Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot
Catalog link: https://jainqq.org/explore/004550/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર-મહામંત્ર-તંત્વચંદ્રિા આ પણ વારિ || ૫. શ્રી અભયસાગરજી મ. સા. जिनाजा Forevete Personal www.jamelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર-મહામંત્ર-તત્ત્વચંદ્રિકા (નમસ્કાર મહામંત્ર પત્રમાળા) -: લેખક : શાસનસુભટ (સ્વ. ) ઉપા. શ્રી ધર્મસાગરજી મ. સા૰ના શિષ્યાણુ પં. શ્રી અભયસાગરજી મ. સા -: પ્રેરક : (સ્વ. ) સા૰ શ્રી સદ્ગુણાશ્રીજી મ. સા -: સંપાદક : અધ્યાપક : રતિલાલ ચીમનલાલ દોશી (લુદરાવાળા) -: પ્રકાશક : ડૉ. મનુભાઈ શાહ “મને” ૨૦, ન્યુ જાગનાથ યુનિયન સોસાયટી, રાજકોટ - ૨. Page #3 -------------------------------------------------------------------------- ________________ | શ્રી નમસ્કાર-મહામંત્ર-તત્ત્વચિંદ્રિકા (નમસ્કાર મહામંત્ર પત્રમાળા) In લેખક : શાસનસુભટ (સ્વ) ઉપા. શ્રી ધર્મસાગરજી મ. સાના શિષ્યાણ પં. અભયસાગરજી મ. સા. || પ્રકાશક : ડૉ. મનુભાઈ શાહ. “મનેન્દુ', ૨૦, ન્યુ જાગનાથ યુનિયન સોસાયટી, રાજકોટ - ૨. T સર્વહક સ્વાધીન પ્રથમવૃત્તિ : ૨૦૦૦ સને : ૧૯૯૬ D કિંમત : રૂ. ૬૩=૦૦ || ગંથ આયોજન : શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર દર્શન', રાણકપુર સોસાયટી સામે, શાહીબાગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૪. D પ્રાપ્તિસ્થાન : (૧) શ્રી સારાભાઈ મોહનભાઈ શાહ છે. તંબોળીવાડો, ઘીવટો, પાટણ, (ઉ. ગુ.). (૨) કુમારપાળ જયંતિલાલ શાહ ર, ગગનવિહાર ફલેટ્સ, ચોથો માળ, ખાનપુર, અમદાવાદ-૧, D મુદ્રક : પૂજા ઓફસેટ નારાયણ નિવાસ” મહેદીકુવા, શાહપુર, અમદાવાદ-૧ ફોન નં. ૫૬૨૨૯00 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય મારા પરમ પુણ્યોદયે શ્રી નમસ્કાર મહામંત્રારાધક “આગમવિદ્ર” પૂજ્ય તારક ગુરુદેવશ્રી પં અભયસાગરજી મ. સાએ આરાધકોને આરાધનામાં સ્થિરતા અને વૃદ્ધિ અર્થે લખેલ પત્રમાળા મારા જોવામાં આવી. પૂ. ગુરુદેવશ્રીની અંતરસ્પર્શી ભાષા અંતરમાં આનંદની લહેરો ઉપજાવી ગઈ. આ આનંદ સર્વ લોકો લઈ શકે એ આશયથી મિત્રવર્ગમાં અમે પુસ્તક રૂપે મુદ્રિત કરવાની ઇચ્છા પ્રગટ કરી, અને મિત્રવર્ગે પણ એ વાત વધાવી લીધી, જેના ફલસ્વરૂપે શ્રી સકલ સંઘના કરકમલમાં આ પુસ્તક અર્પ રહ્યો છું. મતિમંદતાથી કે પ્રેસદોષથી આમાં જે કાંઈ ખલનાઓ રહી ગઈ હોય તે બદલ ત્રિવિધે - ત્રિવિધે બે કર જોડી ક્ષમા યાચું છું. જો કે પ્રકાશનનો આ મારો પ્રથમ પ્રયાસ છે, છતાં જે કાંઈ સારું થયું છે તે, “પૂજ્ય ગુરુદેવશ્રીની પુણ્યકૃપાથી થયું છે.” આ પ્રકાશનકાર્ય શ્રી જિતેન્દ્રભાઈ (શારદાબેન ચીમનલાલ એજ્યુકેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) એ અંગત રસ લઈ સારી રીતે કરી આપ્યું છે. તેમનો તેમ જ આ પ્રકાશનમાં જે પુણ્યાત્માઓ તરફથી આર્થિક સહકાર મળ્યો છે એ દરેકનો અમો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રી મનુભાઈ એસ. શાહ (રાજકોટ) તારીખ : જેઠ વદ ૧૧, ૨૦૫૨. મંગળવાર, ૧૧ જૂન, ૧૯૯૬. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય -: અ નુ ક્ર મ ણ કા : શ્રી મનુભાઈ એસ શાહ પ્રસ્તાવના વિભાગ-૧ પત્રો : ૧ થી ૧૦૮ વિભાગ-૨ પત્રો : ૧ થી ૨૪ વિભાગ-૩ પત્રો : ૧ થી ૩૬ સર્વશિરોમણિ નવકાર : ચિત્ર પરિચય શ્રી મહામંત્રની આરાધના ચિત્રનો પરિચય પ્રકાશનોની યાદી ‘શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા' પુસ્તકના સહાયકોની યાદી ૧ થી ૩૯ ૨૧૫ ૨૫૫ ૩૧૯ ૩૨૧ ૩૨૩ ૩૨૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ श्रीन..म.51२ म..हा..म...12.. जमो अरिहंता વીતરાગ સમો દૈવોને ૨ાજયસમો ગિરિ | શી ofમરફારસમો મંત્રઃ 'ન ભૂતો ન ભવિષ્યતિ || नमस्कार महामंत्र ॥णमोअरिहंताणं॥ ॥णमा सिद्धाण॥ ॥णमोआयरियाणं॥ ॥णमोउपज्झायाणं॥ ॥णमोलोएसव्वसाहूणं॥ ॥एसो पंचणमुक्कारो, सच्चपावप्पणासणो। मंगलाणंच सव्वेसि; पटम हबइ मंगलं॥ १९ OM તૈનેરો સંસાર તે નો ભવપાર. જેના મનમાં श्रीनSIR.!!! (CICODDDD Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન સ્વામિને નમ: ॐ श्री गुरवे नमः પ્રસ્તાવના... “શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વ ચંદ્રિકા' નામના આ પુસ્તકનો વિભાગ નં-૧ શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના કરનારા કેટલાક બાળવયના આત્માઓને ઉદ્દેશીને લખાયેલી પત્રમાળા છે. આગમવિશારદ પંન્યાસપ્રવર પૂ॰ તારક ગુરુદેવશ્રીએ શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાના બળે ખીલવેલી આત્મિક મૌલિક શકિતઓના બળે આરાધક પુણ્યાત્માઓને આરાધનામાં વેગ મળે અને પોતાની ખામીઓ हूर કરીને આરાધનાનો રસાસ્વાદ માણે તેવી અંતરંગ ભાવનાથી પત્રમાળા આરંભેલી હતી. વાસ્તવમાં આ પત્રમાળાનો પ્રારંભ તે બાલત્રિપુટીને લક્ષ્યમાં રાખીને ઘડાયો છે. પરંતુ દરેક વ્યકિતને આત્મવિકાસગામી બનવાની પૂરેપૂરી સંભાવના આ પત્રમાળામાં અનુભવાય છે. તેથી બહુજનહિતાય પુસ્તકારૂઢ કરી શકાય એવો વિચાર ઝબકયો. પૂ. ગુરુદેવશ્રીના કાળધર્મ બાદ કેટલાક આરાધક આત્માઓએ આ પત્રમાળા વાંચવા માટે ઇચ્છા વ્યકત કરી, તેઓશ્રીની ઇચ્છા પૂર્ણ થાય તે માટે પત્રમાળાની હાથે લખેલ કોપીઓ તૈયાર થઈ અને સાધુ-સાધ્વીજી ભગવંત તથા શ્રાવક શ્રાવિકાઓએ વાંચી અને દરેકે અભિપ્રાય આપ્યો કે આ પત્રમાળાને પુસ્તકારૂઢ કરવી જોઈએ, ધીમે ધીમે તેને સાકાર કરવા અંગેના પ્રયત્નો શરૂ થયા. નાના-મોટા ઘણા વિકલ્પો ઉપસ્થિત થયા, પરંતુ ‘‘શ્રી નવકાર મહામંત્ર’’ના પ્રભાવે અને ‘‘શ્રી ગુરુકૃપાએ’’ તેમાંથી માર્ગ મળ્યો અને છેવટે પત્રમાળા પુસ્તકાઢ બની. . શ્રી નમસ્કાર મહામંત્ર વિશે અનેક આરાધક આત્માઓએ સ્વકીય ચિંતન-મનન આલેખ્યું છે. જેમ વ્યાવહારિક જીવનમાં ડૉકટર, એન્જિનિયર થઈને શા ફાયદા થાય ? કેટલી બધી કમાણી થાય ? શી રીતે મોભો મળે ? એ બધા વિશે વિવેચનો - સમજૂતી આપવાથી ડૉકટર કે એન્જિનિયર થવાની મોટી મહેચ્છાઓ થાય, પણ તે પૂરી કરવા માટે બૌદ્ધિક સ્તરે કેટલી મહેનત, ધીરજ, પુરુષાર્થ, ખંત, એકાગ્રતા વગેરેની જરૂર છે તે જાણવું ખૂબ જરૂરી છે. તેવી જ રીતે શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાના પાયામાં નિયત સ્થાન, સમય, સંખ્યાનો પુરુષાર્થ, એકાગ્ર ચિત્ત, ધીરજ, બિનશરતી શરણાગતભાવ, ગુરુનિશ્રા અને શ્રદ્ધાભકિત ખૂબ જ જરૂરી છે. એ બાબતો પત્રમાળામાં જુદી-જુદી રીતે સમજાવી છે, તે સમજ્યા પછી આરાધના કરવાથી અદ્ભુત રસાસ્વાદ સાંપડે છે. જો પાયાની ભૂમિકાનું નક્કર ઘડતર થાય તો અલ્પ પ્રયત્ને જ શ્રી નવકારની દિવ્ય કૃપા પ્રત્યક્ષ અનુભવાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્પયદ્ગિકા આ પત્રમાળામાં આરાધનાની પૂર્વભૂમિકા કેવી હોય, કેવી રીતે ઘડવી જોઈએ તે અંગેનું વિશદ વિવેચન કર્યું છે. સામાન્ય રીતે આવું વિવેચન અન્યત્ર ખૂબ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. . શરૂઆતમાં ઉત્સાહથી ડગ મંડાય છે. પણ સમય જતાં લક્ષ્યની જાગૃતિ ‘ન’ રહેવાથી ‘“આરંભે શૂરા' જેવો ઘાટ ઘડાય છે. એવા અવસરે પાયાની ભૂમિકા નક્કર હોય તો આરાધનાની ગાડી ખૂબ વ્યવસ્થિત રીતે ચાલી શકે અને નિયત સ્થાન (પંચમ ગતિ) સુધી પહોંચી શકે છે. આથી આ પત્રમાળામાં બાળજીવોને ઉદ્દેશીને શ્રદ્ધા-ભકિતનાં ‘બીજ’ ખૂબ ઊંડાં જાય તેવી વાતો લખેલી છે. બાળજીવો પ્રમાદ અને અનાદિકાળના સંસ્કારોને વશ થઈ પાયાનાં આચરણોમાં ઢીલા હોવાથી સ્વદ્રવ્યથી અષ્ટ પ્રકારી પૂજા, આચારશુદ્ધિ, આદિ કેટલીક પાયાની વાતોના ઘડતર માટે પત્રમાળામાં તેનો ઉલ્લેખ કરાયો છે. આરાધકે તે બાબતોની કયારેય ઉપેક્ષા ના કરવી જોઈએ એવું પૂજ્યશ્રી જણાવતા. આ પત્રમાળામાં પૂ ગુરુદેવના જીવનની કેટલીક અપ્રગટ દૈવીઘટનાઓ આલેખાયેલી છે, જે પૂજ્ય ગુરુદેવશ્રીએ પોતાના જીવનકાળ દરમ્યાન પ્રાય: જાહેર કરેલી નહિ. આથી તે પ્રગટ કરવા અંગે વિમાસણ હતી, ઉપરાંત બાળજીવોની કેટલીક વ્યકિતગત બાબતો હતી, તે કેવી રીતે રજૂ કરવી તે એક મુશ્કેલ બાબત હતી પણ તે બાબતો અધ્યાપક શ્રી રતિભાઈ ચી. દોશીની વિચક્ષણ બુદ્ધિ દ્વારા મળેલ સમાધાનથી સરળ બની. જ્યારે આ પત્રો ટપાલ દ્વારા મળતા અને તે પહેલી વાર વાંચતા ત્યારે પૂજ્યશ્રીના અટપટા અક્ષરોના કારણે પત્રો ઉકેલવામાં ઘણો સમય જતો અને તેથી એકધારો રસાસ્વાદ માણી શકાયેલ નહિ. “વસ્તુને શું જાણે વ્યાકરણી'' તેવી સ્થિતિ થઈ, પણ જ્યારે આ પત્રમાળા પુસ્તકારૂઢ કરવા અંગે વિચારણા થઈ અને તે પત્રો એકસામટા એકસાથે વાંચવાનો અવસર મળ્યો ત્યારે આંખમાંથી આંસુ સર્યાં. પૂજ્યશ્રીની સતત વહેતી કરુણાના ઘોધનો સ્પર્શ થયો. રોમાંચ અનુભવ્યો અને દર્દ થયું. આ ક્ષણો આટલી મોડી કેમ આવી ? તે સમયે અમે તદ્દન કોરા કેમ રહ્યા ? પૂજ્ય ગુરુદેવશ્રીએ મૌખિક સમજાવેલ શ્રી નવકારની આરાધના અંગેની બાબતો ૧૦૮ નંબરમાં પત્ર રૂપે લીધેલ છે. પોતાના જીવનમાં કેટલાક વિશિષ્ટ પ્રસંગો તેઓએ ખૂબ જ પ્રેરણા અને આરાધનામાં જોમ-ઉત્સાહ પ્રગટે તે હેતુથી જણાવેલ છે અને વાંચતાં જ ખ્યાલ આવે કે તે પત્રોમાં પોતાની બડાઈ સ્વપ્રશંસાનો હેતુ ન હતો. બલ્કે તેમાંથી તેમની નિખાલસતા, સરળતા જ પ્રગટ થાય છે. સાથે એવું પણ અનુભવાય છે કે શ્રી નવકારની આરાધનાના બળે અહમ્ પ્રાય: ઓગળી ગયો હોય તે પછીની આ અવસ્થા છે. જેથી સર્વસ્થળે ‘શ્રી નવકારની કૃપા’’ પ્રધાન કરી છે. .. પૂજ્ય ગુરુદેવશ્રીને શ્રી નમસ્કાર મહામંત્રની વિશિષ્ટ આરાધનાના બળે આરાધનામાં બિરાજમાન હોય ત્યારે બનતા કે બનનારા બનાવો કયારેક ચિત્રપટની જેમ સ્પષ્ટ દેખાતા. એવા ઘણા પ્રસંગોએ સ્પષ્ટ અનુભવ થયેલ જેથી તે બનાવો નવકારના ટી. વી. માં દેખાય એમ બાળઆરાધકોને માટે ઉલ્લેખ કરતા. પૂજ્યશ્રીએ આ પત્રમાળા શરૂ કરેલ પણ તે વાંચનાર માટે ભારે છે, થોડી અઘરી Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વયંસિકા છે એમ જ્યારે તેઓશ્રીને શ્રી નવકારના ટી. વી.માં દેખાયું ત્યારે તે વિષયને શકય તેટલો સીધો-સાદો-સરળ બનાવવા પ્રયત્ન કર્યો. પત્રમાળાના વિભાગ ૨-૩ વ્યાવસાયિક રીતે M.B.B.S. થયેલ ડૉ. જિતુભાઈ પી. શાહ અને ડૉ મનુભાઈ એસ શાહને ઉદ્દેશીને લખેલી છે, પત્રમાળાના બીજા વિભાગમાં પૂજ્યશ્રીએ ‘જિન-ભકિત’ એ ‘શકિતદાયક’ અને મુકિતનું પ્રબળ કારણ છે, તથા આરાધનાના માર્ગે શ્રદ્ધાભકિત હૃદય એ બુદ્ધિ-મન કરતાં મહત્ત્વનાં છે એવું દૃઢતાપૂર્વક જણાવ્યું છે. ૩ જેમાંની વિભાગ-૩ પત્રમાળામાં ક્રિયાયોગ ઉપર વિવેચના કરી છે. આજના કાળમાં ભણેલા લોકોમાં સામાન્ય રીતે ક્રિયા તરફ અરુચિવાળું વલણ હોય છે. ક્રિયાને જડ યંત્રવત્ ગણે છે. અને પુસ્તકવાંચન, જ્ઞાનની વાતો, અધ્યાત્મની વાતોના વાણી-વિલાસને પ્રાધાન્ય આપે છે અને ઘણું બધું મેળવ્યાનો આત્મસંતોષ લેવામાં આવે છે. પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીએ પત્રમાળામાં વારંવાર એ જણાવ્યું છે કે, પૂર્વના મહાજ્ઞાની પુરુષોએ જે કાંઈ વિધિ- વિધાન-ક્રિયાયોગ બતાવ્યાં છે તે જ ‘રાજમાર્ગ’ છે. અને તે જ આત્માનો ક્રમશ: વિકાસનો માર્ગ છે. હકીકતમાં પોતાની ભૂમિકાનું જ્ઞાન ‘ન’ હોવાથી કોઈક આત્મા ગમે તે ભૂમિકાની વાતો ગમે ત્યાં બંધ બેસાડે છે અને તેથી ગૂંચવાડામાં ફસાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી ઘણી વાર કહેતા અને લખાણો દ્વારા જણાવતા કે જો ક્રિયાયોગના માર્ગે વિધિવત્ ચાલવામાં આવે તો આત્માની અનુભૂતિ અવશ્ય થાય. પૂજ્યશ્રીએ જણાવેલ કે જિનશાસનની એક-એક ક્રિયા ખૂબ જીવંત – પ્રાણવંત છે અને શકિતશાળી છે, સાથે સહેતુક પણ છે. છતાં પણ જડતાવશ તેની સાથેનો સંપર્ક બરાબર થતો નથી. પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ એટલે “આર્ય સંસ્કૃતિના પરમ ચાહક” અને “પ્રાચીન પરંપરાના પરમ ઉપાસક' જેમણે શાસ્ત્રમાં કયાંય લખ્યું નથી કે નિષેધ નથી એમ કહીને પ્રાચીન પરંપરાનો છેદ ઉડાડયો નથી, પણ તેને બળવત્તર, પુષ્ટ બનાવવા માટે પરમ પ્રયાસ આદર્યો હતો. આ લખાણ વાંચતાં વાચકને એમ થશે જ કે શ્રીનમસ્કાર મહામંત્ર તેમના અણુએ અણુમાં વસ્યો હતો. જિન-શાસનનાં પ્રાચીન મૂલ્યોની પરમ વફાદારી જ તેમના જીવનનું લક્ષ્ય હતી. જિનાજ્ઞાના ઉત્કૃષ્ટ પાલનરૂપ જિનભક્તિ એ તેમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. પ્રસ્તુત પુસ્તકમાં ડગલે ને પગલે જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપી કરુણા વરસાવનાર પૂજ્ય ગુરુદેવશ્રીના વડીલ અને વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવેશ પૂજ્ય શ્રી સૂર્યોદયસાગર સૂ મ૰ સા તથા પૂ આ શ્રી અશોક સા૰ સૂરિ મ૰ સા, પૂર્વ પં. શ્રી નિરુપમ સા૰ મ૰ સા, પૂર્વ પં જિનચન્દ્ર સા મ૰ સા૰ તથા પૂર્વ પં. શ્રી હેમચન્દ્ર સા૰ મ૰ સા૰ નો ખાસ આભાર માનીએ છીએ. . આ પત્રમાળાને મુદ્રિત કરવામાં મૂળ પ્રેરક સ્રોતસમા પૂ. ગુરુદેવશ્રીનાં સંસારી જન્મદાત્રી અને વાત્સલ્યામૃત વરસાવનાર “પૂ સાધ્વીજી સદ્ગુણાશ્રીજી મ૰ સા''ને તો કેમ ભૂલી શકાય ? Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂ ઉપા૰ મ૰ સા૰ નાં સંસારી પુત્રી, અને પૂ. ગુરુદેવશ્રીનાં બેન મહારાજ તરીકે જાણીતાં ખૂબ ત્યાગી, તપસ્વી, ચુસ્ત સામાચારીપૂર્વકનું સાધ્વીજી જીવનનું પાલન કરતાં પૂર્વ સુલસાશ્રીજી મ. શ્રીના માર્ગદર્શન વગર આ પત્રમાળાનું પ્રકાશન જ ન થઈ શકયું હોત. જેમના અથાગ પ્રયત્ન વગર આ પત્રમાળા સુંદર વાંચનના પ્રવાહરૂપ બની ‘ન' શકી હોત તેવા પૂજ્ય ગુરુદેવશ્રીજીના અંત: પાર્ષદ અધ્યાપક શ્રી રતિલાલ ચી. દોશીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પૂ મ૰ સાના અક્ષરો ઉકેલવાની ગૂંચના કારણે યા અન્ય કોઈ કારણે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ‘‘મિચ્છામિ દુક્કડં”. શ્રી નવકારની દિવ્યકૃપા બળે - તેના માધ્યમરૂપે આ મહાપુરુષનું લખાણ વાચકને સીધું જ સ્પર્શશે એ ભાવથી આ પત્રમાળાનું પ્રકાશન કરી રહ્યા છીએ. આપ સર્વના જીવનમાં પણ શ્રી નમસ્કાર મહામંત્ર જીવંત તારક બને, તેની આરાધના વ્યવસ્થિત રીતે થાય, જિનભક્તિ સતત વિસ્તરતી રહે, અને ક્રિયાયોગ તરફ અંતરથી અભિરુચિ થાય, એ જ મંગલ કામના... તારીખ : જેઠ વદ ૧૧, ૨૦૧૨. મંગળવાર, ૧૧ જૂન, ૧૯૯૬ શ્રી જિતુભાઈ પી. શાહ પાલનપુર Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વયંદ્રિકા પત્રમાળાના ચમકારા... 29 ક ક પૂજ્ય ગુરુદેવશ્રીની પત્રમાળા, એની તે વાત શી પૂછવી ? પૂજ્ય ગુરુદેવશ્રીનો પત્ર તો શું ? તેઓશ્રીની નાની સરખી ચબરખી પણ હીરાની પડીકી જેવી કિંમતદાર હોય છે. એ ચબરખીમાં પણ પ્રેરણાના હીરા ચમકતા હોય છે. જ્યારે આ તો આખી જ પરમાળા ! એમાં શું નહિ મળે એ જ સવાલ છે. અસ્મિતા આર્ય સંસ્કૃતિની ચુસ્તતા ચારિત્રજીવનની પૂજ્યતા પૂજાની નિર્મળતા શ્રી નવકારની મહત્તા મોહનીયના ક્ષયોપશમની સરલતા સાધનાની શબ્દ શબ્દ ને વાકયે વાકયે કંઈક ઉપલભ્ય ઉપલબ્ધ થયા વિના નહિ રહે ! કારણ બહુ સ્પષ્ટ છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું અધ્યયન ઊંડાણમાં ઊતરેલું હતું. સાધના શિખરે ચઢેલી હતી આરાધના આકાશને આંબેલી હતી. ચિંતન ચાંદનીની સ્પર્ધામાં હતું. આ બધાંના માધ્યમે પૂજ્યશ્રીના મસ્તિષ્કમાંથી ચિંતનની ધારા ઊભરતી એ કાગળની સપાટી પર પથરાતી રહેતી.... અને પૂજ્યશ્રીના વિશિષ્ટ ભકતોના સરનામે પત્ર દ્વારા સંગ્રહાતી... એ જ પત્રમાળા આજે પુસ્તકની પેટીમાં પેક થઈ જન-જન સુધી પહોંચી રહી છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ મને ખબર છે પૂજ્યશ્રીની વાચનાના અન્યોએ કરેલા ઉતારા જે ‘ગરવો ગિરિરાજ' નામના પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે. એ પણ કેટલા આદરપાત્ર બન્યા છે. ત્યારે આ તો સ્વયં ગુરુદેવશ્રીનું જ લખાણ ! કેટલું આદર પામશે ? એની કલ્પના કરવી પણ બાલિશતામાં લેખાશે. નિશ્ચિત; આ પુસ્તક અનેકોનું માર્ગદર્શન બનશે. હા; એક સૂચન જરા કરી લ... પૂજ્યશ્રીનું આ પુસ્તક વાંચતા પૂર્વે પૂજ્યશ્રીનો પરિચય જરૂર મેળવી લેવો. એ દ્વારા પૂજ્યશ્રી પ્રતિ શ્રદ્ધા સ્થાપિત થયા બાદ વંચાતું આ પુસ્તક નવા જ ક્ષિતિજોનાં દર્શન કરાવશે.* પૂજ્ય ગુરુદેવશ્રીના સંસારપક્ષે નાનાં બેન પૂજ્ય સાધ્વીશ્રી સુલસાશ્રીજી મનું આ પુસ્તક બાબત ખંતીલું ધ્યાન બહુ મોટો પ્લસ-પોઈન્ટ છે. આવાં અન્ય પણ પુસ્તકો શીઘ્ર પ્રકાશિત બને તો પૂજ્યશ્રીના ચિન્તન-ચમકારા ઠેર-ઠેર અજવાળું પાથરનારા બને. એ નિ:શંક વાત છે. દ * આ માટે ‘પૂજ્ય ગુરુદેવશ્રી' નામનું મારું લખેલું પુસ્તક જરૂર સહયોગી બની શકશે. ગુરુચરણલીન હેમચન્દ્રસાગર શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વયંઠા પૂજ્ય ગુરુદેવશ્રીનાં અંતરસ્પર્શી સંસ્મરણો... પૂજ્યશ્રીના અનંત ઉપકારનો બદલો કયારેય ચૂકવી શકાય તેમ નથી, તેમના ગુણાનુવાદ ગાવાનો આ અપૂર્વ અવસર રખે ચૂકી જવાય તેમ સમજીને બહુમુખી પ્રતિભાશાળી પૂ. ગુરુદેવશ્રીના સાગર જેવા અપાર ગુણોનું પાણીના બુંદ સમાન અલ્પ વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. - પૂજ્યશ્રીના જીવનઘડતરમાં તેમના સાંસારિક પિતા (ગુરુ ઉપાધર્મસાગરજી મ. સા.), આગમોદ્ધારક પૂજ્ય શ્રી આનંદ સાસૂરિ મ. સા., પ. પૂ. માણેકય સાસૂરિ મ. સા., અધ્યાત્મયોગી પંશ્રી ભદ્રંકર વિ. મ. સાનો અનન્ય ફાળો છે. તેઓશ્રીની દિવ્યકૃપાએ પૂ. ગુરુદેવશ્રીના જીવનને સાધુતાની ઉચ્ચ ભૂમિકાએ લાવીને મૂકી દીધું. “શાસન સુભટ - જ્યોતિર્ધર પ. પૂ. ઉપાધ્યાયજી ધર્મસાગરજી મહારાજ” પૂર્વભવની આરાધનાનું બળ અને માતાપિતાના સુસંસ્કારોને કારણે જ બાળક અમૃતકુમાર માત્ર છ વર્ષની બાળવયે સંયમ લેવા તત્પર બન્યા. જેમને ૬ વર્ષની વયે સંયમ લેવાની ઉચ્ચ ભાવનામાં સુસંસ્કારોએ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેમના વિશિષ્ટ સંસ્કારોની આછી ઝલક નીચે મુજબ છે. સવા વર્ષની કુમળી વયે કાચા પાણીનો ત્યાગ કર્યો, રાા (અઢી) વર્ષની વયે તો સમજપૂર્વક કાચા પાણીનો ત્યાગ કર્યો અને કાચું પાણી ન પિવાય તેવી દઢ મનોભાવના ઉદ્ભવેલી હતી. વળી શાસ્ત્રીય દષ્ટિએ ત્યાજ્ય એવા પદાર્થો જેવા કે બરફ, બોર, ગોળી - ચોકલેટ, આઈસક્રીમ જીવનમાં કયારેય વાપર્યા નથી. ત્રણ વર્ષની વયથી ઉભયકાળ પ્રતિક્રમણની આવશ્યક ક્રિયાનો પ્રારંભ કરી દીધો હતો જે જીવન પર્યન્ત કયારેય તૂટ્યો ન હતો. ત્યારથી જ રોજ એક સામાયિક શરૂ કરેલ જે આખરે સર્વવિરતિ સામાયિક સુધી પહોંચી હતી. માતાપિતા અમૃતકુમારને નાનપણમાં જ કષ્ટ સહન કરી શકે તે માટેના પાઠ ભણાવતાં. સ્નાન કરી ઊઠતા અને શરીર લૂછતા ત્યારે માથામાં આગળ આવેલા નાના નાના વાળને હાથેથી ખેંચાવતા જેથી બાળકને કેશલોચ જેવી કષ્ટદાયક ક્રિયાને સહન કરવાનો અભ્યાસ થતો. માતાપિતા બાળકને ધર્મના સંસ્કાર પડે તે માટે પર્વ-તિથિએ સ્વયં પૌષધ વ્રત લેતાં અને સાથે સાથે બાળકને પણ પૌષધ વ્રત લેવરાવતાં. પૌષધમાં પણ સ્વાધ્યાય, અધ્યયન અને વ્રત પચ્ચકખાણ કરાવતાં હતાં. બાળકમાં સુસંસ્કારોનું જ ભાથું બંધાય તે માટે ખૂબ જ જાગૃતિ રાખતા. બાળકને જે તે બાળકો સાથે જે તે રમત ન રમવા દે, નિર્દોષ અને બુદ્ધિવર્ધક રમતો રમાડતા અને કોઈપણ પ્રકારની અસભ્યતા કે કુસંસ્કારોનો ઓછાયો ન પડે તેની સતત કાળજી રાખતાં હતાં. Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વયંટિકા નાનપણથી જ ધાર્મિક સૂત્રોનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. દીક્ષા લીધી ત્યારે વાંદણા આલોવવા સુધી મુખપાઠ કરેલ. જેમને ૬। વર્ષની અબોધ વયે શ્રી શંખેશ્વર તીર્થમાં પૂ. આગમોદ્ધારકશ્રીના વરદહસ્તે પાવનકારી પુનિત પ્રવજ્યાનો પંથ મળ્યો. જેમણે કકો નહીં શીખેલ અવસ્થામાં (૭-ળા વર્ષ) વડીલ સાધુના ખોળામાં રમતાં રમતાં પંચ પ્રતિક્રમણ, સાધુક્રિયાનાં સૂત્રો કંઠસ્થ કર્યાં. પૂજ્યશ્રી અભયસાગરજી મ૰ સાએ બાળપણથી જ જ્ઞાન, દર્શન અને ચારિત્રની અદ્ભુત આરાધના આદરેલી, સ્વાધ્યાય, વાંચન, વ્યાવહારિક જ્ઞાન તથા ઇતિહાસ પ્રત્યે પણ હૈયાથી ચડતા ભાવ હતા. તેમાં પણ સંયમની વૃદ્ધિ થતાં અને આગમનું વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થતાં આત્મા વિશુદ્ધ બનતો ગયો. સરળતા, ભદ્રતા, બાલસહજ ભાવ વગેરે ગુણો ખીલતા ગયા. જીવનમાં અનેક પ્રસંગો બનેલા તેમાંનો ઉદયપુરનો પ્રસંગ ઉલ્લેખનીય છે. ૧૭ વર્ષની વયે એક વખત ઉદયપુરમાં જૈનેતરો સાથે વાર્તાલાપ થયો. તેમાં ધર્મનો અપલાપ થયો. આ વાતની પૂ॰ ઉપાધ્યાય ધર્મસાગરજી મન્ત્રીને ખબર પડતાં તરત જ પૂ મહારાજશ્રીને બોલાવી સમજાવ્યું કે, તમે પરમાત્માનો અવિવેક કર્યો છે અને શાસ્ત્રની ઉત્સૂત્ર પ્રરૂપણા કરી છે. માટે બધાને બોલાવીને મિચ્છામિ દુક્કડમ્ દેવા જોઈએ. આ સાંભળી મહારાજને સંકોચ થયો એટલે ઉપાધ્યાય મહારાજે ગૌતમસ્વામી અને આનંદ શ્રાવકનું દૃષ્ટાંત આપી સમજાવ્યું કે, ભૂલની કબૂલાત કરવી તે આરાધના છે. આ સાંભળી મિચ્છામિ દુક્કડમ્ માટે તૈયાર થયા. સંઘને ભેગો કર્યો. સંઘે જણાવ્યું કે આપે મિચ્છામિ દુક્કડમ્ દેવાની જરૂર નથી, અમે જણાવી દઈશું પણ ઉપાધ્યાય જી મહારાજે જણાવ્યું કે જાહેરમાં મિચ્છામિ દુક્કડમ્ આપવો જરૂરી છે. આથી સંઘે જાહેરમાં વ્યાખ્યાન રાખ્યું અને તે સમયે પૂ મહારાજશ્રીએ મિચ્છામિ દુક્કડમ્ આપ્યા. આ પ્રસંગે શ્રી સંઘ પણ ગદ્ગદ થઈ ગયો. સંઘે ગુરુ મહારાજને ઊંચકી લીધા અને આસન ઉપર બેસાડ્યા. જીવનમાં સંયમવૃદ્ધિકારક અનેક પ્રસંગો બનેલા. ઉપાશ્રયમાં સ્વયં સામાચારીનું અણિશુદ્ધ પાલન કરતા અને કરાવતા. પોતાનું કાર્ય સ્વયં જ કરતા, હજારો કામમાં પણ પૌરસી, સ્વાધ્યાય આદિ અપ્રમાદભાવે કરતા. આવા પૂ. ગુરુદેવના જીવનની પાયાની ભૂમિકાનું નક્કર ઘડતર ઉપા૰ ધર્મસાગરજી મ. સાહેબે એવું અજબ કર્યું કે ગુરુ-શિષ્ય, પિતા-પુત્રની જોડી તપાગચ્છમાં એક આદર્શ ઉદાહરણરૂપ બની ગઈ. પૂ॰ ઉપા૰ મએ બાળવયમાં મિનિટે મિનિટે હિસાબ રાખી માનસપટ પર યમ ! સમય મા પમાયમુ॰નું સૂત્ર કોતરીને ઘડતર ઉપર ધ્યાન આપી એવી જબરજસ્ત શિસ્ત અને નિયમિતતાનું વાવેતર કર્યું કે જેથી સાધુજીવનમાં પ્રમાદ કયારેય ઘૂસવા ન પામ્યો. ઉપા૰ મ૰ એટલે જાણે કે ચોથા આરાના સાધુ ! બીજા શબ્દોમાં સાધુજીવનનું ઉત્તમ ઉદાહરણ, સાધુજીવનમાં ઉત્કૃષ્ટ ત્યાગ-તપશ્ચર્યાનું બીજું નામ એટલે ઉપા૰ મ૰ સાધુજીવનની દિનચર્યા, નાનામાં નાની બાબત કે ઝીણામાં ઝીણી વસ્તુને ખૂબ જ સાવધાનીથી નિયમિતતાથી પાળતા અને પળાવતા. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્પર્યાદ્રિકા જેમના અણુએ અણુમાં શાસનનું ગૌરવ અને ગરિમાં વહેતી હતી. જેમનું જીવન ખાખી બંગાળી જેવું હતું. નામનાની કામના વગરનું નિ:સ્પૃહી જીવન હતું. તેમની નજીક આવનાર દરેક વ્યકિતઓએ પણ ઉત્તમ ચારિત્રની મહેંક માણી છે. આવા મહાપુરુષની દૃષ્ટિથી પુત્ર-શિષ્યના જીવનમાં ચારિત્રજીવનના પાયાના સંસ્કારોનું ઊંડું વાવેતર થયું. પિતા-પુત્ર, ગુરુ-શિષ્યની બેલડીએ કોઈ પણ જાતની બાહ્ય સહાય વગર શ્રી શિખરજી મહાતીર્થની યાત્રા સંયમ સહજ મર્યાદાથી તે સમયમાં કરી તેમના અનુભવો સાંભળતાં ભલભલાના રૂંવાડા ખડાં થઈ જાય અને આજે તો તે અશકય કે ચમત્કાર લાગે. પૂ ઉપાય મ પુત્ર-શિષ્યના ખૂબ આગમિક – જ્ઞાન આદિ આત્મિક શક્તિઓને નિહાળતા છતાં હંમેશાં પુત્ર-મોહ (શિષ્યમોહ)થી લગભગ અળગા રહ્યા. ગુણ-સંપન્ન પુત્ર-શિષ્યના જીવનના ઘડતરને ધ્યાનમાં રાખીને તેમના સૂક્ષ્મ દોષ કયારે દૂર થાય તે અંગે ખૂબ સચેત રહેતા, વખાણને બદલે કયારેક ટકોર પણ કરતા. એક વખત પૂજ્ય ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ. સા. સાબરમતીથી વિહાર કરતા નવાવાડજ આવતા હાર્ટની સખત બિમારીના કારણે સુથાવક શ્રી અશોકભાઈના બંગલે રોકાયેલ. તબિયત ભયજનક સ્થિતિએ પહોંચતાં પૂજ્યશ્રીને હૉસ્પિટલમાં દાખલ કરવા માટે ડૉકટરોએ અને ભકતવર્ગ ખૂબ આગ્રહ કરેલ પણ તેઓશ્રીએ સ્પષ્ટ ઈન્કાર જ કરેલ. તેથી ઊંઝા મુકામે પૂ ઉપા. જીમ પાસે હૉસ્પિટલમાં દાખલ કરવાની રજા માગતાં, પુત્ર-શિષ્યના મોહને દૂર કરી તેઓશ્રીએ જણાવેલ કે અભયસાગરને જીવવાની ઇચ્છા હોય તો હૉસ્પિટલમાં લઈ જશે, માત્ર આટલા શબ્દ ભક્તવર્ગ મૂક બન્યો, ગુરુ કે શિષ્ય બેમાંથી કોને ચડિયાતા ગાગવા ? પૂ ઉપાશ્રીના જીવનમાં ડૉકટર કે દવા કરતાં દેવ-ગુરુ, ધર્મ પરની અનેરી શ્રદ્ધા અને માનસિક દુર્બળતાના બદલે વીતરાગના શુદ્ધ ધર્મ પર અડગ વિશ્વાસ દષ્ટિગોચર થાય છે. કર્મયોગી ઉપાડ છે. મ. સાહેબને શાસનના કામોમાં એકલા ઝઝૂમવું પડે તો હરગિજ ડરતા નહીં. અને સાધુસમાજમાં વકીલ સમાન હતા. એથી સરકારના જુદા જુદા કાયદાઓની અસર ખૂબ ઊંડાણથી સમજી શકતા અને હાઈકોર્ટના વકીલ પણ મોંમાં આગળાં નાંખી જાય તેવા રસ્તા તેમને સૂઝતા. ર૭ વર્ષની ભરયુવાનવયે તેઓશ્રી ચતુર્થવ્રતધારી બન્યા અને પોતાનું આખું કુટુંબ બે પુત્ર-પુત્રી-પત્ની, પોતાની સાસુને તેમજ ભત્રીજી આદિ પરિવારમાંથી કુલ ૧૨ જણને પ્રભુના શાસનમાં સમર્પિત કર્યા. પૂ. સગુણા શ્રીજી મ. પૂ. ગુરુદેવશ્રીનાં સાંસારિક માતૃશ્રી ખરેખર સગુણોનો ભંડાર હતાં. અને એવી રત્નકુક્ષિ હતાં કે જેનાં સર્વે સંતાનો એક એકથી ચડે તેવાં શાસનનાં પ્રકટ રત્નો બન્યાં. છેલ્લે ૨૦૦૨ના ચોમાસામાં જાણે માતાનું ઋણ ચૂકવતા હોય તેમ રોજ સવારે ઉપાશ્રયે આવી Page #17 -------------------------------------------------------------------------- ________________ 8 નમસ્કાર મહામંત્ર તત્વચંઠા અહે, મમત્વ, સંયોગ-વિયોગની વાત કરી માતાને ધર્મભાવમાં જ લીન રાખતા અને સતત વૈરાગ્યરસ પીરસતા અને સંયમની આરાધના કરાવી હતી. ૯ વર્ષની લઘુવયે સંયમી બનેલ, . ગુરુદેવશ્રીના મોટા ભાઈ તેજસ્વી પૂઢ મહોદય સાજી મઠ ની ધારણા શક્તિ અજબ હતી. જેઓશ્રીએ અઢારહજારી, સિદ્ધહેમ બ્રહવૃત્તિ ખૂબ ટૂંકા સમયમાં મુખપાઠ કરેલ. ૧૭ વર્ષની લઘુવયે પૂ. શ્રી કાળધર્મ પામ્યા. પૂ ઉપા. જીમ. ના ચારિત્રની અમીટ છાપ એમના સમુદાયમાં ચોથી - પાંચમી પેઢીએ આજે પણ ઝગમગાટ કરતી દેખાય છે. પ. પૂ. પન્યાસજી ભદ્રંકરવિજય મહારાજ પૂ ઉપાય છે. મઠ ના સાંસારિક કલ્યાણમિત્ર અને તપગચ્છમાં પંન્યાસજી મઢ તરીકેનું બિરુદ પામેલા અજાતશત્રુ મૈત્રીના સાગર સમાન પૂ. શ્રી ભદ્રંકર વિ. મ. કે જેમના ખોળામાં પૂ. ગુરુદેવ શ્રી નાનપણમાં રમેલા. એ પૂ શ્રીએ પૂ. ગુરુદેવશ્રીના જીવનને અદ્દભુત વળાંક આપી શ્રી નમસ્કાર મહામંત્રના રંગે રંગી દીધા. પૂ. ગુરુદેવશ્રીની માંદગીના સમયે શ્રી નવકાર ગણવાની પ્રેરણા કરી અને યથાયોગ્ય સમયે શ્રી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન સમક્ષ શ્રી નવકારની મંત્ર દીક્ષા આપી. પૂ. ગુરુદેવશ્રીનું ચારિત્ર ઘડતર પૂ ઉપામ ના વરદહસ્તે ઉત્તમોત્તમ થયેલું, અને શ્રી નવકાર સાધનાનું ઘડતર પૂ. પં. ભદ્રંકર વિ. મની અમીદ્રષ્ટિથી થયેલ. પરિણામે આરાધના વિમાન સુસજ્જ એન્જિન સાથે તૈયાર હતું અને પંન્યાસજી મહારાજે આરાધનાનો સંચાર કર્યો, અને પૂ. ગુરુદેવનું શ્રી નમસ્કાર મહામંત્રનું આરાધના વિમાન ઊંચાં ઊંચાં શિખરો સર કરવા લાગ્યું. પૂ. ગુરુદેવશ્રી આરાધક આત્માઓને ઓછામાં ઓછી એકાદવાર તો ભલામણપત્ર સાથે અચૂક પંન્યાસજી મ૦ ના દર્શને મોકલતા. તેઓશ્રી કહેતા કે પૂજ્ય પં. મસા. શ્રી નવકારમાં ઓતપ્રોત થઈ ગયા છે. નિકટ મોક્ષગામી આત્મા છે. યોગ્ય આત્માઓને તેમની નિશ્રામાં દીક્ષા માટે મોકલતા, તે જ બન્નેનો એકબીજા પ્રત્યેનો અનન્ય ભાવ દર્શાવે છે. શ્રી નવકારની આરાધનાની સાથે પૂ. ગુરુદેવશ્રી શ્રી નવકારને લગતા પંન્યાસજી મના સાહિત્યને ઓછામાં ઓછું ૧૦ મિનિટ વાંચવા માટે ભલામણ કરતા. - પૂજ્ય પંન્યાસજી ભદ્રંકર વિ. મ. ના લખાણોમાં શબ્દ શબ્દ અજાતશત્રુ અરિહંત પરમાત્માની અમરવાણી નીતરતી અનુભવાય. ચૌદ પૂર્વના સારરૂપ શ્રી નમસ્કાર મહામંત્રનો અર્થ - ભાવાર્થ, વિશેષાર્થ આરાધનાની વિધિ જણાવી જેઓશ્રી પોતાની નજીક આવનાર સર્વેને તેની કક્ષા અનુસાર શ્રી નવકાર મહામંત્ર આપતા. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વદા જેના અણુએ અણુમાં શ્રી નમસ્કાર મહામંત્ર પ્રસરી ગયો હતો અને સકલ સંઘ શ્રી નમસ્કાર મહામંત્રનો પરમ આરાધક, પરમ શ્રદ્ધવંત ભકિતવંત બને અને શ્રી સંઘનો અભ્યદય શ્રી નમસ્કાર મહામંત્રની ભકિત વડે થાય એવી સતત ભાવના ભાવનાર પૂ. પં. જી મ. ના જીવનમાં ઘણી બધી વિટંબણાઓ-તકલીફો-હેરાનગતિઓ ઊભી થઈ છતાં પણ કોઈના પ્રત્યે અભાવ, અસૂયા, વેરઝેરના બદલે સર્વ પ્રત્યે સતત મૈત્રી-કરુણા-માધ્યશ્મભાવનો ધોધ વહી રહ્યો હતો. પૂપં. ભદ્રંકર વિ. મ. શ્રીએ વ્યવહારનય અને નિશ્ચયનયનો જબરજસ્ત સમન્વય સાધ્યો હતો. કયાં કોની પ્રધાનતા અને ગૌણતા તેની રૂપરેખા અત્યંત સુગમ, સ્પષ્ટ અને શાસ્ત્રીય હતી. પૂ. ગુરુદેવશ્રી કહેતા કે પંન્યાસજી મ. ની દષ્ટિ ખૂલી ગઈ છે. એટલે એ કોઈ પણ સાધકને તેની સાધનામાં કયાંય તકલીફ કે ગૂંચવાડો ઊભો થાય તો તરત સમજીને ઉકેલી શકતા, અન્ય દર્શનની જુદી જુદી આરાધનાની પદ્ધતિઓ - જિનશાસનમાં કેવી રીતે, કયાં સુસંગત છે, તે તેઓ ખૂબ સારી રીતે સમજાવી શકતા. પં. પંન્યાસજી મનાં લખાણોમાં કયાંય પક્ષાપક્ષી ન દેખાય અને તેમનો એક પણ શબ્દ કયાંય આઘો-પાછો કરી ન શકાય તેમજ ઉમેરી કે બાદ પણ ન કરી શકાય. બધું જ યથાર્થ રીતે ગોઠવાયેલું જ મળે. પ. પૂ. આચાર્ય આનંદસાગરસૂરિજી મ. સા. પૂજ્ય સાગરજી મ. ની ઓળખ આપવી એટલે અમારા જેવા માટે સૂર્યની ઓળખ આપવા દીપક” ધરવા જેવી ચેષ્ટા ગણાય. શ્રી જૈન સંઘમાં પૂર સાગરજી મ.ની વિદ્વતા, આગમાર્થની રહસ્યવેદિતા “અંતરીક્ષજી તીર્થના કોર્ટ આદિ પ્રસંગે પ્રગટ થતી સાત્ત્વિકતા વગેરે જગજાહેર છે. આવા પૂજ્ય સાગરજી મ. સાથે પૂજ્ય ગુરુદેવશ્રીને નીચેના પ્રસંગથી અંતરંગ સંબંધ બંધાયો. પૂજ્ય આગમોદ્ધારકશ્રી ! જેમણે પોતાના જીવનના છેલ્લા દિવસો પરમયોગીની અવસ્થામાં પસાર કર્યા. મહાપુરુષોના જીવનને શોભે તેવી રીતે અનશન નહીં, પણ અનશન જેવું કરી પરમજ્ઞાની સાધુની ઉત્કૃષ્ટતાનાં દર્શન થી સંઘને કરાવ્યાં. છેલ્લા દિવસોમાં અસહ્ય વેદનામાં મૌનમાં, જ્ઞાન-ધ્યાનમાં જ મગ્ન રહેલા, તપાગચ્છમાં છેલ્લાં કેટલાંય વર્ષોમાં પ્રાય: ભાગ્યે જ કોઈ સાધુ ભગવંતોએ આવી રીતે “ઇચ્છિત-મરણ'થી દેહત્યાગ કર્યો હશે. આચાર્ય દેવેશની પાછલી અવસ્થા સમયે કુમાર અવસ્થામાં પ્રવેશેલા પૂ. ગુરુદેવશ્રી એક આગમિક શબ્દના અર્થરહસ્ય માટે પુસ્તકોનાં પાને-પાનાં ઉથલાવ્યા કરે પણ ગેડ બેસાડી ન શકે. કલાકો પસાર થાય, પણ રહસ્યશોધક પૂ. ગુરુદેવના મનમાં અધૂરાપણું ખટકયા કરતું હતું. આચાર્યશ્રીએ જોયું અને ઈશારો કરીને બોલાવ્યા, વાત જાણી અને તેમણે પુસ્તકનાં પાનાં ફેરવાવ્યાં અને જ્યાં તેનો અર્થ હતો ત્યાં જ આગમોદ્વારકશ્રીએ હાથ મૂક્યો. ગુરુદેવ એકદમ Page #19 -------------------------------------------------------------------------- ________________ 9 આનંદવિભોર બની ગયા. મનમાં થયું આવી માંદગી અને છેલ્લી અવસ્થામાં પણ આવો ઉત્કૃષ્ટ ઉપયોગ. અને સાહજિક રીતે તેમનાં ચરણોમાં ઝૂકી પડ્યા. આગમોદ્વારક આચાર્યદેવશ્રીને પણ આટલી નાની ઉમરમાં આ સાધુને એક આગમિક શબ્દના અર્થ માટેની અદ્ભુત તાલાવેલી - ચિંતા અને તે માટેનો પુરુષાર્થ દેખી અંતરમાં સદ્ભાવ જાગ્યો. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પૂ આગમોદ્ધારકશ્રીનો પૂ. ગુરુદેવશ્રી સાથે આત્મિક સંબંધ પૂ. આગમોદ્વારક આચાર્યદેવશ્રીના કાળધર્મ બાદ ખૂબ વિસ્તરતો ચાલ્યો.પૂ ગુરુદેવશ્રીની જીવન નૌકાનું સુકાન આગમોદ્વારકશ્રીના હાથમાં હતું. પૂ આગમોદ્ધારક આચાર્યદેવશ્રીની અનન્ય કૃપા પૂ. ગુરુદેવ શ્રી પર વરસી, જેના કારણે આગમિક પદાર્થોનાં રહસ્યો પૂ ગુરુદેવશ્રી આગળ સાહજિક રીતે સ્પષ્ટ થવા માંડ્યાં. વ્યાવહારિક રીતે અતિ બુદ્ધિશાળી વ્યકિત પણ જિન-આગમનાં રહસ્યનો તાગ સ્થૂળ બુદ્ધિથી પામી ન શકે. (ખાલી વાણીવિલાસ કરીને બુદ્ધિની કસરત બતાડી શકે) તે ગુરુકૃપાથી સાહજિક બન્યો. પરિણામે જિનઆગમરૂપી રત્નોના દિવ્ય નિધાનની પ્રાપ્તિ થયા પછી એને જોયા કરવાનું, જાણ્યા કરવાનું, અનુભવ્યા કરવાનું જ મન થાય એવી સ્થિતિ પૂ॰ ગુરુદેવજીની થઈ. આધ્યાત્મિક જગતમાં ગુરુ-શિષ્યને સ્થૂળ વાણીથી જ જ્ઞાન નથી આપતા. ગુરુ દૂર હોય પણ ગુરુના ભાવ, વાત્સલ્યભર્યા ચેતનાના પ્રવાહની અસર, અધિકારી શિષ્યના સુયોગ્ય ભક્તિશ્રદ્ધાથી ભરપૂર માનસ પર થવા પામે છે. જ્ઞાનની વિશિષ્ટ ભૂમિકાનું સર્જન તો ભાવકરુણાથી ઓતપ્રોત સદ્ગુરુના અંતરમાંથી સતત વહેતી વિચારોની સૂક્ષ્મ ધારા રૂપ જળના છંટકાવથી અધિકારી શિષ્યના હૈયામાં થાય છે. એટલે અનુભવજ્ઞાનને ઉપજાવનાર અદ્ભુત જ્ઞાનની વાડી ખીલી ઊઠે છે. મુમુક્ષુ અધિકારી અર્થી પુણ્યાત્માએ સદ્ગુરુની સતત વહેતી ભાવ- કરુણાની ધારાને ઝીલવા માટે પાત્રતાવાળું પોતાનું અંતર જિજ્ઞાસા વિનય, સમર્પણભાવ આદિથી કેળવીને તૈયાર રાખવું જોઈએ. પૂ. ગુરુદેવશ્રીએ આજ રીતે પૂ. આગમોદ્વારક શ્રીજીની, પોતાના ગુરુદેવશ્રી ઉપાધ્યાયજી મની, તેમજ પૂ. પંન્યાસજી મની કૃપા હરહંમેશ અનુભવી અને તેમના જીવનમાં જ્ઞાનયોગ, ક્રિયાયોગ, અને ભક્તિયોગનો ત્રિવેણી સંગમ પૂર્ણ અધ્યાત્મયોગ એક સાથે અનુભવાયો. પૂરુ ગુરુદેવશ્રી બાળક જેવા નિર્દોષ અને સરળ હતા, યુવાન જેવા ઉત્સાહી અને તરવરાટભર્યા હતા અને વૃદ્ધ જેવા જ્ઞાની ગંભીર હતા. પૂર્વની જબરજસ્ત પુણ્યાઈએ આવા મહાપુરુષોનો સંપર્ક થઈ ગયો, અને દર્શન થઈ ગયાં, કારણ કે આત્માની વિવિધ રૂપે પ્રાકૃતિક અનુભૂતિ કરવાવાળા આત્મા કવચિદ્ જ જોવા મળે છે. શબ્દોના સાથિયા પૂરવાવાળા ઘણા મળે છે. બધી માહિતી ભેગી કરીને Ph.D. કરવાવાળા પણ ઘણા મળે છે પણ આ કાળમાં આત્માનુભૂતિ કરનાર કરાવનાર ખૂટે છે. આત્માનુભૂતિ કરાવનારો રણકાર પરમાત્માની આજ્ઞા - વચનો ઉપર જડબેસલાક શ્રદ્ધા અને વિશ્વાસ જાગે ત્યારે જ અનુભવાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પૂજ્યશ્રીએ પત્રમાં પણ જણાવેલ છે કે, તેઓએ જુદા જુદા મંત્રજાપ દ્વારા અધિષ્ઠાયક દેવતાનાં દર્શન ખૂબ કર્યાં, છતાં કોઈ મંત્ર ‘શ્રી નવકાર-મહામંત્ર’ની તોલે ન જ આવે. સામાન્ય રીતે લોકો માને છે કે મંત્ર બોલવામાં જેટલો અઘરો કિલષ્ટ, તેટલો વધુ પાવરફુલ અને તેથી જ જુદા જુદા મંત્રાક્ષરો શ્રી નવકારના પદોની આજુબાજુ જોડવા પ્રેરાય છે, પણ પૂ॰ ગુરુદેવશ્રી કહેતા કે શ્રી નવકાર મહામંત્ર એ બધા મંત્રોનું મૂળ છે છતાં તે સીધોસાદો લાગે છે, તે જ તેની આગવી વિશેષતા છે. અને જગતના અન્ય સર્વમંત્રો એક પલ્લામાં અને શ્રી નવકાર બીજા પલ્લામાં મૂકો તો શ્રી નવકારનું પલ્લું નમે. 23 કારણ કે શ્રી નવકાર એ આત્મશુદ્ધિનો મંત્ર છે. કોઈ પણ વ્યકિત બિલકુલ ભાવ વગર શ્રી નવકાર ગણવાની શરૂઆત કરે તો પણ તેનો બેડો પાર થવાનો છે. (જે અન્ય કોઈ પણ મંત્ર દ્વારા શકય નથી.) આવા શ્રી નવકાર મંત્રની આરાધનામાં પૂ. ગુરુદેવશ્રી એવા તન્મય બન્યા એવા ઓતપ્રોત બન્યા કે જુદી જુદી રીતના શ્રી નવકારના પટોની અંત:સ્ફુરણા થવા પામી અને પટોની નીચે જુદાં જુદાં ટૂંકાં ટચ પણ ખૂબ જ માર્મિક વાકયો લખ્યાં, જેમાંથી પાંચ શ્રી નવકારનાં ચિત્રપટ અહીં આપવા કોશિશ કરી છે. પૂ ગુરુદેવશ્રી પ્રતિ અનન્ય ભકિતભાવ ધરાવનાર તેમના પટ્ટધર શિષ્ય પૂ આ શ્રી અશોકસાગર સ્॰ જી મ૰એ ગુરુમંદિરમાં શ્રી જંબૂદ્વીપ પાલીતાણામાં શ્રી નવકારના વિશિષ્ટ પટ્ટો દર્શનાર્થે મૂકયા છે. - પૂ ગુરુદેવશ્રીની ખાસ વિશેષતા એ હતી કે શ્રી નવકારના અક્ષરોમાં લીટીમાં કર્યાંય ફેરફાર સહેજ પણ ચાલે નહીં. મૂળભૂત - શાસ્ત્રમાં વર્ણવેલ તે જ રીતે લખાવતા. તેના બંધારણમાં કયાંય ફેરફાર તેમને પસંદ પડતો નહીં. શ્રી નવકારના પટ અને મંગલ જ્યોત તેમની આગવી વિશેષતા હતી. મંગલજ્યોતની ઘણી બધી આવૃત્તિઓ છપાઈ. હૈયામાં ભાવ એ જ હતો કે વર્ણયોગના માધ્યમે શ્રી નવકાર આંખમાંથી માનસપટ અને હૈયામાં સીધે સીધો ઊતરી જાય. જેટલું તેના અક્ષરોનું આલંબન વધારે, તેટલી આત્મશુદ્ધિનું બળ વધારે મળે. પૂ॰ ગુરુદેવશ્રીએ સ્વાનુભવથી શ્રી નવકારને આજનાં ભૌતિક સાધનો દ્વારા જુદી જુદી ઉપમાઓ આપી યથાર્થ રીતે શ્રી નવકારની શકિતનું દર્શન કરાવ્યું છે. શ્રી નવકાર એ શાશ્વત પાવરહાઉસ છે જેમાંથી વિદ્યુત્-શકિત પ્રકાશ મળે. પૂ. ગુરુદેવને તેમાંથી ખૂબ શારીરિક, માનસિક શકિત મળતી, આઠ-આઠ કલાકોની વાંચનાનો શારીરિક શ્રમ નવકારના પાવરહાઉસમાં બેસતા અને આપોઆપ દૂર થઈ જતો. શરીર શક્તિ અને તાજગી અનુભવતું અને આપણે પણ જો નવકાર આરાધના રૂપ વાયર જોડવા પ્રયત્ન કરીએ તો નવકાર એ સાચો શાશ્વત પાવર હાઉસ છે તેવું અનુભવાય. Page #21 -------------------------------------------------------------------------- ________________ 98 પૂજ્યશ્રીને શ્રી નવકાર એ જાદુઈ દર્પણરૂપે અથવા T.V. સમાન હતો કે જેનાથી બની રહેલ ઘટનાનાં તેમને દર્શન થતાં. અમે ઘણી વાર એ અનુભવ્યું છે કે અમારી આરાધનાની ઉતાર – ચઢાવની રોજબરોજની ગતિવિધિનો શ્રી નવકારના T.V. દ્વારા દૂર બેઠાં પણ તેઓશ્રીને સ્પષ્ટ ખ્યાલ આવતો. શ્રી નવકાર એ ટેલિફોન છે. અમોએ એ અનુભવ્યું છે કે જ્યારે અમારો જાપ સમય – સંખ્યા સ્થાનની ચોકસાઈથી અખંડિત રીતે થતો ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના નવકાર મંદિરમાં તેની રીંગ-ઘંટડી પૂજ્ય ગુરુદેવશ્રીને સંભળાતી. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા 2 પૂ ગુરુદેવશ્રી કહેતા કે શ્રી નવકારના જાપની સંખ્યા એ જ મૂડી છે. આંખો મીંચીને શકય તેટલો વધુ સંખ્યાનો જાપનો સંચય કરો. જેથી આગળનાં દ્વાર સહેલાઈથી સહજ રીતે ખૂલે છે. પૂજ્ય ગુરુદેવશ્રી પોતે કોરી સ્લેટ જેવા નિર્મળ, બાળક સાથે હોય ત્યારે નિર્દોષ બાળક જેવા સાહજિક આનંદ રૂપ. પરંતુ એ જ બાળકને જેમ જમાનાનો પવન લાગતો થઈ જાય તેમ પૂજ્યશ્રીને તેનાં મુખ અને શરીર પર નિર્મળતા અને સાત્ત્વિકતા ઓછી થતી દેખાય અને પૂજ્યશ્રી પણ મર્યાદિત થઈ જાય. પોતાના માટે ખૂબ કઠોર એવા ગુરુદેવ બીજાનાં દુ:ખ જોઈ દ્રવી જતા અને આવનાર આત્માને આશ્વાસન સાથે શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ વિશિષ્ટ રીતે કરવા સૂચવતા. ભારતીય આર્યસંસ્કૃતિના પરમ ચાહક પૂજ્ય શ્રી પ્રાચીન પરંપરાને પરખવાની દૃષ્ટિવાળા હતા. અને તેથી જ સમયનો અભાવ હોવા છતાં પ્રાચીન હસ્તલિખિત પ્રતો કે પ્રાચીન ભંડારો કે પ્રાચીન કોઈ પણ સાહિત્ય મળતાં તેઓશ્રી બધું ભૂલી જઈને તેમાં ખોવાઈ જતા અને તેમાંથી નવનીત જેવો સાર તારવી લેતા. શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાના બળે રાજયોગ માર્ગના પ્રવાસીઓને(સાધકો)ને થતા જુદા-જુદા અનુભવો જેવા કે ષટ્ચક્રભેદન, કુંડળીનું ઉત્થાન, અનાહતનાદનો દિવ્ય રણકાર અને અજપાજપની અદ્ભુત ભૂમિકા પૂ શ્રીએ ખૂબ જ અલ્પ સમયમાં મેળવેલી. શ્રી નવકાર મહામંત્રની આરાધનાના બળે રાજયોગ માર્ગનાં, હઠયોગ માર્ગનાં, અને માંત્રિક માર્ગનાં અનેક રહસ્યો તેમજ શરીરનાં ભિન્ન-ભિન્ન શકિત કેંદ્રોનું ઊંડું જ્ઞાન તેમની પાસે હતું. તેઓશ્રી જ્યારે નમસ્કાર મહામંત્રની આરાધનાની રૂમમાં હોય ત્યારે ઘણી દિવ્યશક્તિઓનો તેમને સાક્ષાત્કાર થતો. તે સમયે જો કોઈ વાસક્ષેપ નંખાવવાને આવી જાય તો તે પુણ્યશાળી આરાધકને તેની દિવ્ય ઝણઝણાટી રોમેરોમમાં અનુભવાતી. અધ્યાત્મ માર્ગમાં સામાન્ય રીતે ગુરુ શિષ્યનું યોગક્ષેમ કરે. ગુરુને શરણે આવનાર, ગુરુ આજ્ઞાને સમર્પિત થનાર શિષ્યની જવાબદારી ગુરુના શિરે રહેતી. તે જ પ્રાચીન પરંપરાની અનુભૂતિ અહીં અનુભવવા મળતી. ગુરુના શરણે જતાં આહ્લાદિક, માનસિક, શાંતિનો સાહજિક અનુભવ થતો. તેમનાં દર્શન Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વકા ૧૫ થતાં જ, પાસે બેસતાં જ અસાર સળગતા સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિ બધું ભુલાઈ જતું. ભણેલા, એન્જિનિયર, ડૉકટર થયેલ વ્યકિતઓના ઉદ્દગારો હતા કે એમની પાસે જવાથી, બેસવાથી અમને સાહજિક શાંતિ અનુભવાય છે. આરાધનાના પગથાળેથી આગળ વિકાસ કરનાર આત્મા પહેલાં પોતે શાંતિ અનુભવે છે, અને પછી તેની નજીક આવનારને સાહજિક સુખ-શાંતિ મળે તેવી પ્રવૃત્તિ થાય. અને આ વસ્તુને ખૂબ આગળ વધારીએ તો તીર્થંકર પરમાત્માની પાસે ૫૦૦ ગાઉની આજુબાજુમાં લડાઈ – ઝઘડા, શોક – રોગ, દુકાળ - અતિવૃષ્ટિ કશું ન થાય, ન બને, તે અનુભૂતિથી સમજી શકાય. બાકી આવા અનુભવ વગર તીર્થંકર પરમાત્માની આવી વાતો ખાલી બુદ્ધિનો વિલાસ કે શ્રદ્ધાનો જ વિષય બની રહે. પ્રાચીન પરંપરા અનુસાર તેઓ શિષ્ય-આરાધકની અવારનવાર કસોટી પણ કરતા, જેનો સામી વ્યકિતને ખ્યાલ પણ ન આવે. દૂર જંગલમાં કે હિમાલય જેવા પર્વતની ગુફામાં દિવસોના દિવસો બેસીને કુદરત સાથે ઐકય સાધતાં જે આંતરિક શક્તિઓ ખીલે તેના કરતાં પણ વધારે શક્તિઓ પૂગુરુદેવશ્રીએ અહીં જ બધી જ જાતનો વ્યવહાર, જવાબદારી સાચવીને મહામંત્રની સાધના દ્વારા આત્મસાત્ કરી. એતલવારની ધાર પર ચાલવા જેવું કઠિન કામ ગણાય. આજુબાજુના લોકો ગમે તેમ સમજે છતાં ધ્યેયથી ચલિત થયા વગર સાધના-માર્ગની કેડીએ ખૂબ-ખૂબ આગળ વધ્યા. અને ભયંકર કસોટીઓમાંથી પાર ઊતર્યા. તે અન્યને આશ્ચર્યકારક છતાં શ્રી નવકારની આરાધના બળે જ પૂ. ગુરુદેવને સહજ સાધ્ય બનેલ. પૂ. ગુરુદેવશ્રીને શ્રી નવકારની કૃપાથી આરાધનાના સમયે આરાધકના શરીરના અંદરના ભાગો પણ દેખાતા. તેની નાડી વાત-કફ-પિત્તમાંથી શેના વિકારવાની છે, તેનો ખ્યાલ આવતો. સુષુષ્ણા નાડીની જાગ્રત અવસ્થામાં અન્યને વળગેલા દોષો સ્પષ્ટ રીતે જોઈ શકતા, અને તેને કેવી રીતે જલદી હઠાવી શકાય તે માટે શ્રી નવકારનો જાપાદિ આપતા. ઉચ્ચનો શનિ અને સ્વગૃહી ગુરુ લઈને જન્મેલા પૂગુરુદેવનું જીવન સાધનાના માર્ગે ખૂબ મુરુષાર્થવાળું હતું. સાધક-જીવનની ઉત્તરોત્તર જુદી જુદી ભૂમિકાઓ દ્વારા ખૂબ જ પુરુષાર્થ કરીને આરાધનાની સીડીઓ પસાર કરેલી. શ્રી નવકારનો આરાધક પોતે જે કાંઈ મેળવે છે તે બધું શ્રી નવકારની કૃપાથી મેળવ્યું છે, અને જે કાંઈ તૂટી રહે છે, તેમાં પોતાની આરાધનાની ખામી સમજે છે. આ પત્રમાળામાં ઘણા પ્રસંગે આ હકીકત સ્વાભાવિક રીતે ઊપસી આવે છે. પૂ. ગુરુદેવશ્રીના અહમ-મમ ભાવનું વિસર્જન આ પત્રમાળામાં ઊડીને આંખે વળગે છે. પૂ. ગુરુદેવ શ્રી નિશાળમાં નહીં ગયેલ, સામાન્ય અંગ્રેજી સમજી શકે, પણ બોલી “ન' શકે પણ શ્રી નવકારના ટી. વી. માં ભારે અંગ્રેજી શબ્દોના સંદેશા અર્થસભર ઝીલ્યા છે, તે અનુભવ્યું છે અને જોયું છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા યોગી મહાત્માઓ દૂર બેઠા બેઠા પણ સંસારની બદલાતી પરિસ્થિતિનો ખ્યાલ રાખતા હોય છે, એવું પૂજ્યશ્રી કહેતા. અમોએ પણ અનુભવ્યું છે, કે પૂ. ગુરુદેવ ખૂબ નિવૃત્ત લાગે ત્યારે ખૂબ અંદરથી પ્રવૃત્ત રહેતા અને બાહ્ય રીતે ખૂબ પ્રવૃત્ત લાગે ત્યારે અંદરથી નિવૃત્ત રહેતા. આવા મહાપુરુષોની આવી અવસ્થાને ઉપલક દષ્ટિથી ઓળખવા જતાં તેમને અન્યાય કરી બેસીએ. પૂજ્ય ગુરુદેવ માંદગીમાં સૂતેલા દેખાય, પણ અંદરથી શ્રી નવકારના તાર ઝણઝણતા હોય. શ્રી નવકારની સરગમ ચાલતી હોય. “પરમાત્મ-ભકિતમાં લીન હોય. દિવ્ય-દૈવી શક્તિ તેમનામાં સક્રિય થઈને ક્રિયાવિત થતી હોય અને જ્યારે બાહ્ય પ્રવૃત્તિની આસપાસ ખૂબ જાળાં ગૂંથાયેલા લાગે, કરોળિયાની જેમ જાળામાં ફફ્લાયેલ લાગે, ત્યારે અંદરથી બધાં બટનો બંધ હોય, જળકમળવત્ પોતાનાં કર્મોને સાહજિક રીતે પૂરા કરતા. આ હકીકત પૂ ગુરુદેવશ્રીએ પૂ. પં શ્રી ભદ્રંકર વિ. મ. જી. ને શ્રી મનુભાઈ દ્વારા કોપી કરાવીને મોકલેલ પત્ર ઉપરથી જણાય છે. એ પત્ર નીચે મુજબ છે. “આપશ્રીની પસાથે આ સેવકાણુ નકકર રીતે આત્મસાધનાની દિશામાં પગલાં ભરી રહ્યો છે, એ આપની મંગલ કૃપાને આભારી છું. પંચ પરમેષ્ઠીઓના શરણે વૃત્તિનું શમન વિશિષ્ટ રીતે થવા પામેલ છે. મોહમાયા કે વિકારો શ્રી નવકારના તેજ આગળ ઊભા રહી શકતા નથી. તેનો પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે. આંતરિક આત્મશાંતિના પગથાર પર દઢતાથી ટકી રહેવાનું બળ આપની વરકૃપાથી આ તુચ્છ સેવક - પામર જીવને પ્રાપ્ત થઈ રહ્યું છે. | ચિંતન – મનનનાં અનેક અદ્ભુત સત્યો સાક્ષાત અનુભવી જીવનને ધન્ય-કૃતાર્થ અનુભવી રહ્યો છું. સ્વકલ્યાણની નિષ્ઠાએ પર-કલ્યાણ સ્વત: થવા પામે છે. કરવાની વૃત્તિઓ હવે સમી ગઈ છે. પરમેષ્ઠીઓની આજ્ઞા એ જીવનના મહામંત્ર બની રહ્યો છે. કાંઈ ઈચ્છા જેવું હવે રહ્યું નથી. સંસારની ઘટમાળ દયિક ભાવજન્ય હર્ષ-શોક કે રાગદ્વેષ ઊપજાવી શકતી નથી. સંયમનો અપૂર્વ આનંદ - અનુત્તર વિમાનવાસીઓને પણ રાંકતુલ્ય ભાસે તેવી અજબ મસ્તીની ઝાંખી થવા પામી છે. તે પરમેષ્ઠીઓનો અને આપ જેવા ગુરુ ભગવંતોનો પુણ્યપ્રતાપ છે. નિરાસક્તભાવ - સ્થિતપ્રજ્ઞતા અને વૃત્તિગત ધીરતા હવે સુસ્પષ્ટ રીતે જીવનના પ્રત્યેક ચકમાં પરોવાઈ જતી અનુભવાય છે. બાહ્ય દષ્ટિએ કદાચ મારી આસપાસ અનેક પ્રવૃત્તિઓનાં જાળાં તાણાંવાણાંની માફક વળગેલાં કે વણાયેલાં દેખાય પણ અંદર ભેદજ્ઞાનની રેખાની ઉપરવટ વૃત્તિઓ જવા સાહસ નથી કરતી. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૭ પરમેષ્ઠીઓની વરદકુપા, અંતરમાં હુંકારપૂર્વક પ્રતિક્ષાગ અશુભ અધ્યવસાયોની ભૂમિકાથી ભાવોને પલટાવી રહેતી હોય તેવું અનુભવાય છે. આ બધું આપની નિકારણ કરુણા પ્રતાપ છે, આશીર્વાદ પાઠવવા કૃપા.” અમો અલ્પ બુદ્ધિના કારણે પૂજ્યશ્રીની ઘણી બધી વિશેષતાઓને સમજી શકેલ નહીં. અને ઓછાવત્તા અંશે એવી ઈચ્છા રહેતી કે પૂ. ગુરુદેવથી અમે ઇચ્છીએ તેવું કાંઈક કરે, પરંતુ તેઓ ઈચ્છે તેવું જ કરવું તેવી ભાવના મનમાં દઢ થઈ ન હતી. શિષ્યને ગુરુ પોતાની રીતે ચાલે તો ગમે, ગુરુની રીતે શિષ્યને ચાલવાની તૈયારી ન હોય તેવી હાલત હતી. છતાં પૂ. ગુરુદેવની એ જબરજસ્ત મેગ્નેટીક ફોર્સ ચુંબકીય શકિતથી આપોઆપ એમના તરફ ખેંચાઈ જવાતું. એ યાદ કરે કે તરત દોડી જવાનું મન થતું. પૂજ્યશ્રી પાસે ઉચ્ચ શિક્ષણવાળી વ્યકિતઓ વારંવાર આવતી. ખૂબ ઊંચો બુદ્ધિ આંક ધરાવતી વ્યકિતઓ પણ પૂજ્યશ્રીના સંસર્ગમાં આવ્યા પછી પૂ. ગુરુદેવશ્રીની આગળ બેસતાં પોતાની બુદ્ધિની બારીઓ આપોઆપ બંધ થઈ જતી એવું અનુભવતા કારણ કે ત્યાં આત્મિક વાત્સલ્યભાવની સતત પ્રતીતિ થતી. મોસાળમાં ગયા હોઈએ, મનભાવતી વાનગી બની હોય પીરસનારી પણ માતા હોય, છતાં રસોડામાં બનતી મનભાવન વાનગીની સોડમથી જ માત્ર સંતોષ માનવો પડે અને તે વાનગીઓનો આસ્વાદ ન લઈ શકીએ તેવી દશા અમારી હતી. કારણ કે નવકાર સંબંધી અનેક આશ્ચર્યજનક હકીકતોનું પાન કરાવવા પૂ. ગુરુદેવ શ્રી તત્પર હતા, પણ પ્રમાદ, આચારોમાં ઢીલાશ અને અણસમજના કારણે માત્ર તેમની નિકટતાનો આનંદ અનુભવ્યો પણ એ આરાધનાની આનંદગંગામાં અમો સ્નાન ન કરી શકયા એનો વસવસો અત્યારે અનુભવાય છે. આજે કબીર / રહીમના દોહાનો અર્થ સમજાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગું પાય; બલિહારી ગુરુદેવ કી, જીસને ગોવિંદ દિયો બતાય. પોતાના યા પોતાના ગુરુભગવંતોના નામની માળા ગણવાની ના પાડતા. આરાધક તરીકે વ્યક્તિરાગથી ખેંચાયા છતાં પણ વ્યકિતરાગ દૂર કરી તત્વ જોડે અનુસંધાન કરાવવાનો પ્રયત્ન કરતા. પોતાની કે પોતાના ગુરુના નામની કંઠી પહેરાવવાનો કયારેય આગ્રહ ન કર્યો, બલ્ક તેનાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો. કિશોર અને યુવા અવસ્થામાં પોતાના મિત્રને કહેતાં ખચકાય તેવી શારીરિક માનસિક બધી જ વાતો આપોઆપ પૂ. ગુરુદેવશ્રી આગળ કહી દેવાતી, માતા - પિતા - ભાઈ - બહેન – મિત્ર બધાને જે કાંઈ કહી શકાય તેના કરતાં વિશેષ એક જ વ્યકિત સમર્થ ગુરુનાં ચરણોમાં બેસીને કહેવાતી, કારણ કે યોગક્ષેમ કરનાર ગુરુ શરીર, મન તથા વ્યવહારથી માંડીને આધ્યાત્મિક, આત્મિક ઉન્નતિના ભાવીના કલ્યાણને નજરમાં રાખીને વાત્સલ્યપૂર્ણ દિશા સંકેત કરતા. પૂ. ગુરુદેવશ્રીના માર્ગદર્શન પ્રમાણે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચાલવામાં અમો ઘણા ઊણા હતા. જેનું તેમને પારાવાર દુ:ખ હોવા છતાં પણ એકધારી સતત કરુણા જ વરસાવી. અંતરમાં એવી અખૂટ શ્રદ્ધા છે કે પૂ ગુરુદેવશ્રીએ બતાવેલ માર્ગ ઉપર ચાલવાથી આત્મિક સુખ-શાંતિનો અનુભવ સાહજિક રીતે થશે, અને કયારેક તો તેમની દિવ્યકૃપાના બળે તે અનુભવાશે. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા જીવનમાં સદ્ગુરુનું જે મહત્ત્વ છે તેની કિંમત કયારેય આંકી શકાય તેમ નથી. દીવો લઈને શોધવા જઈએ અને અનેક ઘર ભટકયા પછી સાચું અને સારું ઘર મળે ત્યારે તેની કિંમત સમજાય, તેના બદલે વગર પ્રયત્ને સીધે સીધું જ અમૃત મળ્યું અને તેની કિંમત આજે અત્યારે જેટલી અને જે સમજાય છે તેવી અને તેટલી પહેલાં કયારેય સમાઈ ન હતી. પૂ ગુરુદેવશ્રીને શ્રી નવકારની વિશિષ્ટ આરાધના-બળે ખૂબ દૈવી અનુભૂતિઓ થઈ. શરૂઆતની ભૂમિકામાં વ્યંતર નિકાય, ભવનપતિના દેવો તેમની પાસે ખેંચાઈને આવ્યા અને તેઓની સાથે પ્રત્યક્ષ વાતચીત, સંદેશા વ્યવહાર થતા. જેમ જેમ જાપની સંખ્યા વધતી ગઈ તેમ તેમ શ્રી નવકારનું દિવ્ય આત્મિક તેજ વધવા માંડ્યું અને ઊંચા દેવલોકના દેવો ખેંચાઈને આવતા. જેમાં પાછળથી મુખ્યત્વે કરીને આગમોદ્ધારકશ્રી, ગચ્છાધિપતિ શ્રી માણિકય સા૰ મ, ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ૰ સા, પં શ્રી ભદ્રંકરવિજય મ૰ સા નાં અવારનવાર તેમનાં ધ્યાનસ્થ અવસ્થામાં મૂળ સાધુરૂપ દર્શન થયાં. પૂજ્યશ્રી કહેતા કે એક તબકકો એવો આવશે કે શ્રી નવકારના પ્રભાવના કારણે દેવસૃષ્ટિ તરફથી પ્રાપ્ત થતી પ્રેરણાઓ પણ આવવી લગભગ બંધ થઈ જશે. પૂ ગુરુદેવશ્રી રાત્રે શ્રી નવકારની નિયમિત આરાધના કરતા અને આવા જ્યારે જુદા જુદા અનુભવો થાય ત્યારે તેની નોંધ લખી લેતા, જેની આશરે ૩૦ - ૪૦ કરતાં પણ વધુ નોટબુકો હશે જે ગુપ્ત રાખતા. દેવ-દેવી સંબંધી પૂજ્યશ્રી એવું પણ કહેતા કે “દેવો કયારેક પોતાની અધૂરી ઇચ્છાઓ બીજાના માધ્યમે પૂરી કરવા ય આવતા હોય છે” જેથી પૂજ્યશ્રી આવા અનુભવોની ઘટમાળમાં જ્ઞાતા-દૃષ્ટાભાવે સ્થિર રહેતા. તેમની આસપાસના નિકટના શ્રાવકો તથા સાધુ ભગવંતોને આવી ઘટનાની થોડી ઝલકો જાણવા મળેલી છે. ન જોયેલી વ્યકિતનું આબેહુબ વર્ણન કરતા અને તેના શબ્દો સંદેશા વિભિન્ન વ્યકિતને મળતા. શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાના બળે જાતજાતની સ્ફુરણાઓ થતી. રાત્રે શાસ્ત્રપાઠો ફિલ્મની સ્લાઈડોની જેમ દેખાતા. તેનાં રહસ્ય ખૂલતાં. અન્યલિંગી, હિમાલય ગિરનારમાં બેઠેલા સાધુઓ - યોગીઓ તેમની આરાધનાના બળે ખેંચાઈને તેમની પાસે આવતા. અને તેમના સાધનાના માર્ગમાં વધારે જોમ મળે, શક્તિ મળે તેવી વાતો, નવાં રહસ્યોની ચર્ચાઓ થતી. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્પર્યાદ્રિકા ૨૯ પૂ. ગુરુદેવશ્રીને શ્રી નવકારની આરાધનાના બળે અનેક દેવ-દેવીઓ કે ઋષિમુનિઓનાં પ્રત્યક્ષ દર્શન થતાં પરંતુ પૂજ્યશ્રી તેની ક્યારેય જાહેરાત ન કરતા, અથવા તો તેનાથી પોતાનું ગૌરવ ન દેખાડતા. આટઆટલા દિવ્ય અનુભવો છતાં બીજાને હીન ન માનતા અને તેના ગુણોનું દર્શન ખૂબ ઝીણવટપૂર્વક વિસ્તારથી કરતા... પૂગુરુદેવશ્રીના અનુભવો ખૂબ શાસ્ત્ર સાપેક્ષ હતા, કારણ કે દિન-પ્રતિદિન તેમનો શાસ્ત્રરાગ વધતો જતો હતો. અને પરમાત્માની આજ્ઞાનું બંધન તેમના માટે બંધનરૂપ નહીં, પણ જીવનરૂપ લાગતું. કયારેક એ જોયું છે કે અન્ય કોઈ વ્યક્તિ પોતાની આરાધનાની – સાધનાની ખૂબ વાતો કરે તો તેઓ સાંભળતા, પોતાને લેવા જેટલો સારગ્રહણ કરતા, પરંતુ હું કાંઈક છું તેવું બતાડવા પણ પોતાના સ્વાનુભવો કહેવાથી તો સદા દૂર જ રહેતા ત્યારે ઘણું આશ્ચર્ય થતું. તેમના જીવનની ઘટનામાં બાહ્ય ચમત્કારોના ઘણા પ્રસંગો પણ બન્યા છે. તેમાંથી થોડા જ પ્રસંગ અત્રે લીધેલ છે. પૂ શ્રી નવકારની આરાધનાથી તેમની વર્ષો જૂની લાંબી માંદગી કાયમ માટે ગઈ. % સં. ૨૦૧૧ કાનપુરના ચોમાસામાં સરસ્વતી દેવીનાં સાક્ષાત્ દર્શન થયાં. અપૂર્વ શાંતિની અનુભૂતિ થઈ. શાહપુરના ખાડાના ઉપાશ્રયે પગનું ફેકચર થયેલ. હાડવૈધે મહિના સુધી સંપૂર્ણ બેડરેસ્ટ (આરામ) જણાવેલ પરંતુ રાત્રે એક દેવકુમારે આવી તેમના પગ પર હાથ ફેરવ્યો અને ઊભા કરીને ચલાવ્યા. શ્રી જંબુદ્વીપની પ્રતિષ્ઠા વખતે પણ પગના હાડકામાં કેક – તિરાડ પડી અને પગને કો'કના હાથ અડે ને મુખમાંથી સિસકારા નીકળે એટલી વેદના થતી અને રાત્રે મોટા ભાગનું દર્દ શ્રી નવકારના પ્રભાવે દિવ્યકૃપાએ ચાલ્યું ગયું. % નવા વાડજ હાર્ટ એટેકના પ્રસંગે ૭૨ કલાક ખૂબ ભારે જણાવેલ અને ડૉકટરોએ હાલવા - ચાલવાની મનાઈ કરેલ તે પ્રસંગે પણ રાત્રે નવકારના જાપથી સવારે ઊઠીને પ્રભુનાં દર્શન કરવા ગયેલ. ૬ હાર્ટ એટેકના હુમલાઓ પછી પણ શ્રી ગિરનાર અને શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા, વર્ષીતપમાં પણ સામાન્ય વ્યકિત કરી શકે તેમ પગે ચાલીને કરી. આ બધા પ્રસંગોએ ચકિત બની ડૉકટરો પણ મોંમાં આંગળાં નાંખી જતા. ક કોઈ વ્યકિતને સ્કુટરનું મોટરનું મશીન જોયા વગર તેના વિશે સાહિત્ય વાંચવા મળે તો તેના મગજમાં બોધ થાય. પણ બ્રેક દબાવવાથી કયા વાયર ખેંચાયા અને એ ક્યાં જઈને અસર કરે યા ગીયરબોક્ષ કેવી રીતે કામ કરે તે પ્રત્યક્ષ અનુભવના અભાવે બીજા સમક્ષ દઢતાપૂર્વક રજૂઆત કરી સમજાવી ન શકે. શ્રી નવકારની કૃપાથી પૂ. ગુરુદેવશ્રીને જંબૂદ્વીપની રચનાનાં સ્પષ્ટ દર્શન બે વાર થયાં, Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી સમસ્કાર મહામંત્ર તત્ત્વ જેના પરિણામે ભૂગોળ – ખગોળના અટપટા શાસ્ત્રીય ગણિતને સાહજિકતાથી ઉકેલી શકયા – સમજી શકયા અને રજૂ કરી શકયા. શાસ્ત્ર વચન એટલે સત્ય વચન. કયાંય અસત્યનો છાંટો નહીં, તેવો અંદરથી હુંકારભર્યો અવાજ આવા પ્રકારની દિવ્ય અનુભૂતિ વગર ન આવે, અર્થાત્ આખી દુનિયા - વ્યાવહારિક જગત ભલે ગાંડામાં ખપાવે તો પણ મારા પરમાત્માનાં વચન એટલે વચન, અનુભૂતિ સિવાય આવો ભાવ કયારે આવે ? પક પૂ. ગુરુદેવશ્રીએ નારકીનાં દર્શન – દેવલોકનાં દર્શન તથા મહાવિદેહ ક્ષેત્રનાં દર્શન પણ કર્યા છે, જેના પ્રસંગો ખૂબ જ ટૂંકાણમાં આ પત્રમાળામાં પૂજ્યશ્રીએ લખેલ છે. પૂજ્યશ્રીએ જણાવેલ કે નારકીના દર્શન બાદ દિવસો સુધી ઉદાસીનતા રહેલી – ગોચરી વાપરવાનું પણ મન ન થતું. સં૨૦૧રના પોષ દશમીએ હસ્તિનાપુર તીર્થે ૨૪મા દીક્ષાવર્ષની સમાપ્તિ અને ર૫મા દીક્ષાવર્ષના આરંભે ત્રણ આયંબિલ કરી ૧૨૫૦ નવકારનો જાપ કર્યો અને પૂઆગમોદ્ધારક દેવશ્રીનાં પ્રથમ વિશિષ્ટ દર્શન થયાં. સં. ૨૦૧૩ શ્રી શંખેશ્વર તીર્થે માગસર વદ ૧૧ની રાત્રે આરાધનાની ૭ ભૂમિકાઓ દ્વારા ૧ કરોડ શ્રી નવકારના જાપનો આદેશ થયો. પર રાત્રે જાપ દરમ્યાન અવારનવાર આગમોદ્વારકશ્રીના સંદેશા મળતા અને કેટલીય વાર દર્શન થતાં. એ હકીકત છે કે પૂજ્ય શ્રી આગમ દ્વારકશ્રીએ સ્વર્ગમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીના સાધક જીવન પર નજર રાખી માર્ગદર્શન આપી તેમના જીવનને વળાંક આપ્યો. ૬ પૂ આગમોદ્વારકશ્રીનું જીવનચરિત્ર પૂ. ગુરુદેવશ્રીએ જે લખ્યું છે તે એક વિશિષ્ટ ઘટના છે. પૂ. ગુરુદેવશ્રી કહેતા કે પૂ. આગમોદ્ધારક શ્રી પોતે મને આ લખાવી રહ્યા છે. તે સમય દરમ્યાન દિવ્ય મહાપુરુષ સામે આવી બેસે અને પૂ. ગુરુદેવશ્રી જ્યાં બિરાજમાન હોય ત્યાં નોટ અને પેન આવે અને જ્યાં લખતા હોય ત્યાં દિવ્યતેજથી તેટલું દેખાય. [ આ પુસ્તકમાં પૂ આગમોદ્ધારક શ્રીની સાંસારિક સાતઆઠ પેઢીઓના વડીલોનાં નામ આપ્યાં છે. કેવા સંજોગોમાં પૂ. આગમોદ્વારકશ્રીનો જન્મ થયો. આ મહાપુરુષના જન્મ વખતે તેમનાં માતાપિતાને કેવા શુભ વિચારો – ભાવનાઓ પ્રગટી એ બધું વાંચતાં એમ જ લાગે કે આવી કોઈ દિવ્ય ઘટના સિવાય આ કશું શકય નથી. 9 પૂ આગમોદ્ધારકશ્રીએ પણ એટલે સુધી જ લખાવ્યું છે કે, જેટલું તેમનું જીવન જાહેરમાં ન હતું. પાછળના ઉત્તમ સંયમી જીવન અંગે કંઈ પણ ન લખાવ્યું, કારણ કે તે જાહેર હતું. એવું પણ સાંભળ્યું છે કે પૂ ગુરુદેવશ્રી અમુક સમયે અમુક પશુ-પંખીની ભાષાઓ પણ સમજી શક્તા. Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્તયંકિઠા પૂ॰ ગુરુદેવશ્રી ગમે તેટલાં કાર્યમાં કે ગમે તેટલી કટોકટીભરી પરિસ્થિતિમાં શ્રી નવકારની આરાધના કરવા બેસે અને ૧-૨-૩ નવકાર ગણતાં જ બહારના વ્યવહારનાં કનેકશનો કટ થઈ જતાંની સાથે શ્રી નવકારનાં દિવ્ય કનેકશનમાં જોઈન્ટ થઈ જાય અને શ્રી નવકારનો એક એક અક્ષર એક એક ફૂટ કરતાં મોટો દેખાય. 27 પૂ. ગુરુદેવશ્રીને ૨૦૧૩-૧૪માં શ્રી નવકારની આરાધનામાં દિવ્ય અનુભવો થયા. અનેક પ્રકારની જાત જાતની સ્ફુરણાઓ થઈ. ચિત્રપટો બનાવ્યા, શ્રી નવકાર મહામંત્રના મહાપૂજન - બૃહદ્ - મધ્યમ અને લઘુ એમ ત્રણ જાતનાં સ્પષ્ટ થયા. તેમાં જાપ પછી શ્રી નવકારનાં પદો, શાસ્રપાઠોની સાથે રાત્રે ધ્યાન વખતે સિનેમાની સ્લાઈડોની જેમ આવતા. પૂ ગુરુદેવશ્રીએ પાલીતાણામાં આગમમંદિરના પાછળના ભાગમાં જંબુદ્રીપમાં આગળના દ્વાર પાસે ત્રણ દિવસનું શ્રી નવકારનું પૂજન તેઓશ્રીએ એકલું ભણાવેલ અને તે વખતે મંત્રોચ્ચારો જે ઝડપથી શુદ્ધ ઉચ્ચારેલ તથા જુદી જુદી જાતની જે મુદ્રાઓ થતી તે ફરીથી જોવી દુર્લભ છે. કયા મંત્રાક્ષરથી શું અસર થાય તેની સાથે કઈ મુદ્રા હોવી જોઈએ; તેનું તેમને ખૂબ ઊંડું જ્ઞાન હતું. જુદા જુદા અઘરા મંત્રાક્ષરો ખૂબ શુદ્ધ રીતે સ્પષ્ટ અને ખૂબ ઝડપથી બોલતાં સાંભળવા એ આજે સ્વપ્નવત્ લાગે છે. તે યાદ કરતાં આજે ખૂબ આનંદની લહેરો ઊઠે છે. તે પૂજન દરમ્યાન પૂ. ગુરુદેવશ્રીએ એકાંતમાં કહેલ કે પૂજન દરમ્યાન ઘણા દેવદેવીઓ પધાર્યાં હતાં, અને તેમને આવકારવા અને વિદાય આપવા વિશિષ્ટ પ્રયોજનોની જરૂર રહે છે. પૂ॰ ગુરુદેવશ્રી ઘણી વાર શ્રી શેરીસા તીર્થમાં જાપ કરવા રોકાતા અને ત્યાં નીચે ભોંયરામાં શ્રી લોઢણ (ડોલણ) પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ ‘જાપ' માટે બેસતા. તેઓ કહેતા કે, પ્રભુજી સાક્ષાત્ બેઠા છે. ત્યાં તેમને થયેલી દિવ્ય ઘટનાની નોંધ તેમણે લખેલી છે. જાણે કે તેમણે પરમાત્માની વાણી સાંભળી હોય. ૐ ચાણસ્માના ‘‘ભટેવા'' પાર્શ્વનાથ દાદાનો ઇતિહાસ - ઘટનાઓ – પ્રદક્ષિણામાં ફોટા ચિત્રો રૂપે દર્શાવેલ છે અને તેના ગ્રંથ પણ બહાર પાડેલ છે. અહીં પણ શ્રી નવકારની પૂજ્યશ્રી પરની કૃપાના દર્શન થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી વ્યાખ્યાનની પાટ ઉપર બેસતા. કાર્યવ્યસ્તતાના કારણે શેના વિષે શું બોલવાનું છે તેનો વિચાર પણ કરી શકતા નહિ પણ ૩ નવકાર ગણે અને વિષયને અનુરૂપ પ્રવાહ શરૂ થતો. ૐ શ્રી નવકારની આરાધનાના બળે પૂ ગુરુદેવશ્રીને કેટલીક ઘટનાઓનો અગાઉથી અણસાર આવતો. