________________
આ જગતમાં આખી ય પુદ્ગલ બાજી જૂઠી છે. પૌદ્ગલિક સુખોમાં ન રાચો. પરલોકમાં તન, ધન, યૌવન સાથે ચાલનાર નથી. માતાપિતા આદિસ્વજનો પણ સાથે નહીં ચાલે. આમ તો સત્તા અને લક્ષ્મી પણ સાથે નહીં આવે. આખી દુનિયા છોડીને એક દિવસે આ જીવને ચાલ્યા જવાનું છે. મનમાં વિચારજે. મોટામોટા લોકો ચાલ્યા ગયા. ચાલ્યા જઈ રહ્યા છે. બિલાડીના સકંજામાં ફસાયેલો ઉંદરડો શું મહાલી શકે? એ જ રીતે મહાકાળની નજર સમગ્ર સંસાર પર છે ! જાગતા રહો. વિરક્ત - ઉદાસીનભાવમાં રહો.
योऽपि न सहते हितमुपदेशं, तदुपरि मा कुरु कोपं रे । निष्फलया किं परजनतप्त्या कुरुषे निजसुखलोपं रे ॥ ३ ॥ કદાચ તેં કહેલી હિતકારી વાતો ઉપર કોઈ કાન ન ધરે ન સાંભળે, તો તું એની ઉપર નારાજ ન થતો. ગુસ્સો ન કરતો. નિરર્થક પરાઈ ચિંતામાં પડીને તું તારાં સુખ શા માટે વેડફી નાખે છે? તું શા માટે દુઃખી થાય છે? હિત સમજાવવાનો આગ્રહ છોડી દોઃ
મનુષ્યનો એક એવો સ્વભાવ થઈ ગયો છે કે જે વાતો એને હિતકારી, સુખકારી અને કલ્યાણકારી લાગે છે તે વાતો તે પોતાનાં સ્વજનો, મિત્રો, પરિજનોને કહેતો રહે છે, ઉપદેશ આપતો રહે છે અને એવો આગ્રહ પણ કરતો રહે છે કે બીજાં એની વાતો માને! પણ આવા ઉપદેશકો પ્રાયઃ જાણતા નથી કે બીજાં લોકો તમારી વાત ત્યારે જ માનશે કે જ્યારે તમારું “આદેય નામકર્મ' ઉદયમાં હશે. આદેય નામકર્મ તમારી હિતકારી યા અહિતકારી વાતો બીજાંની પાસે મનાવતું રહે છે.
છતાંય ક્યારેક અનાદેય નામકર્મનો ઉદય થતાં તમારી હિતકારી વાત હોય, સુખકારી વાત હોય તો પણ બીજાં માણસો નહીં માને. એટલા માટે એવો આગ્રહદુરાગ્રહ ન રાખવો કે મારો સ્વજનોએ મારી વાત માનવી જ જોઈએ. જે એવો દુરાગ્રહ રાખશો તો હંમેશાં રોષથી, રીસથી ક્રોધથી બળતા રહેશો. અશાંતિ અને ક્લેશ-સંતાપથી દુખી થઈ જશો.'
તમને બે-ચારયા પાંચ-સાત વખત ખબર પડી - અનુભવ થયો કે ઘરમાં તમારી વાત કોઈ માનતું નથી. મિત્રો પણ તમારી વાત માનતા નથી. જ્ઞાતિજનો ય તમારી વાત માનતાં નથી, તો મનથી સમાધાન કરી લો કે - “મારા અનાદેય કર્મનો ઉદય ચાલી રહ્યો છે. એટલા માટે મારે મૌન રહેવું એ જ ઉચિત છે. આમેય સર્વ જીવો પોતપોતાના કર્મો અનુસાર જ જીવી રહ્યાં છે. સર્વ આત્મદ્રવ્ય સ્વતંત્ર છે. કોઈ મારું નથી, હું કોઈનો નથી. તમામ સંબંધો સ્વપ્નવત છે, ક્ષણિક છે, પરિવર્તનશીલ છે.” | ૨૦ £
શાન્તસુધારસઃ ભાગ ૩]