________________
n મિથ્યાવૃષ્ટિ જીવ નરકનું આયુષ્ય બાંધી શકે છે. બાંધે જ છે એવો નિયમ નથી
- બાંધી શકે છે. i બીજા નંબરે મહાઆરંભી મનુષ્ય નરકનું આયુષ્ય બાંધે છે.
ત્રીજા નંબરમાં અતિ પરિગ્રહી જીવ નરકનું આયુષ્ય બાંધે છે. ચોથા નંબરે તીવ્ર, ક્રોધી માણસ નરકનું આયુષ્ય બાંધે છે. શીલરહિત વ્યભિચારી મનુષ્ય નરકનું આયુષ્ય બાંધે છે. પાપમતિ નિરંતર પાપવિચાર કરનાર નરકનું આયુષ્ય બાંધે છે. v રૌદ્રપરિણામી જીવ નરકનું આયુષ્યકર્મ બાંધે છે.
નરકના વિષયમાં બીજી વાતો પછી કરીશું, પહેલાં આ સાત વાતો ઉપર કંઈક વિવેચન કરીશ. ખૂબ મહત્ત્વપૂર્ણ છે આ વાતો. ૧. મિથ્યાષ્ટિઃ
એવો મિથ્યાવૃષ્ટિ જીવ નરકગતિનું આયુષ્યકર્મ બાંધે છે કે જે સ્વયં મિથ્યાત્વી હોય અને બીજાંને મિથ્યાત્વી બનાવવાનો ભરપૂર પ્રયત્ન કરે છે. કુદેવ, કુગુરુ અને કુધર્મની સાથે પ્રતિબદ્ધ હોય અને સુદેવ, સુગુરુ અને સધર્મનો દુશ્મન હોય, દ્વેષી હોય. અતત્ત્વ પ્રત્યે તીવ્ર રાગ અને તત્ત્વ પ્રત્યે તીવ્ર દ્વેષ નરકનું આયુષ્ય બાંધવામાં નિમિત્ત બને છે. એટલા માટે બને ત્યાં સુધી એવા પ્રગાઢ તીવ્ર મિથ્યાત્વી લોકોના પરિચયમાં જ ન આવવું જોઈએ. એમની વાતો પણ ન સાંભળવી જોઈએ. ૨. મહાઆરંભઃ
નરકગતિનું બીજું કારણ બતાવ્યું છે - મહાઆરંભ-સમારંભ. એવા ધંધા‘બિઝનેસ’ ન કરવા જોઈએ કે જેમાં અનેક અસંખ્ય-અનંત જીવોની હિંસા થતી હોય. જેમ કે કતલખાનાં ચલાવવાં, મોટી મોટી મિલો-કારખાનાં ચલાવવાં, મોટા મોટા ઉદ્યોગો ચલાવવા.... આ બધા ધંધાઓમાં ઘોર જીવહિંસા થાય છે. પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આદિ સ્થાવર જીવોની હિંસા તો થાય જ છે, પરંતુ બેઇજિયથી પંચેન્દ્રિય સુધીના જીવોની હિંસા થાય છે.
મનુષ્ય સ્વયં હિંસા કરે, બીજાં પાસે કરાવે અને અનુમોદના કરે તો તે નરકગતિનું આયુષ્યકર્મ બાંધી લે છે. એટલા માટે તીર્થકર ભગવંતોએ પંદર પ્રકારના અનર્થદંડના ધંધા ન કરવાનો શ્રાવકોને ઉપદેશ આપ્યો છે. જે કાર્યમાં ઘોર હિંસા થતી હોય એવાં કાર્યો ન કરવાં જોઈએ.
| ૬
| શાન્તસુધારસઃ ભાગ ૩]