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ દાદાની મૂર્તિનાં દર્શન થયાં. અને ત્યાં ખૂબ જહેમત ઉઠાવીને બાવા પાસેથી પ્રભુ મેળવ્યા. અંતે તીર્થમાં પરમાત્માની પ્રાણપ્રતિષ્ઠા સમયે પોતાની યૌગિક શકિતઓ વડે તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરી અને તીર્થને જાગતું કર્યું પણ કયાંય પોતાના નામની ‘કામના’ રાખી નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસ્કાર મહામંત્ર તથંદ્રિકા ૬ પૂ. ગુરુદેવશ્રીએ જુદા જુદા ઘણા વિષયોનાં પુસ્તકો વાંચ્યાં. સાથે અંગ્રેજી ભાષામાં લખાયેલાં ઘણાં પુસ્તકો વાંચ્યાં છે. અને કયારેક તેમને પૂછતા, સાહેબ! આ બધું આપ કયારે વાંચો છો ? કેવી રીતે યાદ રહે છે ? ત્યારે પૂ. ગુરુદેવશ્રી કહેતા, શ્રી નવકારના ધ્યાનના બળે મારે જરૂરી “અર્ક' જ વાંચવાનો, તે તુરત જડે છે અને તે શ્રી નવકારની કૃપાથી યથાયોગ્ય સમયે યાદ પણ આવી જાય છે. પૂજ્યશ્રીની શક્તિ સારભૂત વસ્તુ ઉપર કેન્દ્રિત થતી, ને ઊંડાણ પણ પૂરેપૂરું સમજાઈ ૬ પોતાના જીવનની શરૂઆતમાં વાંચેલ વૈદિક શાસ્ત્રની ઋચાઓ, મંત્રો, તેમને એવા યાદ હતા કે, એક વખત પાટણથી “ચારૂપ' જતાં રસ્તામાં એક શિવમંદિરમાં વિશ્રામ અર્થે રોકાયા ત્યારે ત્યાંના ભૂદેવો વૈદિક શાસ્ત્રની ક્રિયાઓમાં ઉચ્ચારણોમાં કયાંક કયાંક ભૂલ કરતા હતા. તે વખતે પૂ. ગુરુદેવે તેમનું ધ્યાન દોર્યું કે, ભૂદેવ ! આમ નહિ પણ આમ બોલાય! અને ભૂદેવો આશ્ચર્યચકિત થઈ ગયા કે “જૈન સાધુને વૈદિક શાસ્ત્રની ઋચાઓની આવી જાણકારી !!” પૂગુરુદેવશ્રી ચોમાસાની શરૂઆતમાં શ્રી નવકારની આરાધનાની રૂમની વિધિ સહ સ્થાપના કરતા. શ્રી નવકારના જુદા જુદા પટો અને પરમાત્માના ફોટા રાખતા અને ત્યાં નિયમિત રાત્રે જાપ કરતા અને વિશિષ્ટ દિવસોમાં ફક્ત બાહ્ય શિષ્ટાચાર માટે વ્યાખ્યાન, ગોચરી પૂરતા બહાર આવી એકાંતમાં મૌન સાથે જાપ કરતા. સર્વ વ્યવહારો તેમના તે સમય પૂરતા બંધ રહેતા. શેષકાળ દરમ્યાન પણ વિશિષ્ટ દિવસોની અપૂર્વ સાધના ખૂબ યાદગાર રીતે કરતા, તેમાં તેમની દીક્ષા તિથિ પોષ દશમીની ઉજવણી ખૂબ અદ્ભુત અનેરી રહેતી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના કોઈ પણ તીર્થમાં બેસીને આરાધના કરતા, જેના બળે તેમના ચારિત્ર મોહનીય કર્મો ક્ષય પામે. પ્રભુજી સમક્ષ “મનમંદિરમેં આયે, જિણંદ રાય” વગેરે સ્તવન મન ભરીને કલાકો સુધી ઘૂંટી ઘૂંટીને રટન કરતા, જેનો ગુંજારવ આજે પણ કાનમાં યાદ આવતાં આનંદ આવે છે પરંતુ પૂજ્યશ્રી દીક્ષા તિથિના જાહેર આયોજનોથી મુકત રહેતા. પક પૂ. ગુરુદેવશ્રી સંપૂર્ણ શ્રી નવકાર બોલવાની ચોક્કસ પદ્ધતિ બતાવતા અને તેઓ વ્યાખ્યાનની પાટ ઉપર પણ તે જ પદ્ધતિથી શ્રી નવકાર બોલતા - બોલાવતા. જેમ શ્રી નવકારના અક્ષરો લખવા માટે હતું, તેમ શ્રી નવકાર ઉચ્ચારવાની પદ્ધતિમાં હતું. " પૂજ્યશ્રીનું એક આગવું લક્ષણ હતું કે, કોઈ પણ પત્ર લખાણમાં શ્રીનવકારનું પ્રતીક રહેતું અને વર્ણયોગના માધ્યમે શ્રી નવકારનો જાપ કરવા માટે મંગલજ્યોત જેમાં (૧૦૮ નવકાર જુદા જુદા રંગમાં આખા છપાવેલ)ની નાની પુસ્તિકા શ્રીસંઘ સમક્ષ રજૂ કરી. શ્રી નવકારના ચિત્રપટ સમક્ષ આંખ જાય અને ખ્યાલ આવે કે આ નવકારનો પટ પૂ. ગુરુદેવશ્રીનો છે ! કારણ કે તેઓ પૂર્ણવિરામ, અલ્પવિરામ આદિમાં પોતાની રીતે ખૂબ ચોક્કસ રહેતા, તેમાં તસુભાર ફેરફાર રહેવા પામતો નહીં. એટલું જ નહીં, તેવો જ અણીશુદ્ધ લખવા માટેની પ્રેકિટસ પડે તે માટે શ્રીનવકાર લખવાની આરાધકોને વિધિ આપતા. Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસ્કાર મહામંત્ર તત્વયં પૂ. ગુરુદેવશ્રી ફરમાવતા કે જ્ઞાનગુરુની નિશ્રા, સમય, સ્થાન, સંખ્યાની ચોકકસાઈપૂર્વક વર્ણયોગના માધ્યમે થતો શ્રી નવકારનો જાપ અને તેના સહાયક પરિબળરૂપે પોઝિટિવ ફોર્સ = સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, ગુરુવંદન, પ્રતિક્રમણ આદિ અને નેગેટિવ ફોર્સ = રાત્રિભોજન - અભક્ષ્ય આદિ ત્યાગ, લોકસંપર્ક ત્યાગ, આદિના બળે શ્રી નવકાર દ્વારા આત્માની અનુભૂતિ થોડા જ સમયમાં અવશ્ય થાય – થાય ને થાય જ. છ બિનરારતી શરણાગતિભાવ અને જ્ઞાની ગુરની નિશ્રા ઉપર ભાર મુકાયાવગર થતી ક્રિયા ઈચ્છિત પરિણામ નથી લાવતી પણ કયારેક વિકૃતિ પણ લાવે છે. પૂજ્ય ગુરુદેવશ્રી જણાવતા કે બંધારણ પ્રમાણે ઉપર જણાવેલ જ્ઞાની ગુરુની નિશ્રા આદિ) થતો જાપ, આપોઆપ આરાધકની કક્ષા ઊંચે લેતો જાય છે. અને ધ્યાનની ભૂમિકાએ સહજ રીતે પહોંચી જાય છે. ધ્યાન શિબિરોમાં પ્રાથમિક શરૂઆતના સમયમાં આનંદ લાગે પણ તે ભૂમિકા લાંબો સમય સ્થિર રહી શકતી નથી. અને કયારેક વ્યકિત જિનપૂજા, પચ્ચકખાણ, પ્રતિક્રમણાદિ રાજમાર્ગની ક્રિયાઓને ગૌણ ગણીને ધ્યાન કરતો કયાંક દુર્બાનમાં અટવાય છે. આ પૂજ્ય ગુરૂદેવશ્રીના સ્વાનુભવની વાત હતી કે પરંપરાથી ચાલતી પ્રાણવંત વસ્તુઓને પકડવાથી જ “મુક્તિ” જલદી મળે. પ્રાચીન પરંપરાના દઢ આગ્રહી પૂ. ગુરુદેવશ્રી આ પડતા પંચમકાળમાં જ્યાં સુધી યુગપ્રધાન પ્રગટ ન થાય ત્યાં સુધી મૂળ માર્ગને ખૂબ વફાદાર રહેવાની જરૂર છે એવું જણાવતા. પૂજ્યશ્રીને ૫૦ પૂ. હરિભદ્રસૂરિજી મ. ના શાસ્ત્રગ્રંથોનાં વાંચનની પ્રેરણા મળી. અને પછી પૂજ્યશ્રી તો તેઓશ્રીના ગ્રંથોમાં એવા લીન થઈ ગયા કે પોતાના જીવનકાળ દરમ્યાન એ ગ્રંથોનું વાંચન મુખ્ય રહ્યું. ક્ર પૂ. ગુરુદેવશ્રી પાછળથી શ્રી “ચારૂપ” તીર્થમાં આરાધના અર્થે રોકાયા. ત્યાં પણ તેમને ખૂબ દિવ્ય અનુભવો થયા. અને પૂર હરિભદ્રસૂરિ મ.ના સાહિત્યના સ્વાધ્યાયમાં ખોવાઈ ગયા. પૂ. ગુરુદેવશ્રી કહેતા કે શ્રી નવકારમાંથી જ અન્ય મંત્રોની ઉત્પત્તિ થઈ છે. “ગાયત્રી મંત્ર” (બુદ્ધિનો મંત્ર) તે પણ શ્રી નવકારમાંથી ઉત્પન્ન થયેલ છે. “નવકાર તો હૃદય અને આત્માનો મંત્ર છે.” તેથી જે કાંઈ ગાયત્રીને લાગુ પડે તે સર્વે નવકારને પણ લાગુ પડે. પૂજ્યશ્રી ફરમાવતા કે, બાહ્ય સંપર્કો ઓછા કરો એટલે અંદરના વિશાળ દરવાજા ખૂલે અને આત્માની મસ્તી અનુભવી શકાય. બાહ્ય સંપર્કો જેટલા વધારે એટલો અંતરજગતમાં પ્રવેશ વિકટ. પૂ. ગુરુદેવશ્રીનું નૂતન આ. શ્રી અશોકસાટ સૂર મઠ શ્રીએ તત્ત્વ-ચિંતન-મનનથી પ્રેરિત “જય શ્રી નવકાર' પુસ્તક રૂપે બે વર્ષ પૂર્વે પ્રકાશિત કરેલ છે. તેમાં ભેદજ્ઞાન, વ્યવહાર નય - નિશ્ચય નયની ભેદરેખા વગેરે શાસ્ત્રીય પદ્ધતિથી ખૂબ સુંદર રીતે વર્ણવ્યા છે. તે આરાધક આત્માઓને વાંચવા માટે ભલામણ છે. : Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા બાળસાધુ જો અંતરથી ગુરુદેવને પૂર્ણ સમર્પિત થાય અને ગુરુજી પણ રાગ-દ્વેષ રહિત એ શિષ્યનું ઘડતર કરે તો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિનું સર્જન થઈ શકે. 28 પૂજ્યશ્રી પાસે કોઈ પણ આબાલ- વૃદ્ધ, ખૂબ સહજતાથી મળી શકતા. તેમને મળવા માટે કોઈ વચ્ચેની વ્યકિતનો સંપર્ક કરવાની જરૂર રહેતી નહીં. તેમની પાસે ગરીબ તવંગરનો ભેદ ‘ન’ હતો. અને સામાન્ય માણસ તરફ તેમને ખૂબ સાહજિક લાગણી રહેતી. આગમ વાચના પૂ. ગુરુદેવશ્રીના નિકટવર્તી સાધુઓ એવું કહે છે કે, પૂજ્ય ગુરુદેવશ્રી વ્યાખ્યાન વાંચતા થાકે, પણ આગમવાચના આપતા ‘ન’ થાકે. ખૂબ ભારે વિષય હોવા છતાં પણ ખૂબ સાહજિકતાથી વિષય સરળ કરીને વાચના આપે. - પૂજ્ય ગુરુદેવશ્રી ખાસ કરીને ‘આગમ-વાચના’ વાંચવાનું વધુ પસંદ કરતા અને તે એટલા માટે કે “આગમ વાચના” થી પરમાત્માની આજ્ઞા શું છે ? પોતે કયાં છે ? તેનું પણ નિરીક્ષણ ખૂબ સાહિજક રીતે થઈ જતું. તેઓશ્રી માનતા કે વીતરાગની પાટ, વાણી, વિલાસ કે મનોરંજન માટે નથી. પૂજ્ય ગુરુદેવે જબરજસ્ત સ્વપુરુષાર્થ અને ગુરુકૃપાથી શ્રી નવકારની જે ઉચ્ચ ધ્યાનની ભૂમિકા મેળવી તે વગર મહેનતે પાત્રતા વગર મેળવી શકાય તેવી ‘ન' હતી. પૂજય ગુરુદેવશ્રીની અમાપ શક્તિઓ કોઈને પણ ‘ન’ મળી, શ્રી પરમાત્માની વાણી વરસાવવામાં કયારેય પણ પાછી પાની ‘ન' કરી, કલાકોના કલાકો સુધી પરમાત્માની વાણીરૂપ આગમ-વાચનાનો ધોધ વરસાવ્યો. કોણ કેટલું ઝીલે છે ? તે જોવાનો પ્રયત્ન કયારેય ન કર્યો, પણ પોતાનાં ‘કર્મોની નિર્જરા’” થઈ રહી છે એ વાતને લક્ષમાં રાખીને ‘હાર્ટ’ ઉપર અસર થાય તો તેની પણ પરવા કર્યા વિના વરસાવે જ ગયા. પૂજ્યશ્રી જણાવતા કે આગમોમાં જુદા જુદા શબ્દોનો કયાં કેમ ઉપયોગ થયો છે તેનું રહસ્ય એ ગુરુકૃપા રૂપી માસ્ટર કી વગર ખૂલે નહીં. એક જગ્યાએ સાધુ શબ્દનો ઉપયોગ હોય, બીજે મુનિ હોય તો અન્ય સ્થળે “શ્રમણ’” શબ્દ હોય આમ કેમ ? જ્યારે ગુરુકૃપાએ આ રહસ્યનો આસ્વાદ માણવા મળે ત્યારે બુદ્ઘિની કસરત ખુબ વામણી લાગે. પૂજ્ય ગુરુદેવશ્રીની ‘આગમ-વાચના’ સાંભળવા માટે સર્વ સમુદાયના પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો આવતા અને કાંઈક નવું જાણ્યું હોવાનો આનંદ લઈને જતા. આ હકીકત અન્ય સમુદાયનાં સાધુ-સાધ્વી ભગવંતોનાં મુખેથી સાંભળેલી છે. પ. પૂ આ શ્રી વિજય રામચન્દ્રસૂરી મહારાજા પણ પૂ॰ ગુરુદેવ પ્રતિ હૈયાથી લાગણી – આદર સન્માન ધરાવતા. તેઓશ્રી ‘પાટણ’ હતા ત્યારે બંને એકબીજાને ‘પાટણ’ મળ્યા હતા ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ તેઓશ્રીના આગ્રહથી તેમની નિશ્રામાં આગમવાંચના આદિ કરેલ. Page #32 -------------------------------------------------------------------------- ________________ - 8 નમસ્કાર મહામંત્ર તત્વયંડિયા ૫ પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા કે મને પૂજ્ય મહારાજશ્રી-થી વધારે વિશેષણો ન લખવાં. કારણ કે તેને લાયક હું નથી, તમે મને મહાન ગણો તે તમારી ભક્તિનો વિષય છે. મારી આરાધના ડહોળાઈ ન જાય , તેથી તે વિશેષણો ન” લખવાં. એથી બીજા દ્વારા લખાતા પત્રમાં પોતાની જાતનાં વિશેષણો વાંચતા જ નહિ. મુમુક્ષોને પત્ર લખતાં પોતાની ત્રુટિઓનો સાહજિક ઉલ્લેખ કરતા.“એવી અદ્ભુત હતી સ્વ-દોષ દર્શનમાં તત્પરતા.” પૂજ્ય ગુરુદેવશ્રીની ગુણાનુરાગ દષ્ટિ ગચ્છ સમુદાયથી પર હતી. પાલનપુરમાં આચાર્ય પૂ. ભુવનભાનુસૂરી મા એ ચોમાસું કર્યું ત્યારે ડૉ. જીતુભાઈને પત્ર લખીને જણાવ્યું કે, “તમારે ઘેર બેઠાં ગંગા આવી છે.” લેવાય તેટલો લાભ લેશો. પ્રાય: દરેક વિષયમાં વિશાળ તથા ઊંડું જ્ઞાન હતું. વ્યાકરણ – સાહિત્ય – ન્યાય, સંગીત – ઇતિહાસ - ભૂગોળ – ખગોળ તો ખરું જ. આયુર્વેદ - શિલ્પ વગેરે. તેમજ અન્ય દર્શનનું ખૂબ ઊંડું વાંચન કર્યું હતું. તેમાં વૈદિક, બાઈબલ, કુરાન, બૌદ્ધ શાસ્ત્રોના સારભૂત ધર્મગ્રંથોનાં માર્મિક રહસ્યો પણ મેળવ્યાં હતાં. તેમજ તેમણે રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, અરવિંદ ઘોષ વગેરેના સાહિત્યનો પણ અભ્યાસ કર્યો હતો. અન્ય દર્શનનો અભ્યાસ કરતાં – કરતાં જિનશાસન પરનો વિશ્વાસ-શ્રદ્ધા દઢ બનતાં ગયાં. અન્ય દર્શનની તુલનાએ જિન-દર્શનની પૂર્ણતા જડબેસલાક બેસી જતી, જેથી ખૂબ ભાવ-વિભોર બની જતા. જો કોઈ ગુરુકૃપા વગર કે શ્રી નવકાર તરફના શરણાગતભાવ વગર આનું ખેડાણ કરે (અન્ય દર્શન વાંચવાનું) તો તે દુ:સાહસમાં પરિણમે, કારણ તેના મગજમાં દરેજ ચીજનો ખીચડો થતો જાય. ઉકેલ મળે નહિ. પરિણામે વિકૃત અર્થઘટનોની વિચારમાળા રચાય છે. જેમ ટૂંકી બુદ્ધિથી અગાધ વસ્તુનું માપ કાઢવામાં નિષ્ફળતા સાંપડે છે, તેમ સ્વકીય, સ્વૈચ્છિક બુદ્ધિથી સમસ્ત દર્શનનો અભ્યાસ નિષ્ફળતાની હારમાળા પહેરાવે છે. માટે “ગુરુકૃપા અને શરણાગત ભાવ આવશ્યક છે.” પરિચય થયા બાદ અને સમજણ પ્રમાણે પૂ. શ્રીનું સંવત ૨૦૩૩નું સુરતનું ચોમાસું તેમજ સં. ૨૦૩૫નું પાલીતાણાનું કલ્યાણભુવનનું ચોમાસું ખૂબ વિશિષ્ટ રહ્યાં, ખૂબ ભાવોલ્લાસ સાથે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયા, પૂ. શ્રીએ સં૨૦૩૩માં આગમ દ્વારકશ્રીના નામમાં ચાર ચાંદ લગાવ્યા અને સં. ૨૦૩૫નું ચોમાસું પોતાના પૂ. ગુરુદેવની ઈચ્છાનુસાર પાલીતાણામાં આગમવાચના દ્વારા કર્યું. જે આગમવાચનાનો લાભ શ્રી લાલભાઈ એલ. પરીખ CA. એ લીધો હતો. દિવસના ૬ – ૭ કલાક સુધી આગમવાચના ઘારાબદ્ધ ચાલતી, જેનો નાદ આજે પણ કર્ણપથમાં ગુંજી રહ્યો છે. પોતાના ગુરુ પ્રતિ આત્મિક સમર્પણ મહોત્સવરૂપ એ આગમવાચના હતી. શાસ્ત્ર અભ્યાસ એવો જબરજસ્ત હતો કે વ્યાખ્યાનની પાટ પરથી જ ક્યા સૂત્રમાં કઈ ગાથામાં શું લખેલું છે તે મોઢે બોલતા અને પૂછતા ત્યારે કહેતા કે, મને શ્રી નવકારની કૃપાથી તે વખતે ગાથા સામે સીધી દેખાય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પહેલેથી જ પૂ ગુરુદેવશ્રીનો સ્વભાવ દરેક વસ્તુનું રહસ્ય ખોળવાનો હતો અને મનને જ્યાં સુધી સંતોષ ‘ન’ થાય, ત્યાં સુધી તેની પાછળ વ્યસ્ત રહેતા એથી વિષયની ઘણી બધી માહિતી ઊંડાણથી તેમની પાસે મળી રહેતી. વસ્તુની પ્રાય: પૂર્ણ માહિતી આપતું ‘દળદાળ’ પુસ્તક Encyclopedia (એન્સાઇકલોપીડિયા) એ શું છે ! આજે ઘણા બધા ભણેલા લોકો પણ જાણતા નથી અને નામ સાંભળ્યું હોય તેણે કદાચ જોયું પણ નથી. પૂજ્યશ્રીએ આ દરદાળ ગ્રંથનો તલસ્પર્શી અભ્યાસ કરીને રબર અને પ્લાસ્ટિક એ શી વસ્તુ છે ? અને એ શેમાંથી બને છે ? તેનો ઉપયોગ ઉચિત છે કે નહિ ? તે જોયું. કોઈનું પણ સાંભળેલું કહેવાના બદલે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને પ્લાસ્ટિકના વધતા જતા ઉપયોગ સામે લાલબત્તી ધરી અને જણાવ્યું કે, ધાર્મિક કાર્યોમાં કયારે પણ આ વસ્તુ વપરાય નહિ. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વોઠા પૂજ્ય ગુરુદેવશ્રીની નિકટ રહેવાથી તેમનાં વ્યાખ્યાન, વાચના અને વાણી સાંભળવાનો આસ્વાદ માણ્યો છે. અને તેમાંથી એવાં રહસ્યો મળ્યાં છે, તે ભાગ્યે જ બીજે કયાંયથી મળ્યાં હોત ? પૂજ્યશ્રી પાસેથી આવાં થોડાં જ રહસ્યો સાંભળવા મળ્યાં છે તેમાંથી થોડાં જ અત્રે રજૂ કરેલ છે. દા. ત. : (૧) ગણધરવાદ સમજાવતાં પહેલાં શરૂઆતમાં પૂજ્યશ્રી પૂછતા કે, ગૌતમ સ્વામીને ‘“આત્મા છે ?’' એવો સંદેહ કેમ ઊભો થયો ? આટલી ભૂમિકાએ પહોંચ્યા પછી આવો સંદેહ કેમ થાય ? આ ભૂમિકા તેઓ ખૂબ વિસ્તારથી સમજાવતા અને શ્રી ગૌતમસ્વામીના ૩ પૂર્વભવોની વાતો પણ કરતા. ‘આત્મા છે’ તેનો પુરાવો શાસ્ત્રપાઠ સિવાય વૈજ્ઞાનિક સિદ્ધાંતો દ્વારા પણ રજૂ કરતા. (૨) આયંબીલની ઓળીમાં ‘‘શ્રીપાળ-મયણા'નો રાસ જ કેમ ? તપસ્યા તો બીજા ઘણાએ ઘણી કરી છતાં પરમાત્માની હાજરીમાં ગણધર ભગવંતોએ આ જ ઉદાહરણ કેમ મૂકયું ? તેનું રહસ્ય શું છે? (૩) કાચા પાણીથી જ પ્રભુની જળપૂજા કેમ ? શા માટે ઉકાળેલું પાણી વાપરતા નથી ? (૪) શ્રી આદિનાથ પ્રભુના કહેવાથી ભરત ચક્રવર્તીએ મરીચીને ૨૪મો તીર્થંકર થશે તેવું જણાવવાથી મરીચીને અભિમાન આવ્યું અને તેમનો ભવસંસાર વધી ગયો તો શ્રી આદીશ્વર પ્રભુ તેમનો ભવસંસાર વધારવામાં નિમિત્ત ખરા કે નહિ ? (૫) શ્રી આદિનાથ પ્રભુ પોતાની માતા રડી રડીને અંધ થાય છે તો પણ પીગળ્યા નહીં અને શ્રી મહાવીર સ્વામી પ્રભુ માતાના ગર્ભમાં આવતાં જ માને દુ:ખ કષ્ટ ‘ન’ થાય એટલા માટે પેટમાં ફરકવાનું પણ બંધ કર્યું. તેમજ માતાપિતાની હયાતીમાં દીક્ષા ન લેવાનો સંકલ્પ પણ કર્યો. બન્નેય પરમાત્માના આત્મા છતાં બંનેના વર્તનમાં તફાવત કેમ ? (૬) પૂ॰ ગુરુદેવશ્રીની મુહપત્તીની પડિલેહણા વિશિષ્ટ રહેતી, પૂજ્યશ્રી કહેતા કે શરૂઆતના સમયમાં મેં મુહપત્તી બધાને જુદી જુદી રીતે પડિલેહણ કરતાં જોયા અને શાસ્ત્રનું લખાણ શાસ્ત્રપાઠો વાંચ્યા. અનેક વડીલ આચાર્ય ભગવંતોની પાસેથી જુદાં જુદાં રહસ્યો સમજવાનો પ્રયત્ન કર્યો. અને Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૨૭ ખૂબ શાસ્ત્રજ્ઞ વયોવૃદ્ધ શ્રાવકોની પાસેથી કઈ પરંપરાથી રીત આવી તે પણ જાણ્યું. શાસ્ત્રપાઠોના આધાર જોયા પછી પદ્ધતિ નક્કી કરી. (૭) વર્તમાનકાળે ૧૪ મહાસ્વપ્નની પ્રણાલિકામાં અને તેના શાસ્ત્રીય વર્ણનમાં ઘણો તફાવત છે. શાસ્ત્રીય વર્ણન પ્રમાણેનાં ૧૪ મહાસ્વપ્નોના ફોટા પૂજ્યશ્રીએ તૈયાર કરાવેલ. (અમદાવાદમાં નાગજી ભુદરની પોળના ઉપાશ્રયે દર્શનાર્થે રાખેલ) ત્યારે ખ્યાલ આવે કે દરેક વસ્તુમાં જો આટલું ધ્યાન આપવામાં આવે તો સિદ્ધાંતોની સુરક્ષા સુદીર્ઘકાળ સુધી ટકી રહે. (૮) પૂ. ગુરુદેવશ્રી પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વની આરાધના ખૂબ અંતરંગ ઉલ્લાસ અને ભાવથી કરાવતા. સંવત્સરીનો દિવસ બાદ કરતાં લગભગ રોજ બે વ્યાખ્યાન રાખતા. બાજુમાં સાધુને બેસાડી તેમની પાસે મૂળસૂત્ર વંચાવે અને પોતે ઠેર ઠેર વિવેચન કરે. (૯) તેમાં અકબર બાદશાહ, ગૌતમ સ્વામી વગેરેના પૂર્વભવ તથા પ્રભુજીનું નિશાળ જવું ઈત્યાદિના સ્થાન ખૂબ જ આગવા રહેતા. (૧૦) આપણે વ્યાખ્યાનમાળામાં સાંભળીએ છીએ કે મહાવીર પરમાત્માને નિશાળે લઈ જવાયા. ઈન્દ્ર મહારાજા બ્રાહ્મણનો વેશ લઈને શાળામાં આવ્યા અને તેમના શિક્ષક સમક્ષ સવાલો પૂછયા જેના જવાબો પરમાત્માએ બાળવયમાં આપીને બધાને ચક્તિ કરેલા. આ સવાલો અને પરમાત્માના જવાબો કયા ? તેની વિવેચના એવી જબરજસ્ત કરતા કે સાંભળનારા મોંમાં આંગળાં નાંખી જતા. (૧૧) પૂજ્યશ્રી પૌષધને આરાધનાનો પ્રાણ કહી ખૂબ ઊંડી વિવેચના કરતાં અને તેમની નિશ્રામાં બાળવયથી યુવાન વય સુધીના ઘણાં બધાં આરાધકો ૬૪ પ્રહરી પૌષધ કરતા. હવે શહેરોમાં પૌષધ કરનાર પ્રાય: દેખાય છે. હાલ શહેરમાં “પોહા કરે ડોસા” એવું લાગે પરંતુ આજે પણ તેમના શિષ્યરત્ન પૂ આ અશોકસાગરસૂરી મહારાજ, પૂ. પંન્યાસ હેમચન્દ્રસાગરજી મહારાજ વગેરે પણ ખૂબ ભાવોલ્લાસ સાથે યુવાનોને પૌષધ કરવાની પ્રેરણા કરે છે. પર્યુષણની પૌષધની આરાધના દરમ્યાન ગમે તે એક દિવસ રાત્રે પ્રતિક્રમણ બાદ બધા યુવાનોના નાનામોટા પ્રશ્નોના ખૂબ સુંદર જવાબો આપતાં. છતાં બાળજીવોએ જ્યારે પાલીતાણાથી પાછા ફરવાની દોડધામ પૌષધ દરમ્યાન કરી તેનું દર્દ આ પત્રમાળાના એક પત્રમાં તેઓએ જ વર્ણવ્યું છે. આજે પર્યુષણ પર્વમાં આ મૌલિક બાબતોની વિવેચના પૂ. ગુરુદેવશ્રીના સમુદાયમાં તેમના શિષ્યો, પ્રશિષ્યો, પૂ. આ. અશોકસાગરસૂરિ મ. સા., પ.પૂ. પં શ્રી નિરૂપમસાગરજી મ. સા., પૂ. પંન્યાસ હેમચંદ્રસાગરજી મ. સા વગેરે કરે છે. પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા પર પણ ખૂબ ઊંડું ચિંતન કર્યું હતું. વીતરાગ પ્રભુની ૩ નવકાર દ્વારા બે વાર પૂજાના રહસ્યનાં દ્વાર ખોલ્યાં ! વીતરાગ પ્રભુની ચંદન પૂજા કરતા આંગળીના નખ પર પણ ચંદન ના લાગવું જોઈએ. આ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ રીતે પૂજા કરવા પ્રયત્ન કરનારને વીતરાગનું બહુમાન આપોઆપ ઊપજશે. જોરથી વાળાકુંચી, અંગલૂછણા વખતે જોરથી વાટ કરવાથી પ્રતિમાને ખૂબ નુકસાન થાય છે, એ વાત ભારપૂર્વક કરતા. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ઘણા લોકો પરમાત્માના માર્ગે (પ્રભુને મેળવવા માટે) ચાલવાનો પ્રયત્ન કરે છે. તેમાંથી થોડા જ લોકો ચાલી શકે છે અને તેમાંથી થોડા જ લોકો પરમાત્માને પામી શકે છે. ખરેખર જિનશાસનમાં જણાવેલ માર્ગોને ચુસ્ત રીતે વળગીને તીર્થંકર પંચ પરમેષ્ઠીઓની ખરેખર પ્રતીતિ અનુભૂતિ સાક્ષાત્કાર આ સર્વે મહાપુરુષો એટલે કે પૂ॰ સાગરજી મ૰ સા, પૂર્વ પં. ભદ્રંકર વિ૰ જી મ૰ સા૰, પૂર્વ ઉપા. મ સા તથા પૂ॰ ગુરુદેવશ્રી વગેરે એ કરી છે. તેવું નિ:શંકપણે માની શકાય. અનુભવે એવું લાગે છે કે લાંબા સમયે અપવાદ-માર્ગ રાજમાર્ગ બનતો જાય છે અને મૂળ વ્યવહાર માર્ગ ભુલાતો જાય છે. જ્યારે આ મહાપુરુષોને અપવાદ માર્ગનું સેવન કરવાનો કયારેય વિચારસુદ્ધાં પણ ‘ન’ આવ્યો. અને વ્યવહારમાર્ગ કેમ વધારે ચુસ્ત બને ? અન્યને આલંબનરૂપ બને, તે હેતુથી શકય હોય ત્યાં સુધી ‘‘અપવાદ માર્ગ’’ને ગૌણ કર્યો. આજના કાળમાં લોકોને એક અણસમજ કે અધૂરી સમજ એવી રીતની ચાલે છે કે તીર્થંકર પરમાત્મા વીતરાગ છે. તેઓ કશું કરતા નથી, નિષ્ક્રિય છે. માટે કંઈક મેળવવું હોય તો દેવ-દેવીની પૂજા કરો. પૂ ગુરુદેવશ્રીએ આ પત્રમાળામાં વીતરાગ પ્રભુની પરમતારક શકિત કેવી રીતે સક્રિય બને છે અને દેવ-દેવીઓની ભકિત - ઉપાસના કરતાં શ્રી પંચપરમેષ્ઠીઓની ભકિત - ઉપાસના – સેવા કેવી રીતે ચઢિયાતી છે અને એનો તફાવત મેરુપર્વત અને સરસવના દાણા જેટલો છે તેવું ખૂબ હકારાત્મક દઢતાથી જણાવ્યું છે, જેથી એ વાંચી વાચકને પોતાનું જીવન શ્રી નવકારમય બનાવવાની ઉત્કૃષ્ટ પ્રેરણા મળે. પૂ. ગુરુદેવશ્રીની દૃષ્ટિ ખૂબ જ વિશાળ હતી. પાટણમાં તેઓશ્રી પાસે પોસ્ટમેન રોજ પત્ર આપવા આવતો. તે એક દિવસ તેના પરિવાર સાથે આવ્યો. પૂ. ગુરુદેવશ્રીએ તેમને પૂછ્યું કે તમો ભગવાનને યાદ કરો છો ? અને તેઓએ શ્રી કૃષ્ણ કે શિવની વાત કરી અને પૂ ગુરુદેવશ્રીએ તેમાં તેમને દઢ થવા માટે સમજાવ્યા. જે જીવની જેવી પાત્રતા તે મુજબ તેને પ્રેરણા કરવી જોઇએ. તો તેનો વિકાસ થાય, અર્થાત્ ત્યારે જ ૧૦ ટચનું સોનું હાથમાં આવે. પૂ. ગુરુદેવશ્રી શરૂઆતમાં સવારના ૪ વાગ્યાથી ઊઠીને આરાધના કરતા. પછી તો સમય વધવા માંડ્યો અને પાછળથી તેઓશ્રી લગભગ રાત્રે ૮-૩૦ વાગે સંથારો કરી લેતા અને સામાન્ય રીતે રાત્રે ૧૧-૩૦થી શ્રી નવકારની આરાધના શરૂ કરે જે સવારમાં ૪ વાગ્યા સુધી ચાલે. શ્રી નવકારનું તત્ત્વચિંતન આદિ કરતાં જેમ જેમ આરાધના બળવત્તર થઈ તેમ તેમ ઊંઘ ઓછી થતી ગઈ અને દિવસનો મોટા ભાગનો સમય ખૂબ અપ્રમત્તભાવમાં રહેતા. પૂ. ગુરુદેવશ્રી શ્રીનવકારને એટલા સમર્પિત હતા કે તેઓ અગત્યના પ્રશ્નો યા પત્રો શ્રી નવકાર Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિઠા સમક્ષ રાખતા અને પછી જે પ્રેરણા મળે તે જવાબ લખતા, પ્રેરણા ન થાય ત્યાં સુધી કલમ ઉપાડતા નહીં. આ વસ્તુ જાણવા છતાં પણ કયારેય સમજી શકતા ન હતા, અને ધાર્યા સમયે જવાબ ન મળતાં દુ:ખી થતા. જો નવકાર સાથેનું જોડાણ નક્કર હોય તો વગર આશાએ પણ સુંદર પ્રેરણાઓ મળતી. આવી સમજણની ગેડ ન રહેવાથી ખૂબ Misunderstanding થતું. ટૂંકી બુદ્ધિથી બીજાની સાથે કેમ આવું અને આપણી સાથે કેમ નહીં એવું વિચારીને ગુરુકૃપા માટેની પાત્રતા વધારવાને બદલે ઘટાડવાના પ્રયત્નો થતા. ૨૯ પૂ ગુરુદેવશ્રીએ પોતાના જીવનમાં જુદી-જુદી જાતની સાધક અવસ્થાના માર્ગે ચુસ્ત રીતે ચાલવાના પ્રયત્નોના કારણે તેમજ બાલ્યવયની દીક્ષા સંસારની રીતભાતથી તદ્દન અજાણ અને સિદ્ધાંતો - પ્રણાલિકાઓને વળગી રહેવાના આગ્રહના પરિણામે નિકટવર્તી વ્યકિતઓમાં કયારેક કયારેક જમાનાવાદી પદ્ધતિના કારણે પૂજ્યશ્રી પ્રતિ ગેરસમજણ રહેતી, છતાં પૂજ્યશ્રીની વરસતી અપાર કરુણા ‘ન’ તો જોઈ શકાતી, ‘ન’ તો તેમના હૃદયને સ્પર્શી શકતી. પરંતુ પૂજ્યશ્રીની સરળતા અને નિખાલસતાના કારણે દરેકના હૈયામાં તેમનું સ્થાન આગવું રહેતું. ભૂગોળ-ખગોળ શાસ્ત્રીય સિદ્ધાંતથી સિદ્ધ થયા બાદ દરેક વસ્તુ પ્રત્યેનો અભિગમ વૈજ્ઞાનિક પદ્ધતિનો રહેતો દરેક વસ્તુમાં આવું કેમ ? આ અહીં કેમ ? આની પાછળ રહસ્ય શું ? તેનો ઉકેલ ખોળવા સતત પ્રયત્ન કરતા. નાનપણમાં પૂ. ઉપા. મએ વ્યાખ્યાન શરૂ કરાવ્યું. થોડાં વર્ષો બાદ તેમને એમ લાગ્યું કે, યુવા પેઢી ઉપાશ્રય અને વ્યાખ્યાનથી દૂર થતી જાય છે તેનું કારણ શું ? તે શોધવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, કોઈ આવે તો તેને કારણ પૂછતા, તેમાં તેમણે અનુભવ્યું કે કેટલાક લોકો બાધાના ડરથી સાધુની પાસે ઉપાશ્રયમાં નથી આવતા. આથી પૂજ્યશ્રીએ ફોર્સ કરીને બાધા આપવા પર પૂર્ણવિરામ મૂકયો. યુવાનોને આર્ય સંસ્કૃતિ તરફ વાળવા ફૂલો અને કૉલેજમાં વ્યાખ્યાનો ગોઠવતા અને ત્યાં સામાન્ય તાત્ત્વિક વિષયો અને આર્ય સંસ્કૃતિને સ્પર્શતી બાબતોની છણાવટ કરતા. તેમાં એક વખત અમદાવાદની L. D. એન્જિનિયરીંગ કૉલેજમાં ‘PRINCIPAL OF REBIRTH’ ‘“પુનર્જન્મનો સિદ્ધાંત'' સમજાવતા. તે વખતે એક વિદ્યાર્થી પૃથ્વીનો ગોળો લઈને આવ્યો, અને સવાલ પૂછયો કે, મહારાજજી, આ છે આપણી પૃથ્વી ? દુનિયા આમાં કયાં છે ? સ્વર્ગ - નરક કયાં છે ? પાપ-પુણ્ય બેમાંથી એકેય નથી, તો વાત શા માટે કરવી ? તે દિવસે પૂજ્યશ્રીએ જવાબ તો આપ્યો. પરંતુ પાછા ફરતાં ખૂબ મનોમંથન દ્વારા એમ લાગ્યું કે હવે પૃથ્વી વિષે, તેના આકાર અને ગતિ વિષે, વિજ્ઞાન તેમજ શાસ્ત્રનો અતિ બહોળો અભ્યાસ કરવો જ પડશે, તે વિના આજની યુવા પેઢીને સમજાવવી દુ:શકય છે. તેથી તેઓશ્રીએ વિજ્ઞાન શું કહે છે તે વિષેનો અભ્યાસ શરૂ કર્યો. રાત્રે ઉપાશ્રયમાંથી દૂરબીનથી ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો. જુદી જુદી વેધશાળાઓમાં પત્રો લખી સંપર્ક કરી સાહિત્ય મંગાવ્યું Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા અને વિજ્ઞાનની દલીલો વિજ્ઞાનની જ પરિભાષા દ્વારા કેવી રીતે અધૂરી છે તેના જડબેસલાક કારણો શોધી કાઢ્યાં. તે અંગે તેઓશ્રીનાં મુદ્રિત થયેલ જુદાં જુદાં પુસ્તકો પણ આજે ઉપલબ્ધ છે. દેશ-વિદેશની વિજ્ઞાનશાળાઓ, વૈજ્ઞાનિકો, પ્રોફેસરો સાથે પણ પત્રવ્યવહાર કર્યો. અમેરિકાની નેશનલ જીયોગ્રાફીકસ સોસાયટીએ તેનું સભ્યપદ પૂજ્યશ્રીને એનાયત કર્યું. સામાન્ય રીતે આ સભ્યપદનું બહુમાન ઊંચીકોટીનું જ્ઞાન ધરાવતા ઊંડા અભ્યાસીઓને પ્રાપ્ત થાય છે. ભારતમાં પણ મુંબઈની એશીયાટીક સોસાયટીએ તેનું સભ્યપદ એનાયત કર્યું. દિલ્હીની ઑલ ઈન્ડિયા સાયન્સ ટીચર્સ ઍસોસિયેશને તેનું સભ્યપદ એનાયત કર્યું. હૈદ્રાબાદની ડફકલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીયોગ્રાફીએ આજીવન સભ્યપદની ફેલોશિપ અર્પણ કરી. અમદાવાદની ગુજરાત એસ્ટ્રોનોમીકલ ઓક્ઝવરીએ કાયમી સભ્યપદ એનાયત કર્યું. વિદેશની વિખ્યાત સંસ્થાઓના પગલે ભારતની સંસ્થાઓએ વૈજ્ઞાનિક સભ્યપદ એનાયત કયાં. જેઓ પહેલાં એક સાધુ જણાવે છે માટે કાંઈ સાંભળવા તૈયાર ન હતા. એપોલોની ચંદ્રયાત્રા અંગે પણ અમેરિકાની ‘નાસા' સંસ્થા અને રશિયાની સંસ્થાઓ સાથે ઘણો પત્રવ્યવહાર થયો. એપોલોમાં જનાર ચંદ્રયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ભારત આવ્યા ત્યારે ખુલાસા માગ્યા. - પૂજ્યશ્રીને વીતરાગનાં ટંકશાળી વચનોમાં અનુભવજન્ય દિન-પ્રતિદિન વિશ્વાસ વધતો જતો હતો. તેથી પોતાના નામને અનુરૂપ “અભય” બનીને વિજ્ઞાનને પડકાર આપી શકતા. ૬ વર્ષની વયે દીક્ષા લેનાર, શાળામાં વ્યાવહારિક જ્ઞાન પણ નહીં મેળવનાર બાળ દીક્ષાર્થીઓ શું સમજે ? એવો પ્રશ્ન પૂછનાર લોકોને તેમના જીવન દ્વારા એમ બતાવ્યું કે સાધકને કશું જ અશકય નથી. જ્ઞાન - વિજ્ઞાનની ચર્ચા અર્થે અનેક પાશ્ચાત્ય પદ્ધતિવાળા વૈજ્ઞાનિકો મળ્યા અને છેવટે વૈજ્ઞાનિકોએ મોંમાં આંગળાં નાંખ્યાં. સાથે અદ્ભુત - અભુતના ઉદ્દગાર પણ નીકળ્યા કે, ચુસ્ત શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે (કયાંય છૂટછાટ વગર) જીવન જીવવા છતાં પણ આવી શોધો ? આવા સવાલો? અને તેના તર્કબદ્ધ (શાસ્ત્રીય) જવાબો કયાંથી ઉદ્ભવે છે? શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે દિવસ-રાત કેવી રીતે થાય છે ? સૂર્ય-ચંદ્ર કેવી રીતે ફરે છે ? ઋતુઓ કેમ બદલાય છે ? તે અંગેનું પ્રેકિટકલ મોડેલ ઊભું કરવા માટે શ્રી જંબૂદ્વીપ'ની રચનાનું વિચારાવ્યું. તેથી ભાવી પેઢીને વીતરાગનાં વચનોમાં અવિચલ શ્રદ્ધા બેસે. આત્મા - પુનર્જન્મ, પાપ-પુણ્ય, સ્વર્ગ-નરક વગેરેમાં તેની અડગ આસ્થા, શુદ્ધ શ્રદ્ધા બની રહે. શ્રી જંબૂદ્વીપની રચના એ ખૂબ જટિલ કામ છે જેમાં પૂ. ગુરુદેવથી એકલા જ હતા. શ્રી જંબુદ્વીપમાં પણ તેઓ નિર્લેપ રહ્યા અને શ્રી નવકાર તથા ભાવિભાવ ઉપર તેમણે સમગ્ર વસ્તુ છોડી દીધી. ઘણી બધી સમસ્યાઓને હલ કરીને આજે પણ પૂ આ શ્રી અશોકસાગર સૂરિજી મ. તેને સાકાર બનાવવા માટે પ્રચંડ પુરુષાર્થ કરી રહ્યા છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા સાધુજીવનની સામાચારીમાં પરમ ચુસ્ત બનીને વૈજ્ઞાનિકોને પણ અચંબામાં મૂકે તેવા ઝીણામાં ઝીણાં રહસ્યોના જાણકાર અને વિજ્ઞાનની છેલ્લી (સામાન્ય રીતે ભૂગોળ – ખગોળ અંગેની) શોધખોળના વિષે ઊંડી જ્ઞાનસૂઝ ધરાવનાર અનેરી વિશિષ્ટ વ્યકિત એટલે “પૂજ્ય ગુરુદેવશ્રી” એક સાથે આ બધી જ વસ્તુઓ શક્ય હોવી તે કયાં જોવા મળે? મૌક્તિક જ ધીરજ, ક્ષમા, મધુરભાષા અને સમજણપૂર્વકનો વૈરાગ્ય – આ ચાર સાધનારૂપી મહેલના સ્તંભો છે. આજ્ઞા-પાલન વિનાની સાધના કાઠે બાંધી રાખેલ હોડીને હલેસાં મારવાની ક્રિયાની જેમ લગભગ નિષ્ફળ રહે છે. જ ચંચળતા તથા સંસારી પદાથોનું આકર્ષણ, સાધનામાર્ગમાં બાધક હોઈ જીવનમાંથી તે બંનેનો ઘટાડો કરવા સાધકે ખૂબ સાવધ રહેવાની જરૂર છે. સાધકે જીવનમાં નીચેના ગુણો કેળવવા ખૂબ પ્રયત્ન કરવો. . . પ્રાણીમાત્ર પર મૈત્રી, દયાભાવ. પરમાર્થવૃત્તિ - કોઈનું પણ કામ કરી છૂટવું. ગુણપ્રાપ્તિ માટે ગુણવંતોની ભકિત કરવી. વિનય, વિવેક અને નમ્રતા જીવન સાથે વણી લેવાં. વ્યવહારમાં પણ સૌજન્યવૃત્તિ જાળવવી. જાપ સાથે આવશ્યક ક્રિયાઓ, પૂજા, સ્વાધ્યાય, પ્રતિક્રમણ આદિવ્યવસ્થિતપણે સમયસર કરવા આગ્રહ રાખવો. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ક્રિયાયોગ પૂ ગુરુદેવશ્રીનું સાધુ-સામાચારીનું જીવન ખૂબ ઉદાહરણ રૂપ હતું. તેઓશ્રી બ્રહ્મચર્યની નવ વાડના ચુસ્ત આગ્રહી હતા. પોતે જ્યાં ઉપાશ્રયમાં રહેતા ત્યાં તેમનું સ્થાન છેક આગળ રાખતા. અને અન્ય સાધુ-ભગવંતોનો મુકામ અંદર રહેતો. અન્ય સાધુ પાસે કોણ આવે છે ? કોણ બેસે છે તેનો તેમને હંમેશાં ખ્યાલ રહેતો. સાધુઓની પ્રવૃત્તિ ઉપર તેમની નજર રહેતી. તેમની પાટ ઓળંગીને આગળ જવાની હિંમત લગભગ કોઈ ‘ન’ જ કરતું. એટલે કે સાધુને પ્રમાદ, વાતોનાં ગપ્પાં મારવાં કે વિકથાનું વાતાવરણ ત્યાં ‘ન’ રહેતું. પૂરૂં સાધ્વીજી ભગવંત કે કોઈ શ્રાવિકા તે ઉબરાની અંદરના ભાગમાં દાખલ થઈ શકતાં નહિ. શ્રીં નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પૂજ્યશ્રી કહેતા કે શ્રાવિકાઓ-સ્ત્રીઓ રહેતી હોય ત્યાં સાધુ ના રહી શકે. પાલનપુરના ચોમાસામાં પ્રવેશ વખતે પૂજ્યશ્રીને પ્રથમ માળે ઉતારવાનું નકકી થયું જેથી હવા ઉજાશ સારા રહે. એક-બે દિવસમાં પૂજ્યશ્રીને લાગ્યું કે ઉપાશ્રયની બારીઓમાંથી શ્રાવકોના ઘરમાં સીધી જ દૃષ્ટિ પડે છે તેથી તુરત જ પોતાના સાધુઓને લઈને નીચે આવ્યા. ફકત વ્યાખ્યાનાદિ વખતે જ ઉપર જતાં. સાધ્વીજી મ કે શ્રાવિકાઓને ફકત વ્યાખ્યાનના સમયમાં જ ઉપાશ્રયમાં આવવાની છૂટ રહેતી. ગમે તે સમયે સાધ્વીજી ભગવંત ઉપાશ્રયમાં આવતાં ડેરે ને ખચકાય, અલબત્ત હિંમત ‘જ’ ‘ન' કરે. આર્યપરંપરાના એવા ચુસ્ત આગ્રહી કે સ્ત્રીની વેશભૂષા જો આર્યપરંપરાને અનુકૂળ ‘ન’ હોય તો વાસક્ષેપ ‘ન’ નાંખતા. અને આવી વેશભૂષાવાળી વ્યકિતને ઉપાશ્રયમાં આવતાં અટકાવતા. - કોઈ પણ સમુદાયનાં સાધ્વીજી સવારમાં પ ૬ વાગ્યામાં સાધુ ભગવંતો, વંદનાર્થે આવે ત્યારે પૂ ગુરુદેવશ્રી ખૂબ જ કડક ભાષામાં તેઓને સમજાવતા કે “આ સાધુ સામાચારીને અનુરૂપ નથી'' પડિલેહણની ક્રિયા પોહ ફાટ્યા પછી જ કરાવતા, અને વહેલું પડિલેહણ ‘ન’ થાય માટે પ્રતિક્રમણ તે રીતે જ કરાવતા. પોહ ફાટ્યો લાગે પછી જ પડિલેહણની ક્રિયા શરૂ થતી અને એ પછી જ તેઓશ્રી વિહાર કરતા. સાંજે પણ સૂર્યાસ્ત પહેલાં જ સ્થાનમાં પહોંચી જવા આગ્રહ રાખતા અથવા અનિશ્ચિત સ્થાનમાં રોકાઈ પણ જતા. સેવા - વૈયાવચ્ચ આદિ ગુણોથી તેમના જીવનનું ઘડતર થયેલું. તેથી કોઈ પણ સાધુ-ભગવંતની વૈયાવચ્ચ આદિ પોતાની નજર સમક્ષ કરતા. અન્ય સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને કંઈક થતું હોય તો તેમની ભકિત પણ ખાસ કરતા. તેઓએ પોતે પણ વારંવાર જણાવેલું અને લખેલું કે મારી ભયંકર માંદગીમાં પણ મારા સાધુજીવનને ડહોળી નાંખે તેવી કોઈ પ્રવૃત્તિઓ કરશો નહીં. ગુરુપરંપરાને ખૂબ જ ચુસ્ત અને વફાદાર રહેતા. પોતાની લઘુતા અને ગુરુની ગુરુતા તેમના Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસ્કાર મહામંત્ર તત્પટ્ટિકા ૩૩ હૈયામાં જડબેસલાક બેસી ગઈ હતી. પૂ ઉપાજી મહારાજના કાળધર્મ બાદ પ્રતિક્રમણ કરતાં વચ્ચે તેઓશ્રીનું ખાલી આસન રાખતા અને પોતે વચ્ચે ન બેસતા. વ્યાખ્યાનમાં પણ કયારેય એમને વચ્ચે બેઠેલા જોયા નથી. વડીલ ગુરુ ભગવંત વચ્ચે બેસેલ ના હોય તો વચલી જગ્યા ખાલી રાખતા. એવું જોયું છે કે ઘણી વાર તેમની પાસે શીખવા માટેની ઉત્સુકતા બતાવનારમાં જે શાસ્ત્રીય આચારોમાં નબળાઈ લાગે કે શિથિલાચાર દેખાય તો તેઓશ્રી તે દિશામાં આગળ ન વધતા. પૂજ્યશ્રીને ઘા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તેને ચારિત્રજીવન રૂપી શરીરનું અંગ સમજી એક ક્ષણ પણ પોતાનાથી દૂર રાખ્યો નથી. | વિચારતાં એમ લાગતું કે પૂ. ગુરુદેવશ્રીના વિશાળ વ્યકિતત્વને આ પૃથ્વી પર ઓળખનાર ભાગ્યે જ કો'ક હશે. કારણ કે સર્વનો એક સાથે આવો સુભગ સમન્વયનું દર્શન પ્રાય: અશક્ય લાગે છે, કે જ્યાં ચુસ્ત શાસ્ત્રીય મર્યાદા પ્રમાણેની સામાચારી હોય, આત્મતત્ત્વની પ્રતીતિ કરાવી શકે તેવો ઉત્તમ ક્રિયાયોગ હોય. જ્યાં શ્રી નવકારની આરાધનાના આનંદના સાગર ઊભરાતા હોય. આગમોના જ્ઞાનનો પ્રકાશ ઝળહળતો હોય. વિજ્ઞાનની વાતોનું રોજ પૃથકકરણ થતું હોય. યોગશાસ્ત્ર અને મંત્રશાસ્ત્રના નીત નવાં દ્વાર ખૂલતાં હોય. પ વિશાળ શિષ્યગણના આધ્યાત્મિક ચિંતક હોય.. દૂ મુનિપણાના પરમ સાધક અને પરમ ચિંતક હોય. SF આગમિક ચૂર્ણાઓના સંપાદક હોય, આગમોના રક્ષક હોય, સાથે સાથે ભારતીય સંસ્કૃતિના અભ્યસ્થાપક હોય. આવો સુભગ સમન્વય શ્રી જિનશાસનના અનન્ય શરણાગતમાં જ હોય. ફરમા વર્ષમાં અનેક માણસો અનેક વર્ષોની મહેનત કરીને ના મેળવે એવા ખજાનાઓના ભંડારો સિદ્ધિઓ આ પૂજ્ય ગુરુદેવશ્રીએ મેળવ્યા, તેમના ખજાનાઓના સાગરનો તાગ વર્ષો સુધી નિકટવર્તી સાધુઓ અને શ્રાવકો બધા જ ભેગા મળીને કરે તો પણ તેનો છેડો આવી શકે તેમ નથી. વડનગરના ડૉ. પી. જી. પટેલે Ph.D. પૂ. ગુરુદેવશ્રીના જીવન અંગે એક સુંદર રૂપક રજૂ કરેલા કે એક મોટો મહેલ છે, જેની આજુબાજુએ દીવાલો છે. વચ્ચે કયાંક કયાંક ઝીણાં બાકોરાં છે, જુદી જુદી જગ્યાએથી જુદા જુદા લોકો તે મહેલમાં જોવા માટે પ્રયત્ન કરે છે અને મહેલમાં જુદી જુદી જગ્યાએ માણેક, હીરા, રત્નો, સોનું, ચાંદી, નીલમ, મણિ આવેલાં છે. જે કો'ક રત્નનો પ્રકાશ જોઈને એમ માને છે કે તેને મહેલમાંની વસ્તુઓનું સંપૂર્ણ દર્શન થયું છે, કે જેમાં ઝળહળતાં રત્નો છે. બીજી વ્યક્તિ હીરા-પન્ના નિહાળીને એમ માને છે કે, અલભ્ય હીરા અને પના જ આ મહેલમાં ભરેલા છે. ત્રીજી વ્યક્તિ કયારેય ના જોયેલ નીલમ જોઈને એમ માને છે કે મહેલમાં શું નીલમો છે !! Page #41 -------------------------------------------------------------------------- ________________ P 8 જમસ્કાર મહામંત્ર તત્વપ્રિમ આમ બાહ્ય વ્યાવહારિક જીવનમાં અનેક વ્યકિતઓ તેમના પરિચયમાં આવી પણ તેમની દિવ્યતાના અંશનો અંશ જ અનુભવી સમજી શકી કે માણી શકી છે. પૂ. ગુરુદેવશ્રીમાં વ્યવહાર તથા નિશ્ચયની સમજણ ખૂબ અનેરી હતી. કઈ અપેક્ષાએ કઈ વસ્તુ કહેવાઈ છે કે કઈ અપેક્ષાએ કઈ વસ્તુમાં પ્રાધાન્ય તેની તેમને સમજણ અસાધારણ હતી. અનેકોના ભવોદ્ધારક તરણતારણહાર કરુણા અને વાત્સલ્યના વરસતા ધોધ સમાન પૂ. ગુરુદેવમાં જ્ઞાન છતાં સરળતા હતી, પરમ વિદ્વત્તા છતાં નિરભિમાનપણું અને તેમનું વ્યક્તિત્વ વિનય-વિવેકના અદ્ભુત મિશ્રણવાળું હતું. આટઆટલી આંતરિક શકિત અને બાહ્ય વિશેષતાઓ હોવા છતાં તેને ગંભીરતાથી પચાવી પારો પચાવવા કરતાં પણ અઘરું કામ તેમણે ખૂબ સાહજિકતાથી સિદ્ધ કર્યું. જે કાંઈ તેમના દ્વારા થઈ રહ્યું છે તેમાં તેઓ નિમિત્તરૂપ છે અને તે બધી કૃપા દેવગુરુની અને શ્રી નવકારની છે તેવું સતત તેઓશ્રી કહેતા. આટલું બધું હોવા છતાં પણ પોતાના ચારિત્રમાં દોષ ન પ્રવેશે અને નાની ભૂલ હોય તો તે તેના પ્રત્યે ઉપેક્ષાના બદલે ફરીથી ન થાય તેના માટે સતત જાગ્રત રહેતા. જે એ બતાવે છે કે પોતાની જાતની ગુરુતા કયારેય સમજેલ નહીં, માનેલ નહીં. આવી પ્રતિભાશાળી વ્યક્તિને અનેક લોકોએ આચાર્યપદવી માટે ઘણા બધા પ્રસંગોએ જુદી જુદી રીતે દબાણ કર્યું છતાં પણ તેઓ પદવીના મોહથી પર રહ્યા અને દબાણનો હસતાં હસતાં પ્રતિભાવ આપતા અથવા મૌન ધારણ કરતા. આ જમાનામાં આવા નિર્લેપ પૂ ઉપાય જી મ. સા. પૂપં. ભદ્રંકર વિ. જી મ. સા. તથા પૂગુરુદેવ શ્રી જેવા અપવાદ રૂપ મળે. આગમજ્ઞાનના અથ પૂ. ગુરુદેવશ્રીએ ભગવંતો આગમજ્ઞાન મેળવવા માટેની અનુજ્ઞા રૂપે ગણિપદવી, પંન્યાસપદવી કોઈ પણ જાતની ધામધૂમ વગર (સાદાઈથી) સ્વીકારી. અંતે એક વાત - આજના કાળના ઘણા બુદ્ધિજીવી જીવોની બૌદ્ધિક પ્રતિભા પૂ. શ્રીની તોલે આવે તેમ નથી. એ અનુભવ ગોચર હકીકતથી એમ નિર્ણય કરી શકાય કે પરમ બૌદ્ધિક પ્રતિભાશાળી પૂશ્રી શ્રી નવકાર આદિનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું તે ચરણોમાં શીશ ઝુકાવવામાં આપણું પણ પરમહિત છે. પૂજ્ય ગુરુદેવશ્રીના જીવનનું દર્શન કરાવવાનું અનાયાસે જે સદ્ભાગ્ય સાંપડ્યું છે એનો ખૂબ આનંદ છે. પૂજ્યશ્રીના જીવન પર “પૂજ્ય ગુરુદેવશ્રી” નામનું પુસ્તક પૂજ્યશ્રીના પ્રશિષ્ય ૫૦ પૂ. ૫. હેમચંદ્ર સામસા. એ છપાવેલ છે. - પૂજ્ય ગુરુદેવ ગુણોની ગંગા હતા. જ્યારે કેમ વરસ્યા એનો ખ્યાલ આવતાં ખૂબ ગદ્ગદિત થઈ જવાય છે અને પૂજ્યશ્રીની અપેક્ષા મુજબની પાત્રતા વિકસે એવી એમને પ્રાર્થના કરીએ છીએ. Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચા (૩૫ પ્રાને પૂ. ગુરુદેવશ્રીના જીવનઘડતરમાં જેમનું અમૂલ્ય પ્રદાન છે તે પૂજ્ય ગુરુદેવશ્રીનાં સંસારી માતુશ્રી પૂ. સા. શ્રી સદ્દગુણાથીજી મ. જે આજે વિદ્યમાન નથી તેઓશ્રીને પણ ગુણાનુરાગપૂર્ણ ભક્તિરાગથી વંદન કરી વિરમીએ છીએ. સામાન્યથી આ પ્રસંગોમાં કયાંય અતિરેક કર્યો નથી છતાં અજ્ઞાનતાવશ યા અન્ય કારણે કંઈ હકીકત દોષ આ અન્ય ખલના થઈ હોય તો તે બદલ ત્રિવિધે “મિચ્છામિ દુક્કડ પૂજ્યશ્રીના શ્રાવકો તારીખ : ૩૦-૭-'૯૬ને અષાઢ સુદ પૂનમ. સ્થળ : અમદાવાદ, સાધકે શું ન કરવું? કારણ હોય તો પણ ઉશ્કેરાટ-આવેશને આધીન ન થવું. છે. કોઈને ઉતારી પાડવાનો પ્રયત્ન કદી ન કરવો. છેસામાને ભોઠપ લાગે તેવી ટીખળ-મશ્કરી કદી કોઈની ન કરવી. ના કોઈ પણ વ્યક્તિ પ્રતિ કઠોર ભાષા કે કઠોર વર્તન ન રાખવું. છે. કોઈ પ્રતિ અપ્રીતિ – અરુચિ ન રાખવી કે કોઈના તરફ અતડા ન બનવું. છે. સાધકે ઇન્દ્રિયોને છૂટી ન રાખવી. જે વડીલોની વિવેકપૂર્વકની મર્યાદા જાળવવી, આમન્યાનો ભંગ ન કરવો. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રે જમસ્કાર મહામંત્ર તત્યચંદ્રકા પૂજ્ય પં. શ્રી અભયસાગરજી મ. સા.ની ટૂંકી જીવન નોંધ ૧. જન્મસ્થળ : ઉનાવા (તાલુકો-ઊંઝા, જિલ્લો-મહેસાણા) ૨. જન્મતિથિ : વિ. સં. ૧૯૮૧, જેઠ વદ ૧૧. ૩. જન્મ નામ : અમૃતકુમાર ૪. પિતાશ્રીનું નામ : મૂળચંદભાઈ (પૂ ઉપાશ્રી ધર્મસાગરજી મ. સા.) ૫. માતૃશ્રીનું નામ : મણીબેન (પૂસાશ્રી સદ્દગુણાશ્રીજી મ. સા.) ૬. બંધુનું નામ : મોતીલાલ (પૂ. મુનિરાજ શ્રી મહોદયસાગરજી મ. સા.) ૭. બહેનનું નામ : સવિતાબેન (પૂ. સા. શ્રી સુલભાશ્રીજી મ. સા.) ૮. દીક્ષાભૂમિ : શ્રી શંખેશ્વરજી તીર્થે, ભમતીમાં શ્રી નેમિનાથ પ્રભુજી સન્મુખ. ૯. દીક્ષા તિથિ : વિ. સં. ૧૯૮૮. માગ વદ ૧૧, પ્રાત:કાળે કાા વર્ષની વયે. ૧૦. દીક્ષાગુરુ : પૂ ઉપા. શ્રી ધર્મસાગરજી મ. સા. ૧૧. દીક્ષા દાતા : આગમોદ્ધારક આ દેવ શ્રી આનંદસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. દાદાગુરુ શ્રી ચન્દ્રસાગરજી મ. સા. આદિ. ૧૨. વડી દીક્ષા : વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ ૫. ૧૩. વડી દીક્ષાભૂમિ : અમદાવાદ વિદ્યાશાળા, પૂ આ શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ. સા. (બાપજી મ. સા.)ની નિશ્રામાં. ૧૪. ગણિપદ તિથિ વિ. સં. ૨૦૧૧, જેઠ વદ ૧૧. ૧૫. ગણિપદ સ્થળનિશ્રા : કપડવંજ (પૂ. ગચ્છાધિપતિ માણિકયસાગર- સૂરીશ્વરજી મ. સા. તથા પૂ ઉપા. શ્રીધર્મસાગરજી મ. સા.ની નિશ્રામાં) ૧૬. પંન્યાસપદ તિથિ: વિસં. ૨૦૨૯, મહા સુદ ત્રીજ. સ્થળ-નિશ્રા : અમદાવાદ, નરોડા, પૂ. ઉપાડ શ્રી ધર્મસાગરજી મ. સા.ની નિશ્રાએ. ૧૭. આગમવાચના : (૧) વેજલપુર, પૂ. ગણિવર્યશ્રી લબ્ધિસાગરજી મ. સા. આદિની નિશ્રામાં ખૂબ પ્રભાવશાળી થયેલ. (૨) અમદાવાદ, ઉજમફઈની ધર્મશાળા તથા જૈન મરચંટમાં અનેક પદસ્થો તથા મુનિવરોની હાજરીમાં થયેલ, જેનાથી પ્રભાવિત થયેલ હીરાભાઈ આદિ સુશ્રાવકો સંયમ જીવનના સુંદર આરાધક બન્યા. Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસ્કાર મહામંત્ર તત્ત્વ8િI وق (૩) પાલિતાણા, કલ્યાણભુવન આગમમંદિર – જીવનનિવાસ આદિ સ્થળે જેમાં સર્વ સમુદાયવર્તી પૂe પદસ્થો તથા મુનિરાજે પધારતા. લાલભાઈ એલ. પરીખ, ઉઝાવાળા વસંતભાઈ, અનુભાઈ ચીમનલાલ આદિએ અનુમોદનીય લાભ લીધેલ. (૪) પાટણ, તંબોળીવાસ વિવિધ વિશિષ્ટતાવાળું નાનું આગમમંદિર બનાવી વિશિષ્ટ શૈલીથી આગમ-વાચના થયેલ, જેમાં શ્રી વજુભાઈ, શ્રી સારાભાઈ, શ્રી બાબુભાઈ આદિએ અપૂર્વ ભાવોલ્લાસ સહ લાભ લીધેલ. આ સિવાય પણ અમદાવાદ-જૈન મરચન્ટ, ઊંઝા આદિ સ્થળોએ આગમવાચના કરેલ. ૧૮. શાસન પ્રભાવનાનાં (૧) પાલીતાણામાં આગમમંદિર પાછળ શ્રી જંબૂદ્વીપની વિશિષ્ટ સ્વહસ્તે થયેલ શુભ રચના સહ શ્રી મહાવીર પ્રભુ નૂતન જિનાલય પ્રતિષ્ઠાદિ. કાર્યો : (૨) પાટણ – તંબોળીવાડે - વિધિ - શાસ્ત્રમર્યાદાના અડગ પાલન સહ શ્રી મહાવીર પ્રભુ નૂતન જિનાલય ખાતમુહૂર્ત, શીલાસ્થાપન, પ્રતિષ્ઠા, આદિ. (૩) શ્રી નવકાર મહામત્વ પ્રભાવે અનેક ઉપદ્રવો, ઉપસર્ગોથી અજેય બની શ્રી નાગેશ્વરજી તીર્થે તથા શ્રી માંડવગઢ આદિ તીર્થે જીર્ણોદ્ધારાદિ. (૪) આરંભજન્ય લાઈટ-માઈક આદિના આડંબર વિના અનેક અઠ્ઠાઈ મહોત્સવ, ઉદ્યાપન આદિ. (૫) મહેસાણા - ઊંઝા – શંખેશ્વર, ચાણસ્મા, પાટણ આદિ અનેક સ્થળોએ શ્રી સંઘમાં શ્રી નમસ્કાર મહામગ્નની વિધિ શુદ્ધ, વિશિષ્ટ આરાધના. ૧૯. સ્વ-શિષ્ય સંપદા : પોતાને ગુરુપદને અયોગ્ય માનવા છતાં પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાથી સર્વ પ્રથમ ૧. આબુ-અચળગઢમાં અરુણભાઈ શાન્તિલાલ છાણીવાળા પૂ. અશોકસાગર (હાલ પૂ આ શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મ.), ૨. અમદાવાદ – નવીનભાઈ (હાલ પૂ. પંશ્રી નિરૂપમસાગર મ. સા.), ૩. મેત્રાણા - કિરીટભાઈ (હાલ પૂઆ. શ્રી કલ્યાણસાગર સૂરિજી મ. સા.), ૪. નરોડા - (પૂર સોમશેખર સાગરજી મન્સા). આ ચાર શિષ્યો ઉપરાંત પૂપંશ્રી જિનચંદ્રસાગરજી મ. સા., પૂ. પં. શ્રી હેમચંદ્રસાગરજી મ. સા. આદિ વિશાળ પ્રશિષ્ય ગણ શાસનને સમર્પિત કરેલ છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૨૦. વિશિષ્ટ તપધર્મની આરાધના : ૨૧. કાળધર્મ : * - બાલ્યવયથી શારીરિક પ્રતિકૂળતા છતાં મોટા ભાગે કાયમ માટે એકાસન યા બીઆસન. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા * શ્રી નમસ્કાર મહામન્ત્રની આરાધના માટે ભાદરવા વદ ૫ થી કારતક સુદ ૫ સુધી વિશિષ્ટ તપધર્મની આરાધના. * જીવનમાં વરસીતપો વિશિષ્ટ અભિગ્રહપૂર્વક કર્યાં, જેમાં એક વરસીતપનું પારણું થી પાલીતાણા-સિદ્ધક્ષેત્ર-માં પૂર્વ-મહાપુરુષોની સ્મૃતિ કરાવે તેવા અભિગ્રહપૂર્ણ કરવા બપોરે બે વાગ્યા પછી થયું. * છઠ્ઠા વરસીતપનું પારણું ચારૂપ તીર્થમાં અકલ્પનીય અભિગ્રહો પણ દેવ-ગુરુ કૃપાએ પરિપૂર્ણ થયા બાદ બપોરે ૧-૧૫ મિનિટે કર્યું. ઊંઝામાં શ્રી સકળ સંઘની હાજરીમાં વિ સં. ૨૦૪૩ કારતક વદ ૯ બપોરે નશ્વર કાયાને વોસિરાવી શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણ સાથે પુદ્ગલ દેહ છોડ્યો. સંસ્કારોની કેળવણી પૂર્વભવની આરાધનાનું બળ લઈ આવેલાને માતા-પિતાના દૃઢ સુસંસ્કારે બાળ અમૃતકુમાર સવા છ વર્ષની વયે સંયમ લેવા તત્પર બન્યા. તેમાં સંસ્કારો કામ લાગે છે. જેમ કે, (૧) સવા વર્ષની વયથી કાચા પાણીનો ત્યાગ છતાં ।। વર્ષની વયે હૈયાના સમજણથી ત્યાગ. કાચું પાણી ન પીવાય એમ હૈયામાં દઢતા - બરફ - બોર ગોળી – આઇસ્ક્રીમ જેવી પરચૂરણથી પેટ બગડ્યું નથી - સ્પર્શ નહિ ત્યાં ખાવાની કેવી વાત ! | - (૨) ૩ વર્ષની વયથી ઉભયટંક પ્રતિક્રમણ કરવા બેસવાનું, ૧ સામાયિક - મૌખિક ધાર્મિક અભ્યાસ. દીક્ષા સમય સુધી વાંદણાને આલોવવાનું કરેલ. (૩) સ્નાન કરી ઊઠતાં માતા ટુવાલથી શરીર લુછાવે ત્યારે આગળ આવેલા નાના વાળને પં૰ મના હાથે ઉપડાવે જેથી કાય કદી લોચ સહન કરતાં શીખે. (૪) પર્વ તિથિએ પૌષધ માતા કરે, ત્યારે સાથે પૌષધ કરવા લઈ જાય. ૧૧ વાગ્યા સુધી ક્રિયા–અભ્યાસ કરાવે પછી બેસણું કરાવે-પચ્ચક્ખાણ નહિ. આ રીતે વિરતિના સંસ્કાર અપાતા હતા. તેમાં અસભ્ય (૫) બાળરમતમાં નજર આગળથી દૂર કરવાના નહિ - આંગણે રમવા દે રમત નહિ, અશ્લીલ ભાષા નહિ - નિર્દોષ સામાન્ય રમત. આવા હતા સંસ્કારો . Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસ્કાર મહામંત્ર તત્વયંતિકા ૩૯ સાચો આરાધક . જીવનમાં પ્રસંગે પ્રસંગે પ્રગટતા “અહંને પારખી તેને ડામવા જે સતત પ્રયત્નશીલ હોય.... અનાદિ સંસ્કારોના બળે ભૌતિક કામનાઓ તરફ ઢળતા મનને = માનવ સ્વભાવને જે કાબૂમાં રાખે... જાતને સુધારવા જે ખૂબ જ જાગ્રત હોય... આત્મ-નિરીક્ષણ દ્વારા જે પોતાના દોષોને ખોળી કાઢવા તત્પર હોય.. છે. ઈદ-હઠાગ્રહને સાધના–માર્ગમાં મોટા વિનરૂપ માની તેનાથી જે દૂર રહે.. છે. કોઈની પણ સલાહ-સૂચનાને ખૂબ ધ્યાનપૂર્વક સમજવા જે પ્રયત્નવાળો હોય. આવેશનાં નિમિત્તો મળવા છતાં જે નમ્રતા સતત જાળવી રાખે. સ્વભાવમાંથી કટુતા કે ડંખીલીવૃત્તિ દૂર કરી સાધનાના પંથે મકકમ ડગ માંડનાર.. ચારિત્ર્યની શુદ્ધિ આરાધનાનો મહત્ત્વનો પાયો હોઈ અંગતજીવન ખૂબ જ ચોકકસાઈભર્યું રાખી સતત સેવાવૃત્તિ કેળવનાર... ગુરુ-આજ્ઞાને જીવન-પ્રાણ સમજી તેને સક્રિય બનાવવા પૂર્ણ પ્રયત્નશીલ... શ્રી નમસ્કાર મહામન્ત્રની આરાધનામાં વિકાસ માટે અતિ ઉપયોગી ૧૦ બાબતો ૧. મર્યાદાશુદ્ધિ કાયિક-વાચિક-માનસિક બ્રહ્મચર્યનું પાલન કરવું. ૨. જાપ એકાન્તમાં કરવો. ૩. માળા ઉપર કોઈની દષ્ટિ ન પડે તે રીતે બેસવું. ૪. પરનિંદા સદંતર છોડવી, પરનિંદા સાંભળવી પણ નહીં. ૫. જગતના જીવમાત્રનું ખાસ કરીને આપણા દુશ્મનોનું પણ ભલું ઇચ્છવું. ૬. ચમત્કાર અનુભવાય તો ગર્વ ન કરવો. જેને તેને કહેવો નહીં. છે. તેલ-મરચું શકય તેટલું ઓછું વાપરવું. ૮. સાત્વિક આહાર અને સાત્વિક જીવનચર્યા રાખવી. ૯. બીજા ધમ કે દેવો પ્રતિ તિરસ્કાર ભાવ ન રાખવો. ૧૦. પ્રાણીમાત્ર સિદ્ધસ્વરૂપ છે, એવું સમજી કોઈના પ્રતિ મનમાં તુચ્છભાવ ન રાખવો. તા. ૧૪-૪-૭૮. ઉઝા Page #47 -------------------------------------------------------------------------- ________________ Page #48 -------------------------------------------------------------------------- ________________ 經康 हूँ ताण अण्णं गुणी जीप जायस wingfie जल परिपूर्ण: जन्म मृत्यु जरा Ste दीपस्त ससार Cerameat wear af 200K SAUC 虛無無方知真花 9 | अरिहंताणं ॥ 大林 「經 疫 永逸 精选 寒 經長 3 Page #49 -------------------------------------------------------------------------- ________________ Page #50 -------------------------------------------------------------------------- ________________ D શ્રી વર્ધમાન સ્વામિને નમ: શ્રીં નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આરાધક પુણ્યાત્માઓને શ્રી નવકારની સૂચના અનુસાર લખાતા પત્રોની નોંધ વીર નિ સં. ૨૫૦૯ વિ. સં. ૨૦૩૯ દ્વિ ફ્રા ૧૪ સાગરનો ઉપાશ્રય પાટણ વિભાગ-૧ લી Page #51 -------------------------------------------------------------------------- ________________ Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા આ પત્રમાળાનો પ્રારંભ આજે ફરીથી શ્રી નવકાર અને ગુરુચરણોનું સ્મરણ કરી શરૂ કરું છું. તમે દર ગુર- શનિવારે આ પત્ર સાથે વાંચશો. મગજમાં ગોઠવશો. ૧. “શ્રી નવકાર કેશરી સિંહ જેની હૃદય ગુફામાં ત્યાં શી મજાલ વિકાર શિયાળોની ?” ૨. વળી શ્રી નવકાર મહામંત્રમાં બે વિભાગ છે. ૧લો વિભાગ પાંચ પદનો. બીજો વિભાગ છેલ્લા ૪ પદની ચૂલિકાનો. શરૂના પાંચ પદો દરેક સ્વતંત્ર રીતે આત્મશુદ્ધિ માટે ઉપયોગી પાંચ તત્વોનો પરિચય આપે છે. જ્યારે બીજા વિભાગમાં ૪ પદોની સંયુકત ચૂલિકારૂપે શ્રી નવકાર મહામંત્રનો આત્મા દર્શાવ્યો છે. આ પાંચ પરમેષ્ઠીને કરાયેલ નમસ્કારથી સર્વ પાપકર્મ= મોહનીય આદિ ઘાતી કર્મના ક્ષયની વાત મગજમાં સ્થિર થાય તો ઓળખ્યો ગણાય. વળી સર્વમંગલમાં શ્રેષ્ઠ – મંગળ આ નવકાર જ છે. શ્રી નવકાર વિના દુનિયાના શ્રેષ્ઠ મનાતા મન્ચાક્ષરો પણ ઈષ્ટ સિદ્ધિ આપતા નથી. આવો દઢ વિશ્વાસ તે જ ખરેખર શ્રી નવકારનો આત્મા છે. ૩. શ્રી નવકારમાં ત્રણ તત્વ છે. પ્રથમ બે પદમાં દેવતત્ત્વ પછી ત્રણ પદમાં ગુરુતત્ત્વ છેલ્લા ચાર પદમાં ધર્મતત્ત્વ છે. કર્મ ક્ષયની વાત અને આ પાંચ પરમેષ્ઠીની આરાધના સર્વોત્કૃષ્ટ છે. એવો વિશ્વાસ એ ખરેખર ધર્મ છે. ૪. શ્રી નવકાર મહામંત્રનાં ૪ નામ છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧. મામિ = શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ (સચૂલિક) ૨. સૈદ્ધાંન્તિ = શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર ૩. વ્યાવહારિ = શ્રી નમસ્કાર મહામંત્ર ४. रूढ = શ્રી નવકાર ૫. શ્રી નમસ્કાર મહામંત્રમાં આત્મશુદ્ધિ માટે વિશિષ્ટ પ્રબળ આલંબનરૂપ પાંચ પરમેષ્ઠિઓ છે, કે જે આપણા આત્માની જ જુદી જુદી વિશુદ્ધ અવસ્થાઓ છે. ૬. શ્રી નવકાર મહામંત્રથી છ કાયમાં રખડવાનું મટી જાય છે. કેમ કે છ કાયની જયણા પંચપરમેષ્ઠીની આજ્ઞાના ફળરૂપે જીવનમાં પરિણત થાય તો ભવભ્રમણ ટળે. કહ્યું છે કે, છ કાયમાંથી જીવ આવીયો, છ કાયમાં જાય ! જે છ કાયની જયણા કરે, તો છ કાયમાં ન જાય !” છે. શ્રી નવકાર મહામંત્રમાં ૭ ગુરુઅક્ષરો છે એટલે કે જેડાક્ષરો સાત છે. (૧) 1 (પદ.૨), (૨) 1 (પદ.૪), (૩) કa (પદ.૫), (૪) વા (પદ. ૬), (૫) હa (પદ.૭), (૬) U (પદ.૭), (૭) વે (પદ.૮). આ અક્ષરોના સ્પષ્ટ ઉચ્ચારથી દિવ્ય શક્તિ આત્મામાં અવતરિત થાય છે. માટે આ અક્ષરોને ગુરુ=પૂજ્ય કહ્યા છે. ઉચ્ચારશુદ્ધિથી મનનું ચૈતન્ય વિકસે છે. ૮. શ્રી નમસ્કાર મહામંત્રમાં ૮ સંપદા છે. સંપદા એટલે વિરામસ્થાન મંત્રની ઉચ્ચારપદ્ધતિ આપણા આત્મામાં દિવ્ય આંદોલનો જન્માવે છે. (રૂબરૂમાં સમજાવીશ કે શી રીતે શ્રી નવકાર સંપદા ક્રમે વાંચવો.) સંગીતના સૂરોની સાધના ન કરી હોય, પેટીની સરગમ કે તબલાના બોલ ન જાણ્યા હોય તો આશાવરી – માલકોશ - ભૈરવી – ભીમપલાશ આદિ રાગોનાં સ્તવનો માત્ર વાંચી જવાથી દિવ્ય સંગીતનું વાતાવરણ ખડું ન થાય. તેથી આંતરિક આત્મામાં દિવ્ય વાતાવરણ કે જેથી કર્મોનાં વિષમ બંધનો - વિકારી ભાવોની અસરો તૂટી જાય, ભૂંસાઈ જાય તેવી અસર ઉપજાવવા ૮ સંપદાના ક્રમથી શ્રી નવકાર બોલતાં શીખવો જરૂરી છે. (જે રૂબરૂ સમજાવી શકાશે.) ૯. શ્રી નવકાર મહામંત્રનાં પદો ૯ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા પદ એટલે સ્થાન, આત્માની શકિતના કેન્દ્ર રૂપ આ ૯ પદો છે. ૯નો આંક અખંડ છે, ધ્રુવ છે. ગમે તેટલા સરવાળા - બાદબાકી - ગુણાકાર – ભાગાકારમાં પણ ૯નો આંક ધ્રુવ છે. (૧) જેમ કે, (ગમે તે સંખ્યા લઈ શકાય) ૪૫૭૪૮૩ ર૭૧૧૦ ૩૪૬૫૩૩ ૪૪૨૧૦૪ ૧૫૧૭૨૨૨ જે જવાબ આવ્યો તેનો સરવાળો કરો. આને મૂળ રકમમાંથી બાદ કરી વધેલ સંખ્યાનો સરવાળો ૯ જ આવશે. ૧૫૧૭૨૨૨ ૨૦ ૧૫૧૭૨૦૨ (૨) ગમે તે રકમ લઈ શકાય આ રીતે ઉપરના જવાબમાંથી બાદ કરો જે આવે તેનો સરવાળો ૯ જ આવશે. ૫૧૭૪૩૬૬૨ ૩૬૪૦૨૧૫ર ૧૫૩૪૧૫૧૦ ૨૦ ૧પ૩૪૧૫૧૦ ૧૫૩૪૧૪૯૦ = ૨૭. ૨ + ૭ = ૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તખ્તચંદ્રિકા ૪૫૭૪૧૩ X ૫ ૨૨૮૭૦૬૫ = ૩૦ ૩૦ ૨૨૮૭૦૩૫ = ર૭ = ૯ (૪) ૪ | ૧૫૮૧૧૩ | ૩૯૫૨૮ - ૨૭ ૧૨ ૩૯૫૦૧ = ૧૮ = ૯ ૩૬ ૨૧ . મe | | #| ૧૧ આ પ્રમાણે ગમે તે રકમના સરવાળા - બાદબાકી - ગુણાકાર - ભાગાકારનો જે જવાબ આવે તેના આંકડાનો સરવાળો જવાબમાંથી બાદ કરીએ તો જે આંકડા રહે તેનો સરવાળો ૯ જ આવે. આવો ઘુવ આંક ૯ છે. તેથી શ્રી નવકારના ૯ પદો આત્મારૂપ ધ્રુવ ચીજને મેળવવાની શક્તિના કેન્દ્રરૂપ છે. આ રીતે શ્રી નવકારમાં ૧ થી ૯ સંખ્યા સ્થાનોનું મહત્વ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ટ્વી દેવગુરુકૃપાએ સુખશાંતિ છે. શ્રી નવકારની આરાધનાના પંથે ચાલનારાએ મનની ભૂમિકામાં પડેલ સ્વ-કેન્દ્રિય ભાવનાઓ હઠાવવી જોઈએ. ૫-૪-૮૩, ક્રિ ક્ા ૧ ૮ વર્ષીતપ પ્રારંભ મને સુખ મળો, મને સારી સામગ્રી મળો, આ જાતના વિચારો આરાધનાને ડોળી નાંખે છે. ઇચ્છા જીવમાત્રને હોય છે. પ્રત્યેકના હૃદયમાં કોઈને કોઈ ઇચ્છા હોય જ, પણ બધી ઇચ્છાઓનો સરવાળો એ થાય છે કે, “મને પોતાને જરા પણ દુ:ખ ન આવો અને જગતની બધી જાતની સુખની સામગ્રી મને મળો’’ કહી આપણે નજર સામે રહેલ બીજાના દુ:ખનો વિચાર નથી કરતા, અગર સારી ચીજ મળે તેમાં બીજાને સહભાગી બનાવવા વિચારતા નથી. આ ખરેખર સ્વ-કેન્દ્રિય ભાવનાઓ આપણી આરાધનાને વિકસવા દેતી નથી. ‘‘મારું દુ:ખ દૂર થાય અને સુખ મને મળે' આ ઇચ્છા હીન=નિકૃષ્ટ કોટિની ઇચ્છા કહેવાય. આમાં માત્ર આપણે આપણી જાતનો જ વિચાર કર્યો. આપણી જાત એટલે શરીર ઇન્દ્રિય – મન - બુદ્ધિ આ ચોકઠામાં રહીને સુખ મેળવવાની વાત, દુ:ખને ટાળવાની વાત સ્વ કેન્દ્રિય કક્ષા તરફ ખેંચી જાય છે. આનું દુ:ખદ પરિણામ એ આવે છે કે, બીજાં દુ:ખી જીવો પ્રતિ હમદર્દી-કરુણા કેળવી શકાતાં નથી. કયારેક આપણને મળતાં સુખની કલ્પનામાં કે આવેલ દુ:ખને કાઢવાની ઘેલછામાં બીજા જીવો તરફ નિન્નુર વ્યવહાર પણ કરવા તૈયાર થઈ જઈએ છીએ. પરિણામ એ આવે છે કે જગતના અન્ય જીવો સાથે આપણે જે સાહજિક સંબંધ છે, જેનાથી મૈત્રીભાવ પ્રગટે છે, તેની કેળવણી કરી શકતા નથી, માટે આરાધકે સ્વ-કેન્દ્રિય ભાવનાઓને હઠાવવા વિવેકપૂર્વક પ્રયત્ન કરવો ઘટે. જીવ-આત્મા જેવો આપણો છે તેવો જ જગતના નાના-મોટા સર્વ જીવોનો છે. ચૈતન્ય દરેકમાં એક સરખું છે. તેથી સુખનો રાગ, દુ:ખનો દ્વેષ જગતના સર્વ જીવોને સંભવિત છે. બીજાની જરૂરિયાતો અને મુશ્કેલીઓનો વિચાર ન કરી શકીએ તો માણસાઈ કયાં રહી ? Page #57 -------------------------------------------------------------------------- ________________ આપણને જેવી સુખની ઇચ્છા છે તેવી જગતના નાના મોટા સહુની છે. તો આપણી ફરજ એ થઈ પડી કે જગતના સર્વજીવો સુખી થાઓ. સૌ દુ:ખમાંથી મુકત થાઓ. એ જાતની ભાવનાનાં બીજ આપણા અંતરમાં વાવવાં જરૂરી છે. મને મારા સુખપ્રાપ્તિના મોહમાં બીજાની પીડા - દુ:ખની અવગણના એ મોટામાં મોટો દુર્ગુણ ગણાય. એ દુર્ગુણને ખસેડવા પ્રયત્ન કરવો એ આરાધક આત્માની પવિત્ર ફરજ છે. פד સાગર જૈન ઉપાશ્રય, પાટણ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા F પોતાનાં સુખશાંતિનો વિચાર આત્મવિકાસને અવરોધે છે. કેમ કે સ્વ-કેન્દ્રિય વિચારો મોટે ભાગે પારકાની પરિસ્થિતિનો અભ્યાસ નથી કરવા દેતા. તેથી લગભગ પરદ્રોહ, બીજાને થતા નુકસાનની બેદરકારી અને બીજાની અપેક્ષાઓનું વિસ્મરણ થવા પામે છે. ૭-૪-૮૩, દ્વિ ફા॰ વ ૧૦ પ્રથમ આરાધનાના પંથે ડગલાં ભરવા માટે જગતના સર્વજીવોમાં ચૈતન્ય છે તે વાતની પ્રતીતિ પાકી કરી જેમ મને સુખ પસંદ છે - દુ:ખ ના- પસંદ છે તેવું જગતના સર્વજીવોને હોય તો મારી પોતાની પ્રવૃત્તિથી - વાણી કે વિચારોથી કોઈ પણ જીવની લાગણી દુભાય કે અનર્થ થાય તેવું મારે ન કરવું. આ વિચાર આરાધનાનો પ્રાથમિક પાયો છે. વળી સુખ-શાંતિ મેળવવાના વિચારોમાં સ્વ-કેન્દ્રિય ન બનવું જરૂરી છે. સ્વ-કેંદ્રિય બનવાથી પારકા જીવો પ્રતિ આપણી જવાબદારી ભુલાઈ જાય છે. માટે સુખ-શાંતિ જીવમાત્રને મળો એ વિચાર સતત કેળવવો. બીજાને કસ્તૂરી – અત્તર આપવા જનારની પોતાની જાત સુગંધમય બની જ જાય છે. સર્વજીવોનાં સુખશાંતિના વિચારથી આપણા આંતર મન પરના મોહનાં આવરણોનો ક્ષય થવાથી આપણને તો સુખશાંતિ મળે જ છે. જ Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા બીજા જીવોનાં સુખદુ:ખનો વિચાર આપણા જીવનને વિવેકસભર બનાવે છે. સર્વ-જીવોને સુખ-શાંતિ મળો એ વિચાર જ મૈત્રી ભાવનો પાયો છે. તેના ગર્ભમાં કરુણા પણ આવી જાય છે. વળી પ્રમોદભાવ આપણા જીવને ટાઢક પણ ધીમે ધીમે કેળવાય છે. આ રીતે આરાધનાના મૂળ ૪ સ્તંભ મૈત્રી - પ્રમોદ - કરુણા સુખશાંતિના વિચારોમાંથી આપણામાં સ્થિર થવા પામે છે. = છેલ્લે માધ્યસ્થ ભાવ = દુનિયાના જીવો છતે સાધને વિકાસની ભૂમિકાનો લાભ લઈ ન શકે તો કરુણાના પાયા ઉપર આપણી ઉદાસીનતાનો વિકાસ માધ્યસ્થભાવમાં પલટે છે. માધ્યસ્થ બીજા જીવોનાં આ મૈગ્યાદિ ૪ ભાવનાની દૃઢતા ઉપર જ આપણું જીવન આરાધનાના પ્રતાપે ખૂબ નિર્ભર - - સ્વસ્થ બને છે. શાંત છીએ. ૭ બીજાને મળતી સુખશાંતિથી માત્ર પોતાનાં સુખ - દુ:ખના વિચારોની અટવામણ આપણા વિચારો – ભાવનાઓમાં તીવ્ર સંકલેશ ઉપાવે છે. ખરેખર તો આપણી જાતનો જ માત્ર વિચાર તીવ્ર મોહનો ઉદય સૂચવે છે. વ્યવહારમાં પણ એકલપેટો માત્ર પોતાની ગરજે નમનારો માણસ સ્વાર્થી અને હલકો મનાય છે. તો શ્રી નવકાર મહામંત્રની આરાધનાના પંથે ચાલતાં જો આપણી અંતરની દૃષ્ટિ ખૂલે તો આપણા જેવા જગતના અનેક જીવો દુ:ખી છે. તેઓના દુ:ખ-વિલયનો વિચાર હકીકતમાં આપણી મોહવાસિત ચિત્તની ભૂમિકાને સ્વચ્છ કરે છે. પરિણામે જગતના જીવો અને આપણે જુદા નથી. દેખાવમાં જુદા છતાં આપણે બધા એકરૂપ માટીના વાસણ નાનાં મોટાં ઘડો-કોઠી-પવાલી-ઢાંકણા-કોડિયાં - છીપા - આદિ દેખાવમાં જુદા છતાં બધાં માટીરૂપે એક જ છે. તે રીતે આપણે દેખાવમાં શરીર નાના-મોટા કે જુદી જાતના ઘાટથી જુદા દેખાઇએ પણ આપણો આત્મા તો બધામાં એક સરખો છે. તો આપણે બીજાનો વિચાર ન કરીએ, માત્ર આપણાં જ સુખ - દુ:ખનો વિચાર કરીએ તો કેટલી બધી ક્ષુદ્રતા ગણાય ! શ્રી નવકારનો આરાધક કેવો ઉદાર હોય! દુનિયામાં પણ જે કુટુંબના નાના-મોટા લાભ દરેક તરફ તેમજ – નાનાના મોટા તરફ, વળી દેશના નાના મોટા સહુ તરફ પોતાની ફરજરૂપે સર્તન કરે તો કેટલો - ઉદાત્ત જીવનવાળો કહેવાય. તે રીતે વિશ્વના નાના-મોટા સઘળા જીવો પ્રતિ આપણે ઉદાર દૃષ્ટિબિંદુ કેળવીએ તો આપણામાં Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચિંદ્રિકા ઉદારતા - દાન – દયા - દાક્ષિણ્ય - કરુણા – પરોપકાર આદિ ગુણો સ્વત: વિકસવા માંડે, આમ છતાં મનમાં એમ રહે કે મેં મારી ફરજનું માત્ર પાલન કર્યું છે. આમાં નવાઈનું શું કર્યું? માનવ એ જગતના સર્વ પ્રાણીઓમાં ઉત્તમ એટલે મોટો ભાઈ ગણાય. જગતના સર્વ પ્રાણીઓ નાના ભાઈ તુલ્ય છે તો કુટુંબના વડા તરીકે નાનાઓ તરફ સદ્વર્તન કરનાર મોટા ભાઈ કે વડીલ કંઈ વધુ કરે છે તેમ નથી. માત્ર પોતાની ફરજનું પાલન કરે છે. આ રીતે દાન – દયા – આદિ કરવા છતાં આપણામાં અહંભાવ ન વધે. આ રીતે સર્વજીવોનાં સુખ – દુઃખનો વિચાર મૈત્રી ભાવનાના પાયા તરીકે સમજી વિચારી શ્રી નવકારના જાપની સાથે જીવનના ઘડતર માટે જરૂરી પાયાની બાબત તરીકે મૈત્રી -- પ્રમોદ – કરુણા - માધ્યસ્થ – ગુણને વિકસાવવા જરૂર પ્રયત્નશીલ થવું. આજથી નીચેનું ગીત રોજ સવાર સાંજ બોલવું. ગુરુ – શનિએ સામૂહિક જરૂર બોલવું. “મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે ! શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે છે ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે ! એ સંતોના ચરણ કમળમાં, મુજ જીવનનું અર્થ રહે છે. દિન કૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે. કરુણાભીની આંખોમાંથી, અથુનો શુભ સ્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું ! કરે ઉપેક્ષા એ મારગની, તો યે સમતા ચિત્ત ધરું !' ઉપર પ્રમાણેની ભાવનાઓને હૈયામાં ઘૂંટવી, જેથી આપણામાંથી સ્વાર્થવૃત્તિ – દોષવૃત્તિ, ટીકા કરવાની વૃત્તિ, કઠોરતા આદિ દુવૃત્તિઓ વિદાય થાય. શ્રી નવકાર મહામંત્રની આરાધનાના પાયામાં સ્વાર્થવૃત્તિનો વિલય અને કરુણાભાવના વિકાસની જરૂર છે. તે પ્રમાણે યોગ્ય પ્રયત્ન કરતા રહેશો. