થઈ ગયું! બનવાનું બની ગયું! દોસ્તીની દીવાલમાં તિરાડઃ
સવારની રમ્ય વેળા હતી. ક્ષિતિજનો પાલવ સૂરજદેવનો સ્પર્શ પામીને દીપી ઊઠ્યો હતો. સવારનાં કાર્યો પતાવીને આમ રાજા બપ્પભટ્ટી પાસે આવીને બેઠા હતા. અન્ય કોઈ પણ આસપાસ બેઠું ન હતું. બંને મિત્રો એકલા જ વાતો કરી રહ્યા હતા. એકાએક આમ રાજાએ પોતાના અંગત જીવનનો એક પ્રશ્ન આચાર્ય સામે મૂકી દીધો. આચાર્યદિવે પણ સંકેતભર્યા શબ્દોમાં જવાબ આપી દીધો. જવાબ તદ્દન યોગ્ય જ હતો. પરંતુ રાજાએ અર્થઘટનમાં ભૂલ કરી દીધી. ભૂલ એટલી ભારે હતી કે એક ભયંકર અનર્થ થઈ ગયો.
આમ રાજાનું અધૂરું વાક્ય હતું. હજુપણ એ કમલિની તેના પ્રમાદથી પરિતાપ અનુભવી રહી છે.' શ્લોકનો આ અર્ધભાગ હતો. બાકીનો ભાગ આચાર્યદેવે પૂરો કરવાનો હતો. આચાર્યદેવે કહ્યું: “કારણ કે પહેલેથી જાગેલા તેં જેનાં અંગોને ઢાંક્યાં...'
રાજા વિસ્મયથી સ્તબ્ધ થઈ જાય છે. “મારા અન્તપુરની અત્યંત રહસ્યપૂર્ણ ઘટના બપ્પભટ્ટીએ કેવી રીતે જાણી લીધી ?” રાજાના મનમાં શંકાનો કીડો સળવળવા લાગ્યો -તેણે વિચાર કર્યોઃ બપ્પભટ્ટી સર્વજ્ઞ તો નથી, સર્વજ્ઞતા વગર આવી ગુપ્ત વાત એમણે જાણી કેવી રીતે ? તો બપ્પભટ્ટીનો પ્રવેશ મારા રાણીવાસમાં થતો હશે? શું મારી રાણી એમની આગળ તમામ વાતો કરતી હશે?
૨૭૮
શાન્ત સુધારસ: ભાગ ૩