________________
अनिरुद्धं मन एव जनानां जनयति विविधाऽऽतंकम् । सपदि सुखानि तदेव विधत्ते आत्माराममशंकम् रे ॥ ५ એકદમ નિરંકુશ મન ભાતભાતના આતંક ફેલાવે છે, ઉપદ્રવ મચાવે છે; પરંતુ એ જ મન જે અધ્યાત્મના ઉપવનમાં નિઃશંક થઈને ક્રીડા કરવા લાગે તો અનાયાસે સુખોની પ્રાપ્તિ થઈ જાય છે.
અનિયંત્રિત મનથી રોગોનો જન્મ
વિશ્વભરમાં ભૌતિકવાદી દૃષ્ટિકોણ છવાઈ જતાં લોકોની રહેણીકરણી, ચિંતન અને ચેતનામાં જબરદસ્ત પરિવર્તન આવી ગયું છે. લૂંટફાટ અને હુંસાતુંસીભર્યા આ યુગમાં અધિકાંશ સ્ત્રી-પુરુષો ભાવનાત્મક ઉથલપાથલને કારણે તનાવમય બનીને પોતાનું સ્વાસ્થ્ય ગુમાવતાં જાય છે.
‘નો યૉર ઓન માઇન્ડ' નામે પોતાના પુસ્તકમાં હેરાલ્ડ શેરમને લખ્યું છે કે મેં જીવનભર લોકોનું અધ્યયન કર્યું છે કે તેઓ કઈ રીતે રહે છે ? કેવી રીતે વિચારે છે અને અનુભવો કરે છે ? તેમના પ્રત્યેક દિવસના ક્રિયાકલાપ અને વ્યવહારમાં કયા કયા ચડાવ-ઉતાર આવે છે ?
શા માટે આપણે જાતે જ આપણું વિશ્લેષણ કરવાની શરૂઆત ન કરી દઈએ ? અને શોધી કાઢીએ કે કયું ખોટું ચિંતન અને ખરાબ વિચાર અથવા ભાવનાત્મક પ્રતિક્રિયા રોગોના રૂપમાં પ્રકટ થઈ છે ? આ રીતે આત્મવિશ્લેષણની ક્રિયા અપનાવીને આપણે જાતે જ આપણા રોગોનાં મૂળ કારણો જાણીને એ રોગોને રોકી શકીએ છીએ.
જે ખરાબ આદતોએ, સંકીર્ણ ચિંતન અને દૂષિત ભાવનાઓની પ્રતિક્રિયાઓએ આપણને રોગગ્રસ્ત બનાવ્યા છે તથા કષ્ટમય જીવન જીવવા મજબૂર કર્યા છે એનાથી આપણે સહજ રીતે છુટકારો પામી શકીએ.’
રોગ કશું જ નથી. માત્ર આપણી વૈચારિક અને ભાવનાત્મક વિકૃતિનું જ પરિણામ છે. ચિંતન-ચેતનાની વિકૃતિ અને માનસિક ખેંચતાણ જ આ રીતે રોગોનું મુખ્ય કારણ છે. આ બાબતમાં હેરાલ્ડ શેરમન ઉદાહરણ આપતાં કહે છે - એક સાચી ઘટનાનો ઉલ્લેખ કરે છે.
અંધત્વનું કારણ - મનની વિકૃતિ
મારી સાથે ભણતા એક વિદ્યાર્થીને અંધત્વે ઘેરી લીધો. એની પાસે માત્ર ત્રીસ ટકા જ દૃષ્ટિ બચી. એના અંધત્વનાં કારણો શોધતાં શોધતાં ડૉક્ટર પરેશાન થઈ ગયા. આનું કોઈ સ્થૂળ કારણ ડૉક્ટરની સમજમાં આવતું ન હતું. આ અંગે મને
૨૪૬
શાન્તસુધારસ : ભાગ ૩