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા સાગર જૈન ઉપાશ્રય, પાટણ ૧૧-૪-૮૩, દ્વિ ફી વ. ૧૩ વિ શ્રી નવકારની આરાધનાનો પાયો છે - સ્વના સ્થાને જગતના પ્રાણીમાત્રના સુખનો વિચાર. આનું જ બીજું નામ મૈત્રીભાવ છે. વ્યવહારમાં મિત્રો છે કે જે આપણા આમોદ-પ્રમોદમાં સહયોગી હોય. આધ્યાત્મિક રીતે આપણી જાતને નિબંધ સુખી રાખવા ઈચ્છીએ તો આપણા જ નાના ભાઈપ જગતના બીજા જીવોનાં દુઃખો હઠે કે તેઓ પણ આમોદ-પ્રમોદ નિબંધ સુખના અનુભવરૂપે કરી શકે તેનો વિચાર ન કરીએ તો તે કેટલી બધી મુદ્રતા કહેવાય ? કેટલું સ્વાર્થીપણું ગણાય? શ્રી નવકારનો આરાધક સ્વાર્થીન જ હોય, જગતના સર્વજીવો આપણા જેવી જ સુખ મેળવવાની, દુ:ખ હઠાવવાની ઈચ્છા ધરાવે છે. તો તેઓની ઈચ્છાને માન આપી યથાયોગ્ય પ્રવૃત્તિ-ભાવના કરવાના બદલે માત્ર પોતાના જ સુખનો વિચાર એ શ્રી નવકારના આરાધકને શોભે નહીં. હવે જગતના બીજા જીવો ચાર પ્રકારના. (૧) પોતાના ઉપર ઉપકાર કરનારા (સૌથી થોડા) (ર) પોતાનાં સગાંવહાલાં (એથી વધારે) (૩) પોતાના પરિચિતો (એથી પણ વધારે) (૪) પોતાના અપરિચિતો સૌથી વધુ) (૧) જે પોતાના ઉપકારીઓના હિતની ચિંતા ન કરે તે કૃતન ગણાય. (૨) જે પોતાના સ્વજનોની હિત-ચિંતા નથી કરતો તે પણ ગણાય. (૩) જે પરિચિતોના હિતની ચિંતા નથી કરતો તે સ્વાર્થી ગણાય. (૪) જે દુનિયાના જીવોની હિતચિંતા નથી કરતો તે એકલપેટો ગણાય. વિશ્વના પ્રાણીમાત્રના હિતના વિચારનું બહુ મહત્ત્વ છે, કેમ કે પોતાના ઉપકારીઓ, સ્વજનો અને પરિચિતોનાં હિતનો વિચાર વ્યવહારદષ્ટિથી પણ થઈ શકે છે. પણ સંસારના નાના-મોટા પ્રાણીમાત્ર Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૦ (જે આપણા અપરિચિત છે)ના હિતનો વિચાર જ ખરેખર આધ્યાત્મિક જીવનનો પાયો છે. વિશ્વના પ્રાણીમાત્રના હિતનો ‘‘શિવમસ્તુ સર્વ જગત:’’ ‘“જગતના સર્વ જીવો સુખી થાઓ'’ એ રૂપનો વિચાર મૈત્રીભાવ ગણાય છે. ૧. આ મૈત્રીભાવથી ઉપકારીઓની હિતચિંતા ન કરવાથી ઊપજતો કૃતઘ્નતા દોષ દૂર થઈ કૃતજ્ઞતા ગુણ વિકસે છે. ૨. એ રીતે સ્વજનોની હિતચિંતા ન કરવાથી ઊપજતો કૃપણતા દોષ ટળી ઉદારતા ગુણ વિકસે છે. ૩. તેમજ પરિચિતોની હિતચિંતા ન કરવાથી ઊપજતો સ્વાર્થીપણાનો દોષ ટળી પરોપકાર ગુણ વિકાસ પામે છે. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૪. તે રીતે અપરિચિતોની હિતચિંતા ન કરવાથી ઊપજતો એકલપેટાપણાનો દુર્ગુણ ટળી પરમાર્થવૃત્તિનો ગુણ વિકસે છે. આરાધક પુણ્યાત્માને ખાસ કરીને છોડવા જેવા ૪ મહાદુર્ગુણો છે. ૧. કૃતઘ્નતા – દોષ ૨. કૃપણતા - મહાદોષ ૩. સ્વાર્થીપણું – ભયંકર દુર્ગુણ ૪. એકલપેટાપણું – મહાભયંકર દુર્ગુણ શ્રી નવકારના આરાધકે મૈત્રી ભાવના વ્યવસ્થિત વિકાસબળે નીચેના ચાર સદ્ગુણો મેળવવા પ્રયત્ન કરવો. ૧. કૃતજ્ઞતા – કોઇના નાના પણ ઉપકારને ભૂલવો નહીં. ૨. ઉદારતા – આપણી પાસેની ચીજ-શકિતનો યથાશકય સદુપયોગ. ૩. પરોપકાર – બીજાનું કામ કરી છૂટવાની તૈયારી. ૪. પરમાર્થવૃત્તિ - બીજાનું કામ કરી ન શકાય તો પણ મનમાં બીજાનું સારું કાર્ય સારી રીતે નિર્વિને પાર પડો એવી હાર્દિક ભાવના. ઉપરના ૪ સદ્ગુણોને એકેક અઠવાડિયું જીવનમાં અમલમાં મૂકતા રહેવાની ખાસ જરૂર છે. આ સદ્ગુણોના વિકાસ માટે મૈત્રીભાવની કેળવણી ખાસ જરૂરી છે. આ સદ્ગુણોના વિકાસથી આધ્યાત્મિક જીવનને ડોળી નાંખનાર ચાર મહા દુર્ગુણો પર ક્રમશ: વિજય મેળવાય છે. ૧. કૃતજ્ઞતાથી ૨. ઉદારતાથી ૩. પરોપકારથી કૃતઘ્નતા પર વિજય કૃપણતા પર વિજય સ્વાર્થવૃત્તિ પર વિજય Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તનચંદ્રિકા ૪. પરમાર્થવૃત્તિથી – એકલપેટાપણા પર વિજય આ માટે નીચેના ગ્રંથોમાંથી ખાસ વાચના લઈ પછી દર ગુરુ – શનિએ વાંચવું. ૧. અધ્યાત્મકલ્પદ્રુમ - મોતીચંદ ગિરધર કાપડિયા અધિ. ૧, શ્લોક ૧૧ થી ૧૬. ૨. શ્રી શાંતસુધારસ - મોતીચંદ ગિરધર કાપડિયા પ્રક. ૧૩ – ૧૪ – ૧૫ – ૧૬ ૩. શ્રી યોગશાસ્ત્ર (હેમચંદ્રસૂરિ મ.)- પ્રકાશ- ૪ થો, લો. ૧૧૭ થી ૧૨૧ આ રીતે આ ગ્રંથોમાંથી ઉપરના શ્લોકો જુદા લખી લઈ મુખપાઠ કરી રોજ સામૂહિક પાઠ કરવો જરૂરી છે. જે સંબંધી રૂબરૂ વાત. સાગર જૈન ઉપાશ્રય, પાટણ ૧૫-૪-૮૩, ચૈત્ર સુ. ૨, શુક્રવાર જીવન શક્તિઓના વહેણને સંસ્કારોની દિશામાંથી વાળી પરમાત્માની આજ્ઞા તરફ વાળવું તેનું નામ સાધના છે. તમે પુણ્યશાળી છો કે નાની વયે પણ તમોને સાધનાનો માર્ગ મળ્યો છે, અને યથાશક્તિએ અમલમાં મૂકવા તત્પર બન્યા છો. ભાઈલા! પાણીને નીચે વહેતું કરવા કાંઈ પ્રયત્નની જરૂર નથી. એ આપમેળે જ ગમે ત્યાંથી ઢાળ શોધી નીચે વહેવા માંડે છે. પણ તેને ઊંચે ચઢાવવા કે ઉપરની તરફ લઈ જવા સતત પ્રબળ પુરુષાર્થની જરૂર પડે છે, તેમ જીવન શકિતઓ = ઈન્દ્રિયો – બુદ્ધિ - મન - વિચારો આદિ અનાદિકાળના અભ્યાસથી ઉપજેલા અશુભ સંસ્કારોના ઢળાણ તરફ આપોઆપ વગર શીખવા વહેવા માંડે છે. પણ પરમાત્માની આજ્ઞા એ ઉપરની દિશા છે. ચાલુ - રાબેતા કરતાં વિશિષ્ટ પ્રયત્નબળે જીવન શકિતઓ વિવેક, વિનય, સદાચાર, નમ્રતા, આત્મશુદ્ધિ, જ્ઞાનીઓની સેવા, પરોપકાર ઈન્દ્રિયદમન Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા આદિરૂપે ઉપર લઈ જવાની હોય છે. તેને માટે આપણે જીવન શક્તિઓને કૃતજ્ઞતા – વિનીતતા - પરમાર્થવૃત્તિ, સર્વજીવો સાથે મૈત્રીરૂપ પાઈપ નળના ફીટીંગ દ્વારા આજ્ઞા પાલનની તત્પરતા રૂપ ડબલ હોર્સ પાવરની મોટરથી ઉપર લઈ જવા પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. એટલે આજ્ઞાપાલનની મોટર તો તમારામાં પુણ્ય બળે ચાલુ થઈ ગઈ છે. વચ્ચે કયાંક ખોટકાય છે, છતાં મિકેનીકલ અગવડો દૂર થતાં પુનઃ ફટફાટ ચાલે છે. પુણ્યવાનો, હવે મૈત્રીભાવની પાઈપ ફિટીંગ સર્વપ્રથમ કરવાની જરૂર છે. પછી તો ફિટીંગમાં વેલ્ડીંગ - સ્કુ વગેરે રૂપે વિનીતતા, કૃતજ્ઞતા, પરમાર્થવૃત્તિ આદિ તો તમારી પાસે છે જ. માત્ર મૈત્રીભાવ (એના પેટામાં કરુણા, ગુણાનુરાગ અને માધ્યચ્ય આ ત્રણે તમારી પાસે છે જ) ને તૈયાર કરવાની જરૂર છે. ટૂંકમાં જગતના સર્વજીવો આપણી ચેતના જેવી જ ચેતના ધરાવે છે. તે વિચાર અપનાવી જન્મોજન્મની ઘર કરી ગયેલ મારું કામ થાઓ એ તમન્નાને જરા નબળી પાડી જગતના સર્વજીવોનું કલ્યાણ થાઓ. આ ભાવનાના પ્રકાશમાં આપણા માથે આવેલ જવાબદારીને અદા કરવાના પ્રયત્નમાં આપણા હાથે કોઈનું અહિત કે આપણા તુચ્છ (!) લાભ ખાતર કોઈને થતા નુકસાનની બેદરકારી ઘટવા માંડશે. આ બીજાનાં સુખ – દુઃખના વિચારની બેદરકારી ઘટી કે તુરત મૈત્રી ભાવની પાઈપલાઈન ઊભી થઈ સમજે. માટે ભાગ્યશાળીઓ ! શ્રી નવકાર ગણવા દ્વારા જીવનને શુદ્ધ નિર્મળ બનાવવાના સદ્વિચારને મૈત્રીભાવના ધરાતલ પર ગોઠવવાની જરૂર છે. એક મુદ્દાની ચીજ ખાસ ગંભીરતા સાથે સમજવી જરૂરી છે કે, આપણે જેમ દુનિયાના સારા પદાર્થો ઉપર રાગ અને આપણને અણગમતા પદાર્થો ઉપર દ્વેષ ધરાવીએ છીએ. તે રીતે આપણી અંદર એકબીજી ખાસિયત પણ છે. તે એ કે, આપણને ગમતાં માતા-પિતા-ભાઈ-બહેન આદિ કુટુંબીજનો-મિત્રો ભાઈબંધો તથા આપણી ઈચ્છા પૂર્ણ થવામાં મદદગાર બીજાઓ પર હાર્દિક રાગભાવ હોય છે. તેમજ સાંસારિક સ્વાર્થની દુનિયામાં આડે આવનાર અને આપણી ઈચ્છાપૂર્તિમાં આડખીલી કરનાર જીવો પર આપણે તીવ્ર દ્વેષભાવ ધરાવીએ છીએ. આનાથી આપણામાં અજીવ = જડ પદાર્થ પ્રતિ રાગ – દ્રષના ભાવથી બંધાતાં કર્મો કરતાં આપણા જેવા જ ચૈતન્યના સ્વામી આત્માઓ પ્રતિ આત્મા તરીકેની ઓળખાણ યથાર્થ રીતે ન થઈ હોવાથી ભલે ! અમુક પ્રતિ રાગ કરીએ પણ તે આપણા પૌગલિક ભાવના પોષણના માધ્યમ તરીકે. એટલે આત્મા તરીકેની પ્રતીતિ તેમાં ગૌણ થાય છે. વળી જેના પ્રતિ દ્વેષ કરીએ તેના પ્રતિ અશુભ સંકુલેશ ભર્યા વિચારોથી આત્માના ચૈતન્યના અપમાનનું ભયંકર પાપ થવાથી જીવો પ્રતિ થતા રાગદ્વેષ આપણને વધુ કર્મોના બંધનમાં ફસાવે છે. આવી ભયંકર ભૂલ મૈત્રીભાવની કેળવણી ન હોવાથી અનાદિકાલથી કરતા આવ્યા છીએ. Page #64 -------------------------------------------------------------------------- ________________ ત્રિી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૩ આ ભૂલનું પરિમાર્જન કર્યા વિના કરાતી ધર્મની આરાધના માત્ર પુણ્યનો બંધ કરાવે પણ આત્માને નિર્જરાના માર્ગે લઈ જઈ વિશુદ્ધિના પંથે ન લઈ જઈ શકે. એટલે મૈત્રીભાવની કેળવણી કરી જગતના પ્રાણીમાત્ર કર્માધીન છે. એમ સમજી તેનાથી આપણું સારું થાય તો તે લેણાદેણી – મારા ગત જન્મના પુણ્યના વિપાકમાં તે નિમિત્ત માત્ર છે. એટલે તેના ઉપર તે તરીકે રાગભાવ – પ્રેમભાવ ન કરવો. તે રીતે જગતના જે જીવોથી આપણું દેખીતું નુકસાન કેમકે ખરેખર તો આપણે જ આપણા ખરાબ અધ્યવસાયોથી આપણું નુકસાન = કર્મના બંધનમાં ફસાઈને કરીએ છીએ. જગતના જીવો તો માત્ર નિમિત્ત બને છે.) થતું હોય તો ત્યાં આપણી લેણાદેણી નથી- મારા ગત જન્મના પુણ્યની ખામી છે. અગર મારા પાપનો ઉદય છે કે જેથી હું તેની પાસેથી સારું મેળવવાના બદલે દેખીતા નુકસાનને મેળવી રહ્યો છું. એ રીતે આપણું બગાડનાર જીવો તરફ પણ અંતરંગ દ્વેષભાવ ન થાય. પણ મારા પૂર્વના પાપકર્મને ભોગવવામાં મદદગાર - મિત્રરૂપ છે એવો ભાવ થાય એટલે આપણું સારું કરનાર કરતાં પણ નુકસાન કરનાર વધુ ઉપકારી છે અને જૂના પાપકર્મના દેવામાંથી છોડાવે છે. આવા વિચારોને પ્રધાનપણે સ્થાન આપવાથી આદર્શ મૈત્રીભાવ કેળવાય છે. આવા મૈત્રીભાવની આરાધના દ્વારા જીવનને ઉન્નતિના પંથે લઈ જવાની ખાસ જરૂર છે. તેની કેળવણી માટે તમે પુણ્યાત્માઓ પ્રયત્નશીલ થાઓ. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા સાગર જૈન ઉપાશ્રય, પાટણ ફીસુત્ર ૭, મંગળવાર પુણ્યવાનો ! ગયા પત્રમાં જરા ભારે ખોરાક તમને પીરસાઈ ગયો છે. જરા ઊંડું ચિંતન કરી બરાબર વાગોળી હૈયામાં સ્થિર કરશો. એક બીજી વાત મહત્વની જણાવ્યું કે, આ પત્ર શ્રેણી તમોને ગમી કે નહીં ? ગમી તો માત્ર મોઘમ શ્રી નવકાર પ્રતિ શ્રદ્ધાથી કે ખરેખર આંતરિક જીવનશુદ્ધિના ધોરણે કંઈક મેળવ્યાના સંતોષથી ? એ જરા ઊંડાણથી વિચારી આ પત્ર શ્રેણિમાં રજૂ થતી વિચારધારાને જીવનમાં પ્રેકિટકલ બનાવવા તરફ જરૂર મહત્ત્વ આપશો. દૈનિક વ્યવહારમાં મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યથ્યને ઉતારવા પ્રયત્નશીલ બનશો. હું – મારુંની દીવાલોને સમજણપૂર્વક જરા અળગી હટાવી સંસારના નાના - મોટા જીવો પ્રતિ આત્મીયતા કેળવવા પ્રયત્ન કરશો. તેના ટેકામાં દુખિયા જીવો પ્રતિ કરુણા (ધીઠાઈનો અભાવ – મારે શું? એનું એ જાણે, એવો ભાવ ન આવવા દેવો) તેમજ ગુણવાન - સુખી જીવોને દેખી હાશ – એમ હૈયાધારણ રૂપ પ્રમોદભાવ અને છતે સાધને, છતી શકિતએ જીવનને વિકાસના પંથે ન લઈ જનારા તેમજ વિપરીત માર્ગે ચાલનારા પ્રતિ હૃદયના ઊંડાણમાંથી હશે ! જીવમાત્ર કર્મસત્તાને આધીન છે. એવા હાર્દિક વિચારણાને દૈનિક વ્યવહારુ જીવનમાં મૂર્તસ્વરૂપ બનાવતા રહેશો. તેમાંથી શ્રી નવકારની આરાધનામાં ખૂબ ઉમંગ આવશે. વિચારોમાં તાજગી રહેશે. આ વાતને જરૂર અમલમાં મૂકશો. હવે મૂળ વાત કે સર્વજીવો સાથે મૈત્રીભાવ નહીં કેળવનારો આત્મા માત્ર પોતાનો જ વિચાર, પોતાની સુખસગવડનો વિચાર તેમ જ પોતાના દુ:ખોની ગૂંચમાંથી ઊંચો નથી આવતો. પરિણામે દુનિયાની સઘળી સારી ચીજો પ્રતિ મમતા, તૃષ્ણા, મેળવવાની લાલસા હૈયામાં તીવ્ર ખળભળાટ ઊભો કરે છે. કો'ક બીજાને ઉત્તમ ચીજો મળે તેની ઈર્ષ્યા થાય છે સરવાળે આપણે તૃષ્ણાની ભયંકર, અતૃપ્તિ અને ઈર્ષાની ભીષણ આગમાં ફસાઈ જઈએ છીએ. પણ મૈત્રીભાવના વિકાસથી પોતાની જાતને સુખી કરવાના વિચાર ગૌણ બની દુનિયાના Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ૧૫ નાનાં-મોટાં અન્ય પ્રાણીઓમાં રહેલ ચૈતન્યની ઓળખાણ થવાથી તેઓ પણ સુખી થાય એ વિચાર હૈયાને ભયંકર અતૃપ્તિ અને ઈર્ષાની આગમાંથી બચાવે છે. બીજાં પ્રાણીઓને સુખી જોઈ પોતાને આનંદ થાય એટલે શોક-ત્રાસ ભયમાંથી છૂટે છે. આ રીતે જીવનશુદ્ધિના મૂળ મંત્ર તરીકે મૈત્રીભાવ કેળવવો ખૂબ જરૂરી છે. આ મૈત્રીભાવને જીવનમાં ટકાવી રાખવા નીચેના ૪ દોષોને જીવનમાંથી હટાવવા પ્રયત્ન કરવો. (૧) પોતાના સુખની જ ચિંતા. (૨) બીજાના સુખની વિચારણાનો અભાવ. (૩) પોતાના અપરાધોની માફી ન માંગવી. (૪) બીજાના અપરાધોની માફી ન આપવી. ઉપરના ચાર દોષો હકીકતમાં સ્વાર્થવૃત્તિના વિકાસમાંથી ઊપજે છે. માટે સ્વાર્થની જગ્યાએ સર્વજીવોના સુખના વિચારરૂપ મૈત્રીભાવ ટકાવવા માટે નીચે મુજબ પ્રયત્ન કરવો ઘટે. (૧) બીજાનાં સુખની ચિંતા આપણા સુખની ચિંતા જેટલી જ દરકાર રાખીને કરવી. (૨) બીજાનાં દુ:ખોના નિવારણ માટે આપણા પર આવી પડેલ દુઃખને હઠાવવાની તમન્ના જેટલા ઉમંગથી પ્રયત્ન કરવો. (૩) આપણાથી બીજાના નુકસાનરૂપ બનતી ભૂલોની માફી જરૂરી માંગવી. (૪) બીજા જીવો દ્વારા આપણા નુકસાનમાં પરિણમતી ભૂલોને પણ અંતરથી માફી આપવા તત્પર રહેવું. ઉપરની ચાર પ્રવૃત્તિઓ સર્વજીવો પ્રતિ આદર્શ મૈત્રીભાવ ટકાવી શકે છે. વ્યવહારમાં પણ દોસ્તો સાથે ભાઈબંધી કયારે ટકે છે? (૧) તેના સુખ-દુ:ખનો વિચાર કરીએ. (૨) તેના પર આવી પડેલ આતો હઠાવવા આપણે ખરા દિલથી મહેનત કરીએ. (૩) આપણાથી થતી ભૂલોને સ્વીકારી માફી માગવા તૈયારી. (૪) ભાઈબંધ તરફથી કદાચ કોઈ ભૂલ થઈ જાય તો “હશે! કંઈ વાંધો નહીં” એમ કરી લેટ-ગો કરીએ છીએ. ઉપરના ચાર વ્યવહારો જેમ દુન્યવી ભાઈબંધી ટકાવવા જરૂરી છે. તે રીતે સર્વજીવો સાથે મૈત્રીભાવ ટકાવવા ઉપર જણાવ્યા મુજબના ચાર પ્રયત્નો કરવા ઘટે. આ વિના આપણે જગતના જીવો પ્રતિ આંતરિક મૈત્રીભાવનો સંબંધ જાળવી ન શકીએ. આ રીતે તમો તમારા જીવનમાં ભાઈબંધી ટકાવવાના જગપ્રસિદ્ધ ચાર પ્રકારો (જે આપણા જીવનમાં છે જ)બ્રૉડ = વ્યાપક બનાવી જગતના સર્વ જીવો સાથે આવા ઉચિત વ્યવહારોને અપનાવી અંતરને રાગાદિ દૂષણોથી અલિપ્ત બનાવો એ અંતર કામના. Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા བ༔ સાગરનો ઉપાશ્રય, પાટણ ચૈત્ર સુ. ૧૧, શુક્રવાર ગયા પત્રોમાં જીવનશુદ્ધિ માટે જરૂરી મૂળભૂત પાયા સમી મૈત્રીભાવનાની વાત વિચારી. તેને તમો યથાયોગ્ય સમજી વિચારી અમલમાં મૂકવા પ્રયત્ન જરૂર કરશો. હવે મૈત્રીભાવ જેમ જેમ આપણામાં વિકસે તેમ તેમ જગતના જીવોની દુઃખી પરિસ્થિતિ નિહાળી આપણા અંતરમાં કરૂણાનો સ્રોત વહે જ, તે કરુણા એટલે શું? તે વિચારીએ. સામાન્યથી દુઃખ બે જાતનાં, દ્રવ્યદુ:ખ – ભાવદુ:ખ. દ્રવ્યદુ:ખ = શરીર અને મન સંબંધી ભાવદુ:ખ = આત્માના પરિણામ – ભાવોની મલિનતા દ્રવ્યદુઃખમાં શરીરનાં દુઃખો, અસાતા વેદનીય કર્મનો ઉદય મુખ્ય, તે રીતે માનસિક દુ:ખમાં સમજણશકિતની ઓછાશ મુખ્ય હોય છે. હકીકતમાં દ્રવ્ય દુ:ખ દેખીતું ભારે લાગે, પણ સવિવેકની હાજરીએ તે દ્રવ્યદુ:ખ ગૌણ થઈ જાય છે. સંસારનાં બધાં દુઃખો સવિવેકની હાજરીએ આત્માને પાપકર્મના બંધનથી છોડાવનાર હોઈ સાપેક્ષ રીતે એટલા ભયંકર નથી, જેટલા ભાવદુ:ખને ઉપજાવનાર અવિવેકની જેટલી ભયંકરતા છે. હકીકતમાં દ્રવ્યદુઃખ ભાવદુ:ખમાંથી ઊપજે છે. જે જીવનમાં અવિવેક ન હોય તો દ્રવ્યદુઃખને દેનાર કર્મ બંધાય જ નહીં. તેથી આપણે પુરુષાર્થ અવિવેકને હઠાવવા કરવો જરૂરી છે. કયો અવિવેક! મારાં જ દુઃખો દૂર થાઓ એવો વિચાર અવિવેકનું ફળ છે. જગતના અન્યજીવો જે દુઃખી થઈ રહ્યા છે. તેના પ્રતિ આપણી ઉપેક્ષા એ ભારોભાર અવિવેકનું સ્વરૂપ છે. માટે મૈત્રીભાવમાંથી જગતના પ્રાણીમાત્રનાં દુઃખો દૂર થાઓ એવી ભાવના, યથાશય રીતે દુનિયાના જીવોનાં દુ:ખને દૂર કરવાના પ્રયત્નો તથા આપણાથી તેઓને દુઃખ ન થાય તેવો પુરુષાર્થ કરવારૂપે કરુણાભાવના જીવનમાં અપનાવવી જોઈએ. Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા આપણે આપણા જ દુઃખોને હઠાવવાની ગડમથલમાં રહીએ છતાં એવું કયારેય બનવું શકય નથી કે દ્રવ્યદુ:ખ સંપૂર્ણપણે ટળી જાય, અને આપણને દ્રવ્યદુ:ખનો જ ડર વધુ સતાવે છે. ભાવદુઃખોનો વિચાર પણ આપણે કરી શકતા નથી. ભાવદુ:ખ મૂળમાંથી ચાલ્યું જાય એ સંભવિત નથી. એટલે આપણાં દ્રવ્યદુ:ખોને કાઢવાની મથામણમાં બીજી જીવોનાં દુઃખોનો વિચાર કરી શકતા નથી. ઊલટામાં આપણાં દુ:ખોને હઠાવવાની ઘેલછામાં કયારેક અનેક અન્ય જીવોને આપણી પ્રવૃત્તિઓથી દુ:ખ થવા પામે છે. એના પ્રતિ બેદરકાર બનીએ છીએ. પરિણામે પાપકર્મ બંધાય છે, ને વધુ દ્રવ્યદુ:ખની જાળમાં ફસાઈએ છીએ. આવું અનાદિકાળથી ચાલ્યું આવે છે. હવે આનો ઉપાય એક જ કે- બીજાનાં દુઃખો ટાળવા માટેના સદ્વિચારો તદનુકૂળ યથાશકર્યો પ્રયત્નોથી આપણી જાતને સદાચાર – સંયમના પંથે વાળી જૂના પાપકર્મ કે જેના ઉદયથી આપણે દ્રવ્યદુઃખની જાળમાં ફસાયા છીએ તેનો ક્ષય થવા પામે છે. અને બીજાનાં દુ:ખોને ટાળવાના વિચારોથી નવું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. પરિણામે જીવનશુદ્ધિનો રાજમાર્ગ તે પુણ્યના સહારે મળે છે. આ રીતે કરુણા આરાધક આત્માઓ માટે પ્રધાન કર્તવ્ય બને છે. આ વિના શ્રી નવકારનો આરાધક પોતાની જાતને દ્રવ્ય-ભાવદુ:ખના સકંજામાંથી છોડાવી ન શકે. આ કરુણાના વિકાસ માટે પરોપકાર, સ્વાર્થત્યાગ, દયા, ઉદારતા, દાક્ષિણ્ય, પરમાર્થવૃત્તિ આદિ ગુણોના વિકાસની ખાસ જરૂર છે. કરુણાના બે ભેદ છે. દ્રવ્યકરુણા – ભાવકરૂણા દ્રવ્યકરુણા - દુખિયા જીવોને તાત્કાલિક રાહત આપનારા આહાર, વસ્ત્ર, દવા આદિથી તાત્કાલિક રાહત પહોંચાડવી. ભાવકરુણા - દુખિયા જીવોનાં દુઃખોને ઉપજાવનાર વિષમ પાપકર્મોના બંધનમાંથી તેઓ મુકત થાય એવી વિશિષ્ટ ભાવના અને તદનુરૂપ તેઓને ઉપદેશ, સમજાવટ આદિ દ્વારા પાપ પ્રવૃત્તિમાંથી બચાવી સન્માર્ગે ચઢાવવા જેથી તેઓનાં દુ:ખનો કાયમી નાશ થાય. જીવ માત્ર પ્રતિ ભાવ કરણા તો જાળવવી જ, અવસરે અવસરે યથાશકય દ્રવ્યકરણા પણ આચરવી પણ દ્રવ્યકરુણા ભાવકરુણા વગરની ન થવી જોઈએ એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તનચંદ્રિકા J) STUS સાલ્વીવાડો, જૈન ઉપાશ્રય, ત્રિકોરીયું. ચૈત્ર સુ. ૧૪, ગુરુવાર આ વખતે અજ્ઞાત કારણોસર પત્ર મોડો મોકલાય છે. ગયા પત્રમાં કરુણાનો વિચાર કરેલ. હવેના પત્રમાં પ્રમોદભાવની વાત વિચારાય છે. જીવમાત્ર પ્રતિ આત્મભાવની કેળવણીરૂપ મૈત્રી ભાવના વિકાસમાંથી દુનિયા છવો પ્રતિ કરૂણા ભાવના, તેમ સુખિયા અને ગુણિયલ વ્યક્તિ તરફ હાર્દિક આનંદરૂપ પ્રમોદભાવના પ્રગટે છે. આ રીતે મૈત્રીભાવના પ્રકર્ષમાંથી પ્રમોદભાવની ઉત્પત્તિ જાણવી. આ પ્રમોદભાવના આધારે બીજા જીવોને સુખી કે ગુણિયલ જોઈ અંતરમાં ઈષ્ય-અસૂયાનો ભાવ ન ઊપજે. સુખિયા માણસોની ઈર્ષ્યા અને ગુણીયલ માણસો પ્રતિ અસૂયા એ ખરેખર જીવનની અધમ કક્ષા સૂચવે છે. કેમ કે ઈષ્ય-અસૂયા વધે એટલે બીજા જીવો તરફ પ્રમોદભરી ભાવનાના બદલે અદેખાઈમાંથી બીજાના ગુણોમાં પણ દોષની કલ્પના થવા માંડે, પરિણામે બીજા જીવોના ગુણોની અનુમોદના થતી નથી. તેના સુખની ઈર્ષ્યાથી આપણા હૈયામાં બળતરા જન્મે છે. પરિણામે આપણે દુઃખી થઈએ છીએ. આનો એક માત્ર ઉપાય પ્રમોદભાવ. એટલે મારા જેવા જગતના બીજા જીવો સુખ પામે તો જેમ મને સુખ વહાલું છે તેમ બીજાઓને પણ આ સુખ મળવાથી કેટલી શાંતિ થતી હશે એની કલ્પનાથી બીજા જીવોની સુખી અવસ્થા જોઈ આપણે પણ આનંદિત થઈએ. આ રીતે બીજા ગુણિયલ જીવોના ગુણોની અનુમોદના સતત વધવાથી આપણામાં ગુણાનુરાગ પ્રબળ થાય છે. પરિણામે તે તે ગુણનું અથાણું અગર તે તે ગુણોની સન્માનવૃત્તિ વધે છે. જો આપણે બીજાના ગુણને જાણીએ-ઓળખીએ નહીં કે જાણવાની દરકાર ન રાખીએ અથવા જાણ્યા છતાં તે પ્રતિ આદર-સન્માનની ભાવના ન જાગે તો હકીકતમાં આપણે કદી ગુણની પ્રાપ્તિ કરી શકતા નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા આ રીતે બીજા સુખી જીવોની હાર્દિક શાંતિને જાણે નહીં. જાણવા પ્રયત્ન ન કરે અને જાણ્યા પછી તેનાથી પોતે રાજી ન થાય. તો આપણને પણ સાચી ચિત્તશાંતિ પ્રાપ્ત થતી નથી. ખરેખર ગુણી આત્માના બહુમાન વિના ગુણની પ્રાપ્તિ સંભવિત નથી. તે મુજબ બીજા સુખિયા જીવોના સુખને જોઈ આપણે આનંદી ન બનીએ તો આપણને કદી સાચી ચિત્તશાંતિ મળતી નથી. હવે સુખ બે પ્રકારના – આત્મિક અને વિષયોનું. પાંચ ઈન્દ્રિયોના વિષયોથી જે સુખ – આનંદ મળવાની માત્ર બ્રાંતિ થાય છે. પણ હકીકતમાં તે આનંદ ક્ષણિક અને અપથ્ય આહારની જેમ પરિણામે બહુ અનર્થ ઉપજાવે છે. તેથી સંસારના પાંચ ઈન્દ્રિયોના સુખને મેળવનારા જીવોને જોઈ વધુ આનંદ ન પામવો, ઊલટું તેઓની ભાવદયા ચિંતવવી કે બિચારા! પરિણામે દુર્ગતિના કેવાં દુઃખ પામશે. ખરેખર સુખ તો આત્માનું – કે જે સાચી સમજણ-વિચારણામાંથી ઊપજે છે. તે એકાંત હિતકારી અને પથ્ય આહારની જેમ શાશ્વત સુખ-આનંદની અનુભૂતિ કરાવનાર છે. આ આત્મિક સુખ જેમ જેમ રાગ - દ્વેષ - મોહ કે અજ્ઞાન ઘટે વિવેક, વિનય, સદાચાર અને પરોપકાર વૃત્તિ વિકસે, તેમ તેમ સાચી સમજણ વધવાના આધારે અંતરનો આનંદ વધે છે. તેથી મહાપુરુષો - પરમાથી સજ્જનો અને મુનિઓના જીવનમાં આત્મિક સુખની માત્રા વધતી હોય છે. તો મહામુનિઓથી તે ઠેઠ સમ્યકત્વી-માર્ગાનુસારી જીવો સુધીના આત્માઓ મોહના ઘટાડાના આધારે સાચી સમજણ – વિવેકબુદ્ધિના વધારાથી આંતરિક આત્મિક આનંદની અનુભૂતિ કરે છે. તે બધાનો આંતરિક સુખો અને ગુણોના વિકાસને જોઈ આપણે ખૂબ આનંદિત થઈએ તે પ્રમોદભાવના છે. આ પ્રમોદભાવના પ્રકટ કરવાનાં ત્રણ સાધન છે. મન - વચન - કાયા. મનથી આ બધા પ્રતિ હાર્દિક બહુમાન, વચનથી આવા પુણ્યાત્માઓની ગુણાનુરાગભરી પ્રશંસા, કાયાથી આ બધા પુણ્યાત્માઓને વંદન, નમસ્કાર, વિનય, ભકિત, આદર વ્યકત કરવો. - આ જાતના ગુણિયલ આત્માઓ પ્રતિ સ્વ-પર-ઉભય કૃત-વંદનાદિ દ્વારા આપણી સઘળી ઈન્દ્રિયો દ્વારા હર્ષનું વ્યતીકરણ તે પ્રમોદભાવની પરાકાષ્ઠા છે. શ્રી નવકારના આરાધક તરીકે દરેક પુણ્યવાને બીજાના સુખને દેખી અંતરમાં હર્ષ – આનંદનું વ્યકતિકરણ તેમજ બીજાના ગુણો જોઈ અંતર આનંદ – હર્ષોલ્લાસથી નાચી ઊઠે તેવા પ્રમોદભાવને કેળવવાની ખાસ જરૂર છે. અંતરમાં વિવેક બળે આ જાતના ચિંતનનું બળ કેળવવાથી શ્રી નવકાર મહામંત્રના જાપમાં અપૂર્વ આનંદ ઊપજે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ક સાગરનો ઉપાશ્રય, પાટણ ર૯-૪-૮૩, ચૈવ૨, બુધવાર વિ. આરાધનાના પંથે વિચારધારાનું શોધન જરૂરી છે. વિચારધારા સુધર્યા વિના જીવન સુધરે નહીં. જીવન સુધર્યા વિના આરાધના સફળ ન ગણાય. તેથી વિચારોમાં રહેલ રાગ-દ્વેષ અને અજ્ઞાનના સંસ્કારો ટાળવા જરૂરી ગત પત્ર નં.-૮માં મૈત્રી આદિ ભાવોની વિચારણા શરૂ કરી છે. ગયા પત્રમાં જગતના જીવોને સુખિયા જોઈ ઈર્ષ્યા ન કરવી તેમજ બીજા ગુણિયલ જીવોને જોઈ હૈયામાં આનંદોલ્લાસ થવાની વાત જરૂરી બતાવી છે. આ પત્રમાં દુનિયાના જીવોમાં ગુણિયલ જીવોની સંખ્યા જૂજ હોય. પરદ્રોહ – પરોપકાર – અને ષનિંદા અને ભયંકર દુર્ગુણોવાળા જીવો ઘણા હોય. તે બધાને જોઈ આપણે જે તિરસ્કાર કે ઘણાના પંથે વળી જઈએ તો આપણી ચેતનાનો વિકાસ ન થવા પામે, તેથી આ પત્રમાં માધ્યચ્યા ભાવના – કે જે આરાધનાના પંથે ખૂબ જરૂરી છે તેનો વિચાર કરવાનો છે. આખા જગતની પટલાઈ કરતાં આપણે આપણું ખોઈ બેસીએ છીએ તે સ્થિતિમાંથી બચવા માધ્યચ્ય ભાવ ખૂબ જરૂરી છે. જગતના જીવોમાં કેટલાક મૂઢ જીવો એવા પણ હોય છે કે જેમને પોતાના દુર્ગુણોનું ભાન ન હોય - ભાન હોય છતાં કદાચ તે દુર્ગુણોની પકકડમાંથી છૂટે તેવા ન હોય. એવા જીવોને જોઈ સહજ રીતે મનમાં રોષ પ્રગટે – તે રોષ ન પ્રગટવા દેવો અને જીવ કર્માધીન છે. એ બિચારો કર્મસત્તાથી જકડાયેલ છે. બિચારાને સદબુદ્ધિ થાઓ, એનાં દુષ્કર્મોનો નાશ થાઓ એવી જાતની વિચારણાથી સાધનાપંથે ચાલનારા પુણ્યાત્મા બીજાના દુર્ગુણોની પંચાતથી પોતાનું ગુમાવતા નથી. આ જાતની મનોવૃત્તિની કેળવણી તેનું નામ માધ્યચ્ય ભાવના. જેવી રીતે પારકાના અસાધ્ય દોષો કે વિકૃત દુર્ગુણો પ્રતિ ઉપેક્ષાભાવ કેળવવો જરૂરી છે તે રીતે જીવનમાં પુણ્યના યોગે મળી આવતાં ક્ષણિક તુચ્છ ઈન્દ્રિયજન્ય સુખો પ્રતિ ઉપેક્ષાભાવ વૈરાગ્ય બળે - પરિણામ વિરલતાના વિચારની દષ્ટિએ કેળવવો જરૂરી છે જેથી જગતનાં સુખોનું આકર્ષણ આરાધક પુણ્યાત્માને નડે નહીં. સંસારનાં સુખ પરિણામે દુર્ગતિમાં લઈ જનાર છે. તેથી ઝરમિશ્રિત મીઠાઈની જેમ સંસારનાં સુખો ઉપેક્ષણીય છે. એ ભાવ કેળવવો પણ જરૂરી છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા થવા . . • • • • • • • • • • • • • • • • • • સંસારના સુખોની ક્ષણિકતા, પરિણામ – કટુતાના વિચારથી સાચો વૈરાગ્ય અને માધ્યય્ય ભાવ પ્રગટે છે. વધુમાં એમ પણ સમજાય છે કે આ જગતના સચેતન કે અચેતન પદાર્થો મારાં સુખ-દુઃખના કારણ નથી પણ તે પદાર્થો પ્રતિ ઊપજતા રાગદ્વેષનાં પરિણામો મારા સુખ-દુ:ખનાં કારણ છે. એટલે મારી પોતાની અજ્ઞાનદશાથી ઊપજતા રાગદ્વેષનાં પરિણામો જ મને સુખી-દુ:ખી બનાવે છે. એથી જગતના સારા-ખોટા પદાર્થો પ્રતિ કુદરતી માધ્યચ્ય ભાવ કેળવાઈ જાય છે. આ રીતે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યશ્મભાવનો ટૂંકમાં ૭ પત્રોમાં વિચાર કર્યો. એકંદરે આખી ટૂંકી ફળશ્રુતિ આ પ્રમાણે છે. મૈત્રીભાવની કેળવણીથી . . . . . . . . . ઈર્ષાભાવ કરણાભાવની કેળવણીથી . . . . . . . . . . . . • • • • . . . . . દ્રોહભાવ પ્રમોદભાવની કેળવણીથી. . . . . . . . . . • • • • • • . . . અસૂયાભાવ માધ્યશ્મભાવની કેળવણીથી . . . . . . . . • . . . ક્રોધભાવ. આત્મામાંથી છૂટે છે. ઈર્ષા = અદેખાઈ દ્રિોહ = બીજાને નુકસાન પહોંચાડવાનો ભાવ. અસૂયા = ગુણમાં દોષદષ્ટિ. ક્રોધ = પોતાને થતું નુકસાન બીજ ઉપર ઓઢાડવાનો ભાવ. આ ચાર ભાવનાઓને વારંવાર વિચારણા અને મનનના બળે જીવનમાં અપનાવવા જેવી છે. મહાપુરુષો પણ આ ૪ ભાવનાઓના બળે જ જીવનને ઉદાત્ત બનાવી શકયા છે. તમો શ્રી નવકાર મહામન્તના આરાધક તરીકે આદર્શ જીવન કેળવવા આ ૪ ભાવનાઓનું બળ સતત વધારો એ મંગળ કામના... Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૨ פ ૧૦ સાગરનો ઉપાશ્રય, પાટણ ૨-૫-૮૩, ચૈ૰ ૧૦ ૫ ગત ૭ પત્રોમાં પીરસાયેલ મૈત્રી આદિ ૪ ભાવનાની વાતો ખૂબ જ પ્રાથમિક અને આરાધનાના પાયા સમી છે. પણ મને જાણવા મળ્યું છે કે, તમોને સંસારની નિશાળની બારાખડીના અક્ષરોરૂપ મૈત્રી આદિ ૪ ભાવનાઓની બારાખડી અઘરી પડે છે. રૂબરૂ આની વિચારણા કરવી જરૂરી છે. તે તો તમે ત્રણે સાથે આવો ત્યારે થાય. ભલે ! હવે હળવી વાતો પત્રથી રજૂ કરવા ઇચ્છા છે. મેં = એટલે મન અને ત્ર = એટલે ત્રાણ-રક્ષણ કરે-બચાવ કરે તે મંત્ર. શ્રી નવકાર મહામંત્ર એ રૂઢ નામ છે. સૌથી પહેલા પત્રમાં શ્રી નવકારનાં ચાર નામો જણાવેલ તેમાં છેલ્લું રૂઢ નામ શ્રી નવકાર મંત્ર છે. તેનું રહસ્ય જરા સમજાવું. મંત્ર શબ્દમાં મેં અને ત્ર બે અક્ષર છે. – શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા એટલે મનનું રક્ષણ કરે તે મંત્ર. મનનું રક્ષણ કરવું એટલે વિરોધીઓના આક્રમણની અસર ન થવા દેવી તો આપણા મનના ખરેખર સાચા – માલિકરૂપ આત્માની ઉન્નતિ સદ્વિચારો સદાચારોથી થાય એ વાસ્તવિક સ્વરૂપ છે. પણ જન્મ-જન્માંતરના સંસ્કારો-દુન્યવી પદાર્થોની મોહ-માયાના સંસ્કારો મન પર ખોટા વિચારો, ખોટી વાણી અને ખોટા આચારો રૂપે હલ્લો કરે છે. પણ તેમાં ભળે ત્યારે. R જેથી મન પોતાના માલિક = આત્માના ઉન્નતિના કામમાં લાગવાના બદલે અશુભ સંસ્કારોના આક્રમણથી ઊપજતા દુર્વિચારો, ખરાબ વાણી, ખરાબ આચારોમાં પરોવાઈ જઈ કર્મના ઢગલા લાવી આત્મા પર ખડકવાનું કામ મન દ્વારા થાય છે. એટલે જ્ઞાનીઓ મનને અશુભ સંસ્કારોના આક્રમણથી બચાવનાર તે શાશ્વત પરમશકિતશાળી અક્ષરોના જથ્થાને મંત્ર કહે છે. આ અક્ષરોના જથ્થારૂપ મંત્રની સુપર કવોલિટી કયારે થાય ? જ્યારે કે નમસ્કારનો ભાવ આપણે જગતના વ્યવહારમાં જે કંઈ પ્રવૃત્તિ મનથી, વચનથી કે કાયાથી કરીએ તે બધી અહં-મમના દોરવાયા કરીએ છીએ. એટલે આપણે અહં ભાવ-અહંકારની કેળવણી તળે છીએ, તેથી અશુભ સંસ્કારો ખેંચાઈને આવી આત્મા પર અશુભ કર્મોના ખડકલા થાપે જાય છે. તેથી ઠંડીની વિરોધી ગર્મી, આગનું વિરોધી Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા પાણીની જેમ અહંભાવ - અહંકારનું વિરોધી તત્વ નમસ્કાર છે. અહંભાવ નમ્રતાથી શમે, તો કોના તરફ નમવું? આપણા જ આત્માની વિશુદ્ધ પાંચ અવસ્થાઓ છે. સાધુપણું, ઉપાધ્યાયપણું, આચાર્યપણું, અરિહંતપણું, અને સિદ્ધ = મોક્ષાવસ્થા જેમ ખાણમાંથી નીકળેલ સોનું રાસાયણિક દ્રવ્યોથી માટીમાંથી જુદું પડી વીંટી, કડું, પોંચી, નેકલેસરૂપે ઘડાય છે પણ સોના તરીકે બધામાં એકરૂપતા છે. તે રીતે કર્મરૂપ માટીમાં આવેલ આત્મારૂપ સોનું ધર્મક્રિયાઓ, સદાચાર, પ્રવૃત્તિરૂપ રાસાયણિક ક્રિયાઓથી શુદ્ધ થવા રૂપે ધીમે ધીમે શ્રાવકપણામાંથી સાધુપણું આવે. પછી મોહનીય કર્મ થોડું ખસે ત્યારે ઉપાધ્યાયપણું આવે, વળી વધુ મોહનીયકર્મ ખસે ત્યારે આચાર્યપણું આવે. વળી સર્વોત્કૃષ્ટ રીતે જગતના બધાના કલ્યાણની ભાવનાના ઉચ્ચ પગથારે પહોંચીએ એટલે અરિહંતપણું આવે અને સઘળાં કર્મોનાં બંધનો અળગાં થઈ જાય એટલે આત્મા પૂર્ણ સ્વરૂપી થઈ સિદ્ધિગતિમાં, મોક્ષે પહોંચી જાય. એટલે નવકારમાં શરૂનાં પાંચ પદોમાં જે પાંચ પરમેષ્ઠીઓ છે તે આપણા જ આત્મારૂપ સોનાના જુદા જુદા ઘાટ છે. શાસ્ત્રમાં આને પર્યાય કહે છે. એટલે મનને અશુભ સંસ્કારોના આક્રમણથી બચાવનાર અક્ષરોના સમૂહને મંત્ર કહેવાય. પણ કયો અક્ષર-સમૂહ આપણા મનને બચાવે તે સમજવા મંત્રની પાછળ નમસ્કાર = નવકાર શબ્દ કહ્યો. એટલે આત્માની શુદ્ધ અવસ્થા રૂપ પાંચ પર્યાયોને નજર સામે રાખી આવી પાંચ અવસ્થાઓ મારે મેળવવા જેવી છે તેથી તે પાંચ અવસ્થા તરફ નમ્રતાનો ભાવ જેમ જેમ વધે તેમ તેમ અહંકાર = આહંભાવ ઓગળે, તેથી અશુભ વિચારો, અશુભવાણી અને અશુભ આચારોનું આક્રમણ ઘટે. એટલે જેમ જેમ નવકાર ગણીએ તેમ તેમ અંતરમાં આત્માની વિશુદ્ધ પાંચ અવસ્થારૂપ પંચપરમેષ્ઠી તરફ આપણી નમ્રતા વધે. મનમાં એમ થાય- મારે પુરુષાર્થ કરી આ ક્રમે પરંપરાએ સિદ્ધ થયું છે. આ જાતના સંકલ્પથી મનનું અશુભ વિચારો આદિથી ખરેખર રક્ષણ થાય છે. માટે શ્રી નવકારમંત્ર એ રૂઢ નામ ખૂબ જ અર્થપૂર્ણ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા છે STT સાગર ઉપાશ્રય, પાટણ ચૈ, વહ ૮, ગુરુવાર વિ. ગયા પત્રમાં શ્રી નવકારને મંત્ર તરીકે મનને અશુભ વિચારોથી બચાવે તે રૂપે વિચારણા કરેલ. એટલે જેમ જેમ નવકાર ગણીએ તેમ તેમ આપણા હૈયામાં જામી ગયેલ રાગાદિના સંસ્કારો સાબુના ઘસારાથી જેમ મેલ ઊખડે તેમ નવકારના વ્યવસ્થિત જાપથી ઊખડવા માંડે. એટલે જ શ્રી નવકાર ગણનાર વિનયી, વિવેકી, જિજ્ઞાસુ આદિ ગુણવાળો બનતો જાય. કેમ કે મોહનીય કર્મથી જ આપણામાં ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા, અવિવેક, કદાગ્રહ, અને વિચારોની પકકડ ઊપજે છે. માટે જેમ જેમ નવકાર ગણતા જઈએ તેમ તેમ આપણામાં વિનય, વિવેક, મધ્યસ્થતા, જિજ્ઞાસુ ભાવ વધવો જોઈએ. પણ નવકાર ગણવા શી રીતે? તે ખાસ સમજવા જેવું છે. સ્થાન, સમય, અને સંખ્યાનું ધોરણ એકધારું, ચોકકસ રાખવું જરૂરી છે. એક જ સ્થાને (કદાચ કો'ક પ્રસંગે બહારગામ જવું પડે તો નકકી કરેલ કટાસણા ઉપર) એક જ સમયે – સામાન્યથી સવારે ૪ થી ૭નો ઉત્તમ સમય. ૭ થી ૧૦નો સમય પણ લઈ શકાય. રાત્રે સૂર્યાસ્ત પછી ૧ કલાક બાદ. રાત્રે ૧૦ પછી નહીં. આવા નિયત કરેલ સમયને ચોકકસ રાખવો. સંખ્યા એટલે શ્રી નવકાર ઓછામાં ઓછા ૩ થી શરૂઆત કરવી, પછી ૫, ૭, ૯, ૧૧, ૧૫, ૧૮, ૨૧, અને ર૭, ૩૬, ૪૧, ૫૪, ૬૩, ૭૨, ૮૧ પછી ૧૮. આ ક્રમથી ગણાય. જે સંખ્યા શરૂ કરી તે જ જાળવી રાખવી. આગલી સંખ્યા શરૂ કર્યા પછી પાછલી સંખ્યાનો જાપ ન કરાય એટલે સંખ્યા ચોકકસ રાખવી. ર૭ નવકાર સુધી જે ત્રિકાલ જાપ કરવામાં આવે તો વધુ લાભ થાય. ત્રિકાળ એટલે સવારે ૬-૦૦, બપોરે ૧૨-૦૦, સાંજે ૬-૦૦ આ ટાઈમે ગમે ત્યાં પણ માનસિક જાપ કરી લેવો. વસ્ત્રશુદ્ધિ બહુ આવશ્યક નથી, વળી સ્થાન કદાચ ન જળવાય તો સમય જરૂર જાળવી લેવો. કોઈ એવા પ્રસંગે અગર પ્રારંભકાળમાં સમય યાદ ન આવે તો જ્યારે યાદ આવે ત્યારે સંખ્યાનું ધોરણ જાળવી લેવું. Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા એટલે જળવાય તો સ્થાન, સમય, અને સંખ્યા ત્રણે જળવવાં, પણ કયારેક ત્રણે ન જળવાય તો સમય, સંખ્યા, બે ખાસ જાળવવાં. કદાચ તે પણ ન જળવાય તો સંખ્યા તો જરૂર જાળવવી. મનમાં બેદરકાર ન બનવું કે હવે ભૂલી ગયા, સમય નથી જળવાયો તો કંઈ નહીં, કાલે ડબલ ગણીશું, એવો ભાવ જાપની શક્તિ ઘટાડી દે છે. માટે બને તો સ્થાન, સમય, સંખ્યા, તે ન બને તો સમય, સંખ્યા, તે પણ ન બને તો છેવટે સંખ્યાનું ધોરણ તો જરૂર જાળવવું જ. જે સંખ્યાએ જાપ શરૂ કર્યો હોય તેટલો કરી લેવો જરૂર - દિવસ ખાલી ન જવો જોઈએ. આ પ્રકારના નિયતીકરણથી જાપમાં નિરંતરતા વધે છે, એથી શક્તિનાં દ્વાર ખૂલે છે. પંકચ્યુયાલીટી નિયમિતતા કંટિન્યુટી – નિરંતરતા આવે. શકિતના ભંડારનાં દ્વાર ખોલવાની આ ચાવીઓ છે. શ્રી નવકારના આરાધકે આ બે માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેવું. આ અંગે વધુ વિચારણા હવે પછી. פל ૧૨ ૨૫ F સાગર ઉપાશ્રય, પાટણ ૯-૫-૮૩, ચૈ૰ ૧૦ ૧૨ શ્રી નમ૰ મહામંત્ર અંગેની પત્રમાળા તમે ઉમંગથી ગુરુ-શનિવારે ત્રણે જોડે મળી ને વાંચો છો - ચર્ચા-વિચારણા પણ કરો છો. એ જાણી ખૂબ આનંદ. = આજે આખા સંસારમાં મનજીભાઈનું સર્વત્ર સ્વતંત્ર રાજ્ય ચાલુ છે. તેના દબાણ તળે નાના મોટા સહુ છે. હકીકતમાં આત્મા એ શેઠ છે. તેના નીમેલા મનજી મહેતા છે. તેના હાથ નીચે પાંચ ઇન્દ્રિયો ગુમાસ્તા તરીકે છે. આપણા આત્માએ પોતાના મૂળભૂત સ્વરૂપને વીસરી જઈ સંસારી સુખોની ક્ષણિક વાસના-કામનાને આધીન બની કર્મ સાથે ભાઈબંધી બાંધી આજની પરિભાષામાં જીવરામ કરમચંદની Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા પેઢી અનાદિકાળથી ખોલી છે. તેના હેડમુનિમ તરીકે મનજીભાઈને બેસાડ્યા. તેના હાથ નીચે પાંચ ઈન્દ્રિયો ગુમાસ્તા તરીકે નકકી કર્યા. પણ અનાદિકાળથી આપણી આ ભાગીદારની પેઢી નુકસાનીમાં જ ચાલે છે, કેમ કે આપણો ભાગીદાર કરમચંદ એવો જબરો, ચાલાક, સ્વાર્થ-પટુ અને ચબરાક છે, કે તેણે પોતાના જ માણસોને પેઢીના સંચાલક તરીકે મુખ્ય મહેતાજી અને ગુમાસ્તા તરીકે રાખ્યા છે. આત્મારામ શેઠ એવો બેપરવા, બેફિકરો કે કયારેય પોતાની પેઢીના થાવરો - રોજમેળ જેતો નથી. ચૈતન્યશક્તિની બધી મૂડી આત્માની, તે મૂડી તો ચબરાક ભાગીદાર અને ઈન્દ્રિયો દ્વારા ખોટે રસ્તે ખર્ચાવી નુકસાનીમાં પેઢી ડુબાવી રહ્યા છે. કરમચંદે પોતાના મળતિયા મનજી મહેતા કેટલીય વાર નાદારીમાં આ પેઢીના કુરચા ઉડી ગયા. પરિણામે આત્માને નરક-નિગોદ-તિર્યંચના ભવમાં અનેક નાનાવિધ વિટંબનાઓ ભોગવવી પડી છે. છતાં આત્મારામ શેઠ આ ચબરાક કરમચંદે પીવડાવેલ મોહની મદિરાના રસમાં ભાન ભૂલી ફરીથી આખી પેઢીનો દોર તે જ બદમાશ મનજી અને ઇન્દ્રિયોના હાથમાં સોંપે છે. પરિણામે આત્મા કેટલીક વાર દેવાળું કાઢી નરક-તિર્યંચ-નિગોદના કેદખાનામાં સબડે છે. આવી સ્થિતિ અનંતજ્ઞાનીઓએ નિહાળી, તેથી પરમ કરુણા કરી મનજી મહેતાની શક્તિને નાથવા આત્માને સાવચેત કર્યો. બીજું કંઈ નહીં – અનંતજ્ઞાનીઓએ આત્માને સાવચેત કર્યો કે મન અને ઈન્દ્રિયો પર કાબૂ રાખવો, તેઓ પોતાની મેળે કંઈ ન કરે, આત્મારામ શેઠને પૂછીને બધું કરવાની મર્યાદા ગોઠવવી. પરિણામે મનને આત્મા તરફ વાળવાથી મનની બધી શકિત નિયંત્રિત થઈ જાય, તેનો સ્વછંદવાદ કાબૂમાં આવી જાય, મનને ઊંધું કરીએ એટલે નમ થાય. મન સંસાર તરફ વળે છે. એટલે સ્વચ્છંદવાદ વધે છે. પણ ઊલટાવી તેને આત્મા તરફ વાળીએ એટલે મન-નમ બની જાય. પરિણામે આત્મા પોતે પરમાત્માની આજ્ઞા સાથે સંકળાયેલ હોઈ આત્મા પરમાત્માની આજ્ઞા તરફ નમ્ર બને, એટલે મન-ઈન્દ્રિયોની સ્વચ્છંદ પ્રવૃત્તિઓનો ધમધમાટ શમી જ જાય. એટલે મનના દોર પ્રમાણે ચાલવું તેનું નામ સંસાર !! નમ = આશાના ધોરણે ચાલવું તેનું નામ આત્મ વિકાસ !!! આટલા માટે એક જ્ઞાની પુરુષે કહ્યું છે કે મનર = મન મુજબ ચાલવાનો પ્રયત્ન આપણા સઘળાં દુઃખો-અનર્થોનું મૂળ છે. અને નમશR = આજ્ઞા પ્રમાણે વૃત્તિઓને વાળવાનો પ્રયત્ન આત્મ-વિકાસની સફળ કંચી છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા મનાર થી કર્મ બંધાય નમાર થી કર્મ છૂટે. મનાર્ થી જીવન રાગાદિ દૂષણોથી કલુષિત થાય. તમારી થી આત્મા વિવેકશીલ બની રાગાદિ દૂષણોથી રહિત બને. એટલે શ્રી નવકાર મહામંત્ર આપણા આત્મારામ શેઠની અનાદિકાલીન ગુલામીનાં બંધનો તોડનાર છે. તેથી જ તે મહામંત્ર કહેવાય છે. ગયા પત્રમાં મન્ = મનને *= બચાવે તે મંત્ર ૨૭ મનને અશુભ વિકલ્પો = રાગાદિ દૂષણોથી બચાવે તે મંત્ર. પણ આ શ્રી નવકાર તો મનને સર્વથા કાબૂમાં લઈ આત્મા પર વળગેલ સઘળાં કર્મોનાં આવરણો ખસેડવા સમર્થ છે. તેથી તેને મહામંત્ર કહ્યો છે. જગતના મંત્રો ગણવાથી તેના અધિષ્ઠાયક દેવ – દૈવીને ત્યાં કરંટ પહોંચે અને તેઓ આવીને મદદ કરે એટલે આવેલ આફત કે મુશ્કેલીથી મન જે ખરાબ વિચારોના ચક્રાવે ચઢ્યું હોય તેમાં ઘટાડો થાય. આ ભાવમાં મનને બચાવનાર તરીકે જગતના પદ્માવતી, અંબિકા, ચકેશ્વરી, માણિભદ્ર અને ઘંટાકર્ણ આદિના બીજાક્ષરોને મંત્ર તરીકે ગણ્યા છે. પણ આ નવકારમાં કોઈ દેવ-દેવીની ઉપાસના નથી, દેવ-દેવીને રાજી કરવાનો પ્રયત્ન નથી-દેવ-દેવીની કૃપાની રાહ જોવાની નથી. ચાલુ મંત્રોમાં આપણા પુણ્યની ખામી હોય તો દેવ-દેવીને ત્યાં કરંટ ન પહોંચે - અને તેઓ પ્રસન્ન ન પણ થાય. પરિણામે ગણેલા મંત્રો નકામા પણ જાય. પણ શ્રી નવકાર તો ઈસ હાથ દિયા, ઈસ હાથ લિયા રોકડિયો છે. આમાં કોઈ દેવ-દેવી પાસે ભીખ નથી માંગવાની, માત્ર આપણા આત્મા પરનાં કર્મોનાં આવરણ ખસે કે ઝળહળાટ સુખ-શાંતિનો દરિયો સામે છે. તેમાં ડૂબકી મારી શાશ્વત આનંદ મેળવી આપનાર શ્રી નવકાર છે. તેથી તેને મહામંત્ર કહેલ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મૈં ૧૩ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા સાગર જૈન ઉપાશ્રય, ૧૫-૫-૮૩ વિ. ગયા પત્રમાં શ્રી નવકાર એ મંત્ર કેમ ? અને મહામંત્ર કેમ ? તેનો અમુક વિચાર કરેલ. પણ આ વખતે એક નવો મુદ્દો વિચારવાનો છે કે જગતમાં સામાન્યથી જેમાં ૐ હીં કર્લી શ્રીં આદિ બીજાક્ષરો હોય તેને મંત્ર કહેવાય છે. કા જ્યારે આ શ્રી નવકારમાં તેવા કોઈ બીજાક્ષરો નથી તો તેને મંત્ર મંત્રાધિરાજ શી રીતે ? આ પ્રશ્ન સહજ રીતે ઊપજે તેમ છે. તેનો ખુલાસો એ છે કે, ૐ હીં શ્રીં કલીં એ બધી મંત્રશકિતની સ્વીચો છે જેનાથી બીજા ચાલુ અક્ષરોમાં મંત્રશકિતના પ્રવાહને પ્રસારિત કરી શકાય છે. પણ શ્રી નવકાર તો સ્વયં શાશ્વત અનાદિ કાળથી વિશિષ્ટ શુદ્ધ ચૈતન્ય શક્તિના પ્રવાહથી ભરપૂર ૬૮ વર્ણોથી બનેલો છે. તેમાં કોઈ સ્વીચ – બટનની જરૂર નથી. માત્ર આપણા કનેકશનને પ્લગ દ્વારા જોડવાની જરૂર છે. એટલે શ્રી નવકારની દિવ્ય શકિતઓ અખૂટપણે નવકારના એકેક અક્ષરમાં પ્રવાહિત હોઈ તેને બીજા મંત્રની માફ્ક ૐ હૌં શ્રીં કલીં જેવા બીજાક્ષરો લગાડવાની જરૂર નથી. આ કારણે જ શ્રી નવકાર મંત્રાધિરાજ કહેવાય છે. ખળખળ વહેતી નદીના પ્રવાહમાં ઇલેક્ટ્રિસીટીનો પ્રવાહ ભરેલો જ છે માત્ર તેને મૂર્તરૂપ આપવા અમુક મિકેનીકેલ મશીનોની ગોઠવણ કરવી પડે. શ્રી નવકાર દિવ્ય શકિતઓના અખૂટ સ્રોતથી ભરેલો છે. આપણે શરણાગતિ દ્વારા નેગેટિવ બનીએ તો પોઝીટિવ પાવર તો શ્રી નવકારમાં ઘણો ભર્યો છે તુરત તેનો દિવ્ય અનુભવ થાય જ. આવું બીજા કોઈ મંત્રમાં બનતું નથી. બીજા બધા મંત્રો તો સતત જાપ = ૧૨|| હજાર, ૧| લાખ, ૯ લાખ, ૧૫ ક્રોડ કરીએ એટલે ઘર્ષણ થવાથી વિદ્યુત શકિત ઊપજે તેનાથી તે મંત્રો પ્રભાવિત થઈ ઇષ્ટસિદ્ધિદાયક બને. શ્રી નવકારમાં માત્ર આપણું કનેકશન શરણાગતિના તારથી જોડીએ કે તુરત કષાયોની શાન્તિ, વાસનાના આવેગોની મંદતા, વિનય, વિવેક, સદાચાર આદિની સ્ફૂર્તિ થવા જ માંડે. આ દષ્ટિએ શ્રી નવકાર મંત્રાધિરાજ ગણાય છે. આવા શ્રી નવકારને વધુ દિવ્યશકિત સંપન્ન Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૨૯ રીતે અનુભવવા માટે નીચેની પાંચ બાબતોનો ખ્યાલ સંપૂર્ણ તકેદારીપૂર્વક રાખવાની જરૂર છે. ૧. નિયત સ્થાન, ૨. નિયત સમય, ૩. નિયત દિશા, ૪. નિયત માળા, ૫. નિયત સંખ્યા, વિવેકપૂર્વક આ પાંચ બાબતો જાળવવા આગ્રહ રાખવાથી ત્રીજે અઠવાડિયે જ અપૂર્વ ચિત્ત શાંતિ અનુભવાય છે. ૧) જે સ્થાન પર શ્રી નવકાર ગણવા શરૂ કર્યા, ખાસ અગાઢ કારણ વિના તે સ્થાન બદલવું નહીં. સ્થાનની હેરફેર કરવાથી મંત્રજાપ દ્વારા સર્જેલું માંત્રિક વાતાવરણ ડોળાઈ જાય. કદાચ કોક પ્રસંગે સ્થાન બદલવાની જરૂર પડે તો એક શ્વેત શુદ્ધ ઊનનું આસન નિયત રાખ્યું હોય તો તે આસન લઈ જવું, તેના ઉપર બેસીને શ્રી નવકારનો જાપ કરવો જેનાથી માંત્રિક આંદોલનોની યોગ્ય અસર આપણને મળી શકે. ૨) આ પ્રમાણે સમયની ચોકકસાઈ પણ ખૂબ મહત્ત્વની છે. જાપ માટે સામાન્યથી સવારે ૪ થી ૭ નો સમય ઉત્તમ છે. ૭ થી ૧૦ સવારનો સમય મધ્યમ છે. બાકીનો સમય કનિષ્ઠ છે. આ રીતે રાત્રે સૂર્યાસ્ત પછી ૧ કલાક બાદ ૧૦ સુધીનો સમય શ્રેષ્ઠ છે. સવારે ૪ થી સૂર્યોદય સુધીનો સમય ઉત્તમ છે. આ સિવાય સામાન્યથી રાત્રે જાપ ઉચિત નથી. જે સમયે જાપ શરૂ કર્યો હોય તે જ સમય શકય પ્રયત્ન જાળવી રાખવો જેથી તે તે આંદોલનોની ધારી અસર આપણા ચૈતન્ય ઉપર વ્યવસ્થિત રીતે થઈ શકે. વારંવાર સમયમાં ફેરબદલી સ્વચ્છંદતાને વધારે છે અને અશુભ સંસ્કારોને કાઢવાનું કામ શબ્દશકિત દ્વારા કરવાનું છે, તેમાં ચોકકસ સમયે જાપથી ઊપજતાં તીવ્ર આંદોલનોની મહત્તા છે. તે થવા ન પામે માટે સમયની ચોકકસાઈ જરૂર જાળવવી. ૩) જાપમાં સવારે ૪ થી સૂર્યાસ્ત સુધી – પૂર્વ દિશા સન્મુખ મુખ રાખી જાપ કરવો જરૂરી છે જેથી આત્માની શુદ્ધિમાં ખૂબ ઝડપી વિકાસ થાય. સૂર્યાસ્તના એક કલાક પછી સવારે ૪ વાગ્યા પૂર્વે - રાત્રે જાપમાં ઉત્તર દિશા સન્મુખ જાપ કરવો. વ્યવસ્થિત રીતે તે તે દિશાઓમાંથી કોસ્મિક રેઝ-કિરણોની ધારી અસર મેળવી આત્મશુદ્ધિ માટે દિશાનો વિવેક જાળવવો ખાસ જરૂરી છે. દિશા માટે ચોકકસાઈ ન રાખનાર પશ્ચિમ-દક્ષિણના સમય ફેરે અશુભ કિરણોની અસર તળે જાપ શકિતના વિકાસની ભૂમિકા મેળવી ન શકે. ઊલટું કયારેક વિપરીત અસર તળે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સાધક પોતાની આરાધનામાંથી ભ્રષ્ટ થઈ જાય છે. માટે દિશાનો વિવેક જરૂર જાળવવો. ૪) વળી જાપમાં માળા પણ ચોકકસ નકકી કરેલી એક જ રાખવી. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા જેના પર શ્રી નવકાર મહામંત્ર ગણતા હોઈએ તેના ઉપર બીજા કોઈ દેવ-દેવીના મંત્રનો જાપ ન કરવો. દરેક જાપની વર્ણશકિતની અસર શ્રી નવકારવાળીના મણકા પર થતી હોય છે ધીમે ધીમે તે અસર ગાઢી થઈને આપણા આંતરમનના વિકારી તત્ત્વને ખસેડવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. વળી માળા પોતાની બીજાને ગણવા ન આપવી, બીજાની ગણેલી માળાથી શ્રી નવકારનો જાપ ન કરવો, કેમ કે દરેકના મસ્તિષ્કમાંથી ભિન્ન ભિન્ન પ્રકારની વિચાર-વિદ્યુત જાપ વખતે ભિન્ન ભિન્ન રૂપે પ્રસરતી હોય છે. તેની અસર નવકારવાળીના મણકા પર રહે છે. A કરંટ C કરંટની જેમ અસરો જુદી જુદી, તેમ દરેકના મોહના સંસ્કારોની અસર તળે મસ્તિષ્કમાંથી ભિન્ન ભિન્ન રૂપે વિચાર વિદ્યુતના તરંગો વહે, તે બધા એકબીજામાં મિશ્રણ પામી આરાધક પુણ્યાત્માની આંતર પ્રવૃત્તિમાં સ્થાઈ બનનાર જાપની અસરને ડોળી નાંખે છે. માટે માળા પણ નિયત જ રાખવી. ૫) વળી જાપમાં સંખ્યાનું નિયતીકરણ એટલે ચોકકસ સંખ્યાથી કરાતો જાપ વિશિષ્ટ રીતે શકિતશાળી બની ગમે તેવા અંતરનાં બંધનોને ફગાવી નાંખે છે. જેમ કે મિલેટ્રીના સૈનિકોના નિયત પગના ઉઠાવ કે કદમની મિલાવટથી વિશિષ્ટ વાતાવરણ સર્જાય છે. કયારેક તો મોટા પુલને પણ તોડી નાંખનાર તે પોલીસોની કવાયત બની જાય છે. ફ્રાંસમાં ઈ.સ. ૧૮૯૦માં આવી ઘટના થયેલ કે મોટી નદી પર તે વખતના ।। લાખના ખર્ચે તૈયાર થયેલ નવા પુલ પર સેંકડો ખટારા વાહનો મોટરો ચાલી છતાં જે અસર ન થઈ તે અસર ત્રણ વર્ષ પછી લશ્કરી ટુકડીના ક્રમબદ્ધ કવાયત પ્રમાણે છ ટુકડી પસાર થતાં જ પુલ વચ્ચેથી તૂટી ગયો. કૉન્ટ્રાકટર પર કેસ થયો, બધી રીતે તપાસતાં ન્યાયાધીશને કંઈ પણ કૉન્ટ્રાકટરની ભૂલ ન લાગી, પણ છેવટે વૈજ્ઞાનિકની મદદથી સાઉડ-શબ્દની ક્રમબદ્ધતામાંથી ઊપજતી વિરાટ શકિતનો ખ્યાલ આવતાં કૉન્ટ્રાકટરને નિર્દોષ છોડી દીધો. પણ તે પુલ પરથી લશ્કરી ટુકડીને પસાર ન થવા દેવી. કદાચ લશ્કરી જવાનો તે પુલ પરથી પસાર થાય તો લેફ્ટ - રાઈટની સિસ્ટમથી નહીં પણ સામાન્ય માનવીની જેમ ચાલીને જાય આવો ચુકાદો આપ્યો. આ ઉપરથી નિયત સંખ્યા - ચોકકસ રીતે કરાતો જાપ કેટલો શકિતશાળી છે? તે સમજાશે. અર્થાત્ ઓછામાં ઓછો જાપ ૩ નવકારથી શરૂ થાય. તો પછી ૩ નવકાર જ રોજ નિયત સમયે ગણવા. કો'ક દિ ત્રણ, કો'ક દિ ૧૨, કો'ક દિ આખી માળા આવો ઢંગઘડા વિના મન માની રીતે જાપ કરવાથી જાપની શકિત આખી ડોળાઈ જાય. માટે જે સંખ્યામાં જાપ શરૂ કર્યો તે જ ચાલુ રાખવો. Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા ૩૧ આગળ વધ્યા પછી તે સંખ્યા ઘટાડવી નહીં. ૩ નવકાર પછી ૭, ૯, ૧૨, ૨૭, ૩૬, ૪૧, ૮૧, ૧૮, આ ક્રમે જાપ વધારવો. પણ આગળ વધ્યા પછી તે સંખ્યા પાછી ઘટાડવી નહીં. આગળ વધ્યા પછી તે સંખ્યા જાળવી રાખવી. વધારેલી સંખ્યા નિયતપણે જળવાય તેમ હોય તો જ સંખ્યા વધારવી. આ રીતે પાંચ બાબતોની ચોકકસાઈપૂર્વક કરાતો જાપ અંતરની શકિતઓનાં દ્વાર ખોલી દે છે. ગમે તેવા વિષમ કર્મોના બંધનને પણ તોડી નાંખે છે. તમે પુણ્યશાળી છો કે - આવા મહામહિમશાળી શ્રી નવકાર મહામંત્રના આરાધક છો. તો ઉપરની પાંચ બાબતોમાં કોઈ ઢીલાશ હોય તો દૂર કરવા પ્રયત્નશીલ થશો. ૧૪ પાટણ ૧૭-૫-૮૩ ગયા પત્રમાં શ્રી નવકાર મંત્રાધિરાજ કેમ? અને તેના જાપની મર્યાદા વિષે જણાવેલ. આજે વિચાર કરવો છે કે – શ્રી નવકારમાં મહત્ત્વ કોને ? પંચપરમેષ્ઠીઓને કે નમસ્કારને? જગપ્રસિદ્ધ નામ શ્રી નવકાર મંત્ર છે. તે સૂચવે છે કે નમસ્કારનું મહત્ત્વ છે. આપણામાં વ્યાપી ગયેલ અહેમમનો ભાવ અગર અહંકાર = ભૌતિક પદાર્થોની સમૃદ્ધિનું અભિમાન – જેમ જેમ ઘટે તેમ તેમ પુણ્યવાન આરાધક પોતાના જીવનને વધુ ઉન્નત બનાવી શકે. જગતમાં બધે શ્રી વિષ્ણવે નમ: શિવાય નમ:, શ્રી મહાવીરસ્વામિને નમ: એ રીતે પ્રથમ જેને નમસ્કાર કરાય તેનું નામ અને નમ: પદ છેલ્લે આવે છે. પણ શ્રી નવકારમાં નો પ્રથમ આવે છે અને જેમને નમસ્કાર કરાય છે તે પંચપરમેષ્ઠીઓ પછી આવે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા એટલે “કોક પ્રખ્યાત વ્યક્તિની નાતના અમે છીએ” એમ કહેવાથી તે વ્યકિતનું મહત્ત્વ વધે છે અને પેલા પ્રખ્યાત વ્યક્તિ અમારી નાતના છે એમ કહેવાથી આપણી નાતની કિંમત વધે – પેલી પ્રખ્યાત વ્યક્તિ પણ અમારી નાતના છે. આ રીતે મહાવીરસ્વામીજીને નમસ્કાર કે તીર્થંકરોને નમસ્કાર એમાં મહત્ત્વ પ્રભુ મહાવીર કે તીર્થંકર પરમાત્માનું થાય છે. પણ નમસ્કાર થાઓ અરિહંતોને એમ કહેવાથી નમસ્કારનું મહત્વ વધે છે. અહીં ખાસ વિચારવાનું એ કે અરિહંતો વીતરાગ નિર્મોહી એટલે તેમને નમ્યા તો ય ઠીક, ન નમ્યા તોય ઠીક. સિદ્ધો તો નિરંજન – નિરાકાર એટલે તેઓ શો લાભ આપણને આપે ! આચાર્ય-ઉપાધ્યાય-સાધુ એ ત્રણે તો સંસારી છે. પ્રસ્થ છે, પોતે જ કર્મથી બંધાયેલા એટલે તેમને નમ્યાથી શો ફાયદો ? આવી વિચારણા એક તરફી ઊભી થઈ શકે. તો આ પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર શા માટે? તો એનો ખુલાસો એ છે કે પાંચ પરમેષ્ઠીઓ કંઈ આપણાં કર્મનાં બંધનોને ઉખાડીને ફગાવી દે એવા પરમાત્માના કર્તુત્વવાદમાં વિશ્વાસ ધરાવવો ઉચિત નથી. પણ આ પાંચ પરમેષ્ઠીઓના આલંબને આપણા અધ્યવસાયો – વિચારો – ભાવનાઓમાંથી અહં-મમનું વિસર્જન, રાગ-દ્વેષની મંદતા અને સંકલિષ્ટ પરિણામોનો ઘટાડો થાય છે. તેનું ફળ વિનય – નમ્રતા – આદર્શ નમસ્કાર આપણને મળે છે. પણ પંચપરમેષ્ઠીઓના આલંબનથી આવો નમસ્કારનો ભાવ આપણને ઊપજે છે. માટે પંચપરમેષ્ઠીઓ આપણા માટે ખૂબ જ આદરણીય બને છે. પંચપરમેષ્ઠીઓના બદલે કંચન, કામિની, ધનવૈભવ, કુટુંબ, પુત્ર-પુત્રી આદિ કુટુંબ, કે કાયાના નિમિત્તે આપણા અધ્યવસાયોમાં રાગ-દ્વેષની તીવ્રતા થાય, અંતરનાં પરિણામોમાં સંલેશ વધે એટલે અહ-મમ ભાવ વધે. પરિણામે કર્મનાં બંધનો વધે. પણ પંચ પરમેષ્ઠીઓના નિમિતે અહંભાવ-અહ-મમના વિચારો અને રાગ-દ્વેષમાં ઘટાડો થાય છે. અને પરિણામે ઉત્કૃષ્ટ ગુણાનુરાગ ઊપજે છે અને વિનય - નમ્રતારૂપ ભાવનમસ્કાર પ્રગટે છે. એટલે પંચપરમેષ્ઠીઓના નિમિત્તે ઊપજતો આદર્શ ભાવ નમસ્કાર એ જ આપણા આત્માની શુદ્ધિનું પ્રધાન કારણ છે. માટે શ્રી નમસ્કાર મહામંત્ર કહેવાય છે. આવા શ્રી નમસ્કાર મહામંત્રનાં નિયત સ્થાન, સમય અને નિયત સંખ્યાથી જાપ કરવાથી એવું દિવ્ય વાતાવરણ બને છે – કે જેનાથી આંતરિક રાગ-દ્વેષના વિષમ કલુષિત પરમાણુઓનું વાયુ મંડળ હટી જાય છે. આ અંગે આજના વિજ્ઞાને પણ શબ્દ શક્તિના વિવિધ પ્રયોગો કરી એવું તારણ કાઢ્યું છે કે એક જ આસને, એક જ સમયે, એક જ સંખ્યામાં ફકત પાંચ મિનિટ ગમે તે ઈષ્ટ દેવતાના મંત્રનો Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા જાપ ઉચ્ચારપૂર્વક કરાય તો ૧૨ વર્ષે ત્યાંનું વાતાવરણ એવું તૈયાર થઇ જાય કે જેથી તે સ્થાન પર ગમે તેવા ક્રોધી, બદમાશ, લોફર, લૂંટારા - હત્યારા, ગુંડાગીરી કરનારાને તેવા આસન ઉપર માત્ર બેસવાનું કહો (ગમે તેટલી ૫-૨૫-૫૦ કે ૧૦૦ રૂપિયાની લાલચ આપીને પણ) અને તે ત્યાં બેસે તો ફકત ૧।। મિનિટ ૯૦ સેંકડ પછી તે હલકટ માણસના મુખમાંથી તે ગમે તે ધર્મનો – સંપ્રદાયનો હશે તો પણ તમે જે રામ, કૃષ્ણ, હરિ કે અરિહંત જેના ઉચ્ચારપૂર્વક જાપ કર્યો હશે તે જ મંત્ર કે નામ પ્રકટ થવા માંડશે. - આ છે મર્યાદાપૂર્વક કરાયેલ જાપની તીવ્ર અસર. એટલે શ્રી નમસ્કાર મહામંત્ર તો અનંતાનંત વર્ણશકિતથી ભરપૂર છે. તેમાં તો નિયત સમય, નિયતસ્થાન, નિયત સંખ્યાના બળે ટૂંક સમયમાં જ દિવ્ય-અતિદિવ્ય આત્મશકિતઓના ઓજસ્ અનુભવવા મળે. 33 માટે પ્રમાદ, આળસ, ઉપેક્ષાને દૂર કરી, અંતરને શ્રદ્ધાભક્તિપૂર્વક સમર્પિત કરી નિયતસ્થાન, નિયત સંખ્યાએ નિયત સમયે ઉચ્ચારપૂર્વક જાપ કરવાથી દિવ્ય અતીંદ્રિય આત્મશકિતનો પ્રત્યક્ષ અનુભવ થશે. આ અનુભવ સત્ય છે, જરૂર તમે પણ આનો સ્વાદ લો. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૪ פה સાગર જૈન ઉપાશ્રય, પાટણ વિ શ્રી નવકારના જાપ અંગેની માહિતી ગયા પત્રમાં વિચારી. હવે આ શ્રી નવકારના જાપની અસર શી થાય! એ વિચારવાનું છે. જીવનને ડોળી નાંખનારાં પાંચ તત્ત્વો છે. મિથ્યાત્વ (ગાઢ અજ્ઞાન) લોભ માયા માન ક્રોધ ૧૫ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા STU ૧૯-૫-૮૩ આ પાંચ તત્ત્વોથી જીવન કલુષિત થાય છે. શ્રી નવકારમાં પ્રથમ જે પાંચ પદો છે. તેમાં સૂચિત પાંચ પરમેષ્ઠીઓ આ પાંચ મલિન તત્ત્વોને મૂળમાંથી હટાવે છે, કેમ કે અરિહંતોના સર્વ હિતકર ઉપદેશથી આપણા અંતરની અજ્ઞાનતાનાં પડલ દૂર થાય છે તેમજ વિવેકની જાગૃતિ થવાથી રાગ-દ્વેષની તીવ્રતા હટે છે. પરિણામે મિથ્યાત્વ ને ટકાવનાર ભૂમિકા નબળી પડી છે. એટલે અરિહંતોના સ્મરણ – જાપથી તેઓના ઉપદેશરૂપ આગમ- ગ્રંથોના શ્રવણ-મનન-ચિંતનથી આપણું મિથ્યાત્વ-ભયંકર અજ્ઞાન ઓગળી જાય છે. એટલે અરિહંતો ઉપદેશના માધ્યમથી આપણા અજ્ઞાનન-મિથ્યાત્વરૂપ મહાદૂષણને હટાવે છે. તે રીતે સિદ્ધો પરમ શાશ્વતપદ અજરામર સ્થાનને પામેલ હોઈ તેમના સ્વરૂપનો વિચાર કરવાથી જગતની ભૌતિક વિભૂતિ-પદાર્થોની સાહેબીનો લોભ-સ્પૃહા-તમન્ના-ઝંખના મૂળમાંથી જાય છે. એટલે સિદ્ધો લોભરૂપ મહાદૂષણને ટાળે છે. આ પ્રમાણે આચાર્યો આપણા જીવનમાં આચાર પ્રતિષ્ઠા કરી સદાચારના માધ્યમથી મનમાં-વાણીમાં-વર્તનમાં ભિન્નરૂપતા રૂપી માયા કપટ-દંભ-પ્રપંચ આદિ દુર્ગણોને હટાવે છે. આ રીતે ઉપાધ્યાયો શાસ્ત્ર આગમના પઠન-પાઠન અધ્યાપન, શ્રવણ આદિ દ્વારા આપણાં અંતરનાં મોહના પડ ઉખેડી જીવનમાં વિનય-નમ્રતાનો પાયો મજબૂત કરે છે. એ રીતે ઉપાધ્યાયો Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ‘“માન’’ કષાયને હટાવનાર બને છે. તે રીતે સાધુઓ ક્ષમાપ્રધાન જીવન જીવનારા સર્વ વિષમ સંયોગોમાં સહનશીલતાની માત્રા ટકાવી ‘ક્રોધ’ કષાયને જીવનમાંથી હડસેલી મૂકે છે. આ રીતે - મિથ્યાત્વને ૩૫ અરિહંતો સિદ્ધો - લોભને આચાર્યો — માયાને - ઉપાધ્યાયો માનને સાધુઓ — ક્રોધને હટાવવા ખૂબ જ ઉપયોગી બને છે. આ ઉપરથી પંચ પરમેષ્ઠીઓ વ્યકિતરૂપે મહાન છતાં તેમના વિશિષ્ટ ગુણ પ્રતિ અંતરની આપણી દૃષ્ટિ કેળવાઈ ન હોય તો વિશિષ્ટ ગુણાનુરાગ ઊપજતો નથી. તેથી પંચપરમેષ્ઠીઓના અનેક ગુણો પૈકી એક-એક વિશિષ્ટગુણના સ્મરણપૂર્વક તીવ્ર ગુણાનુરાગ-દષ્ટિથી તે પરમેષ્ઠીઓનો જાપ રાગ-દ્વેષને અગર ભયંકર મિથ્યાત્વ, લોભ, માયા, માન, ક્રોધરૂપ પાંચ દુર્ગુણોને હટાવવા ખૂબ ઉપયોગી નીવડે છે. એથી પંચપરમેષ્ઠીઓ કરતાં તેમના પ્રતિ ગુણાનુલક્ષી, વિનય, નમ્રતાપૂર્વક કરાતો નમસ્કાર એ આત્મશુદ્ધિનો પાયો છે. માટે ‘મો’ પહેલાં મૂકયું છે. પરમેષ્ઠીઓ કરતાં તેમને ગુણાનુલક્ષી કરાતો નમસ્કાર આત્મશુદ્ધિનું વધુ કારણ છે. એ વાત ધ્યાનમાં લેવા જેવી છે. સંસ્કારોની પકકડ મિથ્યાત્વમાંથી ઊભી થાય છે અને લોભ – માન, માયા તથા ક્રોધથી મજબૂત થાય છે. આરાધક પુણ્યાત્માએ સંસ્કારોની પકકડમાંથી છૂટવું ખાસ જરૂરી છે. તે માટે અરિહંતાદિ પાંચે પરમેષ્ઠીઓને ગુણાનુલક્ષી નમસ્કાર કરવો જરૂરી છે. આ રીતે શ્રી નવકાર સંસ્કારોની પકકડ ઢીલી કરી જીવનશુદ્ધિના રાજમાર્ગે આપણી શકિતઓને આગળ વધવામાં ખૂબ જ સહયોગી નીવડે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૬ סד ૧૬ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ભારતી સોસાયટી, પાટણ ૨૨-૫-૮૩, રવિવાર વિ શ્રી નવકાર એ મહામંત્ર છે. એટલું જ નહીં, મંત્રાધિરાજ છે, કેમ કે બીજા મંત્રો તો માત્ર ભૌતિક સામગ્રી આપણા પુણ્યનો ઉદય હોય તો આપે છે. ી પણ શ્રી નવકાર તો આત્મિક ઉન્નતિ અને આત્મ શકિતના વિકાસના પંથે આપણી જાતને ધપાવે છે. એટલે ભૌતિક સામગ્રી કરતાં આત્મશકિતઓના વિકાસનું વધુ મહત્ત્વ હોઈ શ્રી નવકાર મહામંત્ર કે મંત્રાધિરાજ ગણાય વધુ તર્ક સંગત છે. વળી ભૌતિક સામગ્રી પણ શ્રી નવકાર બીજા મંત્રો કરતાં વધુ ચોકકસાઈપૂર્વક સચોટ રીતે આપે છે. કેમ કે બીજા મંત્રો પૂર્વસંચિત પુણ્યનો ઉદય ન હોય તો ફ્ળતા નથી, ત્યારે શ્રી નવકાર તો પૂર્વ સંચિત પુણ્ય ન હોય તો ગુણાનુરાગપૂર્વક કરાતા જાપથી નવું પુણ્ય સર્જાય છે. પુણ્યના અખૂટ ભંડારો ભરપૂર થાય છે. તે રીતે પણ શ્રી નવકાર મહામંત્ર મંત્રાધિરાજ બને છે. વળી પુણ્યોદય હોય પણ પાપકર્મ-અંતરાય આદિની પ્રબળતા હોય તો બીજા મંત્રો ફ્ળ નહીં, જ્યારે શ્રી નવકાર તો પાપકર્મ અંતરાય આદિના ઉદયને હટાવી રસ્તો મોકળો કરી આપે. આ દૃષ્ટિએ પણ શ્રી નવકાર મહામંત્ર મંત્રાધિરાજ ગણાય છે. આવા શ્રી નવકારને ગણનારો પુણ્યાત્મા કદી માનસિક રીતે હીન હોઈ શકે નહીં. તેના માનસક્ષેત્રમાં વિશિષ્ટ, ઉદાત્ત, પરમોચ્ચ આત્મશકિત સંપન્ન પંચપરમેષ્ઠી પ્રતિ વિશિષ્ટ, ઉદાત્ત ગુણાનુરાગ કેળવાયેલ હોઈ અપૂર્વ પ્રમોદભાવની છોળો ઊછળતી હોય. શ્રી નવકાર મહામંત્રની અદ્વિતીય વિશેષતા એ છે કે તેના સતત વિધિપૂર્વકના જાપથી પાંચે ઇન્દ્રિયો પર કાબૂ મેળવાય છે કેમ કે, (૧) અરિહંતો સતત દેશના દ્વારા આપણી શ્રોત્રેન્દ્રિયના વિષયરૂપ શબ્દો પ્રતિ આકર્ષણને ઘટાડે છે. અરિહંતોનો શબ્દ ૩૫ વાણીગુણવાળો વિશિષ્ટ પ્રવચન દ્વાદશાંગીરૂપે સર્વહિતકર આગમોની ગૂંથણીમાં ગૂંથાયેલ તે શબ્દોનું શ્રવણ દુનિયાના ક્ષણજીવી સંગીત – શૃંગારના પોષક શબ્દોની વિરૂપતા – વિરસતા ઊપજાવે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા એ રીતે પ્રથમપદના જાપથી શ્રોત્રેન્દ્રિયના વિષયરૂપ શબ્દ વિષય ઉપરની આસકિત ટળે છે. અંતરમાં ગુંજતો આગમોનો ઘોષ શબ્દની આસક્તિ ઘટાડે છે. (૨) આ રીતે બીજા પદના જાપથી સિદ્ધપદમાં જે આત્માનું અદ્વિતીય શાશ્વત પરમોચ્ચ કોટિનું સ્વરૂપ દર્શન થાય પછી જગતના પૌદ્ગલિક ઉપરથી સારા દેખાતા રૂપોની મોહકતાનો ભાવ ટળી જાય છે. ૩૭ એટલે બીજાપદના જાપથી ચક્ષુરિન્દ્રિયના રૂપ વિષયનું જોર નબળું પડે છે. (૩) આ રીતે ત્રીજા પદના જાપથી આચાર્યો એટલે આચારપંચકના પાલનથી ઊપજતી સદાચાર-શીલ સુગંધીનો અનુભવ થવાથી ઘાણેન્દ્રિયના વિષયરૂપ તુચ્છ પ્રાતિભાસિક સુગંધી પદાર્થોની ક્ષણજીવી મોહકતાની અસર ઘટવા પામે છે. (૪) તે રીતે ચોથા પદના જાપથી ઉપાધ્યાયો સતત શાસ્ત્રના આગમોના પઠન - પાઠનના શ્રવણ આદિથી ઊપજતા અદ્ભુત સ્વાધ્યાય રસની પ્રતીતિ કરાવનાર બનતા હોઈ ભોજનના રસથાળ = ૩૨ પ્રકારના ભોજનના સ્વાદ પણ ફિકકા લાગતા જાય છે. સ્વાધ્યાય રસની હિલોળાબંધ મસ્તીમાં દુનિયાના ઉચ્ચકોટિના મિષ્ટાન્ન - અમૃતરસ કે દિવ્ય ભોજનના સ્વાદ પણ તુચ્છ ભાસે છે. (૫) આ રીતે પાંચમા પદના જાપથી સાધુઓના ઉદ્દાત્ત સંયમથી પરિપૂત કાયાના સ્પર્શથી ઇલેક્ટ્રિસીટીની ચુંબકીય અસરની જેમ સંસારી જીવો અદ્ભુત સંયમના ઉદ્દાત્ત ધ્યેયની નજીક પહોંચવા મહાપુરુષ રૂપ સાધુ ભગવંતોનાં પાદ-ચરણોનો સ્પર્શ કરી અદ્ભુત આત્મબળ મેળવી સ્પર્શનેન્દ્રિયના વિષયરૂપ સ્પર્શના, સુકુમાર મૃદુ શય્યા આદિનાં સુખો પણ તુચ્છ ભાસે, તેમજ તેના ભયંકર ભાવી વિપાકોની વિચારણા સાધુભગવંતોના ચરણસ્પર્શથી ઊપજતી વિવેકબુદ્ધિથી સ્પર્શેન્દ્રિયની આસકિતને ઢીલી કરે છે. આ રીતે પ્રથમપદના જાપથી શ્રોત્રેન્દ્રિયના વિકારો બીજાપદના જાપથી ચક્ષુરિન્દ્રિયના વિકારો ત્રીજાપદના જાપથી ઘ્રાણેન્દ્રિયના વિકારો ચોથાપદના જાપથી રસનેન્દ્રિયના વિકારો પાંચમા પદના જાપથી સ્પર્શેન્દ્રિયના વિકારો ઢીલા થાય છે. આ એક અનુભવ સત્ય છે કે - છ મહિના નિયત સમયે નિયત સ્થાને નિયત સંખ્યામાં ત્રણ માળા ગણવાથી ગમે તેવા ઇન્દ્રિયોના પ્રબળ વિકારો ઢીલા થતા અનુભવી શકાય છે. જરૂર તમો આ પ્રયોગ અમલમાં મૂકો એવી મારી અંતરની ઇચ્છા. