________________
એણે પણ નૃત્યાંગનાને જે આપવું હતું તે આપી દીધું અને પોતાને ઘેર ગઈ. આ રીતે જેને જેને આ સ્ત્રીની વાત પોતાના જીવન સાથે બંધબેસતી લાગી, તે ઉન્માર્ગ છોડીને સન્માર્ગે આવી ગયા.
ક્ષુલ્લકકુમાર મુનિ ગુરુદેવની પાસે ગયા, વિનમ્ર ભાવથી, પશ્ચાત્તાપપૂર્વક આલોચના કરી, ક્ષમાયાચના કરી અને પ્રાયશ્ચિત્ત લઈને એ પોતાના સંયમધર્મમાં સ્થિર થયા. ઉપસંહારઃ
બોધિરત્ન એટલે કે સમ્યગુ દર્શન પ્રાપ્ત કરીને એની સુરક્ષા કરવી જોઈએ. સ્વાર્થી, લોભી કુગુરુની પાસે કદી જવું નહીં. કુતર્ક કરનારા મિથ્યાત્વી લોકોનો સંગ ન કરવો. સદ્ગુરુ સાથે નિરંતર પરિચય રાખીને સમ્યગુદર્શનને દ્રઢ બનાવી લેવું જોઈએ. સંકટ આવે...કષ્ટ પડે, તો પણ સમ્યગુદર્શન પર દ્રઢ રહેવું જોઈએ. સંકટો તો આવે છે અને ચાલ્યા જાય છે. કષ્ટ-આપત્તિ આવે છે, ચાલી જાય છે. પરમાત્મા શ્રદ્ધા, ગુરુ શ્રદ્ધા, સદ્ધર્મ શ્રદ્ધા - અખંડ રાખવાની છે. જરા પણ વિચલિત થવાનું નથી. એટલા માટે શ્રદ્ધાને જ્ઞાનમૂલક બનાવી દેવી જોઈએ. દુનિયા છે ! દુનિયામાં હર સમયે મિથ્યા ધર્મો પણ ચાલે છે. મીઠી મીઠી વાતોમાં એમિથ્યાત્વી ધર્મગુરુ તમારી શ્રદ્ધાને સમૂળ ઉચ્છેદી શકે છે. જો તમે જ્ઞાની ન બન્યા તો!
તમારું બોધિરત્ન સુરક્ષિત રહે, ભવિષ્યમાં ક્ષાયિક સમ્યક્તની પ્રાપ્તિ થાય એ જ શુભ કામનાની સાથે પ્રવચન સમાપ્ત કરું છું. - આજે બસ, આટલું જ.
'',
E
૭૬.
શાન્ત સુધારસઃ ભાગ ૩