________________
આમ રાજા પ્રસન્નતાથી ડોલી ઊઠ્યો. એણે જુગારીને મૂલ્યવાન ભેટ આપીને રાજસભા વિસર્જિત કરી. રાજા રાજમહેલમાં ગયો. એનું મન હવે સર્વથા બપ્પભટ્ટી પ્રત્યે નિઃશંક બની ગયું હતું.
“મારા અન્તઃપુરની વાત એ પૂર્ણજ્ઞાનીએ પોતાના જ્ઞાનપ્રકાશ દ્વારા જોઈને બતાવી હતી, મેં અજ્ઞાનવશ એમના ચારિત્ર અંગે શંકા કરી. હવે મારે ગમે તે ભોગે એમને પાછા લઈ આવવા જોઈએ.’
બપ્પભટ્ટી ગોપાલગિરિમાં પાછા આવે છે ઃ
મેં તમને પહેલાં જ કહ્યું હતું કે ગુરુદેવના મનમાં આમ રાજા માટે દ્વેષ યા દુર્ભાવ હતો નહીં. કેટલાક સમય માટે રાજાની ઉપેક્ષા કરવી જરૂરી હતી. આમ રાજા ગુપ્તવેશે લક્ષણાવતી જાય છે. ગુરુદેવને ફરી ગોપાલગિરિ પધારવા વિનંતિ કરી આવે છે. મૈત્રીનો રત્નદીપક પ્રજ્વલિત જ હતો. આચાર્યદેવ ગોપાલગિરિ પધારે છે.
વાર્તા તો ખૂબ લાંબી છે, પરંતુ મારે તો બપ્પભટ્ટીની મધ્યસ્થતા-ઉપેક્ષાઉદાસીન ભાવનાના વિષયમાં બતાવવાનું હતું, તે બતાવી દીધું. આમ રાજાએ ભલેને આચાર્યશ્રીના ચારિત્ર ઉપર શંકા-કુશંકાઓ કરી હોય; પરંતુ ગુરુદેવે રોષ, રીસ યા ક્રોધ ન કર્યો. મૈત્રી ન તોડી.
માધ્યસ્થ્ય ભાવનાની પ્રસ્તાવનાનો પાંચમો શ્લોક સાંભળો -
तस्मादौदासीन्यपीयूषसारं,
વારે વારે હન્ત ! સન્તો ! હિન્દુ ।
आनन्दानामुत्तरङ्गतरंङ्गै
जीवद्भिर्यद् भुज्यते मुक्तिसौख्यम् ॥ ५ ॥
‘એટલા માટે હે સંત પુરુષી ! તમે ઉદાસીનતારૂપ અમૃતરસનો નિરંતર આસ્વાદ કરતા રહો. ઊછળતા અને ઉભરતા આનંદની એ ઊર્મિઓની ઉપર સવાર થઈને પ્રાણી મુક્તિ પામે છે.’
ઉદાસીનભાવ અમૃત છેઃ
માધ્યસ્થ્ય ભાવનાની પ્રસ્તાવના પૂર્ણ કરતાં ગ્રંથકાર કહે છે કે સંત સજ્જન પુરુષોએ નિરંતર ઉદાસીનભાવરૂપ અમૃતરસનો આસ્વાદ કરતા રહેવું જોઈએ. ઉદાસીનભાવ અમૃત છે. અનુભવ કરવાથી તમને ખબર પડશે કે આ અમૃત છે. મધુરતમ અમૃત. પછી તો આ અમૃતપાનનું વ્યસન થઈ જશે. અંદર આનંદનાં તરંગો ઊછળશે - ઊભરાઈને બહાર આવતાં રહેશે અને તમે મુક્તિ - મોક્ષ તરફ ચાલવા લાગશો. એક દિવસે તમે મોક્ષે પણ પહોંચી જશો.
માધ્યસ્થ ભાવના
ای
૨૮૩