________________
પણ ઘાણીમાં પિસાયા, પણ તેઓ મુક્તિ ન પામી શક્યા ! એ અગ્નિકુમાર દેવ બન્યા ! પ૦૦ શિષ્યો મધ્યસ્થભાવથી મુક્તિ પામ્યા, જ્યારે એમના ગુરુ મોક્ષમાં ન જઈ શક્યા !
મહત્ત્વની વાત એ છે કે જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં રાગદ્વેષનાં નિમિત્તો મળે, ત્યાં સાવધાન થઈ જવું અને મનને રાગદ્વેષથી બચાવવું. વિશેષતઃ જ્યારે શરીર રોગગ્રસ્ત થઈ જાય ત્યારે તો મનને ઉદાસીનભાવમાં જ રાખવું, રાગદ્વેષથી મનને બચાવી રાખવું.
સહજ ઔદાસીન્ય પ્રાપ્ત કરો ઃ
જેમ જેમ તમારા રાગદ્વેષ ઓછા તેમ તેમ સહજ ઔદાસીન્ય તમારી અંદ૨ પાંગરવા માંડશે. તમારું અપ્રિય કરનારાઓ તરફ પણ દ્વેષ-રોષ-પરિવાદ, મત્સર ક૨વાનાં નથી, અપ્રિય શબ્દ બોલવાનો નથી. તમને મેં થોડા દિવસો પહેલાં ભગવાન મુનિસુવ્રતસ્વામીનો એક પ્રસંગ સંભળાવ્યો હતો. યાદ છે ને ?
એક અશ્વને પ્રતિબુદ્ધ કરવા એ રાતમાં ૬૦ યોજન ચાલીને રાજગૃહથી ભરુચ પધાર્યા હતા અને ત્યાંના રાજાનો અશ્વ સમવસરણમાં ભગવાનની દેશના સાંભળીને નાચ્યો હતો. તેણે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી હતી અને ત્યાં મૃત્યુ પામ્યો હતો. રાજા જિતશત્રુએ ભગવાનને પ્રશ્ન કર્યો ‘ભગવન્ ! મને આ ઘટના રહસ્યમય લાગે છે, આપ પૂર્ણ જ્ઞાની છો. આ રહસ્યને પ્રકટ કરવાની કૃપા કરો.’ ભગવંતે અશ્વના પૂર્વજન્મની વાર્તા સંભળાવી હતી.
બે મિત્રો - જિનધર્મ અને સાગરદત્ત ઃ
–
પદ્મિનીખંડ નામે એક નગર હતું; એમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ હતું જિનધર્મ અને બીજાનું નામ હતું સાગરદત્ત, બંનેના પોતપોતાના ધર્મ હતા. જિનધર્મ જૈનધર્મનો આરાધક હતો, સાગરદત્ત શૈવધર્મ પાળતો હતો. બંને ગુણવાન હતા. સાગરદત્ત સરળ હતો, નિરભિમાની હતો, નિરાડંબરી હતો. વૈભવશાળી હોવા છતાં પણ એ વિનમ્ર હતો. ભગવાન શિવનો ભક્ત હતો. એણે ભવ્ય શિવમંદિર બંધાવ્યું હતું. મંદિરમાં પૂજાસેવા માટે અને સારસંભાળ માટે એણે પૂજારીઓ નિયુક્ત કર્યા
હતા.
જિનધર્મ ધર્મનો મર્મ સમજતો હતો. તેણે સાગરદત્તને શૈવમંદિર બાંધવા દીધું, નિષેધ ન કર્યો, એણે શૈવધર્મની નિંદા પણ ન કરી. પરંતુ જૈનધર્મના અહિંસા-ધર્મની વાત એ રીતે કરતો કે સાગરદત્તના હૃદયમાં એ સ્પર્શી જતી. જૈનધર્મની ઘણી બધી મૌલિકતા - તત્ત્વજ્ઞાનની વાતોથી સાગરદત્ત પ્રભાવિત થતો રહ્યો.
જિનધર્મ સાગરદત્તને ભવ્ય, રમણીય જિનમંદિરોમાં લઈ જતો હતો.
માધ્યસ્થ ભાવના
૨૬૧