________________
तदेतन्मनुष्यत्वमाम्यापिमूढो, महामोहमिथ्यात्वमायोपगूढः । भ्रमन् दूरमग्नो भवागाधगर्ने पुनः क्व प्रपद्येत तद्बोधिरत्नम् ॥ ४॥
પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ'માં બારમી બોધિદુર્લભ ભાવનાનું સ્વરૂપ બતાવતાં કહે છે કે મનુષ્ય જીવન પ્રાપ્ત થવું અતિ મુશ્કેલ છે. છતાં પણ મહાન પુણ્યોદયથી મનુષ્યત્વ પ્રાપ્ત કરીને મૂમૂઢ પ્રાણી મહામોહ, મિથ્યાત્વ અને કપટજાળમાં ફસાઈ જાય છે. છેવટે અથડાતો-કૂટાતો સંસારના અગાધ કૂવામાં - ખૂબ ઊંડે ઊંડે ગબડી પડે છે. મહામોહમાં લીનઃ
મનુષ્યજન્મ પામીને પણ સંસાર-સ્વરૂપથી અનભિજ્ઞ જીવ સંસારને એક મદિરાલય માને છે. સુભગ, સુંદર અને સુખદ મોહમદિરા છે. વિકલ્પ મદિરાપાનનું પાત્ર છે. અનાદિકાળથી જીવાત્મા પૌગલિક સુખ અને મોહમાયાના વિકલ્પોમાં આકંઠ ડૂબીને મદોન્મત્ત બની ગયો છે. નશામાં મત્ત છે. તે ક્ષણાર્ધમાં તાળીઓ પાડીને નાચે છે, તો પલકારામાં તાળીઓનો અવાજ કરતો ભાન ભૂલી બેસે છે. સૂધબૂધ ખોઈ બેસે છે. ક્ષણમાં ખુશીથી પાગલ બની જાય છે, તો ક્ષણમાં શોકમગ્ન બનીને રૂદન કરે છે. ક્ષણાર્ધમાં મૂલ્યવાન વસ્ત્રો પહેરીને બજારમાં ઘૂમે છે, તો ક્ષણાર્ધમાં વસ્ત્રવિહીન નંગ-ધડંગ બનીને ધૂળ ચાટતો નજરે પડે છે.
મોહમદિરાનો નશો! વૈષયિક સુખોની તમન્ના! એમાં ફસાયેલો જીવ ન જાણે કેવો ઉન્મત્ત, પાગલ બનીને મસ્તી કરતો નજરે પડે છે. જ્યાં સુધી મહામોહની મદિરામાંથી તેની ચુંગાલમાંથી મુક્ત ન થવાય વિકલ્પનું મદિરાપાત્ર ફેંકી દેવામાં ન આવે, ત્યાં સુધી નિર્વિકાર જ્ઞાનાનંદમાં સ્થિરભાવ અસંભવ છે. જ્યાં સુધી જ્ઞાનાનન્દમાં સ્થિર ન બને ત્યાં સુધી પરબ્રહ્મમાં મગ્ન થવું તો દૂર રહ્યું તેનો સ્પર્શ પણ કઠણ છે. ન તો તે પરબ્રહ્મમાં મગ્ન બની શકે છે, ન આત્મસ્વરૂપની પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે, ન તે શાન્તસુધારસનું પાન કરી શકે છે. મિથ્યાત્વમાં ફસાય છે:
મનુષ્યજીવનમળવા છતાં પણ કેમબોધિલાભપ્રાપ્ત થતો નથી?એનું બીજું કારણ છે મિથ્યાત્વ મિથ્યાત્વનો અર્થ છેમિથ્યાદર્શન,જે સમ્યગદર્શન કરતાં વિપરીત હોય છે. વિપરીત દર્શન બે પ્રકારનું ફલિત થાય છેઃ (૧) વસ્તુવિષયક યથાર્થ શ્રદ્ધાનનો અભાવ અને (ર)વસ્તુનું અયથાર્થ શ્રદ્ધાના પહેલા અને બીજામાં એટલું જ અંતરછે કે પહેલુંબિલકુલમૂઢદશામાં પણ થઈ શકે છે, જ્યારે બીજુવિચારદશામાં જઈ શકે છે. અભિનિવેશને કારણે વિચારશક્તિનો વિકાસ થવા છતાં પણ જ્યારે કોઈ એક દ્રષ્ટિને પકડી લેવામાં આવે છે ત્યારે અતત્ત્વમાં પક્ષપાત થવાથી એદ્રષ્ટિમિથ્યાદર્શન કહેવાય | |
શાન્તસુધારસ ભાગ ૩]