________________
ગ્રંથકાર આસવ, વિકથા, ગારવ અને કામેચ્છાનો ત્યાગ કરવાની વાત કરી રહ્યા છે. વાત સંવરથી સંબંધ જોડવાની છેઆ જ રહસ્ય છે. એનો અર્થ એ છે કે જ્યાં સુધી મનુષ્ય આસ્રવાદિ દોષોનો ત્યાગ નથી કરતો અને સંવરનો માર્ગ ગ્રહણ નથી કરતો ત્યાં સુધી કરુણા ભાવના સાચા રૂપમાં જાગૃત નથી થતી. સર્વ પ્રથમ આસ્રવ અને સંવરની પરિભાષાની વાત કરીને પાછળથી વિકથા આદિની વાત કરીશ. “પ્રશમરતિ ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ
યોઃ શાહપુથાવતુ પાપી તતિપથ वाक्कायमनोगुप्तिर्निर्जरामवः संवरस्तूक्तः ॥ २२० ॥ શુદ્ધ યોગ પુણ્યનો આસ્રવ છે. અશુદ્ધ યોગ પાપનો આસ્રવ છે. મન, વચન, કાયાની ગુપ્તિ નિરાસવ છે, એટલે કે એ સંવર કહેવાય છે.'
મન-વચન-કાયાની ક્રિયાઓને યોગ કહેવામાં આવે છે. એ યોગ જ આસવ છે. આત્માની સાથે કર્મોનો સંબંધ કરનાર હોવાથી એને ‘આસ્રવ કહેવામાં આવે છે.
તાત્ત્વિક દ્રષ્ટિકોણથી વયન્તિરાય કર્મના ક્ષયોપશમથી અને પુદ્ગલોના આલંબનથી થાય છે આત્મપ્રદેશોનું પરિસ્પંદન - કંપનક્રિયા - એને યોગ” કહેવામાં આવે છે.
આગમ જિનવચન) વિહિત વિધિ અનુસાર જ્યારે મન, વચન, કાયાની પ્રવૃત્તિ થાય છે ત્યારે પુણ્યકર્મનો આસ્રવ થાય છે. એટલે કે પુણ્યકર્મ આત્મામાં વહેતું આવે છે. સ્વચ્છેદી પ્રવૃત્તિ કરવાથી પાપકર્મનો આત્મામાં આસ્રવ થાય છે.
પુણ્યાસ્ત્રવ દયા, દાન, બ્રહ્મચર્યપાલન વગેરે શુભ કાયયોગો છે. નિરવદ્ય સત્ય ભાષણ, મૃદુ અને સભ્ય ભાષણ, શુભ વચનયોગ છે. મૈત્રી, પ્રમોદ આદિના વિચારો શુભ મનોયોગો છે. ,
પાપાત્રવઃ હિંસા, ચોરી, અબ્રહ્મ સેવન ઈત્યાદિ અશુભ કાયયોગ છે. સાવધ - મિથ્યા ભાષણ, કઠોર વચન વગેરે અશુભ વચનયોગ છે. બીજાંના અહિતનો વિચાર, મારવાનો વિચાર.. વગેરે અશુભ મનોયોગ છે.
સંવરઃ આ આસવોનો નિરોધ એટલે સંવર. કર્મના હેતુ આસ્રવ કહેવાય છે. એ હેતઓને રોકવા એ સંવર છે. જેટલી માત્રામાં આ આસવો રોકાય, એટલી માત્રામાં આત્મવિશુદ્ધિ થાય છે. મન, વચન, કાયાની ગુપ્તિથી આસવોને રોકી શકાય છે. ગુપ્તિ સમિતિ, ધર્મ-અનુપ્રેક્ષા, પરીષહ જયે - ચારિત્ર દ્વારા આસવોનો સંવર થઈ શકે છે. અર્થાત્ મન-વચન-કાયાના યોગ નિયંત્રિત બને છે.
વિકથાઓ વિકથા એટલે કે વિકૃત કથા. મનના ભાવોને વિકૃત કરનારી ચાર પ્રકારની વિકથાઓ બતાવવામાં આવી છેઃ (૧) સ્ત્રીકથા (૨) ભોજનકથા [ કરણા ભાવના
. . . ૨૫૧]