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા છે ST જૈન ઉપાશ્રય, ઊંઝા ૪-૬-૮૩ વિ. શ્રી નવકારના જાપમાં લીનતા વધી હશે. અંતરના વિચારોની સ્થિરતામાં વધારો થયો હશે. શ્રી નવકાર મહામંત્રની એ અપૂર્વ વિશેષતા છે કે વિચારોના ઉત્પત્તિ સ્થાનમાં રહેલ મલિનતાના મૌલિક તત્ત્વોને સહેલાઈથી ઉખેડે છે. કેમકે વિચારો મનની ભૂમિકામાંથી ઊઠે છે પણ તે ભૂમિકામાં નીચે પ્રેરક તત્વરૂપે અંતરમાં રહેલ રાગ-દ્વેષ અને મોહની વાસના ભરેલી છે. શ્રી નવકારના સ્મરણ-જાપથી સતત સંસ્કારોના પાયા ઉપર અસર થાય છે. સંસ્કારોના પાયા રાગ-દ્વેષ-મોહની વાસના છે. શ્રી નવકાર પંચ પરમેષ્ઠીઓના સ્મરણ અને ગુણ ચિંતનરૂપ હોવાથી શ્રી નવકારના પવિત્ર અક્ષરો મોહના સંસ્કારોને ઢીલા કરી નાંખે છે, કેમ કે અગ્નિ - પાણી, ઠંડી - ગરમી, આદિમાં જેનું બળ વધે તે બીજાને દબાવી દે, તેમ મોહ અને મોહના ક્ષયોપશમ અને ‘ક્ષય' બંને પરસ્પર વિરોધી છે. જેમ જેમ પરમેષ્ઠીઓના નમસ્કાર રૂપે મોહના ક્ષય કે ક્ષયોપશમ કરનાર શ્રી નવકારના અક્ષરોનું બળ જાપ દ્વારા વધે તેમ તેમ મેહના સંસ્કારો ક્ષીણ થતા જાય. આ રીતે આપણા જીવનની શુદ્ધિ માટે શ્રી નવકાર ખૂબ જ ઉપયોગી છે. કેમ કે રાગ-દ્વેષના સંસ્કારોના ઘટાડા વિના જીવન શુદ્ધિ શકય ન બને અને શ્રી નવકારના અનાદિકાલીન શાશ્વતા અક્ષરો કે જેમાં મોહના સંસ્કારોને મૂળમાંથી ઉખેડી નાંખવાની અજબ-ગજબ તાકાત છે. તે અક્ષરોનો નિયમિત, વ્યવસ્થિત જાપ કરવાથી અગ્નિથી જેમ લાકડાં બળે, અગર સાબુથી કપડાનો મેલ કપાય તેમ શ્રી નવકારના અક્ષરોથી આત્મા પર વળગેલા કર્મનાં અનાદિકાલીન પડળો પણ ઉખડી જાય છે. આ જાતની ઊંડી અસર નિયમિત રીતે ચોકકસ સમયે = નિયમિત સમયે ઓછામાં ઓછા છ મહિના જાપ કરવાથી સ્પષ્ટપણે અનુભવાય છે. આવા મહામહિમશાળી શ્રી નવકારના જાપના ત્રણ પ્રકાર છે. ઉપાંશુ જપ, રહસ્ય જાપ, માનસજાપ. (૧) ઉપાંશુ જાપ :- એટલે હોઠ જરા હાલે, સ્પષ્ટ ઉચ્ચાર સાથે કરાતો જાપ. (૨) રહસ્ય જાપ:- હોઠ બંધ, જીભ હલે, અંદર સ્પષ્ટ ઉચ્ચાર કરવા સાથે કરાતો જાપ. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૩૯ (૩) માનસ જાપ :- હોઠ, જીભ કંઈ ન હાલે, માત્ર સામેના શ્રી નવકારના ચિત્ર પર દષ્ટિ , રાખી અગર કલ્પનાથી શ્રી નવકારના ચિત્રને કલ્પી તેના પર દષ્ટિ સ્થિર કરી મનમાં જાપ કરવો. સૌથી શ્રેષ્ઠ માનસ જાપ છે. પણ બાળજીવોને પ્રાથમિક જાપ ઉપાંશુ જાપ કરવા જેવો છે. તેનાથી વિચારોની ધમાલ શમી જાય છે પછી રહસ્ય જાપ, પછી ઉચ્ચ કક્ષાએ માનસ જાપ. માનસ જાપની ભૂમિકાએ મન સાવ શાંત સ્થિર થવા પામે છે. રહસ્ય જાપની કક્ષાએ વિચારોની ગતિ મંદ થવા પામે છે. એટલે શરૂઆત ઉપાંશુ જપથી કરી માનસજાપની કક્ષાએ પહોંચાડવા પ્રયત્ન કરવો. જેમ જેમ વિચારો પર નિયંત્રણ થવા પામે તેમ તેમ જાપની શક્તિ વધી ગણાય. વળી જાપમાં આંખો ખુલ્લી રાખવી પ્રાથમિક અવસ્થામાં, અને શ્રી નવકારના ચિત્ર પર કે વીતરાગપ્રભુની મૂર્તિ પર દષ્ટિ સ્થિર રાખવી. વળી જાપ વખતે સૌથી શ્રેષ્ઠ અર્ધ પદ્માસન, તે ન ફાવે તો પર્યકાસન રાખવું. પણ ટટ્ટાર બેસવું, કમ્મરથી મૂકીને ન બેસવું. ડાબો હાથ ડાબા ઢીંચણ પર સ્થિર બંધ રાખી જમણા હાથથી ૪ આંગળી પર માળા રાખી અંગૂઠાથી નવકારવાળીના મણકા ફેરવવા. બાંધી નવકારવાળીમાં શ્રી નવકારનાં નવે પદો બરાબર સ્પષ્ટ ઉચ્ચાર (માનસ)પૂર્વક જાપ કરવો. જાપ કર્યા પછી ઓછામાં ઓછી પાંચ મિનિટ ચૂપચાપ બેસવું. જાપ શરૂ કરતાં પૂર્વે પણ બે મિનિટ ચૂપચાપ બેસવું, શ્રી નવકારના ચિત્ર પર દષ્ટિ રાખવી, આનાથી આપણી અંતરની શકિતઓ ખીલે છે. * આપણી નવકારવાળી કોઈને ગણવા ન આપવી. * કોઈની નવકારવાળીથી આપણે જાપ ન કરવો. * જાપ વખતે નાભિથી નીચે નવકારવાળી લઈ જવી નહીં. * નવકારવાળી ધોતિયાને અડે નહીં. * જે નવકારવાળીથી નવકારનો જાપ કર્યો હોય તે નવકારવાળી સ્પેશ્યલ જુદી રાખવી. * બીજી નવકારવાળી સાથે ભેગી ન મૂકવી. આ બધી મર્યાદાઓ જાળવવાથી અંતરની શક્તિઓનાં દ્વાર ખૂલી જાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ט ૧૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ઊંઝા ૬-૬-૮૩, વૈશાખ વદ ૧૦ શ્રી નવકારનો આરાધક દીન-હીન ન હોય, માનસિક રીતે ખૂબ સ્વસ્થ હોય, કેમ કે – અંતરમાં વિવેકની જાગૃતિ ઓછી હોય તો આત્મસ્થિતિની માહિતીના અભાવે મૂંઝવણ થાય. લી પણ શ્રી નવકારના આરાધકને અંતરમાં વિનય-વિવેક નમ્રતાના વધારાથી સ્પષ્ટરીતે કોઠાસૂઝ હોય કે વિચારોના પાયામાં રહેલ રાગ-દ્વેષના તત્ત્વના વધારાના લીધે જ જીવન દુ:ખી થાય છે. પણ હૈયાની સૂઝની ખામીથી વિવેકની ગેરહાજરીએ આવેલા કે આવતા દુ:ખનું મૂળ ન સમજી શકવાથી મનમાં ગૂંચવાડો, દીનતા, હીનતા – નો ભાવ ઊપજ્યા કરે કે શું થશે ? પણ શ્રી નવકારના આરાધકને એક વાત નકકી કે મારા પોતાના અંતરના રાગાદિ વિકારોને કાબુમાં ન રાખવાથી જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે હવે પરમેષ્ઠીઓના ચરણે જાતને સોંપી તેમની આજ્ઞાને ઘ્રુવતારક બનાવી જીવન જીવવાના પ્રયત્નો કરવાથી મારી વિષમ પરિસ્થિતિનો ઉકેલ સહેજમાં થઈ જશે. એટલે શ્રી નવકારનો આરાધક ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ દીન-હીન ન બને, સદા પ્રસન્ન રહે. વળી શ્રી નવકારના આરાધકને એમ પણ હૈયામાં હોય કે ગમે તેવી વિષમ સ્થિતિનું સર્જન અશુભ કર્મોના બળે જ થાય છે. બાકી બધા તો નિમિત્ત માત્ર છે. એટલે તે અશુભ કર્મોને તોડવાનું બળ પંચપરમેષ્ટિઓને નિખાલસતાપૂર્વક કરાતા નમસ્કારમાં અપૂર્વ કોટિનું રહેલ છે. તો શ્રી નવકારમહામંત્રના આરાધકને ગમે તેવા વિષમ સંયોગોમાં પણ આંતરિક પ્રસન્નતા ઓછી થતી નથી. વળી શ્રી નવકારનો આરાધક વિચારોની ગરિમાથી યુકત હોય છે કે પંચપરમેષ્ઠી જેવા મહાન ઉચ્ચકોટિના આત્મશકિતના ધણી જેવાની નિશ્રાએ હું આવ્યો, પછી મારે શી વાતની ખામી ! જગતના ભૌતિક ઐશ્વર્યની તુચ્છતા ભાસે, કેમ કે જગતનું ભૌતિક ઐશ્વર્ય પુણ્યકર્મના ઉદયને આધીન છે. જ્યારે પંચપરમેષ્ઠીઓની આજ્ઞા પ્રમાણે ચાલવાના સત્ પ્રયત્નોમાંથી વિકસતું આશ્ચર્ય સાહજિક અને અંતરંગ દૃષ્ટિએ ખૂબ જ અખૂટ હોઇ વધુ સ્પૃહણીય બને છે. અંતરંગ શાંતિ સમૃદ્ધિ પંચપરમેષ્ઠિઓની આજ્ઞાનુસાર જીવનના ઘડતરમાંથી સહેજે અનુભવાય છે. દુનિયાનું ભૌતિક ઐશ્વર્ય કર્મના ઉદયને આધીન અને ક્રમે ક્રમે ક્ષીણ થવાવાળું શાશ્વત નહીં, Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા તેથી ભૌતિક ઐશ્વર્ય કરતાં શ્રી નવકારનો આરાધક આંતરિક આઐશ્વર્ય તરફ વધુ ઝંખનાવાળો હોય છે. આ ઉપરાંત જીવનવિકાસમાં આડાશ ઊભી કરનાર અશુભ કર્મોની પરંપરાને મૂળમાંથી નષ્ટ કરી નાંખવાની વિરાટશકિત અંતરંગ નમસ્કારમાં ગૂંથાયેલી પડી છે. તેનો લાભ શ્રી નવકારના વ્યવસ્થિત જાપ દ્વારા આરાધક પુણ્યાત્મા ઉઠાવી શકે છે. આ રીતે શ્રી નવકારનો આરાધક અંતરથી ખૂબ જ પ્રસન્ન અને પાપકર્મોના સંસ્કારોના પડળને ભેદવામાં શૂરવીર બની રહે છે. આવા શ્રી નવકારના આરાધક તરીકે નીચેના ચાર સદ્ગુણોનો વિકાસ કરવો જરૂરી છે. ૪૧ ૧) દાનરુચ : પુણ્યના ઉદયથી મળી આવેલ ચીજોને પાત્રાનુસાર યથાયોગ્ય રીતે સદુપયોગ કરવાની તત્પરતા. મળેલી ચીજ માત્ર ભોગ-ઉપભોગમાં વાપરવી તે તેનો સદુપયોગ નથી. પણ મળેલી ચીજને દીન-દુષિઓને સહાયક થવા રૂપે તેમજ ગુણવાન મહાપુરુષોની ભિકત અને બહુમાનમાં વાપરવી તે સદુપયોગ કહેવાય. આ રીતના સદુપયોગ કરવાની દિશામાં સતત મન-વચન-કાયાથી પ્રવર્તવા માટેની તત્પરતા તે શ્રી નવકાર મહામંત્રના આરાધકની પ્રાથમિક ફરજ છે. ૨) કષાયોની મંદતા : - જેનાથી આત્મા સંસારમાં - કર્મોના બંધનમાં ફસાય – તેનું નામ કષાય – એટલે પૌદ્ગલિક ભાવો - પદાર્થોને મેળવવાની લાલસા = લોભ. પૌદ્ગલિક પદાર્થોને મેળવવા આડકતરા કરવા પડતા પ્રયત્નો = માયા. આંધળાના ઢેખાળાની જેમ પુણ્યના ઉદયથી પ્રચુરમાત્રામાં મળી આવતા પૌદ્ગલિક પદાર્થોથી થતો માનસિક અહંકાર = માન. મેળવેલા પૌદ્ગલિક પદાર્થોના ભોગમાં રુકાવટ કરે તે પદાર્થો છીનવી જાય તે વખતે થતો માનસિક આક્રોશ એટલે ક્રોધ. = આ રીતે પૌદ્ગલિક લાલસા = લોભમાંથી માયા, માન, ક્રોધ એ ત્રણે ભયંકર દુર્ગુણો ઊપજે છે. આ રીતે આ કષાય ચોકડીમાં આપણે ફસાઈને આરાધનાના માર્ગેથી વિચલિત થઈ જઈએ છીએ. પણ શ્રી નવકારના આરાધક તરીકે આ ચાર કષાયોની મંદતા થવી ખાસ જરૂરી છે. તેમાં પૌદ્ગલિક ભાવના પદાર્થો એ મારા નથી, હું અજર-અમર શુદ્ધ, બુદ્ઘ, મુકત, નિરંજન, સિદ્ધ જેવો છું, એ ભાવ વધુ દઢ કરવાથી દુનિયાના પદાર્થો પ્રતિ લાલસા – આસકિત ઘટવા માંડે છે. પરિણામે કષાયો = માયા – માન – ક્રોધ ઘટવા માંડે છે. આ રીતે અનાદિકાલીન પૌદ્ગલિક પદાર્થોને મેળવવાની લાલસાનો ઘટાડો કરવો શ્રી નવકારના આરાધકની બીજી ફરજ છે. ૩) ગુણાનુરાગ : શ્રી નવકારનો આરાધક દોષદૃષ્ટિના બદલે ગુણગ્રાહીતાનો વિકાસ કરનારો હોય. જગતનો કોઈ પદાર્થ એવો નથી કે જેમાં એકલા ગુણ હોય કે એકલા દોષ હોય. દરેક પદાર્થમાં ગુણ પણ હોય અને દોષ પણ હોય. એ પ્રમાણે જીવમાત્રમાં ગુણ-દોષ બંને હોય, પણ દષ્ટિની વિકળતા કે Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા અજ્ઞાનદશાથી જીવમાત્રના દોષો પ્રતિ દષ્ટિ અનાદિકાલથી થતી હોઈ જીવો પ્રતિ અરુચિ-દ્વેષ ઊપજે છે. પણ દોષદૃષ્ટિના બદલે ગુણગ્રાહીતાનો આગ્રહ કરવામાં આવે તો જીવમાત્ર પ્રતિ અનુરાગ ઊપજે અને જીવન પરમ આનંદમય બની જાય. ૪૨ થાય. એટલે શ્રી નવકારનો આરાધક ગુણગ્રાહી હોય, પરિણામે અનાદિકાલીન દોષદષ્ટિનો ઘટાડો ૪) નવકારનો આરાધક આત્મલક્ષી હોય : સઘળા જીવો પુદ્ગલને કેન્દ્રમાં રાખી તેને મેળવવા, ટકાવવા કે ભોગવવા મથામણ કરતા હોય છે. પણ પુદ્ગલ જડ, ક્ષણભંગુર એટલે તેની પાછળ કરેલ મથામણ છેવટે નકામી થાય. શ્રી નવકારનો આરાધક અંતરથી આત્મ-તત્ત્વ - ચૈતન્યનો આરાધક હોય. આત્મતત્ત્વ ચિદાનંદરસથી ભરપૂર અને શાશ્વત આનંદનું ધામ, તે આત્મતત્ત્વને આડે આવેલ કર્મોના આવરણને હઠાવવા મથામણ કરે તે શ્રી નવકારનો આરાધક ગણાય. આ રીતે પાયાના ચાર ગુણોની સાધનામાં આગળ વધવું તે શ્રી નવકારની આરાધનાની સફળતા માટે જરૂરી છે. તમો યથાયોગ્ય રીતે આ ચાર સદ્ગુણોના વિકાસમાં આગળ વધો એ અંતરની મંગળ કામના. સિદ્ધપુર פול ૧૯ વિ વિશ્વમાં શકિતઓ ઘણી કામ કરી રહી છે. પણ તેમાં બે મુખ્ય જણાય છે. ૧. ચૈતન્ય શક્તિ લી ૨. પૌદ્ગલિક શકિત બંને એકબીજાના પાયા પર સહયોગથી કાર્ય કરતી હોય છે છતાં મૌલિક રીતે વિકાસના પંથે ચૈતન્ય શકિતનો ફાળો વધુ છે. વિનાશના પંથે પૌદ્ગલિક શકિતનો ફાળો વધુ છે. ૧૦-૬-૮૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૪૩ શ્રી નવકાર મંત્રના વર્ષોમાં એક એવી અદ્ભુત શકિતની ધારા છે કે જેથી પૌદ્ગલિક શક્તિ ખૂબ જ કાબૂમાં આવે છે જેથી તેની વિકૃત અસરો જીવનમાં ન આવે સાથે જ આત્મિક શકિતનું ઉત્થાન થાય છે. પણ શ્રી નવકારના અક્ષરોમાં રહેલી આ શક્તિધારાને પ્રસ્તુતિ કે સક્રિય બનાવવા માટે વ્યવસ્થિત રીતે આસન, સમય, સંખ્યાના ધોરણને જાળવી જાપની ખાસ જરૂર છે. આવો વ્યવસ્થિત જાપ જેટલો વધુ થાય, જેટલી તેની માત્રા વધે, તેટલી આપણી આંતરચેતના વધુ જાગ્રત થઈ શ્રી નવકારના અક્ષરોમાં રહેલી દિવ્ય શક્તિધારા સાથે સંપર્કમાં આવે. માટે મુડની ચિંતા – રાહ ન જુઓ, નિયત સમયે, નિયત આસને, નિયત સંખ્યામાં જાપ કરવા બેસી જ જવું. મારો પોતાનો અંગત અનુભવ છે કે ૧૦ મિનિટ પૂર્વે મને ખૂબ ડોળાયેલ હોય, જાપ કેમ થશેની ચિંતા હોય પણ નિયત સમયે જ્યાં જાપ શરણાગતિ ભાવે શરૂ કર્યો કે અર્જટ કોલની જેમ એક, બે ને ત્રીજા નવકારે મનની ચંચળતા ગાયબ, અંતરથી શકિતનો સ્રોત વહેતો થાય. તમો પણ આ દિશામાં જરા આગળ વધો, મને ત્રણ વર્ષની વૃત્તિએ આ અનુભવ થયો છે. તમો પુણ્યશાળી છો કે વિશિષ્ટ રીતે શ્રી નવકારના સંપર્કમાં આવી તેમની શકિતઓ તમો ઝીલી શકો છો. તમારે માત્ર નિયત સમય, નિયત સ્થાન (આસન), નિયત સંખ્યા આ ત્રણ ધોરણને જાળવી મુડની પરવા કર્યા વિના જાપમાં લીન થવું. બાયટ્રાયલ - ત્રણ પખવાડિયા કરી જુઓ, અદ્ભુત દિવ્યશક્તિનો અનુભવ જરૂર થશે, અંદર વહેલાસર શાન્તિના સમુદ્રની અપૂર્વ ઊર્મિઓ અનુભવાશે. આવા જાપ માટે તમે ૧ બાંધી માળાથી શરૂઆત કરો - મંગળજ્યોતથી જાપ કરવો, પણ સમય-સ્થાન સંખ્યામાં ફેરફાર ન કરવો. તમારી અંદરની અમાપ શક્તિઓનો સ્રોત વહેલો અનુભવાશે. બસ આ વખતે ટૂંકોને ટચ પણ ખાસ અમલમાં મૂકવા જેવી વાતથી આ પત્ર પૂરો કરું છું. Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા 3 છાપી ૧૪-૬-૮૩, જેઠ સુદ ૪ શ્રી નમસ્કાર મહામંત્રના આરાધક તરીકેની પવિત્ર ફરજ છે કે જપના માર્ગે નિયમિત ચાલવું – તેમાં Mood કે આંતરિક ઉલ્લાસની રાહ જોઈ બેસી ન રહેવું. કેમ કે અનાદિના સંસ્કારોના આત્મા ઉપરના દબાણતળે જીવનશક્તિ ઊર્ધ્વગામી પંથે એકાએક જઈ શકતી નથી તે માટે વ્યવસ્થિત પુરુષાર્થની જરૂર રહે છે. તે પુરુષાર્થના અનેક પ્રકારોમાં સૌથી શ્રેષ્ઠ પુરુષાર્થ જાપનો છે. જાપથી અંતરની શકિતના વિકાસને આડે રહેલ અવરોધો ઉઠાવી શકાય છે. આપણા આંતરમનમાં રાગદ્વેષના કચરાનો ઊભરાટ ન ગમે કે દૂર ન થાય ત્યાં સુધી જેને આંતરિક ઉલ્લાસ કે મુડ કહેવાય છે તે ન જ આવે. પણ તે ઊભરાટ શમાવવા માટેનો અચૂક ઉપાય નિયમિત સમયે, નિયમિત સંખ્યાએ જાપ શરૂ જ કરી દેવો એ છે. નિયત સમયે, નિયત સંખ્યામાં જાપ કરવાથી અંતરમાં શક્તિનું કેન્દ્ર જામે છે. પછી જાપની સંખ્યાનું બળ વધવાથી આંતરિક વિસ્ફોટની ક્ષમતા ઊપજે છે. માટે ચોકકસ સમયે, ચોકકસ ધોરણથી જાપના માર્ગે વૃત્તિઓને વાળી દેવી એ જ આત્મશુદ્ધિનો રાજમાર્ગ છે. મારા પોતાના જાતઅનુભવ પ્રમાણે વિ. સં. ૨૦૫ થી ૨૦૧૦ સુધી પૂ ૫, શ્રી ભદ્રંકર વિ. મ. ઉપરના બહુમાનથી તેમના વચનને માન્ય રાખી પ્રથમ ત્રણ બાંધી માળા, પછી ૧૫ – ૨ વર્ષ પછી પાંચ બાંધી માળા શરૂ કરી - પણ બધા ગણે છે તેવી મણકા ખસે - માળા પૂરી, સમય સંખ્યાના ધોરણ વિનાની, છતાં પૂ૫, શ્રી ભદ્રંકર વિમના બહુમાનના કારણે અંતરની શકિતઓના દ્વાર ખૂલવા માડેલા, પણ ૨૦૧૦ના શ્રાવણથી નાગપુરના મોહનભાઈના નિમિત્તથી માનસિક સ્થિતિ ફરી અને ર૦૧૧ના માગશરથી નિયત સમયે, નિયત સંખ્યાના ધોરણે જાપ શરૂ કર્યો, તો વિરાટશકિતના પ્રવાહોથી ભરપૂર જીવન થવા માંડ્યું. તે વખતે નવકાર ગણવામાં મન લાગતું ન હતું પણ શ્રદ્ધાનું બળ અપૂર્વ હતું જેથી નિયત સ્થાન, સંખ્યાના ધોરણને જાળવી જાપમાં મંડી રહ્યો તો ૩ મહિનામાં હૈયામાં પ્રકાશ થયો. અપૂર્વ શાંતિ મળી, જાપ પૂર્વે ગમે તેટલા વિષમ વાતાવરણ ઊભા હોય છતાં નિયમિત રીતે જાપમાં બેસતાં જ એક, બે ને ત્રણ. ત્રીજા નવકારે દિવ્ય આનંદની સેરો હૈયામાં અનુભવમાં આવવા લાગી. પછી તો ધીમે ધીમે શ્રી નવકારના વિશિષ્ટ આરાધનાના પાવરફુલ પ્રતાપ-ચમત્કારોની સીરીઝ ચાલી. Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા જેનાથી મારા સ્થળ જીવન કરતાં અત્યંતર જીવન ખૂબ જ વ્યવસ્થિત, શાંત અને આનંદની લહેરોવાળું બન્યું. માટે તો જરૂરથી જાપમાં મંડ્યા જ રહો, તેનાથી જીવનનો સર્વાગી વિકાસ ઝડપી વ્યવસ્થિત થશે, થશે જ !! આ એક અનુભવના શિખર પરથી વિરાટ જીવન દષ્ટિથી જોયેલ પરમ સત્ય છે. બીજી મહત્ત્વની વાત, જાપમાં સંખ્યાનું બળ વધે તે ખૂબ જરૂરનું છે. જેમ ૧૦, ૧૦૦, લાખ, દશલાખ અને ક્રોડ એમ ધનસંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થાય એમ સંસારી માયાના જીવને પરમ આનંદ થાય તેમ જીવનમાં રોજની ૩ કે ૫ માળાના પણ સર્વના સરવાળાથી જીવનમાં આટલા હજાર – લાખ નવકાર ગણ્યા એમ આંતરિક સંતોષથી અંતરની શકિતઓનાં દ્વાર ખોલવાનો ભવ્ય પુરુષાર્થ આપોઆપ થાય છે. આ ઉપરાંત આપણે શું થવું છે? તેની રૂપરેખા આપણી વારંવાર બદલાતી રહે છે. ઘડીકમાં ધનવાન, ઘડીકમાં નામ-કીર્તિવાળા, ઘડીકમાં સંસારના વૈભવોની વાત, ઘડીકમાં નામ અમર કરવાની ઘેલછા, આમ જાતજાતની રૂપરેખાઓ મગજમાં ઊપસતી આવે, તેના કરતાં આપણા આત્માની યોગ્યતા પ્રમાણે ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ કરવાની ક્ષમતા શ્રી નવકારમાં હોઈ કંઈ પણ સ્પષ્ટ નામ આપવાના બદલે હે નવકાર! પ્રાણાધાર ! મારા જીવનની આંતરશકિતઓ વિકાસના પંથે વળે ! યોગ્યતા પ્રમાણે ફળ આપે, તને ઠીક લાગે તે રીતે મારા જીવનનો બાહ્ય-અત્યંતર વિકાસ કરજે! એમ કહી આંતરિક ભાવસમર્પણ નિખાલસતાથી કેળવવાની ખાસ જરૂર છે. શ્રી નવકાર સર્વજ્ઞ, અનંત શકિતશાળી છે. અંતર્યામી છે તો પછી આપણે આપણી ટૂંકી બુદ્ધિથી આપણા જીવન-વિકાસની ટૂંકી વ્યાખ્યાઓ રજૂ કરી મહાશકિતનાં ઊઘડતાં દ્વાર બંધ શા માટે કરવાં? દાતા છૂટે હાથે આપવા તૈયાર હોય ત્યારે આપણે નજીવી ટૂંકી બુદ્ધિથી તુચ્છ-સંકુચિત માંગણી રજૂ કરીએ એ તો ક્રોડપતિ કે મહારાજા કે ચક્રવર્તી પાસે ૧ પાઈ એક કાણી કોડી માંગવા જેવું થાય. માટે આપણે સમર્પણભાવ અને નિખાલસપણે મારી યોગ્યતા પ્રમાણે મારી આત્મશકિતના બાહ્ય-આધ્યાત્મિક વિકાસની જ માંગણી - પ્રાર્થના કરવી. આમ કરવાથી જીવનનો સર્વાગીણ વિકાસ જેની ટોચ પરમોચ્ચ કોટિના મોક્ષના સહજ સુખ સુધી આત્મશકિતઓના સંપૂર્ણ વિકાસ સાથે જોડાયેલ હોય તેવો થઈ શકે. આ રીતે જાપમાં પૂર્ણ સમર્પણભાવ કેળવી આગળ વધો એ મહેચ્છા. Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વયંત્રિકા als ૨૧ મગરવાડા ૨૦-૬-૮૩, જેઠ સુદ ૧૦ વિ શ્રી નવકારના જાપમાં તમે એકચિત્તપણે આગળ વધી રહ્યા હશો. એક વાત જરૂર ધ્યાનમાં લેશો કે આપણા જીવનમાં ખૂટતી પુણ્યની કડી શ્રી નવકારના જાપથી સાનુબંધ રીતે કેળવાય છે તેમજ આપણા જીવનના વિકાસમાં અવરોધક પાપકર્મોના ઢગલે ઢગલા પણ રૂના પૂમડાની જેમ ઊડી જાય છે. ગમે તેટલા વિષમ પાપ કે પ્રબળ અંતરાયના ઉદયને પણ શ્રી નવકારના દિવ્ય સનાતન, શાશ્વત શક્તિ-નિધાન વર્ણોની અપૂર્વ શકિતથી હટાવી શકાય છે. જુઓ! શાસ્ત્રમાં વાત આવે છે કે, જંગલમાં રહેનારા શિકાર કરી જીવનારા માંસાહારી – ભીલ ભીલડી કો'ક જંગલમાં પર્વતની ગુફામાં ચોવિહારા ચાર મહિનાના સળંગ ઉપવાસની તપસ્યા કરી રહેલ જૈનમુનિના દર્શન થતાં જ ઠરી ગયા. રોજ અવારનવાર દર્શને આવે, ભકિતપૂર્વક વંદના કરી બેસે. એક દિ' મુનિ મહારાજે યોગ્ય સમજી ઉપદેશ આપ્યો કે જેવો આપણો આત્મા છે તેવો જ સઘળા જીવોનો છે. આપણને કાંટો પગમાં વાગે તો કેવું દુઃખ થાય છે! તો બીજા જીવોને આપણાથી નાહક દુ:ખ કેમ દેવાય? આદિ ઉપદેશ સાંભળી કુણા પરિણામ ભીલ – ભીલડીના થયા – શિકાર બંધ કર્યો - માંસાહાર બંધ કર્યો – પણ અત્યાર સુધી કરેલ શિકાર - માંસાહારના પાપમાંથી કેમ છુટાય! તેના ઉપાયને પૂછતાં મુનિ મહારાજે શ્રી નવકાર મહામંત્ર શિખવાડ્યો. શુદ્ધ બોલતાં આવડે તેમ ધ્યાન આપ્યું. પેલા બંને ભીલ-ભીલડી પોતાનાં કરેલ પાપોનું પ્રાયશ્ચિત્ત કરવાની તમન્નાથી નિષ્ઠાપૂર્વક ગણવા માંડ્યાં, પરિણામે બીજા ભવમાં રાજપુત્ર - રાજપુત્રી તરીકે જન્મ્યાં અને વિપુલ સુખના ભોકતા બન્યાં. એટલે કરેલ તીવ્ર પાપોની આલોચના રૂપે હૈયાની શુદ્ધિપૂર્વક શ્રી નવકારના શરણે અવાય તો અંતરની નિખાલસતામાં દિવ્યશકિત નિધાન શ્રી નવકારના વર્ષો જાપ બળે ભળે, એટલે વિરાટ શકિત ઊપજે – જેનાથી તીવ્ર પાપોનો નાશ થાય. તો પછી આ દુનિયાના મામૂલી શારીરિક રોગો કે માનસિક વ્યથાઓ માટે એમાં શી નવાઈ! Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા એટલે જ શ્રી નવકારનો ઉપાસક શારીરિક રોગ માટે ડૉકટર કે દવાનો ભગત ન હોય કે તેના ભોંસે આરોગ્ય મેળવવાના વિચારને મનમાં સ્થાન ન આપે. જેનામાં તીવ્ર, અતિ ભયંકર શિકાર, ચોરી, જુગાર, વેશ્યાગમન જેવા ભયંકર પાપોનો પણ નાશ કરવાની શકિત છે તે નવકાર આપણા શરીરમાં ઉપજેલા અસાતા વેદનીયના ઉદયને ન હટાવી શકે એ બને જ કેમ ! વળી એક વાત શ્રી નમસ્કાર મહામંત્રના સ્તોત્રમાં લખ્યું છે કે, શ્રી નવકારના ૬૮ અક્ષરો છે. તેના એકેક અક્ષર પર ૧૦૮ દેવો મતાંતરે ૧૦૦૮ વિદ્યાઓની દેવીઓનું અધિષ્ઠાન છે. - ૪૭ એક સામાન્ય દેવ પણ માનવનાં ધાર્યા કામ કરી શકે છે તો શ્રી નવકારના ૬૮ અક્ષરો ઉપર એકેક અક્ષરના ૧૦૮ દેવ ગણીએ, લગભગ ૭૦ દેવો જેના અધિષ્ઠાયક, મતાંતરે ૭૦ હજાર દેવો જેના અધિષ્ઠાયક – એવા શ્રી નવકારના પ્રભાવને અનુભવતાં વાર થી ? માત્ર આપણા અંતરના સમર્પણની પૂર્ણ શ્રદ્ધાભકિતના જોડાણની જરૂર છે. તે થાય કે તુરત એક નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો એમ કો'ક ને કો'ક દેવ આપણી શ્રદ્ધા-ભકિતના આધારે આપણી આરાધનામાં આવેલ અવરોધોને દૂર કરે ને કરે જ ! એક જ સિંગલ લાઇન હોય તો ફોન કરતાં કે જોડાણ થતાં વાર લાગે, પણ જ્યાં ડુપ્લીકેટ કે એકથી વધુ લાઇનો સક્રિય હોય તો જોડાણ થતાં કે વાત થતાં વાર શી? એક અધિકારી ખુરશી પર હોય અને અરજી કરનાર સેંકડો હોય તો કે’દિ આપણો નંબર લાગે? પણ ૫૦/૧૦૦ અધિકારી બેઠા હોય અને અરજી કરનાર ૧૦૦/૨૦૦ હોય તો પણ એક અધિકારી કરતાં તો જલદી પાર આવે જ. તો માણિભદ્ર, ચક્રેશ્વરી, ઘંટાકર્ણ, આદિ બધા તો એક જ અધિકારી અને તેની પાસે અરજી કરનારા ઘણા, એટલે લાખો- તેમાં પેલો દેવ કયાં પહોંચે ? આપણો નંબર શે લાગે ? પણ શ્રી નવકારમાં તો ∞ કે ૭૦ હજાર. એથી આગળ વધીને આગમોમાં તો શ્રી નવકારને જિનશાસનનો મુખ્ય મંત્ર ગણાવી જિનશાસનના જેટલા સમ્યગ્દષ્ટિ દેવો-દેવીઓ- અસંખ્ય છે, તે બધા શ્રી નવકારના અધિષ્ઠાયક ગણાય. તો આટલા બધા અસંખ્ય દેવોમાંથી કો'કનું તો ધ્યાન ખેંચાય જ પણ ફરક છે આપણી શ્રદ્ધાનો, અંતરની ભકિતનો. આપણે એમ માનીને ચાલીએ કે શ્રી નવકારમાં તો અરિહંત વીતરાગી, સિદ્ધો તો મોક્ષે ગયા. આચાર્યો, ઉપાધ્યાયો, સંસારથી વૈરાગી સાધુ હવે આપણે પેટમાં દુ:ખે કે નોકરીમાં મુશ્કેલી થઈ, આ ભૌતિક ઉપાધિ તરફ આ અરિહંતાદિ પાંચ પરમેષ્ઠીઓ શું ધ્યાન આપે! એટલે શ્રી નવકાર ગણવાથી શો લાભ ! ઠીક છે, મહારાજે કહ્યું માટે ગણીએ. આ કરતાં માણિભદ્ર, અંબાજી, ચક્રેશ્વરી, આ બધા દેવદેવીઓ જલદી પરચો પૂરે, આવી ધારણાથી શ્રી નવકાર ગણનારને Page #99 -------------------------------------------------------------------------- ________________ 10 શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા મનમાં ઉલ્લાસ ન આવે પણ ઉપર જણાવ્યું તેમ બીજા મંત્રોના એક એક અધિષ્ઠાયક એટલે એક એક ઓફિસર અને આરાધના કરનારા- અરજી કરનારા કેટલા બધા ! કે'દિ પાર આવે! એક અધિકારી કયાં પહોંચે ? એ કરતાં શ્રી નવકારના 900 કે ૭૦ હજાર કે અસંખ્ય દેવદેવીઓ અધિષ્ઠાયક તરીકે એટલે દરેક આરાધકની સમર્પણવૃત્તિ – ભકિત – નિષ્ઠાના આધારે કોઈને કોઈ દેવ કે દેવીનું ધ્યાન ખેંચાય જ! એટલે બીજા મંત્રો કરતાં શ્રી નવકાર જલદી ફળે એમાં કોઈ શંકા નથી. માટે શ્રી નવકારનો આરાધક સાંસારિક, ભૌતિક – માનસિક - શારીરિક કોઈ પણ ઉપાધિ, દુઃખ આવે તો કર્મના ઉદયથી એ આફત આવી તો શ્રી નવકાર ગણવા તરફ તેનો ઝોક હોય. દવા, ટ્રીટમેન્ટ કે વ્યાવહારિક ઉપચારો તરફ વલણ ન હોય – કયારેક અસહ્ય થાય તો કરે, પણ શ્રદ્ધા શ્રી નવકારના જાપમાં હોય. બીજું સૌથી મોટું કારણ એ છે કે દુ:ખ માત્ર કર્મના ઉદયથી આવે છે. કર્મના ઉદય વિના કોઈની તાકાત નથી કે આપણને હેરાન કરી શકે. એટલે કર્મના ઉદયને હઠાવ્યા વિના દુઃખ શી રીતે જાય! તેને તે જ ડૉકટર, તેની તે જ દવા, પણ આપણું અસાતા વેદનીય કર્મ ઢીલું ન હોય તો ટેબલ પર પડેલ દવા યાદ ન આવે, અગર આપણા વિષમ કર્મના ઉદયથી નિદાનમાં ભૂલ પડી જાય. પછી જ્યારે કર્મ હળવું થાય એટલે યાદ આવે કે ઓહો! આ દવા ટેબલ પર પડી તે જ બાકી છે, અરે ! આને તો આ રોગ છે એમ સાચું નિદાન થઈ જાય. એટલે કર્મોનો ઉદય દવા આદિ વ્યાવહારિક ઉપાયોમાં નડે છે. પણ કર્મોના ઉદયને હઠાવવાની શક્તિ પેલી દવા ટ્રીટમેંટ આદિમાં નથી પણ શ્રી નવકાર તો કર્મોના ઉદયને હઠાવે છે, થંભાવે છે શ્રી નવકારનો એકેક અક્ષર કુહાડાના ઘાની જેમ કર્મોના પરમાણુને થથરાવી મૂકે છે. એટલે કોઈ પણ દુઃખ કે વિષમ સંયોગો આવે તેની પાછળ કર્મનો ઉદય હોય જ. એટલે બીજા કોઈ પણ પ્રયત્નથી કર્મને હઠાવી ન શકાય માટે શ્રી નવકારના જ શરણે જવું, તેમાં આપણું વધુ હિત છે. તેથી શ્રી નવકાર મા છે, શ્રી નવકાર મિત્ર છે. શ્રી નવકાર સખા છે, શ્રી નવકાર બંધુ છે, કેમ કે તે દુ:ખના મૂળ કારણરૂપ કર્મોના મૂળને હટાવી દે છે અને પરિણામે આપણા જીવનને પરમ સુખ અપાવે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ૪૯ OO મગરવાડા ૨૨-૬-૮૩, જેઠ સુદ ૧૧ ગયા પત્રમાં જણાવેલ કે, શ્રી નવકારનો ઉપાસક દુઃખ, આક્ત કે વિષમ સંયોગો વખતે શ્રી નવકાર સિવાય બીજાના શરણે ન જાય. શરણે જતાં સમર્પણભાવ - વિશિષ્ટ શ્રદ્ધા કે અંતરનો ભાવ ન કેળવાય અને જોડાણ ન થાય તે કારણે શ્રી નવકારના મેઈન પાવર હાઉસમાંથી દિવ્ય ચૈતન્ય શકિતનો લાભ ન મળે તો તે સ્થિતિમાં અંતરના સમર્પણ અને શ્રદ્ધા, ભક્તિના ભાવને વધારવા સાથે માનસિક રાહત માટે નિર્દોષ નિરવદ્ય ઓછી ખટપટની દવા વગેરે બાહ્ય - ઉપરથી કરે, અગર વ્યાવહારિક રીતે જે કરવા જેવું લાગતું હોય તેનો પુરુષાર્થ કરે, પણ હાય હાય કે ધમાલ! કે હવે મારું શું થશે, એવી બેબાકળી દશાનો અનુભવ શ્રી નવકારની આરાધના કરનારને ન થાય, સંભવે પણ નહીં. શ્રી નવકાર એટલે “સવ્વપાવપ્પણાસણો” જ્ઞાનીઓનો આપેલ કોલ છે. સર્વ = બધી જાતના પાવ = વિકાસને અવરોધક બધાં તત્ત્વો (ગરીબી, રોગ, માનસિક ઉપાધિ આદિ) પણાસણો = એટલે મૂળમાંથી નાશ કરનાર અર્થાત્ શ્રી નવકારથી બધી જાતનાં પાપો મૂળમાંથી હઠી જાય છે. એટલે શ્રી નવકારના આરાધકને ગમે તેવી મુસીબતોમાં પણ દરેક મુસીબત કર્મના ઉદયથી જ થતી હોવાનું ચોકકસ હોઈ કર્મના ઉદયને ટાળવા – હઠાવવા સમર્થ, સર્વ શ્રેષ્ઠ શ્રી નવકાર સિવાય બીજા કોઈનું સ્મરણ આવે જ નહીં. મારા જીવનની પરમ સત્ય અને મારા જીવનની દિશા પલટાવનારી ઘટના છે કે – મારા જીવનમાં ૧૮મા વર્ષે તીવ્ર અશાતાનો ઉદય થયો, વિ. સં. ૧૯૯૯માં. અચાનક પીઠમાં – ડાબા ખભાના મૂળમાં એક ગાંઠ થઈ તે વખતે મારા પાપમાં નવકાર ન હતો. યોગ્ય ઉપચાર ટ્રીટમેંટ શરૂ થઈ, દવાના બળે, લેપના બળે તે ગાંઠ વિખેરાઈ, અને આખા શરીરમાં તેના પરમાણુ ફેલાઈ ગયા, પરિણામે આખું શરીર આમવાતના દોષથી ગંઠાઈ ગયું, મરડાઈ ગયું. આખા શરીરમાં લોહીના ભ્રમણ સાથે ભયંકર દુખાવો - દર્દ આખા શરીરે થવા માંડયું. સુવાય પણ નહીં – બે ચાર વીંટ્યા (તકિયા)ના સહારે પગ લાંબા કરી આખો દિવસ ને રાત Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫૦ બેસી રહેવાનું, હલાય નહીં, ખસાય નહીં, સ્થંડિલ - મારું બધું સંથારામાં, ૧૯૯૯ના શ્રાવણ વદમાં ગાંઠ થઈ આસો વદમાં આખા શરીરે ભયંકર વેદના શરૂ થઈ. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૦૦૦ના વૈશાખમાં ઘણી ઘણી દવાઓના ઉપચારથી રોગ શમ્યો. હું જેમ તેમ થોડો હરતો-ફરતો (ડાંડાના ટેકે) થયો વધુ તો નહીં. ડોળીથી વિહાર કરવો પડતો. પણ હકીમજીની દવા સાથે માંત્રિક પ્રયોગો હતા તેના બળે ર∞/ર૦૦૧ની સાલ સારી ગઈ અને ફરી ર૦૦રના શ્રાવણમાં તેના તે રોગમાં ફસાયો, ૨૦૦૩ના વૈશાખમાં ફરી સાજો થયો. ફરી ૨૦૦૩ના શ્રાવણમાં પટકાયો. ર૪ના વૈશાખમાં સારો થયો. ફરી ૨૦૦૪ના શ્રાવણમાં પટકાયો. વાત મુદ્દાની એ કે કર્મના ઉદયને ટાળવાની દવામાં કે મંત્રમાં તાકાત નથી કે જે શ્રી નવકારમાં છે. શ્રી નવકારમાં કર્મોને હટાવી-ભસ્મ કરવાની શકિત છે. તેનો અનુભવ ર૦૦પના માગસર કે પોષમાં થયો, હું લાકડા જેવો સજ્જડ અકડાયેલી સ્થિતિમાં અમદાવાદ ઝવેરીવાડમાં આંબલીપોળના ઉપાશ્રયે હતો. પૂજ્ય ગુરુદેવની પ્રૌઢ પ્રતિભા પુણ્યશકિત બળ તેથી દરેક સમુદાયવાળા મારી શાતા પૂછવા આવે. એકતિથિ - બેતિથિનો પણ ભેદ નહીં. ખુદ આ નેમિસૂરિ મ૰ જેવા પણ ચાલીને આવેલ, પહોંચી ન શકાય તો આ ઉદયસૂરિ મ સા. નંદનસૂરિ મ. આદિ આચાર્યોને શાતા પૂછવા મોકલે, આ રીતે અમદાવાદના દરેક સમુદાયના આચાર્યો, પદસ્થો, મહાત્માઓ આવતા. તેમાં મારા પરમગુરુ, જીવનદિશા ચીંધનાર પં. શ્રી ભદ્રંકર વિ. મ૰ શાતા પૂછવા પધાર્યાં. ઔપચારિક વાતો થઈ. રાત્રે ઊંઘ નથી આવતી – હરાતું – ફરાતું નથી વગેરે વાતો થઈ. પંન્યાસ શ્રીએ અત્યંત વાત્સલ્યથી કહ્યું કે, ભાઈલા ! નવકાર કેટલા ગણે છે! હું શરમાઈ ગયો. શ્રી નવકારના મહિમાની ખાતરી તો હતી જ! પણ હૈયામાં વૃત્તિ નહીં, એટલે બીજા સાધુની જેમ અને સંસ્કારથી બે બાંધી નવકારવાળી જેમ તેમ મણકા ઉતારવાની જેમ કયારેક સવારે, કયારેક સાંજે, કયારેક રહી પણ જાય. આવી રીતે ગણતો, બધી વાત મેં નિખાલસતાથી શરમભર્યાં હૈયે કરી, છતાં પૂ. આરાઘ્યપાદ તારક પંન્યાસપ્રવરથીએ જરા પણ મારા પ્રતિ હીનભાવ તુચ્છ-કાર દર્શાવવાના બદલે મારા જમણા હાથને હાથ પર લઈ પંપાળવા લાગ્યા. જાણે તેમની દિવ્ય કરુણા મારા શરીરમાં વહી રહી. મારા શરીરમાં દિવ્ય ચેતનાનો સંચાર થઈ રહ્યો અને પૂ. પંન્યાસથી ભગવંત અત્યંત વાત્સલ્યભર્યા શબ્દોથી બોલ્યા કે ભાઈલા! તું પુણ્યવાન છે કે તને શ્રી નવકાર ગણવાની કેટલી અનુકૂળતા થઈ છે! ઊંઘથી માણસો કંટાળી જાય, જાપ ન કરી શકે, કુદરતે જે થાય તે સારા માટે - એમ ગણી તું હવે શ્રી નવકાર ગણવા માંડ, જેથી આ રોગ તો શા હિસાબમાં છે! પણ ભાવરોગ કર્મના પણ ખસી જાય. જીવન ઉત્તમ થશે, આદિ. મારા પુણ્યનો ઉદય કે પૂ. તારક ગુરુદેવનાં તે વચનો એવાં ઝિલાઈ ગયાં કે પંન્યાસજી મ૰ પધાર્યા કે તુરત નવકારવાળી કાઢી ગણવાની શરૂઆત કરી. હવે સમય જે નકામો જતો હતો તે લેખે લાગતો હોય તેમ ૮ - ૧૦ દિવસ પછી લાગ્યું. જાણે મારી આગળ કો'ક પ્રકાશપુંજ રક્ષા કરતું હોય તેમ લાગ્યું. Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ફરી પૂ. પંન્યાસજી ભગવંત પ્રાય: તેથી રાા મહિને ફાગણ કે ચૈત્રમાં મળ્યા. મારી હરીફરી શકાય તેવી અવસ્થા નિહાળી મારી શ્રદ્ધામાં બળ પૂરતાં બોલ્યા કે, ભાઈલા! જોયોને શ્રી નવકારનો પ્રતાપ ! કેટલા નવકાર ગણ્યા! મેં કહ્યું કે સાહેબ! લા લાખ થયા. પૂજ્યશ્રીએ કહ્યું કે, ભાઈ! હવે છોડીશ નહીં, ગયે જ જા! રોજની પાંચ બાંધી માળાથી તો ઓછું ન જ થવું જોઈએ. મેં મનમાં ગાંઠવાળી ગુરુવાકયની, પાછું મનના કોક ખૂણે બેઠેલ અશ્રદ્ધા બોલી ઊઠી કે એ તો દર ફાગણ – ચૈત્રમાં મટે જ છે ને! એમાં શ્રી નવકારનો શો પ્રતાપ! પણ શ્રદ્ધાથી પરિપુષ્ટ મને પોકાર કર્યો કે ચલ! ચલ! આવી શંકા-કુશંકા કાં કરે છે! પૂ. ગુરુદેવના વચનથી ૩ લાખ નવકાર ગણ્યા. તેનો જ પ્રતાપ છે! મહાસિદ્ધયોગી મહાપુરુષ છે તેનું વચન અન્યથા ન જ હોય, પેલી અશ્રદ્ધા કહે કે આવવા દે શ્રાવણ મહિનો - મેં કહ્યું કે હવે ગમે તે થાય રોગ હવે પાછો ન આવે, કેમ કે ગુરુ અને નવકાર બન્નેનાં રખવાળાં છે. આજસુધી દવાનાં જ રખવાળાં હતાં, દવા કંઈ કર્મના ઉદયને ખાળી ન શકે. ગુરુકૃપાએ નવકાર તો ગમે તેવાં વિષમ કર્મોના ઝુંડને પણ ફગાવી દે. આ હુંકારાથી અશ્રદ્ધા ચૂપ થઈ - ચૈત્ર ગયો. વૈશાખ ગયો, દર વખત કરતાં સ્કૂર્તિ ખૂબ વધી, જેઠ ગયો, અષાડ બેઠો કોઈ તકલીફ ના અણસાર નહીં. અને શ્રાવણમાં તો ચાણસ્મામાં ધમધમાટ વ્યાખ્યાન આપતાં શ્રાવણ પસાર થઈ ગયો, પજુસણમાં ડબલ વ્યાખ્યાન આપતો, ગણધરવાદ બપોરે ૧૧ થી સાંજે દશા થયા. ભાદરવો ગયો, આસો આવ્યો, કાર્તિક પૂરો થયો, દરવખત તો આસોમાં માંદો પડતો. ર૦રથી ચાલુ ક્રમ ર૦૫ના આસોમાં કંઈ ન થયું. એટલે જડબેસલાક શ્રી નવકાર પર સચોટ શ્રદ્ધા બેસી અને શ્રી નવકારની પાંચ બાંધીમાળાનો ક્રમ બરાબર ઉત્સાહભેર ચાલુ રહ્યો. (આની પછીની મહત્ત્વની વાતો ફરી કયારેક). આ રીતે મારા જીવનમાં અનુભવની સરાણ પર અનુભવેલ આ વાત છે કે શ્રી નવકારના આરાધકને શારીરિક, માનસિક કે કંઈપણ આફત ઉપાધિ આવે ત્યારે શ્રી નવકારમાં વૃત્તિઓને લઈ જઈ આંતરિક સંવેદનાભર્યો જાપ કરવા સિવાય બીજો કોઈ ઉપાય કરવો ગમે જ નહીં. કેમ કે એક વાત ચોકકસ છે કે, આવેલ આક્ત-દુઃખ-દર્દ અથવા વિષમ પરિસ્થિતિ કર્મના ઉદય વિના નથી આવી, તે કર્મના ઉદયને મૂળમાંથી હઠાવવાની પ્રબળશકિત શ્રી નવકારના એકેક અક્ષરમાં અખૂટ ભરી છે. એટલે શ્રી નવકારનો આરાધક જરા પણ મૂંઝાયા વિના નાનું બાળક ગભરાય કે આફત આવે તુરત માની સોડમાં સમાય, તેમ આપણે આપણી વૃત્તિઓને ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં ધર્મધ્યાન કે જે તે બાહ્ય ઉપાધિઓના પ્રબંધમાં ફસાવવા કરતાં અંતરના પુકાર સાથે શ્રી નવકારના શરણે જવાની તત્પરતા કેળવવાની જરૂર છે. જપાતું સિદ્ધિ: જપાતું સિદ્ધિ: જપાત્ સિદ્ધિ: નો જાપ જીવનના તારે તારે આપણાં રોમેરોમે ગુંજતો રહેવો જોઈએ. Page #103 -------------------------------------------------------------------------- ________________ પર טד २३ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા મગરવાડા ૨૫-૬-૮૩, જેઠ સુદ ૧૫ આ વિશ્વમાં પ્રાણીમાત્રને હેરાન કરનારી અનેક વિટંબણાઓમાં મૂકનારી કર્મસત્તાનું સામ્રાજ્ય એક છત્રી આપણને દેખાય છે પણ તે કર્મસત્તાના પાયાને પણ હચમચાવનાર ધર્મ-મહાસત્તા આ જગતમાં અનાદિકાળથી છે. માત્ર તેની સાથે આપણો સંપર્ક ન થવાના હિસાબે કર્મસત્તાના નિયંત્રણ તળે વિવિધ દુ:ખો, પીડાઓ ભોગવવી પડે છે. ી ધર્મ મહાસત્તા એટલે જગતના સર્વ પદાર્થોનો મૂળભૂત સ્વભાવ અને તેનું પરિણમન. એટલે જગતમાં મુખ્યત્વે બે પદાર્થો છે. જડ અને ચેતન દર્શન જડ પોતાના પરિવર્તનશીલ સ્વભાવમાં અને ચેતન પોતાના આંતરિક શુદ્ધ જ્ઞાન ચારિત્રના સ્વભાવમાં રહે તેવા સંયોગો લાવી આપવા, ઊભા કરવા તે બધું - ધર્મ મહાસત્તાનું કાર્ય ગણાય. - પણ કર્મસત્તાના નિયંત્રણથી ઊભગીને આપણે ધર્મ-મહાસત્તાના શરણે જઇએ તો ધર્મ-મહાસત્તા આપણને સંભાળે. - આ ધર્મ-મહાસત્તાના સર્વસમ્રાટ અરિહંતો – સિદ્ધો છે, ધર્મ મહાસત્તાના અમલદારો આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓ છે. શ્રી નવકાર મહામંત્ર ધર્મ-મહાસત્તાનો રાજઢંઢેરો છે કે અમારા માધ્યમથી જે કોઈ આ પાંચ પરમેષ્ઠીને નમે છે. શરણાગત થાય છે. તેના પરના કર્મસત્તાના બધા નિયંત્રણો હટી જાય છે. અગર હટાવવા અમે અમારા સામર્થ્યને સક્રિય બનાવીએ છીએ. આવા શ્રી નવકાર મહામંત્રના સામર્થ્યને ઓળખવા વિશ્વની સર્વોપરી મહાસત્તા રૂપ ધર્મ-મહાસત્તાને ઓળખી તેના શરણે રહેવારૂપે કમઁસત્તા સામે ઝૂકી ન જવાની તૈયારી, એટલે શુભકર્મના ઉદયે હરખી જવું - અશુભ કર્મના ઉદયે દીન થઈ જવું. આ ન કરવું તેનું નામ ધર્મ-મહાસત્તાની શરણાગતિ સ્વીકારી ગણાય. આવી રીતે શ્રી નવકારના માધ્યમથી ધર્મમહાસત્તાની શરણાગતિ સ્વીકારી પંચપરમેષ્ઠિઓની અપૂર્વ શકિતને આત્મસ્થ કરવા પ્રયત્ન કરવો તે ખાસ જરૂરી કર્તવ્ય છે. વળી એક બીજી વાત મુદ્દાની છે કે ધર્મ-મહાસત્તાનું કાર્ય ચેતન - જીવોને પોતાના સ્વભાવમાં સ્થિર રાખવા પોતાની શકિતઓના વિકાસના પંથે ઉત્તરોત્તર વધી સિદ્ધની સંપૂર્ણ અવસ્થાએ Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા ૫૩ પહોંચાડવાનું છે. પુદ્ગલ તો પોતાના સ્વભાવ પ્રમાણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શનાં વિવિધ પરિણામોમાં પ્રવર્તે જ છે. ત્યાં કોઈ આડખીલી નથી. આડખીલી ચેતન – આત્માના વિકાસમાં પદ્ગલિક ભાવોના આકર્ષણથી સ્વભાવ વિસ્મૃતિ થવાથી ઘણા અવરોધો ઊભા થાય છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ-મહાસત્તાને માન્ય ન રાખનાર ચેતનતત્ત્વને કર્મસત્તા હેરાન કરે છે. એટલે ધર્મ-મહાસત્તાના વર્ચસ્વને ટકાવવા કર્મસત્તા ઉપયોગી છે. પરંપરાએ ધર્મ-મહાસત્તાના કાર્યને વેગ આપવાનું કામ કર્મસત્તાનું છે. ધર્મ-મહાસત્તાની આજ્ઞા શિરોધાર્ય ન કરનારને કર્મસત્તા ઠેકાણે લાવે છે. એટલે કર્મસત્તા ધર્મસત્તાને પોષનારી નીવડે છે. જે પુણ્યાત્મા નિષ્કામ ભાવનાએ ધર્મમહાસત્તાને સમર્પિત થઈ જાય છે તેને કર્મસત્તા પણ , અનુકૂળ થઈ જાય છે. જેમ કે શ્રીમતીને નાગ પણ ફૂલની માળા થઈ ગઈ. એક ગામમાં કો'ક શેઠની શ્રીમતી નામની પત્ની હતી. શ્રીમતીને ઘણા સાધુ-સાધ્વીઓના પરિચયથી શ્રી નવકાર મહામંત્ર પર શ્રદ્ધા બેઠી અને દુઃખે-સુખે બધામાં શ્રી નવકાર પરમાધાર રૂપ છે એમ હૈયામાં સચોટશ્રદ્ધા બેસી ગઈ. તેનો પતિ જૈનેતર સંસ્કારોથી પ્રભાવિત એટલે જૈનોના નવકારમંત્રને પોતાની પત્ની ગણે તે તેને ગમ્યું નહીં. પોતાની પત્નીને તે મંત્ર ન ગણવા દબાણ કરવા લાગ્યો. પણ શ્રીમતી ચુસ્ત શ્રદ્ધાળુ બની ગણતી રહી, છેવટે તેના ધણીએ ગુસ્સે થઈ તેની સાથે બોલવા - ચાલવાનું બંધ કર્યું. છેવટે નવી પરણવાના વિચારમાં વળ્યો. પણ એક સ્ત્રીની હાજરીમાં બીજી કન્યા મળે નહીં. એટલે તેને એમ થયું કે, ગમે તેમ કરી શ્રીમતીને મારી નાંખ્યું એટલે બીજી પરણવા થાય. એમ વિચારી પૈસા આપી મદારી પાસેથી કાળો ભુજંગ નાગ એક ઘડા(કાણાંવાળા)માં પૂરી ઉપર બરાબર મોં બાંધી પોતાના ઘરના અંદરના ઓરડામાં મૂક્યો, પછી પોતે પૂજા કરવા બેઠો અને શ્રીમતીને કહે છે કે સાંભળે છે! અંદરના ઓરડામાં ઠેઠ પટારાની અંદર ઘડામાં ફૂલની માળા છે તે લાવોને! ઓરડો ખાસ વપરાતો ન હતો. વળી અંધારિયો હતો, અને વળી પટારામાં ફૂલની માળાનો ઘડો. આ બધા મુદ્દાથી શ્રીમતીને ડર લાગ્યો, નવકાર મંત્ર મનમાં ગણતી અંધારા ઓરડામાં ગઈ, દીવો કરી પટારાને ખોલ્યો, અંદર ઘડાનું મોં કપડા-ઢાંકણાથી પેક કરેલ, તે ખોલ્યું. અને નવકાર ગણવા સાથે અંદર હાથ નાંખ્યો કે ફૂંફાડા મારતો નાગ હાથે વળગ્યો ત્યાં નવકાર ગણવાથી નાગ ફૂલની માળા બની ગયો. ફૂલની માળા લઈ શ્રીમતી ધણી પાસે આવી. તેના ધણીએ તે શ્રીમતી નાગ કરડવાથી મરી જશે જ એમ ઘારેલ તેના બદલે શ્રીમતી ખરેખર ફૂલનો હાર લઈ આવી. આ જોઈ ધણી ખૂબ ચકિત થયો અને શ્રીમતીના પગમાં પડી નવકારમંત્રની શ્રદ્ધાથી વાસિત બન્યો. આ રીતે બિનશરતી ધર્મસત્તાની શરણાગતિ કર્મસત્તાના ત્રાસમાંથી છોડાવે છે. તમો પણ ધર્મ-મહાસત્તાના શરણે રહી જીવનને ઉજ્જવળ બનાવો એ શુભેચ્છા. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા છે ૨૪ વડગામ (પાલનપુર) ર૯-૬-૮૩, જેઠ વદ ૪ વિ ગયા પત્રમાં જે ધર્મ સત્તાની વાત કરેલ તે ધર્મ મહાસત્તા એટલે જગત આખું પોતપોતાના સ્વભાવની મર્યાદામાં ચાલે છે તેની ઓળખાણ. માત્ર આત્મા - જીવ તત્ત્વ એવું છે કે પોતાને ' સ્વભાવને ભૂલી પુદ્ગલના મોહમાં વિપરીત આચરણ કરે છે. તે ધર્મ-મહાસત્તાનું અપમાન છે. ધર્મ-મહાસત્તાનું અપમાન કરનારને કર્મસત્તા હેરાન કરે છે. ધર્મ મહાસત્તાનો આદર કરનાર પર કર્મસત્તા પ્રસન્ન થઈ શુભ સામગ્રી, વાતાવરણ ભોગસામગ્રી આપે છે. એટલે દુનિયામાં કર્મસત્તાને મહાપ્રબળ અને કર્મસત્તા બલવાન છે” “કરમ કી ગતિ જાણે ન કોય આવાં વાકયોથી ભલભલા ડાહ્યા ગણાતા પણ ઢીલા પડે છે. પણ હકીકતમાં ધર્મ-મહાસત્તાની અજ્ઞાન દશાથી કર્મસત્તાનો ડર આપણને લાગે છે. શ્રી નવકાર ધર્મ-મહાસત્તાના મહા-ધુરંધર સત્તાધારીઓની આશાના સ્વીકારનો ઘોષ છે. તેના દ્વારા આપણા આત્માની અત્યાર સુધી ધર્મ મહાસત્તાની કરેલી અવગણનારૂપ પાપોના પ્રાયશ્ચિત્ત રૂપે ધર્મ મહાસત્તાના આશૈશ્વર્યને સ્વીકારવાની વાત થી નવકારમાં છે. આ રીતની શ્રીનવકારની ઓળખાણ આપણા અંતરમાં એવો દિવ્ય પ્રકાશ આપે છે. પરિણામે દિવ્યશ્રદ્ધાનાં દ્વાર ખૂલી જાય છે. જેના બળે આત્માએ કરેલ મહાભયંકર પાપોનો સદંતર વિનાશ થાય તેમ જ દિવ્ય સુખોની પ્રાપ્તિ સહજમાં થઈ જાય. જેમ કે કો'ક નગરમાં ભારે ચોરી થઈ, તે ચોરી કરનારો મહા ચબરાક ચાલાક – પકડાતો નહીં. કોટવાળ – મંત્રી અને ગુપ્તચર વિભાગે મહામહેનતે તેને પકડ્યો. રાજા આગળ ઊભો કર્યો, રાજા વર્ષો જૂના રીઢા તે ચોરની ઘણી ચોરીના જુલમથી ગુસ્સે થયેલ. રાજાએ તે ચોરને શૂલીએ ચડાવવાનો હુકમ કર્યો, એટલે અણીદાર લોખંડના ખીલાને પીઠમાંથી આરપાર ખોસી રિબાઈને મારવાની સજા કરી. ચોકીદારો અને જલ્લાદોએ પકડીને શૂળી-અણીદાર ખીલા પર સુવાડી દીધો. રાજાએ જુલમી તે ચોરના ત્રાસથી પ્રજાને છોડાવવા કડક હુકમ કર્યો કે કોઈએ તેની સાથે વાત ન કરવી, જે કોઈ વાત કરશે તે ચોરનો સાગરીત ગણાશે તેને પણ યોગ્ય સજા થશે. પેલો ચોર અણીદાર ખીલા પર – શૂળી પર ભારે વેદનાથી ખૂબ બૂમ-બરાડા પાડે છે. એમ કરતાં ગરમીથી તરસ લાગી - પાણી પાણી બૂમો મારે છે. પણ રાજાના કડક હુકમથી કોઈ ચોરની પાસે જતું નથી. એટલામાં તે નગરના ધર્મિષ્ઠ એક શ્રાવક – સારો શ્રીમંત શેઠ ઘોડા પર બેસી બહારગામથી Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આવતો હતો. ચોરને કરાતી સજા જેવા હજારો માણસો ભેગા થવા છતાં કોઈ ચોરને પાણી આપવા તૈયાર નથી. આ જોઈ શેઠને ભારે કરુણા થઈ. પોતે ઘોડેથી ઊતરી ચોરનું પણ કલ્યાણ થાય તેથી ચોરની પાસે આવી ચોરને કહે કે ભાઈ નમો અરિહંતાાં આટલું બોલ તો તને પાણી પાઉં. પેલો તરસ ઘણી હતી તેથી ગરજે બોલ્યો કે શેઠ ! તમે કહો એ બોલું. શેઠે ત્રણચાર વાર નમો અરિહંતાણં બોલાવડાવ્યું, ચોરને બોલતાં આવડી ગયું એટલે શેઠ પાણી લેવા ગયા. ચોર નમો અરિહંતાણં બોલવા લાગ્યો. થોડીવારે નીચે અણીદાર ખીલો વધુ ઊંડો ઉ.તારવા જલ્લાદોએ મહેનત કરી એટલે ચોર ઓ બાપરે! મરી ગયો રે ! બોલી ચીસો પાડવા માંડ્યો. ૫ એટલામાં શેઠને સામેથી પાણી લઈને આવતા જોયા, ચોરને થયું કે જો શેઠે કહેલું નહીં બોલું તો શેઠ પાણી નહીં પાય. એટલે ચોર શેઠનું કહેલું પદ યાદ કરવા માંડ્યો, પણ દુ:ખની વેદના તેમ જ કંઈ વધુ પરિચય નહીં તેથી નમો અરિહંતાણં યાદ ન આવ્યું પણ મનમાં એમ થયું કે છેલ્લે તાણં કે એવું કંઈક હતું. એટલે તેણે મનની શ્રદ્ધાના આધારે જોડી કાઢ્યું છે. “આણં તાણં કંઈ ન જાણું શેઠ વચન પરમાણું'' આ મંત્ર જપવા માંડ્યો. શેઠ નજીક આવવા લાગ્યા, પાણીનો કળશિયો જોઈ રાજી થઈ નમો અરિહંતાણં ના બદલે “આણં તાણં કંઈ ન જાણું શેઠ વચન પરમાણું' એમ જોરથી જપવા લાગ્યો. શેઠ પાણી લઈને હજારો માણસ વચ્ચે થઈને ચોર પાસે આવે તે પૂર્વે તો જલ્લાદોએ ચોરને અણીદાર ખીલામાં વધુ પરોવી દીધો. પરિણામે તે મરી ગયો. પરંતુ મરતાં મરતાં પણ શેઠના કહ્યા પ્રમાણે શ્રી નવકારના પ્રથમપદમાં મન લાગી ગયેલું, તેથી મરીને વ્યંતરનિકાયમાં દેવ થયો. એટલે ભયંકર પાપોથી નરકના મહેમાન થઈ શકનાર ચોરને પણ ધર્મમહાસત્તાના હાર્દિક સ્વીકારથી કર્મસત્તાને પણ ઝૂકી જઈ સદ્ગતિ દેવલોકની આપવી પડી. આ રીતે અજ્ઞાન કે મોહદશાથી ધર્મ-મહાસત્તાના કરેલ તિરસ્કારના પરિણામે દુર્ગતિના લાયક તૈયારી થવા છતાં પણ વિશિષ્ટ વિવેકી શેઠિયા દ્વારા ધર્મ-મહાસત્તાની શરણાગતિ સ્વીકારવારૂપ અંતરના ભાવથી શ્રદ્ધાનાં દ્વાર ખૂલી જાય તેવું આત્મસમર્પણ કર્યું તો દેવ આદિનાં દિવ્ય સુખોને તે ચોર પામ્યો. તેમ આપણે પણ શ્રી નવકારના જાપ દ્વારા ધર્મ-મહાસત્તાના સ્વીકારરૂપે આપણી અંતરની શકિતઓને જડના આકર્ષણ તરફ પુદ્ગલના રાગ કે દુન્યવી પદાર્થોની આસકિત તરફ ન જવા દઈએ પણ આપણી ચેતનાશકિતને ધર્મ-મહાસત્તાના અધિનાયક રૂપ પંચપરમેષ્ઠીઓની આજ્ઞાના ચોકઠામાં લાવીએ તો કર્મસત્તા આપણો વાળ વાંકો ન કરી શકે, એટલું જ નહીં પણ કર્મસત્તા પણ આપણા આત્મવિકાસને અનુરૂપ ઉત્તમોત્તમ સામગ્રી પ્રસ્તુત કરી સહાયક બની જાય. એટલે શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક કદી પણ કર્મસત્તાથી હેરાન થાય નહીં, કેમ કે શ્રી નવકારની આરાધના એટલે ધર્મ-મહાસત્તાની શરણાગતિનો સ્વીકાર, એટલે કર્મસત્તા આપણી અંતરાત્મશકિતના વિકાસમાં અનુકૂળ થઈ રહે. જેમ કે ચોરે વિવેકી શેઠિયાની પ્રેરણાથી ધર્મ-મહાસત્તાનો હાર્દિક સ્વીકાર કર્યો તો કર્મસત્તાને અનુકૂળ થવું પડ્યું. Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા દુર્ગતિના બદલે દેવલોકના સુખ રજૂ કરવા પડ્યા. આ રીતે તમો પણ શ્રી નવકારના આરાધક બની ધર્મમહાસત્તાના વફાદાર બની કર્મસત્તાને અનુકૂળ બનાવનાર થાઓ એ મંગળકામના. ૫૬ વડગામ D ૨૫ ૧-૭-૮૩ શ્રી નમસ્કાર મહામંત્ર જીવનશુદ્ધિનું પ્રધાન કારણ છે, કેમ કે જીવનમાં અશુદ્ધિઓ આવે છે દોષદૃષ્ટિ અને અહંકારથી. શ્રી નમસ્કાર મહામંત્રમાં વિશિષ્ટ ગુણાનુરાગ અને વિશિષ્ટ વિનય-નમ્રતાની કેળવણી છે. કી કેમ કે દુનિયાના સર્વોત્કૃષ્ટ મહાન ઉચ્ચતમ વ્યકિત રૂપ પંચપરમેષ્ઠીઓના અંતરંગ સ્વરૂપને ધ્યાનમાં રાખી તે પ્રતિ અંતરના ઝુકાવ સાથે, અહોભાવ સાથે નમવાનો જે ભાવ, તેનાથી આપણા અહંકારનું ઉન્મૂલન થઈ જ જાય. વારંવાર જાપમાં “નમો” પદના ઉચ્ચારણથી આપણા અંતરના માન કષાયને હટાવવાનું અપૂર્વ બળ મળે છે. વળી “નમો” પદ એમ પણ ગર્ભિત રીતે સૂચવે છે કે T = નહીં, મો = મારું. આ સ્વાર્થપ્રધાન જગતમાં અંતરંગ આત્મભાવને વરેલા પ્રાણીમાત્રના હિતેષી પંચપરમેષ્ઠીઓ સિવાય બીજું કોઈ મારું નથી. મારા તે કહેવાય કે જે મારા દુ:ખને હટાવી શકે, અગર મને સુખી બનાવી શકે. જગતનાં તમામ પ્રાણીઓ કર્મસત્તાથી જકડાયેલા, પોતે જ સ્વયં મહાદુ:ખના દાવાનળમાં ફસાયા હોય તો મારાં દુ:ખો ઘટાડવા શી રીતે પ્રયત્ન કરી શકે?અગર મને સુખી બનાવવા શી રીતે પ્રયત્ન કરે ! પોતે જ સુખી થવા મથામણ તડફડાટ કરી રહ્યા છે. આ સ્થિતિમાં ઉચ્ચ આત્મકક્ષાએ પહોંચી દુ:ખના પ્રધાનકારણરૂપ મોહને જેમણે મૂળમાંથી હઠાવી દીધો છે એવા પંચ પરમેષ્ઠી જ આપણા દુ:ખને મોહ ઘટાડવા દ્વારા ઘટાડી શકે. પંચપરમેષ્ઠીઓના સ્મરણથી આપણા મોહમાં ઘટાડો થાય જ. ધનવાન પાસેથી ધન મળે. Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા વિદ્યાવાન પાસેથી વિદ્યા મળે, તેમ મોહના ઘટાડા કે ક્ષયવાળા પરમેષ્ઠીઓ પાસેથી મોહનો ઘટાડો કે ક્ષય સહજ રીતે માત્ર આપણી શ્રદ્ધા-ભકિતના તારનો સંબંધ જોડાતાંની સાથે મળે એમાં નવાઈ નથી. દુઃખના ઘટાડા માટે કે સુખી થવા માટે રોદણાં રડવાની જરૂર નથી. માત્ર શ્રદ્ધાભક્તિના તારને પરમેષ્ઠીઓ સાથે જોડવાની જરૂર છે. જેમ તાપ કે અંધકારથી ગભરાયેલો માણસ પંખા કે ઈલેકિટ્રક બત્તી પાસે રોદણાં રચ્ચે શું થાય ? માત્ર પ્લગ જોડવાની કે સ્વીચ ઓન કરવાની જરૂર છે. તેમ આપણી જીવનશક્તિઓને ભૌતિક દિશામાંથી વાળી પરમાત્મા સ્વરૂપની બનાવવાની દિશામાં પરમેષ્ઠીઓ સાથે તેમની આજ્ઞાપાલનરૂપ પ્લગ જોડવાની કે શ્રદ્ધાભક્તિના બટનને દબાવવાની જરૂર છે. માટે જ “ચમત્કાર ત્યાં નમસ્કાર” એ કહેવત બરાબર નથી પણ “નમસ્કાર ત્યાં ચમત્કાર' એ કહેવત બરાબર છે. તમે અંતરથી પ્લગનું જોડાણ કે શ્રદ્ધાભક્તિનું બટન ઓન કરો એટલે સામાન્ય લોકો માટે ચમત્કાર જેવું – ભયંકર દુઃખોમાંથી છુટકારો - નાગ ફૂલની માળા થઈ જાય, શૂળી સિંહાસન થઈ જાય - આ બધું થાય તેમાં નવાઈ નથી. જુઓ મારો પોતાનો દાખલો છે કે, સંવત ૧૯૯૦થી ૧૯૯૮ નવકારનાં પદોનો જાપ રૂટીન પ્રમાણે કરતા તો ઝટપટ મણકા ઉતારવાની જેમ. અંતરથી નમ્રતા કે અહોભાવ ન હતો, પણ '૯૯ની સાલમાં આધ્યાત્મિક સ્તર તેના યોગીઓના સંપર્કથી ઊંચું આવ્યું. જરા તન્મયતા વધી પણ ખરેખર વિ. સં. ૨૦૦૫માં પૂ. પં, ભદ્રંકર વિ. મ. સા. ના ગુરવાયથી નવકારના જાપમાં એવી લીનતા થવા માંડી કે શ્રદ્ધાભક્તિના બટન ઓન થઈ ગયા અને વિ. સં. ૨૦૧૦માં નાગપુરના મોહનભાઈ દ્વારા અંતરનું પડળ અહોભાવ, કૃતજ્ઞતાના પ્લગ જોડાવાથી નરી ભૌતિકતા વિદાય થઈ ગઈ, આધ્યાત્મિકતાનો વધારો થવા માંડ્યો, તે એટલે સુધી કે ર૦૧૧ના માગસરમાં પૂ. આગમોદ્ધારક આચાર્ય દેવનાં સાક્ષાત્ આકર્ષણજન્ય દર્શન થયાં, અનેક દેવ-દેવીઓનાં સ્વત: દર્શન થવા માંડ્યાં. જેની આરાધના માટે દુનિયા તલસે તે પદ્માવતી, ચકેશ્વરી, કવઠ્યક્ષ, ગોમુખયક્ષ, ઘંટાકર્ણ, થી માણિભદ્ર આદિ દેવો સાથે સંપર્ક આપોઆપ થવા લાગ્યો. અનેક સંશયો આપોઆપ ઉકેલાવા માંડ્યા, અનેક આગમગ્રંથોનાં રહસ્યો ખુલ્લા થયાં. અનેક અલભ્ય માંત્રિક, તાંત્રિક પ્રયોગો નજર સામે આવવા લાગ્યા. પ્રભુ પ્રતિમાજી સાથે કલાકો સુધી વાતો થવા લાગી, અનેક ગ્રંથોનું અદ્ભુત રીતે દિવ્યશકિત દ્વારા સર્જન થવા માંડ્યું અને વિશિષ્ટ કાર્યો આપોઆપ થવા લાગ્યાં. આ બધો પ્રતાપ શ્રી નવકારની આરાધનાનો છે. તમે પણ આ રીતે અંતરથી નવકારમાં ડૂબી જાઓ એ મંગલ કામના. Page #109 -------------------------------------------------------------------------- ________________ પ૮ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા , વડગામ ૪-૭-૮૩ વિ, નવકાર મંત્ર - એ નામ નમસ્કારમંત્રનું અપભ્રંશ-રૂઢ બન્યું છે. એટલે કે જેમાં નમવાનું મહત્ત્વ છે તેવો મંત્ર તે શ્રી નવકાર મંત્ર. નમવું એટલે ઝૂકવું – ઝૂકવાનો મતલબ તે ચીજને મેળવવા - લેવા માટે નીચા નમવું. એટલે કે જીવનમાં મેળવવા લાયક સંતોષ, ઇંદ્રિયવિજય, મનોનિગ્રહ, સ્વદોષદર્શન આદિ અંતરંગ આત્મિક ગુણોને મેળવવાના ધ્યેયથી અનંતગુણોના ભંડારસમાં પરમેષ્ઠીઓ તરફ નમ્રતા – મૂકાવ તે શ્રી નમસ્કાર મંત્રનું હાર્દ છે. - ટૂંકમાં ગુણાનુરાગ દષ્ટિએ અંતરના ઝૂકાવ સાથે પરમેષ્ઠીઓ તરફ નમ્રતા – આજ્ઞાધીનતા કેળવવી એટલે હકીકતમાં શ્રી નવકારને સમર્પિત થયા કહેવાઈએ. સમર્પણ ભાવ વિના કદી પણ સાધ્યની સિદ્ધિ ન થાય. તેથી નવકારની આરાધનામાં નમ્રતા - અંતરના ઝુકાવની ખાસ જરૂર છે. અંતરના ઝુકાવ માટે ગુણાનુરાગ દષ્ટિની ખાસ જરૂર છે. પણ ગુણાનુરાગ દષ્ટિ માટે અહંકારનો ભાવ ઘટવો જરૂરી છે. સાથે જ આત્મલક્ષી વિકાસનું ધ્યેય પણ જરૂરી છે. આ રીતે શ્રી નવકાર મહામંત્ર અંતરના વિકાસ માટે જરૂરી ગુણોના સમૂહરૂપ છે. આવા શ્રી નવકારના જાપથી અંતરની શુદ્ધિનું બળ વધુ કેળવાય છે. તેની પ્રતીતિ જીવનમાં પરદોષદષ્ટિ ઘટે – ગુણાનુરાગ વધે, સ્વદોષ-દર્શન જાગે, અહંભાવ વિદાય થવા માંડે – આદિ લક્ષણોથી થઈ શકે. જા૫ એટલે સતત વણના ઉચ્ચારણથી કરવતથી જેમ લાકડું વેરાય તેમ આત્મા પર વળગેલ કમના પરમાણુઓના થર શાશ્વત શ્રી નવકારમંત્રના દિવ્યશકિત નિધાન વર્ષોમાં શ્રદ્ધાભકિતની તીવ્રતા ભળવાથી કપાય, એટલે શ્રી નવકારનો જાપ પરિણામે આત્મશુદ્ધિકર નીવડે છે. વિચારોમાં અહંભાવ અને મમતાના મિશ્રણથી વિકારોનાં બીજ પડે છે અને વાસનાનાં પાણીથી તે બીજ અનેક દુર્ગુણોરૂપે ફળે છે. પણ શ્રી નવકારના જાપથી વિચારોમાં અહંભાવ અને મમતાનું થતું મિશ્રણ જ અટકી જાય છે. પરિણામે વિકારો ઊપજે જ નહીં. દુર્ગુણોનો વિકાસ પણ થંભી જાય. Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૫૯ આવા મહાશક્તિશાળી શ્રી નવકારને અંતરની શ્રદ્ધા-ભકિતરૂપ પકકડથી વળગવાની જરૂર છે. વાંદરીનું બચ્ચું જેમ એની માતાને – વાંદરીને વળગે છે કે વાંદરી લાંબી ફલાંગો ભરે તો પણ બચ્ચું વચ્ચે પડતું નથી. તેવી પકકડથી શ્રી નવકાર સ્વરૂપ માતાને આપણે દઢ ભક્તિ, અવિચલ શ્રદ્ધા, આત્મશુદ્ધિના ધ્યેયથી તેમજ સદ્ગુણોના વિકાસના દષ્ટિકોણથી વળગી રહીએ તો આપણા જીવનનો વિકાસ થયા વગર રહે નહીં. અનેક દુર્ગુણો સદંતર નાશ પામી જાય. જેમકે શ્રેષ્ઠીપુત્ર શિવકુમારે પોતાના જીવનમાં આનો સાક્ષાત અનુભવ કર્યો. - શિવકુમાર શ્રીમંત શેઠિયાનો પુત્ર, એકનો એક દીકરો, એટલે વધુ લાડમાં ઊછર્યો. પરિણામે નાનપણથી “મધ હોય ત્યાં માખીઓ આવે"ની જેમ ભાઈબંધોની સોબતમાં હલકા સંસ્કારો - જુગાર-ચોરી-પરસ્ત્રીગમન - દારૂ વગેરેમાં ફસાયો, પિતાએ ઘણું સમજાવ્યો પણ જુવાનીના જોશમાં અને ખરાબ સોબતની અસર તળે પિતાનું કહેવું ન માન્યું અને સાથે વ્યસનોમાં પાવરધો બન્યો. | પિતા અત્યંત દુઃખી થયા પણ ઉમરલાયક છોકરાને વધુ શું કહેવાય! છેવટે થાકીને એક વખત – પ્રાય: મૃત્યુ વખતે પિતાએ શિવકુમારને કહ્યું, ભાઈ! સારી સોબતમાં રહેજે, સદાચારનાં ફળ મીઠાં છે. છતાં તું દુ:ખમાં ફસાય ગભરાઈ જાય ત્યારે આપણા કુળ-મંત્રરૂપ શ્રી નવકાર મહામંત્રને શીખી લે, તેના સ્મરણથી તારાં બધાં દુઃખ દૂર થઈ જશે – એમ કરી નવકારમંત્ર તેને આવડતો હતો જ, પણ બરાબર સરખો શીખવાડ્યો. પિતાના મૃત્યુ પછી ભાઈ સાહેબ વધુ સ્વચ્છંદ બની બધી સંપત્તિ - લક્ષ્મી બરબાદ કરી રસ્તામાં રખડતા થઈ ગયા. ભાઈબંધો ભાગી ગયા. ખાવાના ફાંફાં થયાં, મજૂરી કરવાનો વખત આવ્યો. તેમાં એક અઘોરી બાવો ભેટી ગયો. અઘોરી બાવાએ લક્ષણવંતા આ શ્રેષ્ઠીપુત્રને મીઠું બોલી ફસાવી કાળી ચૌદશે મસાણમાં લઈ જઈ પૈસાદાર બનાવવાની લાલચ આપી પોતાની જોડે સાધનામાં બેસાડ્યો - મસાણમાંથી એક મડદું તેની પાસે ઉપડાવી તેની પાસે જ હવડાવી, લાલ કપડાં – માળા પહેરાવી તે મડદાના હાથમાં તલવાર આપી તે મડદાના પગે ઘી ઘસવા શિવકુમારને બેસાડ્યો. અઘોરીબાવાના અઘોરી વિદ્યાના મંત્રોચ્ચારો, સ્મશાન, મડદાના ભયંકર બિહામણા દશ્યથી ગભરાયેલો શિવકુમાર બાપના મરતી વખતના વચન યાદ કરી મનમાં શ્રી નવકાર ગણવા માંડ્યો. તેના હિસાબે અઘોરીબાવાના મંત્રથી મડદું અડધું બેઠું થાય, પણ શિવકુમારના નવકારના જાપથી હેઠું પડી જાય. શિવકુમાર પર તલવારનો ઘા ન કરી શકે. અઘોરી બાવાએ બીજે મંત્ર જપી શિવકુમારને કહ્યું કે, આ અગ્નિકુંડને તું પ્રદક્ષિણા દે, શિવકુમાર ગભરાયો, કદાચ મને ઉપાડી આમાં નાંખે તો, એટલે શિવકુમાર કહે કે તમે આગળ ચાલો, હું પાછળ ચાલું – એટલે યોગી પણ ભાવયોગે આસન છોડી અગ્નિકુંડને પ્રદક્ષિણા દેવા લાગ્યો. કુદરતે શિવકુમારને અચાનક સૂઝયું જેથી શિવકુમારે યોગીને ટાંટિયાથી પકડી પાસેના કુંડમાં નાંખ્યો, બધી વિધિ પૂરી થયેલ હોઈ તે યોગી અગ્નિમાં પડતાં જ સોનાનો પુરુષ થઈ ગયો. મડદું ઊઠીને ભાગી ગયું, અગ્નિ ઠંડો થઈ ગયો. સ્વર્ણપુરુષ ચમક ચમક થઈ રહ્યો, તે સ્વર્ણ પુરુષમાં એવું કે તેને જ્યાંથી કાપો ત્યાં ૨૪ કલાકે ફરી તેવું છે તે અંગ પૂરું થાય, કદી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૦ સોનું ખૂટે જ નહીં. શિવકુમારે ખાડો ખોદી સોનાના પુરુષને દાટી યુકિતથી ઘરે લાવી તેના સોનાથી ફરી માલદાર શ્રીમંત થઈ ગયો. પિતાજીએ મરતી વખતે કરેલ ભલામણ અનુસાર શ્રી નવકાર મહામંત્રથી પોતે બચી ગયો અને શ્રીમંત પણ થયો એવો પ્રત્યક્ષ તેનો ચમત્કાર નિહાળી જિંદગીભર તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક બન્યો અને ઘણાં દાનપુણ્ય કર્યાં, સદાચારી બની સદ્ગતિમાં પહોંચ્યો. - શિવકુમારને જે રીતે પિતાજીના વચનાનુસાર દુ:ખમાં ગભરાઈને પણ શ્રી નવકાર મહામંત્રને વળગી પડ્યો, તો તેના પરિણામે તેના જીવનમાં ધરખમ પલટો બધી રીતે થયો. આ રીતે આપણે પણ આપણા જીવનમાં શ્રદ્ધા-ભકિતની કેળવણી કરી શ્રી નવકારને ખરેખર જો વળગી જઈએ તો આપણા જીવનનો પણ ધરખમ પલટો થઈ જાય. તમો પુણ્યશાળી છો કે નાની વયે પણ તમે શ્રી નવકાર મૈયાની ગોદમાં આવવા તત્પર બન્યા છો, તો હવે માને મૂકીને માશીની પાસે જવા વિચાર સરખો ન કરવો. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા માશી એટલે વાસના તૃષ્ણા અને પૌદ્ગલિક ભાવની પ્રીતિ, તેના ફંદામાં હવે જીવન ન ફસાય – તેનું પૂર્ણ ધ્યાન રાખવું જરૂરી છે. - શ્રી નવકાર મહામંત્રની આરાધનાને પોષક ભાવના નહીં સતાવું કોઈ જીવને, કદી અસત્ય નહીં ઉચ્ચરું । પરધન-વનિતા પર ન લોભા, સંતોષામૃત પીધા કરું ।।