________________
એક જ્ઞાની પુરુષે કહ્યું છે : “જે પુદ્ગલ પરિભોગમાં તૃપ્તિ માને છે, એમને વિષયતરંગરૂપ ઝેરનો ઓડકાર આવે છે અને જે જ્ઞાનતૃપ્ત હોય છે, એમને ધ્યાનામૃતનો ઓડકાર આવે છે.' વિચારજો થોડુંક, તમને કેવો ઓડકાર આવે છે ? તૃપ્ત સુખી - અતૃપ્ત દુઃખી
सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो ।
भिक्षुरेकः सुखी लोके ज्ञानतृप्तो निरंजनः ॥ ( ज्ञानसार ) દેવરાજ ઇન્દ્ર હોય કે ઉપેન્દ્ર હોય, પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સદૈવ અતૃપ્ત હોય છે તેઓ દુઃખી હોય છે, પરંતુ જે જ્ઞાનતૃપ્ત હોય છે, નિરંજન હોય છે, એ સાધુશ્રમણ સર્વદા સુખી હોય છે.
તમે લોકો કહેશો - ‘અમે પાપકર્મના ઉદયથી દુઃખી છીએ.’ ના, તમને તૃપ્તિ નથી, સંતોષ નથી એટલા માટે તમે દુઃખી છો. તમે બતાવો, કયા વિષયમાં તમને સંતોષ છે ? તૃપ્તિ છે ? પ્રાપ્તિમાં સંતોષ નહીં, પરિભોગમાં સંતોષ નહીં, એટલા માટે તમે દુઃખી છો. જે માણસ ભલે સાધુ હોય કે સંસારી હોય, પણ આત્મગુણોમાં સંતુષ્ટ ન હોય તો તે દુઃખી હોય છે. એ દુઃખી રહે જ છે. ભાવનાઓથી રાગદ્વેષ નષ્ટ થાય છે ઃ
અતૃપ્ત મનુષ્ય રાગી-દ્વેષી હોય જ છે. ઇષ્ટ - પ્રિયની પ્રાપ્તિ થતા રાગ અને ઇષ્ટ - પ્રિયનો વિયોગ થતા દ્વેષ ! આનાથી જીવાત્મા સદૈવ વ્યાકુળ જ રહે છે. વાસ્તવમાં ભાવનાઓથી ભાવિત આત્મા તો પોતાના શરીર ઉપર પણ રાગ કરતો નથી અને શત્રુ પ્રત્યે દ્વેષ કરતો નથી.
स्वशरीरेऽपि न रज्जति, शत्रावपि न प्रदोषमुपयाति । રોાખરા-મરળ-ભીવ્યથિતો થઃ સો નિત્યસુરી ।।
ન એને રોગનો ભય હોય છે કે ન વૃદ્ધાવસ્થાનો ભય હોય છે, ન તો એ મોતથી ગભરાય છે. એ વ્યથિત-ત્રસ્ત થતો નથી. એ સદૈવ સુખી... સદૈવ પ્રસન્ન રહે છે. ભાવનાઓનો આ પ્રભાવ હોય છે. તમે લોકો ભાવનાઓની ઉપેક્ષા ન કરો. ભાવનાઓનું ચિંતન-મનન કરતા રહો. જો અમે સાધુઓ પણ ભાવનાઓ ભાવીએ નહીં તો શરીરનો રાગ અને શત્રુ પ્રત્યે દ્વેષ થઈ જશે. અમને પણ રોગ, જરા અને મૃત્યુનો ભય વ્યથિત કરશે જ. અમે પણ જો પરમ તૃપ્તિનું લક્ષ્ય બનાવીને વર્તમાનમાં સંતોષથી નહીં જીવીએ તો અમારી પણ બેહાલ દશા થઈ શકે છે. ભાવનાઓથી સર્વસમૃદ્ધિની પ્રાપ્તિ ઃ
જેમ જેમ ભાવનાઓ આત્મસાત્ થતી જશે તેમ તેમ ભીતરમાં તમને
ઉપસંહાર
૩૩૫