________________
ગુણસંપત્તિ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મામાં જ હોય છે.
જે આત્મા તીર્થંકર થવાનો હોય છે, એ આત્મામાં અન્ય જીવોની અપેક્ષાએ વિશિષ્ટ ગુણવૈભવ હોય છે અને સુકૃતોનો સંચય હોય છે. સહજભાવે જ્ઞાન અને વૈરાગ્ય પ્રકટ થાય છે. પછી એ ગુણો પૂર્ણચંદ્રની કલાની જેમ વૃદ્ધિ પામતા જાય છે. નિર્મળ ધ્યાનધારામાં (ક્ષપક શ્રેણીમાં) આત્મશુદ્ધિ કરતાં અરિહંત તીર્થંકરપદ પ્રાપ્ત કરી લે છે. પછી મુક્તિ મોક્ષ-નિવણ તો નિશ્ચિત થાય જ છે. સર્વ જીવોને સર્વ દુઃખોમાંથી મુક્ત કરું?
તીર્થકર બનનાર વિશિષ્ટ આત્માઓમાં આ ભાવના - હું સર્વ જીવોને સર્વ દુખોમાંથી મુક્ત કરું.' - અવશ્ય પેદા થાય છે. આ ઉત્કૃષ્ટ કોટિની કરુણા હોય છે. આ ભાવનાને ફળીભૂત કરવા માટે એ ૨૦ સ્થાનક તપની આરાધના કરે છે. ભાવના અને આરાધનાનું સંમિશ્રણ થતાં તેમનામાં તીર્થકરત્વ ઉત્પન્ન થાય છે. તીર્થકર થવાના ભવમાં પોતાની ભાવનાને અનુરૂપ સર્વપ્રથમ દ્રવ્યદયાના રૂપમાં તે વરસીદાન આપે છે. એક વર્ષ સુધી તે કરોડો રૂપિયાનું દાન આપે છે - કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર! જે મનુષ્ય આ દાન પામે છે તે અચૂક ભવ્ય જીવ હોય છે. ભવ્ય જીવ કોઈકને કોઈક કાળે અવશ્ય મુક્તિ પામે છે! સમવસરણ -તીર્થકરના ૧૨ ગુણઃ
એક વર્ષ સુધી વરસીદાન આપ્યા પછી આ મહાન આત્મા ચારિત્રધર્મ સ્વીકારે છે. રાજ્યવૈભવ અને સંસારનો પ્રપંચ ત્યાગીને અણગાર બને છે. ઉગ્ર તપ કરીને ઘાતી કર્મોનો ક્ષય કરીને તે વીતરાગ-કેવળજ્ઞાની બની જાય છે. તરત જ દેવો તીર્થંકરની દેશના માટે સમવસરણની રચના કરે છે. ત્રણ ગઢ બનાવે છે. ઉપર ત્રીજા ગઢ ઉપર (૧) સિંહાસન હોય છે. એની ઉપર તીર્થકર બિરાજે છે. સિંહાસન ઉપર (૨) અશોકવૃક્ષ હોય છે. સિંહાસનની બંને બાજુ દેવો (૩) ચામર લઈને ઊભા રહે છે. તીર્થકરને ધીરે ધીરે ચામર ઢોળતા હોય છે. તીર્થકર બંને પગ પાદપીઠ ઉપર રાખીને બેસે છે. એમના મસ્તકની પાછળ તેજપૂંજ જેવું (૪) ભામંડળ હોય છે. મસ્તક ઉપર (૫) ત્રણ છત્ર હોય છે. આકાશમાંથી દેવો () પુષ્પવૃષ્ટિ કરતા રહે છે. (૭) દુભિ વગાડતા હોય છે અને પરમાત્માની દેશનાને વિશેષ કર્ણપ્રિય બનાવવા માટે (૮) દિવ્યધ્વનિ કરે છે. આ આઠ ગુણ તો પ્રત્યક્ષ દેખાતા હોય છે. બીજા ચાર ગુણો કે જે ‘અતિશય’ કહેવાય છે, તે આંતરિક હોય છે. . (૯) પ્રથમ જ્ઞાનાતિશય હોય છે. એટલે કે અનંતજ્ઞાન હોય છે. . (૧૦) બીજો વચનાતિશય હોય છે. તેમનાં વચન દિવ્ય પ્રભાવશાળી હોય છે.
દેવ, મનુષ્ય, પશુપક્ષી સર્વ જીવો પોતપોતાની ભાષામાં તીર્થંકરનો ઉપદેશ [૧૫૪
" શાન્તસુધારસઃ ભાગ ૩]