________________
વિમલ અને કમલને જોઈને તેઓ મલકી ઊઠ્યા. એમના આસ્મિતમાં પ્રેમ હતો, વાત્સલ્ય હતું અને ઊંડું નિજત્વ હતું. આ સ્મિત સાથે તેમણે પ્રેમભર્યા શબ્દોમાં કહ્યુંઃ ધર્મલાભ! કહો તમે બે જણા શું કહેવા ઇચ્છો છો?”
સંકોચ અનુભવતા, કચવાતા કમલે પોતાની અને વિમલની કથા કહી સંભળાવી - “ભલા એવું કેમ બન્યું પ્રભુ! મંદિરમાં ભાવભક્તિ કરવાનું ફળ પગમાં ખીલો વાગવો અને વેશ્યાને ત્યાં રંગ-રાગ કરવાનું ફળ સુવર્ણમુદ્રાઓની પોટલી મળવી?” શંકાનું સમાધાનઃ
મુનિરાજે બંને જણાં ઉપર પોતાની કોમળ દ્રષ્ટિ નાખી અને બે ક્ષણ મૌન રહીને બોલ્યા: “મહાનુભાવો ! કેટલાંક કર્મો એવાં હોય છે, જેમને આજે કરવા છતાં પરિણામ કાલે મળે છે. એ રીતે વિગત જન્મોમાં ઉપાર્જિત કર્મ પણ. વર્તમાન જીવનનાં કર્મોના સ્વરૂપ એમના પ્રભાવને વધારી-ઘટાડી શકે છે.' '
તેમણે વિમલને કહ્યું: “વત્સ! તારા માટે શૂલીકર્મનો ઉદય હતો. પરંતુ તેં ભગવાન પાર્શ્વનાથના મંદિરમાં બેઠાંબેઠાં એ ભયંકર કર્મને શિથિલ કરી દીધું. જો તું ત્યાં બે ઘડી વધારે મંદિરમાં તલ્લીનતાપૂર્વક પ્રભુચરણે બેસી રહ્યો હોત તો તને ખીલી પણ ન વાગત. તેં ભક્તિભાવથી ફૂલી કર્મને ટાળી દીધું હતું.'
એક સમાધાન પર મુનિ બે પળ રોકાયા. તેમણે કમલને કહ્યું: “વત્સ! તારો રાજ્યયોગ આવી રહ્યો હતો. આ મહાપુણ્યને તેં વેશ્યાને ત્યાં રંગ-રાગમાં સમાપ્ત કરી દીધો. કેવળ સુવર્ણમુદ્રાઓ પ્રાપ્ત કરી. જો તું ત્યાં બે ઘડી વધારે રોકાયો હોત તો તે પણ ન મળત.” કમલને આજે કર્મફળનો રહસ્યબોધ થઈ રહ્યો હતો. એણે મહામુનિના ચરણોમાં સોગંદ ખાધા કે પોતાની રુચિઓમાં અને પ્રવૃત્તિઓમાં પરિવર્તન કરશે અને પોતાના મિત્રની જેમ સત્કર્મમાં નિરત રહેશે.”
બંને મિત્રો આસવ, વિકથા, ગારવ દુરાચારના માર્ગથી હટીને સંવરના માર્ગ ઉપર ચાલવા લાગ્યા. આમ તો વિમલ વિકથાદિ દોષોથી દૂર જ હતો, પણ કમલને સન્માન મળી ગયું. '
सह्यत इह किं भवकान्तारे गदनिकुरम्बमपारम् ।
अनुसरताऽऽहितजगदुपकारं जिनपतिमगदंकारम् ॥ ७ ॥ “સંસારવનમાં ભટકીને શા માટે આટલી અપાર પીડા વહન કરે છે? જિનેશ્વર પરમાત્મા કે જે જગત ઉપર ઉપકાર કરવા માટે સદૈવ સજજ છે, તત્પર છે, તું એમનું અનુસરણ કર.” સંસાર અનર્થોથી ભય છેઃ સંસારમાં રહેલાં અનર્થોની પ્રચુરતા તમારા દિલને કંપાવી નાખે છે ને?
શાન્ત સુધારસઃ ભાગ ૩|
૨૫૬