________________
ભરીભરી છે, પરંતુ જ્યારે મેં એ જાણ્યું કે આ ત્રણે લોકમાં સર્વત્ર જન્મ-મરણ નિશ્ચિત છે. જીવોને દેવલોકમાં જે મજા પડે છે તો નરકમાં એમને ફરી સજા પણ ભોગવવી પડે છે
ગ્રંથકારોએ, તીર્થંકર દેવોએ બતાવ્યું છે કે “આ ચૌદ રાજલોકના વિરાટ વિશ્વમાં તું સર્વત્ર ઉત્પન્ન થયો છે, જીવ્યો છે અને મૃત્યુ પામ્યો છે. રજમાત્ર એવી જગા નથી કે તેં જ્યાં જન્મ લીધો ન હોય અને મૃત્યુ પામ્યો ન હોય.”. આ જાણીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. નીચેનાં સાત નરકોથી શરૂ કરીને ઉપર સિદ્ધશિલા સુધી ભિન્ન ભિન્ન નામોમાં, ભિન્નભિન્ન રૂપોમાં હું જન્મ્યો છું, મર્યો પણ છું.
અનંતકાળના અતીતમાં મેં આ વિશ્વમાં બધું જ જોયું છે. એટલું જ નહીં, આ વિશ્વના તમામ રૂપી પુદ્ગલોનો એક યા બીજા રૂપમાં ઉપભોગ કર્યો છે. પરમાણુથી લઈને અનન્તાનન્ત પુદ્ગલસ્કંધ સુધીનાં રૂપી દ્રવ્યોને મેં ભોગવ્યાં છે. મન, વચન અને કાયાના રૂપમાં આહાર અને શ્વાસોચ્છવાસના રૂપમાં બધું જ ભોગવ્યું છે. છતાં પણ હું સદાને માટે તૃપ્ત થયો નથી. મને તૃપ્તિ થઈ જ નથી.
પૌદ્ગલિક-ભૌતિક ઉત્કૃષ્ટ સુખોને ભોગવ્યા છતાં પણ મને કદીય તૃપ્તિ થઈ નથી. આજે પણ અતૃપ્તિની આગ ધખધખી રહી છે. ભૂખ્યો છું તરસ્યો છું, રાગદ્વેષ કરું છું અને પાપ પણ કરું છું. ઘણી વાર હું મારા આત્માને કહું છું -
હે આત્મા! આ વિરાટ વિશ્વમાં અનંતકાળથી પરિભ્રમણ કરતાં તેં શું નથી ખાધું? શું નથી પીધું? શું નથી ભોગવ્યું?પાંચ ઈન્દ્રિયોનાં તમામ વૈષયિક સુખો તેં ભોગવ્યાં છે, તો પણ તને તૃપ્તિ થઈ? ન થઈને? તો પછી હવે શા માટે મનુષ્ય લોકનાં નિકષ્ટ-ગંદાં-હલકાં અને તુચ્છ સખોમાં લલચાય છે? શા માટે એ અસાર સુખોમાં આસક્તિ રાખે છે? કરી દેએ તમામ સુખોપભોગનો ત્યાગ ! ત્યાગથી જ સાચી તૃપ્તિ મળશે. ભોગથી તો વાસના વધુ ભડકશે. આગમાં બળતણ નાખવાથી વધારે ભડકી ઊઠે છે. મનથી ય તું વૈષયિક સુખની કામના ન કર. અનંતકાળમાં, અનંત જન્મોમાં ભરપૂર દિવ્ય સુખો ભોગવ્યા છતાં પણ તને પરમ તૃપ્તિનો ઓડકાર ન આવ્યો, તો પછી પાંચ-પચાસ વર્ષના જીવનમાં તુચ્છ સુખોના ઉપભોગથી શું તૃપ્તિ મળશે?નહીં મળે. એટલા માટે ભૂલને ઘેહરાવીશ નહીં નહીંતર તારે પસ્તાવું પડશે. ત્યાગ, તપ અને તિતિક્ષા દ્વારા શુદ્ધ આત્મા તરફ વળવા પ્રયત્ન કર.' સાત નરક અને તેની રચના:
લોકપુરુષ ચિત્રમાં જુઓ) પહોળા કરેલા બે પગની વચ્ચે સાત રાજલોક જેટલી જગા છે. કટિપ્રદેશની નીચે સાત નરકભૂમિઓ આવેલી છે. સાત પૃથ્વીનાં નામ છે - રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પકwભા, ધૂમપ્રભા, તમwભા અને
૪
શાન્તસુધારસઃ ભાગ ૩