________________
જીવ અને પુદ્ગલની અલોકમાં ગતિ હોતી નથી. ઉપર સિદ્ધશિલા સુધી જ ગતિ થાય છે અને અધમસ્તિકાયને લીધે સ્થિરતા થાય છે.
હવે એક આત્મા સમગ્ર લોકાકાશમાં ક્યારે અને કેવી રીતે વ્યાપ્ત થાય છે, કેટલા સમય પછી તે લોકવ્યાપી બને છે એ વાત ત્રીજા શ્લોકમાં બતાવવામાં આવી છે.
समवघात समये जिनैः परिपूरितदेहम् ।
મસુમ પુવિવિઘક્રિયા-પુરવણમ છે રૂ . . . કેવલી સમુદ્વ્રાતઃ
કેવલી સમુદ્યાતની પૂર્વભૂમિકા સમજી લો. કેવળજ્ઞાનીનું આયુષ્યકર્મનિરૂપક્રમ હોય છે. આયુષ્યકર્મને ઘટાડવાની (ઓછું કરવાની) ગમે તેટલી કોશિશ કરે, તો પણ એ ઘટતું નથી. જેટલું આયુષ્યકર્મ બાંધ્યું હોય, એટલું ભોગવવું જ પડે છે. જ્યારે જે જીવોનું આયુષ્યકર્મ ‘સોપક્રમ હોય છે એમનું આયુષ્યકર્મ વિશેષ પ્રયત્નો દ્વારા ઓછું કરી શકાય છે.
જ્ઞાનાવરણાદિ ચાર ઘાતી કર્મોનો આયુષ્યની સાથે વિશેષ સંબંધ હોતો નથી. પરંતુ વેદનીય', 'નામ’ અને ‘ગોત્ર' કમનો આયુષ્યકર્મની સાથે ગાઢ સંબંધ હોય છે. વેદનીય આદિ ત્રણ કમ આયુષ્યકર્મ ઉપર નિર્ભર રહે છે. આયુષ્યની સમાપ્તિની સાથે વેદનીયાદિ કર્મોની સમાપ્તિ થઈ જાય છે. અર્થાત્ જેટલી સ્થિતિ (વર્ષ) આયુષ્યકમની હોય છે એટલી જ સ્થિતિ વેદનીયાદિ ત્રણ કર્મોની હોવી જોઈએ.
પરંતુ એવું નક્કી નથી કે જીવાત્મા જ્યારે આયુષ્યકર્મની સ્થિતિ બાંધે છે, જેટલાં વર્ષોની બાંધે એટલી જ સ્થિતિ વેદનીયાદિ કર્મોની બાંધે! વધારે પણ બાંધી શકે છે ! ત્યારે શું કરવું?
જે જીવોનો પુનર્જન્મ થવાનો હોય, એ જીવો માટે તો આ સવાલ જ રહેતો નથી. કારણ કે જે વેદનીયાદિ કર્મો ભોગવ્યા વગરનાં જ રહી ગયાં હોય (આયુષ્યકમ સમાપ્ત થઈ ગયું હોય અને વેદનીયાદિ કમ બાકી રહી ગયાં હોય) એ આગામી જન્મોમાં ભોગવી શકાય છે. પરંતુ જે જીવોનો પુનર્જન્મ નથી થવાનો, જે જીવો એ જ ભવમાં મોક્ષ પામવાના હોય અને વેદનીય આદિ ત્રણ કમ ભોગવ્યા વગરનાં રહી ગયાં હોય તો એમનું શું કરવું? એ કર્મો શુક્લધ્યાનમાં બળી શકતાં નથી અને એમને મોક્ષમાં સાથે લઈ જઈ શકાતાં નથી, તો શું કરવું?
એટલા માટે કેવળજ્ઞાની મહાત્માઓને વેદનીયાદિ કર્મોની સ્થિતિ ઘટાડીને આયુષ્યકર્મની સ્થિતિની બરાબર કરવી પડે. બેશક, કેટલીક વિશેષ પ્રક્રિયાઓ દ્વારા વેદનીયાદિ કર્મોની સ્થિતિ ઘટાડી શકાય છે. આ પ્રયોગ માત્ર કેવળજ્ઞાની જ કરી શકે છે. આ પ્રયોગ કરવાની ક્ષમતા - સામર્થ્ય માત્ર કેવળજ્ઞાનીમાં જ હોય છે.
[૪૨ [
શાન્ત સુધરસઃ ભાગ ૩]