________________
જાણે વરુના દાંત.” એની ખુશામત કરનારી સખીઓ સદાય એની હામાં હા મેળવતી હતી. એમના હાસ્યધ્વનિથી કોણ જાણે કેટલાયના હૃદયને પીડા થતી હતી.
નદીકિનારે ઊભેલા એક વૃદ્ધ સાધુ એમના આ વ્યવહારને ઝીણવટપૂર્વક જોઈ રહ્યા હતા. સાધુની પારદર્શક દ્રષ્ટિ રૂપવાન શરીરમાં છુપાયેલા કુરૂપ વ્યક્તિત્વને પારખી ગઈ હતી. એ સાધુ વિચારવા લાગ્યાઃ “આ રાજકુમારીનું શરીર આટલું સુંદર છે, કાશ ! એનું મન પણ એટલું જ સુંદર હોત તો !'
કંઈક વિચારતાં એમણે રાજકુમારીને હિતોપદેશ આપ્યો: “બેટી ! તું આ રાજ્યની રાજકુમારી છે. તને સુખસંપન્ન જીવન એટલા માટે મળ્યું છે કે તું પ્રજા ઉપર કૃપા કરી શકે. આ લોકો તારી પ્રજા છે. તારે એમને સહારો આપવો જોઈએ. તારે એમનાં દુઃખ દર્દ દૂર કરવાં જોઈએ. પરંતુ આવું કરવું તો દૂર રહ્યું, ઉપરથી તું એમની મશ્કરી કરે છે. એમને તારી કટુઉક્તિઓથી ઘાયલ કરે છે, એમને પીડા કરી રહી છે! આમ કરવું તને શોભતું નથી.”
સાધુની વાત સાંભળીને રાજકુમારીનો પારો એકદમ ઊંચો ચડી ગયો. એણે સાધુ તરફ ક્રોધમાં જોઈને કહ્યું છે વૃદ્ધ, તને ખબર છે ને કે તું કોની સાથે વાત કરી રહ્યો છે? હું અહીંની રાજકુમારી છું. હું શું ખોટું કહું છું? કુરૂપને કુરૂપ ન કહેવામાં આવે તો શું કહેવું? ખબરદાર, જો હવે પછી કદી મારી આગળ આવું ડોઢ ડહાપણ કર્યું છે તો!” સાધુને ધમકાવીને રાજકુમારી આગળ વધી.
કેટલાક દિવસો પછી આ જ ઘટનાક્રમ દોહરાવાયો. રાજકુમારી પોતાની સખીઓની સાથે સ્નાન કરવા નદીએ ગઈ. જ્યારે સ્નાન કરીને નીકળી અને જોયું તો એક બ્રાહ્મણ નદીકિનારે બેસીને જપ-ધ્યાન કરી રહ્યો હતો. એનું નાક કંઈક મોટું હતું. મુખ ઉપર દાઢી પણ હતી. રાજકુમારીએ બ્રાહ્મણને જોઈને એને કટુવચનોથી મમઘિાત કરવાની શરૂઆત કરી દીધી. તેણે પોતાની સખીને ચૂંટલો ભય, “અરે ‘ચિત્રા! જેને આ રીંછ જેવો બગભગત બેઠો છે. એનું આટલું લાંબું નાક અને મુખ ઉપર વાળ પૂરો રીંછ જણાય છે. કેવા કેવા કદરૂપા માણસો છે આ દુનિયામાં?”
બ્રાહ્મણના કાને આ શબ્દો પડ્યા, પરંતુ એ કરી પણ શું શકે ? ચુપચાપ અપમાનનો ઘૂંટડો પી ગયો. એની આંખો છલકાઈ ગઈ. સંજોગવશાત એ દિવસે પણ પેલા સાધુ દૂર ઊભા રહીને આ તમામ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમણે બ્રાહ્મણના મુખ ઉપર ઊપસી આવેલી પીડાની રેખાઓ સ્પષ્ટરૂપે જોઈ, એની સાથે રાજકુમારીના ચહેરા ઉપર ઊપસેલી દઈની રેખાઓ ય જોઈ લીધી. આ ઉદ્ધત દર્પને સાધુ સહન ન કરી શક્યા, એમને અચાનક શાસ્ત્રવચન યાદ આવી ગયું - જ્યારે રાજ્યસત્તા નિરંકુશ હોય ત્યારે યોગીઓએ પોતાના યોગબળથી અને તપબળથી એનો પ્રતિકાર કરવો જોઈએ. [ કરુણા ભાવના .
૨૨૧]