________________
તત્ત્વ પડ્યું છે કે જે મને શાન્તિથી બેસવા દેતું નથી. શાન્તિથી સૂવા દેતું નથી. કોઈના પ્રત્યે અપ્રીતિ, અભાવ મારે માટે આનંદની વાત નથી હોતી. એક મનુષ્ય બીજા મનુષ્યની નિંદા કરે છે એ સાંભળીને મારું મન દુઃખી થઈ જાય છે અને કદાચ એનિંદામાં સામેલ થઈ જાઉં છું તો અસ્વસ્થ થઈ જાઉં છું. એટલા માટે હું સતર્ક રહું છું. બની શકે તેટલું હું નિંદાથી પર રહું છું. કદાચ સાથે રહેવું પડે તો મૌન રહું છું. મને જ્યારે કોઈના ગુણની યા તો પુણ્યોદયની પ્રશંસા કરવાનું નિમિત્ત મળી જાય છે તો પ્રસન્ન થઈ જાઉં છું. મારી જીભ ગુણોની અને પુણ્યોદયની પ્રશંસા કરે છે અને પવિત્ર બને છે. આ મારી મનઃ કામના રહે છે.
ગ્રંથકાર પણ કહે છે -
जिहवे ! प्रह्वीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना, भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णौ सुकर्णौ । वीक्ष्यान्यप्रौढलक्ष्मीं दुतमुपचिनुतं लोचने रोचनत्वं, संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ॥ ६ ॥
હે જીભ / તું સારી રીતે પ્રસન્ન થઈને ભાગ્યશાળી પ્રાણીઓનાં સુંદર ચરિત્રની પ્રશંસા કરવામાં તત્પર બન.
... મારા કાન અન્યના યશને સાંભળવામાં આનંદિત થનારા બનો.
મારાં નેત્રો અન્યોની સુખસાહ્યબી, સમૃદ્ધિ જોઈને પ્રફુલ્લિત થાઓ.
આ સંસારમાં આવા પ્રમોદભાવથી જીવવું એ જ જીવનની સફળતા છે સાર્થકતા છે.
જીભની સાર્થકતા સમજો :
તમે કદી જીભની બાબતમાં વિચાર કર્યો છે ? બીજી બધી ઇન્દ્રિયો એક-એક કામ કરે છે, જીભ બે કામ કરે છે - બોલવાનું અને સ્વાદ ચાખવાનું. પૂર્વજન્મના સંચિત પુણ્યનો ઉદય થાય છે ત્યારે સારી નીરોગી જીભ મળે છે. જેમનો એવો પુણ્યોદય નથી હોતો એ મૂંગા જનમે છે. અથવા તો પાછળથી મૂંગા બની જાય છે. અથવા કોઈકની જીભ તોતડી બની જાય છે. તે તોતડા બની જાય છે. તમે એવા માણસોને જોયાં હશે ત્યારે આવું વિચાર્યું હતું કે આ લોકોને આવી જીભ શા માટે મળી હશે ? મને સારી જીભ શા માટે મળી. ?
સભામાંથી નથી વિચાર્યું ગુરુદેવ !
:
આચાર્યશ્રી વિચારવું પડશે. ગત જન્મોમાં જીભનો દુરુપયોગ કર્યો હશે તો આ જનમમાં મૂંગો જનમે છે અથવા જીભ તોતડાતી હોય છે. જીભનો દુરુપયોગ બે રીતે
૧૮૬
શાન્તસુધારસ : ભાગ ૩