________________
કૌશલ્યની વિશેષતા છે. દૃષ્ટા સ્વયં એ તથ્યને સારી રીતે જાણે છે, સમજે છે એટલે નાટ્યશાળામાં જન્મ થતાં પ્રસન્ન થતાં નથી અને મૃત્યુથી શોકવિવળ બનતા નથી. બરાબર એ જ રીતે ૧૪ રાજલોકની ભૂમિ ઉપર જન્મ-જરા-મૃત્યુના પ્રસંગ ઉપસ્થિત થતાં જ્ઞાની પુરુષો રજમાત્ર વિચલિત થતા નથી. વ્યર્થ શોક કરવાથી શો લાભ ? મનની સ્થિરતા માટે આ ચિંતન :
ભવસ્વરૂપ - લોકસ્વરૂપ ભાવનાની પ્રસ્તાવના પૂર્ણ કરતાં એ ગાય છે - एवं लोको भाव्यमानो विविक्त्या विज्ञानां स्यात् मानसस्थैर्यहेतुः । स्थैर्य प्राप्ते मानसे चात्मनीना सुप्राप्यैवाध्यात्मसौख्यप्रसूति ॥ ७ ॥
“આ રીતે લોકપુરુષનું ચિંતન જો વિવિધ દૃષ્ટિકોણથી કરવામાં આવે તો મનની સ્થિરતામાં એ સહાયક થાય છે અને મનની સ્થિરતા જો મળી ગઈ, પછી અધ્યાત્મ સુખનો પ્રાદુર્ભાવ સરળતાથી થઈ શકશે.”
શું તમે ઇચ્છો છો કે આ જીવનમાં અધ્યાત્મ સુખ પ્રાપ્ત થાય ? જો ઇચ્છતા હો તો સર્વ પ્રથમ મનની સ્થિરતા પ્રાપ્ત કરવી પડશે. મનને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મુક્ત રાખવાનો પ્રયત્ન કરવો પડશે. મનઃ સ્થિરતાના અનેક ઉપાયો જ્ઞાની પુરુષોએ બતાવ્યા છે; એમાં એક ઉપાય છે - લોકપુરુષનું વિવિધ દૃષ્ટિકોણથી ચિંતન. ‘સંસ્થાન વિચય’ નામનું આ એક ધર્મધ્યાન છે.
ધ્યાનાનલ પેટાવવો પડશે :
'લોકસ્વરૂપ' ભાવનાની સજ્ઝાયમાં કહેવામાં આવ્યું છે કે -
મન દારૂ, તન નાલ કરી, ધ્યાનાનલ સલગાવ, કર્મ કટક ભેદણ ભણી ગોલા જ્ઞાન ચલાવ ॥ ૧ ॥ મોહરાજ મારી કરી, ઊંચા ચઢી અવલોય, ત્રિભુવન મંડપ માંડણી, જિમ પરમાનંદ હોય ॥ ૨ ॥
-
· જય સોમમુનિ કવિએ અહીં કહ્યું છે : ‘‘હે જીવ, જો તેં પરમાનંદસ્વરૂપ મોક્ષ માન્યો હોય તો તારે મોહરાજની સાથે યુદ્ધ કરવું પડશે. યુદ્ધ કરવાનો ઉપાય બતાવતાં કહે છે ઃ ‘“મનરૂપી દારૂને તનરૂપી તોપમાં ભરીને અને ધ્યાનરૂપ (સંસ્થાન વિચય) અગ્નિથી એને સળગાવવો પડશે. આ રીતે કર્મોની સેનાને છિન્ન ભિન્ન કરવી પડશે. મોહરાજને મારીને ‘ક્ષપક-શ્રેણી’ માંડીને કેવળજ્ઞાની બનીને ત્રિભુવન (૧૪ રાજલોક)ને જોવું પડશે.”
૩૮
શાન્તસુધારસ : ભાગ ૩