૧।। અહંકારનો ભાવ ન રાખું નહીં કોઈ પર ક્રોધ કરું દેખી અન્યોની ચડતીને, કદી ન ઈર્ષ્યાભાવ ધરું રા રહે ભાવના એવી મ્હારી, સરળ સત્ય વ્યવહાર કરું । બને ત્યાં સુધી આ જીવનમાં, અન્યો પર ઉપકાર કરું ગા Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા મૈત્રીભાવ જગતમાં મારો, સહુ જીવોથી નિત્ય રહે. દીનદુ:ખી જીવો પર મારા ઉરમાં કરુણાસ્રોત વહે II દુર્જન ક્રૂર કુમાર્ગ-રતો પર, ક્ષોભ નહીં મુજને આવે છે સામ્યભાવ સદા રહે તે પર, એવી પરિણતિ મુજ થાવે પા. ગુણીજનોને દેખી હૃદયમાં, મારો પ્રેમ ઊભરી જાયે | બને ત્યાં સુધી તેની સેવા કરીને આ મન ખુશ થાયે II થઉ નહીં કૃતદન કદી હું, દ્રોહ ન મારા ઉર થાય ગુણ ગ્રહણનો ભાવ રહે નિત્ય, દષ્ટિ ન દોષો પરાવે Iણા રહી અડોલ અકળ નિરંતર આ મન દઢતર થઈ જાયે | ઈષ્ટ વિયોગ અનિષ્ટ યોગમાં સહનશીલતા વરતાયે ટા Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર નવચંદ્રિકા જગાણા ૯-૭-૮૩ ધર્મ મહાસત્તા ને કર્મસત્તા સહયોગ કરે છે એ વાત ખૂબ ગંભીરતાથી સમજાય તેવી છે. કર્મસત્તા જગતના પ્રાણીમાત્રને કનડે છે. છતાં ધર્મમહાસત્તાનું શરણું સ્વીકારનારને કર્મસત્તા નડતરરૂપ બનતી નથી પણ સહયોગ આપનારી બને છે. કેમ કે કર્મસત્તાનો આધાર પગલિક ભાવ કે જડપદાર્થોની મમતા છે. ધર્મમહાસત્તાનો આધાર આત્મા અને તેની શકિતઓના વિકાસની સાથે છે. કર્મસત્તા પૌદ્ગલિક પદાર્થોની મમતાની તીવ્રતાએ હેરાન કરે છે. પણ ધર્મ-મહાસત્તાના શરણે ગયેલાની પગલિક પ્રીતિનું પ્રમાણ જ્યારે ઘટવા પામે છે ત્યારે કર્મસત્તાને હેરાન કરવાનું યોગ્ય વાતાવરણ ન મળવાથી કર્મસત્તા શિથિલ બને છે. કયારેક આરાધક પુણ્યાત્માની આત્મશકિત — વિકાસની તીવ્રઝંખનાના બળે કર્મસત્તા અનુકૂળ બની શુભ પુણ્યકર્મના વિપાકરુપે અનુકૂળ પદાર્થો - વાતાવરણ રજૂ કરવા રૂપે કર્મસત્તા અનુકૂળ બની જાય છે. આ જ રીતે ધર્મમહાસત્તાના આધારરૂપ આત્મશકિત – વિકાસની ઝંખના મંદ પડે અને પદ્ગલિક ભાવોની પ્રીતિ ગાઢ બને ત્યારે કમસત્તાને અનુકૂળ યોગ્ય વાતાવરણ મળવાથી કર્મસત્તા હેરાન કરવા માંડે છે. એટલે ધર્મ–મહાસત્તાનું શરણ નહીં સ્વીકારનારને કર્મસત્તાનો વધુ ત્રાસ ભોગવવો પડે. આમ એકબીજા પરસ્પર પ્રબળ – મંદ અવસ્થામાં આત્માને કનડે છે, – સહયોગ આપે છે. વળી ધર્મ-મહાસત્તાનું છતી શક્તિએ શરણું નહીં સ્વીકારનારને કર્મસત્તા વધુ કનડે, તેથી કર્મસત્તા ધર્મ-મહાસત્તાની વિરોધી દેખાવા છતાં સરવાળે ધર્મ-મહાસત્તાને પોષક બને છે. આ રીતે સત્તા તો ખરેખર ધર્મ-મહાસત્તાની, જેના છત્ર તળે આરાધક પુણ્યાત્મા યોગ્ય વિકાસ કરી શકે છે, પણ ધર્મ-મહાસત્તાના આશ્રયનો યોગ્ય લાભ આરાધક પુણ્યાત્મા ન ઉઠાવી શકે તો કર્મસત્તા પ્રબળ બની આરાધકને ધર્મ-મહાસત્તાનો પ્રભાવ વધારવાના ગર્ભિત આશયની જેમ કર્મજન્ય ત્રાસ વધુ આપી છેવટે તેને ધર્મ મહાસત્તાના શરણાની જિજ્ઞાસા ઊભી કરે છે. આ રીતે નવકારમંત્ર કર્મસત્તાનાં પ્રબળ મૂળને ધર્મ-મહાસત્તાના શરણના સ્વીકાર દ્વારા ઢીલાં કરે છે. આ વાત શ્રી નવકારના સાતમા પદમાં “શ્વપાવપૂજાસ” પદથી સૂચવી છે. પાપનો અર્થ જ આત્મવિકાસમાં જે અવરોધક હોય તેનો મૂળમાંથી અને બધી જાતનાં પાપોનો નાશ કરવાની શકિત પણ મંત્ર શ્રી નવકારમાં છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા એ વાત સ્પષ્ટ ટંકારપણે જ્ઞાનીઓએ સૂચવી છે. શ્રી નવકાર સર્વપાપોને મૂળમાંથી નાશ કરે છે એ કેવી રીતે? પાપનું મૂળ છે – ધર્મ મહાસત્તાનો તેમની આજ્ઞાની બિનવફાદારીરૂપે અનાદર. તેનાથી વધુ તીવ્રતાવાળા કર્મનો બંધ પડે. પણ જ્યારે શ્રી નવકારના જાપ દ્વારા હૈયાનું વલણ અને વૃત્તિઓનું ઘડતર પરમેષ્ઠીઓની આજ્ઞાને અનુરૂપ થવા માંડે એટલે ધર્મ-મહાસત્તાનો આદરભાવ વધવાથી પાપકર્મોની આધારશિલા ખસી જવાથી પાપકર્મોના પરમાણુઓનો વિશાળ જથ્થો પણ વિખરાવા લાગે છે. એટલે ધર્મ-મહાસત્તાની પ્રબળતાનો રણકાર શ્રી નવકારના સાતમા પદમાં છે. આપણે તેનો લાભ ઉઠાવવાની જરૂર છે. જ્ઞાનીઓએ આ ધર્મમહાસત્તાની સર્વોપરીતાનું શાસ્ત્રોમાં આ રીતે વર્ણન કર્યું છે કે, દર અઠવાડિયે આખા વિશ્વમાં ગમે ત્યાં પણ એક જીવ સમ્યફત્વ પામે છે. પંદર દિવસે એક જીવ વિરતિ – ચારિત્ર ધર્મનો સ્વીકાર કરે છે. દર છ મહિને એક જીવ સંસારથી મુકત બની મોક્ષે જાય છે. ગમે તેવી વિષમ કર્મસત્તાનું સામ્રાજ્ય ચોમેર દેખાતું હોય છતાં ધર્મમહાસત્તાના બળે દર અઠવાડિયે એક જીવ મહાભયંકર દર્શન મોહનીય કર્મ પર વિજય મેળવી સમ્યક્ત્વ પામે, તેમજ દર પંદર દિવસે એક જીવ ચારિત્ર મોહનીય કર્મ પર વિજય મેળવે. તે રીતે દર છ મહિને એક જીવ સઘળાં કર્મોનાં બંધનોને ફગાવી મોક્ષે જાય, કેટલો અજબ ધર્મ મહાસત્તાનો પ્રભાવ !! ઉપરની વાત ઓછામાં ઓછી જણાવી, ધર્મમહાસત્તાના પ્રભાવે એકથી વધુ જીવો સમ્યક્ત્વ, વિરતિ અને મોક્ષ પદને પામે છે. આવી ધર્મ મહાસત્તાની વ્યાપક અસરને ઓળખી પંચ પરમેષ્ઠીઓની આજ્ઞાને જીવનમાં શિરોધાર્ય કરી ધર્મમહાસત્તાના છત્ર તળે જીવનને લઈ જવાની જરૂર છે. તો કર્મસત્તાનાં મૂળ ઢીલાં પડે, આરાધનામાં જુસ્સો વધુ આવે. જે જે આરાધક પુણ્યાત્માઓએ પરમેષ્ઠીઓની આજ્ઞાને શિરોધાર્ય કરી તેમણે બટન દબાવતાં જ અજવાળું પાથરવાની જેમ જીવનમાં ભયંકર આફતો સામે દિવ્ય રક્ષણ મેળવ્યું છે. આ ઉપર ૬૦ – ૭૦ વર્ષ પૂર્વની યુ.પી.માં લખનૌની બનેલી સત્યઘટના સમજવા જેવી છે. લખનૌમાં જૈન સાધુઓના ઉપાશ્રયની નજીક રહેતા મહમ્મદ નામના એક મુસ્લિમભાઈ ભદ્ર પરિણામી હોઈ જૈન મુનિના વ્યાખ્યાન આદિ સંપર્કથી કૂણા પરિણામ વાળા થયા પરિણામે શરાબ, માંસાહાર વગેરેથી નફરત કરતા થયા. ઈંડા વગેરેને પણ ત્યાગ કરવા માંડયા. ધીમે ધીમે સાત્વિક જીવન થવા માંડ્યું. એક વખતે કો'ક સાધુ મહારાજે સરળ સ્વભાવી તે મુસ્લિમભાઈને કહ્યું, મીયાં! ખુદા કા નામ લેતે હોન! પેલા ભાઈએ કહ્યું કે, મહારાજ ! જો બન શકતા હૈ વહ થોડા બહુત કરતા હું – નમાજ ભી પઢતા હું. આપ કુછ બતાયે જીવનકા કલ્યાણ હો જાય. જૈનમુનિએ પૂછયું કે, શરાબ, માંસાહાર કી પરહેજ હૈ કયા! મીયાએ કહ્યું કે મહારાજ, Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા નફરત ભી હો ગઈ હૈ, એટલે મહારાજે યોગ્ય જાણી નવકારમંત્ર શિખવાડ્યો. બે ચાર દિવસ પાછો બેસાડી બોલતાં શિખવાડ્યું, જણાવ્યું કે રોજ સવારે, સાંજે અને સૂતાં જરૂર ગણશો, ખૂબ પ્રભાવશાળી છે વગેરે પેલા મુસ્લિમભાઈ તો ગુરુમના વચન પર પાકી શ્રદ્ધા રાખી ભાવભકિતથી ગણવા લાગ્યા. ૬૪ - કુદરતી તેને ઘણા પ્રત્યક્ષ ચમત્કારી અનુભવો થયા જેથી શ્રી નવકાર મંત્ર પર ખૂબ દૃઢ શ્રદ્ધા બેઠી. તેની જ્ઞાતિમાં તેના સંબંધીઓ જૈનમુનિ પાસે જાય, તેમના વ્યાખ્યાનમાં જાય માંસાહાર ન કરે, જૈનો સાથે વધુ પરિચય રાખે, આ બધાથી ખૂબ ચિડાયા, વારંવાર તેને કહે કે- આ બધું શું ધતિંગ માડ્યું છે? પણ જૈનમુનિના પરિચયે તેને ઘણું બધું મળેલ, શ્રી નવકાર મંત્ર મળેલ કે જેનાથી પોતાને ઘણા વિશિષ્ટ અનુભવો થયેલ, એટલે તેણે જ્ઞાતિવાળાનું કંઈ સાંભળ્યું નહીં. જ્ઞાતિવાળાઓએ એક ગુંડાને પૈસાથી સાધી જંગલમાંથી કાળો નાગ પકડી મંગાવી રાત્રે ૯ વાગે પેલા ભાઈ નમાજ પઢવા ગયેલા. તેના ઘરમાંથી પિયર હતાં. છોકરાં વગેરે બાની સાથે ગયેલ. એકલા ભાઈ હતા એટલે પથારી (ખાટલામાં) સાપને ગોદડા નીચે મૂકી દીધો, દોરી વગેરેથી તેને પેક કર્યો. નમાજ પઢીને આવતાં આ ભાઈને કો'ક હિતેચ્છુએ ખાનગીમાં કહેલ કે તમારી પથારીમાં નાગ હશે, પણ તેણે એ વાત સાચી ન માની. સૂતી વખતે નવકાર ગણવાના નિયમ પ્રમાણે ખાટલામાં એક તરફ બેઠો. નીચે સળવળાટ થવા માંડ્યો. પેલાને શંકા પડી એટલે ખૂબ ભકિતથી નવકાર ગણવા લાગ્યો. નવકારવાળી પૂરી થતાં તો નાગને દોરીનાં બંધનો જે હતાં તે ગમે તે રીતે છૂટી ગયાં, એટલે તે બેઠો હતો તેના આગલા ખૂણેથી નાગ ધીમે ધીમે લટકી બહાર નીકળ્યો. મીયાંભાઈએ નાગને જોઈ જરા કંપારી અનુભવી પણ આવા ભયંકર નાગના દંશથી હું બચી ગયો તે બદલ શ્રી નવકારમંત્રનો પ્રભાવ નિહાળી ગદ્ગદ થઈ ગયો. ત્યાર પછી તો તે ભાઈ નવકારમંત્રના ખૂબ દૃઢ ભકત બન્યા. આ રીતે ધર્મ મહાસત્તાના શરણે પરમેષ્ઠી = સાધુ ભગવંતની આજ્ઞા દ્વારા જીવનને લઈ જનાર મુસ્લિમને કેવી અદ્ભુત સિદ્ધિ મળી ! આ બધો ધર્મ મહાસત્તાનો પ્રભાવ !!! તમે પણ આ રીતથી પરમેષ્ઠીઓની આજ્ઞા-નિષ્ઠા દ્વારા ધર્મમહાસત્તાના શરણે જીવનને સમર્પિત કરી આરાધનાના પંથે ખૂબ આગળ વધો એ મંગળ કામના. Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા 8 STUE ૨૮ પાલનપુર ૧૩-૭-૮૩ શ્રી નવકાર પ્રતિ તમારી ભકિત ખરેખર પ્રશંસનીય છે. શ્રી નવકાર તરફ હૈયાનો ઝુકાવ ખરેખર તમારી આંતરિક શકિતઓનો ઉજ્વળ ભાવિ વિકાસ સૂચવે છે. આ પત્રમાં તમને એક વાત જણાવવાની છે કે, શ્રી નવકાર એ મંત્ર નહીં પણ મહામંત્ર કેમ ? શાસ્ત્રમાં તો તેને મંત્રાધિરાજ - મંત્રોપનિષદ્ મંત્ર શિરોમણિ એવા શબ્દોથી નવાજેલ છે. તેનું શું રહસ્ય છે? એ જાણવું સમજવું જરૂરી છે. મંત્ર એ કે જે ઈચ્છિત કામનાની પૂર્તિ કરે, અગર આવી પડેલ આક્તો કે વિષમ સ્થિતિમાં સહાયક થાય. પણ શ્રી નવકાર મહામંત્ર કે મંત્રાધિરાજ એટલા માટે કે કામનાની પૂર્તિ તો થાય, પણ તે પૂર્તિ થયા પછી વાસનાની જે આગ ભડકે છે કે જેનાથી જીવન અશાંત થાય તે વાસનાના તત્ત્વને શ્રી નવકાર નબળું પાડે છે. એટલે કામનાપૂર્તિ થયા છતાં વાસનાનો અગ્નિ ભડકતો નથી. વળી આતમાં સહાય તો શ્રી નવકાર કરે જ, પણ આફતોને નોતરનાર અશુભ કર્મ સત્તાના મૂળને ઢીલા કરવાનું વિશિષ્ટ કામ શ્રી નવકાર કરે છે. આ ઉપરાંત કામનાની પૂર્તિ માટે જરૂરી પુણ્યનું બળ કદાચ આરાધક આત્માનું ઓછું હોય તો શ્રી નવકારના જાપ-સ્મરણથી નવું પુણ્ય સર્જાય છે. અને પુણ્યનો ખૂટતો પુરવઠો શ્રી નવકાર પૂરો પાડે છે. આ શકિત કોઈ મંત્રમાં નથી. ચાલુ બીજા મંત્રો તો પુણ્ય હોય તો કામનાઓ પૂરી કરે પણ પુણ્ય ખૂટતું હોય તો કામના પૂરી ન કરી શકે. કરેલ જાપસ્મરણ લગભગ નકામા જાય, પણ શ્રી નવકારના જાપમાં એવું બનતું નથી, શ્રી નવકારના જાપથી નિખાલસતા હોય તો આપણી ઈચ્છા ન હોય તો પણ આપણાં કિલષ્ટ કર્મો – વાસનાઓ ક્ષીણ થવા પામે છે અને તેના ઘટાડા સાથે વિશિષ્ટ પુણ્ય પણ બંધાવા પામે. પરિણામે કામનાઓ પૂર્ણ કરવા જરૂરી પુણ્યનું બળ આપોઆપ વધે અને આરાધક આત્માની બધી યોગ્ય કામનાઓ શ્રી નવકાર મહામંત્ર પૂરી કરે જ ! આથી બીજ મંત્રો કરતાં શ્રી નવકારને મહામંત્ર કહ્યો છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આવા શ્રી નવકારના જાપથી અંતરંગ વૃત્તિઓ એવી નિર્મળ થાય છે કે જેના પરિણામે સંકલેશનાં પરિણામો ઊપજે જ નહીં જેથી નવા પાપનો બંધ પણ અટકી જાય છે. આ રીતે નવકાર જૂનાં પાપોનો નિકાલ કરે છે. નવા પાપના ઉત્પાદનને રોકે છે અને જીવન વિકાસ માટે ઉપયોગી પુણ્યના ભંડારને પરિપુષ્ટ કરે છે. તેથી શ્રી નવકાર મંત્રાધિરાજ અને મંત્ર-શિરોમણિ કહેવાય છે. આ નવકારના પ્રતાપથી ભરૂચની માંસાહારી સમળીનો પણ ઉદ્ધાર થઈ ગયો તે આ પ્રમાણે ભરૂચમાં નર્મદા કંઠે એક મોટો વડલો ઘેઘૂર ઘટાવાળો હતો જેના પર વિવિધ જાતના કાગડા, ચકલા, પોપટ, તેતર, સમળી આદિ પંખીઓ માળો કરી રહેતાં. એક વખતે ચોમાસાની ઋતુમાં મુશળધાર વરસાદ શરૂ થયો. સાત દિવસની હેલી થઈ, ઘડીભર પણ બંધ ન રહ્યો, માણસો, ઢોર તો ઠીક પણ પંખીઓ પણ છ દિવસ માળામાંથી બહાર નીકળી ન શકયાં. ૭ દિવસ પંખીઓ ભૂખ્યા રહ્યાં. પેલા વડ પર રહેલી એક સમળી જેનાં બચ્ચા નવા જન્મેલાં તેના પર સમળીને પ્રેમ ઘણો – બચ્ચાં ભૂખ્યાં થઈ ચું-શું કર્યા કરે, પણ સતત વરસાદના કારણે સમળી ચણ લેવા બહાર કયાંય જઈ ન શકી. માંડ માંડ સમળીએ ૭ દિવસ કાઢયા, બચ્ચાઓની વેદનાથી સમળી ખૂબ દુ:ખી દુ:ખી થઈ. છેવટે આઠમે દિવસે વરસાદ બંધ રહ્યો ત્યારે પોતાના નાના ગભરુ બચ્ચાંના ૭ દિવસના ભૂખના કલ્પાંતથી ખૂબ ગભરુ બનેલી સમળી પોતાને પણ કકડીને ભૂખ લાગેલી. ખૂબ જ અશકિત છતાં બચ્ચાં ઉપરના વાત્સલ્યથી પ્રેરાઈને એકદમ ઊડીને ગામ બહાર નજીકમાં જ એક શિકારીના ઘર પાછળના વાડામાં પડેલ ઢગલામાંથી ઝડપથી માંસના લોચાને લઈ પાછી પોતાના બચ્ચાને વહાલથી ખવડાવવા વડલા તરફ ઊડી, એટલામાં શિકારીએ જોયું કે સમળી માંસનો લોચો લઈ જાય છે, એટલે આવેશમાં આવી કામઠા પર તીર ચઢાવી સરરરર કરતું સમળીને માર્યું. બિચારી સમળી અણીદાર તીરના ઘાથી તરફડતી નીચે પડી. તીરની ભયંકર વેદના ઉપરાંત મારાં બચ્ચાં બિચારાં ૭ દિવસના ભૂખ્યાં ટળવળતાં રહ્યાં. અરેરે! હું મારા બચ્ચાને ખવડાવી ન શકી એમ ભારે માનસિક વ્યથાથી ટળવળતી-તરફડતી રહી. આ સમયે ભરૂચ શહેરમાંથી બે સાધુ ભગવંતો પંડિલભૂમિએ જવા તે રસ્તેથી પસાર થયા. સમળીને તીરની વેદનાથી તડફડતી જોઈ અત્યંત કરુણાથી પ્રેરાઈ અંતરંગ ભાવ દયાના બળે બંને મુનિરાજેએ નીચે બેસી તે સમળીના કાનમાં ધીમે ધીમે શુદ્ધ ઉચ્ચારપૂર્વક શ્રી નવકાર મહામંત્ર સંભળાવવો શરૂ કર્યો. સમળી ભયંકર વેદના, આર્તધ્યાન અને ભારે અસમાધિથી પીડાતી હતી. પણ ભાવ કરુણાના ભંડાર સાધુ ભગવંતોના મુખથી સંભળાતા શ્રી નવકાર મહામંત્રના દિવ્ય સનાતન ચૈતન્ય તત્ત્વના વિકાસની સફળ કૂંચી સમા મીઠા-મધુર સ્વરથી સંભળાતા અક્ષરોની માંત્રિક શકિતથી સમળીની Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા વેદના શાન્ત થઈ ગઈ અને જાણે મુનિરાજે મને કંઈક મંગળ મંત્ર સંભળાવે છે. એવા તાનમાં તે સમળી સ્થિર થઈ શ્રી નવકાર સાંભળવા લાગી. તેનું આર્તધ્યાન - રૌદ્રધ્યાન અટકી ગયું અને સ્પષ્ટ કંઈ સમજણ ન પડવા છતાં પૂ. મુનિરાજો મારા કલ્યાણ માટે કંઈક સંભળાવે છે, એવી મોઘમ શ્રદ્ધાથી ખૂબ અનુમોદનાના ભાવમાં હળવા મનથી વિશિષ્ટ પુણ્ય બાંધ્યું – પરિણામે તીરની તીવ્ર વેદનાથી મૃત્યુને વશ તો થઈ પણ અંત સમયે શ્રી નવકારના વર્ષોથી ઊપજેલી દિવ્યશ્રદ્ધાના બળે ભેગા કરેલ વિશિષ્ટ પુણ્યરાશિના બળે શુભભાવમાં મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું. સિંહલદ્વીપના રાજાને ત્યાં રાજકુમારી તરીકે જન્મી- જેનું નામ સુદર્શના રાખ્યું. તે લગભગ ૧૬ વર્ષની થઈ ત્યારે રાજસભામાં ભારતનો કો'ક વેપારી શેઠ સિંહલદ્વીપમાં વેપાર માટે જાતજાતના કરિયાણાં વહાણમાં ભરી આવેલ. તે વેપારી જાતજાતને ભેટયું લઈ સિંહલદ્વીપના રાજને નજરાણું કરવા આવ્યો. તે વખતે સુદર્શના પણ ત્યાં હતી. જાતજાતના કરિયાણાં બતાવતાં અચાનક વેપારીને છીંક આવી અને મને મદિંતાળ બોલ્યો. જે સાંભળતાં જ સુદર્શના તુરત સંભ્રમવાળી થઈ, આવું કયાંક સાંભળ્યું છે, થોડી વારે બેભાન થઈ ગઈ, થોડી વારે ચેતના આવી પૂર્વજન્મ યાદ આવ્યો. માંસાહારી સમળીના ભાવમાં ભયંકર હિંસા આદિ પાપોથી દુર્ગતિમાં જવાના બદલે મુનિઓના મુખથી શ્રી નવકાર સાંભળવાના પરિણામે પોતાને આવી ભવ્ય રાજ્યલક્ષ્મી મળી, ધન્ય છે તે મહામુનિઓની કરુણાને, ધન્ય છે આ મહામંત્રના પ્રભાવને, એમ અનુમોદના કરતી તે વેપારી પાસેથી ભરૂચ, નર્મદા કિનારો, ત્યાં ભવ્ય ઘેઘૂર વડ, એ બધી ભાળ મેળવી પરમ સંતોષ પામી. પછી પિતાજીને સમજાવી રજા લઈ અનેક પરિવાર સાથે વહાણમાં બેસી ભરૂચ આવી. મહામુનિઓના સમાગમે જૈન ધર્મના રહસ્યને પામી, ભવ્ય ઊંચા શિખરવાળું જિનાલય પોતાના પૂર્વજન્મની વીતક કહાણીના સંભારણા રૂપે બંધાવી સમળી વિહાર – શકુનિકા વિહાર નામ પાડ્યું. આ રીતે શ્રી નવકાર ભયંકર પાપોનો નાશ કરી નવા પુણ્યના અખૂટ ભંડાર ભરી દે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૬૮ Cle ૨૯ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પાલનપુર ૧૮-૭-૮૩ વિ શ્રી નવકાર મહામંત્રના જાપથી વૃત્તિઓ વાસિત બની ત્યારે કહેવાય કે જ્યારે વૃત્તિઓમાંથી સ્વાર્થની દુર્ગંધ ઘટે અને પરમાર્થવૃત્તિઓનો ઉદય થાય. 延 વળી વ્યવહારમાં અનુભવાતાં સુખ કે દુ:ખરૂપ ગણાતા ઠંડી, ગરમી, અપમાન કે પ્રતિકૂળ પદાર્થો પણ પૌદ્ગલિક ભાવ - સંસારના પદાર્થોનો રાગ પોષાતો હોય તો મીઠા મધ જેવા લાગે છે. અને સુખરૂપ ગણાતા પાંચ ઇન્દ્રિયોની વાસનાને પોષક અનુકૂળ પદાર્થો પણ મોટી નાણાં-ભીડ ઇજ્જત આબરૂના ભારે ધકકાના પ્રસંગે જરાપણ અનુકૂળ નથી લાગતાં ચાર દિવસ પછી ફાંસીની સજા થવાની છે તેવાને સારામાં સારા મનમોહક પદાર્થો આકરા લાગે છે. એટલે વ્યવહારમાં સુખ માત્ર અજ્ઞાનદશામાંથી ઊભી થયેલ કલ્પનાનું પ્રતિબિંબ છે. શ્રી નવકારના જાપના પરિણામે અજ્ઞાનમૂલક આ બધી કલ્પનાનાં જાળાં વિખરાઈ જાય છે. હકીકતમાં ભૌતિક પદાર્થ પ્રતિ અજ્ઞાનમૂલક સુખના પ્રતિભાસવાળી દષ્ટિ શ્રી નવકારના જાપથી પલટી જાય છે. શ્રી નવકારના જાપની આ પારાશીશી છે. વિચારોમાં ખળભળાટ, દુન્યવી પદાર્થોનું આકર્ષણ, બીજાના દોષોની સમીક્ષા ઘટે, એટલે જાપ કોઠે લાગ્યો છે અને આત્મવિકાસની કક્ષાને વિકસાવવા જાપ ઉપયોગી થઈ રહ્યો છે, એમ કહી શકાય. તેમજ શ્રી નવકાર મહામંત્રના આરાધકને આત્માના સ્વરૂપ આડે રહેલ કર્મના પડદાને ખસેડવાનો તીવ્ર ભાવ ઝળકયા વિના ન રહે. આ ઉપરાંત શ્રી નવકાર મહામંત્રના જાપની અદ્ભુત વિશેષતા એ છે કે સત્યને આપણે જોઈએ છીએ. જાણીએ છીએ, બોલીએ છીએ, બીજાને સમજાવીએ છીએ, તેના પર લેખો લખીએ છીએ પણ તે સત્યને અનુભવી શકતા નથી. અનુભવ્યા વગરનું સત્ય જીવન શુદ્ધિમાં ઉપયોગી થતું નથી. શાસ્ત્રોરૂપી હિમાલયનાં ઊંચા શિખરો પરથી સત્ય રૂપ ભાગીરથી - ગંગાનો પ્રવાહ ધોધમાર વહે છે. પણ તેને આપણે આપણી વૃત્તિઓમાં - શિવજીએ જેમ જટામાં ગંગાને ઝીલી હતી તેમ ઝીલી અનુભવની સરાણ સુધી પહોંચાડવું જરૂરી છે. અનુભવ વગરનું સત્ય આપણું થતું નથી. આપણી આંતરદૃષ્ટિના ઉઘાડ પછી વિવેકચક્ષુથી Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા જોયેલ સત્યનો ઝણકાર આપણા જીવનને સ્પર્શે છે. ‘આત્મા છે, કર્મથી દુ:ખી થાય છે. કર્મોના બંધનથી છુટાય એટલે પરમપદ – મોક્ષમાં અનંત અક્ષય સુખ મળે છે.’’ આ જાતનું સત્ય શબ્દના માધ્યમથી શ્રોત્રેન્દ્રિય દ્વારા બુદ્ધિ સુધી પહોંચે છે, પણ બુદ્ધિથી હૈયામાં જે રસ્તે થઈને તે સત્ય જાય છે. તે દ્વાર અણવપરાશથી આપણી બેદરકારીથી BLOCK UP થઈ ગયું છે. શ્રી નવકારના જાપની આગવી વિશેષતા એ છે કે બુદ્ધિથી હૈયામાં સત્યને ઊતરવાનો જે માર્ગ આપણી બેદરકારીથી અણવપરાશથી લગભગ ખોરવાઈ ગયો છે તે માર્ગને સ્વચ્છ કરી વહેતો કરવાનું કામ શ્રી નવકારના જાપથી થાય છે. વળી શ્રી નવકાર મહામંત્રનો જાપ આપણા જીવનમાં વિચારોની નવી દિશા ખોલે છે કે, આ સંસાર દુ:ખમય છે. સંસારના દેખીતા સારા સુખનાં સાધનો કે સુખરૂપ લાગતા પદાર્થો પણ અંદર દુ:ખના પ્રવાહથી લથબથ હોય છે. ઉપરના આછા પાતળા કલ્પના રૂપ સુખના પડદાની પાછળ ભયંકર દુ:ખની પરંપરા આપણી આસપાસ ફરી વળે છે. આપણી દૃષ્ટિમાં શોર્ટલાઇટના દોષથી ક્ષણિકસુખના વિચારોની જે વિકૃતિ છે તે શ્રી નવકારના જાપથી હટી જાય છે. અને દરેક પદાર્થમાં દીર્ઘદષ્ટિથી આનું ભાવી પરિણામ કેવું ? તેનો વિચાર કરવાની ટેવ વિકસે છે. ૯ શ્રી નવકારના જાપથી હકીકતે આપણા જીવનના વિકાસમાં ઉપયોગી પદાર્થો તરફ આદરભાવ ઊપજે છે. તેનાથી જીવનના વિકાસની દિશામાં આપણે નકકર પગલાં ભરી શકીએ છીએ. આવા મહામહિમાશાળી અપૂર્વ દિવ્યશકિતઓના નિધાન શ્રી નવકાર મહામંત્રના અદ્ભુત જાપ દ્વારા તમે તમારા અંતરના દ્વારને ઉઘાડી જગતના પદાર્થોની વાસ્તવિકતા ઓળખાવનાર દિવ્યદૃષ્ટિને મેળવી જીવનશક્તિઓના વિકાસની સાચી દિશામાં પગલાં ભરી હકીકતે અંતરંગ શકિતથી સમૃદ્ધ બનો એ મંગલ કામના. פל - ૩૦ અપ્રાપ્ય તી Page #121 -------------------------------------------------------------------------- ________________ ૭૦ D ૩૧ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પાલનપુર વિ શ્રી નવકારનો આરાધક કેવો હોય ? તે પણ જરા ધ્યાનમાં લેવા જેવું છે. ★ જીવનધારામાં અનાદિકાળના સંસ્કારોની પરવશતાથી આવનારા રાગાદિ વિકારો અને વાસનાની ગંદકીને હઠાવવા માટે ભગીરથ પ્રયત્ન જ્ઞાની ગુરુની નિશ્રામાં કરવા મથે તે નવકાર મહામંત્રનો આરાધક !!! E ૨૦-૭-૮૩ * જીવનશકિતઓને વિકસ્વર બનાવનારી સદાચારની વૃત્તિઓને અવલંબી જાપ-શકિતઓને સંસારની મોહમાયાના ઉકરડા તરફ જતી અટકાવવા મથે તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક !!! * અંતરંગ ચેતના શકિતના શણગારરૂપ સત્ય, ધૃતિ, દયા, સંતોષ, નમ્રતા આદિ શણગારોથી અંતરંગ રીતે સુશોભિત રહેવા મથે તે શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક !!! ★ આપણા ચૈતન્યને દિવ્યપંથે વધવા માટે જરૂરી દિવ્ય શકિતના સ્રોતને મેળવવા તેના અખૂટ ખજાનારૂપ પંચ પરમેષ્ઠીઓ સાથે તેઓની આજ્ઞાના પાલનરૂપે અતૂટ સંપર્ક સ્થાપિત કરવા મથે તે શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક !!! * વિચારોની આંધી અને અવનતિની ખાઈમાંથી ગબડતા બચાવનાર પંચપરમેષ્ઠીઓના સ્મરણરૂપ જાપના અવલંબને પોતાની જાતને નિર્ભય બનાવવા મથે તે શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક !!! ★ વિચારો અને આચરણ વચ્ચે ઉપેક્ષા-બેદરકારીથી પડેલ ખાઈને યથાશકય જ્ઞાની મહાપુરુષોની નિશ્રાએ વિધિપૂર્વક શાસ્રીય મર્યાદાઓના આગ્રહપૂર્વક દૃઢ પાલનના બળે પૂરવા મથે તે શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક !!! ★ વારંવાર આત્મનિરીક્ષણ દ્વારા સ્વદોષ દર્શનની સુવ્યવસ્થિત ટેવનો વિકાસ કરી ગુણાનુરાગ દૃષ્ટિ દ્વારા બીજાના નાનાપણ ગુણને ઓળખવા મથામણ કરે તે શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક !!! ★ સંસ્કારોની નાગચૂડમાં ભીંસાઈ ગયેલ મનોવૃત્તિ અને કાયાની સ્થૂલ પ્રવૃત્તિઓને આત્મસમર્પણ, નિખાલસતા અને આજ્ઞાપાલનના બળે છોડાવવા મથામણ કરે તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક !!! વિચારોની દુનિયામાં ખોવાઈ જવાના પરિણામે અગર વિચારક્ષેત્રમાં મુકત સ્વૈરવિચારથી Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર નવચંદ્રિકા ઊપજતા મિથ્યા-આત્મસંતોષના બળે વિકસતી બેજવાબદારીને કર્તવ્યનિષ્ઠા અને પોતાની કક્ષાને અનુરૂપ ફરજના સજાગ ભાન દ્વારા દૂર કરવા મથે તે શ્રી નવકાર મહામંત્રની આરાધક !!! * આરાધનાના પંથે જ્ઞાન સાથે ચારિત્રનો અને તે બંનેનો સમ્યગુદર્શન સાથે પુનિત સંબંધ સ્થાપી રત્નત્રયીની આરાધના દ્વારા જીવનને કર્મનિર્જરારૂપ સફળતાના પંથે વાળવા મથે તે શ્રી નવકાર મહામંત્રની આરાધક !!! આવા મહામહિમશાળી શ્રી નમસ્કાર મહામંત્રને ઓળખવા – સમજવા અચૂક ઉપાય - નિયત સમયે – નિયત સ્થાને - નિયત સંખ્યાથી જાપ કરવો એ જ અમોઘ ઉપાય છે. આવી વિધિપૂર્વક કરાયેલ જાપની પ્રક્રિયાથી એવી ઉદાત્ત શકિતનો વિકાસ થાય છે કે જેથી પ્રબળ અતિ નિબિડ ગાઢ પણ કર્મનાં આવરણો આપોઆપ ઓગળી જાય છે. મારા જીવનનો પ્રત્યક્ષ દાખલો છે કે ૨૦૧૧ના પોષથી - નાગપુરના મોહનભાઈની તીવ્ર જિજ્ઞાસાવાળા પત્રોના સમાધાન લખવાના પ્રસંગે એક વખત રાત્રે 10 થી રમાં અપૂર્વ ફરણા થઈ કે ગૃહસ્થ વ્યક્તિ સંસારની મોહ જાળમાં ફસાયેલ પણ બુદ્ધિ યોગના માધ્યમથી આટલો બધો ઊંડો ઊતરે તો જ્ઞાનયોગ – ક્રિયાયોગના સુમેળવાળા સંયમના પંથે આવવા ઉપયોગી પૂર્વના અદ્દભુત વિશિષ્ટ પુણ્યના ઉદયે વિશિષ્ટ ધર્મના રંગે રંગાયેલ શ્રાવક કુટુંબમાં જન્મ થયો કે – જ્યાં રાા વર્ષની નાની વયે ઉકાળેલા પાણીની પ્રેરણા મળી, અનેક વિરોધના વંટોળ વચ્ચે પણ ફા વર્ષની નાની વયે અક્ષરજ્ઞાન પણ નહીં, નવકાર પણ પૂરો સ્પષ્ટ ના આવડે, તેવી વયે સંયમ અદ્ભુત રીતે સંસ્કારી માતા-પિતાના અગણિત ધર્મ - અડગતા બળે મળ્યું. વધુમાં મારા જીવનને શાસનાનુકુળ વિશિષ્ટ બનાવવા, વ્યાખ્યાન- ગોચરી-વિહાર બધી જવાબદારી ઉઠાવી. અને નાનપણમાં હું ઘણો તોફાની ઉદંડ હતો. દંડશાસ્ત્રના પ્રતાપે મને કાબૂમાં રાખી એવા સુંદર સંસ્કારો પૂ તારક ગુરુદેવે માલવા જેવા બાહ્ય નિમિત્તોની ખરાબ અસર ન મળે તેવા પ્રદેશમાં મારા જીવનને ઘડવા તનતોડ મહેનત પૂ. ગુરુદેવે કરી, પુણ્યાત્મા મોહનભાઈની જેમ હજુ મારા મનમાં જીવન શુદ્ધિના અચૂક મંત્ર સમા શ્રી નવકાર મહામંત્ર માટે આવી તમન્નાભરી જિજ્ઞાસા કેમ નથી જાગતી ? ખૂબ શરમ, ગ્લાનિ અને અથુપાત થયો. પ્રાય: તો કેવળ વિસં. ૨૦૧૧નો પોષ સુ. ૧રનો હતો. ૧૫ થી ૨૦ મિનિટ ખૂબ રડ્યો. છેવટે જાણે ઝબકારો થયો કે, “ગાંડા! એ છે કેમ? હજુ શું બગડ્યું છે? સમાઈ જા શ્રી નવકાર મૈયાની ગોદમાં ! ઉઠાવ તારી માળાને! ધણધણાયે જા - જાપના રણકાર ને! તારા અંતરનાં પડલ ઓગળી જશે અને જીવનનું પરમ સત્ય તારી રાહ જોઈને ઊભું છે તેના સ્વાગત માટે યોગ્ય બની જા.” આ અંતરના ઝણઝણાટીભર્યા દિવ્ય સૂચનને વધાવી બીજે જ દિવસે મોહનભાઈને પત્ર લખ્યો કે હવે હું કંદોઈનો ધંધો બંધ કરું છું. તમને બુદ્ધિયોગના બળે શાસ્ત્રોના હવાલા આપી શ્રી નવકારની જાત જાતની મીઠાઈ તમારા પ્રશ્નોની જિજ્ઞાસા તૃપ્ત કરવા રૂપે પીરસતો હતો, પણ હું તો કંદોઈ જેમ ઘેર જઈ રોટલો ને મરચું ખાય તેમ હું તો પટપટ મણકા ઉતારવાની ક્રિયા વેઠ ઉતારવાની જેમ માંડ ૩ માળા શ્રી નવકારની જેમ તેમ લોચા વાળવા રૂપે ગણું છું. તમારા પત્રોમાં તમારી જિજ્ઞાસાઓને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સંતોષવા શાસ્ત્રજ્ઞાની વિદ્વાન-જાણકાર હોવાના અભિમાનના શિખરે ચઢી લાંબી પહોળી સુફિયાણી વાતો કરું છું, એટલે હું તો રોટલો, મરચું ખાઉં છું. હું કંઈ શ્રી નવકારના રસાસ્વાદને છતી શક્તિએ, છતો ભંડાર ભરપૂર છતાં ચાખતો નથી. કેટલો મહામૂઢ હું? કેવી પ્રબળ આત્મવંચના! ભારે ગ્લાનિ થઈ છે. હવે હું મારા મિથ્યા અભિમાન શબ્દ પંડિતાઈ અને વાક્પટુતાના વસ્ત્રો ઉતારી જાપના માધ્યમથી શ્રી નવકારના અથાગ જળાશયમાં ડૂબકી મારું છું. જ્યારે દેવ-ગુરુની કૃપાએ મારા અંતરનાં આવરણો ખસી અંતરનો સ્વાદ ચાખવા મળશે એટલે ફરી તમારી સામે પત્ર દ્વારા ઉપસ્થિત થઈશ. એમ કરી મોહનભાઈને દર અઠવાડિયે ૮ થી ૧૦ પાનાં ભરીએ એવા ૫૭ કાગળો ફા વ૰ ૨ નાગપુરથી શિખરજી તરફ વિહાર કર્યો ત્યારે લખાયા. લગભગ નાગપુરથી ૩૦ માઈલ દૂર બંગાળની સરહદ લગભગ (ગામનું નામ યાદ નથી) આ દિવ્ય સ્ફુરણા થઈ ત્યારથી અઠવાડિયે પત્રો લખવાની પદ્ધતિ હતી તે બંધ કરી. - શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આ ઉપરાંત નાગપુર ચોમાસામાં મોહનભાઈને જૈન દર્શન ઉપર ૩૫૦ પાનાં મોટી ડાયરીનાં લખાયાં, ચોમાસાના ઉત્તરાર્ધમાં થી નવકાર મહામંત્ર અંગે ૫૦ પાનાં મોટી ડાયરીનાં લખાયેલ, આ બધું કંદોઈનું કામ બંધ કરી ર૦૧૧ના પો સુ॰ ૧૩ થી મિથ્યાભિમાન આદિના કપડાં ઉતારી શ્રી નવકારના જળાશયમાં ડૂબકી મારી કે ફાગણ સુદ ૧૪ શિખરજીમાં ૧૮ લાખ નવકારે પહોંચ્યો. અને કાનપુરના ચોમાસામાં દિવાળી લગભગ ૪૨ લાખ નવકારે પહોંચ્યો. દિવસે દિવસે જાપની નિયમિત પ્રક્રિયાથી અદ્ભુત રસાસ્વાદ આવવા માંડ્યો, પરિણામે અનેક શાસ્ત્રીય પદાર્થોની ગૂંચો આપોઆપ ઉકેલાવા માંડી, અનેક દિવ્યસૃષ્ટિનાં સાક્ષાત્ દર્શન થવા માંડ્યાં. અને ધીમે ધીમે વૃત્તિઓ એવા દિવ્ય રસાસ્વાદમાં લીન થઈ ગઈ કે હું દેવગુરુકૃપાએ કયાંય સાધનાનાં સોપાનો વટાવી વિશિષ્ટ સિદ્ધિઓનાં શિખરોની નજીક પહોંચ્યો. આ રીતે જાપની વ્યવસ્થિત પ્રક્રિયા અદ્ભુત શકિતઓને વિકસાવે છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા J) ૩૨ પાલનપુર ૨૫/૭/૮૩ વિ. શ્રી નવકાર મહામંત્ર એ ધર્મ – મહાસત્તાનો જગતના તમામ જીવોને અભય આપનારો ઢંઢેરો છે. જગતના તમામ જીવો કર્મસત્તાના બંધનથી વીંટાયેલ છે. પરિણામે શુભ-અશુભ કર્મના વિપાકોથી જગતના પ્રાણીઓ વિડંબના ભોગવે છે. તેથી મહાકરુણાળુ ધર્મ મહાસત્તા જગતના સર્વજીવોને ઉદ્દેશીને ઢઢરારૂપે જણાવે છે કે ભવ્યાત્માઓ! સો વંવમુલ્લા અશ્વપવિપાસTI. પંચપરમેષ્ઠીઓને કરાયેલ નમસ્કાર = અંતરથી પરમેષ્ઠીઓની આજ્ઞાપાલનની તત્પરતા – સઘળાં કમનાં બંધનોને તોડી નાંખે છે! એટલે હે પુણ્યાત્માઓ! ધર્મમહાસત્તાના અધીશ્વરરૂપ પાંચ પરમેષ્ઠીઓના શરણે આવો! તેમની આજ્ઞાના પાલન માટે તત્પર થાઓ! ધર્મ – મહાસત્તાની શરણાગતિ લીધા પછી કર્મસત્તાની તાકાત નથી કે તમને તે હેરાન કરી શકે. ધર્મમહાસત્તા સર્વોપરી છે. તેની આજ્ઞા પાલનારાને સઘળી સુખ સાહેબી – અનુકૂળતાઓ કરી આપવી કે પ્રતિકૂળતાઓ હઠાવી દેવી. - તે કામ કર્મસત્તા કરે છે, અને ધર્મસત્તાની આશા કે ઐશ્વર્યનો અપલાપ કરનારને આકરામાં આકરી સજા કરવી એ કર્મસત્તાને સોંપાયું છે. આ રીતે કર્મસત્તા ધર્મ – મહાસત્તાની આજ્ઞાવર્તી ખંડિયા રાજા જેવી છે. દુનિયા આખી કર્મસત્તાની સર્વોપરીતા સમજે છે અને તેનાથી ડરે છે, ઘૂજે છે. પણ ધર્મ – મહાસત્તાની આજ્ઞાપાલન રૂપે શરણાગતિ સ્વીકાર્યા વિના કર્મસત્તાના ત્રાસમાંથી છૂટી ન શકાય. આ નિર્વિવાદ હકીક્ત છે. જગતમાં ચક્રવતની સત્તા જેમ સાર્વભૌમ સત્તા હોય, બીજા બધા રાજાઓ તેના સામંત-ખંડિયા રાજા ગણાય. તેમ કર્મસત્તા પર જેનું વર્ચસ્વ ચાલે છે તે ધર્મ – મહાસત્તા ખરેખર સાર્વભોમ સત્તા છે. અનંત જન્મોનાં કર્મોનાં વિષમ બંધનો પણ ધર્મ મહાસત્તાને શરણાગત થયા પછી ક્ષણવારમાં હટી જાય છે. જેમ કે મારા જીવનની અદભુત ઘટના આ વાતને પરિપુષ્ટ કરે છે. વિસં. ૨૦૨૦ની વાત – ભોયણી તીર્થે ચૈત્રી ઓળીની ભવ્ય આરાધના પૂ આ દેવેન્દ્રસાગરસૂરિ મ.ની નિશ્રામાં પૂ. તપસ્વી ગુરુદેવશ્રી ઉપા. ભગવંતે કરાવેલ તે વખતે અશોક સા. મનાં સંસારી માતા-પિતા આદિ કુટુંબીઓએ આવી પોતાના નાના બે દીકરાઓની દીક્ષા અપાવવાનું નકકી કર્યું. પૂ. ગુરુદેવ શ્રી શિખરજી તીર્થ પર સરકારી કબજને હઠાવવા કાયદેસર પગલાં ભરવા વકીલોની કોન્ફરન્સ આદિ તીર્થરક્ષાના કામમાં Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા રોકાયેલ હોઈ મારે વર્ષીતપ ચાલતો છતાં પૂ. ગુરુદેવની આજ્ઞાને પામી ૪ ઠાણા સાથે ભોયણીથી છાણી તરફ દીક્ષા આપવા વિહાર કર્યો. ધોમધખતા રેલવેલાઈન દ્વારા અમદાવાદથી છાણી તરફના વિહારમાં બારેજડીથી ગોઠજ જતાં સવારે ૧ળી વાગે બળબળતા તાપમાં પગ રેલવેલાઈનની ગરમ કાંકરીવાળા રસ્તા પર ચાલી રહેલ. ગરમીથી – જરા ગભરાઈ ગયેલ, તેવી સ્થિતિમાં ગોઠજ સ્ટેશનના પહેલા સિગ્નલ પછી સિગ્નલ કૅબિન પાસે અચાનક એક કાંટાળા જાળા પર પગ આવ્યો, ડાબા પગના વચલા ભાગે તે કાંટા પેસી ગયા કૅબિન પાસે બેસી કાંટા કાઢ્યા, છતાં પગના વચલા ભાગે ૪-૫ કાંટા અંદર પેસી ગયા. માંડ ખોડંગાતા પગે મુકામે પહોંચ્યો. તાત્કાલિક ઉપાયો ગોળ-ગરમ ઘીના પોતાં આદિ કર્યા પણ મુહૂર્ત નજીક હોઈ વિહાર ચાલુ રહ્યો, પરિણામે આરામ ન મળવાથી પગ સૂજી ગયો, છતાં દુખાતા પગે છાણી પહોંચ્યો, ધામધૂમથી બંને નાના છોકરાઓ જયકાંત - હર્ષકાંતને દીક્ષા આપી જિનચંદ્રસાગરજી અને હેમચંદ્રસાગરજીનામ સ્થાપ્યાં. પાછા તે બધાને તે લઈને દુ:ખાતા પગે અમદાવાદ આવ્યો. પગ પાકી ગયો, વેદના ઘણી – ઉપાશ્રયે (નવરંગપુરા) એકસ-રે મશીન લાવી પગના ફોટા પાડ્યા, કંઈ ન દેખાયું, પછી ચોમાસું શિરોહી થયેલ, તેથી ઊંઝા આવ્યો. પૂ. ગુરુદેવશ્રી આવ્યા. જાતજાતના દેશી ઉપચારો ચાલુ, પણ પગે દુખાવો ઘણો, કાંટા દેખાય નહીં. શિરોહી ચોમાસા પર પહોંચવા ડોળીથી પૂ. ગુરુદેવશ્રીની સાથે બધા ઠાણાએ પ્રાય: ૭ - ૮ જણાએ વિહાર કર્યો. પાલનપુર આવ્યા – રાત્રે નવકારના સ્મરણ વખતે ધર્મ-મહાસત્તારૂપ પંચપરમેષ્ઠીઓના શરણે જવાની પ્રેરણા મળી, ડોળીની વિરાધના ખૂબ ખટકી, સવારે પૂ. ગુરુદેવશ્રીને વાત કરી કે ર૭૦૦૦ નવકાર માટે અહીં પલ્લવીયા પાર્શ્વનાથની નિશ્રાએ ગણવા છે. તેથી આ બધું પગનું દર્દ મટી જશે. પૂ. ગુરુદેવશ્રીએ આ બાબત સામાન્ય અનિચ્છા પ્રગટ કરી, છતાં મારી સાથે બે સાધુ આપ્યા. મેં ડોળીવાળાને છૂટા કરી દીધા. બે દિવસ સતત નવકારના ધ્યાનમાં ગાળ્યા. ત્રીજા દિવસે સવારે ગરમ પાણીથી પગ ઝારતો હતો તે વખતે ડાબા પગમાં ઉપલા ભાગે તે ૬ કાંટા ને કપડા પર લીધા - સાથેના મુનિઓને બતાવ્યા. શ્રાવકોને બતાવ્યા. બધા ચકિત થયા પછી શ્રી નવકારના પ્રભાવને હૈયામાં ધારણ કરી વધુ ૧૧૦ નવકાર ફરી ગણ્યા. પગનો સોજો દર્દ બધું ગાયબ, ચાલુ સ્થિતિમાં પગ થયો. ડાંડાના ટેકા વગર તપાગચ્છ ઉપાશ્રયથી ચાલતો પલ્લવીયા પાર્શ્વનાથના દહેરે દર્શન કરવા સાથે સાંજે ૬ માઈલ વિહાર કરી ચિત્રાસણી ગયો અને ઝડપી બે વખત વિહાર કરી પૂ. ગુરુદેવની નિશ્રામાં સ્વરૂપ ગંજ ધર્મશાળામાં પહોંચી ગયો પાંચમે દિવસે. ૧૧ વિહારમાં ૬૦ માઈલ ઝડપી ચાલ્યો. આમ ડોળી સિવાય ચલાતું ન હતું અને ઝડપી આ વિહાર થઈ શકયો. આ બધા પ્રતાપ શ્રી નવકાર મહામંત્રનો! પણ ધર્મમહાસત્તાના પ્રતીકરૂપ શ્રી નવકારના શરણે ગયો તો વિષમ કર્મસત્તા પણ ખસી ગઈ અને બધી અનુકૂળતા થઈ ગઈ! આ જીવતો જાગતો દાખલો ધર્મ મહાસત્તાની સર્વોપરીતાનો છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૭૫ JUR ૩૩ પાલનપુર ૨૯-૭-૮૩ વિશ્રી નવકારની આરાધનામાં અંતરંગ ભાવશુદ્ધિ કરતાં જ્ઞાની-નિથા અને વિધિ-શુદ્ધિ બે વસ્તુ મહત્ત્વની છે. અંતરમાં જે ભાવોની અશુદ્ધિ છે, રાગાદિ વિકાર છે, તે વિકારો મોહના સંસ્કારોથી ઊપજે છે. તે મોહના સંસ્કારોરૂપ મેલને હટાવવા માટે જ્ઞાની નિશ્રા રૂપ પાણી અને વિધિના વિવેકપૂર્વક પાલનરૂપ સાબુની જરૂર છે. સૌ પ્રથમ આરાધનાના પંથે ચાલનારો અંતરથી વિશુદ્ધ ભાવવાળો હોય એવું સંભવિત નથી. અંતરમાં વિકારોની અશુદ્ધિ તો અનાદિકાળની હોય છે. તેને હઠાવવા જ શ્રી નવકારની આરાધના કરવાની છે. એટલે પ્રારંભમાં અંતરથી ભાવ (Mood) ન હોય છતાં નિયત સમયે, નિયત મર્યાદાએ જાપ કરવા બેસી જવાથી જાપના પ્રભાવે અમુક ટાઈમે જરૂર અંતરના વિકારોનું શમન થવાથી અંતરથી ભાવોલ્લાસ (Mood) સહજ રીતે આવવા માંડે છે. તેથી શ્રી નવકારના આરાધકે જ્ઞાની-નિશ્રા (એટલે તેમની આજ્ઞા પ્રમાણે વિધિપૂર્વક જાપના માર્ગે પ્રવર્તવાની પવિત્ર ફરજ છે. મહાપુરુષોના જીવનકાળમાં આ રીતે જ મહાન સાધનાનાં બીજ નંખાય છે. જંબુસ્વામીજી મ. આ કાળના સર્વોત્તમ મહાપુરુષ થઈ ગયા. જેઓ આ કાળમાં ચરમ કેવલી એટલે છેલ્લા કેવળજ્ઞાની થયા. તેમના પછી કોઈને કેવળજ્ઞાન નથી થયું. તેઓએ ૧૬ વર્ષની ભરયુવાન વયે પોતાના પિતાની ૯૯ કોડ સોનૈયાની સંપત્તિનો ત્યાગ કર્યો વળી ઈતિહાસમાં કયારેય ન બન્યું એવું તેમણે કર્યું કે, પોતે સુધર્મા સ્વામી - પાંચમા ગણધર પાસે ચોથું વ્રત જીવજજીવનું ઉચ્ચરેલ, છતાં માતા-પિતાના આગ્રહથી ૮ કન્યાઓ સાથે લગ્ન માટે ઘોડે ચઢ્યા – ચોરીમાં પરણવા બેઠા, પરણ્યા પછી રાત્રે આઠેય સ્ત્રીઓને બૂઝવી વૈરાગી બનાવી. તે આઠ સ્ત્રીઓના ૮ માતા - ૮ પિતાને પણ બૂઝવ્યા. પોતાના માતા - પિતાને બૂઝવ્યા અને ચોરી કરવા આવેલ ૫૦ ચોરને બૂઝવ્યા. Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૫00 ચોર ૮ સ્ત્રીઓ ૮ સ્ત્રીઓની માતા ૮ સ્ત્રીઓના પિતા ૧ પોતાની માતા ૧ પોતાના પિતા પ૨૬ સાથે જંબુસ્વામીએ પરણ્યાના બીજા દિવસે સુધર્માસ્વામીજી પાસે દીક્ષા લીધી. આ જંબુસ્વામીજી જેવા મહાપુરુષ પૂર્વભવમાં કેવી રીતે વગર ઉલ્લાસે વગર મૂડે પણ જ્ઞાનીની નિશ્રાએ વિધિવત્ સમર્પણ કરી ધર્મક્રિયા વિધિપૂર્વક આચરી હતી, તેનું પરિણામ તેઓ આવા મહાપુરુષ બન્યા. પૂર્વભવમાં મોટા ભાઈની શરમથી તરતની પરણેલ નાગિલા નામની પોતાની સ્ત્રીને મૂકી વગર ઈચ્છાએ દીક્ષા લીધેલ, ૧૨ વર્ષ સુધી પરણેલી સ્ત્રી પાસે જવાના ખરાબ વિચારો થતા પણ મોટા ભાઈની શરમથી સંયમ - સાધુપણાની બધી ક્રિયાઓ કરતા, જરાપણ અંતરનો ભાવ (Mood) ન હતો પણ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે નિયત સમયે પદ્ધતિપૂર્વક વિધિ સાથે બધી ક્રિયાઓ કરી. તેના પરિણામે બીજા ભવમાં મોહનાં આવરણો તેમને નડ્યા નહીં. વિધિપૂર્વક શાસ્ત્રમર્યાદાની વફાદારી સાથે ક્રિયાઓ કરવાથી મોહનાં આવરણો જર્જરિત થઈ ગયાં. એટલે શ્રી નવકાર ગણવામાં શરૂમાં ઉલ્લાસ (Mood) ન હોય તો પણ નિયત સમયે – વિધિના પાલન સાથે જાપ ચાલુ રાખવાથી અંતરના મોહનાં આવરણો – કે જેનાથી ઉલ્લાસ (Mood) નથી આવતો તે બધાનો ઘટાડો થવા માંડે, તે જાપના માધ્યમથી શ્રી નવકાર પોતાની શક્તિને આરાધકમાં ઉતારે છે. જાપ સાથે જ્ઞાની – નિથા અને વિધિ-શુદ્ધિ બે ખાસ જરૂરી છે. તેનાથી જાપની શકિત વ્યવસ્થિતપણે આપણામાં કામ કરી શકે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર ચંદ્રિકા 5TU પાલનપુર ૩-૮-૮૩ તમો બધા શ્રી નવકારના ચરણે જીવન શક્તિનું નૈવેદ્ય યથાશક્તિ સમર્પિત કરી જીવન ધન્ય બનાવતા હશો. સમર્પણ વિના ઈષ્ટફળ સિદ્ધિ શકય નથી. ખેડૂત અર્થે પેટે ભૂખ્યો રહીને પણ અનાજ ધરતી માતાને સમર્પિત કરે છે – તો એક દાણાના સેંકડો દાણા પાછા મેળવે છે. જોકે તેમાં પુણ્યનો યોગ પ્રબળ છે. પુણ્ય વિના બીજ વાવ્યા પછી સરખો વરસાદ ન આવે કે જીવાત આદિનો ઉપદ્રવ થાય તો અનાજ ન પણ મળે, પણ પંચપરમેષ્ઠીઓને અગર શ્રી નવકાર માતાને અનકન્ડીશનલ બિનશરતી નિખાલસ દિલે તુંહી તુંહી ના ભાવથી સમર્પણ કરાય તો પછીના પ્રોસેસમાં પુણ્યની જરૂર નથી. સમર્પણ પાછળ રહેલી શ્રદ્ધા, ભકિત, વિનય આદિથી થયેલ મોહના ક્ષયોપશમની ભૂમિકાના બળે ઊપજતી સાહજિક વિશિષ્ટ આત્મશુદ્ધિના બળે ઓટોમેટીક આત્મશકિતઓના પ્રોગ્રેસ રૂપ પ્રોસેસ થવા પામે છે. માત્ર જરૂર છે અંતરના સમર્પણની ! સમર્પણ બુદ્ધિ કે મનનું નહીં, પણ અંતરમાંથી ઊગવું જોઈએ. વિચારજન્ય સમર્પણ થોડેક સમય ટકે, પછી બુદ્ધિ, મનને સંતોષ ન થાય એટલે સમર્પણભાવ ઘટવા પામે છે. પરિણામે શ્રદ્ધા-ભકિત, વિનય-બહુમાન વગેરે પણ ઓસરી જાય છે. અંતરનું સમર્પણ એટલે અત્યારની આપણી વૃત્તિઓની ગુલામીનું કર્મ પરવશતાનું સજગ ભાન, પછી આમાંથી છૂટવા માટે શ્રી નવકારમંત્ર જે મંત્ર નહીં – મહામંત્ર બબ્બે મંત્રશિરોમણિ છે. કેમ કે દુનિયાના મંત્રો પુણ્યના આધારે ફળ આપે છે ત્યારે શ્રી નવકાર આપણા પુણ્યનો ખજાનો કંગાળ હોય છતાં અંતરની શ્રદ્ધા, ભકિત, બહુમાનના આધારે આપણને શરણાગત તરીકે સ્વીકારી અંતરની શકિતઓ યથાયોગ્ય વિકાસ કક્ષાનુરૂપ કરી દે છે. આવા મંત્ર શિરોમણિ શ્રી નવકાર ભગવંતના શરણે આપણી જાતને વૃત્તિઓની ગુલામી કે કર્મ-પરવશતામાંથી છોડાવવાના ધ્યેયથી સોંપી દેવી તે અંતરનું સમર્પણ છે. આવું સમર્પણ બુદ્ધિ, ભણતર કે વિચારોથી નથી આવતું, પણ જ્ઞાની સદૃગુરુના શરણે જાતને આજ્ઞાપૂર્વક ગોઠવી તેમની અનુજ્ઞા પ્રમાણે શ્રી નવકારનો નિયત સમયે, નિયત સ્થાને, નિયત સંખ્યાથી જાપ બહોળી સંખ્યામાં કરવાથી મોહનાં આવરણો ખસવાથી આપોઆપ આવું અંતરનું સમર્પણ કેળવાઈ જાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા પૂર્વના મહાપુરુષોએ આ રીતના સમર્પણથી જીવનશકિતઓનું વિશિષ્ટ ઉત્થાન કર્યું છે. મારા જીવનમાં પણ ૨૦૫માં તબિયતની શાતા પૂછવા આવેલ પૂ. પં. શ્રી ભદ્રંકર વિ. મ.ના સામાન્ય ટકોરરૂપ ઈશારાથી જાપ શરૂ થયો - નાગપુરના મોહનભાઈના નિમિત્તથી ઊંડાણમાં જવાનો પ્રસંગ આવ્યો. પણ પૂ. પં. શ્રી ગુરુદેવના ટકોરાથી બહુ વ્યવસ્થિત નહીં પણ એક ધારો જાપ પાંચ વર્ષ ચાલ્યો. તેના પરિણામે પ્રાપ્ત થયેલ નિર્મળ દષ્ટિથી અંતરમાં ઉકળાટ ઘણો થયો કે શ્રાવક આટલો ઊંડો ઊતરે અને હું માત્ર મીઠાઈ બનાવનાર કંદોઈની માફક માત્ર શબ્દ પંડિતાઈ કરું! એ કેમ ચાલે! અને પછી ૪ મહિના ઊંડો ઊતર્યો, ત્યાં તો અથાગ રત્નરાશિ ઝવેરાતના ઢગલે ઢગલા જોયા અને પછી નિયત સમય – નિયત સ્થાન - નિયત સંખ્યાથી જાપમાં એવો લાગી ગયો કે બીજા ૪-૫ વર્ષમાં તો મારું જીવન નવકારમય અને અનંત આનંદના દરિયામાં ડૂબકી મારતો થઈ ગયો. પછી દેવગુરુકૃપાએ ઉત્તરોત્તર આરાધનાના માર્ગે વધતો ગયો. અંતરનું સમર્પણ સં. ૨૦૧૧ માગસર વદ ૧૧ હસ્તિનાપુર (દિલ્હી) તીર્થે પ્રગટ થયું. તે વખતે કાા મહિનામાં સમય, સ્થાન, સંખ્યાના નિયત ભાવ સાથે ૧૦ થી ૧૨ લાખ નવકાર ગણ્યા. પરિણામે અંતરનું સમર્પણ કેળવાયું. તમારે પણ સમર્પણ સાથે જાપનું બળ વધારવું ખાસ જરૂરી છે. જાપમાં ખૂટતા તત્ત્વો ઉમેરવાની ખાસ જરૂર છે. ale ૩૫ પાલનપુર ૫-૮-૮૩ વિ શ્રી નવકારના લાડીલા ત્યારે બની શકાય જ્યારે કે બિનશરતી શરણાગતિ ભાવ વિકસે. “અનકંડિશનલ સરન્ડર શીપ ઈઝ બેઝીક ઓફ સિદ્ધિ” આ વાક્યના પરમાર્થને સમજી કોઈપણ કામના વગર માત્ર આત્મશુદ્ધિ માટે શ્રી નવકારની શરણાગતિ સ્વીકારાય ત્યારે આપણી આંતરશકિતઓ વિકાસ પામે. Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તનચંદ્રિકા ૭૯ મેલું કપડું માત્ર ઉજવેલ થવાને લાયક છે. તેમ આપણે આપણા મનની ગમે તે કામનાઓ – માંગણીઓ રજૂ કરીએ પણ તે માટેની પાત્રતાના વિકાસ વિના એકલી આપણી માંગણીઓ કે ઈચ્છાઓથી તે તે વસ્તુની પ્રાપ્તિ ન થાય. આપણે કાંઈ તેવી ઉચ્ચ કક્ષાએ નથી કે સંક૯૫સિદ્ધિના બળે જે ઈચ્છીએ તે મળી જાય. માટે હકીકતમાં તે ચીજની કામની માંગણીના બદલે તે અંગેની પાત્રતાના વિકાસ માટે સતત અભીપ્સા રાખવી જોઈએ, કેમ કે કહ્યું છે કે, “ન ઉદવાનું અર્થિતાં એતિ, ન ચ અંભોભિ: ન પૂર્યતે | આત્મા તુ પાત્રતા નેય: પાત્રમાયાન્તિ સંપદ: | સમુદ્ર કદી કોઈની પાસે ભીખ કે યાચના કરવા જતો નથી કે મને પાણી આપો. છતાં કદી સમુદ્ર પાણીથી ખાલી હોય એવું બનતું નથી. એટલે આપણી જાતને પાત્ર યોગ્ય બનાવવી જોઈએ. પાત્ર – યોગ્ય વ્યકિતને સંપત્તિઓ = મનપસંદ ચીજે એની મેળે આવી રહે છે. એટલે શ્રી નવકાર પાસે કંઈ પણ માંગણી કરવી એ આપણી પાત્રતાની ખામી સૂચવે છે. ખરી રીતે તો જે પરિસ્થિતિ - હકીકત હોય તે શ્રી નવકાર અંતર્યામી છે. બધી તેને ખબર હોય જ! છતાં ધીરતા ન રહે અથવા આપણી શ્રદ્ધાના વિકાસ માટે બધી પરિસ્થિતિ શ્રી નવકારને કહી દેવી. જેમ કે પેટમાં દુઃખે છે, માથું દુ:ખે છે, સર્વિસમાં આ મુશ્કેલી છે કે ફલાણી મુશ્કેલી ઊભી થઈ છે આદિ, પણ પછી એનું ડિસીજન - નિર્ણય આપણે આપણી ટૂંકી બુદ્ધિ - ટૂંકા વિચારોથી ન લેવું કે આ મટી જાય કે આનું આમ થઈ જાય તેમ કરી દો એવી મૂર્ખાઈ શ્રી નવકાર આગળ ન કરવી. આપણે ટૂંકી બુદ્ધિના, એ સર્વજ્ઞ, સર્વદર્શી-અંતર્યામી, તેને આપણા - ભૂત – ભાવી બધાની ખબર છે, જેમાં આપણો વિકાસ ન રૂંધાય તે રીતે તે આપણને દોરવા તૈયાર છે. તો વચ્ચે દોઢ ડહાપણ ન કરવું કે “આમ કરો, તેમ કરો” આપણે ટૂંકી બુદ્ધિથી નિર્ણય લઈએ, જેમ નાનું બચ્ચું. હે ભગવાન! કડવી દવા ન પીવી પડે, ઈન્સેક્ષન લેવું ન પડે તેવું કર, એમ કહે પણ તેના વડીલ - શુભેચ્છક બાળકના ભાવીનો વિચાર કરી પરાણે પણ કડવી દવા પાયા કે ઈજેક્ષન અપાવે તે બાળકને ન ગમે. એટલે શ્રી નવકાર જે રીતે કરે તે આપણને ન ગમે એટલે આપણે ઊંચા - નીચા થઈએ તો આપણી શરણાગતિ ખંડિત થાય. સરંડરશીપ લીધા પછી તે જે કરે તેમાં આપણે ડખલ ન કરવી જોઈએ. નરસિંહ મહેતા, મીરાંબાઈની આવી અતૂટ શરણાગતિ હતી. બીજું આપણે શ્રી નવકારના ઉપાસક એટલે આજ્ઞાધીન શિષ્ય છીએ. આપણે માત્ર શ્રી નવકારની આજ્ઞાને માન આપવાનું કરવું ઘટે. પણ આમ કરો ! તેમ કરે ! તેવું દોઢ ડહાપણ ન કરાય, ઊલટું જાણે સર્વજ્ઞ એવા શ્રી નવકારને શિખામણ દેવા બેઠા. Page #131 -------------------------------------------------------------------------- ________________ થી નમસ્કાર મહામંત્ર નવચંદ્રિકા શ્રી નવકારના આપણે ઉપાસક, એટલે તેનું કહ્યું આપણે કરવાનું, પણ તે કંઈ આપણા નોકર નથી કે, આપણું કહ્યું તે કરે – તે તો સર્વેશ્વર છે, માલિક છે. અલબત્ત - આપણે આપણી પરિસ્થિતિ રજૂ કરી દઈએ કે આમાં મારી ધીરતા ટકી રહે. સહનશીલતા કેળવાય તેનું ધ્યાન રાખજે - એમ કહી શકાય. બાકી જૂના બાંધેલ કમની ગાંઠનું કયારેક શ્રી નવકાર દુઃખ - અસાતા વેદનીય આદિથી ઑપરેશન કરતા હોય – તેમાંય આપણું ભલું હોય અને આપણે ના ના કહીયે તો તે આપણા ઉપાસ્ય શ્રી નવકાર - દેવાધિદેવનું કેટલું અપમાન ગણાય !!! માટે સિદ્ધિનો પાયો બિનશરતી શરણાગતિ છે, તેની કેળવણી એ સિદ્ધિના પરમ શિખરે પહોંચવાની અચૂક ચાવી છે. તમે તે પંથે ખૂબ આગળ વધો – તે માટે શ્રી નવકાર ગણો. નવકારના જાપ પાછળ – એક પ્રાર્થના કે “આપની આજ્ઞાનું નિબંધ, નિર્વિકલ્પ, ઉમંગપૂર્વક પાલન કરવાની શકિત વિકસો” આ ભાવનાને હૈયામાં પધરાવવાથી જાપનો અપૂર્વ આનંદ અનુભવાશે. STUF પાલનપુર ૧૧-૮-૮૩ વિ. શ્રી નવકારની છત્રછાયા તળે તમારી આત્મિક આરાધના સારી ચાલુ હશે. વિવેક-વિચાર અને સાધનાની ત્રિવેણી છે. જીવનમાં વિરલ આત્માઓ જ આ ત્રિવેણી સંગમ મેળવી શકે છે તમો યથાશય આ ત્રિવેણી સંગમનો લાભ લઈ રહ્યા હશો. આમાં ગંગા-જમના કરતાં સરસ્વતીનો સંગમ જેમ અદ્દભુત – ગુપ્ત રીતે થાય છે, તેમ વિવેક - વિચારોનું ઘડતર બાહ્ય રીતે થતું હોઈ તે બે કરતાં સરસ્વતીરૂપ સાધનાનું ઘડતર અંતરંગ રીતે થતું હોઈ તેનો સંગમ ગુપ્ત રીતે થાય છે. તે માટે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. વિચારોનો વિવેક સાથે સંગમ સુલભ છે. પણ સાધનાનો તે બે સાથે મેળ પાડવો ઘણો મુશ્કેલ છે. છતાં દેવગુરુકૃપાએ તે મેળ સરળ થઈ શકે Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા છે. તમારું લક્ષ્ય તે બાજુ જાગ્રત રહે એ ઇચ્છનીય છે. વિચારોની ઉત્પત્તિ સ્થૂલભૂમિકાએ છે, વિવેકની ઉત્પત્તિ તે કરતાં જરા ઊંડાણમાં છે. પણ સાધના સૌથી વધુ ઊંડાણમાં અંતરાત્માના યોગ્ય વલણ પર નિર્ભરિત છે. એટલે સાધનાનું સ્તર વ્યવસ્થિત રીતે તૈયાર કરવા માટે ખૂબ જ સાવધાનીની જરૂર છે. અંતરાત્માના સ્તર સુધી વિવેક દૃષ્ટિ મેળવ્યા વિના ખબર ન પડે કે સાધનાનું ઘડતર થયું છે કે નહીં? સાધનાના ઘડતરની વિશિષ્ટ નિશાની એ છે કે સાધકની વિચારસરણમાં ધરખમ ફેરફાર થઈ જાય, એટલે જગતના અનિષ્ટ પદાર્થો ભૌતિક દૃષ્ટિકોણથી ખરાબ મનાય – પણ આત્મિક દૃષ્ટિકોણથી જગતના અનિષ્ટ પદાર્થો પણ આત્મા પર છાઈ રહેલ કર્મોના આવરણને હઠાવવા મદદગાર થઈ પડતા હોય તો તે તે અનિષ્ટ પદાર્થો પણ સાધકને આવકારદાયક લાગે અને જગતના ઇષ્ટ સુંદર પદાર્થો અંતરમાં રાગ વૃત્તિ જગાડી આત્મા પર મોહનું આવરણ વધારી મૂકે એટલે તે અનિષ્ટ બની જાય કે તિરસ્કારપાત્ર લાગે, આમ અંતરની દૃષ્ટિમાં ધરખમ અસરો થઈ જાય. એ સાધનાના ઘડતરની વિશિષ્ટ નિશાની છે. બીજી નિશાની એ છે કે, દુનિયાના ભૌતિક દુ:ખોની પ્રત્યાઘાતી અસર સાધકને ન થાય. એટલે સમજુ માણસ તાવ કડવાશથી મૂંઝાય નહીં. - ૮૧ આદિ રોગને કાઢવા કડવી દવા હસતે મોંએ પીએ. દવાની તેમ સાધના પંથે ધપેલ પુણ્યાત્મા સંસારથી વિષમ પરિસ્થિતિઓને અજ્ઞાત અવસ્થામાં બાંધેલ અશુભ કર્મોની પરંપરાને હઠાવનાર સમજી હસતે મોંએ દુ:ખને સામી છાતીએ સહન કરવા તૈયાર થાય. ટૂંકમાં દુ:ખમાં દીનતા ન દાખવે એ સાધનાની બીજી નિશાની છે. વળી સાધનાના પંથે ચાલતો પુણ્યાત્મા રાગ-દ્વેષ-અશુભ સંસ્કારોની પકકડને ઢીલી કરવા મથામણ કરે, વિષયની વિકારી વાસનાઓના ફંદાને હઠાવવા પ્રયત્ન કરે. આ જાતની સાધના પ્રારંભિક અવસ્થામાં નિખાલસ શરણાગતિની કેળવણી સાથે આજ્ઞાપાલનની નિષ્ઠાપૂર્વક વ્યવસ્થિત નિયત સમય - નિયત સંખ્યાના ઉપયોગ સાથે જાપ રૂપે થાય છે. તેના અમલીકરણ વિના સાધનાનો પાયો સ્થિર થતો નથી. વાંચન, ચિંતન, મનન એ બધું જપયોગના પાયા દૃઢ કરવા માટે છે. માટે આજ્ઞાની નિષ્ઠા અને સમર્પણ ભાવપૂર્વક કરાતી જપયોગની પ્રવૃત્તિ સાધનાનું પ્રાથમિક સ્વરૂપ છે. તે ભૂમિકાએ તમો આગળ વધો એ અંતરની કામના. Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચિંદ્રિકા પાલનપુર ૧૩-૮-૮૩ વિ. શ્રી નવકારના જાપની પાત્રતા માટે સૌથી પહેલી જરૂર છે નિખાલસ દિલની! તથા સ્વાર્થવૃત્તિના ત્યાગની, આંતરિક ભાવોની સપાટીએ સ્વાર્થનો કચરો ઊભરાતો હોય કે છળ-કપટની માત્રા હોય ત્યાં લગી શ્રી નવકારના જપ કરવા માટે પાત્રતા કેળવાઈ ન ગણાય. વિચારોના પ્રવાહની તાણ પણ જાપની પાત્રતા ઘટાડે છે. આજ્ઞાધીન જીવનની કક્ષા જાપની વિશિષ્ટ પાત્રતા સૂચવે છે. વિકારોનો સંયમ લક્ષ્યમાં રાખી વ્યવસ્થિતપણે કરાતા જાપથી અચૂક લક્ષ્યસિદ્ધિ થાય જ છે. આપણી પાત્રતાનો પણ વિકાસ થાય છે. પાત્રતાના વિકાસની પારાશીશી બે છે. (૧) આપણી સ્વચ્છંદતા કે મનના છૂટા દોરને આપણે કેટલો કાબૂમાં લાવી શકયા? (૨) જ્ઞાની મહાપુરુષોની આશા-નિશ્રાને વફાદાર કેટલા બની શકયા? આપણને શું ગમે ? સ્વચ્છંદતા કે આજ્ઞાનિકા! એ ઉપરથી આપણી પાત્રતાનો વિકાસ પારખી શકાય છે. આ જાતની પાત્રતા કેળવવાનો એક અચૂક ઉપાય છે કે માત્ર આત્મશુદ્ધિના લક્ષ્યથી નિયત સમયે – વ્યવસ્થિત રીતે શ્રી નવકાર મહામંત્રનો જાપ કરવો. ભલે! સંખ્યાનું પ્રમાણ નાનું હોય તો પણ સમય અને સ્થાનની ચોકકસાઈ જાળવીને કરાય તો નાની સંખ્યાનો પણ જાપ આપણી અપાત્રતાને ઊપજાવનાર મોહના સંસ્કારોને હઠાવી દે છે. બરાબર ધારીને મારેલી નાની કાંકરી મોટા પાણીના ઘડાને પણ ફોડી નાંખે, તેમ આ સમજવું – જરૂર છે વ્યવસ્થિત જાપની! આવા જાપમાં શરૂઆતમાં કાયાને ભેળવવી પડે, પછી વચન ભળે પછી મન ભળે, છેલ્લે આત્મા પણ એમાં એકાકાર બની જાય. પહેલે દિવસે નવકારવાળી લઈને બેઠા કે મન – આત્મા એકાકાર ન બને તો હતાશ ન બનવું. થોડા દિવસ પરાણે કાયાને બેસાડવી પડે, કાયા બરાબર બેસતી જાય પછી વચન – પોતાની ધારી જાપ રીતે આવે. તે બંને આવ્યા કે મન પછી કૂદાકૂદ કરતું અટકે જ, મનની કૂદાકૂદ બંધ થયેથી આત્માની પણ અસ્થિરતા દૂર થાય. આત્મા પણ જાપમાં એકાકાર બની જાય. પદ્ધતિપૂર્વક જાપના માર્ગે ચાલવાની જરૂર છે, ઉતાવળ એ સાધનાનો દોષ છે. માટે શ્રદ્ધા – ધીરજ સાથે સ્થાન-સમયને Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા નિયત રાખી ૨૭ શ્રી નવકારના જાપથી પણ છઠે મહિને ચિત્તશાંતિ અનુભવી શકાય છે. તેથી જાપની પાત્રતા કેળવવા માટે જરૂરી નિખાલસ દિલ અને સ્વાર્થવૃત્તિનો ત્યાગ બંને શ્રી નવકારના નિયત જાપથી થવા પામે છે. આવા વ્યવસ્થિત જાપથી કેળવાયેલી પાત્રતાના વિકાસના પરિણામે અંતરની શકિતઓના કેન્દ્ર જાગ્રત બની ક્રિયાશીલ બની જાય છે. તેથી અનેક દિવ્યશકિતઓની અનુભૂતિ થવા માંડે છે. જેમ કે દેવગુરુ કૃપાએ આ સેવકને વિ સં. ૨૦૦૮થી સ્થાન સમય – સંખ્યાના નિયતિકરણ સાથે ચાલુ કરેલ જાપના પ્રભાવે મુંબઈ (કોટ)ના ચોમાસામાં સં. ૨૦૦૮માં ભાદરવા વદમાં હું જાપમાં હતો (તે વખતે ધ્યાનની કોઈ પ્રક્રિયાનો ખ્યાલ પણ ન હતો) અને સ્પષ્ટ જાગ્રત ભાનમાં દિવ્ય અનુભૂતિ સંકલ્પ વિના – વિચાર વિના થઈ. હું સ્થૂળ શરીરે અહીં અને મારું દિવ્ય સૂક્ષ્મ શરીર કો’ક દિવ્યશકિતની પ્રેરણાએ હું ઉત્તર દિશાએ બેઠેલ જાપ માટે, તો જમણા હાથે ઈશાન ખૂણા તરફ્ મારું આકાશમાર્ગે ઊડ્ડયન થઈ રહ્યું છે એવો અનુભવ થવા માંડ્યો. મુંબઈથી ઊડ્યો તે (કો'ક અજ્ઞાત દિવ્યશકિત મને કહે કે જુઓ) આ વસઈની ખાડી - આ પાલઘાટ હવાઈ વિમાન, આ અંધેરી, આ અગાસી તીર્થ, આ વલસાડ આ નવસારી આ સુરત આ નર્મદા આ ભરૂચ, આ વડોદરા, આ ખેડા, આ અમદાવાદ, આ આબુ, આ શિરોહી, આ અજમેર, આ જયપુર, આ અલવર, આ આગ્રા, આ દિલ્હી, આ હૃષિકેશ, આ ગંગોત્રી, આ હિમાલય, આ તિબેટ, આ ચીન, આ ગેંગસાગર જુઓ હવે સમય ઓછો છે. ઝડપથી જોવાનું. આ આર્ય ક્ષેત્રો, આ વૈતાઢ્ય પર્વત, આ ગંગા નદી (શાશ્વત), આ ઉત્તર ભારત, આ લઘુહિમવંત પર્વત, આ હિમવંત ક્ષેત્ર, આ મહાહિમવંત પર્વત આ હરિવર્ષ ક્ષેત્ર, આ નિષધ પર્વત, આ ડાબે જુઓ મેરુ પર્વત, આ જમણે સીતા નદી આ પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર, થોડું ખૂણે લઈ જઈ આ પુષ્પલાવતી વિજય, આ પુંડરીકિણી નગરી, આ જુઓ શ્રી સીમંધર સ્વામી ભગવંતનું ભવ્ય સમવસરણ. ત્રણ ગઢ મોટું વિશાળ, અશોકવૃક્ષ નીચે સિંહાસન, છત્ર ચામર, મોટી મોટી કાયાવાળા સાધુઓ, સાધ્વીઓ, માણસો કેટલા બધા ! કેવું વિશાળ ક્ષેત્ર! હું તો નાનો, કીડા કરતાં સૂક્ષ્મ, કર્યાંક આ મોટી કાયાવાળાના પગ નીચે કચરાઈ જઈશ એવો ડર લાગ્યો: દિવ્યશકિતએ મને પાછો અધ્ધર આકાશ માર્ગે લીધો. મેં એક પ∞ ધનુષ્યની કાયાવાળાના મોટા કાન પર બેસી જોરથી બૂમ મારી, શ્રી સીમંધર પ્રભુ કયાં ? તો જાણે મોટી ગર્જના થઈ, ધડાકાબંધ અવાજ આવ્યો કે હજુ બે વાગ્યા છે. પ્રભુ દેવ છંદામાં છે, હું વિચારમાં પડ્યો. પ્રભુના દર્શન નહીં અને લાવનાર દિવ્યશકિતએ મને સમવસરણમાં ચોપાસ ફેરવ્યો. બીજા ગઢમાં બધા જાતિવેરવાળાં પશુ-પક્ષીઓ હતાં. પણ મેં ધારીને જોયું તો બીજા ગઢમાં દેવ છંદો ન મૈંખાયો, પ્રભુજીનાં દર્શન ન થયાં – મનમાં ખેદ થવા માંડ્યો. - ૮૩ - ― મનમાં થયું કે હમણાં ગ઼ા વાગે કે પ્રભુજી દેશના માટે સમવસરણમાં પધારશે જ, દર્શન થઈ જશે પણ મને લાવનાર દિવ્યશકિતએ કહ્યું કે, ભાઈ! ૩ વાગ્યા પૂર્વે તમને સ્થળે પહોંચાડવાની આજ્ઞા છે. જેટલા દર્શન થયાં તેમાં સંતોષ માનો, કહી સડસડાટ મને પાછો ફેરવ્યો. મને ખૂબ ઝડપે ।। વાગે મારા સ્થૂળ શરીર પાસે ડાબા ખભામાં થઈ જ્યોતિરૂપે અંદર દાખલ કર્યો, પેલી દિવ્યશકિત અલોપ થઈ ગઈ. Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા આ રીતે માત્ર બે વર્ષના સ્થાન-સમયના નિયતીકરણપૂર્વક નિયમિત કરાયેલ જાપ બળે વિકસેલ પાત્રતાના આધારે વગર વિચાર્યે ઠેઠ મહાવિદેહ ક્ષેત્રના સમવસરણના અણધાર્યા દુર્લભ દર્શન થયા. આ બધો પ્રતાપ જાપની પાત્રતાનો અને તે માટે નિયત સ્થાન – સમયની મર્યાદાના પાલન સાથે દેવગુરુકૃપાના પાત્ર બની થયેલ જાપનો પ્રભાવ! . જીવનમાં આવા અનુભવો ઘણા થયા છે. તે દરેકના મૂળમાં જાપ અને તેની નિયમિતતાનો પ્રભાવ ઘણો અનુભવ્યો છે. ખરેખર જાપ એટલે આત્મશક્તિની સુષુપ્તિને પરમાત્મ શક્તિનાં આંદોલનોથી હઠાવવાનો પવિત્ર પ્રયાસ છે. તમો બધા તેમાં યોગ્ય રીતે આગળ વધો એ મંગળ કામના. Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા STD ૩૯ દ્વા ૨૩-૮-૮૩ પાલનપુર વિ શ્રી નવકારનો આરાધક કદી મૂંઝાય નહીં. દીનભાવ ન સેવે, કેમ કે કર્મોની ઉપાધિથી થતી ગૂંચમાં ભૂતકાળમાં કરેલ અવળા પુરુષાર્થનું આ પરિણામ છે. એમ સમજી મૂંઝાય નહીં અને પંચપરમેષ્ઠી જેવાં સર્વકર્મોને મૂળથી હઠાવી દેનારાનું શરણ મળ્યું છે. હવે શી ચિંતા ! ૮૫ ગમે તેટલાં કર્મો ભલેને ઉદયમાં આવે! એટલે ગૂંચાય પણ નહીં. શ્રી નવકારનો આરાધક શુભ પરિસ્થિતિમાં હસતા મુખે વિચરે એ જ ખરી આરાધકતાની સફળ નિશાની છે. શ્રી નવકારનો આરાધક મૂંઝાય કે ગૂંચાય તો શુભ કર્મના ઉદયમાં !! કેમ કે માંડમાંડ મહાપ્રયત્ને દેવગુરુધર્મની છત્રછાયા તળે મન-વચન કાયાને ગોઠવી શુભ ક્રિયાઓથી સવળા પુરુષાર્થની દિશામાં આત્મશકિતને વાળી જે પુણ્યની રાશિ ભેગી કરી છે. તે પુણ્યના ઉદયે મળેલ સાધન સામગ્રીનો સદુપયોગ મહાપુરુષોની ભિકત કે તેમની આજ્ઞા મુજબ ન થાય અને કદાચ જન્મ-જન્માંતરના સંસ્કારના લીધે ઇંદ્રિયો, વાસના કે બુદ્ધિ-મનના ખેંચાણ તરફ જો પુણ્યોદયથી મળેલ સામગ્રીનો દુરુપયોગ થઈ જશે તો ફરી આવી સામગ્રી નહીં મળે. આમ પુણ્યના ઉદયમાં ખરેખર હકીકતે શ્રી નવકારનો આરાધક કદાચ મૂંઝાય કે ગૂંચાય, પણ અશુભકર્મ(પાપ)ના ઉદયમાં ગૂંચાય નહીં. આ ખરેખર લોકોત્તર વાત છે. - લૌકિકમાં તો વિષમ સ્થિતિમાં માણસને મૂંઝવણ – ગૂંચવાડો થાય. જ્યારે શ્રી નવકારના આરાધકને આરાધનાથી પ્રગટતા વિવેક-પ્રકાશના આધારે કચરો ઓછો થાય કે જૂનું દેવું ઓછું થાય તેમાં મૂંઝાવાનું કે ગભરાવાનું શું? ઊલટું રાજી થવાનું કે કચરો ગયો કે દેવું ઘટ્યું! પણ શુભ કર્મના ઉદયમાં મળેલ સામગ્રીનો સદુપયોગ ન થાય તો ગૂંચવાડો ઊભો થાય કે મારી શકિતઓ અવળે માર્ગે જાય છે. અગર મારી મૂડી શુભકર્મની ઓછી થાય છે. એમાં ખરેખર ચિંતા - મૂંઝવણ થાય એ ઉચિત છે. શ્રી નવકારના વ્યવસ્થિત જાપ બળે અંતરની સૂઝ આવી કેળવાય જેથી વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવે. સંસ્કારોની દુનિયામાં રઝળતી આપણી વૃત્તિઓની રખડપટ્ટીથી ઊભી થતી વિષમસ્થિતિઓમાં ખરેખર જવાબદાર તો આપણે છીએ કે વૃત્તિઓને જાપ કે આજ્ઞાના માધ્યમથી પરમેષ્ઠીઓના શરણે રાખી નહીં તો વૃત્તિઓ સંસ્કારોની દોરવણીથી હરાયા ઢોરની માફક જ્યાં ત્યાં અશુભ માર્ગે રખડતી રહે. પરિણામે જીવનમાં અવરોધરૂપ કર્મોના ઢગલા તે વૃત્તિઓના રઝળપાટથી ભેગા થાય, તેમાં નવાઈ શી ? Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આવા ભેગા થયેલા કચરાને જવાનો વખત દુ:ખ કે વિષમ સ્થિતિના અનુભવરૂપે આવે ત્યારે આનંદિત થવું જરૂરી છે કે અમારી ભૂલથી ભેગો થયેલ કચરો હવે વિદાય થઈ રહ્યો છે. તેમાં અણગમો શા માટે? આવી સ્થિતપ્રજ્ઞતા – ગંભીરતા કે વિવેકશીલતા એ શ્રી નવકારની આરાધના કરનારનું ભૂષણ છે. - જ્યારે આવી વિવેકશીલતા પ્રગટે છે, કે વિકસે છે પછી દુઃખ કે વિષમ સ્થિતિ હળવી બની જાય છે. કેમ કે દુ:ખ સ્વયં એટલું ભારે નથી હોતું પણ આપણી ગેરસમજણ કે નરવસ સિસ્ટમથી દુઃખ ભારે થઈ જાય છે. પણ વિવેકથી દુઃખ કે વિષમ સ્થિતિ કડવી દવાની જેમ અકારું છતાં અંતરથી કર્મના રોગને કાઢનાર છે. આ વાત સમજાઈ જાય એટલે દુઃખ આવકારપાત્ર લાગે, ગમે તેવું ભારે લાગતું દુઃખ પણ સમજણશકિતના પ્રતાપે હળવું થઈ જાય. આ વિવેકબુદ્ધિની ખામીથી સુખ અને અનુકૂળ પરિસ્થિતિ આપણને હળવાફૂલ જેવી આવકારપાત્ર લાગે છે તે મારા ભૂતકાળનાં શુભકર્મોની સંપત્તિને લૂંટનાર છે, એવી સમજણ થવાથી સુખ ત્યારે અકારું થઈ પડે. આનું નામ – દુનિયા જે રસ્તે ચાલે તેથી વિપરીત રસ્તે ચાલે તે નવકારનો આરાધક! અર્થાત દુનિયા અવળે રસ્તે છે કે દુઃખમાં ગભરાય, સુખમાં રાજી થાય. ગભરાવા જેવું દુઃખમાં શું છે! અશુભ કર્મનાં બંધનોનું દેવું ચૂકવાય છે, ભાર હળવો થાય છે. તેમાં તો રાજી થવા જેવું, મૂંઝાવાનું કે ગભરાવા જેવું તો સુખમાં છે કે માંડ ભેગી કરેલ પુણ્ય – શુભ કર્મની પૂંજી ખર્ચાઈ રહી છે. વધારામાં પુણ્યના ઉદયે મળેલ શુભ સામગ્રીનો સદુપયોગ ન કરવાના કારણે નવાં અશુભ કર્મોનું દેવું વધી રહ્યું છે. તો દેવું વધે તેમાં રાજી થવા જેવું શું? આવી પુનિત સમજણ થી નવકારના આરાધકને નિયમિત જાપના બળે જરૂર પ્રગટે જ છે. ન પ્રગટી હોય તો જાપમાં કયાંક ખામી છે એવું અનુભવીઓ કહે છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા STU ४० પાલનપુર ૨૮-૮-૮૩ શ્રી નવકારની આરાધના એ કોઈ બીજાની આરાધના નથી. આપણા આત્મદેવની આરાધના છે, એટલે આપણા આત્મા ઉપર વળગેલ અહંભાવ – મમતાનાં બંધનો ફગાવી દેવાની સાધના છે. પરિણામે આપણા અંતરના સદ્ગુણોનો ભંડાર આપણને અનુભવવા મળે. તેથી શ્રી નવકારની આરાધના એ બીજની ઉપાસના કે ખુશામત નથી. પણ આપણી ખોવાઈ ગયેલ – છીનવાઈ ગયેલ ગુણસંપત્તિનો કબજો મેળવવા વિશિષ્ટ પુરુષાર્થરૂપ આરાધના છે. આનું નામ ઉપાસ્ય = ઈષ્ટદેવના નામે નથી, જેમ માણિભદ્રજીનો મંત્ર, પદ્માવતીનો મંત્ર, આદિમાં મુખ્યતા તે તે ઉપાસ્ય દેવ-દેવીનું મહત્વ છે. પણ આ નવકારમાં ઉપાસ્ય તત્વ કોઈ છે જ નહીં. જેની ઉપાસના છે તે તો આપણો આત્મા જ છે. તે તો આપણે પોતે જ છીએ, માત્ર તેના પર આવરણો ખસેડવાના પુરુષાર્થની જ મહત્તા છે. તે પુરુષાર્થ કરવાના આદર્શરૂપે પંચપરમેષ્ઠીઓ જેઓએ આવા વિશિષ્ટ પુરુષાર્થ દ્વારા પોતાના આત્મતત્ત્વની શકિતઓનો સફળ ક્રમિક વિકાસ કર્યો છે. એટલું જ નહીં સફળ વિકાસનો માર્ગ પણ દર્શાવ્યો છે. તે પંચ પરમેષ્ઠીઓના આદર્શને સામે રાખી પોતાની પુરુષાર્થ શકિતને વ્યવસ્થિત રીતે વિકસાવવી તેનું નામ શ્રી નવકારની આરાધના અગર શ્રી નમરકાર મહામંત્ર છે. એટલે શ્રી નમસ્કાર મહામંત્રનો ભાવાર્થ આપણી આત્મશક્તિઓનો સફળ વિકાસ કરવો તે છે, પણ દિશાસૂઝ વગર કરામ પુરુષાર્થથી મુશ્કેલી – અનર્થો વધે છે. તેથી પંચપરમેષ્ઠીઓને = તેઓની આજ્ઞાને દષ્ટિ સમક્ષ રાખી યોગ્ય પુરષાર્થ કરવાની તત્પરતા કેળવવી એ શ્રી નવકાર મહામંત્રની આરાધનાનું હાર્દ છે. બીજાની આશાએ કરાતી સાધના આખરે ફળે કે ન પણ ફળે! કેમ કે તેમાં સામા દેવ-દેવીની પ્રસન્નતાની અપેક્ષા રહે. પણ આપણી પોતાની જાતને જ આજ્ઞાના પગથાર પર લાવી મલિન તત્ત્વોથી જાતને અળગી કરવા માટે તીવ્ર પુરુષાર્થની જ જરૂર છે. આવા મહાશકિતશાળી શ્રી નમસ્કાર મહામંત્રની આરાધક કેટલો પ્રસન્ન હોય! ગમે તેવી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પરમેષ્ઠીઓના તેજથી સ્પષ્ટ માર્ગદર્શન મેળવી કેટલી સ્વસ્થતાપૂર્વક પરિસ્થિતિઓની વિષમતાને જીરવી શકે! એ ખરેખર લાંબા ગાળાની આરાધના બળે સમય. એવી ભૂમિકાના ઘડતર પછી દુનિયા જેની પાછળ ગાંડી-ઘેલી થઈ દોડે છે, તે દેવ-દેવીઓ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા સ્વયં સામેથી હાથ જોડી આવા પુણ્યવાન આરાધક આત્માને વિવિધ રીતે સહાય કરવારૂપે ભકિતનો લાભ લેવા તત્પર રહે છે. એટલે દુનિયામાં “ચમત્કાર ત્યાં નમસ્કાર” કહેવાય છે. પણ શ્રી નવકારનો આરાધક “નમસ્કાર ત્યાં ચમત્કાર'નો સાક્ષાત અનુભવ કરી શકે છે. એનો પ્રત્યક્ષ દાખલો મારા જીવનનો આપું તો અનુચિત નહીં ગણાય. વિસં. ૧૯૮ ઉજ્જૈનના ચોમાસાથી લાગુ પડેલ વાત – મહાવ્યાધિની હેરાનગતિ આસોથી ફાગણ ભોગવવી પડતી, ચૈત્રથી ભાદરવો એની મેળે સારું થઈ જાય. લોક વ્યવહારથથી દેશી, એલોપથી, હોમીયોપથી, નેચરોપથી, માંત્રિક, તાંત્રિક આદિ ઘણી ટ્રીટમેંટ પાછળ ૭૦ થી ૮૦ હજાર પ્રાય: તે કાળે શ્રાવક સંઘે પૂ. ગુરુદેવના પ્રૌઢ પ્રતાપ બળે ખર્ચેલા, તે સિવાય મત અનેક ઉપચારો થયા તે જુદા. પણ વિસ. ૨૦૦૫ના માહ મહિના સુધી બિમારીનો અંત નહીં આવેલ. પણ ર00પના ફાગણમાં પ્રાય: પૂ. પં. ભદ્રંકર વિ. મ. શાતા પૂછવા આવેલ તો તેઓશ્રીએ ટકોર કરી, ગાંડા! જાપનો સાચો સમય મળ્યો છે. તેનો લાભ નથી લેવો ? બસ એટલી જ વાતે માળા હાથમાં લીધી અને પહેલે ધડાકે દિવસ રાત મળી ર૭ દિવસમાં ૩ લાખ કર્યા અને બિમારીએ પારોઠનાં પગલાં ભર્યા, તે બિચારી ગઈ તે ગઈ. પછી ધીમે ધીમે શ્રી નવકારની બાંધી માળા રોજની પાંચ ગણતો થયો, પછી ૨૦૧૦ના નાગપુરના ચોમાસામાં મોહનભાઈના નિમિત્તથી શ્રી નવકારમાં વધુ ઊંડો ઊતર્યો અને પટણા ચૈત્રી ઓળી પ્રસંગે કરેલ સંકલ્પ પ્રમાણે ચૈત્ર વદ ૩ થી શ્રી નવકારના જાપમાં વધુ લીન બન્યો. ર૦૧૧ના કાનપુરના ચોમાસામાં ભાદરવા વદ ૦)) સુધીમાં ર૭ લાખ નવકારની મૂડી થઈ. પરિણામે આસો સુદ ૮ રાત્રે સરસ્વતીદેવીનાં સાક્ષાત દર્શન થયાં. ભવ્ય સ્વરૂપ સરસ્વતીનું નિહાળી ખૂબ પ્રસન્નતા થઈ. નાનો હતો ત્યારથી સરસ્વતીના દર્શનની ઝંખના હતી. ઘણા મંત્રો ગણેલા, પ્રાય: ૧૪ વર્ષની ઉમરથી, તે ઠેઠ લગભગ ૩૦મા વર્ષે શ્રી નવકારના નિષ્ઠાભર્યા જાપથી સાક્ષાત્ કોઈ સંકલ્પ વિના સરસ્વતીની આરાધનાની ઈચ્છા પણ લગભગ નિ:શેષ, નિર્મળ ૨૮મા વર્ષથી થયેલ. એક ધૂન પરમેષ્ઠીઓની ભકિતની – શ્રી નવકારના જાપની થયેલ. છતાં વગર માંગ્યે સરસ્વતીદેવીએ સુંદર આબેહૂબ પ્રત્યક્ષ દર્શન દીધાં જેનો આનંદ મને ૨૨ દિવસ સુધી રોમાંચ સાથે રહેલ. આ રીતે શ્રી નવકારની નિષ્ઠાપૂર્વક, ઉપાસનાથી, જગતના દેવ-દેવીઓ આપમેળે સામે પગલે શ્રી નવકારના વગર માંગ્યે ભક્તિ સહકાર માટે ખડે પગે તૈયાર રહે છે. તેનો આ પ્રત્યક્ષ દાખલો, આ પછી તો દિવ્યસૃષ્ટિના વિશિષ્ટ અનુભવો સદેહે બીજા લોકોમાં સંચરણ અને વિશિષ્ટ વ્યકિતઓની સાક્ષાત્ જાગ્રત અવસ્થામાં સાક્ષાત્કાર વગેરે થવા માંડ્યું. જે બધી ઘટનાઓ ૧૫-૨૦ નોટોમાં લખી છે. તે બધી અવસરે વાત, ટૂંકમાં શ્રી નવકારની નિષ્ઠાપૂર્વક ઉપાસના આપણી પોતાની શક્તિઓની જાગૃતિરૂપ ઉપાસના છે તેમાં યોગ્ય રીતે પ્રવર્તવાની જરૂર છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૮૦ ૪૧ પાલનપુર ૩૦-૮-૮૩ વિક જણાવવાનું કે, શ્રી નવકાર એટલે અંતરની વૃત્તિઓનો અંતર તરફ = આત્મા તરફ ઝુકાવ. અત્યારે વૃત્તિઓ બહાર = સંસાર તરફ વળેલી છે. તે જ્યારે અંતર તરફ ઝૂકે એટલે શ્રી નવકાર ગણ્યો એમ કહેવાય. શ્રી નવકારના છઠ્ઠા પદમાં પણ “મા” એટલે જે રીતે ગુણાનુરાગપૂર્વક અંતર આત્મશુદ્ધિ તરફ ઝુકાવાયું છે તેની મહત્તા જણાવી છે. તેમજ ૭મા પદમાં “વ” પદથી બહિર્મુખ વૃત્તિઓને જણાવી છે તેનો નાશ કરે છે. હકીકતમાં પ્રવૃત્તિજન્ય પાપ કરતાં વૃત્તિગત પાપ બહુ ભયંકર છે. જીવનમાં વૃત્તિઓ જ પ્રવૃત્તિને જન્માવે છે. વૃત્તિઓ ઢીલી–મોળી થાય તો પ્રવૃત્તિઓ શુષ્ક, લુખી સારહીન થઈ જાય છે. દુનિયાના વ્યવહારમાં નાની વયના છોકરામાં વૃત્તિઓ રમવા તરફ એટલે પ્રવૃત્તિ ભણવાની શુષ્ક થઈ રહે છે. દુન્યવી માણસની વૃત્તિઓ પૈસામાં રમતી હોય એટલે ધર્મની પ્રવૃત્તિ કરવા ખાતર કરે, પણ ઉલ્લાસ ન આવે. પણ તે જ વ્યક્તિને પૈસા માટે કે આવેલ આફતના નિવારણ માટે ધર્મની અમુક ક્રિયાઓ જણાવાય તો કેવા ઉમંગથી કરે! એટલે વૃત્તિ એ આપણા જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે. સંસારના પદાર્થોમાં વૃત્તિ = રુચિ = રસ ન હોય તો કદાચ સંજોગવશ સંસારની પ્રવૃત્તિઓ કરવી પડે પણ તેથી વિશિષ્ટ કર્મોનો બંધ ન થાય. ટૂંકમાં વૃત્તિગત પાપ પ્રવૃત્તિજન્ય પાપનું જનક છે. વૃત્તિમાંથી જ જે સમજણ કે જ્ઞાની નિશાના પ્રતાપે જગતના પદાર્થો પ્રતિ મોહ = આસકિત ઘટી જાય તો પ્રવૃત્તિમાં એવી શુષ્કતા આવે છે જેને ભોગવવું જ પડે તેવા રસથી પાપનો તો બંધ થાય જ નહીં. એટલે રી નવકાર અંતરંગ વૃત્તિઓનો સંસાર = બહિર્ભાવ તરફ્લો ઝુકાવ હઠાવી દે છે. એ રીતે પાપ કરવાની ભૂમિકા = તખતો જ ખલાસ થઈ જાય છે. ખરેખર! શ્રી નવકારનો આરાધક અંતરથી રાચી-માચીને પાપ પ્રવૃત્તિ કરનારો ન જ હોય. જેટલા અંશે શ્રી નવકારની આરાધકતા વધે એટલા અંશે પાપ પ્રતિ ધૃણા - સુગ વધે - પાપની વૃત્તિઓ ઊઠે જ નહીં. Page #141 -------------------------------------------------------------------------- ________________ હવે શ્રી નમસ્કાર મહામંત્ર તન્વયંત્રિકા સંજોગવશ લાચારીથી પાપ પ્રવૃત્તિ કરવાના અવસરે ગંધાતી ગલીમાંથી પસાર થતી વખતની મનોદશા કરતાં વધુ કંટાળાવાળી મનોદશા હોય. ટૂંકમાં શ્રી નવકારના જાપની પારાશીશી એ કે સંસાર-સંસારના પદાર્થો અને તેની રૂચિ કેટલી ઘટી છે? તે પરથી શ્રી નવકારનો આરાધક કક્ષાની દષ્ટિએ આગળ વધ્યો ગણાય. મારા પોતાના જીવનમાં આવી કક્ષા શ્રી નવકારના ૭૫ લાખની જાપની ભૂમિકા પછી અનુભવાઈ. દિનપ્રતિદિન જાપમાં મન વધુ લીન થવા લાગ્યું. પરિણામે ૬૮ લાખ થતાં થતાં તો બાહ્ય વિચારોનું પ્રમાણ ઘટવા માંડ્યું. એટલું જ નહીં પણ આરોગ્યના નિયમો અને યોગશાસ્ત્રના નિયમો આપોઆપ અવનવા સ્ફરવા લાગ્યા. મનની સ્થિતિ ઉત્તમ કક્ષાની થવા માંડી. આ પછી શરીરશાસ્ત્ર, આયુર્વેદ, યોગશાસ્ત્ર, તંત્રશાસ્ત્ર, અનેક અદ્ભુત વાતો જાણવા મળી. શરીરના રાજાને સ્થિર કરવાના શ્રી નવકારના સત્ પ્રભાવના લીધે અનેક દિવ્યપુરૂષો ગિરનાર, આબુ, હિમાલયના ગહન ગુફાવાસી મોટા મોટા યોગીઓના સાક્ષાત્ દર્શન- વાર્તાલાપ અને બીજા પણ અનેક દિવ્ય અનુભવો, દેવસૃષ્ટિના પ્રત્યક્ષ સંપર્કમાંથી મળેલ વિશિષ્ટ સંકેતોથી મારી આરાધનાનો માર્ગ ખૂલી ઉદાત્ત પ્રશસ્ત થઈ રહ્યો. આ બધો પ્રતાપ શ્રી નવકારનો ખરો જ! અંતરમાં યોગશક્તિ, દિવ્ય ચેતના, અંતરંગ સાધના અને શકિતઓના ઊધ્ધકરણની પ્રક્રિયા યથોત્તર વિકાસના પંથે ચાલતી રહી. આ બધો શ્રી નવકારના મા પદના ચિંતનનો પ્રભાવ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા S ૪૨ પાલનપુર ૩-૯-૮૩ વિ શ્રી નવકાર એ પરમતત્ત્વનો પરિચાયક છે. જગત આખું અપરમ તત્ત્વ છે. પણ આત્મા ચિંતન અને અંતરંગ શકિતઓ પરમ છે. અપરમ તે કે જે ઇંદ્રિય, બુદ્ધિ, મનથી જાણી શકાય તેમજ પરિવર્તનશીલ હોય. પરમ તે કે જે અદ્વિતીય અને માત્ર વિશુદ્ધ આંતરિક શકિતઓના વિકાસ બળે અનુભવગમ્ય હોય તેમજ શાશ્વત હોય. શ્રી નવકાર આવા પરમ સત્યરૂપ આત્માની પાંચ વિશિષ્ટ અવસ્થાઓનો પરિચય કરાવે છે. આ પરિચય પણ શબ્દથી નહીં. સ્થૂળ રૂપે નહીં. પણ અંતરના ઊંડાણમાં રહેલ ચૈતન્ય તત્ત્વ સાથે સહજ સ્પર્શરૂપ ઝણઝણાટીરૂપ મધુર સંવેદનરૂપ થવા પામે છે. કયારે? કે જ્યારે આપણે સાધના બળે સ્થૂળ ભૂમિકા = રાગ-દ્વેષ- પરિણતિની કે ઇંદ્રિયગમ્ય ભૌતિક પદાર્થોની વાસનાના સ્તર પરથી ઊંડા આત્મસાગરમાં ડૂબકી મારવા પ્રયત્નશીલ થઈએ ત્યારે ! તે માટે ભાવનમસ્કારના પરમાલંબનની જરૂર છે, તે વિના આત્મ-સાગરમાં ઊંડે અવગાહન કરી ન શકાય. - * આપણા વિશુદ્ધ આત્મસ્વરૂપની પ્રતીતિ સાથે તેના વિકાસ આડે રહેલ કર્મના સંસ્કારોને હડસેલવા માટે વિશુદ્ધ અધ્યવસાયોના પ્રતીકરુપે પરમેષ્ઠીઓના આલંબને આપણી ગુણાનુરાગ દૃષ્ટિની પ્રબળતા સાથે અંતરનો ઝુકાવ તે ભાવ નમસ્કાર. માટે જ શ્રી પરમેષ્ઠી મહામંત્ર નામના બદલે જગપ્રસિદ્ધ ગોપાલ આ મંત્ર પરિચિત છે. શ્રી નમસ્કાર મહામંત્ર તરીકે આબાલ ૯૧ * ગુણાનુરાગ દષ્ટિ કેળવવી. * કોઈના દોષ તરફ નજર ન કરવી. * પરનિંદા સાંભળવી નહીં - બોલવી નહીં. * પરચર્ચા - પરપંચાત ન કરવી. * કઠોર-માર્મિક ભાષાનો ત્યાગ કરવો. ૧) આ પાંચ બાબતોથી ભાવનમસ્કારનું પ્રાથમિક ઘડતર થાય છે. પંચપરમેષ્ઠી જગતના સર્વોત્કૃષ્ટ મહાવિભૂતિ છતાં તેની સાથે આપણી ખોટવાઈ ગયેલ ખચ્ચર ગાડીને તેઓ પ્રતિ ગુણાનુરાગપૂર્વક વિશુદ્ધ નમસ્કારના માધ્યમ વડે સંબંધ ન જોડાય તો આપણને તેમની દિવ્ય શકિતઓનો લાભ શી રીતે મળે ! તેથી ભાવનમસ્કારની સાધના માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. એટલે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨) પછી પરમેષ્ઠીઓના ગુણો અને તેમનાં ઉપકારી કાર્યોના સ્મરણથી ભાવ નમસ્કારનું શરીર ઘડાય છે. ૩) તેમાં મોહનીય કર્મની નિર્જરાના ભાવના ઉમેરાથી પ્રાણપૂર્તિ થાય છે. આ રીતની ભાવનમસ્કારની સાધના એ જીવનનું પરમ કર્તવ્ય બની રહે છે. આ માટે કેટલાંક જરૂરી જીવનસૂત્રો છે. ૦ સંકુચિત વિચારો દોષદષ્ટિ જન્માવે છે. ૦ ટૂંકી દૃષ્ટિ વિચારોમાં ક્ષોભ જન્માવે છે. ૦ વિચારોની ગંભીરતા સમતાભાવ લાવે છે. ૦ વિચારોમાં ઉદારતા ગુણદષ્ટિની સર્જક છે. ૦ બીજાના દેખાતા દોષોનું પ્રમાણ આપણા દષ્ટિદોષના જવાથી ખૂબ ઘટી જાય છે. ટૂંકમાં જીવનશક્તિઓના પ્રવાહને ટૂંકી વિચારસરણી અને મમતા-અહંકારની ટૂંકી નીકમાં વહેવડાવવાના પરિણામે દૂષિત=ગંદી થવા પામે છે. માટે આદર્શ વિચારધારા અને ઉદાત્ત જીવનચર્યાના ધોરણે જીવન શકિતનું વહેણ જીવન સાગરને નવપલ્લવિત કરે છે. થા ४ પાલનપુર ૭-૯-૮૩ વિશ્રી નમસ્કારના પ્રભાવે તમો ક્ષેમકુશળ હશો. તમારી આરાધનામાં તમે નિબંધ ચાલતા હશો. હું તમને આ વખતે એક મહત્ત્વની વાત જણાવવા ઈચ્છું છું કે, શ્રી નવકાર એ શાશ્વત મંત્ર છે. દરેક ગતિમાં, દરેક ક્ષેત્રમાં, દરેક ગામમાં, નાનાં મોટાં સઘળી પ્રાણીઓમાં શ્રી નવકાર હોય, હોય ને હોય જ! આ ઉપરથી શ્રી નવકારનાં આંદોલનો જગતના વાતાવરણમાં કદી મંદ બનતાં નથી. સતત એના આંદોલનો ઊઠે છે. તીવ્ર ગતિએ બધે ફેલાય છે. આરાધક પુણ્યાત્માઓને તે ઝડપથી આત્મશુદ્ધિ તરફ લઈ જાય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ૯૩ આવા શાશ્વત પરમ સત્ય, સનાતન, મંત્રાધિરાજ શ્રી નવકારનાં આંદોલનો પ્રતિ સમયે, ભિન્ન ભિન્ન ક્ષેત્રોથી જ્યાં જ્યાં આરાધક આત્માઓ શ્રી નવકારના શરણે વૃત્તિઓને સમર્પિત ભાવે રાખી શ્રી નવકારને ભજતા હોય ત્યાં ત્યાં મેગ્નેટ સિસ્ટમથી ખેંચાઈને આત્મશુદ્ધિના લક્ષ્ય તરફ આરાધકોને ઝડપી લઈ જવાનું કામ કરે છે. આવું કોઈ બીજા મંત્રમાં શકય નથી, કેમ કે બીજા મંત્રોમાં દેવના સાન્નિધ્યથી ફળ પ્રાપ્ત થાય. શ્રી નવકારમાં અધિષ્ઠાયક દેવની મહત્તા નહીં, પણ જે જે આરાધક આત્માઓ ઉચ્ચ-ઉચ્ચતમ આરાધનાના પગથારે, ધર્મધ્યાન, શુકલધ્યાનના બળે પહોંચ્યાકે પહોંચી રહ્યા છે. તે બધા શ્રી નવકારના વર્ણ–યોગના આલંબને જ. એટલે શ્રી નવકારના અક્ષરોમાં ઊપજતાં આંદોલનોમાં ઉચ્ચ-ઉચ્ચતમ આત્મકક્ષાની નિર્મળતાની અસર ઘેરા પ્રમાણમાં હોય, તેનાથી આરાધક આત્માઓ જાપના માધ્યમથી અનાદિકાલીન સંસ્કારોની ગતિશીલતાને થંભાવી શ્રી નવકારનાં આંદોલનોને પોતાનામાં ગતિશીલ થવા દે, એટલે આત્માની શુદ્ધિ સહજ રીતે થવા પામે. આ રીતે શ્રી નવકારના વણની દિવ્યશક્તિ સ્વયં આરાધકોમાં ગતિશીલ થાય છે. અધિષ્ઠાયકોની જરૂર નથી પડતી. વળી શ્રી નવકારના અધિષ્ઠાયક તરીકે ગણિપિટક યક્ષરાજ અને અધિષ્ઠાયિકા તરીકે શ્રી ત્રિભુવન સ્વામિની દેવી છે એવો શ્રી મહાનિશીથ સૂત્રમાં ઉલ્લેખ છે. પણ જેટલા સમદષ્ટિ દેવો તે બધા શ્રી નવકારના ઉપાસક એટલે શ્રી નવકારના ઉપાસકને ભૌતિક – વ્યાવહારિક કંઈ પણ મુશ્કેલી હોય તો અસંખ્ય સમ્યગૃદૃષ્ટિ દેવોમાંથી આરાધકના પુણ્યબળના આધારે ગમે તે સમ્યગૃષ્ટિ દેવનું લક્ષ્ય દોરાય અને આરાધક પુણ્યાત્માની ભૌતિક વ્યાવહારિક આફત દૂર થાય જ ! એટલે વગર માગ્યે શ્રી નવકારના આરાધકને આત્મશુદ્ધિરૂપ અનાજ સાથે ભૌતિક – વ્યાવહારિક વિષમતાઓના ઘટાડારૂપ ઘાસની પ્રાપ્તિ સહજ રીતે થવાની જ! બીજા મંત્રો કરતાં શ્રી નવકારની આ એક આગવી વિશેષતા છે માટે જ શ્રી નવકારને આવા દષ્ટિકોણથી મંત્રાધિરાજ પણ કહી શકાય. જગતના સઘળા મંત્રો અધિષ્ઠાયક દેવની શકિતથી ફળે છે. વર્ણશકિતનું કામ ગૌણ હોય છે, જ્યારે શ્રી નવકારમાં તો વર્ણશકિતની જ મહત્તા, તેનાથી અધ્યવસાયોને ચલિત બનાવનાર રાગ-દ્વેષના પરમાણુઓનો વિલય થઈ જાય. અને વ્યાવહારિક આફતોનો નાશ તો ઘાસની માફક સહજરૂપે થઈ જાય. તે માટે વિશિષ્ટ માંગણી કે પ્રયત્નની જરૂર નહીં. જેમ કે ૨૪મા વર્ષે મારા જીવનમાં પૂ. પં શ્રી ભદ્રંકર વિ. મની વરદકૃપાથી માંદગીમાં ઠેઠ છેલ્લે છેલ્લે પણ શ્રી નવકારની પધરામણી થઈ, પણ હકીકતમાં વર્ણશકિત અને શ્રી નવકારના વર્ગોની સીમાતીત દિવ્યતાનું ભાન ર૯મા વર્ષે નાગપુરના ચોમાસામાં મોહનભાઈના નિમિત્તે ઊંડા અવગાહનના પરિણામે વૃત્તિઓમાં શ્રી નવકારની દિવ્યતાનો અનુભવ થયો અને વર્ણયોગની સાધના પાછળ એકાગ્ર બન્યો તો ર૭ લાખ નવકાર પછી વર્ષો જૂની શંકાઓ આપોઆપ ઉકેલાઈ અને શારીરિક સંજોગોમાં વધારો થવા માંડ્યો. પછી જેમ જેમ જાપની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ વર્ણશક્તિની દિવ્યતાથી ચેતનાશકિતની જાગૃતિ વધવા સાથે શારીરિક મહાવ્યાધિઓ વિદાય લેવા માંડી. વ્યાવહારિક રીતે શરીર શુદ્ધ થવા માંડ્યું. રોગોના પ્રતિકારની શકિત વધવા માંડી, મનોબળ તીવ્ર થવા માંડ્યું, આ બધું શ્રી નવકારની દિવ્યશક્તિનો અપૂર્વ પરિચય ગણાવી શકાય. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૪ פד ૪૪ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પાલનપુર ૧૩-૯-૮૩ સંસ્કારોની મથામણના સંઘર્ષમાં આપણી જીવનશકિતનો મોટો ભાગ વપરાય છે, પણ શ્રી નવકારના આરાધકને સંસ્કારો ઉદયાગત થવા છતાં તેમાં પ્રબળ વિપાકની અસર મથામણ કે સંઘર્ષરૂપે અનુભવાય નહીં. F1 કેમ કે સંસ્કારને ક્ષીણ કરનાર શ્રી નમસ્કારનો ભાવ આપણા અંતરને એવું સક્ષમ બનાવે છે જેમાંથી સંસ્કારો ઉદયાગત થઈ સામાન્ય - નોર્મલરૂપે વેદાઈને ક્ષીણ થઈ જાય, પણ મથામણ સંઘર્ષરૂપે – આરાધકને ન થાય. કેમ કે સંસ્કારોની આધારશિલા મોહનીય હોય છે. તે મોહનીય પંચપરમેષ્ઠીઓના ગુણાનુરાગપૂર્વકના નમસ્કારના બળે લગભગ ક્ષીણ થવા પામે છે. એટલે ભૂમિકા વિના સંસ્કારો શી રીતે પ્રબળતા મેળવે ? - આ વાત મહાપુરુષોના જીવનમાં પરિષહ ઉપસર્ગાદિ મારણાંતિક કષ્ટના પ્રસંગે શ્રી નવકારની વિશિષ્ટ આરાધના વડે ભાવિત થયેલ અંતરના કારણે ઉદયાગત કર્મો સંસ્કારોની પ્રબળતા ન મેળવવાથી નોર્મલરૂપે = પ્રતિસંવેદન ઉપાયા સિવાય ભોગવાઈને ક્ષીણ થઈ જાય છે. આ રીતના સંસ્કારોને ક્ષીણ – ભૂમિકાવાળા બનાવવા આપણે સતત – નિયમિત – વ્યવસ્થિત જાપની જરૂર છે. સતત – નિયમિત - વ્યવસ્થિત જાપ આપણા અંતરને સંસ્કારોની ભૂમિકાની પ્રબળતા ક્ષીણ કરી નોર્મલ બનાવી મૂકે છે. માટે નિયત સમયે - નિયત સ્થાને - નિયત સંખ્યાથી જાપ એ ખરેખર અંતરને નિર્મળ બનાવવા માટે, સંસ્કાર - ક્ષીણતા માટે જરૂરી છે. વિચારોની ચંચલતા સંસ્કારોની પ્રબળતા સૂચવે છે પણ નિયમિત વ્યવસ્થિત જાપથી સંસ્કારો ક્ષીણ થઈ જાય છે. માટે જાપની નિયમિતતા જાળવવા પ્રયત્ન કરવો, વળી જાપ વખતે પણ શ્રી નવકારના અક્ષરોને સ્ફટિક વર્ણના કલ્પી નજર સામે રાખવાનો અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. મોટા સફેદ અક્ષરોના ચાર્ટ-પટને સામે રાખી એકેક અક્ષર, લીટી, પદસમૂહ અને પછી આખો નવકાર ટૂંકા અભ્યાસથી પણ દૃષ્ટિગોચર થાય છે. આ અભ્યાસ વધારવાથી મનની ચંચળતા પણ શમે છે. વિચારોની અસ્થિરતા ટળે છે. વિચારોમાં ચંચળતા મોહના સંસ્કારોની પ્રબળતાથી થાય છે પણ શ્રી નવકારના વ્યવસ્થિત સતત નિયમિત (છ મહિના) જાપથી મોહના સંસ્કારોની પ્રબળતા શમી જાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા અનુભવસિદ્ધ આ હકીકત છે. આ અંગેના મારા જીવની અદ્ભુત ઘટના છે, વિ. સં ૨૦૧૧ના માહ મહિને વિહાર કાળમાં એક વખતે સાંજે ૮ માઈલ વિહાર કરી છત્તીસગઢ બંગાળ વચ્ચેના એક ગામડામાં બીજે જગ્યા ન મળવાથી એક મુસલમાન ઘાંચીને ત્યાં રાત્રિવાસ કર્યો. મારા તે વખતના નિયમ પ્રમાણે મુસ્લિમ કે એવા ઘરમાં રહેવું પડે તો ઊતરતી વખતે માનસિક ૭ નવકાર, ૩ ઉવસગહરં, આત્મરક્ષા ૩ વાર અને યસ્યા:ક્ષેત્રં ગાથા ૨૧ વાર ગણતો. તે ગણતી વખતે બે તુચ્છ દૃશ્યો દેખાયેલ, એટલે વધુ સાવચેત થયો. રાત્રે સૂતી વખતે શ્રી નવકાર આત્મરક્ષા વારાફરતી ૭ વાર કરી સૂઈ ગયો. ૧।। વાગે જાપના સમયે ઊઠતાં પૂર્વે પ્રાય: ના કલાક પૂર્વે સ્વપ્ન જોયું. ૯૫ એક મોટો અખાડો તેમાં ૧ મલ્લ મને કુસ્તી માટે બોલાવે. હું મનમાં નવકાર ગણતો અખાડામાં ઊતર્યો, પેલા મલ્લને પછાડી તેની છાતી પર ચઢી શ્રી નવકાર જોરથી બોલ્યો, પેલો મલ્લ ન જાણે કેમ માયાવી રૂપ કરી મારા ઘૂંટણ તળેથી છટકી અખાડાના એક કિનારે દૈત્યનું રૂપ કરી મને બિવડાવવા લાગ્યો. તે પુષ્ટ મંત્ર જો અંત્ ‹િ àવ...... કહી મારી નજીક આવે ને પાછો ન જાણે કેમ પાછો ભાગે, મને કહે કે તે પુષ્ટ મંત્ર જો વંદ્ ગમી મન્ના પાડું.... મને લાગ્યું કે શ્રી નવકારના પ્રભાવથી નજીક નથી આવી શકતો એટલે હું જોરથી ઊંઘમાં નવકારનો ઘોષ કરવા માંડ્યો. જેમ જેમ હું જોરથી બોલું તેમ તેમ પેલો થર થર ધ્રૂજે, છેવટે તેનું સ્વરૂપ સૂક્ષ્મ થતું ગયું. છેલ્લે મારા પગમાં પડ્યો 'बस करो महाराज.. ! मेरे शरीर में आग लग रही हैं. अब मै आपका कुछ नहीं बिगाडुंगा... मैं तुम्हारे मन में छूपे विचारोका रुप हुं, बस करो महाराज ! आप इस विचारो से त्रास नहीं पायेंगे, आपका मोह ફૂટ રહા હૈ, અવ ગુણ મંત્ર નાવ જો બંધ ો. ફરી મારા પગમાં પડ્યો, અચ્છા તો મેં ના રા હૂં.. કહી આકાશમાં મચ્છરની માફક ઊડ્યો અને મારી આંખ ઉઘડી. મેં પૂ. ગુરુદેવને જગાડી બધી વાત કરી. પૂ ગુરુદેવે મારા માથે હાથ મૂકી વાસક્ષેપ નાંખી આશીર્વાદ દીધો કે ખરેખર તું વિકારોથી રહિત થાય! તારો મોહ ઘટવાની તૈયારીમાં લાગે છે. આ દૈત્ય અને પહેલવાન તે બંને મોહના પ્રતીક લાગે છે. તારું કલ્યાણ થાય, કહી મારા માથે ફરી હાથ ફેરવ્યો. પછી મેં મારો જાપ શરૂ કર્યો, ૪ સુધી કરી પ્રતિક્રમણ કરી સવારે વિહાર કર્યો. આ રીતે મોહના સંસ્કારોની પ્રબળતા નિયમિત જાપથી જરૂર ઘટે છે. તમો પણ નિયમિત – વ્યવસ્થિત જાપથી મોહના સંસ્કારોની પકકડમાંથી છૂટો એ મંગલ કામના. Page #147 -------------------------------------------------------------------------- ________________ થી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ક ૪પ પાલનપુર ૧૬-૯-૮૩, ભાદરવા સુદ ૧૦ શ્રી નવકારનો આરાધક જીવનને વિશિષ્ટ રીતે ઉચ્ચ કક્ષાએ લાવવા મથામણ કરે. એટલે તૃષ્ણા, મિથ્યાદષ્ટિકોણ, પ્રમાદ, કષાય, મનની ચંચળતા, વાણીની સ્વચ્છંદતા, કાયાનો અસંયમ – આ મુખ્ય ૭ દોષોથી જીવનને બચાવી વૈરાગ્ય, સાપેક્ષ વિચારો, અપ્રમાદ, વીતરાગભાવ અને મન - વચન – કાયાની ચંચલતાના ઘટાડા તરફ જીવન શકિતઓના વળાંકથી જીવનને આરાધનામય બનાવવા મથે તે શ્રી નવકાર મહામંત્રનો સાચો આરાધક ગણાય. સંસ્કારોના ખેંચાણથી ઉપરના દોષો ઊપજે છે, અને જ્ઞાની નિશ્રાએ આરાધનાનું બળ વધારવાથી જીવન ઉન્નત બને છે. શ્રી નવકાર મહામંત્રની આરાધનાનો વિશિષ્ટ પ્રકાર એ છે કે વિધિ-મર્યાદાપૂર્વક વચન અને કાયા જાપમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાથી આત્મામાંથી આવતા વિષમ મોહના ગૂંચવાડા મનને ઉશ્કેરે પણ મનની સક્રિયતાનો આધાર વચન - કાયા હોવાથી તે બંને જે જ્ઞાનીની આજ્ઞા મર્યાદામાં સ્થિત હોય તો મોહના ગૂંચવાડા મનમાં રહે નહી. અને સ્વત: - ક્ષીણ શકિતવાળા થઈ જાય. ઉપરાંત યથાવત્ વિધિ પ્રમાણે, વચન-કાયાને નિયમિત રાખી કરાતા જાપથી આપણા શરીરનો કણેકણ વજ જેવો કઠોર થવા પામે છે. કે જેથી કો'ક નિકાચિત તીવ્ર કર્મ સિવાય સામાન્ય આક્તો આવે જ નહીં. આવે તો ટકે નહીં, અને અંતરથી ઊભરાતા સાધનાના તેજથી વિપરીત સંયોગો અનુકૂળ થવા માંડે, પરંપરાએ મનમાં ગૂંચવાતા વિકારો પણ ક્ષીણ થઈ જાય. પૂર્વના આરાધક મહાપુરુષોએ આ રીતે જ સાધનાના માર્ગને નિબંધ બનાવેલ. વર્તમાન કાળે પણ આ રીતની આરાધના. સાધના પંથે ચાલનારા વિનોને હઠાવનારી બને જ છે. મારા જ જીવનમાં વિ. સં. ૨૦૨૪ના શ્રાવણ મહિને શ્રી નવકારના જાપમાં રાત્રે ૧ થી ૨ ના ગાળામાં ત્રણચાર વાર સૂચન મળેલ કે સાધનાની શકિતનો પ્રવાહ ખૂબ વધ્યો છે. શરીરના અણુઓમાં તેને પ્રસારવા માટે દુન્યવી દષ્ટિએ બેભાન થવાની પ્રક્રિયા અમલમાં આવશે, ગભરાશો નહીં. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખશો કે બેભાન થવાથી બહારની ગતિ વિધિ બધી બંધ થાય એટલે અંતરની શકિતને શરીરના અણુ - અણુમાં પ્રસરવાની તક મળે. માટે તમે ધીરતા રાખશો, ગભરાશો નહીં. અશોક સામને કહી રાખશો કે આવા સમયે દવા - ઈજે કંઈ ન અપાવે. માત્ર માથે તાળવા પર ઠંડા પાણીની ઘાર જરૂર ના કલાક કરાવે. આવી પૂર્વ સૂચના ત્રણવાર મળેલ. પરિણામે ભા. સુ૧૦ દિને ચાણસ્માથી Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ૫ માઈલ વડાવલી ગામે રથયાત્રાના પ્રસંગે હું અશોક સામઅને બીજા ત્રણ – ચાર સાધુઓ સાથે ચાણસ્માથી સાંજે (ભા. સુ. ૯) ૩ વાગે નીકળ્યો. ભાદરવાની ગરમી, જાપની ગરમી, વિહારની ગરમી બધી ભેગી થઈ, ચાણસ્માથી રાા માટ દૂર એક પરબડીમાં વિસામો, પાણી વાપર્યું. થોડીવારે બફારાથી ગભરામણ થવા લાગી, થોડીવારે હું બેભાન થઈને પડી ગયો. ઠંડું પાણી છાંટ્યું - વાયરો નાંખ્યો, કંઈ અસર ન થઈ. ત્યાં અશોક સા. મહોશિયાર એટલે સમજી ગયા કે આ પેલી અસર છે. તુરત પાણીનો ઘડો મારા માથે તાળવે ધારબદ્ધ પાણી નાંખવા રૂપે ખલાસ કર્યો. માણસ મોકલી ગામમાં ખબર આપ્યા. પૂગુરુદેવશ્રી હતા. બીજું પાણી મંગાવ્યું. સંઘવાળા દોડાદોડ ર૦/૩૦ માણસ આવ્યું. ડૉકટરો પણ આવ્યા, પણ અશોક સાવ મની કુનેહથી ઈંજેક્ષન દવાની ધમાલથી બચી ગયો. ખાટલામાં નાંખી સાંજે ના વાગે ગામમાં પાછા આવ્યા. ૧%(૧૨0 માણસ સાથે ચાણસ્મા ઉપાશ્રયે બેભાન હાલતમાં આવ્યો. ઠંડા વાયરા – પાણીના પોતાનો પ્રયોગ ચાલુ થયો. સવારે ૬ વાગે કંઈક ભાન આવ્યું, ખરેખર તો ૧૦ વાગે. બરાબર સાંજે ૪ વાગે લગભગ ભાન ગયું તે બીજે દિ' ૧૦ વાગે ભાન આવ્યું. પ્રાય: ૧૪ કલાક બેભાન રહ્યો. આ રીતે જ્ઞાનીની મર્યાદામાં વચન કાયાને ગોઠવી કરાતા યથાવત્ જાપથી આવનારાં વિદનોની જાણ થાય છે. એટલું જ નહીં તેમાંથી હેમખેમ બચાવ પણ થાય છે. અંતરંગ શક્તિ પરમાત્મ શક્તિ સાથે જોડાય એ જરૂરી છે. તે જોડાણ વિધિ-મયાર્દાના આલંબનથી થાય છે. આનાથી સાધના માર્ગનાં બધાં વિદનો હટી જાય છે અગર આવનારાં વિદનોનો શકિત-વિકાસમાં સદુપયોગ પણ થાય છે. વિધિવત્ વચન - કાયાના સંયમ સાથે કરાતા જાપથી ઊપજતી વિચારશકિત અંતરને સાધનાને અનુકૂળ બનાવવા ઉપયોગી બનાવે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા પાલનપુર ૨૦-૯-૮૩, ભાદરવા સુદ ૧૩ આરાધનામાં પ્રબળ વિદન અહંકાર છે. સાધનાનો અહંભાવ પણ આરાધકને હેઠો પાડે છે. સાધનાએ કર્તવ્યની ભૂમિકાનું પવિત્ર કર્તવ્ય છે તેમાં આપણે નવાઈ શી કરીએ છીએ કે તેનો અહંભાવ આપણે કરીએ? સંસ્કારો આપણને સાધના માર્ગથી વિચલિત કરવા શાહુકારીના કપડાં પહેરી આવેલ ઠગ-બદમાશની જેમ સાધનાના અહંકારરૂપે દુર્વાસનાના સંસ્કાર આપણને સાધનાના માર્ગથી ભ્રષ્ટ કરવા મહેનત કરે છે. પણ સમજદાર વિવેકી પુણ્યાત્માએ સંયમભાવ કેળવી કર્તવ્યનિષ્ઠાના ધોરણે જાતને લઈ જઈ ઊપજતા અહંભાવને અટકાવવા પ્રયત્ન કરવો જરૂરી છે. વિચારોના અહંભાવ કરતાં સાધનાનો અહંભાવ વધુ નુકસાન કરે છે. વિચારોના અહંભાવમાં તત્વનિષ્ઠા અને જ્ઞાની પુરુષોનાં વચનોના ચિંતનબળે તેમાંથી છૂટવાનો અવસર મળે, પણ સાધનાના અહંભાવમાં છૂટવાની બારી જડવી ઘણી મુશ્કેલ છે. માટે વિવેકી પુણ્યવાનોએ સાધનાના અહંભાવને ઊપજવા જ ન દેવો – એ ખાસ જરૂરી મહત્ત્વની વાત છે. સાધનાના અહંભાવને ઓગાળવા લક્ષ્યની સાથે પ્રણિધાન = જાગૃતિની કેળવણી ખાસ જરૂર છે. પ્રણિધાન = પરમેષ્ઠીઓના સ્વરૂપની ચિંતના દ્વારા ઊપજતા તીવ્ર ગુણાનુરાગ બળે આપણી જાત પર આવેલ વિશિષ્ટ મોહનાં આવરણોને ખસેડવા માટેની તીવ્ર તમન્ના. આ જ્યારે જાગ્રત થાય ત્યારે અંતરમાં સાધનાનો અહંભાવ ટકે નહીં. સાધના એટલે પરમેષ્ઠીઓના આલંબને ગુણાનુરાગની પ્રક્રિયાનું સક્રિય રૂપ. તેમાં કર્મક્ષયનું લક્ષ્ય ઉમેરાઈ જાય એટલે અનાદિકાલીન મોહના સંસ્કારોની પ્રબળતા થવા ન પામે. માટે સાધનાના અહંભાવને ઓગાળવા અંતરમાં પ્રણિધાન - લક્ષ્યની જાગૃતિ વધુ કેળવવાની ખાસ જરૂર છે. વિચારોમાં અહંભાવ આપણી જાતને પંચપરમેષ્ઠી તરફ જતાં અટકાવે છે. પણ સાધનાનો અહંભાવ પરમેષ્ઠી પ્રતિ આપણી વૃત્તિઓને લઈ જવા છતાં યેય – હીનતાના કારણે વૃત્તિઓમાં ભ્રમણા ઊપજે છે. પણ હકીકતમાં સાધનામાર્ગે અહંભાવનો ઉદય ખૂબ વિષમ હોઈ આપણામાં લક્ષ્યહીનતા વધારી મૂકે છે. તેથી વિવેકી સદ્ગરનાં ચરણોમાં બેસી અનાદિકાલીન સંસ્કારોની ભ્રમણાના વમળમાંથી નીકળવા આંતરિક નિખાલસ સમર્પણભાવ કેળવી પ્રણિધાનના માર્ગે વૃત્તિઓને લઈ જવા પ્રયત્ન કરવો. મારા જીવનમાં દર બે-ત્રણ મહિને છેલ્લાં ત્રણ ચાર વર્ષથી એવા પીરિયડ આવ્યા છે કે, સાધનાના Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ૯૯ અહંભાવમાં હું ફસાઈ જાઉં છું – પણ મારા પર પરમેષ્ઠીઓની કરુણા એટલી બધી છે કે તુરત તેની પ્રત્યાઘાતી અસર શરીર પર પડે, પછી હું ખરેખર દિલથી માફી માંગું, એટલે સાધનાનો અહંભાવ ઓગળી જાય અને યોગ્ય રીતે પુન: હું સાધનાના માર્ગે આગળ વધું. આવું વારંવાર અનુભવાયું છે, પણ સંસ્કારોની વિદાયગીરીનું આ શુભ ચિહન છે એમ ગુરુકૃપાએ અનુભવાયું છે. સાધનાનું બળ વધે અને સંસ્કારો ક્ષીણ થાય ત્યારે બુઝાતા દીવાના ચમકારાની જેમ આવા વિષમ દેખાવો થાય. એટલે ગુરુકૃપાથી સાધના માર્ગથી વિચલિત થવાના બદલે ઊલટું વધુ અંતરની પકકડ મજબૂત થઈ સાધના માર્ગને વળગી શકું છું. એટલે શ્રી નવકારની દયાથી સાધનાનો અહંભાવ વિષમ – પ્રબળ દોષ છતાં અંતરની જાગૃતિના બળે નુકસાન કરનાર બન્યો નથી – એ ગુરુ માની દયા બદલ ખૂબ આભારી છું. ગ્ર ) ४७ પાલનપુર ૨૩-૯-૮૩ વિ. તમારી આરાધના સુખરૂપે વ્યવસ્થિત થાય છે ને ? આરાધનાના પંથે ચાલતાં આપણા અંતરના વિકારો, વિષયની વાસનાનો જુસ્સો કેટલો મંદ થયો છે તે સતત ધ્યાનમાં લેવું જોઈએ. અંતરમાં જેમ આરાધનાનું બળ વધે તેમ વિચારોની ચંચલતા, વિકારોની પ્રબળતા અને અંતરના રાગદ્વેષના ઉછાળારૂપી અંધકાર જીવનમાંથી ઘટવા પામે. આરાધનાની આ પારાશીશી છે. સંસારનાં કાર્યોનું જેટલું મહત્વ સમજાયું છે તે કરતાં આરાધનાનું મહ વ વધુ ગંભીરપણે સમજવું જરૂરી છે. - દુન્યવી કામો તો ન છૂટકે શરીર અને સંસાર-વ્યવહાર ટકાવવા કરવાના હોય છે. જ્યારે આરાધના તો આપણા અંતરમાં ભરાયેલ વાસનાના કચરાને – મેલને હઠાવવા ખાસ જરૂરી આવશ્યક અંગ તરીકે ઉમંગથી કરવાનાં હોય છે. તેમાં આખા દિવસના સંસારી બીજાં કાર્યો કરતાં વધુ ઉલ્લાસ રહે તે ખાસ જરૂરી છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા તેથી તમારા જીવનમાં લગભગ મોટે ભાગે આખા દિવસના બધાં કામોથી પરવારી રાત્રે ૮ - ૯ કે પછી નવકારવાળી હાથમાં લેવાય તે બિલકુલ ન કરો તે કરતાં ખૂબ ધન્યવાદને પાત્ર છે. મહાપુણ્યશાળી છો કે આટલી જંજાળમાં પણ શ્રી નવકારની આરાધના ભુલાતી નથી. પણ હકીકતમાં આપણી પાસેનો શકિતઓનો ભંડાર લગભગ સંસારી કામોમાં વપરાયા પછી થોડો સ્ટોક રહ્યો હોય, તેમાં આખા દિવસના જે તે વિચારો – આચારો – વાસનાઓનું ડોળાણ અંતરમાં ઊભરાતું હોય – શારીરિક – માનસિક શ્રમ - થાક પણ શરીર - મનને પીડતો હોય તેવી સ્થિતિમાં શ્રી નવકારના વર્ણો પર ધ્યાન કેન્દ્રિત કરી જાપના માધ્યમથી અંતરની શકિતઓની ઝણઝણાટીના અનુભવની તક મેળવી ન શકાય, પરિણામે જાપની ક્રિયા ચાલે, પણ અંતરમાં આનંદ ન આવે – દિવસો – મહિનાઓ વર્ષો થયાં, હજુ આનંદ ન આવ્યો - શું હશે આ જાપમાં બળ! એમ શંકાશીલતાનો ઉદય વૃત્તિઓમાં થઈ જાય, પરિણામે જાપની પકકડ – શ્રદ્ધાના પાયાની મજબૂતાઈ ઢીલી થવા માંડે. તેથી વાસ્તવિક રીતે સાંજે અલ્પાહાર, રાત્રે પ્રવૃત્તિની અલ્પતા – ગમે તેમ કરી લા થી ૧૦ના ગાળામાં સૂઈ જ જવું. સવારે ૪ થી ૪માં ઊઠી જવાનો અભ્યાસ જાપની શકિતના દિવ્ય અનુભવ માટે ખૂબ જરૂરી છે. ૪ વાગે હાથ-પગ ધોઈ કપડાં બદલી પા સુધી શ્રી નવકારનો જાપ વર્ણયોગની શૈલીએ કરવો. મંગલજ્યોતથી ૧, પછી ૧ બાંધીમાળા પછી ૧ મંગળજ્યોત, છેલ્લે શ્રી નવકારના અક્ષરો પર ૧૦/૧૨ મિનિટ જોઈ રહેવું. આટલું કરી નહાઈ-ધોઈ સીધા દહેરાસરમાં જઈ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી, છેવટે જળ – ચંદન - પુષ્પ – ત્રણ તો કરવી જ. ચૈત્યવંદન કરી - ર૭ નવકાર ગણી ના વાગે આવી નવકારશી કરી પછી સંસારનાં કાર્યોની શરૂઆત કરવી. સવારના સાથી ળા એમ ત્રણ કલાકના મજબૂત પોલાદી પાયા પર જીવનશક્તિઓના પ્રવાહની શરૂઆત શ્રી નવકાર અને વીતરાગ પ્રભુભકિતથી કરી પછી દુનિયાનાં બધા કામ કરવાં. અત્યારે સવારે છ - છલા વાગે ઊઠો, સીધા સંડાસ કે બાથરૂમમાં, પછી નહાયા – જેમ તેમ ટપકાં કરવા રૂપની પૂજા કરી ચા-પાણી, છાપાં બધી પ્રવૃત્તિઓના ભંગારમાં જીવનશકિતઓ કયાંય વેડફાય, ગૂંચવાય, અટકે કે ઊંધે રસ્તે વહે, તે બધાના પરિણામે સર્વિસમાં તન-મન બંને વિકૃત થાય. તાત્કાલિક હરવા-ફરવાના, આમોદ, પ્રમોદનાં સાધનો પ્રતિ વૃત્તિઓ દોડે, તે અંગેની પ્રવૃત્તિઓથી આપણી જીવનશકિતઓ રૂંધાય, એમ કરતાં મોડેથી ઘેર આવો, પછી જમો, રોજ રાત્રિભોજનના તામસિક ખોરાકથી વિકૃત મનનાં તત્વોમાં વધારો – પછી બીજી - ત્રીજી પ્રવૃત્તિઓ થાય છેવટે ૯ - ૯ વાગે મહાન પુણ્યના ઉદયે શ્રી નવકારનો જાપ આવે, ગણાય ખરા નવકાર, પણ આખા દિવસના બર્ડન વધુ પડતા કયારેક માનસિક બોજા તળે દબાયેલી અંતરની શક્તિઓ શી રીતે પંચપરમેષ્ઠિઓના દિવ્ય પ્રવાહને સ્પર્શી શકે. ન કરવા કરતાં એટલું પણ સારું કે આરાધના ભુલાતી નથી, પણ વર્ષોના લાંબા ગાળા પછી પણ અંતરમાં વાસના – સંકલ્પ – વિકલ્પો, રાગદ્વેષ, દુનિયાનો રાગ આદિ આધ્યાત્મિક તત્ત્વોને અટકાવનાર તત્ત્વો નબળાં ન પડે. એટલે હલકું લોહી હવાલદારનું - જેમ શ્રી નવકારને હવે કાટ ચઢી ગયો – જમાનો બદલાઈ ગયો. કંઈ અસર આટલો જાપ કર્યો છતાં ન થઈ - આવા વિચારો ઘર કરી જાય. પણ પુણ્યવાનો ! જાપની પદ્ધતિ સમય - જે સૌથી છેલ્લે રાત્રે ૯ - લામાં ચાલે છે તેને જરા હિંમતભર્યો પુરુષાર્થ કરી સવારે ૪ થી પડામાં લઈ જાઓ, માત્ર ૯૦ દિવસ કરી જુઓ. ૩૭માં Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૦૧ દિવસથી ચિત્તમાં અપૂર્વ શાંતિ – વિચારોમાં ઝબકારા બંધ – અજવાળાં, કયાંય જીવનમાં ગૂંચ જેવું નહીં. બધું સ્વયંસંચાલિત, બધું ઓટોમેટીક ચાલે તેમ ગોઠવાયેલ લાગશે. આપણે માત્ર તેના ઈન્સ્ટમેંટ રૂપ છીએ એવું લાગશે. જાપમાં અદ્ભુત ચમત્કારો થશે, જીવન હળવુંફૂલ થઈ જશે. મારાં વર્ષોના અનુભવ અને લાંબા જાપ પછી મેળવેલ – નિખારેક અનુભવ સત્યનું આ નવનીત છે. તમે પુણ્યવાની જરૂર આ સત્યને જીવનમાં ઉતારી પરમાનંદથી છલકાતા દિવ્ય અનુભૂતિના સાગરમાં ડૂબકી મારો અને સાધનાના પવિત્ર મધુરા રસાસ્વાદથી જીવન ધન્ય બનાવો. - સવારે જા૫ અને સ્વદ્રવ્યથી વીતરાગ પ્રભુની પૂજા આ બે તત્ત્વ તમારા ત્રણેના જીવનમાં ઉમેરવા આજના તબકકે વધુ જરૂરી લાગે છે, પણ આ પત્રને સમજણ – ગંભીર વિચારણા સાથે વાંચી જીવનમાં અમલી બનાવવા માટેના દઢ સંકલ્પની કેળવણી કરો એ મહેચ્છા. લાલ ४८ પાલનપુર ર૯-૯-૮૩ જીવનના વહેતા પ્રવાહમાં વેગને થંભાવનારાં તત્ત્વોને હડસેલવાનો પુરુષાર્થ ખરેખર આરાધનાનું વિશિષ્ટ સ્વરૂપ છે. થી નમસ્કાર મહામંત્ર એટલે જિનશાસનની યથાર્થ સમજણ સાથે આત્મશક્તિના વહેણને થંભાવનારાં અવરોધક તત્ત્વોને હડસેલવા માટેના પુરુષાર્થની દિશાનો નિર્ણય. આ જાતના નિર્ણયને વફાદાર રહી અંતરના ઉમળકા સાથે આવા દિવ્ય પુરુષાર્થના ઉચ્ચ શિખરે બિરાજમાન પંચ પરમેષ્ઠીઓના ભાવવાહી સ્વરૂપને હૃદયંગમ કરી અંતરના તનમનાટ સાથે તેઓએ ચીધેલા દિવ્ય પુરુષાર્થના પંથે આપણી શકિતઓના વહેણને વાળનાર તદનુરૂપ પ્રયત્નોનું નામ આરાધના છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આવી આરાધનાની ભૂમિકાએ પહોંચવું અને તેને અનુકૂળ પ્રયત્નો તે ખરેખર આપણા જીવનની સફ્ળતાની પારાશીશી છે. ૧૦૨ જિનશાસનની મર્યાદા એ છે કે આરાધના પંથે ધપતા અંતરમાં સ્વચ્છંદભાવ કે જ્ઞાની નિર્દિષ્ટ સામાચારી – સાધન – પ્રક્રિયા તરફ ઉપેક્ષાભાવ જરા પણ ન ચાલે. તેનાથી આરાધનાનો પંથ હાથમાંથી સરકી જાય છે. = લૌકિક પદ્ધતિની આરાધના યોગસાધના, ધ્યાનપ્રક્રિયા આદિરૂપે અંતરમાં જ્ઞાનીઓએ નિર્દેશેલ આત્મા, તેની વર્તમાન સ્થિતિ, તેનાં કારણો અને ઉપાયોના દુર્લક્ષ્યના પરિણામે સરવાળે અહંભાવ આદિ વિકારોને વધારનારી થાય છે. જ્ઞાનીઓએ ચીંધેલ આ પંથની બેદરકારી પણ એમાંથી જન્મીને ભવિષ્યમાં વિશિષ્ટ આરાધનાની ભૂમિકા દુર્લભ થાય તેવું બનવા પામે છે. તેથી જ્ઞાનીઓની મર્યાદા પ્રમાણે સાધુ કે શ્રાવક જીવનની પ્રાથમિક ભૂમિકાના કર્તવ્યોના પાલનરૂપ સામાચારી આરાધનાનો પ્રાણ છે. તેથી જાપથી આત્મશકિતનો વિકાસ ત્યારે શકય બને જ્યારે કે બીજની વાવવાની ક્રિયા સાથે ખાતર, પાણી આદિના સંયોગની જેમ જાપ સાથે પ્રભુપૂજા, ગુરુવંદન, સામાયિક, વ્રતનિયમ, પચ્ચક્ખાણ આદિપે છ આવશ્યકનું નિયમિત પાલન થવું જોઈએ. જેમાં શ્રાવક જીવનમાં વિવેકને મેળવવા, ટકાવવા જિનપૂજા ખૂબ જ જરૂરી છે. તે પણ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા સાથે ચૈત્યવંદનરૂપ ભાવપૂજા વાળી જરૂરી છે. જાપથી થતી આત્મશુદ્ધિનું સત્ત્વ આત્માને સ્પર્શે કયારે જ્યારે કે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા સહિત ભાવપૂજાથી અંતરના આત્માની શુદ્ધિ થવા પામી હોય – તો તેમાં જાપની શુદ્ધિ ટકી શકે. - માટે જાપના પ્રયત્ન સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા સાથે ભાવપૂજાની ખાસ જરૂર છે. સામાયિક, ગુરુવંદન, રાત્રિભોજનનો ત્યાગ, નાટક, સિનેમા, હોટલ, અભક્ષ્ય આદિનો ત્યાગ, વ્રત, નિયમ, પચ્ચક્ખાણ આદિ દ્વારા જાપની શકિતને અંતરમાં ટકાવી શકાય. મારા જીવનના પ્રત્યક્ષ ઉદાહરણથી સ્પષ્ટ સમજાય તેમ છે કે, પૂર્વની પુણ્યાઈએ નાની વયે ।। વર્ષની વયે ઉકાળેલા પાણી (રાત્રે પણ) પીવાની મનાઈ, રઢ, સુસંસ્કારી માતા-પિતાની કેળવણી, ૬॥ જેવી લઘુ વયે, પ્રભુશાસનના સંયમની પ્રાપ્તિ, પરાણે બળાત્કારથી પણ છ થી ૮૦૦૦ શ્લોકો શાસ્ત્રોના મુખ પાઠ કર્યા, ૧૨ વર્ષની વયથી અધ્યાત્મશુદ્ધિ, આત્મવિકાસની રુચિ તેવું સાહિત્ય વાંચન, તેવા જોગી - સંતોનો પરિચય કરવાની સ્પૃહા, આ બધું છતાં ૨૨ વર્ષની ચઢતી વયે પૂ. પં શ્રી કાંતિ વિ. મ જેવા અદ્ભુત વૈરાગી મહાપવિત્ર પરમ પુણ્યાત્માનાં ૩૪ વર્ષ સુધી સતત અવારનવાર થતા પરિચયથી આગમિકજ્ઞાનની બારાખડી અભ્યાસ સાથે ઉચ્ચ કોટિના ગૂઢ આગમિક છંદગ્રંથોનું વાંચન કરવાના પ્રતાપે ભૂમિકા ઘડાઈને તૈયાર થયેલી, ૩૨ થી ૩૭ના ગાળામાં માંદગીના બહાને શ્રી નવકારની જીવનમાં પધરામણી થઈ તો ધોયેલું કપડું તેના પર રંગ સારો ચઢે તેની જેમ આગમિક જ્ઞાન, સામાચારી – પાલન, આદર્શ બ્રહ્મચર્ય, ઉચ્ચકોટિનું ચારિત્ર, દેવગુરુ કૃપાએ મેળવી શકયો. Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૦૩ ૩૧મા વર્ષે મંત્રદીક્ષા દ્વારા પ્રાપ્ત થયેલો નવકાર દિન-પ્રતિદિન જીવનને ઓપ આપતો ગયો અને ઉત્તરોત્તર આત્મ-શક્તિઓના અપૂર્વ વિકાસની કક્ષા ગુરુકૃપાએ મેળવી શકયો. આ બધો પ્રતાપ સામાચારી – પાલન અને મૂળભૂમિકાની શુદ્ધિનો છે. તેથી તમારે પણ આખા દિવસનાં અનેક કામો પછી અત્યંત થાકેલ શરીર, ખિન્ન મન, શ્રમિત મગજની ભૂમિકાએ રાત્રે લા. વાગે કરાતા જાપના બદલે ગયા પત્રમાં સૂચવ્યા પ્રમાણે સવારે ૪ થી ૬માં ફ્રેશ માઈડથી જાપ પછી સ્વદ્રવ્યથી પ્રભુપૂજા, રાત્રે સામાયિક, રાત્રિભોજન, અભક્ષ્યનો ત્યાગ આ બધું સહયોગમાં લો તો અંતરની આત્મશકિતઓના ઝણઝણાટનો અનુભવ તમે પણ કરી શકો. d; ४८ પાલનપુર ૪-૧૦-૮૩ વિ. શ્રી નવકારના જાપમાં સ્થિરતા થાય ત્યારે જાણવું કે અંતરની શક્તિઓના પગથારે આપણે આવી પહોંચ્યા. અનાદિકાલીન સંસ્કારો આપણી અંતરની શક્તિઓને રૂંધી રહ્યા છે. પણ શ્રી નવકાર મહામંત્રનું આલંબન મળ્યા પછી શાશ્વત શ્રી નવકાર મહામંત્રના દિવ્ય વર્ણોની અદ્ભુત શકિતથી જ્યારે અંતરની શક્તિઓને અવરોધનારા મોહના સંસ્કારો ઓગળવા માંડે એટલે અંતરની શક્તિઓનો સ્રોત આત્માના કેન્દ્રમાંથી વહેવા માંડે. પરિણામે શ્રી નવકાર સિવાય બીજા કશામાં મન રમે જ નહીં. કેમ કે શ્રી નવકાર વિના મનને આકર્ષનારાં બીજાં બધાં સાધનો સરવાળે મોહના સંસ્કારોને વધારી અંતરની શક્તિઓને અવરોધનારાં છે. આ જાતની સ્પષ્ટ વિચારણા આપણામાં પરિપકવ થવી જરૂરી છે. જેમ જેમ આપણે શ્રી નવકારના જાપમાં નિયત સમય - સ્થળ - સંખ્યા આદિ ધોરણને જાળવી પ્રવર્તીએ તેમ તેમ આપણું મન શ્રી નવકારમાં લીન થાય જ. આ સનાતન સિદ્ધાંત આપણે આચરણ દ્વારા અમલમાં મૂકવાની ખાસ જરૂરી છે. અંતરના ઉલ્લાસ(Mood)ની બહુ રાહ જોવી સારી નહીં. અંતરનો ઉલ્લાસ આવવા આડે રહેલા Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા મોહના સંસ્કારોને નિયત સમય આદિ મર્યાદાથી જાપ કરવાના બળે જ આપણે ખસેડી શકીએ, પછી થોડા સમય બાદ આપોઆપ અંતરનો ભાવોલ્લાસ (Mood) આવી રહે છે. નદીનો પ્રવાહ શરૂમાં ફોર્સવાળો ન હોય, નાનકડા પ્રવાહમાંથી શરૂ થતી નદી આગળ પર જઈ વિરાટ સ્વરૂપ ધારણ કરે તેમ આપણા અંતરને નિયત સમય આદિ મર્યાદા સાથે જોડી જાપના માર્ગે વાળવામાં આવે તો અંતરનો ભાવોલ્લાસ (Mood) કદાચ પ્રારંભમાં ન હોય તો પણ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે જાપની પ્રવૃત્તિ ચાલુ રાખવાથી જાપનો માર્ગ પ્રશસ્ત મોહના સંસ્કારોની આડખીલી વગરનો થઈ જાય છે. તેથી જાપમાં અંતરંગ ભાવોલ્લાસની ગેરહાજરીથી નિરાશ ન થવું. મેં જ્યારે માંદગીમાં પૂ પં. શ્રી ભદ્રંકરવિજય મની સૂચનાથી જાપ શરૂ કર્યો ત્યારે માત્ર પૂ ગુરુદેવનાં વચનો પર સદ્ભાવથી સંખ્યાના ધોરણે જાપ શરૂ કર્યો સં. ૨૦૦૬માં. જો કે તે વખતે સમય, સ્થાન, સંખ્યાની મર્યાદા જાળવતો ન હતો એટલે વિકાસ ધીમો રહ્યો, પણ નકકર રીતે થતો ગયો. પછી ર૦૧૦ નાગપુર ચોમાસામાં શ્રી મોહનભાઈ ભારત અંતરની દિવ્ય પ્રેરણાથી સ્થાન, સમય, સંખ્યાના મર્યાદા જાળવી જાપ શરૂ કર્યો તો પણ ૨૪ લાખ સુધી વિશિષ્ટ અનુભવો ન થયા. ૨૫માં લાખના અર્ધા પછી વિશિષ્ટ અનુભૂતિઓ થવા માંડી. માટે તમો એક બેઠકે ત્રણ બાંધી માળા સવારે થી પ માં એક જ સમયે એક જ આસને ગણી જુઓ ૪૧મા દિવસે દિવ્ય અનુભવ આંતરિક પરમશાંતિનો થશે જ. ત્રણ માળા એટલે ૧૮ X ૩ = ૩૨૪નો આંક ઉત્તમ આંક છે. કેમ કે આનો સરવાળો ૯ થાય છે. ધ્રુવ આંક છે, માટે તમારે દિવ્ય આત્મશકિતના પ્રવેશદ્વાર ખોલવા સવારે ૪ થી પાામાં ત્રણ બાંધી માળા ગણવી ખાસ જરૂરી છે. પછી થોડું શ્રી નવકારના દિવ્ય અક્ષરો સામે જોઈ વિશિષ્ટ શકિત મેળવવી. જાપમાં પણ શ્રી નવકારના અક્ષરો સામે જોઈને જાપ કરવો, પછી શ્રી વીતરાગ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવી, આટલું તો તમારે આત્મશકિતના ઉત્થાન માટે કરવું ખાસ જરૂરી છે. વળી વિકારીભાવોના નિગ્રહ માટેની તમારી ઝંખના ખૂબ સારી છે તે માટે યોગ્ય આહાર, યોગ્ય વાતાવરણ, યોગ્ય ચર્યા આ ત્રણની ખાસ જરૂર છે. તળેલું, ચટણી, મસાલા, અથાણું, બરફ, આઈસ્ક્રીમ આદિ ઉત્તેજક પદાર્થોનો સદંતર ત્યાગ થવો ઘટે. વળી યોગ્ય આહાર પણ ભરપેટ ન ખાવો, થોડીક ભૂખ રાખીને ઊઠવું. આ નિયમ બ્રહ્મચર્ય માટે, નીરોગીપણા માટે, સ્વસ્થ વિચારો માટે ખૂબ જરૂરી છે. = ભાઈબંધો, વિજાતીય સંપર્ક જરૂર ટાળવો, ન છૂટકે વાતચીતથી આગળ કયારેય ન વધવું, સિનેમાનો સદંતર ત્યાગ, વિકારી ભાવોના નિગ્રહ માટે ખાસ જરૂરી છે. = યોગ્ય દિનચર્યામાં લટાર મારવી, હરવા - ફરવા કે પાર્ટીઓમાં ભાગ લેવા આ ત્રણ બાબતોથી સદંતર આઘા રહેવું ઉચિત છે. આપણી જીવનસંપત્તિ, વિચારો, વાતાવરણ અને નિમિત્તોની વિષમતાથી જાણે અજાણે લૂંટાતી જાય છે. માટે તે અંગે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. તા. Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમરકાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૦૫ ૧૦૫ U પાલનપુર ૬-૧૦-૮૩ વિસંસ્કારોની ગૂંચ ઉકેલ્યા વિના આરાધના સુશકય નથી. સંસ્કારોની ગૂંથામણ, પ્રમાદ, શિથિલતા, વિધિનો અનાદર અને ભાવોલ્લાસના ઘટાડાને ઊપજાવે છે. માટે વિવેકી પુણ્યવાને સંસ્કારોની ગૂંચને ઉકેલવાની મથામણના બદલે “ચાદૃરસ્તાદૃશ વાટું શપ તે પ્રપત્રોડક્તિ” એટલે જેવો તેવો પણ હું તારા શરણે આવ્યો છું.” એવા શરણાગતિભાવને કેળવવાથી ગૂંચનો ઉકળાટ શમી જાય છે. નાના બાળકને વાત્સલ્યભરી માતાની ગોદ બધી રીતે નિર્ભય બનાવે છે. તેમ અંતરંગ ભાવથી નિખાલસ શરણાગતિ આપણને બધી બાજુથી નિર્ભયતાના વાતાવરણમાં લઈ જાય છે. આવી શરણાગતિ નિષ્કામ કર્તવ્યનિષ્ઠા, નિષ્કામ સમર્પણભાવના બળે કેળવી શકાય. અંતરમાં લક્ષ્યની જાગૃતિ કમજોર હોય કે વાસના-કામના પ્રબળ હોય તો સાચા સમર્પણનું બળ ઊપજતું નથી. પરિણામે સાચી શરણાગતિ થઈ શકતી નથી. માટે આરાધકે લક્ષ્યની જાગૃતિ કેળવી કર્તવ્યનિષ્ઠ બનવાન અને નિષ્કામ સમર્પણભાવ કેળવવાનો પ્રયત્ન કરવો ઘટે. શ્રી નવકારમાં પાંચ વખત છે તે શું સૂચવે છે. કે ન = નહીં મો = મારું કંઈ નથી, કશું નથી, કોઈ નથી એ ભાવ સાથે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય સાધુ ભગવંતના શરણે વૃત્તિઓને લીન કરવા રૂપનો ભાવ નમસ્કાર મેળવવાનો છે. તેનાથી વૃત્તિલય, મનોબળ અને સર્વ દુ:ખોનો ક્ષય મેળવી શકાય છે. આ જાતના ભાવ નમસ્કાર માટે સતત માનસિક જાગૃતિ અને અંતરંગ ઉપયોગની ધારણા કેળવવી જરૂરી છે કે મારે મારા અસ્તિત્વને વીસરી જઈ પરમેષ્ઠીઓના આલંબને જીવનશકિતઓને પ્રવર્તાવવાની છે. એટલે કે પંચ પરમેષ્ઠીઓની આજ્ઞાને જીવનમાં આત્મસાત્ કરવાની છે. અર્થાતુ અરિહંતોની આજ્ઞા શી છે? આત્મા અને તેના વિકાસને અટકાવનાર બંનેની ઓળખાણ મેળવી સક્રિય બનવું. સિદ્ધોની આજ્ઞા શી છે! પૂરા પ્રયત્ન અને ભગીરથ પુરુષાર્થથી કર્મોનાં બંધનોને હટાવવા કમ્મર કસીને તૈયાર થવું. આચાર્યોની આજ્ઞા શી છે! જીવનને પંચાચારમય બનાવી સદાચારના પવિત્ર પંથે જીવનશકિતઓને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી નમસ્કાર મહામંત્ર તસ્વચંદ્રિકા સંપૂર્ણપણે જ્ઞાની ગુરુનિશ્રામાં શાસ્ત્રમર્યાદાપૂર્વક વાળવી. ઉપાધ્યાયોની આજ્ઞા શી છે? અનાદિકાલીન રાગ-દ્વેષના કચરાના ઉભરાટને શમાવવા શ્રી વીતરાગ પ્રભુના ઉપદેશોને સર્વજ્ઞતાના પાયા પર સ્થિર માની ગણધરભગવંતોએ ગૂંથેલ તે ઉપદેશના આગમોનો પંચવિધ સ્વાધ્યાયમાં લીન બની મોહના સંસ્કારોને ભેદવા અજબ પુરુષાર્થ કરવો. સાધુ ભગવંતોની આજ્ઞા શી છે? અનાદિકાલીન ક્રિયા મળને હટાવવા અંતરની પરિણામ શુદ્ધિ સાથે શ્રી વીતરાગ પ્રભુની સર્વવિરતિની આજ્ઞાને અણીશુદ્ધ રીતે જીવનમાં ઉતારી જીવનને સંયમી બનાવવું. આ જાતની પાંચે આજ્ઞાઓને જીવનમાં વિશિષ્ટ પુરુષાર્થ દ્વારા આત્મસાત્ કરવાનો ભવ્ય પુરુષાર્થ તે ભાવ નમસ્કાર. તે ભૂમિકાએ અંતરને સ્થિરતાપૂર્વક ટકાવવા પ્રયત્ન કરવો તેનું નામ આરાધના. આ બધું વિરાટ લાગે, પણ આ બધાની માસ્ટર કી જપયોગની વિધિપૂર્વક આરાધના, આહાર – વિહારના સંયમ સાથે નિયત સ્થાન, નિયત સમયે – નિયત સંખ્યાથી જાપ કરવાની પ્રક્રિયાથી ઉપરની બધી આજ્ઞાઓ જીવનમાં સક્રિય થવા માંડે, આ બધું જ્ઞાની ગુરુના માર્ગદર્શન નીચે નિયમિત થવું જોઈએ. આ માટે સંસારના મૂળ પાયા સમા સ્વચ્છંદવાદ, સુખશીલીયું જીવન, મોહક વાતાવરણ આદિથી પરહેજ કરવાની ખાસ જરૂર છે. દવાની અસર પરહેજીના પાલન સાથે ખૂબ સંકળાયેલી છે. કયારેક તો એવું પણ લાગે કે યોગ્ય રીતે પથ્ય આહાર-વિહારની ચર્યાનું વ્યવસ્થિત પાલન થાય તો દવાની ખાસ જરૂર પડે નહીં. અને જે કારણોથી રોગ થયો હોય તે કારણો પથ્ય ચર્યાથી હટી જાય એટલે આપોઆપ નીરોગી અવસ્થા આવી જાય. તેથી શ્રી નવકારના જાપમાં પરહેજીરૂપે સ્વચ્છંદતા, વિલાસિતા, મોહક વાતાવરણ અભક્ષ્ય આહાર આદિના ત્યાગ-ઘટાડાથી શ્રી નવકારની અપૂર્વ વિરાટ શક્તિ આપણા જીવનમાં ધીમે પણ નકકર પગલે પ્રકટવા માંડે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૦૭ પ૧ પાલનપુર ૭-૧૦-૮૩ શ્રી નવકારની આરાધનામાં ભક્તિ-શ્રદ્ધા સાથે અંતરનું બહુમાન ખાસ જરૂરી છે. ભકિત = વિચારોની એકાગ્રતા શ્રદ્ધા = અંતરનો વિશ્વાસ બહુમાન = તુહ તુહીં નો ભાવ આ ત્રિપુટી આરાધના માટે ખાસ જરૂરી છે. દુન્યવી વ્યવહારોના લીધે ભકિતમાં ઓટ આવે, પરિણામે શ્રદ્ધા - બહુમાનમાં પણ ઘટાડો થવા પામે, માટે કર્તવ્યનિષ્ઠ બનવાની ખાસ જરૂર છે. દુન્યવી પદાર્થોના ખેંચાણમાં આરાધનાનો કાર્યક્રમ ઢીલો ન થાય તે ખાસ મહત્ત્વનું છે. વિચારોના ક્ષેત્રમાં લક્ષ્યની જાગૃતિથી એકાગ્રતા આવે તેથી શ્રી નવકાર અંગેનું સાહિત્ય જરૂર રોજ ના કલાક વાંચવું. આ સાથે ૭ થી ૧૦ મિનિટ શ્રી નવકારના અક્ષરો સામે એકીટસે જોઈ રહેવું. વચ્ચે વચ્ચે આંખો એકદમ બંધ કરવી – જેથી અક્ષરો અંતર્દષ્ટિથી સ્પષ્ટ દેખાય. અભ્યાસ – પ્રયત્ન કરવાની જરૂર છે, આ સાથે દુનિયાના વ્યવહારમાં ચોકકસાઈ ન રાખો તો તુરત નુકસાનની કલ્પના જેમ માનસ-પટ પર આવે છે. તેવી બબ્બે તેથી વધુ શ્રી નવકારની આરાધનાના કાર્યક્રમમાં થતી અવ્યવસ્થાથી અંતરની શકિતઓનો વિકાસક્રમ અટકે કે ડોળાય તે વાત ખૂબ જ યાદ રાખવા જેવી છે. સ્થાન-સમય-સંખ્યાના નિયતીકરણ તરફ જરા પણ ઉપેક્ષાભાવ ન થાય તે ખૂબ ધ્યાનમાં લેશો. તમારી અંતવૃત્તિઓમાં નવકાર બેઠો ત્યારે ગણાય જ્યારે સ્થાન – સમય - સંખ્યાની ચોકકસાઈ તરફ વધુ લક્ષ્ય જાગૃત બને. આનાથી વાઈબ્રેશન્સની મૌલિક પરંપરાનું સર્જન થાય છે. જેમ, તેમ, જે તે રીતે જાપની પ્રવૃત્તિથી ઊપજતા વાઈબ્રેશન્સ બહુ જ ટૂંક સમયમાં બાહ્ય વાતાવરણનાં આંદોલનોથી ક્ષીણ બની જાય છે. મારા જીવનમાં અનુભવેલ આ સત્ય છે. સં. ૨૦૦ર થી ૨૦૧૮ સુધી શ્રા, વ, ૫ થી જ્ઞાનપાંચમ સુધી નિયત આસન – નિયત સમય - નિયત સંખ્યાથી મૌન સાથે જાપ નિયમિત કરતો. તે વખતે શ્રી નવકારની પ્રસાદી મળી ન હતી. સરસ્વતીના મંત્રની અને શંખેશ્વર પાર્શ્વપ્રભુની ઉપાસનામાં પ્રવૃત્તિ હતી, પણ તે માધ્યમ રહ્યું. સરવાળે વૃત્તિઓમાં બાહ્ય સંસ્કારોથી અલિપ્ત રહેવાનું બિસ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા સ્થાન – સમય – સંખ્યાની ચોકસાઈ અને સતત ૨૪ કલાકના ૪૫ દિવસના મૌનથી આત્માની શકિતઓના આડે રહેલ વિવિધ આવરણો મૌન અને સ્થાન - સમય સંખ્યાની ચોકસાઈથી ઓગળવા માંડ્યા. જો આ વખતે શ્રી નવકાર હોત તો વધુ લાભ થાત, પણ ભાવયોગે બીજી બાજુ વૃત્તિઓ હતી છતાં ગુરુકૃપાએ અને મૌન, સ્થાન, સમય, સંખ્યાની ચોકસાઈની મર્યાદાનો મેળ પડી જવાથી અંતરની જીવન શકિતઓનો વિકાસ સાહજિક રીતે સરસ થવા માંડ્યો. મારું તો અનુમાન - પ્રાય: સાચું છે કે એ જાતના મૌનના સાતત્ય અને સ્થાન - સમય - સંખ્યાના નિયતીકરણથી બીજાઓને દુર્લભ તેવા વિશિષ્ટ કોટિના દિવ્ય અનુભવો ભલે! નિમ્નસ્તરના, પણ મારી આત્મસાધના માટે જરૂરી શરીર – શુદ્ધિ, કષાયોનું શમન, રોગોથી છુટકારો અને આંતરિક પવિત્રતાનાં અનેક મૌલિક તત્ત્વોની માહિતી મેળવવા ખૂબ ઉપયોગી નીવડ્યા, આ બધી પાત્રતાની વિકાસની ભૂમિકાએ જ ન જાણે કેમ રાજરાજેશ્વર શ્રી નવકાર મહામંત્ર મારા વિશુદ્ધ થયેલ અંત:કરણ મન મસ્તિષ્ક – શરીરના યોગ્ય સહયોગના પરિણામે વિરાજમાન થઈ શકયો, નહીં તો ભૌતિક રીતે અશુદ્ધ શરીર, વૈચારિક રીતે અશુદ્ધ મન અને બાહ્ય વાતાવરણથી પ્રભાવિત થઈ જવાની નિમ્ન ભૂમિકા પર રાજરાજેશ્વર શ્રી નવકાર મહામંત્ર શી રીતે આવી શકે? એટલે જે થયું તે મારા આત્મહિત માટે થયું. મારો મુદ્દો એ છે કે, તમો સંસારની મોહમાયાની ઝપેટમાં કયારેક આરાધનાને ગૌણ ન બનાવી દો અને તેની મહત્તાને વિસારી ન દો, એ માટે આંતરિક અપૂર્વ વૈચારિક બળની કેળવણી શ્રદ્ધા-ભક્તિ અને બહુમાનની ત્રિપુટી માટે સતત પ્રયત્નશીલ રહેશો. Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૦૯ - પર પાલનપુર ૧૧-૧૦-૮૩ વિ. સમર્પણભાવ અને લક્ષ્યની જાગૃતિ આ બે પ્રધાન તત્ત્વો આરાધના માટે ખાસ જરૂરી છે. જેમ જેમ આરાધનામાં આગળ વધાય તેમ તેમ આ બંને તત્ત્વોના વિકાસથી આરાધ્ય પરમતત્વ પ્રતિ એકતાનતા એવી વધતી જાય કે સંસારના ગમે તેટલા મોહક પદાર્થો પણ આપણી વૃત્તિઓને આકર્ષી ન શકે. જેની પાસે સાચા હીરા જથ્થાબંધ આપવાની ખરેખર શક્યતા હોય તે પાંચિયા - દશિયા કે રૂપિયાની સુંદર કડકડતી નવી નોટો તરફ જેમ આકર્ષાય નહીં, તેમ આપણી વૃત્તિઓમાં આરાધનાના પંથે સમર્પણભાવ લક્ષ્યની જાગૃતિ સાથે વધતી હોય તો દુન્યવી પદાર્થોનું આકર્ષણ રહે જ નહીં. પણ હજુ આપણામાં દુન્યવી પદાર્થોનું આકર્ષણ છે. એ બતાવી આપે છે કે આપણી આરાધનામાં જરૂરી આ બે તત્ત્વોની ખામી છે. અગર તેનું યથાયોગ્ય જતન આપણે નથી કરી શકયા. સમર્પણભાવ અને લક્ષ્યની જાગૃતિ માટે કંઈ કરવું નથી પડતું, માત્ર આપણા વિચારોના કેન્દ્રને સમજણથી વ્યવસ્થિત કરવાની જરૂર છે. પંચપરમેષ્ઠીઓની ઉદાત્ત કરુણા અને પરમોપકારિતાનો યથાર્થ ખ્યાલ આવે તો સમર્પણભાવ ખીલ્યા વિના ન રહે. તે રીતે આપણી અત્યારની દીન - હીન અને કંગાળ દશાનો સાચો ખ્યાલ આવે તો મારે કર્મોનાં બંધનોથી છૂટી પરમાત્મ સ્વરૂપ બનવું છે. એ લક્ષ્યની જાગૃતિ પ્રકટતાં વાર ન લાગે. આ બંને તત્ત્વો આપણા અંતરના પુરુષાર્થને આભારી છે. દુન્યવી પદાર્થો જેમ બાહ્ય પુરુષાર્થ વિના ન મળે – એવી જેમ ગ્રંથિ બંધાઈ છે. પણ હકીકતમાં ગમે તેટલા પુરુષાર્થ છતાં પુણ્યની પ્રબળતા વિના જગતના પદાર્થો સામે હોય છતાં આપણે ન મેળવી શકીએ. તેથી પુણ્યોદયને આધીન છતાં પુરુષાર્થ કર્યા વિના શી રીતે મળે? એવી આપણી ગ્રંથિ બંધાઈ ગઈ છે એમ અંતરની સાધનામાં જરૂરી સમર્પણભાવ અને લક્ષ્યની જાગૃતિ આ બંને તત્ત્વો માત્ર આપણા અંતરના પુરુષાર્થને આધીન છતાં આપણા મનમાં એવી અજ્ઞાનમૂલક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે ભાગ્યમાં હશે તો થશે. આપણા કર્મનો અંતરાય છે, આવી હીનતાભરી વાતોની રજૂઆત કરી આપણી અજ્ઞાન દશાનું પ્રદર્શન કરીએ છીએ. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા હકીકતમાં અંતરના પુરુષાર્થની ચાવી જ્ઞાની ગુરુના હાથમાં હોય છે. તે ચાવીનો લાભ મેળવવા જ્ઞાની પુરુષોનાં ચરણોમાં રહેવાનો પ્રયત્ન વધુ કરવો જોઈએ. તેમ કરવાથી તેઓની કરૂણાથી આપણી અજ્ઞાન દશાના પરદા તૂટી જાય અને અંતરના પુરુષાર્થ માટેની અદ્ભુત પ્રેરણા મળે અને સમર્પણભાવ - લક્ષ્યની જાગૃતિને મેળવવા આપણે હલબલી જઈએ. અંતરના ઊંડાણમાં જવા માટેનાં આ બે પગથિયાં છે. એ બે પગથિયાં ચઢવા માટે ગુરુકૃપા અને આપણી અંતરની ગુરભકિત જરૂરી છે. મારા જીવનમાં સં. ૧૯૯૫ના શ્રાવણથી અંતરની શકિતઓ તરફ વલણ પૂર્વ જન્મના સંસ્કારોથી તેવા આધ્યાત્મિક જૈનેતર સાહિત્યના વાંચનથી થયેલ અને સં. ૧૯૯૮થી અંતરંગ સાધના તરફ લક્ષ્ય વધુ કેન્દ્રિત બન્યું અને તે તે દેવ - દેવીઓની (ખાસ કરી સરસ્વતી – માણિભદ્ર - ઘંટાકર્ણ સિવાય કોઈ નહીં) સાધના તરફ મંત્રસૃષ્ટિમાં ઘૂમવા લાગ્યો. અનુભવે પ્રતીત થયું કે, મંત્રસૃષ્ટિની દુનિયા અદ્ભુત છે. ૪-૫ અનુભવો નકકર થયા. ચોકકસ વિશ્વાસ આવ્યો કે આજે પણ મંત્રશકિત જીવંત છે. તેનો વ્યવસ્થિત લાભ યોગ્ય માર્ગદર્શન વિના ન મળે. પણ મને ૨૦૦૧ની મોટી માંદગીમાં મંત્રશાસ્ત્રના ઘણાં અદ્ભત રહસ્યોનો બોધ થાય તેવી જાણકાર વ્યકિતઓનો સંપર્ક થતો ગયો અને સચોટ અનુભવ થવા લાગ્યો. હું સરસ્વતી – માણિભદ્ર અને ઘંટાકર્ણ આ ત્રણની સાધના પાછળ પડ્યો. ઘણી મોડી ર૦૮માં ખબર પડી કે ઘંટાકર્ણ મિથ્યાત્વી દેવ છે. માણિભદ્ર તો યક્ષ નિકાયના ઇદ્ર છે. તેમના હાથ નીચે બાવન વીર છે. તેમાં ઘંટાકર્ણ ૩૦મા વીર માણિભદ્રના સેવક છે. બંનેની આરાધના ન કરાય. છતાં ૨૦૦૬માં ઘંટાકર્ણનાં અભુત દર્શન થયાં. તેની પછી માત્ર શાસનની સેવાની શકિત મળે તે આશયથી સરસ્વતી, માણિભદ્રજી બેની આરાધના કરતો રહ્યો. એમાં પણ અણસમજનો પડદો ૨૦૦૬માં ભયંકર માંદગીમાં પૂ. પં, ભદ્રંકર વિ. મ. સુખશાતા પૂછવા આવ્યા ત્યારે ગાંડા! આવો સરસ જાપનો સમય મળ્યો છે તો તરણતારણહાર પંચપરમેષ્ઠીઓના શરણે ચાલ્યો જા! આટલા ઈશારાથી ખરેખર એમ લાગ્યું કે આપણી પુણ્યાઈ ન હોય તો સરસ્વતી, માણિભદ્ર પ્રસન્ન થાય શી રીતે ? માટે પંચપરમેષ્ઠીઓની આરાધના શ્રેષ્ઠ આરાધના છે. તેનાથી આત્મશક્તિઓનો વિકાસ થાય છે. કોઈ અનર્થ નહીં. આત્માની શકિતઓના વિકાસનો સીધો રાજમાર્ગ છે. તેમાં દેવ-દેવીઓ (માણિભદ્ર) હાથ જોડીને ઊભા હોય, આપણી શાસન સેવાની ભાવનાને વેગ આપવા આ દેવતાઓ આપણી આરાધક મનોદશાની રાહ જોતા હોય છે. એટલે મોડે મોડે અણસમજનો પડદો ખમ્યો એટલે સં. ૨૦૬થી શ્રી નવકારના શરણે પહોંચી ગયો. અને ઢચુપચુ ગાડી ચાલતી હતી ત્યાં નાગપુર સં. ૨૦૧૦ના ચોમાસામાં મોહનભાઈના નિમિત્તે ગાડી વ્યવસ્થિત – ચિંતન – સ્મરણ – જાપની ભૂમિકાએ આવી ઘણા ઘણા દિવ્ય અનુભવો થયા - થઈ રહ્યા છે. બીજા ઘણા અનુભવોનાં નિમિત્તો આવતા રહ્યાં છેવટે સં. ૨૦૩૩ના ટોપ લેવલે પહોંચી. ૨૦૩૪ થી ૩૬ અંતરંગ વિકાસ ઘણો થયો. આ બધું જણાવવા પાછળ મુદ્દો એ કે અંતરથી જ્ઞાનીઓનાં ચરણોમાં રહેવાના પરિણામે સમર્પણભાવ - લક્ષ્યની જાગૃતિ બંનેનો અનહદ વિકાસ થયો. Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા D 1 ૫૩ પાલનપુર ૧૫-૧૦-૮૩ વિ શ્રી નવકારનું ખરુંનામ નમસ્કાર છે, એટલે આપણે અનાદિકાલથી જીવીએ છીએ તે મનસ્કારની પદ્ધતિથી. મનસ્કાર = મન = અંતરની પ્રવૃત્તિઓ જે કહે કે દોરવણી આપે તે રીતે આપણે વર્તીએ છીએ. અંતરમાં વિવેકનો ઉદય ન થયો હોય ત્યાં લગી મનની રાહે ચાલવામાં આપણે આપણી જાતને સ્વતંત્ર વિચારક સમજી શાણા કહેવડાવવામાં ગૌરવ માનીએ છીએ, પણ સરવાળે મન મોહનીય કર્મના અશુભ રાગાદિ સંસ્કારોનું માધ્યમ હોઈ જ્યારે તેની મારફત રાગાદિ દૂષણોથી જીવન ઊભરાઈ જાય છે. ત્યારે કયારેક સમજુ માણસ ગૂંચવાઈ જાય છે કે આ કેમ બન્યું! મેં સ્વતંત્ર રીતે વિચારપૂર્વક ભરમાયા વિના વિશિષ્ટ પ્રવૃત્તિ કરી છતાં પરિણામ આમ કેમ ? કોઈના દોરવાયા રી “મનના રવાડે જે ચડ્યા તે નર ખત્તા ખાય'' આ સૂકિત ભૂલી ગયા. ૧૧૧ પણ ખરેખર પાયાની ભૂલ જે થઈ છે કે રાગાદિ દૂષણોના માધ્યમરૂપ મનની સ્વતંત્ર દોરવણી મુજબ જ્યારે આપણે ચાલવા તૈયાર થયા ત્યાં જ આપણે રસ્તો ચૂકયા. પરિણામે આપણી ચૈતન્યશકિત તે મનના રવાડે વિપરીત દિશામાં ચઢી, પરિણામે આત્માને રખડાવી મારનારા રાગાદિ દૂષણોના ચકરાવે જીવન ચઢી ગયું. માટે જ્ઞાનીઓ અહીં રેડસિગ્નલ આપે છે કે - ભાઈ! સબૂર ! એક અક્ષર ફેરવી નાખ ! મ..ન.. તેને ન..મ..માં પલટાવી દે, તારા કરતાં વિશિષ્ટ જ્ઞાનીઓ જે રસ્તે ચાલીને પોતે પરમોચ્ચ દિવ્ય શાંતિ-સુખના ભંડારને પામી શકયા તે રસ્તા તરફ જરા નજર કર! તારા જેવા દીન, હીન, ક્ષીણ, શકિતવાળા અનેક પુણ્યાત્માઓ અનંત જ્ઞાનીઓએ નિર્દેશેલા પંથે ચાલી પરમસુખના ભાગી બન્યા છે. માટે તું તે અનંતજ્ઞાનીઓના ચીંધ્યા પંથે નમ્રતાપૂર્વક ચાલવા તૈયાર થા ! આનું નામ નમસ્કાર !!! મનસ્કાર = મનના રવાડે ચઢી રાગાદિ દૂષણોને જગાડવા. નમસ્કાર = અંતરંગ વિચારધારાને અનંત જ્ઞાનીઓએ ચીંધેલા પંથે વાળવા પ્રયત્ન. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા એક જ અક્ષરના ફેરફારે અનંત દુ:ખોનો ઉદ્ભવ અને અનંત દુઃખોનો નાશ બંને થઈ શકે છે, માટે પુણ્યાત્મા!! તારી જાતને અનંતજ્ઞાની પરમોચ્ચ પરમેષ્ઠીઓની આજ્ઞાના પંથે નમાવી દે, એટલે પત્યું. પછી તારે કંઈ કરવાનું નહીં! અનંત જ્ઞાનીઓની પરમોચ્ચ કરુણા તારા નાસીપાસ થઈ રહેલા જીવનને પરમોચ્ચ કક્ષાએ લાવી દેશે. વિવેકી પુણ્યાત્મા!આટલી સરળ કૂંચી જ્ઞાની મહાપુરુષોનાં ચરણોની વિનયપૂર્વક સેવાથી સહજમાં મળે છે. તમે પુણ્યશાળી છો કે વિષયો, વિકારોની ભરતીથી વિવેકબુદ્ધિનો ક્ષય થઈ જાય તેવી જુવાનીના ઉબરે પગ મૂકતાં જ જ્ઞાનીઓની નિશ્રા મળી અને તરણતારણહાર પંચપરમેષ્ઠીઓના સ્મરણનો અપૂર્વ મહિમા જોવા-જાણવા-સાંભળવા અનુભવવા મળ્યો. જેના પરિણામે તો પણ તે દિવ્ય આરાધનાના પંથે પગલાં માંડવા સૌભાગ્યશાળી થયા છો. હવે માત્ર તમારે આમાં વ્યવિસ્થત રીતે સક્રિય અમલ કરવાની જરૂર છે. જો કે તમારા પુણ્યનો ઉદય છે કે તમો તમારી ઉમરે, પરિસ્થિતિ અને વાતાવરણ પ્રમાણે ખૂબ જુસ્સાભેર આરાધનાના પંથે ધપી રહ્યા છો, પણ અનાદિકાળના સંસ્કારોની પરવશતાથી કયારેક Moodના ભરોસે આરાધનામાં શિથિલ થઈ જાઓ છો. તેથી હવે તેમાં જોમ પૂરવાની જરૂર છે. ગિરનાર – આબૂ - હિમાલયની ગુફાઓમાં બેસી સાધના કરનારા મસ્તયોગીઓ જે સાધે છે તેમાંનું નકકર તમે પણ થોડા અંશમાં વિશિષ્ટ લક્ષ્યની જાગૃતિ અને લક્ષ્યાનુકૂળ વિશિષ્ટ પુરુષાર્થ બળે સાધી શકો તેમ છો. વાતાવરણની પ્રતિકૂળતા વચ્ચે જ સાધનાની કિંમત છે. તમે તે કક્ષામાં છો, અમારા કરતાં પણ તમારી કક્ષા વિશિષ્ટ ગણાય, દુશ્મનના ઘરમાં રહી તેને મહાત કરવો તે ખરેખર દિવ્યશ્રદ્ધા અને લક્ષ્યગામી પુરુષાર્થ હોય તો જ બને. માટે તમો આવી વિશિષ્ટ કક્ષાએ છો તો મનસ્કાર ને નમસ્કારમાં પલટાવી સ્થાન, સમય, સંખ્યાના નિયતીકરણ દ્વારા તમે જાપની દિવ્યશકિતનો વિશિષ્ટ અનુભવ કરી શકો તેમ છો. તો તે રસ્તે તમારો મંગળપુરુષાર્થ પ્રગટે એ શુભકામના સાથે તમારા જીવનમાં આવનારા વિષયની વાસનાના વમળો કે વિકારોના ચકરાવા જાપની દિવ્ય શકિત બળે હટી જવાના એ ચોકકસ વાત પર તમે માનસ સ્થિર કરી રાખશો. Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વત્રિકા ૧૧૩ પ૪ પાલનપુર ૨૦-૧૦-૮૩ શ્રદ્ધા-ભકિતનું વહેણ જ્યારે સમર્પિત ભાવથી પવિત્ર બને છે ત્યારે જીવન-શક્તિઓનો અંતરંગ સ્રોત ધસારાબંધ ફૂટે છે અને આપણી સઘળી મલિનતાઓને ખેંચી આપણા જીવન પ્રવાહને નિર્મલ વહેતા ભાગીરથી ગંગાના પ્રવાહની જેમ પવિત્ર બનાવી મૂકે છે. પરિણામે ભગત તરીકેનું આદર્શજીવન શરૂ થાય, જેમાંથી સંત જીવનની વિકસિત અવસ્થાનો પ્રાદુર્ભાવ સુશકય બને છે. શ્રદ્ધા = એટલે અંતરંગ સ્થિર પ્રતીતિ કે આ શ્રી નવકાર અને તેની પ્રક્રિયા દ્વારા જ મારા જીવનનો વિકાસ છે. ભકિત = અંતરંગ અહોભાવ – કેવા મહાન પુણ્યનો ઉદય મારો કે આવા વિષમ કાળમાં તરણતારણહાર પતિતપાવન શ્રી જિનશાસનની આરાધનાના પ્રાથમિક પાયારૂપ શ્રી નવકાર મહામંત્રની આરાધનાની પવિત્ર તક મળી છે. સમર્પિતભાવ = અંતરથી ભાવોલ્લાસ સાથે કાયદાની કે રોગની ગૂંચમાં ફસાયેલ મહાન માનસિક ભાવ-વેદના ભોગવતો અસીલ કે દર્દી જેટલી નિષ્ઠા તમન્નાથી વકીલ કે ડૉકટરને તેના કહ્યા પ્રમાણે ચાલવાની તત્પરતા સાથે સરંડર થાય છે તેવો બલ્ક તેનાથી વધુ નિષ્ઠા અને આંતરિક સૂઝ સાથે શ્રી નવકાર મહામંત્રની તારકતાને જણાવનાર શ્રી તીર્થંકર પરમાત્મા - શાસ્ત્રો અને સદ્ગુરુના માર્ગનિર્દેશનને સંપૂર્ણપણે જીવનમાં ઉતારવાનો થનગનાટ. આ ત્રિવેણી – ત્રિપુટીના સહયોગથી ગમે તેવા નિકૃષ્ટ કક્ષાએ વર્તતા પણ પામર પ્રાણીનો સહજમાં ઉદ્ધાર થઈ જાય છે. આપણા જીવનમાં બુદ્ધિ, તર્ક, મિથ્યાભિમાન આદિ અંતરનાં દૂષણો આ ત્રિપુટીના મર્મને સમજવા દેતા નથી. વધુમાં આપણી શકિતઓના વહેણને આજ્ઞાના કેન્દ્ર તરફ વાળવાના બદલે સ્વના કેન્દ્ર તરફ વાળી દે છે, પરિણામે જીવનશક્તિઓ વધુ રૂંધાય છે. તેથી અંતરંગ જીવન શકિતઓના સર્વાગી - સુકૃત વિકાસ માટે અંતરની નિખાલસતા સાથે શ્રદ્ધા – ભકિત અને સમર્પિતભાવની કેળવણીના સહયોગથી જીવનશકિતઓને આજ્ઞાન કેન્દ્ર તરફ વાળવા પ્રયત્ન કરવાની સૌથી અગત્યની જરૂર છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા આંતરિક શકિતઓના વિકાસ માટે હકીકતમાં મુખ્ય વસ્તુ સમર્પિતભાવ છે. તેના પાયામાં શ્રદ્ધા-ભકિત હોવા ખાસ જરૂરી છે. શ્રદ્ધા-ભકિત વિનાનો સર્મપિત ભાવ માનસિક ગુલામી વધુ સર્જે છે. માટે વિવેકી પુણ્યવાનોએ આંતરિક શકિતઓના સફળ વિકાસ માટે અંતરંગ નિખાલસતા સાથે શ્રદ્ધા-ભકિતના પાયા પર સમર્પિતભાવને વધુ કેળવવાની જરૂર છે. વળી આંતરિક સાધનાના સ્તરે જીવનશકિતઓને વધુ વ્યવસ્થિત રીતે ટકાવવા માટે આપણા અંતરના ઉમંગભર્યા ઉત્સાહપૂર્ણ પ્રેરક પુરુષાર્થની જરૂર છે. આપણી આવા પુરુષાર્થની કેળવણી એમનામાં દિવ્યતત્ત્વ સાથેનો વૈચારિક સંપર્ક ઉમેરવાથી વધુ સચોટ થાય છે. દિવ્યતત્ત્વ એટલે ભૌતિક વાસનાઓથી પર આંતરિક શક્તિઓના મૂળસ્રોત સમા અંતરના ચૈતન્ય તત્ત્વની સાહજિક વિકસિત અવસ્થાની કક્ષા – કે જ્યાં સંતપુરુષો સદાકાળ પોતાની આગવી સાધનાથી વિચરતા હોય તે ભૂમિકાનો સંસર્ગ વૈચારિક શક્તિ દ્વારા આપણે મેળવવો ઘટે. તેમાંથી અજોડ દિવ્ય પુરુષાર્થ આપણા ચૈતન્યના પ્રસ્તુરિત વિકાસ આડે આવનારા અવરોધોને હડસેલવા રૂપનો પ્રગટે છે. “ખે સૂઈ તે ઘ જૂની કહેવત મુજબ કર્મોના ઝંઝાવાતથી ખડકાઈ ગયેલા અવરોધોમાં ખોવાઈ ગયેલ ચેતનાશક્તિનાં સાહજિક સ્પંદનોવાળા કેટલાક સાધકો કયારેક આવી નિકૃષ્ટ કક્ષાથી આવા દિવ્યતમ ચૈતન્ય તત્ત્વના સંપર્કને મેળવી વિશિષ્ટ પુરુષાર્થ બળે સઘળા અવરોધો ને ફગાવી દઈ આંતરિક દિવ્યશક્તિઓના મૌલિક સ્રોતને વિશિષ્ટ રીતે મેળવી લે છે. પરિણામે આત્મશક્તિઓનાં વિશિષ્ટ સ્પંદનોને સક્રિય રીતે અનુભવી દિવ્ય ચેતનાની સાહજિક સંવેદનાની કક્ષાએ પહોંચી જાય છે. આ બધું તમને સૈદ્ધાંતિક પરિભાષા એટલા માટે જણાવું છું કે, તમો વ્યાવહારિક માયાજાળમાં અટવાઈને કયારેય નિરાશાના રવાડે ચઢી ન જાઓ, અગર આંતરિક જીવનશક્તિઓના વિકાસની કક્ષાએ લઈ જનારા જપયોગની ભૂમિકાથી ખસી ન જાઓ તે માટે આ બધી વાતો ખાસ જણાવી છે. તમોએ તમારી સાધનાનો આરંભ કર્યો છે. પણ દિવ્ય તત્વ સાથે સંપર્ક નજીવી માત્રામાં મેળવ્યો છે છતાં વ્યાવહારિક વિષમતાઓના અવરોધમાં દિવ્ય પુરુષાર્થની ભૂમિકાએ તમો તમારી જાતને લાવી શકતા નથી, તેમાં થોડી જાપની શકિતથી કેળવાતી પાત્રતા જ ખૂટે છે. માટે તમો સહુ વિશિષ્ટ રીતે જાપની પ્રક્રિયાથી આંતરિક શક્તિઓના સ્રોતને વધુ ગતિશીલ બનાવી બાહ્ય વિષમતાઓના અવરોધોને આંતરિક બળથી જ્ઞાવી દિવ્ય – અતિદિવ્ય આંતરિક ચૈતન્યનાં પરમાનંદભર્યા સ્પંદનોને ઝીલી શકો તેવી મારી અંતરંગ ઈચ્છા છે. આ માટે તમારે માત્ર વર્ણયોગની દિવ્યસાધના સ્થાન - સમય - સંખ્યાના નિયતીકરણ સાથે અમલમાં મૂકવાની ખાસ જરૂર છે. - તમારામાં અપેક્ષાએ આંતરિક શક્તિનો ઉઘાડ ઓછો વધતો થવા પામ્યો છે. તે ઉઘાડ જાપના બળે વધુ થતો રહે, અંતરમાં તેનો પરમાનંદ અનુભવાય એ મહેચ્છા છે. કુરા Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૧૫ પપ પાલનપુર ૨૨-૧૦-૮૩ ગઈ રાતનો અનુભવ કહું – જાપની સમાપ્તિએ લગભગ ૨ થી રાાના ગાળામાં ચારેબાજુ ચોપાસ અફાટ દરિયાના વિશાળ પાણી વચ્ચે હું ઉચા ખડક પરની મોટી શિલા પર બેઠેલ, મારી સામે ચારે બાજુથી મગરમચ્છ મોટા-મોટા ૭ થી ૮ ફૂટના અર્ધા પાણીમાં અર્ધા બહાર આવીને ઊભા મારી સામે નીચું મોં કરી મૃતપ્રાય: જેવા પડી રહ્યા થોડી વારે મારી ડાબે ૧ નાનું મગરબચું પાણીમાંથી કૂદાકૂદ કરતું મગરની પીઠ ઉપર બેસી બોલ્યું કે, મહારાજ ! મગર જેવા મહાકાય સાંસારિક સંઘર્ષો અંતરની સાધના બળે આમ મૃતપ્રાય: થઈ જાય છે. તે માટે નાતુ સિદ્ધિઃ નપાત સિદ્ધિઃ નપાત્ સિદ્ધિઃ વસ્તી છે એમ કહી તેણે મોં પહોળું કર્યું તો ૧ જટાજુટ વાળા યોગી હાથમાં સ્ફટિકની માળા લઈ મારી સામે અધ્ધર આકાશમાં પદ્માસન મારીને હું નમ: સિદ્ધ નો જાપ ઉપાંશુરૂપે કરવા લાગ્યા. દરિયો - મગર બધું અદશ્ય મને જાણે મૂક રીતે કહેતા હોય કે જાપમાં લીન થાઓ. થોડી વારે તેઓ આકાશમાર્ગે અધ્ધર અદશ્ય થઈ ગયા. આ દશ્ય એમ સૂચવે છે કે, જાપ એ આંતરિક શક્તિઓના વિકાસની મુખ્ય ચાવી છે. માટે વહેલામાં વહેલી તકે ઝંઝટોમાંથી મુક્ત થઈ પાલીતાણા – ગિરનાર - ભદ્રેશ્વર- રાણકપુર - કેશરીયાજીમાં જાપમાં ઊંડા ઊતરવાની જરૂર છે એવું મને જાણે કોઈ કહેતું હોય તેમ લાગે છે. તમો બધા પુણ્યવાન છો, નાની વયે શ્રી નવકારના શરણે આવી શક્યા છો, તમારું શ્રી નવકાર પ્રતિ આંતરિક વલણ - સાચી હૈયાની ભક્તિ, નિષ્ઠાભર્યું સમર્પણ, આ બધું દેવોને પણ દુર્લભ છે. માત્ર સંસારની ગડમથલમાં કયારેક તમો જાપમાં ઢીલા થાઓ છો પણ સદ્ભાગ્યે પાછો તાર જામી જાય છે. એ તમારા સદ્ભાગ્યની નિશાની છે. તમે જાપમાં વધુ ઊંડા ઊતરે તેના સહયોગી કારણ તરીકે સ્વદ્રવ્યથી રોજ પૂજા – સામાયિક – પ્રતિક્રમણ – અભણ્ય ત્યાગ – રાત્રિભોજન ત્યાગ – રાત્રે ૮ | ૯ પછી કયાંય ન જવું. આ બધી ચીજોનું યથાવતું અમલીકરણ કરો તો તમારા જીવનમાં અદ્ભુત દિવ્ય અંતરનો આનંદ અનુભવવા મળશે. તમારી આંતરિક વૃત્તિમાં શ્રી નવકારનો સ્પર્શ થયો છે. ખરો! પણ બાહ્ય વાતાવરણમાં ભૂંસાઈ જાય છે, જાપનું બળ વધારો તો તે ભૂંસાય નહીં. તે સ્પર્શ ન ભૂંસાય એટલે બહારનું વાતાવરણ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી નમસ્કાર મહામંત્ર તસ્વચંદ્રિકા કે બહારની સંસારની ચીજોનું આકર્ષણ ઘટી જશે. માટે શ્રી નવકારના જાપથી થયેલ આંતરિક અસરને નભાવવા સ્વદ્રવ્યથી જિનપૂજા, સામાયિક - વ્રત - નિયમ, પચ્ચકખાણ, સારી સોબત, રાત્રે ૮. થી ૯ પછી બહાર ન જવું, આદિ ટકાવવાની ખાસ જરૂર છે. આ બધાં જાપની શકિતને સક્રિય બનાવવાનાં મુખ્ય સાધનો છે. મારા જીવનમાં ૧૬ - ર૦ કે ૪૫ દિવસ એકધારો સતત શ્રી નવકારનો જાપ, તેનો સ્વાધ્યાય, દષ્ટિ મૌન, સ્પર્શમૌન, ભાષામૌન, વાતાવરણ મૌન, આદિ પદ્ધતિ અપનાવવાથી અનેરી દિવ્ય આંતર શકિતઓ અનુભવવા મળી. તમો સંસારી છો એટલે મારા જેવી સર્વથા ઉપરની બાબતો ન પાળી શકો છતાં અમુક સમય પૂરતી મર્યાદાઓ લાવી શકો. આજે તમારી સાધનામાં સૌથી મોટું વિન્ન ભાઈબંધોની પરિચર્યા છે. આજના ભાઈબંધો માત્ર ખાણી-પીણી, મૌજ - આનંદ તરફ ઢળનારા હોય, આંતરિક રીતે આપણી જાપ શક્તિને ડહોળી નાંખનારી તેમની પ્રવૃત્તિઓ હોય માટે જેમ બને તેમ ઔપચારિક સંબંધ ટકાવી તેમની સાથે બહુ ઊંડા ન ઊતરવામાં જ સાધનાની મઝા માણવાની કેડી લાધે છે. તમારા માટે આજની વ્યાવહારિક રીતભાતના આધારે આ વાત હું માનું છું ત્યાં સુધી ખૂબ અઘરી છે. પણ લક્ષ્ય આનું રાખવાની જરૂર છે. પરંપરાએ આ લક્ષ્યથી સાધનાશકિત ઘણી જળવાશે. માટે આ અંગે તથા રાત્રે ૮ – ૯ પછી ઘર બહાર ન જવું. ભલે ભાઈબંધો ઘરે આવ્યા હોય તો વ્યવહાર ખાતર મુલાકાત લો, વાતો કરો, પણ ઘર બહાર જવાથી સાધનાની શકિત ખૂબ જ ક્ષીણ થાય, આ માટે ખૂબ તકેદારી કેળવવાની જરૂર છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા פ પર પાલનપુર ૧-૧૧-૮૩ વિ શ્રી નવકારનો આરાધક તીવ્ર પુરુષાર્થી હોય, કેમ કે વિચારોમાં પ્રામાણિક - શ્રદ્ધાનું બળ ભળે છે. ટ્વી મારા જીવનના શ્રેયાર્થે વિષમ કર્મોના સંસ્કારો ખસેડવા માટે પંચપરમેષ્ઠીઓની આજ્ઞા મુજબ જીવનના ઘડતર સાથે તેઓના નામમંત્રના શાશ્વત વર્ણોના સંગ્રહ સ્વરૂપ શ્રી નવકાર મહામંત્રનો જાપ જ વધુમાં વધુ ઉપયોગી છે. ૧૧૭ એટલો નિશ્ચય થયા પછી માત્ર લક્ષ્ય બાજુ પ્રવૃત્તિ જ કરવાની રહે છે. મોટા ચાર રસ્તા પર ગૂંચવાડો થાય કે મારે કઈ બાજુ વળવું? યોગ્ય જાણકારને પોતાના ઇષ્ટ સ્થળની માહિતી પૂછીને તેનો રસ્તો નકકી થયા પછી પૂછવા રહેવું કે ઊભા રહેવાનું બંધ આપોઆપ થાય. માત્ર જે બાજુ જાણકારે આંગળી ચીંધી તે બાજુ વિશિષ્ટ મોટર, બસ, રિક્ષા, સાઇકલ કે છેવટે પગે ચાલીને જવાનો પ્રયત્ન જ કરવાનો રહે છે. શ્રદ્ધા તેમ અનંતપુણ્યના બળે કર્મોના સંસ્કારોની ગૂંચમાંથી જડી આવેલ કુળ સંસ્કારે શ્રદ્ધામાં ભળી ગયેલ શ્રી નવકાર મહામંત્રની પાલનશુદ્ધિ કે જીવનનો વિકાસ અને ઉન્નતિ માટે અચૂક ઉપાય તરીકેની જાણકારી મજબૂત થયા પછી માત્ર તે નવકારના દિવ્યશકિત સમૂહમાંથી પાત્રતા પ્રમાણે વિશિષ્ટ શકિતઓ આપણામાં સક્રિય બને તે માટે મુખ્ય જાપ-ભકિત અને સહકારીકારણ તરીકે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, અભક્ષ્ય ત્યાગ, ભાઈબંધોના સંપર્કનો ઘટાડો, રાત્રે ઘર બહાર ન જવું આદિના માધ્યમથી વિશિષ્ટ જીવન શુદ્ધિકારક નિયમોને અપનાવવા પુરુષાર્થ - તીવ્ર પુરુષાર્થ હવે કરવાનો રહ્યો. તમે બધા પુણ્યવાન પણ ‘“હાંક સુલેમાન ગાડી''ની જેમ ખૂબ જ મંદ અને અવ્યવસ્થિતપણે આરાધનાની ગાડી ધપી રહી છે. ઊભી નથી રહી એટલી અનુમોદનીય બાબત છે. પૂ॰ તારક ગુરુદેવશ્રીનો પછી પૂ. આગમોદ્ધારકથીનો મારા આધ્યાત્મિક ઉત્થાનમાં પૂ. તારક ગુરુદેવશ્રીની વરદકૃપા પૂ આગમોદ્વારકશ્રીની શુભ આશિષ, પૂ ગચ્છાધિપતિશ્રીની મંગળ કરૂણા અને પૂ પં ભદ્રંકર વિ મની અમીદષ્ટિનો મહત્વપૂર્ણ ફાળો છે. એકંદરે અંતરમાં ઉપરના ૪ મહાપુરુષોમાં ક્રમશ: સૌથી વધુ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પછી પૂ. ગચ્છાધિપતિનો પછી પૂ પં. શ્રી ભદ્રંકર વિ મનો ઉપકાર છે. વન બાય વન એકે ગોઠવેલી ઈંટ પર બીજાની ઈંટો છે. જો પૂ ગુરુદેવે મને આ સંયમ માર્ગે ચઢાવી અથાગ પ્રયત્ન કરી ખૂબ જ શ્રમ લઈને પથ્થર જેવા મને ઘડ્યો ન હોત તો...!! શું થાત! તે આજના કલુષિત જીવન જોઈ કમકમાટી ઉઠે છે. આટલી બધી તીવ્ર દેખભાળ છતાં મારામાં અનાદિના સંસ્કારો રહી ગયા છતાં પાછળના ત્રણ મહાપુરુષોએ મને આજે પાંચ માણસમાં પૂછે તેવો બનાવ્યો તે બધો આ મહાપુરુષ ચતુષ્ટયનો પ્રભાવ. વળી નિર્મલકુમારના માધ્યમથી મને આરાધનાની શકિતનો એકડો ઘૂંટવા સ્લેટ મળી ચોખ્ખી નવી નકોર. આ મારી આરાધના શક્તિની વિકાસ કથા છે. ટૂંકમાં તીવ્ર પુરુષાર્થની ખાસ જરૂર છે, તમે ઉમંગથી પુરુષાર્થની દિશામાં શ્રદ્ધા ભકિત બહુમાન સાથે આગળ વધો એ મંગળ કામના. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા G પછ લી પાલનપુર ૧-૧૧-૮૩ વિ શ્રી નવકારને આધ્યાત્મિક માતાના રૂપમાં કલ્પી પંચ પરમેષ્ઠીઓની આજ્ઞારૂપ ખોળામાં નિશ્ચિતપણે વૃત્તિઓના સમર્પણની કેળવણી સાથે કરાતા જાપથી નિર્ભરતા - નિશંકતા કેળવાય છે. - જે વખતે જે ચીજની આપણા જીવનને વ્યવહારિક - આધ્યાત્મિક રીતે જરૂર હશે તે ચીજ લાવી આપવાની ક્ષમતા શ્રી નવકારમાં છે.. છે.. ને છે જ. કારણ કે યોગક્ષેમ કરે તે નાથ ગણાય. શ્રી નવકાર અનાથોનો નાથ છે. નાથ એટલે યોગ = જે ચીજ ન હોય તે લાવી આપે. Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૧૯ ક્ષેમ = આવેલ – મેળવેલ ચીજનું રક્ષણ કરે. ગીતામાં શ્રી કૃષ્ણ વારંવાર ઘોષણા કરી છે કે, ★ न मे भक्त: प्रणश्यति મારો ભગત કદી યોગ્ય ચીજના ભોગથી વંચિત ન રહે. * ચાલેમ વાગ્યમ્ મારા ભકતના યોગક્ષેમનું વહન કરું છું એટલે અનન્ય શ્રદ્ધા અને હાર્દિક સમર્પણ સાથે આરાધ્ય પ્રતિ મૂકી જનાર કદી પણ આધ્યાત્મિક રીતે દીન-હીન બનતો નથી, તેમ વ્યાવહારિક રીતે કયારેક મુશ્કેલી નરસિંહ મહેતાની જેમ ભલે આવે પણ છેવટે કુંવરબાઈનું મામેરું એ ભકિતયોગની દેણગી છે. માટે શ્રી નવકારના આરાધકે અંતરથી પરમેષ્ઠીઓની આજ્ઞાને સરંડર બની, તેમની આજ્ઞાને મુદ્રાલેખ બનાવી, તે રીતના જીવનઘડતર માટે વિશિષ્ટ પ્રયત્ન કરવો ઘટે. જાપની વ્યવસ્થા જાળવવા સાથે નિયમિત દિનચર્યા, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા છેવટે જળ – ચંદન – પુષ્પ તો કરવી, સ્વદ્રવ્યથી ધૂપ, દીપ, નૈવેધ, ફળ રજાના દિવસે અગર સાંજે, રાત્રિભોજન ત્યાગ રાત્રે તો પછી ઘર બહાર ન જવું. ખાસ કારણની વાત જુદી. હરવા - ફરવામાં આધ્યાત્મિક શક્તિઓ ખૂટી જાય, ભાઈબંધોથી આપણી આંતરિક શક્તિઓ ક્ષીણ થાય. તેઓના હસ્તસ્પર્શ, તેના મેંટલથોટ્સ વગેરેથી પણ અદશ્યપણે – સ્પિરિચ્યલ પાવર ક્ષીણ થઈ જાય. માટે ખૂબ જ સાવધ રહેવું. આપણા જીવનના ઉત્થાન માટે અનુભવી હિમાલયના શિખરના યોગીનું વાકય વિચારવું ઘટે. "साधक को चाहिए कि अंतर की उर्जा बढे ऐसे ज्ञानी गुरु के चरणो में ज्यादा रहना" "संसारकी दोस्तो की मंडली अपनी भीतरी उर्जाओ ક્ષી જ રે” જરૂર આ બે વાકયો પર વિચાર કરવો, અંતરની ઊર્જાને વધારવા ઘરમાં આરાધના મંદિર પાસે વધુ સમય રહેવાની જરૂર છે. તમે સાધુ થઈ જાઓ એમ મારે નથી કહેવું, પણ આ અંગે જરા લક્ષ્ય આપો. તમો સમજુ છો, રસ્તો નીકળશે જ. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પ ૧ વાટીએ ૧૦૦ પાલનપુર ૨-૧૧-૮૩ શ્રી નવકારનો આરાધક ખૂબ ઉત્સાહી અને પ્રસન્ન મનવાળો હોય, કેમ કે સઘળી સિદ્ધિઓની મુખ્ય ચાવી (માસ્ટર કી) અહંકારનું વિસર્જન અને મમકારનું વિલીનીકરણ છે. તે શ્રી નમસ્કારના જાપથી ખૂબ જલદી સધાય છે. પંચપરમેષ્ઠીઓ પોતાના મૌલિક વિશુદ્ધ સ્વરૂપથી જે ઝગી રહ્યા છે. તેમનું જ ખરું અસ્તિત્વ આ જગતમાં છે. બાકી કર્મોનાં સઘન પડળોમાં છુપાયેલ આત્મ-તેજવાળા, વિકારી વાસનાઓના પૂતળા અને કર્મના દોરીસંચારથી ચેતના પણ લગભગ ગુલામ છે એવા આપણું અસ્તિત્વ જ આ વિશ્વમાં – છે, છતાં નહીંવત્ છે. તો પછી અહંકાર આપણે શી રીતે ધરાવી શકીએ ??? આ રીતે મમ = મારું કહેવાલાયક આપણે શું મેળવ્યું છે ? કે જાળવ્યું છે? આપણી પાસે કે આપણી આજુબાજુ જે છે તે બધું કર્મસત્તાએ આપણા દીનભાવથી ઉપાર્જેલા પુણ્યકર્મના બળે ખડકેલ છે. આ પુણ્ય ખરેખર આપણી અધોગતિ કે અવરોધક પ્રક્રિયાને હઠાવવા ઉપયોગી બનતું નથી, કારણ કે તેના મૂળ પાયામાં દીનભાવ છે. તે દીનભાવથી સકામ - બુદ્ધિ એ કરેલ અનુકંપા, પૂજા, દાન, દયા, આદિ સત્કર્મોથી આ પુણ્ય ઊભું થયું છે. તેથી બેંક બેલેન્સ હોય ત્યાં સુધી બેંક મેનેજર નાણાં આપવાની ના શી રીતે પાડે! એ રીતે કર્મસત્તા આપણને અનુકૂળ બની નથી, પણ ભૂતકાલીન પુણ્યના જથ્થાથી તેને અનિચ્છાએ પણ સારી સામગ્રી આપવી પડે છે, પણ સાથે જ જાસૂસ જેવા મોહ, વિકારો, અશુભ સંસ્કારોને આપણી આજુબાજુ એવા ગોઠવ્યા છે કે પરિણામે આપણે આ પુણ્યથી આપણી ચેતનાનો ઊર્ધ્વમુખી વિકાસ ના સાધી શકીએ. એવી જળ પ્રપંચભરી બાજી કર્મસત્તાએ ગોઠવી છે એટલે આપણા જીવનમાં આપણી ચેતનાને ગૂંગળાવનાર, આપણી વિકાસ પ્રક્રિયાને અટકાવનાર અને આપણી જીવનયાત્રાને ડોળી નાંખે એવી ભૌતિક સામ્રગી ખડકાઈ છે. જેને કે આપણે મમ = મારી છે. એમ કહીએ તો આપણે આપણી ચેતના ને અવગણવાના માર્ગને ટેકો આપીએ છીએ તેમ ગણાય. તેથી હકીકતમાં પંચ પરમેષ્ઠીઓના સુવિશુદ્ધ અને મોહના સંસ્કારોની અસરથી મુકત વિશિષ્ટ જીવન તત્ત્વોનું અસ્તિત્વ મર્દ = હું કંઈક છું એવા ભાવથી પ્રતિપાદિત કરાય. Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ૧૨૧ બાકી આપણે ચોપાસ કર્મની સાંકળોથી બંધાયેલા ચેતનાશકિતના વિકાસ આડે મોટી તોતિંગ દીવાલો વચ્ચે જીવનારા અને વિચારોની સૂઝ વિનાના આપણે કયે મઢે મર્દ = હું કંઈક છું એમ કહી શકીએ. આ રીતે મમ = મારું ગણી શકાય તેવી સામગ્રી પણ આપણે કંઈ મેળવી નથી, જેનાથી આપણી ચેતનાનો વિકાસ સુશકય બને. ઉલટું ચેતના શકિતના અવરોધમાં સહયોગ આપે તેવી ભૌતિક – માયાવી સામગ્રીઓના ખડકલામાં આપણે મમ = મારું ગણાવી શકીએ એવી એક પણ ચીજ નથી. આ રીતે સમજણપૂર્વક અહંકાર = મમકારના વિસર્જનની આવડત શ્રી નમસ્કારના જાપ દ્વારા પ્રત્યક્ષ થતા પરમેષ્ઠીઓના સ્વરૂપની ચિંતના - વિચારણા અને તેઓની આજ્ઞાના પાલન દ્વારા આવડી જાય. એ મોટામાં મોટી સિદ્ધિની મુખ્ય ચાવી છે. આવી ચાવી જેમાં સમાઈ છે એવો શ્રી નવકાર જ્યારે આરાધનાએ વિશિષ્ટ રીતે ઊછળતી અને ચઢતી જુવાનીમાં બીજા યુવાનોની અપેક્ષાએ હજાર કે લાખ ગુણા સુંદર વાતાવરણમાં રહેવા પ્રયત્ન કરી જેઓ આત્મવિકાસની કેડીએ ચાલી રહ્યા છે તે હકીકતમાં પરમ સૌભાગ્યની વાત છે. તેમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા છતાં જે વિશિષ્ટ આત્મસર્મપણ અને શ્રી નવકારની શરણાગતિ મેળવાય છે તે અમુક અપેક્ષાએ વિશિષ્ટ કોટિની છે. એકંદરે મારી અને તમારી સાધનામાં અસરપરસનો સહયોગ ખૂબ ખૂબ ઉપયોગી છે. આ વખતે પત્રમાં વિષયાંતર જરા થયો. તેથી શ્રી નવકારને પ્રાર્થના કરી ત્રણ બાંધી માળા અત્યારે ગણી તુરત કલમ ચાલી તે આ નોટ પર ચલાવી છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા Gls પાલનપુર ૬-૧૧-૮૩ નૂતનવર્ષ તમો બધા નવલા વર્ષમાં ખૂબ આશા - ઉમંગ અને ઉત્સાહ સાથે પ્રવેશી ચૂકયા હશો. પણ વિચારવા જેવી વાત એ છે કે, પૌગલિક પદાર્થો આપણા આંતરસામ્રાજ્યને પોષતા નથી. પણ કયારેક વિવેકની ગેરહાજરીમાં અંતરના સામ્રાજ્યમાં ડોળાણ ઊભું કરે છે. તે પૌગલિક પદાર્થોની માયામાં લપેટાઈ જડ ભાવને પોષનારી લૌકિક દિવાળીના તહેવારના આમોદ – પ્રમોદમાં નવા વર્ષે જીવનને ઉન્નતિની કક્ષાએ પહોંચાડે તેવા ગરિષ્ઠ શુભ સંકલ્પને તમે શી રીતે પામી શક્યા હશો! એ એક ગંભીર પ્રશ્ન છે, છતાં સંતોષજનક વાત એ છે કે તમો જુવાનીના ઉબરે પગ મૂકતાં પૂર્વે ગત-જન્મનાં શુભ કર્મોના ઉદયે શ્રી નવકારને પામી શકયા – તેનાં રહસ્યોને જાણવા, સમજવા તક મળી, યથાશકય રીતે તમો તેની આરાધના, ઉપાસનાના પદ્ધતિસર અનુષ્ઠાનમાં જોડાયા છો ત્યારે જીવનના અંતરમાં શ્રદ્ધાના તળ સુધી શ્રી નવકાર પહોંચ્યો છતાં ઉપર પૌદ્ગલિક પદાર્થોની મોહજાળ અને આરાધનાની માર્મિક ભૂમિકા હજ સ્પર્શ નથી એટલે Mo00ના ભરોસે તેમજ કૌટુંબિક અને બીજી જવાબદારીના હિસાબે જાપની કક્ષા પણ વ્યવસ્થિત જળવાતી નથી. છતાં શ્રદ્ધાનું પ્રમાણ તેમજ ભકિતની માત્રા વધુ હોઈ વિશિષ્ટ આંતરિક આનંદ અનુભવી રહ્યા છો એટલે નવા વર્ષે તમોએ આંતરિક શક્તિઓના યોગ્ય વિકાસ અર્થે આત્મશુદ્ધિના રાહે જીવનની પ્રગતિની ભાવના કરી હશે. સંસારમાં રહેવું પડે તો પણ સંસારની વાસનાઓની ગુલામી આપણા જીવનરથની ગતિને થંભાવે નહીં – આપણું લક્ષ્ય, આપણો આદર્શ આંતરિક ચેતનાના વિકાસ સાથે સંયુકત રહે તેવી સાવચેતી તમો સહુએ આરાધના પંથે ચાલતાં રાખવાની - તેમ આ નવલા વર્ષે ટકી રહે તેટલી વિચારધારા ટકાવવાનો દઢ સંકલ્પ કરવો જરૂરી છે. - રોજ પરમાત્માની જળપૂજા દ્વારા આપણા અંતરના મોહના સંસ્કારો અને વાસનાઓ શ્રી નવકાર મહામંત્રની આરાધનાના પ્રતાપે નિર્મલ થાય એવી ભાવના જરૂર તમો બધા હૈયામાં કેળવશો. વધુમાં જગતના પદાર્થો પુણ્યને આધીન છે. પુણ્ય પંચપરમેષ્ઠીઓના જાપ – સ્મરણ - ચિંતન અને તેઓની આજ્ઞાના યથાશકય નિષ્કામપાલનથી ઊપજે છે. એટલે જગતમાં પણ વ્યાવહારિક રીતે સુખી – સમૃદ્ધ બનવા માટે પણ શ્રી નવકારની ઉપાસના જરૂરી છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૨૩ શ્રી નવકારની ઉપાસનાનું લક્ષ્ય તો આંતરિક વિકારો, અશુભ સંસ્કારો અને વાસનાઓ ઘટી આધ્યાત્મિક વિકાસ થાય એ જ રાખવું ઘટે, તેમ છતાં શરૂઆતમાં આરાધનાના પગથારે ચઢતા બાળમાનસને આ રીતે પણ કેળવી શકાય કે જગતના જે પદાર્થો આપણને આજે ગમે છે તે મેળવવા માટે પુરુષાર્થ કરતાં પુણ્ય વધુ જરૂરી છે. તેથી દુનિયાના એ પ્રામાણિક પુરુષાર્થ કરવાની સાથે શ્રી નવકારનો જાપ – સ્મરણ - ચિંતન અને પંચપરમેષ્ઠીઓની આજ્ઞાનું યથાશકય નિષ્કામ પાલને પણ ખાસ જરૂરી છે. એમ સમજાવી તે રીતે પણ તે બાલ જીવને શ્રી નવકારની નજીક રાખવો ઘટે. કેમ કે શ્રી નવકારમાં એવી અજબ શકિત છે કે આપણે ગમે તે ભાવથી પણ શ્રી નવકારના અનન્ય શરણાગત થઈ જઈએ પછી આપણી મનોભૂમિકાના અપ્રશસ્ત ભાવોને પણ તે ધીરે ધીરે વિદાય કરી સુંદર ઉચ્ચ આધ્યાત્મિક ભાવોની ભૂમિકા તૈયાર કરી દે છે. જેમ નાનું બાળક મલેરિયા તાવમાં કડવી દવા ન પીતું હોય તો મા પતાસાની લાલચ આપીને પણ કડવી દવા પાય, જેથી તે બહાને પેટમાં જતી કડવી દવા અંદરથી મૂળમાંથી રોગને હઠાવી આ રીતે શ્રી નવકાર આના કરતાં પણ વધુ વાત્સલ્યથી આપણા સમર્પણની માત્રા પ્રમાણે આપણી અંતરની વાસનાઓથી પ્રેરાઈને પણ શ્રી નવકારની શરૂ કરેલી આરાધનામાં વિકૃત તત્ત્વ હઠાવી આપણા અંતરમાં વિવેકનું તત્વ પ્રકટાવી જીવનને ઉચ્ચ કક્ષા તરફ ધપાવવામાં મદદગાર બને છે. આ રીતે થી નમસ્કાર મહામંત્ર આપણી તેઓની આજ્ઞા-પાલનની યથાશકય તૈયારી રૂપ સમર્પણ ભાવના બળે માતા કરતાં અનેક ગણા વાત્સલ્ય સાથે આપણા દૂષિત વિચારો કે જીવન પરિણતિને પલટાવી વિકાસની ઉચ્ચ કક્ષા તરફ નાના બાળકને આંગળી પકડી જેમ ચલાવાય તેમ આપણા આધ્યાત્મિક સાધનાનાં વિષમ - કઠણ ચઢાણોને પણ પાર કરાવે છે. આવા અદ્ભુત મહામહિમાશાળી રાજ-રાજેશ્વર શ્રી નવકારની આરાધનાથી તમો વિશિષ્ટ આધ્યાત્મિક પ્રગતિના પંથે પપો એ મંગલ કામના. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા , પાલનપુર ૬-૧૧-૮૩ નૂતનવર્ષ નૂતનવર્ષનો શુભ સંકલ્પ આવો રાખો તો વિકાસ ઝડપી થશે. જીવન એટલે ચેતના શક્તિનો ખળખળ વહેતો પ્રવાહ, પણ તેની આડે રાગાદિ-વિકારો, વાસનાઓના અવરોધથી તે પ્રવાહ આડી-અવળો ફંટાઈ જીવનને વિકૃત-દશામાં લાવી મૂકે છે. તેથી આજના મંગળદિને વિક્રમ સંવત ૨૦૪૦ એટલે એની સામે જીરો અને ચારની સામે જીરો મૂકવાની વાત પર લક્ષ્ય કેન્દ્રિત કરવાની જરૂર છે. બે એટલે વિકારી-વાસનાઓ અને સ્વચ્છેદભાવ. આ બે પર જીરો મૂકવાનો ઉદ્યમ આપણે દેવગુરુકૃપાએ કરીએ તે આ નવા વર્ષનો શુભ સંદેશ છે. વળી ચાર એટલે વિચારો, તેના પર છરો એટલે શ્રદ્ધા, ભકિતભર્યા સમર્પણના બળે ક્રિયાશૂન્ય અવસ્થા વિચારોની થાય. વિચારો ગતિશીલ ન બને, આજ્ઞા એ પ્રધાન જીવનમંત્ર છે, એ વાત હૈયામાં કોરાઈ રહે એ ખાસ જરૂરી છે. આ નવું વર્ષ આ જાતનો સંદેશ પાઠવે છે તે માટેના ઉપાય તરીકે વાતાવરણ શુદ્ધિ અને પ્રભુભકિત તથા સાત્વિક આહાર-વિહારની મર્યાદાઓ જાળવવા માટે ખૂબ ઉપયોગ કેળવવો. અભક્ષ્ય અનંતકાય વિચાર નામનું મહેસાણા પાઠશાલાનું પુસ્તક આખું અક્ષરશ: વાંચી ઘણા આહારદોષોથી બચવાનો સંકલ્પ કરવાની જરૂર છે. આજે ભૌતિકવાદના વળણમાં અજાણતાં પણ ભયંકર હિંસાત્મક ખાન-પાન, આપણા શરીરમાં જઈ આપણી વિચારધારાને દૂષિત કરે છે. તેથી બચવા પ્રયત્ન કરવાનો સંકલ્પ આજે નવલા વર્ષે કરવાની જરૂર છે. શ્રી નવકારના આરાધક બન્યા પછી ભૌતિક વાદ - લકઝરી આઈટમો વ્યવહાર લેવી પડે – વાપરવી પડે, પણ તેના અંતરંગ પડઘા આપણી વૃત્તિઓમાં ન પડે તે માટે ખાસ સાવચેતી રહે તે આજે નૂતનવર્ષે મંગળ ધારણા સંકલ્પરૂપે કરવાની ખાસ જરૂર છે. | વિચારોને પરિપકવ થવા દેવા માટે સારા વાતાવરણ અને સારા વાંચનની ખાસ જરૂર છે. દર શનિ-રવિ અહીં આવો છો એટલે વાતાવરણ સારું મળે પણ સારું વાંચન રોજ ના કલાક શ્રી નવકારનું રાખવા શુભ સંકલ્પ આજે જરૂર કરવો હિતાવહ છે. હરડ Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૧૨૫ ક્ષા પાલનપુર ૧૧-૧૧-૮૩ વિ. શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાનું ભાથું જાપના ડબ્બામાં બરાબર તૈયાર કરી ર૦ના બમણા ૪૦ વર્ષમાં અંતરંગભાવોની સંપત્તિ કાયયોગની ૧૦ કહેવાય, વચનયોગ તેમાં ભળે એટલે ૨૦ થઈ ગણાય. હવે તેમાં મનયોગ અને આત્મા બન્નેનો લય થાય એટલે ૪૦ની કક્ષાએ આરાધના પહોંચે. અર્થાત્ ૪ કષાયો શબ્દ સ્પર્શ - રસ અને રૂપ આ ૪ વિકારો, ૦ છરો પોંઈટ = લગભગ નિ:શેષ થઈ જાય. એવી તૈયારી સાથે પ્રયાણ આરંભળ્યું હશે. તમારી ચઢતી જુવાનીમાં ઉચ્ચાર વિચાર, આચાર અને વાતાવરણ આ ૪ ને સુધારવાની ખાસ જરૂરિયાત પર આ નવું વર્ષ ખૂબ ભાર દે છે. આ જ બાબતો વિકારો અને સંસ્કારોની દિશા તરફ જીવનને ઘસડી ન જાય, તે તરફ આ ૪ની શકિત ૦ = નિશેષ થઈ જાય એમ આ નવું વર્ષ જાણે સૂચવતું લાગે છે. પણ તે કયારે બને કે જ્યારે ૨૦ની તૈયારી હોય, અર્થાત વચન અને કાયાને સંયમની મર્યાદા - ઉચિત આચરણ દ્વારા અશુભ માર્ગે જઈ ન શકે તેવા ૦ પોઈટ લાવવા પ્રયત્ન કરીએ તો ઉચ્ચાર, વિચાર, આચાર અને વાતાવરણ એ ૪ ઉપર પણ કાબૂ મેળવી ૦ પોઈંટ મેળવી શકાય. આ માટે શ્રી નવકાર મહામંત્રનો જાપ - યોગ્ય રીતે નિયત સ્થાન - સમય અને સંખ્યાની મર્યાદા સાથે વ્યવસ્થિતપણે કરવાની જરૂર છે. જપાતું સિદ્ધિ: જપાત્ સિદ્ધિ: જપાત સિદ્ધિઃ કલ યુગે” આ કલિયુગમાં પંચમ આરામાં અનન્યભાવે એક નિષ્ઠા = તુંહી તુંહી ના ભાવથી પંચપરમેષ્ઠીઓના માત્ર નિયત સ્થાન, સમય, સંખ્યા સાથે કરાતાં જાપથી બધી સિદ્ધિ એટલે જીવનવિકાસની કક્ષાઓ મળી રહે છે. તમે પુણ્યવાન છો, ભાગ્યશાળી છો. જે જીવનના સૌભાગ્યની દેવોના અધિરાજ છે મહારાજા પણ ઝંખના કરે તેમ છે. આજના ભૌતિકવાદના ઝેરી વાતાવરણમાં તથા બાહ્ય પરિસ્થિતિએ આજીવિકા - શિક્ષણ સંપત્તિ યોગ્ય વિવિધ સામગ્રીઓની અનુકૂળતા નહીં છતાં ૧૪ / ૧૬ વર્ષની નાની વયે અને ૨૪/૨૫ વર્ષની પ્રૌઢ જવાનીના ઠોકરાળ મા પણ પૂર્વના પુણ્યથી હાઈ એજ્યુકેશન મેળવવા છતાં સાધુ-સાધ્વીવૈયાવચ્ચના હિસાબે અનેકોના આશીર્વાદમાંથી સર્જનાત્મક પંથે વળી શક્યા અને આજે ભરપૂર વિલાસી યુગમાં પંચપરમેષ્ઠીઓને તમે વફાદાર રહેવા તૈયાર થયા. હવે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા પુણ્યાત્માઓ! તમે માત્ર જાપમાં અક્ષરયોગની સાધનામાં મંડી પડો. તમારા ખળભળતા હૈયામાં દિવ્યશકિતનું ગુંજન તમોને જાતે અનુભવવા મળશે. તમારી આંતરિક સ્થિતિમાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા આદિના ધમસાણ – વલોપાત શમી જતા લાગશે અને બાહ્ય પરિસ્થિતિમાં પણ “ોડનીમવેર' માં થયેતે તસ્ય સર્વ મા વચ્ચદં = જે અનન્ય ભાવે મારે આશરે = શરણે આવે છે તેના બધા ભાર = કયે વખતે શું જોઈએ! વગેરે બોજ હું સંભાળી લઉ છું.” આવા દિવ્યકોલના આધારે તમારી આરાધક તરીકેની બાહ્ય-આંતર બધી જાતની જરૂરિયાતો શ્રી નવકાર તરફથી તેના અધિષ્ઠાયકો અસંખ્ય સમ્યગૃષ્ટિ દેવો છે. તેમાંના ગમે તે દેવને ત્યાં આપણી આરાધનાના જાપશકિતના પ્રભાવે બેલ = ઘંટડી વાગશે અને તે દેવ આપણી આરાધનાની સગવડો પૂરી પાડે અથવા અગવડો દૂર હઠાવે. કયારેક પૂર્વકાલીન વિષમ કર્મનો ઉદય હોય તો પણ “ર ૐ અંધેર નહી” એ સૂત્ર યાદ રાખવું. વળી “સાધકની નાવ ડોલે ગમે તેટલી પણ આરાધનાનો સઢ જાળવી રાખે તો ડૂબે નહીં આ વાકય પણ યાદ રાખવું. આપણું કામ માત્ર નિયત સ્થાન, સમય, સંખ્યાના ધોરણે શ્રી નવકારના વણ અક્ષરોને સ્ફટિક જેવા સામે ધારી બ્લ્યુ રંગમાં સફેદ અક્ષરવાળા શ્રી નવકારના ચાર્ટ સામે રોજ ૩ મિનિટ ૩ દિવસ ૫ મિનિટ ૫ દિવસ પ્રથમ વિભાગ ત્રણ વાર કરવો. ૭ મિનિટ ૭ દિવસ ૯ મિનિટ ૯ દિવસ ૧૧ મિનિટ ૧૧ દિવસ ૧૫ મિનિટ ૧૫ દિવસ ૨૧ મિનિટ ર૧ દિવસ દ્વિતીય વિભાગ ત્રણ વાર કરવો. ૨૭ મિનિટ ર૭ દિવસ આ રીતે શ્રી નવકારના અક્ષરોને જોઈ રહેવાના, માત્ર જોવાનો પ્રયત્ન અર્થ ચિંતન નહીં ફકત બીજા વિચારો આવે તો શ્રી નવકારના ગમે તે પદના ગમે તે વર્ણ - અક્ષર પર ધ્યાન કેન્દ્રિત કરવું. આથી વિશિષ્ટ દિવ્યશકિતનો સ્રોત અંદરથી વહેવા માંડે છે. જરૂર નવા વર્ષમાં આનો અમલ બને તો શરૂ કરશો. Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તખ્તચંદ્રિકા ૧૨૭ Sાક S પાલનપુર ૧૨-૧૧-૮૩ વિ. જીવન એટલે માત્ર શ્વાસપ્રક્રિયાની હલનચલન નથી, પણ જીવન- તત્વને સક્રિય થવા માટે જરૂરી દશ દ્રવ્યપ્રાણો = ૫ ઈન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોચ્છવાસ અને આયુષ્યની સુવ્યવસ્થિત જાળવણી સાથે સદુપયોગ તેનું નામ જીવન. માત્ર શ્વાસોચ્છવાસ અને આયુષ્ય સાથે જીવનનો સંબંધ સ્થૂળ દષ્ટિએ છે. હકીકતમાં આ દશ દ્રવ્યપ્રાણોથી આપણા અંતરના મુખ્ય ભાવજીવનના પ્રાણભૂત અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્ય આ ચાર ભાવ પ્રાણોનું જતન થાય તો વાસ્તવિક રૂપે જીવન જીવ્યું ગણાય. બાકી તો લુહારની ધમણમાંથી પણ હવા નીકળે છે. એટલે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા તે સાચું જીવન નહીં, જડ જીવન ગણાય. કેમ કે તેમાં જડ – પૌદ્ગલિક પદાથથી જ માત્ર સારસંભાળ લેવાય છે પણ અંતરના ગુણો જે કે આત્મતત્વનાં મૂળભૂત પરિચાયક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આ ચાર બાબતોની દરકારવાળું જીવન સાચું જીવન – ભાવજીવન ગણાય. જરા અઘરી આ વાત છે પણ શ્રી નવકાર આપણા અંતરના મૂળભૂત આ ચાર ગુણોની માવજત કરે છે. ભાવજીવન જીવવા માટે અંતરની જાગૃતિ ખાસ જરૂરી છે. શ્રી નવકારના જાપથી જાગૃતિ કેળવાય છે. પણ તેના માધ્યમ તરીકે અંતરના મૂળભૂત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ પ્રાણભૂત શકિત - તત્ત્વોને વિકસિત કરવાની ખાસ જરૂર છે. આ માટે જરૂરી તત્વ તરીકે આચારનિષ્ઠા અને જ્ઞાની ગુરુની નિશ્રાની ખાસ જરૂર છે. જ્ઞાની ગુરુની નિશ્રાના અભાવે આપમતિ-સ્વચ્છેદભાવ પર કાબૂ ન આવે, તે વિના આચારનિષ્ઠાનું ઘડતર થઈ ન શકે. હકીકતે ધૂળ-કચરરૂપ દેખાતી માટી જેમ કુશળ કારીગરના હાથે કેળવાઈને વિશિષ્ટ ઘાટરૂપે થઈ વ્યવહારનાં ઉપયોગી કાર્યોમાં અપૂર્વ ફાળો આપે છે તેમ આપણી અંતરની જીવનશકિત જડ જીવનના ફંદામાં ફસાઈ દુઃખ-અશાંતિના ઉકરડામાં ગૂંચાયેલી છતાં સ્વચ્છેદભાવના નિરોધના બળે, Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા અંતરની જાગૃતિના બળે યોગ્ય વાત્સલ્યપૂર્ણ જ્ઞાની ગુરુરૂપ કારીગરોના હાથે આચારનિષ્ઠાના ઘડતરના પંથે ધપી શકે છે. મારા જીવનમાં મેં એવો અનુભવ કર્યો છે કે, પૂર્વના પુણ્યયોગે શુભ સંસ્કારોના વાતાવરણમાં જન્મી, ઊછરી અત્યંત નાની વયે પ્રભુશાસનનું સંયમ મળ્યું. સાથે જ તે જાતનું વિશિષ્ટ ઘડતર સંસારપક્ષે પિતા છતાં વધુ ભાવવાત્સલ્યભર્યા ગુરુ તરીકે લોકસમુદાય અને સંઘની આકરી ટીકાઓ સહીને પણ મારા જીવનને ઘડવા માટે લોહીનું પાણી પૂછ તારક ગુરુદેવે કર્યું. તેમાં વધુને વધુ ફાળો મારી બાલ્યાવસ્થાની તોફાની વૃત્તિઓને ચૌદમા રત્ન – દંડનીતિ દ્વારા કાબૂમાં લઈ પૂ. ગુરુદેવે મારી સ્વચ્છેદવૃત્તિઓને એવી નાથી કે ડેમરૂપે મારી આસપાસ મર્યાદાઓ ગોઠવાઈ ગઈ, જેનાથી શકિતઓ નાના રૂપમાં ઉદ્ભવતી છતાં વિશાળતાના રૂપમાં પરિણમવા લાગી. આ બધાના મૂળમાં મારા ગુરુ માનો કડપભર્યો સ્વભાવ, પૂરતી દેખરેખ અને મિનિટ મિનિટના હિસાબથી સ્વચ્છેદ વૃત્તિ એવી નથાઈ ગઈ કે તે પૂજ્ય તારક ગુરુદેવની નિશ્રાએ મારા જીવનનું ઘડતર આચારનિષ્ઠાના ઉદાત્તપંથે વળી - સંયમ પંથે શિથિલતાનો ૧૦૦મો ભાગ પણ મારા જીવનમાં ન પ્રવેશી શકયો. આ બધું શ્રી ગુરુદેવની મંગળનિશ્રાએ કડપભર્યા વર્તનથી ઘડાયેલ સ્વચ્છંદતા -નિરોધનું શુભ પરિણામ છે. મૂળ વાત એ છે કે શ્રી નવકારને સમર્પિત થનાર આરાધક પુણ્યાત્મા આજ્ઞાધીન જીવનના આદર્શને કેન્દ્રમાં રાખી સ્વચ્છેદભાવ – આપમતિ વિચારકેંદ્રિય જીવન આદિ આરાધનાનાં વિકૃત તત્ત્વોને જીવનમાંથી અળગા કરવા પ્રયત્ન કરે. આરાધનાના પંથે વિચારકેંદ્રિય જીવન કે આપમતિ મોટામાં મોટું દૂષણ - કલંક છે. કેમ કે તેનાથી આજ્ઞાની વફાદારીમાં ટકી શકાય નહીં, તેથી આરાધક પુણ્યાત્માએ ગમે તે ભોગે યોગ્ય જ્ઞાની ગુરુ-નિશ્રા સ્વીકારી અંતરથી સમર્પિત બની તેઓની નિશ્રાએ મન - વચન - કાયાએ પ્રવર્તવાના શુભ આશયને દઢ કરી નિશ્રાનો લાભ મેળવી આપમતિ – સ્વછંદ ભાવ કે વિચાર કેંદ્રિયતાને જીવનમાંથી ઘટાડવા પ્રયત્ન કરવો. વિચારકેદ્રિય જીવન જીવવાની પડી ગયેલ ઘરેડ પ્રમાણે આચારનિષ્ઠાના ઉદાત્ત આદર્શની મહત્તાના પંથે જવાની વિચારણા ભાગ્યે જ ઊપજે, પણ વિચાર કેન્દ્રીય પદ્ધતિ આપણને વિવિધ શુભાશુભ કલ્પનાના રવાડે ચડાવી ડુંગળીનાં છોતરાં ઉખેડવાની જેમ નાના પ્રકારના વિચારોના વમળમાં અંતરની શક્તિ ખોરવાઈ જાય છે. તેથી શ્રી નવકારના આરાધકે શ્રદ્ધાના પાયાને મજબૂત કરી વિચારોને મંદગતિવાળા બનાવી લક્ષ્યની જાગૃતિના આધારો આચારનિષ્ઠા- સ્વચ્છેદભાવ નિરોધ - આત્મસમર્પણ આદિના જીવનશુદ્ધિનાં મૂળભૂત તત્ત્વોને અપનાવવા પ્રયત્ન કરવો. Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા, ૧૨૯ - ૬૩ ૧૭-૧૧-૮૩ પાલનપુર વિચારોની દુનિયામાં ખોવાઈ જનાર સાધનાના પંથે ડગલાં ભરી શકતો નથી. લક્ષ્યની જાગૃતિ થયા પછી વિચારોની દુનિયા પલટાઈ જાય છે. આચારના પગથારે ઉત્તરોત્તર વિકાસમાં આરાધક મચ્યો રહે છે. આપણા જીવનને ડોળનાર આપણી ઈચ્છાઓ – વાસનાઓ પર કાબૂ મેળવવાના પ્રયત્ન કરતાં સાચો આરાધક તે ઈચ્છાઓ અને વાસનાઓ જ્યાંથી ઊપજે છે તે મોહની ભૂમિકાને પલટાવવામાં પુરુષાર્થની મહત્તા માને છે. વિચારોની દુનિયામાં રાચનાર વ્યકિત મોહના તત્વને પારખી શકતો નથી. મોહ પરખાય કયારે? લક્ષ્યની જાગૃતિ સાથે કરાતી આચારશુદ્ધિની સાધનાથી. તેથી આરાધક પુણ્યાત્મા યોગ્ય જ્ઞાની ગુરુની નિશ્રાએ પુરુષાર્થ ફોરવી આચારશુદ્ધિ માટે મથામણ કરે. માટે જ શ્રી નવકારની આરાધનાની ફળશ્રુતિરૂપે શ્રી નવકારનાં છેલ્લાં ૪ પદોની ચૂલિકામાં “સવ્વપાવપૂMાસ' પદથી જીવનવિકાસને અવરોધી રહેલ મોહના સંસ્કારોને પાપ શબ્દથી ઓળખાવી તેના સમૂળ નાશ દ્વારા આચારશુદ્ધિ પર ભાર મૂકયો છે. આચારશુદ્ધિથી પાત્રતા પ્રગટે છે, વિકસે છે. તે આચારશુદ્ધિ આહાર-વાતાવરણ બંનેની પવિત્ર મર્યાદાઓની જાળવણીથી વધુ સક્રિય બને છે. શ્રી નવકારની આરાધનામાં આહાર-વિહાર અને વાતાવરણની શુદ્ધિ આ ત્રિપુટીની ખાસ જરૂર છે. મારા જીવનમાં પૂ, તારક ગુરુદેવશ્રીના વરદ અનુગ્રહથી મારી સ્મૃતિ અનુસાર ૮ થી ૨૦ વર્ષ દરમ્યાન સાત્વિક આહાર - કોઈનો સંપર્ક નહીં અને જ્ઞાન – ધ્યાન, ભણવું અને સ્વાધ્યાય સિવાય બીજી કોઈ વાતચીત નહીં. પરિણામે મારા જીવનમાં મહામહિમશાળી શ્રી નવકારને પધરાવવા માટે પૂર્વભૂમિકા વિશુદ્ધિવાળી તૈયાર થઈ ગઈ. વિચારોમાં વિકૃતિ અને આચારમાં શિથિલતાને પેસવાની તક મારા ઉપકારી ગુરુદેવની સતત દેખરેખથી મળી નહીં. તમે પણ પુણ્યશાળી છો કે ચઢતી જવાની – વિકારોની ખાઈની કેડી સમી - ના ઉબરામાં જ તમને શ્રી નવકાર ભેટી ગયો. પણ તેમાં આહારશુદ્ધિ, વિહારશુદ્ધિની ખામી બહુ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આહારમાં તીખા તમતમતા, તળેલાં, ચટણી, મસાલા, હોટલના, બજારૂ ચીજોના વપરાશની સંભવિતતા વધુ છે. તેમજ વિહાર એટલે ભાઈબંધ - દોસ્તોનું સર્કલ એવું છે કે તમે તેઓને તમારી આધ્યાત્મિક વૃત્તિઓના વલણની વાત સ્પષ્ટપણે કરી શકવાની નૈતિક હિંમત ગમે તે કારણે કેળવી શકતા નથી. લાજે – શરમે દાક્ષિણ્યતાના દુરુપયોગથી તમો કયારેક તમોને અંદરથી ન ગમતી પ્રવૃત્તિઓમાં પણ ભાઈબંધો સાથે ભળી જાઓ છો. જેમાં પિકચર, હોટલો, રાત્રે ફરવા જવું, મોડે સુધી ઈધર ઉધરનાં ગપ્પાંઓમાં જાપનો સમય અગર સવારે વહેલાં ઊઠવાનો સમય ડોળાઈ જાય. આમાં તમોને અંતરનો રસ ન પણ હોય પણ લાજે શરમે અગર ભાઇબંધો આપણી ધાર્મિકતાની ટીખળ કરે તે ભયથી તમે તેમાં જોડાઓ છો પણ અંતરથી ઊંડું વિચારી કંઈક વિહારશુદ્ધિ કેળવવાના ઉપાયો કેળવવા જરૂરી છે. ૧૩૦ એક વાત અહીં મારા ધ્યાન બહાર નથી કે ૭/૮ કલાકની સર્વિસ અને બે ત્રણ કલાક સર્વિસ માટે જવા આવવાની હાડમારી એટલે ૧૦/૧૧ કલાકના મેન્ટલ ટેન્સનને હળવું કરવા તમને આવું જરૂરી પણ લાગે. આદિથી છતાં નિર્દોષ આનંદ- ગમે તે સુંદર સ્થાને ભકિતગીતો - હળવું નિર્દોષ વાંચન આ ટેન્શન ઘટાડી શકાય, પણ આપણી આરાધના મર્યાદાને પોષક વિહારશુદ્ધિમાં ગાબડું પડે તેવી પ્રવૃત્તિઓ તો ન કરાય તે વધુ ઇષ્ટ છે. તેમ છતાં પરિસ્થિતિ વશ આવું બધું કરવું પડે તો તેની સામે પોઝિટિવ એપ્રોચ જીવન શુદ્ધિ સહાયક – = = - પુણ્યાત્માઓના ઉત્તમ પુણ્યની દેવોને પણ અદેખાઈ આવે છે. તમે આજે વિષમ કલિકાલ - ભૌતિકવાદના ઝેરી વાતાવરણ, અમદાવાદ જેવા સમૃદ્ધ શહેર અને તેવા વિષમ વાતાવરણમાં હોવા છતાં તમો શ્રી નવકારને સમર્પિત થઈ શકયા છો. છતાં કેટલીક સંજોગોની ભીંસ, થોડીક ઉપેક્ષાથી કેટલાક જરૂરી નકકર ઉપાયો દ્વારા આહાર-વિહારની શુદ્ધિ જાળવી નથી શકતા તે ઉચિત નથી, તે માટે ખૂબ સાવચેત રહો, કેમકે પાયાની બેદરકારી કરેલ મહેનતને સફળ થવા દેતી નથી, શ્રી નવકારના જાપ માટે ૪ સાધન ખાસ જરૂરી છે. = = ૦ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા ૦ શ્રી નવકારનું સ્મરણ ૦ શ્રી નવકારના સાહિત્યનું વાંચન ૦ ધર્મચમાં સામાયિક ૦ દૈનિક જાપનો નિયત સમય આદિ સાધનોનો યથાયોગ્ય ઉપયોગ કરવામાં બેદરકારી પણ વાજબી ન ગણાય. નિયમિત સમય, સ્થાન, સંખ્યા. આહારશુદ્ઘિ (અભક્ષ્યત્યાગ, સાત્ત્વિક આહાર) વિહારશુદ્ધિ – સાંસારિક વાસનાવર્ધક ભાઈબંધ દોસ્તોના સાહચર્યનો ત્યાગ. Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા = વાતાવરણ શુદ્ધિ = આરાધનાને ડોળનારા હોટલ, T.V., સિનેમા – વર્તમાનકાલીન મનોરંજન શૉ વગેરેનો ત્યાગ. આ ૪ બાબતોનું ધ્યાન રાખનાર આરાધક અંતરની શક્તિઓને વિકસાવી શકે છે. મૈં ૬૪ ૧૩૧ 延 ૧૯-૧૧-૮૩ વિ શ્રી નવકારના આરાધક તરીકે વિચારોમાં જાગૃતિ કેળવવી જરૂરી છે જેથી આચારમાં આવતી ગરબડ રોકી શકાય. આપણા જીવનમાં બે સ્રોત વહે છે. એક આત્મકેન્દ્રીય, બીજો પુદ્ગલ કેન્દ્રીય. આત્મકેન્દ્રીય ચેતનાનો પ્રવાહ ઊર્ધ્વમુખી હોય છે. તેમાં આપણી જીવનશકિતઓને વાળવી અઘરી પડે છે, જ્યારે પુદ્ગલ કેન્દ્રીય સ્રોત અધોગામી હોય છે. વિકારી વાસનાના અનાદિકાલીન આવેગોના અભ્યાસ – ટેવથી અંતરમાં રહેલી શકિતઓ આપોઆપ તે તરફ ઝૂકી જાય છે. = તે અધોમુખી સ્રોત તરફ ઝૂકતી વ્યકિતઓને ઊર્ધ્વમુખી સ્રોત તરફ વાળવા માટે પ્રથમ તબકકામાં અધોમુખી ઝકાવ ઘટાડવા જીવનમાં કેટલાંક નેગેટિવ નિષેધાત્મક તત્ત્વોને વિકસાવવાં જરૂરી છે. તે શ્રી નવકારની આરાધનાનો પ્રથમ તબકકો છે. ખાન-પાન, રહેણી-કરણી, આહાર-વિહાર વાતાવરણ આદિમાં જેનાથી પુદ્ગલભાવ તરફ રાગ-દ્વેષની રીતે ઝૂકાવ થતો હોય તે ન થવા દેવો. તે માટે શ્રી નવકારની ચોકી મૂકી અંતરને જાગૃત સભાન રાખવા મથવું તે આરાધનાનો પ્રથમ પાયો છે. આ પાયા માટે તપ (ઇચ્છારોધ-વાસનાનિગ્રહ)નું બળ વધારવું જરૂરી છે. તેના પ્રાથમિક અભ્યાસરૂપે નવકારશી, રાત્રિ ભોજન ત્યાગ, અભક્ષ્યત્યાગ, સિનેમાત્યાગ, T.V. ત્યાગ, વિજ્રતીય પરિચયનો ત્યાગ, હોટલ ત્યાગ, ધૂમ્રપાન, તમાકુ, મસાલાઓ, આદિ ત્યાગ – આદિ બાબતોનો અભ્યાસ જરૂરી છે. શ્રી નવકારના સાધક તરીકે ઉમેદવારી માટે જપની નિયમિતતા સાથે રહેણીકરણીની વ્યવસ્થિતતા Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જાળવવી ખૂબ જરૂરી છે. શ્રી નવકારનો જાપ બે રીતે ચાલુ, શબ્દથી અને મનથી ! અંદર થતાં ઉચ્ચારણો પર ધ્યાન કેંદ્રિત કરવા રૂપે થતો જાપ મનથી આપમેળે ગણાય અને અંદર જાપના ઉચ્ચાર ધ્વનિ પર મન કેંદ્રિત ન હોય, માત્ર જીભથી જાપ થતો હોય તે શબ્દાપ ગણાય. શબ્દજાપની સ્થાન – સમય – ‘આદિની મર્યાદા જળવાય તો તે વિચારોને બંધ કરી માનસિક જાપની ભૂમિકા આપી શકે છે. પણ રહેણી-કરણીની મર્યાદાના પાલનની તો ખાસ જરૂર છે. તે વિના સ્થાન સમય આદિની મર્યાદા ફળતી નથી. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા જીવનશુદ્ધિના રાહે ચાલવામાં હકીકતે અંતરંગ પરિણતિની કેળવણીની મહત્તા છે તે કયારે કેળવાય ? જ્યારે કે રહેણી-કરણી સાત્ત્વિક હોય, આપણી રહેણી-કરણીમાં સાત્ત્વિકતા એટલે નીતિ-ધર્મ અને સદાચારની મર્યાદાઓ જળવાતી હોય. - જાપ દ્વારા ઊપજતી શકિત અંતરના રાહે આત્મા સુધી ત્યારે પહોંચે જ્યારે એના માધ્યમ તરીકે સાત્ત્વિક આહાર-સાત્ત્વિક જીવનચર્યાં અને સાત્ત્વિક વાતાવરણ આ ત્રિપુટીનું યોગ્ય બળ મળે ત્યારે. તમોને શ્રી નવકારના પ્રભાવે યોગ્ય સમજણ તો મળી છે, પણ તેમાં વિવેકનું મિશ્રણ યથોચિત માત્રામાં ભેળવવાની જરૂર છે. દુનિયાદારી, વ્યવહારુ ધોરણે કેટલીક - વિચારધારા તમોને આધ્યાત્મિક સાધનાના પાયા સમી સાત્ત્વિક જીવનધારા અપનાવતાં જરા સંકોચ થાય છે. પણ જીવનનું લક્ષ્ય વિશિષ્ટ રીતે કેળવાય પછી આવો સંકોચ વાજબી નહીં! જરા ગંભીરપણે વિચારશો. દુનિયાદારીનાં સર્ટિફીકેટો સ્થાયી કે સમજણવાળાં નથી હોતાં. આજે સવળું કે અવળું બોલનારી દુનિયા આવતી કાલે કયા ધોરણ પર જશે તે નિશ્ચિત નથી. - વિચારોની ભૂમિકા સ્પષ્ટ રીતે લક્ષ્યગામી બની જાય, પછી ભાઈબંધો - દોસ્તો – કે અમુક સ્વજન વર્ગમાં અજ્ઞાન દશાથી ઊભી થતી હવાના આવરણને ભેદવા જેટલી ક્ષમતા તો વિવેક અને નિષ્ઠાવાળા આરાધકે કેળવવી જોઇએ. આ માટે શ્રી વીતરાગપ્રભુનું અવલંબન નામ જપ, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી દ્રવ્યપૂજા અને તે પછી ભાવપૂજા રૂપે ચૈત્યવંદન સ્તવન, પ્રાર્થના આદિમાં વધુ મન પરોવવાની જરૂર છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા ૬૩૩ ગ્રંથ SLE વાસણા જૈન ઉપાશ્રય ૨૩-૧૧-૮૩ જીવનમાં સંસ્કારો તે સાચી મૂડી છે, તેના આધારે ઉજજ્વળ ભાવીનું નિર્માણ કરી શકાય. આજ સુધી આપણે વાસના અને વિકારી તત્ત્વોની પ્રેરણા બળે મન-વચન-કાયાને પ્રવર્તાવી અશુભ સંસ્કારોનું બળ ઘણું જ જથ્થાબંધ ભેગું કર્યું છે. તેથી જ આપણો અંતરનો ઝકાવ શુદ્ધિ કે સદાચાર તરફ બહુ ઓછો રહે છે. હજુ વિચારો આપણા શુદ્ધિ - સદાચાર તરફ ઝૂકે, જોકે તે પણ પુણ્યાઈની નિશાની ગણાય કે આપણને શુદ્ધિ સદાચાર ગમે છે. પણ તે અંગેના નિષ્ઠાભર્યા પ્રયત્ન વિના એકલા ગમવા માત્રથી જીવનનો વિકાસ સુશકય નથી. તેથી તમો જીવનને સુસંસ્કારી બનાવવા જરૂર સક્રિય બનશો, તે વિના જીવનનો વિકાસ શકય નથી. સુસંસ્કારોને જાળવવા આહાર, વાતાવરણ, દષ્ટિ અને વિચારોને સુસંયમિત બનાવવાની ખાસ જરૂર છે. આહારમાં તીખું, ખાટું, મેંદાનો ખોરાક, મસાલા, બજારુ-પીણાં, બરફ, આઈસ્ક્રીમ અને ફ્રીજમાં મૂકેલ ચીજો આ બધાનો ઉપયોગ સદંતર બંધ રહે તેમ કરવાની જરૂર છે. વાતાવરણમાં નોકરી ધંધા સિવાય ઓળખાણનું મંડળ સદાચારના ઝકાવવાળું મળવું મુશ્કેલ, પણ દુરાચાર, ખોટાં વર્તનોમાં પ્રેરનાર હોય તેવા ભાઈબંધો - દોસ્તોનો સંપર્ક અને T.V, હોટલ, જુગારખાનું, કલબ, મેચ, સિનેમાઘરો વગેરે સ્થળોની મુલાકાત ન લેવી. દષ્ટિ માટે = સદા માટે નીચી નજર કે લક્ષ્યગામી નજર રાખવી, અત્યંત સુંદર વિજાતીયને ધારીને કદી ન જેવી, વિચારોમાં પડેલ તેના પ્રતિબિંબને ભૂંસવા મથવું. | વિચારોમાં ઉપરની ત્રણ બાબતોમાં સંયમ જાળવવાથી સાહજિક રીતે શુદ્ધિનું તત્વ પ્રગટે છે. વિચારોમાં નૈતિક – આધ્યાત્મિક વિચારોને અગ્રતા અપાય છે. તેવું વાતાવરણ – વાંચન – સાહિત્ય આદિની પકકડ આવે છે. આ રીતે સુસંસ્કારોની મૂડી જાળવી રાખવા પ્રયત્ન કરવો જરૂરી છે. શ્રી નવકારના શાશ્વત ૧૮ વર્ણોના નિધિને સુરક્ષિત રાખી શકે છે. જે મનની ભૂમિકામાં એ રીતે શ્રી નવકારને પધરાવાય તો. શ્રી નવકારના અક્ષરોનું વિશુદ્ધ ઉચ્ચારણ પદ્ધતિપૂર્વક કરાય તો સુસંસ્કારોને ડોળી નાંખનારા કુસંસ્કારો કે જે મોહના ઉદયથી ઊપજ આત્માની મૌલિક સંપત્તિ પર કબજો જમાવે છે તેને મૂળમાંથી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા હચમચાવી શકાય છે. શ્રી નવકારના દરેક અક્ષરને દૃષ્ટિથી કલ્પનાની પાટી પર લખી શ્વેત સ્ફટિકરૂપે ચિંતવી તેની સામે દષ્ટિ સ્થિર રાખી જાપ કરવામાં આવે તો અંતરમાંથી દિવ્ય શકિતનો સ્રોત ધોધબંધ આપણા ઊંડાણમાંથી આવતા અનુભવી શકાય. પરિણામે સુસંસ્કારોનું બળ ખૂબ વિકસે છે. દષ્ટિમાં કે કલ્પનામાં સ્થિરતાપૂર્વક આ જાપ કરવાનું સૌભાગ્ય દેવગુરુકૃપાએ મેળવવાની જરૂર છે. એ માટે મંગળજ્યોતના અગર શ્રી નવકારના મોટા અક્ષરના કોઈ ચિત્ર – જેના અક્ષરો સફેદ હોય તેના પર ધ્યાન ૨ મિનિટથી ૭ મિનિટ કેન્દ્રિત કરવાની જરૂર છે. ૪ મિનિટ ધ્યાન કેન્દ્રિત થયેથી અક્ષરોમાંથી દિવ્યશકિતનો પુંજ પ્રગટતો લાગશે. અક્ષરોમાંથી એટમની જેમ તેજસ્વી કણો ચોપાસ વેરાતા હોય તેવું લાગશે. પરિણામે વિચારોમાં શાંતિ અપૂર્વ રીતે છવાઈ જશે. પ્રયોગાત્મક રીતે આ વાતને અમલમાં મૂકવી જરૂરી છે. શ્રાવું ૨૬-૧૧-૮૩ વિ, આરાધનાના પંથે ચાલતાં આરાધનાને ઉપયોગી તત્ત્વોને ઓળખી જીવનમાં અપનાવવાં જરૂરી છે. તે તત્ત્વો જ્ઞાની નિશ્રા, ગુરુકૃપા, પવિત્ર વાતાવરણ અને આહારશુદ્ધિ આ ૪ બાબતોની મજબૂતાઈ ઉપર શ્રી નવકારની આરાધના આંતરિક રાગાદિ વિકારોને શમાવનારી થાય છે. માનસિક ધીરતા – સ્વસ્થતા માટે પણ આ ૪ સાધનો ખાસ જરૂરી છે, જેમાં પાછલા ક્રમથી આહારશુદ્ધિ કદાચ ન જળવાય તો પવિત્ર વાતાવરણ આદિ ત્રણથી પણ આરાધનાનો ક્રમ વ્યવસ્થિત જળવાય છે. કદાચ આહારશુદ્ધિ, વાતાવરણની પવિત્રતા (ભાઈબંધોની સરભરા આદિ) જાળવવામાં ત્રુટિ આવે તો ગુરુકૃપા અને જ્ઞાની નિશ્રા આ બેથી આરાધનામાં વ્યવસ્થિત રીતે આત્માને વિકાસની કક્ષાએ પહોંચાડે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા છેવટે કદાચ આહારશુદ્ધિ, પવિત્ર વાતાવરણ અને ગુરુકૃપા ન મળી શકી હોય તો એક જ્ઞાની મહાપુરુષોનાં ચરણોની નિશ્રાના બળે અંતરનો વિકાસ સાધી શકાય. સાધનામાર્ગે સૌથી પ્રથમ અગત્યની ચીજ છે સ્વત્વનું વિસર્જન = હું = આપણા શરીરની સગવડ, માનસિક વિચારો અને બૌદ્ધિક નિર્ણયો. આ બધાને જતા કરી જ્ઞાની મહાપુરુષોની નિશ્રા આપણી જાતને મહાપુરુષોની આજ્ઞા મુજબ ઘડવાની તત્પરતા. = ૧૩૫ આ વિના ગુરુકૃપાને પાત્ર બની શકાય નહીં. વાતાવરણની પવિત્રતા અને આહારશુદ્ધિનો પણ યથાર્થ નકકર લાભ ન મળે – આંતરિક અશુદ્ધિઓની ઓળખાણ વિના પવિત્ર વાતાવરણ અને આહારશુદ્ધિ દ્વારા અંતરના વિકારોને કાઢવા મથામણ શી રીતે થાય ? તમારે આંતરિક વિકાસના પંથે થતા પ્રયાણોમાં ઝડપ નથી આવતી - આંતરિક દિવ્યશાંતિની ઝાંખી થાય છે પણ હકીકતે વિષમતાઓમાં દિવ્યશાંતિના વહેતા ઝરણાંનો અનુભવ હજુ થઈ શકયો નથી. તેની પાછળ મેઈન માસ્તર કી સમા જાપમાં હજુ મુડની રાહ જોવી પડે છે. તે હકીકતે જ્ઞાનીઓની નિશ્રામાં થોડી કચાશ છે. યદ્યપિ દર શનિવારે તમો ત્રણ કે વારાફરતી બેટરી પાવરને રિચાર્જ કરાવવા નિયમિત આવો છો પણ તેની અસર ટકાવનાર સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, રાત્રિ ભોજનનો ત્યાગ, નિયત સ્થાન, સમય, આદિની મર્યાદા તેમજ શ્રી નવકારના સાહિત્યનું વાંચન આદિના પાલનમાં તેમજ વિજાતીય દેશ, કાળ, ભાઈબંધો, સિનેમા, હોટલ આદિના ત્યાગમાં કસર રહે છે. તેથી જ્ઞાની નિશ્રાનો લાભ મેળવવા બેટરી રિચાર્જ થવા છતાં પાછી સ્લો થઈ જાય છે. તો ઉપર બતાવ્યા મુજબ સહકારી નિયમોનું પાલન અને વિજાતીય દેશ-કાળ આદિના ત્યાગ માટે જરા લક્ષ્ય આપો તો ઠચૂકઠચૂક ચાલતી બાબાગાડી કે બાપુની રેલવે જનતા, ફલાઈંગ કે ડબલ એકસપ્રેસમાં કન્વર્ટ થઈ જાય. તે માટે તમારામાં ઉમંગ છે, ભાવના છે, પવિત્ર વિચારો છે, પણ જરા આ બાજુ ગંભીરપણે વિચારવાની જરૂર છે. બીજા કરતાં તમારું જીવન આરાધનાના પગથારે વિશિષ્ટ ભૂમિકાના ઘડતર સાથે ગોઠવાયું છે. ભવિષ્યમાં તમે આનાં મીઠા ફળ ચાખશો જ! પણ હાલમાં તમો જે રીતે દર શનિવારે આવો છો તે ખૂબ જ સારું છે, તેને સફળ બનાવવા તમારે અહીંથી બેટરી ચાર્જ કરાવી તેની માવજતરૂપે યોગ્ય આહાર-વિહાર આદિની જીવનચર્યામાં વ્યવસ્થિત પ્રયત્નશીલ રહેવાની જરૂર છે. મારા પોતાના જીવનમાં પૂર્વના પુણ્યયોગે આહારશુદ્ધિ, પવિત્ર વાતાવરણ, ગુરુકૃપા અને જ્ઞાની ગુરુ મ૰ ની નિશ્રા એ ૪ મહત્ત્વની બાબતોનો સુયોગ મળી ગયો હોઈ મને મારી પુણ્યાઈ અને દેવગુરુની વરસેલી કૃપા બદલ ખૂબ ગૌરવ અનુભવાય છે. તમને પણ ત્રીસ પછીની વયમાં આ બધાના ફળરૂપે પ્રગટતી માનસિક સ્વસ્થતા અને વિચારોની સમતુલા જળવાશે ત્યારે અંતર્નિરીક્ષણ દ્વારા બીજાઓને નહીં મળેલ વિશિષ્ટ આ ચાર સાધનોના સહયોગની ખરી કિંમત સમજાશે. માટે અત્યારે હાલ જે દર શનિ-રવિવારે મેળવો છો તેનો વ્યવસ્થિત લાભ લેવા જરૂરી યોગ્ય આદરવાલાયક મર્યાદા અને છોડવાલાયક પદાર્થોના ત્યાગ માટે જરૂર પ્રયત્નશીલ રહેશો. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા તમો શ્રી નવકારની આરાધનાના બળે આધ્યાત્મિક ઉન્નતિનાં દિવ્ય સોપાનો ઉત્તરોત્તર મેળવતા જાઓ એ મંગલ કામના. લાલ ચારૂપતીર્થ ૨૯-૧૧-૮૩ શ્રી નવકારના શરણે વૃત્તિઓને લઈ જવા માટે આપણે આ જાતનો સંકલ્પ કરવાની જરૂર છે. આ સંકલ્પથી વૃત્તિઓ શાંત બને છે. અંતરમાં રહેલ વિકારી ભાવો કાબૂમાં આવે છે. શ્રદ્ધામાં સ્થિરતા આવે છે, તેથી નીચેના સંકલ્પને જીવનમાં સચોટપણે ટકાવવા પ્રયત્ન કરવાની જરૂર છે. અંતરંગ સાધનાની શક્તિને વિકસાવનાર વિશિષ્ટ સંકલ્પ “હ પરમારાધ્ય શ્રી નવકાર! હે મારા જીવનના ધ્રુવતારક સમા પંચ પરમેષ્ઠીઓ ” વિચારો, લાગણીઓ અને કાર્યોના મિશ્રણવાળું મારું અસ્તિત્વ ભૂંસવા હું તમારા શરણે આવ્યો છું. તમારી આજ્ઞાના ખીલે મારા વિચારો, લાગણીઓ અને કાયોને બાંધી દેવાનો દઢ સંકલ્પ કરું છું. તમારી આજ્ઞાને શિરસાવંધ કરી વિચારો, લાગણીઓ અને કાર્યોના મિશ્રણરૂપ મારા અસ્તિત્વને ભૂંસી નાંખવા અને તેમના જાગી છે. મારા સઘળાં કાર્યો મારી બુદ્ધિ, મારી ઈચ્છાઓના પ્રેરક તરીકે અહંકારના બદલે તમારી આજ્ઞાનું બળ મને પ્રાપ્ત થાઓ ! કોઈ પણ કાર્યની સફળતા - નિષ્ફળતામાં મારો અહં પોસાય કે ઘવાય નહીં તે માટે તમારી આજ્ઞાને નિષ્ઠાથી સ્વીકારવા ટીબદ્ધ થયો છું. આવી નિષ્કામ શરણાગતિ માટે ઉચિત યોગ્ય સમજણ અને ભાવવિભોર નમ્રતા મને મળી રહે એ અભ્યર્થના!! Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૧૩૭ મારામાં કંઈક મેળવવા માટેની અદમ્ય અતૃપ્ત વાસના સર્વથા તમારી આજ્ઞાના લક્ષ્યથી શાંત થવા પામે, પછી કશા માટે ઝાંપા મારવાનું કે કંઈક મેળવવા માટેની વ્યાકુળતા જેવું મારા જીવનમાં ન રહે એ હકીક્ત સાકાર બને એ મંગળ કામના !! સમ કે વિષમ સ્થિતિમાં આનંદ માણવાની કે ફરિયાદ કરવાની જગ જૂની મારી ટેવ સદા માટે અસ્ત થાઓ એવી હાર્દિક નમ્ર પ્રાર્થના છે.સદા કામના અને બદલાની આશાના દોરે ચાલતી અમારી વિચારસરણિ અને કાર્યપદ્ધતિ શ્રદ્ધા-નિષ્ઠાના જોરે સમર્પિતભાવ-બિનશરતી શરણાગતિ ભાવ તરફ ઝૂકી જય એ અંતરની કામના ! છેવટે તમારી આજ્ઞાઓને શિરોધાર્ય કરી તે તે આજ્ઞાઓને જીવનમાં સાકાર બનાવવાનું અમારું જીવન લક્ષ્ય જલદી સાકાર બનો! તે દિશામાં દિવસ-રાત અમારી સાધના આગળ વધતી રહે એ પુનિત ભાવના! તમારી દિવ્ય ચૈતન્યની સહસ્રમુખી ધારામાં મારા જડ જીવનની જામેલી રજ-ધૂળના થરો રોજે રોજ ધોવાઈને નિશેષ બને એવા આશીર્વાદની તમારી પાસેથી આ સેવક અપેક્ષા રાખે છે ! મંગળયાત્રાનો મારો આ પ્રધાનસૂર તારા કાને પહોંચાડવા જપયોગને વર્ણયોગના માધ્યમ દ્વારા અપનાવી રહ્યો છું. તેમાં સફળ રીતે પાર ઊતરવા તારી પાની ખાસ જરૂર છે. તેનો સતત અથ છું. મારી મંગળયાત્રા તારા નિષ્કારણકૃપા કિરણના ભરોસે જ શરૂ થઈ છે? બાકીનું હવે તું જાણે !!! આ સંકલ્પ રોજ સવારે વાંચવો જોઈએ રાત્રે જાપ પછી પણ વાંચવો જોઈએ. સવારે ૮ થી ૯માં અગર રાત્રે ૯ થી ૧૦માં વંચાય તો વધુ બળ મળે. આપણી અંદર રહેલ ચૈતન્ય તત્વ અહંભાવના વિકૃત તત્વથી પોતાની મૌલિક સ્થિતિ તરફ ઝૂકાવના બદલે વિકારી વાસનાઓના ખેંચાણથી કર્મબંધની દિશા તરફ ઝૂકી જાય છે. તે ખૂકાવને અટકાવવા અંતરમાં આ દિવ્ય પ્રાર્થનાનું બળ અક્ષરાત્મક પછી અર્થાત્મક છેવટે ભાવાત્મક રૂપે કેળવીને વધારવાની જરૂર છે. જાપ એ દિવ્યતત્ત્વ સાથે જોડાણની મેઈન ચાવી છે. પણ તેમાં આવી જાતની દિવ્ય સંકલ્પશકિત ભળે તો મેઈન ચાવીને ફેરવવાનું બળ આપણામાં પ્રગટે છે. પરિણામે ચૈતન્યતત્ત્વના ઉત્તરોત્તર વિકાસ માટે જરૂરી અંતરંગ બળનો ઉમેરો થાય છે. પરમાત્મતત્વ સાથે આપણી ચેતનાનું જોડાણ આવી દિવ્ય સંકલ્પશકિતના તારથી બહુ વ્યવસ્થિત રીતે થાય છે. તેથી તમારે જપયોગની સાથે આવા દિવ્ય સંકલ્પોના બળને શબ્દાત્મક – અર્થાત્મક છેવટે ભાવાત્મક ભૂમિકાએ કેળવીને પહોંચાડવાની ખાસ જરૂર છે. આના વિના જાપની શક્તિ આપણામાં વ્યવસ્થિતપણે સક્રિય થઈ શકતી નથી. જાપની શકિત આપણી જીવન શકિતઓને પરમાત્માના વિશુદ્ધ સ્વરૂપ અને આપણા મૌલિક રૂપ તરફ વાળે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા પણ તે વળાંક આપણામાં ઉપરના સંકલ્પ પ્રમાણે સમર્પણભાવનો પૂર્ણવિકાસ કરવાની શકયતા સક્રિય બને ત્યારે ટકયો રહે! માટે ઉપરના સંકલ્પને શબ્દથી, અર્થથી અને ભાવથી જીવનમાં કેળવવા માટે પ્રયત્નશીલ થશો તો જીવનનું સાચું સ્વરૂપ જાણવા - અનુભવવા મળશે. આ બધાની ખરી કૂંચી શ્રી નવકારના જાપમાં અને તેની પૃષ્ઠ ભૂમિકામાં ઉપરના સંકલ્પની ખાસ જરૂર છે. STE કુણઘેર ૨૯-૧૧-૮૩ શ્રી નવકારના આરાધકને આરાધના માર્ગે શ્રદ્ધા, ભકિતના પાયા મજબૂત ટકાવવા સમર્પણ અને સાચી નિષ્ઠાની ખાસ જરૂર છે. તમે આરાધનાપંથે ઉમંગથી ચાલો છો તે ખૂબ આનંદની વાત છે. પણ તેના રૂટીન વર્ક જેવું થાય છે – તમો Moodના ભરોસે આરાધનામાં ઢીલા ચાલો છો એમ અહીં શ્રી નવકારના T.V. માં લીલી-પીળી અને વાદળી લાઈટોના ઝાંખાપણાથી ખબર પડે છે. તેમાં પીળી અને વાદળી તેજરેખા ભકિત અને શ્રદ્ધાના પ્રતીકરૂપ છે, પણ લીલી તેજરેખા સમર્પણભાવની છે તે તેજરેખા ઝાંખી થાય ત્યારે જરા DANGER લાલ રેખા કયારેક મને તમારા વિષે ચિંતિત રાખે છે. આ માટે મારી તમોને ખાસ ગંભીર ચેતવણી છે કે Mood ના ભરોસે સાધના માર્ગે ન ચલાય, આજ્ઞા પ્રમાણે શ્રદ્ધા-ભકિતના સહયોગથી નિયત કરેલ આરાધના માર્ગે તમારે ચાલવા પ્રયત્નશીલ થવું. તમો પુણ્યવાન છો કે તમારી સાધના શ્રી નવકારના T.V. દ્વારા હું જોઈ શકું છું, તમારામાં શ્રી નવકાર અને તેના માધ્યમરૂપે – મારા પ્રતિ ખૂબ અંતરનો ભાવ છે. તે જોડાણમાં તમો હજુ ટકી રહ્યા છો એ ખૂબ આનંદની વાત છે. તમો શ્રી નવકાર પ્રતિ અંતરથી જોડાણવાળા છો, દુન્યવી ઝંઝટોમાં ફસાયા છતાં શ્રી નવકારને ભૂલતા નથી એ ખૂબ જ અનુમોદનીય બીના છે. પણ શ્રદ્ધા – ભકિતના તાર સાધનાના પંથે ઝણઝણાટ Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૧૩૮ વહેતા રહેવા જોઈએ. તમારી અંતરંગ સાધનાનું આ અંતરંગ રિઝલ્ટ છે જે આશાસ્પદ છતાં સંતોષકારક - જોઈએ તેવું ન ગણાય. તમે નિયતસંખ્યા - સમયની જાળવણી – સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી છેવટે જળ – ચંદન - પુષ્પપૂજા તેમજ અભક્ષ્ય આહાર, વિકૃત વાતાવરણનો ત્યાગ અને સદ્વાંચન આદિ બાહ્ય સહકારી તત્ત્વો તરફ બેદરકાર ન બનો એ ખૂબ જ ઈચ્છવા જોગ છે, તમો અત્યારે ખૂબ સજાગ બનો એવી મારી ભાવના છે. બીજું ખાસ તમે સોમ – ગુરુ - શુક્રવારે જરૂરથી રાત્રે ૮-૩૭ થી ૯-૧૩ દરમ્યાન ભેગા થઈ ત્રણ નવકાર સામૂહિક શુદ્ધ સ્વરે બોલવા પછી ચત્તારિ મંગલનો પાઠ સામૂહિક બોલવો પછી નીચેની ધૂન સોમવારે :૪૧, ગુરુવારે : ૨૭, શુક્રવારે : ૧૨ વાર ધીમા ગંભીર સ્વરે બોલવી. “જય અરિહંત શ્રી અરિહંત જય અરિહંત શ્રી અરિહંત” પછી સોમ ૭ ગુરુવારે ૧૨ શુક્રવારે ૨૧ નીચેની ધૂન “જે સમરે શ્રી નવકાર તે પામે ભવનો પાર” પછી સોમ - ગુરુવારે ૭ શુક્રવારે ૧૨ વાર નીચેની જેના મનમાં શ્રી નવકાર તેને શું કરશે સંસાર” આ કાર્યક્રમ જરૂર બનાવશો. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી નમસ્કાર મહામંત્ર તચંદ્રિકા ગ) STT १८ અડીયા ૯-૧૨-૮૩ વિ આરાધના એટલે આપણી અંતરશક્તિઓને આગળ લાવવા માટેની સમ્પ્રવૃત્તિ. તેમાં આપણી અંતરની લક્ષ્યની જાગૃતિ સ્પષ્ટ થવી જરૂરી છે. અંતરની શક્તિઓ ગમે તે દિશામાં વહેવાની તો ખરી! જો લક્ષ્ય સ્પષ્ટ ન હોય તો અનાદિના સંસ્કારોની દિશા તરફ વાસનાના ખેંચાણથી જવાની. આપણે આપણા જીવનવ્યવહારોને વારંવાર ચકાસતા રહેવું જોઈએ કે અમારી પ્રવૃત્તિઓ વાસનાના ખેંચાણથી સંસ્કારો - લકઝરી વલણ તરફ જઈ રહી છે? કે અંતરની શક્તિઓ મહાપુરુષોએ ચીધેિલા માર્ગે વળી રહી છે! આ અંગેની જાગૃતિ આપણામાં લક્ષ્યની જાગૃતિ ઉપજાવે છે. તમે આ જાતની જાગૃતિના પંથે આરાધનાના બળ વધતા રહો એ મંગળ કામના. જીવનમાં આરાધનાની તકો વારંવાર મળતી નથી એ વાત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. આવી તકોને યોગ્ય રીતે ઝડપવા માટેની સાવચેતી અંતરને અપૂર્વ ઉન્નતિના પંથે વાળી દે છે. મારા જીવનમાં આવી તકો અણધારી રીતે બેચાર વાર આવી અને દેવગુરુકૃપાએ તેનો લાભ લેવાઈ ગયો તો આજે ગુરુ મ૦ ની કૃપાથી કંઈક આત્માનંદની મસ્તી માણી રહ્યો છું. વિ. સં. ૨૦૩ની માહકે ફાગણની વાત. ઉદયપુર - માલદાસ શેરીના શ્રી અજીતનાથજીના દહેરાસર પાસે ચાંદબાઈ જૈન ધર્મશાળા (જે હાલ ઉપાશ્રય તરીકે વપરાય છે)ના દેરાસર પાસેના હોલમાં ડાબે ખૂણે મારું આસન – વચ્ચે પૂ. ગુરુદેવશ્રીનું પ્રતિષ્ઠા અંગેની કંઈક વાતચીત ચાલતી હતી, કઈ રાશિ પર ભગવાન આવે? પૂ. ગુરુદેવશ્રીએ બે ગામનાં નામ આપ્યાં હતાં. પણ તે કામ હું મારી નોંધપોથી નહીં જડવાથી કરી નહી શકેલ. પ્રાય: સવારનો ૯ થી ૧૦નો સમય હતો. પૂ. ગુરુદેવશ્રી વ્યાખ્યાનમાં હતા. હું જરા ગૂંચમાં હતો, ત્યાં કાનોડના ભગવતીલાલ ચોપરણા (આસિ. કલેકટર) ખાસ અંગત ભકિતવાળા શ્રાવક – તે આવ્યા. સહેજ વાતચીત દરમ્યાન મારી મુશ્કેલી જાણી મને કહે કે, મહારાજ ! એમાં શું? હમણાં લાવી દઉં. એટલું કહો કે તમોને જગ્યા યાદ છે. મેં કહ્યું કે ખ્યાલ નથી. મેં મારી પાસેના દીવાલ પરના કબાટ Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૪૧ જોડેના ઓરડીના કબાટની વાત કરી – ભગવતીલાલજી જરા ખામોશ થયા અને ફડાક કરતા ઊભા થયા. મેં મારી જિંદગીમાં કદી ભૂતાવેશ નહીં જોયેલ. જીવનમાં પ્રથમવાર આ પ્રસંગ. પેલા ભગવતીલાલજી નસકોરાં બોલાવતા ધમધમાટ પગ પછાડતા અંદર ઓરડીમાં ગયા અને તુરત આંખ મીંચી ઉઘાડું તેટલીવારમાં તુરત પટાપટ તે જ ચોપડી નોંધવાળી લાવીને મારા હાથમાં આપી મને કહે કે મહારાજ ! ચો ય ક્રિતીર્વ કહી ફટાક કરતા તેઓ મારી પાસે બેસી ગયા. થોડી વાર ખામોશ રહ્યા, હું ચકિત થઈ ગયો. જે પુસ્તક હું ૪ દિવસથી શોધતો હતો તે ચોપડી આ ભાઈએ શોધી શી રીતે ? બહુ જ ચકિત થયો, સાથે આ નસકોરાં – પગના પછડાટ અને ધબાક કરતા નીચે બેસવું. આ બધાથી જરા ડર પણ લાગ્યો કે શું ભૂત છે કે કેમ ? આવું તેમનું વિકરાળ મુખ તે વખતે મેં જોયેલ, થોડી વારે ભગવતીલાલજી સ્વસ્થ બની મને કહે કે મગ, માપ મ દો નથી ને? મેં કહ્યું કે, મવતીનાની, તો દો નથી પરંતુ મતિ (મા) હુ વાત હૈ %િ માપ જો मालूम कैसे हुई ? में चार दिन से परेशान रहा, नहीं मिलती थी - आप १ मिनिट में कैसे ले आये। और नसकोरे की आवाज - पांव की पछडाट, ओ सब कया! आश्चर्य होता है। ભગવતીલાલજીએ કહ્યું કે, મદી૫!િ મમી મુને વાદા નાના ટેરિ મ રાત મેં માઉT, પરંતુ મેરી તાકત મેં નહીં નાથ યદ સવ ટેવ માયા હૈ કહી તે વખતે તેઓ ગયા. બેચાર દિવસે તેઓ રાત્રે પ્રતિક્રમણ પછી આવ્યા, મને કહ્યું કે, મદરન! ભૈ માપો વદ વાત વરું! શાયઃ મુ યદું રાત તો સોના હી પડે. મેં કહ્યું કે, મતે સર્વ વ્યવસ્થા હો ના પછી અમે અંદર ઓરડીમાં રાત્રે ૮ વાગે બેઠા - મને ભગવતીલાલજી કહે કે, મદમાગ! પૂરી વાત મેં Rિ , किंतु मुझे भी पता नहीं, किंतु कोई पूर्वजन्मका ऋणानुबंध होगा, जिससे ऐसे विकटप्राय काम करते दिव्य તત્વ સદાય કરતા હૈ કહી મને કહે કે, મદHIS! માના મત! કહી ખામોશ થયા. થોડી વારે તેઓ મોટા બગાસા ખાવા લાગ્યા. શરીરભંગ – આળસમોડ વગેરે કરવા લાગ્યા. બગાસાના અવાજ બહુ મોટા - થોડી વારે નીચું મુખ હતું તે અધ્ધર કરી આંખો મોટી ફાડી વિકરાળ રૂપે મારી આસપાસ જોવા લાગ્યા, થોડી વાર શાંત થઈ ઊભા થઈ ખમાસમણ દઈ ગુરુવંદન કર્યું - પછી મને કહે કે, મહી ન! 4 ગુનીયા મુદ્દે! સૌ યાર વિજય! જે શ્રીવ માપ મત દે मेरा इनसे पूर्वजन्म का ऋणानुबंध है। अत: ये याद करे तब आना पडता है, आपकी गुम हुइ पुस्तक के बहाने आपसे परिचय करने का अवसर आया। દો મારગ ! મારાધના કૈલી તે હો ! ઠીક હૈ ન ! એમ કહી વિવિધ વાતો આરાધના અંગે શરૂ કરી. મારા જીવનમાં નહીં જાણેલી ઘણી વાતો તેમણે કહી. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા એ રાત્રે 8 વાગ્યા સુધી ભગવતીલાલજીના શરીરમાં રહી ખૂબ નવી નવી વાતો કહી. જે કે એ પરિચય સૌ પ્રથમ મારી જિંદગીમાં ભૂતપ્રેતને પ્રત્યક્ષ નિહાળી વાતો કરવાની પ્રથમ તક હતી. પણ આરાધના અંગે ઘણી નવી વાતો તેમણે કહી, તેમણે પોતાનો ટૂંક પૂર્વ પરિચય આપેલ, તેઓ ૧૩૭ વર્ષ પૂર્વે ઉદયપુરના ધરતમંડીના દેરાસરના યતિજી હતા. ૭૦ વર્ષ યતિપણામાં રહેલ, ઘણી શાસ્ત્રીય વાતોનો ખજાનો તેમની પાસે લાગ્યો. પ્રથમ મુલાકાતે મેં બધું જાણવા પ્રયત્ન ન કર્યો. આ પછી ૮-૧૦ વર્ષ પરિચય રહ્યો. ટૂંકમાં કહેવાનું એ કે આરાધનાની તકો કયારેય અચાનક મળી આવે છે. તેનો લાભ દેવગુરુ કૃપાએ લઈ લેવો. નહીં તો ફરી તેવી તકો મળતી નથી. છે (90 ય. ૧૦-૧૨-૮૩ વિક જીવનમાં કયારે કેવા સંયોગો ઊભા થાય! તે નકકી નથી. તેથી આપણામાં સંયોગોને અનુરૂપ થવાની ક્ષમતા કેળવી રાખવાની જરૂર છે. વિચારોમાં લક્ષ્યની જાગૃતિનો પ્રકાશ તેમજ વિવેકનું અજવાળું પથરાય ત્યારે ગમે તેવા વિષમ સંયોગોમાં પણ અંતરમાં ખળભળાટ ન થવા દે અને આવેલ સંયોગોમાંથી હેમખેમ પસાર થઈ જવાય. આ માટે શ્રી નવકારના જાપના આલંબને અંતરની વૃત્તિઓમાં સમ્યફવિચારોની પરિણતિ કેળવવાના પરિણામે ધીરતાની કેળવણી ખાસ જરૂરી છે. આરાધનામાં ફળની ઝંખના કર્યા વિના આપણી વૃત્તિઓને આજ્ઞાપાલન - કર્તવ્યનિષ્ઠાના પંથે વાળી આરાધનામાં સ્થિર કરવી જરૂરી છે. આના પરિણામે ઘણા વિશિષ્ટ સંયોગો આપોઆપ ઊભા થાય છે કે જેથી આપણી ચેતનાનો વિકાસ ઊર્ધ્વપંથે થવા માંડે છે. મારા જીવનમાં વિ. સં. ૧૯૯૮માં પૂ. ગુરુદેવની નિશ્રામાં માલવાના દહેરાસરોના જીર્ણોદ્ધારના કાર્ય અંગે બદનાવર (M.P.)ના શ્રીયુત મન્નાલાલભાઈ મિસ્ત્રી તેમજ સુપરવિઝન કરનાર)ના સત્સંગથી અધ્યાત્મરુચિના અંદર પડેલ બીજ સતુ- વાંચન દ્વારા નવ પલ્લવિત થઈ રહ્યા હતા. તેમાં તેઓની સૂચનાથી ઉજૈનના પરમસંત યોગી ડૉ. નાગર સંચાલિત “કલ્પવૃક્ષ' માસિક તેમજ સત્સંગના પુસ્તકોના વાંચનથી અંદરની સત્સંગ પરિણતિ નકકર થવા માંડેલી. . Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૧૪૩ પછી ર૦/૨૦૧/૨૦૦૨માં આ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. ના યોગ સાહિત્યનો સર્વાંગીણ પરિચય તેમનાં બધાં પુસ્તકોનું વાંચન થવાથી અંતરમાં જિનશાસનની યોગ – અધ્યાત્મ – સાધના પર મૌલિક વિચારણા થઈ. તેમાં પૂ આ. હરિભદ્રસૂરિ મ. ના યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, અને ષોડશકના વાંચનથી સુદઢ વિશ્વાસ ૨૦૦૩માં મળ્યો કે જિનશાસનની અધ્યાત્મ સાધના વિરલ – અદ્વિતીય છે. આમ એક પછી એક સંયોગો ગોઠવાતા ગયા અને તે સફળ થતા ગયા, કેમ કે પૂ, તારક ગુરુદેવશ્રીએ કંઈ પણ ફળની કામના વિના આરાધનાના અમુક સ્તરે મને પરાણે પણ બેસાડી દીધેલ. તેનું આ શુભ પરિણામ છે, એમ મને આજે ઊંડું વિચારતાં લાગે છે. પછી તો ૨૦૦૩માં ગયા પત્રમાં નિર્દિષ્ટ ભગવતીલાલજી ઉદયપુરવાળાના માધ્યમે ૧૩૭ વર્ષ પૂર્વના મગનવિજયજી યતિ મ. (હાલ વ્યંતરનિકાય)નો પરિચય સામાન્યમાંથી વિશિષ્ટ અને વધતો વધતો ર૦૧૦ સુધી ગાઢ ગાઢતર થઈ રહ્યો. જેના પરિણામે અવનવા ચિત્ર-વિચિત્ર અનુભવોની પરંપરા થવા લાગી. તેમાં ઘણા અનુભવો પૈકી ૨0૭ના ચૈત્રની પ્રાય: વાત છે. મેં પેલા યતિને કહ્યું કે, સ્વર્ગ, નરક જેવા અતીંદ્રિય પદાર્થોના કે મહાવિદેહ ક્ષેત્રના દર્શન કરાવો તો તમારો સંબંધ સ્મરણીય રહે - તેમણે કહ્યું કે, મહાવિદેહ તરફ મારી શકિત નથી – સ્વર્ગ-નરકમાં મારી શકિત પ્રમાણે મદદ કરીશ એમ કહી અવસરે વાત જણાવેલ. પછી ચૈત્ર સુદ 9 રાત્રે ૨ વાગે હું મારા જાપમાં હતો, પદ્માસને બેસેલ – પણ ન જાણે કેમ પાછળ ભીંતના ટેકે જરા કમ્મર સીધી કરવા મૂકયો કે તંદ્રા આવી ગઈ બેઠે બેઠે ફિલ્મ શરૂ થઈ. મારી સામે ૧ પાટ પર વૃદ્ધ પુરુષ શ્વેત લાંબી દાઢી વાળા સફેદ ચાદર ઓઢી સૂતેલા પાટ પર જોયા. હું તેમની સામે ઊભો. મને કહે કે, મરHI, T ! Tધારે! # માન માપો મળી ર »ને તે ની , વર્તે ના મેં માથું ધુણાવી હા કહી. થોડી વારે પેલા વૃદ્ધ પુરુષના શરીરમાંથી તેજોમય શરીર નીકળી મારી પીઠમાં કો'ક તેજોમય શરીરને પ્રગટ કરી મારા તેજોમય શરીરને આંગળીએ પકડી મારા સામેની ધરતીમાં ઊતર્યા, ગહન અંધકારમાં તેજોમય લિસોટાના આધારે અમે બંને ચાલ્યા. થોડીક દૂર ગયા એટલે પાણી – કીચડ – ગારામાંથી અધ્ધર – ઉપર પસાર થયા. થોડી વારે રત્નોનો જાતજાતનો રંગીન પ્રકાશ દેખાયો. વચલી નીચે જતી પગથાર જેવા માર્ગ પરથી તેજરેખાના આધારે પસાર થઈ ગહન અંધકારમાંથી પસાર થયા – થોડી વારે ચોપાસ ચિચિયારીઓ – કિકિયારીઓ સંભળાય - મારે - કાપોના પોકારો, ઓ બાપ રે! મરી ગયો, બચાવો, કયાં ભાગે છે! લે તારા પાપનો બદલો! આ શબ્દોનો કોલાહલ સાંભળ્યો. ગહન અંધકારમાં બીજા તેજની રેખાઓ પ્રગટી તેમાં લખાણ આવ્યું. આ રત્નપ્રભા પ્રથમ નારકી છે. ઘણી મોટી છે, અસલ તો બહુ ભયંકર છે. જોઈને છળી મરો! ગભરાઈ જાઓ, આ માત્ર નમૂનો છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આ લખાણો પછી ઘણી જગ્યાએ વિવિધ જાતની છેદન-ભેદન- દાહ ઘાણી – ગંધાતી લોહી-પરુની ભયંકર નદી, તલવારની ધાર જેવા લાંબાં પત્તાં વગેરે જોઈ ઘણા કોઠાઓમાં કેદી જેવા ભયંકર ત્રાસ ભોગવતા નારકીઓને જોયા. ૧૪૪ ઘણી જગ્યાએ ફેરવી ફરી નીચે લઇ ગયા, ત્યાં વધુ ભયંકર દૈત્યાકાર મોટી કાયાવાળા નારકીઓ વિવિધ દુ:ખો ભોગવતા જોયા. થોડી વારે તેજ ઝબકારામાં આ બીજી નારકી શર્કરાપ્રભા છે. અહીંનો ત્રાસ ઘણો ભયંકર છે. નમૂનો જોઈ લો, વધુ તમારી હિંમત નથી કે તમે જોઈ શકશો. એમ કહી અનેક જગ્યાએ ફેરવી પાછા હું પેલા તેજોમય વૃદ્ધ પુરુષની આંગળીએ વળગેલ હું પાછી વળેલ તેજરેખાના આધારે ઉપર આવ્યો. પેલા વૃદ્ધ પુરુષ સૂતા હતા, પેલું તેજોમય શરીર તેમનામાં પ્રવેશ પામ્યું. મારું તેજોમય શરીર મારા શરીરમાં નાભિ વાટે દાખલ થયું. થોડી વારે પેલા વૃદ્ધ પુરુષ બોલ્યા કે, મહારાજ! બે નારકીઓ જોઈને! મેં નારકીનાં ભયંકર દુ:ખોની વેદનાની વિડ્વલતામાં અસ્પષ્ટ હા પાડી, થોડી વારે હું પેલા વૃદ્ધ પુરુષના ઇશારાથી સ્વસ્થાને જવા રવાના થયો કે તુરત તંદ્રા તુટી. હું મારા જાપમાં લીન બન્યો. આ રીતે જીવનમાં કયારેક અવનવા સંયોગો ઊભા થાય છે કે જેના પરિણામે આપણા જીવનમાં રોમાંચક યાદગાર અનુભવો પણ ઊભા થાય છે જેમાંથી જીવનસિદ્ધિના અવનવા સાક્ષાત્કારો જોવા મળે છે. તમે પણ શ્રી નવકારના જાપના માધ્યમે વ્યવસ્થિત અંતરની શક્તિઓને કેળવી વિપત્તિમાં વિવેકનું અજવાળું અને લક્ષ્યની સ્પષ્ટ જાગૃતિ કેળવી વિશિષ્ટ કક્ષાના ઉદાત્ત જીવનશકિતના દિવ્ય અનુભવોને પામો એ મંગલ કામના. Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૪૫ 9૧ શંખેશ્વર ૧૫-૧૨-૮૩ શ્રી નવકાર મહામંત્રની આરાધના મહાન પુણ્યયોગે મળે છે. તેનો લાભ ઉઠાવવા માટે લક્ષ્યની જાગૃતિ સ્પષ્ટ જોઈએ. તમારામાં તેની ચોકસાઈ છે કે નહીં? તેનું મીટર આરાધનાના પંથે ચાલતા પ્રમાદ – અવિધિ - અનાદર – ઉપેક્ષા આદિ દોષોનો ઘટાડો કે અભાવ છે. જેમ જેમ આ દોષ ઘટે તેમ તેમ આપણામાં લક્ષ્યની જાગૃતિ વધુ ચોકસાઈ પર આવતી જાય છે તેમ સમજી શકાય. વળી એક બીજી વાત કે – આરાધનામાં ઉપાસનાનો અર્થ મગજમાં રહે એટલે ઠીક છે. ઉપાય = આરાધ્ય તત્ત્વોની ઉપાસના કરવી એ એક આપણી પવિત્ર ફરજ. એટલા અર્થમાં થોડીક લૂઝનેસ = ઢીલાશ કદાચ થઈ જાય – ઉપાસના કરવી હોય તો કરીએ, પણ ફોર્સ સમી = ચોકસાઈથી તેના પાલન માટે આપણી સજાગતા રહે ન રહે પણ તે આરાધના જ્યારે સાધનામાં કન્વર્ટ થાય ત્યારે પુરુષાર્થની તીવ્રતા લક્ષ્યની જાગૃતિમાં મિકસ થવાથી અંતરથી તરવરાટ જાગે કે મારે આટલું સાધવું છે – મેળવવું છે એ જાતની હાર્દિક લાગણીઓની સંવેદના સાધના માર્ગે અનુભવાય છે. માટે શ્રી નવકાર મહામંત્રના આરાધક બનવાની વાત મહત્ત્વની છે છતાં તેમની સાધક તરીકેની કક્ષા બહુ મહત્ત્વની છે. તેમાં આપણા તીવ્ર પુરુષાર્થની પ્રબળ છાયા છે. વળી સાધનામાર્ગે ચાલતાં યોગ્ય માર્ગદર્શક ગુરુ - તેમની આજ્ઞાનું પણ વધુ મહત્ત્વ સમજાય છે. આરાધનામાં તો ગાજરની પિપૂડી વાગી ત્યાં સુધી વગાડી, પછી કરડી ખાધી, એટલે કરી તો ઠીક, ન કરીએ તો ખાસ વાંધો નહીં એવી સૂઝ-વૃત્તિ કદાચ થાય. પણ સાધનામાર્ગમાં આપણા અંતરની અભીપ્સા = તીવ્ર મહેચ્છા કે આપણા અંતરાત્માના ઊંડાણમાં રહેલ પરમાત્મપદ આડે રહેલાં કર્મોનાં આવરણોના અવરોધોને હઠાવી મારે પ્રગટ કરવું છે. આ જાતની અભીપ્સા સાધનાના મૂળમાં પ્રબળપણે પ્રગટે છે. માટે તમો આરાધનાને સાધનામાં કન્વર્ટ કરો એ ખાસ જરૂરી છે. હા! એક વાત છે. આ જાતના કન્વર્ઝન માટે આરાધનામાં કંઈક રસાનુભૂતિ – સ્વાદ થવો જોઈએ. તે નિયત સ્થળ - સમય - સંખ્યાના ધોરણે કરાતા જાપથી થાય જ! વધુમાં વધુ ૨૧ અઠવાડિયા આની મુદત છે. તમોને તો આ પિરીયડ બહુ સારો મળ્યો છે, હવે સ્વદ્રવ્યથી પૂજા, અભક્ષ્ય ત્યાગ, રાત્રિ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ભોજન ત્યાગ, હોટલ, સિનેમા, T.V.નો પરિહાર કરવા સાથે સામાયિક, પ્રતિક્રમણ, સવાંચન અને સારા વાતાવરણ દ્વારા આરાધનાને સાધનામાં કન્વર્ટ કરવાની તક આવી પહોંચી છે. તમારામાં જ પ્રગાઢ શ્રદ્ધા, ભકિત અને સમજણની સુંદર ત્રિવેણી છે જેના પરિણામે સાપેક્ષ રીતે તમારી ચઢતી જુવાનીમાં વિકારી વાસનાઓના વાતાવરણથી તમે સમજીને પોતાની જાતને અળગી રાખી શકો છો. શ્રી નવકારનાTV. પર તમારી માનસિક, દૈહિક, કૌટુંબિક, ભાઈબંધોની અને બહારના વાતાવરણની ભિન્ન ભિન્ન અસરો જણાયા વિના નથી રહેતી. શ્રી નવકારના સંકેત વિના તમોને ટકોરવા માટે હું કંઈ લખી શકું નહીં. તમારી પાત્રતામાં વધારો થઈ રહ્યો છે તે બદલ મને ખૂબ ગૌરવ છે. તમારી આરાધના વિશિષ્ટ પગથાર પર આવી ઊભી છે. હવે માત્ર હડસેલો મારી ગાડીને વેગવંતી બનાવવાની તાતી જરૂર છે. કે તમારી પાસે દુન્યવી, સાંસારિક, કૌટુંબિક, માનસિક અવરોધો પણ આડા ઊભા છે. એ પણ જાણ બહાર નથી છતાં શ્રી નવકાર પ્રતિ તમારી પ્રગાઢ શ્રદ્ધા અનેરો દિવ્ય વિશ્વાસ અને નિમિત્તરૂપ તમારા અંતરનો ભક્તિભર્યો જે લાગણી સભર વિશ્વાસ છે તે બધાના આધારે હવે આરાધનાને સાધનામાં કન્વર્ટ કરવાની સુંદર સોનેરી તક તમે મેળવી શકો છો. તમે આ તકને ઝડપી લો એવી મારી અંતરની ઈચ્છા છે. ૭૨ શંખેશ્વર ૧૭-૧૨-૮૩ વિજીવનશકિતઓના વિકાસની દિશામાં પગલાં માંડવાં એ હકીકતમાં આપણું લક્ષ્ય જ્યારે બને, ત્યારે સંસ્કારોની ગુલામી હઠાવવા ભગીરથ પ્રયત્ન કરવાનું સૂઝે. શ્રી નવકાર મહામંત્ર એટલે આપણી જીવનશકિતઓને વિકાસની દિશામાં ફેરવવાનું મુખ્ય સાધન, કેમ કે શ્રી નમસ્કાર મહામંત્રમાં તેવી વિશિષ્ટ પરમોચ્ચ ગુણ સંપદાને નમસ્કાર છે કે જેઓ પોતાની જીવનશક્તિઓને વ્યવસ્થિત રીતે વિકાસના પંથે વાળીને સર્વોચ્ચ વિકાસની કક્ષાએ પહોંચેલા છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા તેઓની આરાધના એટલે અંતરની આપણી જીવનશક્તિઓને વિકાસના પંથે વાળવાની મથામણ. આપણે સંસ્કારના દબાણ કે ખેંચાણથી વાસનાની અધોમુખી દિશામાં જીવનશક્તિઓના વહેણની સાહજિક ગતિ રોકવાના લક્ષ્ય સાથે વિશિષ્ટ રીતે પ્રયત્નની દિશામાં વળીએ તો આપણી આરાધના શકિતશાળી થાય. આપણે દ્રવ્યથી જાપ – પૂજા આદિ ધર્મની કરણી કરીએ, પણ તેની સાથે આપણી અંતરની વૃત્તિઓ કઈ બાજુ જાય છે? તેના વ્યવસ્થિત ઉપયોગ સાથે જે તેના નિગ્રહનું લક્ષ્ય કેળવીએ તો આપણામાં વિશિષ્ટ રીતે આરાધનાનું બળ કેળવાય. પરિણામે આરાધનાના પરિણામે આપણામાં વૃત્તિઓનું શમન, કષાયોની મંદતા અને અંતરના ખળભળાટનો ઘટાડો જેવાં નકકર પરિણામો જોવા મળે. તમે પુણ્યવાનો જાપમાં પ્રવર્તે છો તે વખતે આટલો સંકલ્પ જરૂર કરશો કે અમારી જીવનશક્તિઓ વિકારી વાસનાઓના ફંદામાં ન ફસાય. અમારી સ્વાર્થવૃત્તિ વિલય પામે અને પરમાર્થી જીવન બને. આ જાતના સંકલ્પથી અંતરની શકિતઓનો યથાયોગ્ય વિકાસ થવા પામશે. વળી આરાધના સાથે આહાર-વિહારની સાત્વિકતાની જાળવણી માટે બેદરકાર ન રહેશો. આ જાળવણીના પરિણામે જ અંતરમાં આરાધનાનો ઉલ્લાસ, Mood વ્યવસ્થિત રીતે કેળવાશે - Mood એમને એમ ન આવી જાય, તેના કારણ તરીકે યોગ્ય સાત્વિક આહાર અને પવિત્ર વાતાવરણની ખાસ જરૂર છે. વિકારી વાસનાઓ - લકઝરી જીવનચર્યા અને સંસારી બાહ્ય પ્રવૃત્તિઓમાં શોખ અને મોજમજાના યેયથી ઓતપ્રોત થઈ રહેવું એ ખરેખર આપણા જીવનને તામસિક દિશામાં લઈ જાય છે. આ બધાનું કારણ આપણામાં શ્રી વીતરાગ પ્રભુની ભકિતનો વિકાસ ઓછો હોય એ પણ હોઈ શકે. લે દેવા ચોખા! કર મારો છૂટકો!” આવી ઉતાવળી કે વેઠ ઉતારવાની જેમ ઝટપટ દેરાસરમાં ગયા, ચંદનની વાટકી હાથમાં લીધી અને ઝટ પટ પૂજા પતાવીને સંતોષ માનીએ કે મેં પૂજા કરી! તો અહીં આરાધક પુણ્યાત્માએ સમજવાની જરૂર છે કે, જિનપૂજા એ ભગવાનની પૂજા નથી પણ અનાદિના સંસારમાં રખડતા આપણા આત્માને સન્માર્ગ બતાવનાર તેમજ કર્મોના ફંદામાંથી છૂટવાનો માર્ગ દર્શાવનાર આ તીર્થંકર પરમાત્મા છે. તેથી તેમના યથાર્થ પરોપકાર – સન્માર્ગ દર્શન આદિ ગુણોને નજર સામે રાખી આપણા આત્મામાં તેઓ પ્રતિ આદર – બહુમાન વ્યવસ્થિતપણે કેળવાય તો આપણા આત્મા પર વળગેલાં કર્મોના પરદા હો, તો આપણે પણ પરમાત્મ-સ્વરૂપ બની જઈએ. એટલે જિન = તીર્થંકર પ્રભુની પૂજા – પરંપરાએ નિજ = આપણા શુદ્ધાત્મ સ્વરૂપને ઓળખવા માટેની પૂજા = વ્યવસ્થિત પ્રવૃત્તિ છે. આ વાત નજર સામે રાખવી. સરવાળે આપણામાં પ્રભુ પ્રતિ ભકિત રાગ અને આપણી અંતરની શુદ્ધિ માટેનો ખરો પુરુષાર્થ પ્રકટશે. જાપ સાથે આ જાતના ભાવની કેળવણી સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી છેવટે જળ-ચંદન-પુષ્પ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ છેવટે જળપૂજાથી શ્રી વીતરાગ પ્રભુ પરમાત્મા પ્રતિ ભકિતરાગની કેળવણી કરવી જરૂરી છે. આનાથી આપણી જીવનશકિતઓના ઊર્ધ્વમુખી વિકાસમાં અવરોધ કરનારા મોહના તત્ત્વને ખસેડવાનું આદર્શ બળ ખીલે છે. જાપથી આ બળ યથોત્તર વિકાસ પામે છે, પણ આ બળ ખરેખર શ્રી વીતરાગ પૂજાથી પ્રગટે છે. તેની ખીલવણી માટે તમો આદર્શ અષ્ટપ્રકારી પૂજાની પદ્ધતિને અપનાવી અંતરંગ આત્મશકિત ખીલવો એ શુભેચ્છા. ૐ טל શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ७३ કુંવારદ ૨૨-૧૨-૮૩ તમો બધા રાજરાજેશ્વર વિરાટ શકિતશાળી શ્રી નવકાર મહામંત્રના છત્રતળે આધ્યાત્મિક - આધિભૌતિક સ્વસ્થતા જાળવી રહ્યા હશો. વી ખરેખર આત્મા ચૈતન્ય - શકિતનું પ્રધાનકેન્દ્ર છે. તેમાંથી વહેતા ચૈતન્યના સ્રોતને ઈંદ્રિયો – મન દ્વારા વહેતો થવામાં સંસ્કારોની મલિનતા વિષય – કષાયોના વમળ ઊભા કરી વિકૃત કરી નાંખે છે. આ વિકૃતિ જીવનક્ષેત્રે અનેક દુર્ગુણો રૂપે પ્રકટ થાય છે. શ્રી નવકાર મહામંત્રની જપયોગ દ્વારા થતી આરાધના અંતરમાં સંસ્કારો રૂપે ચુસ્તપણે જામેલા વિષય-કષાયોના મલિન થરને નિષ્ક્રિય બનાવે છે. આ જાતની અનુભૂતિ તમો વ્યવસ્થિતપણે કરી શકો તે જીવનનું પરમ સૌભાગ્ય છે. મૂડ-Mood અને સંજોગોની અનુકૂળતાના ભરોસે જાપમાં થતી - આવતી – રહેતી અવ્યવસ્થા આપણી જીવનશકિતઓને વિકાસની દિશા તરફ વળવાની તક મળી છતાં નદી કાંઠે તરસ્યા રહેનારા મુગ્ધ જીવની જેમ આપણે જપયોગની સફળતાની ભૂમિકાએ ન પહોંચીએ તે ખરેખર આપણી મુગ્ધતા કે હોશિયારીની ખામી ગણાય. ખરેખર આપણે વિચારવાની જરૂર છે કે, સંસારની પ્રવૃત્તિઓમાં રસ કેટલો! તેમાં આવતી છે Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા સંયોગો-સાધનોની વિષમતાઓને હઠાવવા પુરુષાર્થ કેટલો ? તેની ગંભીર વિચારણાના પ્રકાશમાં આપણી જીવન સાધનાના મૂળભૂત પાયા સમી શ્રી નવકારની જપસાધનાને આપણી બેદરકારીમાં કેટલી ગુમાવીએ છીએ તે સ્પષ્ટ સમજાશે. આપણી સાધનામાં પ્રમાદ – ઉપેક્ષા – બેદરકારી મહાવિઘ્નો ગણાય. આના પર વિજય આપણી જીવન-સાધનાના લક્ષ્યની સ્પષ્ટ જાગૃતિ દ્વારા મેળવવો જરૂરી છે. સંસારમાં પરિસ્થિતિ કયારેય પણ જીવન-સાધના માટે અનુકૂળ આવવાની નથી, કેમ કે અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિનો નિર્ણય આપણી સમજશકિત પર નિર્ભર છે. અને આપણી સમજશકિત જીવનશકિતના સંપર્કથી - સંસ્કારોથી પ્રભાવિત દશામાંથી વિવેકબુદ્ધિ તરફ ઢળી હોય ત્યારે અનુકૂળ - પ્રતિકૂળ પરિસ્થિતિનો સાચો નિર્ણય થઈ શકે. - તે પૂર્વે ભળતી સમજશકિત દ્વારા અનુકૂળ પરિસ્થિતિને પણ પ્રતિકૂળ માની લેવાની કયારેક અક્ષમ્ય ભૂલ આપણે કરી બેસતા હોઈએ છીએ. ૧૪૯ એટલે આરાધના માટે પરિસ્થિતિ સદા સર્વદા અનુકૂળ જ હોય છે. માત્ર આપણી સમજશકિતના વિકાસની ખામીથી અનુકૂળ પરિસ્થિતિની રાહ જોવામાં સમય બગાડીએ છીએ. સંસારમાં દૃષ્ટિના આધારે જ સઘળી સ્થિતિનું મૌલિક કે વૈકૃતિક સ્વરૂપ આપણી સામે આવે છે. દૃષ્ટિ એ સમજણનો પાયો છે, દષ્ટિનું ઘડતર અંતરંગ આત્મિક ચેતના શકિત સાથે સંબંધિત છે. જો તેમાં મોહનીયનો ઉદય વચ્ચે આવી જાય તો દૃષ્ટિ ટૂંકી અને વર્તમાન ગ્રાહી બની જાય છે. અને જ્ઞાની ગુરુની નિશ્રા - શરણાગતિ વિશિષ્ટ શ્રદ્ધા ભકિત આદિના યોગે જો મોહનીયનો ઘટાડો થવા પામે તો અંતરમાં દષ્ટિનો એવો વિશિષ્ટ વિકાસ થવા પામે કે જેથી સમજણ શકિતનો ખરેખર વિકાસ થવા પામે, જેનાથી આપણે સદા-સર્વદા આત્મશકિતના વિકાસની તકો મળતી જાય તેમ ઝડપતા જઈએ – પરિસ્થિતિ કે મુડની રાહ જોવામાં આવેલી તકને ગુમાવી ન દઈએ. - આ ભૂમિકાએ આપણને પહોંચાડનાર સમય સંખ્યાપાલનની મર્યાદાપૂર્વકનો જપયોગ છે. શ્રી નવકારના દિવ્ય અક્ષરોને વિશિષ્ટ તેજસ્વી સ્ફટિક - શ્વેતવર્ણી ચિંતનના પરિણામે આપણામાં રહેલ મોહના સંસ્કારો ઓગળવા પામે છે. - રોજ પાંચ મિનિટ, પછી ૭ મિનિટ, પછી ૯, ૧૧ અને ૧૫ મિનિટ સુધી દરેક માટે ૩ અઠવાડિયા કમ સે કમ અગર પાંચ મિનિટ માટે ૭ અઠવાડિયા થી નવકારના અક્ષરોને જોવાનો કરાતો પ્રયત્ન આપણામાં દષ્ટિને નિર્મળ કરવા અને તેમાંથી સમજણ શકિતના વિકાસની ભૂમિકા મેળવવા ખૂબ જરૂરી છે. - ૬૮ અક્ષરોમાંથી ૩૦ ટકા અક્ષરો દેખાય તો પ્રયત્ન સફળ છે, એમ ધારી ૭, ૯, ૧૧ અને ૧૫ મિનિટ સુધી દરેક માટે ૩ ૩ અઠવાડિયા દિવ્ય તેજસ્વી સ્વરૂપે શ્રી નવકારને જોવાનો કરાતો પ્રયત્ન હકીકતમાં શ્રી નવકારના માધ્યમથી અંતરના આપણા આત્માને વિશિષ્ટ દિવ્ય તેજોમય સ્થિતિમાં જોવા માટેનો આદર્શ પ્રયત્ન છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આ અક્ષરો જોવાની પ્રક્રિયામાંથી મોહનો ક્ષયપક્ષમ વિશિષ્ટ રીતે થાય છે. તેનાથી દષ્ટિ નિર્મળ થાય છે, પરિણામે સમજણ શકિત નિર્મળ થાય છે. સરવાળે બધી પરિસ્થિતિ અનુરૂપ બની જાય છે. લક્ષ્યની જાગૃતિનું બળ અક્ષર જેવાની પ્રક્રિયાથી વધુ કેળવાય છે. તે ઉપર ખાસ તો ધ્યાન આપશો અને અંતરની જાગૃતિનું બળ કેળવશો. કે (9૪ સાયાવાડા ૨૪-૧૨-૮૩ વિલખવાનું કે, શ્રીનવકારની આરાધના એટલે પરમેષ્ઠીઓની આજ્ઞા = કર્મની નિર્જરોને સક્રિય બનાવવા અંતરને સંસારના ભૌતિક પદાર્થોની દિશામાંથી વાળવા પ્રયત્નશીલ રહેવું. તે માટે માત્ર જાપ પૂરતું સાધન ન ગણાય. જાપની સાથે જીવનના ઘડતર માટે દુન્યવી પદાર્થોની આસક્તિ - મમતાને ઘટાડી મન-વચન-કાયાને આશ્રવ ત્યાગની દિશા તરફ વાળવા માટે ગૃહસ્થોચિત ૧. જિનપૂજા, ૨. સામાયિક, ૩. પ્રતિક્રમણ, ૪. વ્રત, ૫. નિયમ, ૬. પચ્ચકખાણ અને ૭. મમતા, ૮. આરંભ, ૯. પરિગ્રહ વધારવાના પ્રયત્નોનો ત્યાગ જરૂરી છે. આ બધાથી મોહનીય કર્મનો ક્ષય થાય છે. જાપથી મોહનીય ઘટે છે પણ જાપની સાથે ઉપરનાં કર્તવ્યોનું પાલન હોય તો ભૂમિકા વધુ મજબૂત બને જેથી નવું મોહનીય કર્મ આવતું અટકે. જીવનમાં અંતરની શકિતઓ સદાકાળ પ્રવૃત્તિશીલ હોય છે પણ તે કઈ દિશામાં તેની યોગ્ય ચકાસણી થવી જરૂરી છે. આપણી અંતરંગ અશુદ્ધિને વધારનાર મોહ-માયા - મમતા આદિ સંસ્કારોની પળોજણમાં જે અંતરની શકિત મન – વચન – કાયાના માધ્યમથી અટવાઈ જાય તો સરવાળે અંતરની શકિત વિકારોની ગંદકીમાં દૂષિત થવા પામે. મારા પોતાના જીવનમાં સં. ૧૯૯૯ના શ્રાવણ મહિનાથી શારીરિક રોગોના રૂપમાં મોહનીય Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૫૧ કર્મ અશાતાના માધ્યમથી સક્રિય થવા માંડ્યું. તે વખતે પરમગુરૂની કૃપા મારી પાત્રતાની ખામીએ પૂર્ણ સક્રિય નહીં થયેલ. તેથી અને કયારેક – પરમગુરુ આપણા અંતરમાં રહેલ અશુદ્ધિઓને આપણી સભાન દશામાં બહાર આવવા દઈ તેના સક્રિય ઉપાયો આપણને કરવા દે, અને તેનાથી કંઈ ન વળે એટલે આપણા અંતરને સુદઢ જચી જાય કે હકીકતમાં પરમગુરુએ દર્શાવેલ મોહનીય કર્મને ક્ષીણ કરવાના ઉપાયો જ હકીકતમાં મારા જીવનને ઉપયોગી છે. એવી સુદઢ નીતિ કરાવવા માટે પણ શરૂઆતમાં એવી દિશામાં આપણી જીવનશકિતઓને જવા દે. મથામણ આપણી થાકે ત્યારે પરમગુરુ કરૂણાથી ધીમેથી આપણને સાચી દિશામાં વાળે, ત્યારે આપણને પરમ ગુરુનો કરુણાભર્યો પુરુષાર્થ એટલો મીઠો અને જબ્બર પકડવા જેવો લાગે કે જાણે ચોળ મજીઠનો રંગ આપણા હૈયાને વળગ્યો. આપણે પછી ગમે તેટલા વિષમ પ્રસંગોમાં પણ પરમગુરુના દર્શાવેલ પંથથી ટસથી મસ ન થઈએ. આ બધો પ્રતાપ પ્રારંભમાં આપણી પાત્રતાની ખામીએ, હકીકતમાં આપણી જીવનસાધનાની વિપરીત દિશામાં આપણને પુરુષાર્થ કરવા દે, જ્યારે આપણી પુરુષાર્થની સીમા કે આપણો તરખાટ પૂરો થાય એટલે પરમગુરુ આપણને ધીમેથી યોગ્ય દિશામાં આપણી જીવનશકિતને એવી રીતે વળાંક આપે કે આખી જિંદગી આપણને તે પંથ છોડવા માટે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવે તો પણ આપણે તે પંથથી ડગલું પણ પાછા ન હટીએ કે તે પંથ છોડીએ નહીં. આવું મારા જીવનમાં અક્ષરશ: બન્યું છે. સં. ૧૯૯૯ના શ્રાવણમાં વાત વ્યાધિ - વાનો દુઃખાવો (એ વખતે મારી ઉમર ૧૮ વર્ષની અને સામાન્ય ધારણા એવી કે વાનો દુખાવો ૪૦-૫૦-૬૦ વર્ષે થાય એટલે કો'ક વૈદ્ય કે ડૉકટરના વાના નિદાનને હસી કાઢતો) થયો અને તેના આડાઅવળા ભળતા ઉપચારો શરૂ થયા. દેશી, અંગ્રેજી, હોમિયોપથી, બાયોકેમિક, પ્રાકૃતિક ચિકિત્સા, દોરા ધાગા, મંત્ર, તંત્ર, યંત્ર, આદિ અનેક જાતના ઉપચારો થયા. સં. ૧૯૯૯ના શ્રાવણથી ૨૦૪ સુધી ચાલ્યું. ૨૦૦૪ના શ્રાવણમાં માંદો પડ્યો. ૨૦૫ના માહ મહિને મારા જીવનના પરમોપકારી પૂ.પં. ભદ્રંકર વિ. મ. શાતા પૂછવા અમદાવાદ ઝવેરીવાડ આંબલીપોળના ઉપાશ્રયે પધાર્યા તે વખતે તેઓએ મારા પર (હું ૧૧ વર્ષનો હતો ત્યારનો તેમના ખોળામાં રમેલ – તેઓની ભાવકરુણાનો હું પાત્ર બનેલ) અપૂર્વભાવ વાત્સલ્ય હોઈ પ્રેમાળ સ્વરે કહ્યું કે, ગાંડા! આવો સરસ અવસર જાપનો મળ્યો છે અને તું જા૫ નથી કરતો. ભલા ભાઈ! રાજરાજેશ્વર શ્રી નવકાર મહામંત્ર સઘળાં અશુભ કર્મોને હટાવી દે, મોહનીયના ચૂરા કરી દે, તો આ બાપડી અશાતાનો ઉદય કાં ન હઠે! આવા માર્મિક મીઠા ઉપાલંભથી તે જ દિવસે પ્રાય: ૨૦૫ના ફાગણ વદ ૩ થી રોજ રાબેતા મુજબ માત્ર પાંચ બાંધી માળા ગણવા રાખી મૂકેલ માળા પૂ. પં. છ મ. ના ગયા પછી બપોરે ર-ર ના ગાળામાં શરૂ કરી. ચૈત્ર સુદ ૧૧ આવતાં તો રાત-દિ' કરી બધું પડતું મૂકી ૧ લાખ નવકારનો જાપ કર્યો અને ચૈત્ર સુદ ૧૫ સુધીમાં બીજા ર૭9 નવકારનો જાપ કર્યો અને ચૈત્ર વદમાં તો હું માંદગીની પથારીમાંથી બેઠો થયો. વૈશાખ સુદમાં જગવલ્લભ પાર્શ્વનાથના દર્શન કરવા ગયો અને વૈશાખ વદમાં વિહાર કરી ચાણસ્મા પૂ. ગુરુદેવશ્રી સાથે ગયો. ત્યાં ત્રિકાળ જાપ, સવાર – બપોર – સાંજે ૬-૧૨-૬ વાગે ૧રનો જાપ. તથા રોજની ૧૧ બાંધી માળા ચાલુ થઈ, પેલી વાની બીમારી શ્રી નવકારની ચોકીમાં વિદાય થઈ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા કે આજની ઘડી, કાલનો દહાડો – આજ સુધી જિંદગીમાં તે માંદગી નથી આવી. આ રીતે શ્રી નવકાર શરૂઆતમાં આપણી અંતરની શક્તિઓને આપણી મરજી પ્રમાણેના રસ્તે જવા દઈ આપણને ખાતરી કરાવે કે – તેરો ઠાઠ હઠાઠ હૈ, મેં ઠાઠું સો ઔર !” આ ૧૯૯૯ થી ૨૦૫ના ફાગણ સુધી આવું ૭ વર્ષ ચાલ્યું પણ જ્યારે શ્રી નવકારે મને સારી રીતે ઉપાયો કરવા દઈ છેવટે અનુભવથી તે બધા ઉપાયો અધૂરા દર્શાવી પૂ. પંન્યાસજી મના વરદમુખે શ્રી નવકારનું સૂચન કરાવી શ્રી નવકાર મહામંત્રે મારા જીવનને આરાધનાની દિશામાં એવું વાળ્યું કે| મારો શરીરનો રોગ ગયો, મનનો રોગ ગયો, મનની ગ્રંથિઓ ખૂલી ઘણાં દિવ્ય તત્ત્વોનો અનુભવ થયો. આ બધો પ્રતાપ પરમ કરુણાળુ પરમગુરુનો છે. જેમણે હકીકતે મારી નાડ હાથમાં રાખી અમુક સમય મહેનત કરવા દઈ પરિણામ ન આવ્યું એટલે અંતરથી ખાતરી કરાવી કે તારા ઉપાયો અધૂરા છે. હવે જો ! મારી નિશ્રામાં અંતરને જાપમાં વાળવાથી કેવું અજબ પરિણામ આવે છે ! તે અનુભવથી સમજાયું. તમો આ રીતે જીવનને પરમોપકારી દિવ્ય શકિતનિધાન શ્રી નવકાર મહામંત્રને સમર્પિત કરી અંતરને શરણાગતિ ભાવથી પવિત્ર બનાવી. બગડેલી – ખોટકાયેલી મોટર દોરડાથી સારી ગાડી સાથે જોડાઈને દોડતી થઈ જાય તેમ આરાધનાના પંથે તમારી આરાધનાની ગાડી સક્રિય થાય અને ખોટકાયેલું મશીન ફરીથી ચાલુ થઈ જાય અને તમો જીવનશુદ્ધિના પંથે આગળ ધપો એ અંતરની શુભેચ્છા. આ માટે જાપ સાથે આ પત્રમાં જણાવેલ સાધનોને તમે અમલમાં મૂકો તે ખાસ ઈચ્છવાજોગ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ૧૧૩ ૭પ શંખલપુર ૨૯-૧૨-૮૩ બાવનમાં દીક્ષા પર્યાયના છેલ્લા દિવસે વિ. તમો આરાધનાના પંથે અંતરના ઉમંગપૂર્વક વધતા રહો એ મારી દીક્ષા પર્યાયના બાવનમા વર્ષના છેલ્લા અંતરના આશીર્વાદ છે. તમો આંતરિક વાસ્તવિક શાંતિને રાજરાજેશ્વર, વિરાટ – શકિતશાળી શ્રી નમસ્કાર મહામંત્રના જાપના માધ્યમથી અંતરંગ આરાધનાના બળે મેળવી શકો તેવો રાજમાર્ગ પૂર્વના પુણ્યના પ્રબળ ઉદયે તમોને નાની વયમાં યુવાનીના ઉબરે પગ મૂકતાં જ મળી ગયો છે. તમો તે માર્ગે વ્યવસ્થિતપણે પગલાં ભરી તમારી આંતરિક ખોરવાઈ ગયેલ શકિતઓની ધારા પાવરફૂલ સઘળી શકિતઓને પુંજ સમા શ્રી નવકારના જનરેટર સાથે તમારી માનસિક વૃત્તિઓના સંબંધ દ્વારા અંતરંગ સેલના થરો ઉખેડવાના કામે લાગી જાવ એ અંતરની શુભ કામના!! વળી માની એક ચીજ ધ્યાનમાં લેવા જેવી છે કે શરીરનું બંધારણ સમઘાતપણે રહેલ વાત, પિત્ત અને કફના આધારે ટકેલું છે, જ્યારે ખાન-પાન-આહાર-વિહાર કે જીવનચર્યામાં અવ્યવસ્થા ઊભી થાય એટલે વાત, પિત્ત, કફ ત્રણે ધાતુ બગડે, તેનાથી અનેક શારીરિક રોગો ઊભા થાય. તેને વારવા માટે વાત, પિત્ત, કફની વિકૃતિઓને પ્રાકૃતિક આહાર, વિહાર, દિનચર્યા અને કુદરતી ઉપચારથી શમાવવામાં આવે તો શરીર કંચન જેવું થઈ જાય. કાષ્ટાદિક વનસ્પતિઓ કે જેઓ વાત-પિત્ત-કફના વિકારોને શમાવવાના ગુણધર્મવાળી હોય તેવી દવાઓનો જ ઉપયોગ શરીરને રોગમુકત કરે છે. એટલે દેશી ઓસડિયાં – વનસ્પતિઓ રોગીની પ્રકૃતિ વાયુની છે? પિત્તની છે કે કફની? તે જાણ્યા બાદ યથાયોગ્ય રીતે ઉપયોગમાં લેવાય. તેની સાથે તેવાં ખાન-પાન, ચય જળવાય તો તે વનસ્પતિજન્ય દવાઓ યોગ્ય રીતે વાત, પિત્ત, કફના વિકારોને હટાવી શરીરને રોગમુકત બનાવી શકે, બાકી આધુનિક એલોપેથી તો રોગનિવારણ માટે સાવ નકામી છે. કેમ કે એલોપથીનો અર્થ રોગને બીજા રૂપમાં પલટાવવો. રોગને કાઢવાની વાત કે તેના નિદાનને ઓળખી વાત, પિત્ત અને કફનો કયો વિકાર થયો છે તે થીયરીમાં જ ન હોવાથી એલોપથી ટ્રીટમેંટ એક રોગને બીજામાં ફેરવે, તે ફેરવવા જતાં અનેક દૂષિત વિકારો નવા ઊભા થાય, પરિણામે વાત-પિત્ત-કફના વિકારો વધુ બગડે, તેમાંથી અનેક રોગો એલોપથી દવાના સહારે નવા નવા ઊભા Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા થાય. જેને અંગ્રેજીમાં સાઈડ ઈફેકશન કહે છે તેવું ઍલૉપથીમાં ૦ ટકા થવાનો સંભવ છે. દર્દીના પુણે કદાચ ૧૦ ટકામાં ઍલૉપથી ટ્રીટમેંટથી દર્દ સમાય, અગર નવા દઈ ઊભા ન થાય. મૂળ વાત એ કે દેશી આયુર્વેદની વનસ્પતિજન્ય દવાઓનો મૂળ પાયો જ શરીરના વાત-પિત્ત-કફન્ના ઊપજેલા વિકારોને પારખી યોગ્ય નિદાન કરી જે વિકારો થયા હોય તેને શમાવનારી વનસ્પતિજન્ય દવાઓ ઉકાળાઓ, ચૂર્ણો, ગોળીઓ અને તેની યોગ્ય ચરી પાળવારૂપ ઉચિત આહાર, અને સ્વસ્થ દિનચર્યાથી રોગોને વધવાનો અવસર જ ન મળે. હોય તે ધીમે-ધીમે શમે. પણ યંત્રવાદના ધમાલિયા જીવનમાં તુરતાતુરત ઝડપથી મટાડવાની ધૂન અને ડૉકટરોના કહેવા પ્રમાણે તમારે મન ફાવે તેમ ખાવા-પીવો, હરો-ફરો, એટલે ઍલૉપથી ટ્રીટમેંટમાં સ્વચ્છંદતાનું પોષણ ભારોભાર – પણ સરવાળે ઍલૉપથીમાં રોગ મટાડવાની વાત પાયામાં જ નથી, માત્ર કન્વર્ટેશનની વાત હોઈ રોગો એક યા બીજા રૂપે શરીરમાં કાયમ રહે, પણ જડમૂળથી રોગ જાય જ નહીં એટલું જ નહીં પણ નવા રોગો ઊભા પણ થાય તેવી વિષપ્રક્રિયા ઍલૉપથી ટ્રીટમેંટમાં છે. આ તો બધી આડ વાત થઈ! મૂળ વાત એ કે વાત-પિત્ત-કફના વિકારોને શમાવવા માટે કરાતા પ્રયત્નો શરીરને રોગમુકત કરે તે દેશી આયુર્વેદ પ્રક્રિયાથી સુસાધ્ય છે. પણ શ્રી નવકાર મહામંત્રમાં એ વિશેષતા છે કે દેશી દવાના ઉપચારમાં કુશળ નિદાન-નાડીના જાણકાર વૈદ્ય, તેવા ઔષધોની પ્રાપ્તિ પછી તેને ખાંડી ઉકાળી લેવાની માથાકૂટ, ચરી પાળવી પડે આદિ મુશ્કેલીઓ હોઈ આજે આયુર્વેદનો વિકાસ અટક્યો છે. અને સહેલો રસ્તો ગમે તે ખાઓ, બજારમાંથી તૈયાર ગોળી લઈ આવો'ની ધૂનમાં ઍલૉપથિક પગપેસારો કરી તેના દ્વારા ખરેખર તો માનવ શરીરને વધુ રોગગ્રસ્ત બનાવવાની કુચેષ્ટા જ થવા પામી છે. એટલે શ્રી નવકાર તો માત્ર શરણાગતિ - શ્રદ્ધા – ભકિતના નજીવા મૂલ્યમાં આપણા અંતરના બધી જાતના રોગોને વ્યવસ્થિત જાપ-ભકિત-આરાધના આદિ અનુષ્ઠાનોથી મૂળથી ઉખેડી નાંખવાની તાકાત ધરાવે છે. આપણા શરીરમાં જે રોગો છે તે બધા દ્રવ્ય રોગો વાયુ, પિત્ત, કફના બગાડાથી થાય છે પણ તે દ્રવ્યરોગોની પાછળ ભાવરોગ પ્રધાન કારણભૂત છે. તે ઉત્પન્ન થાય છે ત્રણથી – રાગથી, દ્વેષથી અને મોહથી. જેમ દ્રવ્યરોગો વાયુ, પિત્ત, કફના વિકારોથી થાય છે તેમ આંતરિક ભાવરોગો રાગ-દ્વેષ-મોહથી ઊપજે છે. જીવનમાં દ્રવ્યરોગો અશાતા વેદનીય નામના કર્મથી ઊપજે છે. તે અશાતા વેદનીય કર્મ બીજાને દુઃખ દેવાથી, સંતાપ, પરિતાપ, કલેશ દેવાથી થાય છે. બીજાને દુ:ખ, સંતાપ, પરિતાપ, કલેશ, દેવાનું મન આપણને કયારે થાય કે જ્યારે આપણામાં તીવ્ર સ્વાર્થવૃત્તિ, પૌદ્ગલિકભાવ, દુન્યવી સુખની તીવ્ર ચાહના ઊપજે ત્યારે. આ બધું મોહના ઉદયથી થાય છે. મોહ આવે એટલે તેના બે દીકરા રાગ-દ્વેષ તો આવે જ ! Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા ૧૫૫ એટલે દુન્યવી પદાર્થોની તીવ્ર લાલસારૂપ મોહથી તે દુન્યવી પદાથોને મેળવવાનાં સાધનો પ્રતિ રાગ થાય અને કોઈ વચ્ચે આડો આવે, અંતરાય કરે, તે જીવ હોય કે અજીવ, તેના પર દ્વેષ થાય. એમ આ ત્રણથી આપણે ભારે કક્ષાનું તીવ્ર મોહનીય બાંધીએ છીએ જેનાથી વિશિષ્ટ કોટિનું અશાતા વેદનીય બંધાય છે, એકલું અશાતાદનીય નહીં, સાથે અંતરાય, નીચ ગોત્ર, અપજશ, દુર્ભાગ્ય, શરીરની ખામી, સારાં સાધનોનો ઉપયોગ ન કરી શકાય, છતે સાધને આપણે તેનો વ્યાવહારિક લાભ પણ ન ઉઠાવી શકીએ આદિ ઘણા અવરોધો આપણા વિકાસક્રમમાં આડા ગોઠવાય છે. પણ અહીં વાત રોગની એટલે અશાતા વેદનીયની વાત કરી છે. શ્રી નવકાર બુલંદ સ્વરે ઘોષણા કરે છે કે – સો પંખુરી સળં- પાવUસ આ પંચ પરમેષ્ઠીનો નમસ્કાર સર્વ = બધા = બધી જાતના પાપ = મોહના ઉદયથી કરેલ અશુભ પ્રવૃત્તિઓના પરિણામે ઊભા થયેલ અશાતા વેદનીય, અંતરાય, અપયશ, દુર્ભાગ્ય, નીચગોત્ર આદિ અવરોધો ઉપરાંત આત્મશકિતના વિકાસના મહા-અવરોધક જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય એ ૪ ઘાતીકને મૂળથી ઉખેડી નાંખવાની વિરાટ શક્તિ ધરાવે છે, એટલે શ્રી નવકારની ઉપાસનાથી અંતરંગ શક્તિઓનો એવો વિકાસ થાય જેનાથી દ્રવ્ય રોગો કે જે અંતરંગ ભાવ રોગોના કારણે ઊપજે છે તેનો મૂળથી નાશ થાય એમાં નવાઈ નહીં, પણ આત્મશકિતના વિકાસને આડે રહેલ સઘળા ભાવરોગોનો મૂળથી નાશ આ શ્રી નવકાર મહામંત્રના વિશિષ્ટ જાપ અને આરાધનથી થાય છે એ નકકર હકીકત છે. આવો રાજરાજેશ્વર સર્વકાર્ય સિદ્ધકર વિરાટ શકિતશાળી શ્રી નવકાર મહામંત્ર વિધિપૂર્વક તમોને મળ્યો છે પણ હજુ તમારા પગમાં સ્કૂર્તિ નથી આવી, જેમ-ઉત્સાહ તો તમારામાં ઘણા છે પણ દુન્યવી વાયરાના ઝપાટામાં તમે કયારેક ઉત્સાહહીન થઈ જાઓ છો તે મારા ધ્યાન બહાર નથી. તેટલા માટે જ ગુરુ-શનિવારની આ પત્રમાળા મારાં કેટલાંક જરૂરી કામો પડતાં મૂકીને પણ ચાલુ રાખું છું. તમારા જેવા યોગ્યતાસંપન્ન પાત્રજીવોને યોગ્ય પ્રેરણા દેવામાં મને પોતાને અંતરંગ સ્કૂર્તિ રહે છે. તમે આ પત્રોનું વાંચન નિયમિત કરો છો તે સાથે કેટલાંક આરાધનાનાં ખૂટતાં તત્ત્વોને ઉમેરવા પણ પ્રયત્નશીલ છો તે જાણી ખૂબ આનંદ થાય છે. હજી તમે આમાં ખૂબ ઝડપી પ્રગતિ કરો એ મારા બાવનમા દીક્ષા પર્યાયના ખરેખર અંત:કરણના શુભ આશીર્વાદ છે. આપણા જીવનને ધ્રુવતારક સમે મુદ્રાલેખ: * જીવનમાં અંતરના રાગાદિ દૂષણો ઘટે. * આપણે બીજાનાં દુ:ખને દૂર કરવા સમર્થ બનીએ. * આપણી શકિતઓ વિકારી – વાસનાઓના વંટોળમાં અટવાય નહીં. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા * વિચારોથી સદા કાળ આપણે પવિત્ર રહીએ, કયારેક આચરણમાં ઢીલાશ આવે તો એ ખૂંચવી જોઈએ, પ્રસંગ મળતાં જ પાછા આપણે સદાચારના માર્ગે આવી જઈએ. * સ્વાર્થવૃત્તિનો સંકોચ કરતાં શીખીએ. * જ્ઞાની મહાપુરુષોની આજ્ઞા - દોરવણીને આપણે સફળ બનાવવા તત્પર રહીએ. * સવાંચન - હિતકરસ્વાધ્યાય અને વિચારોનું સમીકરણ કરનાર ચૂંટેલ પુસ્તકોના ઉપયોગથી જીવનને શુદ્ધિના પંથે ટકાવી રાખીએ. આ સપ્ત સૂત્રી જીવનશુદ્ધિ માટે ખૂબ જરૂરી છે. તમે સહુ આ સપ્ત સ્ત્રીને જીવનમાં ઉતારી વિશિષ્ટ રીતે શ્રી નવકાર મહામંત્રના આરાધક બની જીવનશુદ્ધિના પંથે આગળ ધસો !! એ મંગળ કામના * 8 ७६ શંખલપુર ૩૧-૧૨-૮૩, શનિવાર ગયો પત્ર બાવનમા દીક્ષા પર્યાયના છેલ્લા દિવસે લખેલ. આ પત્ર વ્યાવહારિક અંગ્રેજી ૧૯૮૩ના વર્ષના છેલ્લા દિવસે લખાય છે. આ ગયું વર્ષ ૧૯૮૩નું એટલે ૧+૯૧૦ તેમાં ૮+૧૩=૧૧ ઉમેરતાં ૨૧નો આંક થાય છે તે એમ સૂચવે છે કે – આરાધનામાં બે જોડાયા છે. એક બાકી છે એટલે જુદું છે. અર્થાત્ શ્રી નવકારની આરાધનામાં બે એટલે વચન-કાયા જોડાયાં છે પણ એક = મન હજુ બાકી છે એ આડું છે પણ તેનું અસ્તિત્વ મૂડ – સંજોગ – પરિસ્થિતિના આધારે સ્વતંત્ર રહ્યું છે, કયારેક તે આરાધનામાં ભળે ન પણ મળે! આ સ્થિતિનો સુધારો કરવા માટે હવે નવું વર્ષ ૧૯૮૪ એટલે રરનું વર્ષ એમ સૂચવે છે કે, જોડાયેલ વચન-કાયા સાથે મનને જોડવા માટે તેમાં આત્માને જોડવાની જરૂર છે. આત્માને જોડવો એટલે લક્ષ્યની જાગૃતિ જોઈએ. શ્રી નવકારની આરાધનાથી આપણા જીવનમાં રાગ-દ્વેષ અને મોહના Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા સંસ્કારોની અસર ઓછી થાય એવું લક્ષ્ય જાગ્રત કરવાની જરૂર છે. આ રીતે લક્ષ્ય જાગ્રત થાય ત્યારે મન આપોઆપ આરાધનામાં જોડાય – પછી સંજોગો, પરિસ્થિતિ કે મુડની અનુકૂળતા જોવાનું ન થાય એમ ૧૯૮૪ = ૨૨નો આંક આપણને સૂચવે છે. વળી ગયા પત્રમાં જેમ સઘળા રોગોના કારક વાયુ, પિત્ત અને કફના વિકારો જણાવેલ, તેમ આપણા જીવનમાં રાગ-દ્વેષ અને મોહ સઘળી અશુદ્ધિ - અવનતિનું કારણ છે તેમાં રાગ = કના સ્થાને છે. દ્વેષ = પિત્તના સ્થાને છે. મોહ = વાયુના સ્થાને છે. કેમ કે રાગ = વધે છે. ૧૫૭ થી જીવનમાં ચીકાશ વધે છે. દ્વેષથી જીવનમાં ખટાશ વધે છે, મોહથી વાયડાપણું શ્રી નવકારની આરાધના કરનારાઓ પોતાના જીવનની સઘળી મનોવૃત્તિઓના અંતરને યોગ્ય રીતે તપાસી નકકી કરે કે આપણી વૃત્તિઓમાં - ચીકાશ (વસ્તુ-સ્થિતિ સમજવાની તૈયારીની ખામીએ ખોટી પકકડ) ખટાશ (પોતાની ધારણાને પૂરી પાડવા માટે અણસમજથી સાચું કહેનાર કે સમજાવનાર તરફ માનસિક ઈર્ષ્યા-દ્વેષ-અરૂચિનો ભાવ) અને વાયડાપણું (સન્માર્ગ પર ચાલવા માટે જરૂરી વાસના નિગ્રહ, ક્રિયારુચિ, વડીલોનો આદર અને સરળતાની ખામીથી પોતાની ક્રિયામાર્ગની અરુચિને ઢાંકવા ખોટી ડંફાશો – ભયની વાતો કરવાની ટેવ) આ ત્રણ બાબત કેટલા પ્રમાણમાં છે તેની તપાસ કરવી જરૂરી છે. વિચારોમાં વિવેક અને જ્ઞાની નિશ્રાથી મળતો જાગૃતિનો પ્રકાશ હોય તો વૃત્તિઓમાં ઉપજેલ ચીકાશ, ખટાશ અને વાયડાપણાના દોષને પારખી શકીએ. તમો જેમ શ્રી નવકારના જાપની વ્યવસ્થિત આરાધના સાથે સ્વદ્રવ્યથી જિનપૂજા, સામાયિક, સત્સંગ, આવશ્યકક્રિયા, રાત્રિભોજન, અભક્ષ્યના ત્યાગ આદિ જવાબદારીભર્યાં અનુષ્ઠાનો આચરશો તેમ તેમ તમારી સમજણમાં વૃત્તિઓના આ ત્રણે મહાદોષો ઓળખવાની ક્ષમતા વધશે, આરાધનામાર્ગે આ ત્રણ દોષોને પારખ્યા વિના આપણી આરાધનામાં ઓજસ નથી પ્રગટતું. નમ્રભાવે શ્રી નવકારને અંતરથી પ્રાર્થના કરવાની જરૂર છે કે “જીવનના આ ત્રણ મહાદોષો - કે જેમાંથી જીવનને અધ:પતનની ઊંડી ખાઈમાં લઈ જનારા અનેક દુર્ગુણો આપણામાં એક પછી એક પ્રગટે છે તેવાની સાચી ઓળખાણ સારામાં સારી રીતે પ્રાપ્ત થાઓ !!!'' આ જાતની પ્રાર્થનાથી આપણી બુદ્ધિમાં રહેલ અજ્ઞાન, કદાગ્રહ અને ભ્રમણાના પાપ ઘટે છે. વળી દરેક જાતના વાત, પિત્ત, કફના વિકારોથી ઊપજતા રોગો માટે જેમ ત્રિફળા, ત્રિકકડ અને વિજયાદ્દિગુટી અનુકૂળ પડે છે તેમ રાગ-દ્વેષ-મોહના સંસ્કારોને વ્યવસ્થિત રીતે કાબૂમાં લેવા માટે રત્નત્રયી = જ્ઞાન = દર્શન = ચારિત્રની તેમજ ખપ - જપ અને તપની ત્રિપુટી ખૂબ જ ઉપયોગી છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા કેમ કે જ્ઞાનથી રાગની માત્રા ઘટે છે. દર્શનથી દ્વેષની માત્રા ઘટે છે. ચારિત્રથી મોહની માત્રા ઘટે છે. જ્ઞાનની પરિણતિ યોગ્ય જ્ઞાની નિશ્રાએ મેળવવાથી વૃત્તિઓમાં રહેલ પદ્ગલિક પદાર્થોની રાગ-વૃત્તિ ઘટવા પામે છે, પરિણામે આરાધના માર્ગમાં વારંવાર કફના પ્રકોપથી થતા સોજા - અને દમ – શ્વાસના વિકારોની જેમ આત્મપ્રશંસા રૂપ સોજા અને આરાધના માર્ગમાં ગ્લાનિરૂપ દમ-શ્વાસના વિકારો આપોઆપ શમી જાય છે. આ રીતે દર્શન = સાચી શ્રદ્ધાના વિકાસથી આત્મતત્વના મૌલિક સ્વરૂપના સંવેદનથી બીજ જીવો પ્રતિ અરુચિભાવ દ્વેષ = અપ્રીતિના પરિણામ શમી જાય છે. આંતરિક રીતે આત્મ-સ્વરૂપની બિન-જાણકારીથી જ આપણને બીજા જીવો પ્રતિ અરચિ = અપ્રીતિનો ભાવ ઊપજે છે. આ રીતે ચારિત્રથી મોહ-માયા-મમતાનું જોર ઘટે છે, કેમ કે ચારિત્ર એટલે આપણા આત્માના મૂળભૂત વીતરાગતાના સ્વભાવમાં સ્થિર થવું. તેનાથી મોહ – માયા – મમતાનાં બંધનો આપોઆપ ઢીલાં થાય જ. આ રીતે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી આપણા અંતરના રાગ-દ્વેષ-મોહરૂપ મૂળભૂત વાત-પિત્ત-કફના વિકારોને શમાવનાર નીવડે છે. જાપ રત્નત્રયી શ્રી નવકારની આરાધનાનો સાર છે, તે તરફ આપણું લક્ષ્ય કેંદ્રિત થાય તો રાગાદિ વિકારોથી આપણે શીધ્ર મુકત થઈએ. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા S વિ. સં. ૮૦૭માં બપ્પભટ્ટીસૂરિ દીક્ષાભૂમિ, મોઢેરા ७७ STETR તા ૧૫૯ તમારી આરાધના યથાવસ્થિત - વ્યવસ્થિત ચાલુ હશે થ્રી નવકારની આરાધના રૂપ ગાડીને ૪ પૈડા છે. ૧) જ્ઞાની નિશ્રા, ૨) વિધિપાલન, ૩) યથાવસ્થિતતા, ૪) વ્યવસ્થિતતા. ૫-૧-૮૪ તમારા જીવનમાં ૧-૨ પૈડાં તો બરાબર છે, પણ ૩-૪ પૈડાં સંસારની ઉપાધિઓના કારણે અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. પુણ્યવાનો, તમે ખરેખર આરાધનાના દિવ્યપંથના સફળ યાત્રિક છો. ખરેખર, આત્મસમર્પણ તમે કેળવ્યું છે. તમે નિષ્ઠા કેળવી છે, શ્રદ્ધાનો પાયો તમારો જબરો છે છતાં કેમ આમ હાલકડોલક! જરા સ્વસ્થ થાઓ ! તમો સંસારની માયામાં કેમ અટવાઈ ગયા છો! બધું શ્રી નવકારના ચરણે સોંપો, ગાડીમાં બેઠા પછી પોટલું માથે શા માટે! આરાધનાના પંથે શરણાગતિભાવ ખૂબ જરૂરી છે. તેના વિના આત્મસમર્પણ શકય ન બને. તમે ત્રણે એક-બીજાના પૂરક સહયોગી બની એક-બીજાની આરાધનાની ગાડીને વેગવંતી બનાવો એ અંતરની શુભેચ્છા. વળી તમારી જીવનયાત્રાના પ્રારંભનાં ૧૨ થી ૨૧ વર્ષોના ગાળામાં પૂર્વ-પુણ્યયોગે શ્રી નવકારની આરાધનાનો પંથ યોગ્ય રીતે મળી ગયો તે તમારા જીવનની આગવી વિશેષતા છે. પૂ સાધુ-સાધ્વીઓની સેવા-ભકિત--વૈયાવચ્ચ અને દેરાસરની પૂજા સાથે પૂર્વજન્મના સપુણ્યે સરળતા, શ્રદ્ધા-ભકિતનો વારસો જે મળ્યો તેના પરિણામે જીવનમાં જીવનવિકાસનાં અનેક અવરોધક તત્ત્વોની નબળી અસરમાંથી બચીને જુવાનીના ઉંબરે જીવનશકિતઓના વહેણને અવનતિની ખીણ તરફ લઈ જવાના વળાંકમાંથી આત્મશુદ્ધિના શિખર તરફ ધીરતાભર્યાં કદમ ભરી શકો છો. આમ તમે મહાપુણ્યવાન છતાં કયારેક ભલભલા જ્ઞાનીઓને પણ મૂંઝવનારી મોહમાયાના પ્રચંડ વાવાઝોડામાં ફસાઈને આરાધનાના ૪ પૈડાંમાંથી ૩ - ૪ પૈડાની ગરબડમાં ફસાઈ જાઓ છો, છતાં મહામહિમશાળી પુનિત શ્રી નવકાર મહામંત્રના પ્રતાપે તમો પાછા આરાધનાના પંથે વ્યવસ્થિતપણે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ટકી જાઓ છો એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. - તમારે જાપની સાથે શ્રી નવકારના અક્ષરો સામે પ્રથમના પત્રમાં જણાવ્યા પ્રમાણે ૩, ૫, ૭ મિનિટ જોતા રહેવાનો કાર્યક્રમ તમે જરૂર અપનાવો. જેમાં સૌથી શ્રેષ્ઠ સમય સવારે ૬ થી નો, કો'ક કારણસર રહી જાય તો સવારે ૮ થી ૯, છેવટે સાવ રહી જાય તો રાત્રે ૯ થી ૧૦માં જરૂર આ પ્રોગ્રામ કરવો. વળી ગુરુવારે આ કાર્યક્રમ જરૂર કરવો, ભૂલવો નહીં. - તમારા વિચારોની આસપાસ જામતી સંસારી પરિસ્થિતિઓની અસર, વાસનાઓની જંજાળ અને દુન્યવી માયાજાળની અસરો શ્રી નવકારના અક્ષર – ધ્યાનથી ઘટે એ નકકર હકીકત છે. તમારી આંતરિક ભકિતનો પારો વિશિષ્ટ રીતે તમારી સાધનાના પંથે ચઢતો રહે - તે માટે વર્ણયોગની પદ્ધતિએ નિયમિત જાપ કરવાનો પ્રયત્ન ચાલે છે - તેમાં વ્યવસ્થા અને નિયમિતતા જાળવો એ ખાસ જરૂરી છે. આંતરિક શ્રદ્ધાના તાર ઝણઝણાટીપૂર્વક તમોને દિવ્યચેતનાના પંથે સંવેદનાના મર્મનો સ્પર્શ કરાવે એ મંગલ કામના. لن વડાવલી ૭-૧-૮૪ દેવગુરુકૃપાએ સુખશાંતિ છે. જીવનશકિતઓને પરમાર્થના સપંથે લાવનારી જીવનસાધના પંચપરમેષ્ઠીઓની ઉપાસનારૂપે શ્રી નવકાર મહામંત્રના માધ્યમે કરવા ભાગ્યશાળી બનવું. એ આજના વર્તમાન મોહ-માયાથી સભર શહેરી વાતાવરણની અસરને માઈનસ કરવા રૂપની હોઈ ખરેખર અનુમોદનાનો વિષય છે. તમો આ જીવનસાધનાના પંથે જાપના માધ્યમે અવલંબી રહ્યા છો તે ઉત્તમ વાત છે, પણ તે સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, નવકારશી અને રાત્રે, ચઉવિહાર, મહિનામાં ઓછામાં ઓછા Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૬૧ બે પ્રતિક્રમણ અને રોજનું ૧ સામાયિક, અંતરંગ વિકારી, વાસનાઓને નાથી શકે તેવું આરાધના પોષક સાહિત્યનું સામાયિકમાં વાંચન ( સામાયિક દિવસે થાય તો કરેમિ ભંતે ઉચ્ચારીને કરવું - અને દિવસે ટાઈમ ન મળે અને રાત્રે કરવું પડે તો શ્રુત સામાયિક કરવું એટલે શુદ્ધ વસ્ત્ર - ધોતી – ખેસ પહેરી કટાસણ પર બેસી ત્રણ નવકાર ગણી ધાર્મિક આરાધનોપયોગી વાંચન) શરૂ કરવું. આ શ્રુત સામાયિક ઓછામાં ઓછું ૧૦ મિનિટનું થાય, વધુમાં વધુ ૭૫ થી ૮૧ મિનિટનું, જેટલું બેસવું હોય તેટલી મનમાં ધારણા કરી બેસવું, - ૨૫ મિનિટ ધારી તો પેલા સામાયિકની જેમ કટાસણા પરથી ટાઈમ પૂરો થયા પૂર્વે ઉઠાય નહીં. સંસારીકામ - વાતો થાય નહીં. આ સામાયિક યુત સામાયિક ગણાય. - ટૂંકમાં બે ઘડીનું વિરતિનું સામાયિક ન શકય હોય, કદાચ તે સામાયિક રાત્રે કરવું હોય અને વિરતિ = કરેમિભંતેવાળા સામાયિકમાં બત્તી-દીવા-લાઈટના પ્રકાશનો ઉપયોગ ધાર્મિક સ્વાધ્યાય માટે પણ ન થઈ શકે. એટલે સામાયિકના લાભથી સાવ વંચિત ન રહેવાય તેટલા પૂરતી આ કામ ચલાઉ - ટેપરરી વાત છે. લાભ તો પેલા કરેમિ ભંતેવાળા સામાયિકનો જ વધુ છે. પણ અંતરંગ જીવનસાધના કરનારે ૨૪ કલાકમાં ઓછામાં ઓછી ૧૦ મિનિટના નિયત સમયનું યુત સામાયિક જરૂર કરવું ઘટે. આનાથી અંતરંગ જીવનશકિતઓને પોષણ મળે છે, અવરોધક વાસનાનાં તત્વોને ખસેડવાનું બળ મળે છે. જીવનસાધના બળને વધારનારાં મહત્ત્વનાં ત્રણ સાધનો – વીતરાગ ભકિત, વિધિપૂર્વક જાપ, વિશિષ્ટ સ્વાધ્યાય. તમારા જીવનમાં આ ત્રણે વસ્તુ વ્યવસ્થિતપણે ગોઠવાય તે ખાસ જરૂરી છે. ત્રીજી વસ્તુની ઊણપ વહેલામાં વહેલી તકે ઉપર જણાવેલ વ્યુત સામાયિકની પદ્ધતિના અમલથી પૂરી કરવા ધ્યાનમાં લેશો. આ ઉપરાંત સાત્વિક આહાર (જેમાં અભક્ષ્ય પદાર્થો - બજારુ - હોટલના તેમજ અભક્ષ્ય કેફી પીણાં વગેરે છોડવાનાં હોય.) સાત્વિક વાતાવરણ (ધંધા સર્વિસ સિવાય વાસનાવર્ધક વ્યકિતઓના વાતાવરણથી અળગા રહેવું. તેમાં તેવા ખાણી-પીણીના ભાઈબંધો, હરવા ફરવાના મિત્રો, નાટક, સિનેમા, મેચ વગેરેના સંપર્કથી અળગા રહેવું અને સવાંચન (જ્ઞાનીઓએ નિર્દેશેલ સાધનામાર્ગને પોષક ચૂંટેલાં પુસ્તકોનું નિયમિત ૧૦ થી ૧૫ મિનિટ વાંચન) આ ત્રણે બાબતોનો ખાસ ઉપયોગ રાખવાની જરૂર છે. વળી, સંસારની પ્રક્રિયા તો પૂર્વજન્મના કર્મના સંસ્કાર મુજબ ગોઠવાઈ ગયેલી જ હોય છે. માત્ર સામાન્ય પુરુષાર્થ – ફરજ કરવા લક્ષ્ય રાખવું, પણ તેમાં રચ્યા-પચ્યા ન રહેવું. બેંકમાં જેટલું જમા હોય તે મુજબ નાણાં મળે, ગમે તેટલા દોડો પણ બેંકમાં બેલેંસ ન હોય તો ચેક સ્વીકારાય શી રીતે? આ રીતે જગતના પદાર્થો માટે ગત જન્મની વિશિષ્ટ ધર્મ આરાધનાથી જે પુણ્યનું નાણું કર્મસત્તાની બેંકમાં જેટલું જમા કરાવ્યું તે આ જન્મમાં ભાગ્યરૂપ ચેક દ્વારા મેળવી Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શકાય. પણ આપણે ગયા જન્મમાં આરાધના બરાબર ન કરી હોય, પુણ્યના નાણાં કર્મ સત્તાની બેંકમાં જમા ન હોય તો આ ભવની કરાતી દોડધામ નકામી જ જાય. હા ! જો આ ભવમાં આ વાત સમજાઈ જાય અને દુન્યવી પદાર્થો માટે ફરજરૂપે કરવી પડતી પ્રવૃત્તિ ઉપરાંત ખૂટતાં પુણ્યનાં નાણાં વધારવા જો જિનપૂજા, ગુરુભકિત, દાન, દયા આદિ ધર્મ પ્રવૃત્તિની દોડધામ કરાય તો હજુ બરાબર કે તેનાથી કર્મસત્તાની બેંકમાં પુણ્યનું નાણું જમા થતું રહે. પણ ધર્મપ્રવૃત્તિ કરવાના બદલે અંતરની વાસનાઓ અને સંસારની મોહમાયાને વધારવાની દોડધામ કરાય તો તેમાં પુણ્યના આધારે સફળતા મળે, પુણ્ય ઓછું પડે તો ગોઠવેલ બાજી વિખરી જાય. એટલે કો'ક બાહ્ય નિમિત્ત પર રોષ થાય અને સરવાળે નવું પાપ બંધાય એટલે પુણ્યને આવવાના દ્વાર બંધ. હવે તે પાપને કાઢવાના પ્રયત્નના બદલે અંતરના દુનિયાના રાગથી સંસારી પ્રવૃત્તિઓમાં જ વધુ ખૂંપ્યા જઈએ તો સરવાળે પાપનું જોર વધતું જાય, પુણ્યને આવવાના રસ્તા બંધ જ થઈ જાય. તમો બધા સમજુ છો માટે વિવેકપૂર્વક સર્વિસ-ધંધાની જવાબદારી સિવાયના બાકીના સમયનો ઉપયોગ દુનિયાની પ્રવૃત્તિઓમાં ખૂબ થાય છે. તે માટે ખૂબ ગંભીરપણે વિચારજો. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા פד ७८ ચાણસ્મા ૧૧-૧-૮૪ શ્રી નવકારની આરાધનામાં અવરોધો - વ્યાક્ષેપો વધુ આવે તેથી ચલિત ન થવું. ખરેખર અવરોધો – વ્યાક્ષેપોનો વધારો આપણી આરાધનાની નકકરતા સૂચવે છે. = R મધ હોય ત્યાં માખીઓ જાય. ગળપણ હોય ત્યાં કીડીઓ ઊભરાય. તેમ આપણે હકીકતમાં શાસ્ત્રીય રીતે આરાધનાના બળથી આંતરિક રાગાદિ દૂષણોને હઠાવવા સમર્થ કો’ક વિશિષ્ટ તત્ત્વની કેળવણીમાં સફળ થતા હોઈએ ત્યારે આપણી પ્રતિસ્પર્ધી કર્મસત્તાને ભારે વિમાસણ થાય કે આ જીવ મારી સત્તાના સકંજામાંથી છટકી રહ્યો છે, એટલે તે પોતાની સત્તાને ટકાવી રાખવી અગર પોતાની Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા સત્તાને હંફાવનાર ધર્મ આરાધનાના બળને હંફાવવા - નબળું પાડવા પોતાથી બને એટલા પથરા ગબડાવવા રૂપે જાતજાતના માનસિક - કાયિક – આર્થિક - પારિવારિક આદિ અવરોધો – વ્યાક્ષેપોને આપણી આરાધનાને તોડવા ઊભા કરે. જેથી આપણો આરાધનાનો રથ આ બધા અવરોધોના પથરાઓથી અટકી જાય, પણ ગુરુકુપા અને પરમેષ્ઠીઓની કરુણાની દિવ્ય પાંખોના આધારે આવા કે આનાથી મોટા પથરા કે મોટી શિલાઓ કે ડુંગરાઓ વચ્ચે આડા હોય તો ઉપરની બે પાંખોના આધારે આપણો આરાધના રથ આકાશમાર્ગે થઈ આ બધા અવરોધોથી અટકે નહીં. ઊલટું પૈડાની ગતિ કરતાં પાપોની ગતિમાં વેગ સ્પીડ વધુ આવે. અધ્ધર ૧૬૩ એકંદરે અવરોધો - વ્યાક્ષેપોથી આપણી આરાધનાની ગાડી અટકે તો સમજવું - આપણી પાસે ગુરુકૃપા અને પરમેષ્ઠીઓની કરુણારૂપ બે પાંખો નબળી છે. તે માટે આપણું સમર્પણ અને શરણાગતિભાવનું બળ ઓછું પડે છે એમ અનુમાન થાય. - - માટે પુણ્યવાન વિવેકી આરાધકોએ આરાધનામાં આવતા અવરોધો – વિઘ્નોથી ખચકાયા વિના અંતરના ઉત્સાહ સાથે અવરોધો – વિનોને કસોટી - પરીક્ષારૂપ સમજી અંતરના સમર્પણ – શરણાગતિભાવનું બળ વધારી ગુરુકૃપા અને પંચપરમેષ્ઠીઓની કરુણાનો આશ્રય મેળવવા તત્પરતા કેળવવી. વળી બીજી વાત, લૂંટારાઓનો ભય કયારે? ધન, સંપત્તિની પ્રચુરતા થાય ત્યારે, લૂંટફાટ, ધાડપાડુઓ માલદારને ત્યાં જ ત્રાટકે, ગરીબોની ઝૂંપડપટ્ટીમાં લૂંટારાઓ ન ત્રાટકે, ત્યાં મળે શું? આ રીતે આપણે જ્યારે અંતરના જીવનધનની જાગૃતિને મેળવવા આરાધના દ્વારા આવરણ કરનારાં કર્મોના પડદાને હઠાવવા પ્રયત્નશીલ થઈએ, ત્યારે કર્મરાજા રૂપ લૂંટારુઓની ટોળી આપણે અંતરના જ્ઞાનાદિ-ધનની ઝવેરાત કરતાં બહુમૂલી સંપત્તિ મેળવી રહ્યા હોઈએ ત્યારે ત્રાટકે, આપણને અવરોધો વિક્ષેપોથી ગભરાવી મૂકી – આપણી આરાધનાને ડહોળી નાંખે, આપણને હતોત્સાહ કરી મૂકે. પણ હકીકતમાં આ બધું થાય એ સાહજિક છે. આ અંગે ફરિયાદ કે અંતરમાં ખેદ ન કરવો કે અમારી આરાધનામાં આવું બધું કેમ! ઊલટું મારી આરાધનાનો પાવર વધી રહ્યો છે જેથી મારા હરીફ્ના ટાંટિયા ઊખડવા માંડ્યા છે એટલે તે મારી આરાધનામાર્ગે વિક્ષેપો - અવરોધોના પથરા ફેંકે છે. પણ હકીકતમાં મારી વધેલી કિતનું કનેક્ષન પંચપરમેષ્ઠીઓની કરુણા અને ગુરુકૃપા સાથે સમર્પિતભાવ અને શરણાગતિ દ્વારા કરી અવરોધો – વ્યાક્ષેપોથી મારી આરાધના ડોળાય નહીં અને હું આરાધનાના માર્ગથી ચલિત ન થાઉં – એવી દઢતા દેવ-ગુરુના અનુગ્રહથી મેળવવા પ્રયત્ન કરવો. અંતરનો વિવેક અને વિશિષ્ટ સમર્પણભાવ આ રીતની દૃઢતા માટે ઉપયોગી છે. - સમય સંખ્યાના આ જાતના વિવેક અને સમર્પણભાવની કેળવણી માટે તમો સ્થાન નિયત ધોરણને જાળવવાપૂર્વક જાપમાં પ્રવર્તો એ વધુ જરૂરી છે. ભલે! મૂડ કે અંદરનો ભાવોલ્લાસ ન હોય. મારો પોતાનો જાત અનુભવ છે અંતરની કંઈ પણ તૈયારી નહીં છતાં ગુરુ મ૰ પૂ. પંન્યાસ જી - 1 Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા મન્ના વચન પર શ્રદ્ધા કેળવી માત્ર શબ્દ યોગના આલંબને રાા લાખ જાપ કર્યો તો મારો ભયંકર ત્રાસદાયક રોગ જે ૬ વર્ષથી હેરાન કરતો હતો તે ચિરવિદાય પામ્યો. શરીર કંચનમય થવાની સાથે મનની અંદરના રહેલા વિક્ષેપ - ચંચલતા આદિ વિકૃતિભર્યા મહારોગો કાબૂમાં આવી ગયા અને પછી એકેક એવાં નિમિત્તો મળતાં ગયાં કે જેથી આંતરિક સમૃદ્ધિના પરિચય માટે શ્રી નવકાર મહામંત્રની સાધનાનાં ક્રમિક સોપાનો દેવગુરુકૃપાએ મળતાં રહ્યાં. પરિણામે આજે આત્માની જીવનશુદ્ધિ, અંતરંગ આનંદ અને અધ્યાત્મ માર્ગની વિશિષ્ટ ભૂમિકાઓની અદ્ભુત પરિણતિનો અનુભવ થઈ રહ્યો છે. આ બધો પ્રતાપ વગર મુડે, વગર મને, પણ ગુર મના વચન પર અત્યંત આદરભાવથી તત્પરતાપૂર્વક થયેલા જાપનો છે. માટે તમો પણ આ રીતના જાપના પ્રભાવને અનુભવી શકો એ જરૂરી છે. મુડના ભરોંસે બેસી ન રહો, ટ્રાય ટ્રાય અગેઈનનો મંત્ર જીવનમાં ઘૂંટી લો એ ખાસ જરૂરનું છે. વઢવાણ સીટી ૫-૩-૮૪ | વિ જીવનની મંજિલોમાં પાયાની ભૂમિકા ૨૦ ૨૨ વર્ષની – તેમાં જે સારા કે ખોટા આચરણો દ્વારા જીવન નિર્માણની સારી કે ખોટી ઈંટો આડી – અવળી કે વ્યવસ્થિત મકાઈ જાય છે તેના પર જ આખી જીવન ઈમારતનો ટકાવ, વિકાસ અને સુવ્યવસ્થાનો આધાર છે. તમે આ પ્રથમ તબકકામાંથી પસાર થવા આવ્યા છો. એટલું તમારા બધાનું સૌભાગ્ય છે કે ૧૪-૧૫ વર્ષના મહત્ત્વના ગાળામાં પૂર્વના સુકૃત સંચય બળે જિનશાસનના સાર સમા શ્રી નવકાર મહામંત્રના પરિચયમાં આવ્યા અને સં. ૨૦૩૨, ૨૦૩૩, ૨૦૩૪ના ગાળામાં તમોએ ખૂબ સારું બળ શ્રી નવકાર પાસેથી મેળવવા પ્રયત્ન કર્યો. પરિણામે આજે તમારામાં ખૂબ મહત્ત્વની જીવનશકિતઓનાં બીજ વવાઈ-સચવાઈ ગયાં છે જેના પરિણામે તમો શ્રી નવકારના જાપ સાથે જીવનની – બ્રહ્મચર્યની, સદાચારની, ખાનપાન – વિવેકની સ્વદ્રવ્યથી જિનપૂજાની મહત્તા સમજી શકયા છો. યથાયોગ્ય અમલ Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પણ કરી રહ્યા છો એ સારી વાત છે. હજુ તમારે બે વાત પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ૧. આહાર, ૨. વિહાર (ભાઈબંધો સાથે તેમજ દૈનિક વ્યવહાર). આહાર માટે ગેસ થાય તેવા તળેલા, ભારે અને બજારુ પદાર્થોનો વપરાશ ન કરવો ઘટે. રાત્રિભોજન – આંતરડાની શકિતને કમજોર કરે છે. કદાચ તમે ઑફિસેથી મોડા આવો, પણ શકય હોય તો આવ્યા પછી મોડું ન કરવું. ૧૬૫ ઉપેક્ષાભાવથી બીજાં કામોમાં પરોવાઈને રાત્રિભોજન પણ બહુ વિલંબથી કરવાથી આંતરિક વાસનાઓમાં વિકૃતિનું તત્ત્વ ઘર કરી બેસે, તેથી શકય હોય તેટલું ઑફિસેથી છૂટ્યા કે પ્રથમ જમવાનું વહેલામાં વહેલું પતાવી પછી માત્ર દવા-પાણીની છૂટ રાખવી. કયારેક કારણવશ બહુ મોડું થઈ જાય તો સૂર્યાસ્તથી ૧૫ કલાક પછી તો ભોજન ન જ કરવું, આટલું જરૂર જાળવવું ઘટે. આ પર ખાસ લક્ષ્ય - ધ્યાન આપવાની જરૂર છે કેમ કે આની મગજ વિચારો વાસના અને અંતરના સૂક્ષ્મ મગજ પર બહુ ગંભીર અસર પડે છે. - બીજી વાત વિહાર – વાતાવરણ. જરૂર પડે ત્યારે ભાઈબંધોને પણ મળવું, કામ હોય તો બધું કરવું પડે, પણ લકઝરી ટાઈપથી વાતાવરણની મુકતતાનો ગેરલાભ ઉઠાવવામાં ઘણું ગુમાવાય છે – એ વાત ભૂલવા જેવી નથી. આપણા માનસ પર આહાર, વિહાર, વાતાવરણ અને વાંચન આ ચારની ઘેરી અસર પડે છે. તેનાથી અંતરમાં પડી રહેલ વિકૃતિ – વાસનાનાં બીજો સક્રિય બને છે. માટે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. રોજ રાત્રે ૧ કલાક ત્રણે જણા ભેગા મળી યોગ્ય રીતે શ્રી નવકાર અંગે, જીવન શુદ્ધિ અંગે, બ્રહ્મચર્ય અંગે વિચારણા કરો. તમો ભેગા ન થાઓ તો છેવટે પુસ્તકોની સહાયથી વિચારોને વૉશ કરવાની જરૂર છે, વાંચનનો અતિરેક થઈ ગયો છે ત્યાં બ્રેકની જરૂર હવે લાગે છે. આખા દિવસના શ્રમથી કંટાળી ગયા હો એટલે જે તે છાપાં વાંચી માનસિક સંતોષ મેળવો છો પણ ખાસ કરીને કલ્યાણ, સુઘોષા કે નવકારના સાહિત્ય વિના બીજું ન વાંચવા પર ભાર મૂકવાની જરૂર છે. એકંદરે એક કલાક ધાર્મિક - સિલેકટેડ (મારા સૂચવેલ સિવાયનું નહીં) સાહિત્યનું વાંચન ખાસ જરૂરી છે. જાપની સાથે આની પણ ખાસ જરૂર છે. વિચારોને સંયમી બનાવવા એ રમત નથી. બહુ ભારે અઘરું કામ છે તે અંગે અંતરની સતત જાગૃતિ, વિશિષ્ટ સાહિત્યનું વાંચન અને આહાર વિહાર – શુદ્ધિ આદિની ખાસ જરૂર છે. - ખરેખર તો શ્રી નવકારના ભરોંસે શરણાગતિભાવની કેળવણી સાથે જીવનયાત્રાની ગાડી ધપાવવી જરૂરી છે. શ્રી નવકાર ! જીવન સદાચારી, સમૃદ્ધ, ધાર્મિક બને. કૃપા કરજે ! દુરાચાર, અનીતિ અને પાપ – - Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા વ્યાપારથી બચાવજે. આટલી પ્રાર્થના જરૂર કરવી, મનમાં ત્રણ નવકાર ગણવા. વિચારોની પવિત્રતા ખરેખર આહારની સાત્વિકતા સવાંચન અને વીતરાગપ્રભુની સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાથી આપોઆપ કેળવાય છે. તમે આ અંગે ખૂબ જાગ્રત રહી પ્રયત્નશીલ રહો, અનાદિકાળના અશુભ સંસ્કાર આપણી બુદ્ધિને વિકારી માર્ગે લઈ જવા પ્રયત્ન કરે, પણ અંતરમાં વિવેકની પ્રતિષ્ઠા શ્રી નવકારની પરમભકિત – જ્ઞાની મહાપુરુષની શરણાગતિ સાથે કરવામાં આવે તો અનાદિકાળના અશુભ સંસ્કારો નિર્બળ બને. અંતરમાં પરમાત્મશકિતની સક્રિયતાનો અનુભવ થાય. JD રાણપુર ૧૧-૩-૮૪ શ્રી નમસ્કાર મહામંત્રની આરાધક વિવેકના સહારે પોતાની કર્તવ્યનિષ્ઠામાં ખૂબ દઢ હોય છે. તેથી શ્રી નમસ્કાર મહામંત્રની આરાધક પરિસ્થિતિ – સંયોગોની વિષમતાના પ્રચંડ તોફાનમાં સત્વહીન બનતો નથી. અંતરની સૂઝ તેનામાં સદાકાળ જાગ્રત રહે છે, એના બળે અંતરમાં પોતાની ફરજ બજાવવા સદા તત્પર હોય છે. આનું કારણ એ છે કે શ્રી નવકારની આરાધનાથી અંતરના કર્મની ગ્રંથિ ઢીલી પડે છે, કેમ કે કર્મની ગ્રંથિને ટકાવનાર મોહ-માયા અને તીવ્ર આસકિત છે. શ્રી નવકારની સીધી અસર આપણા અંતરમાં મોહનીય કર્મ પર થતી હોઈ મોહ કે તીવ્ર આસકિતનું પ્રમાણ ઘટવા માંડે છે. જે આપણા અંતરમાં શ્રી નવકારની આરાધના જાપ – સ્મરણ ચિંતન આદિ રૂપે ચાલુ રહેવા છતાં વિકારી-વાસનાઓ મોહમાયા કે તીવ્ર આસક્તિ પ્રબળ રહેતી હોય તો આપણે જ્ઞાની ગુરુનાં ચરણોમાં બેસી પુનર્વિચારણા કરવાની જરૂર છે કે આરાધનાની કડી કયાંક ખૂટે છે તેથી આરાધનામાં પ્રબળતા આવતી નથી. પરિણામે મોહની પ્રબળતા કે તીવ્ર-આસકિત ઘટતી નથી. આ માટે બેદરકાર રહેવું તે આરાધકને ન શોભે. આરાધનામાં નેગેટિવ એપ્રોચ જેટલો નબળો Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા તેટલી આરાધના નબળી, નેગેટિવ એપ્રોચ એટલે આરાધનામાં જોડાયા પછી આરાધનાને વિકૃત કરનાર રહેણી-કરણી ખાનપાન, વેપભૂપા, વાતાવરણ આદિની પરહેજી પાળવી જોઈએ. જે એમાં બેદરકારી અગર ઉપેક્ષા રહી તો આરાધનાનું સત્વ આપણને મળે નહીં. આ ઉપરાંત નેગેટિવ એપ્રોચ પાવરફૂલ બનાવવા પોઝિટિવ સાઈડ પોતે વ્યવસ્થિત આચરવાની જરૂર છે. સૂઝ નીતિથી પોઝિટિવ બાબતો આરાધનામાં ઓજસ લાવે છે. જેમ કે આરાધનામાં સત્ત્વ વિકસાવનાર પોઝિટિવ, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, સદ્વાંચન, શુભ વાતાવરણ અને નિયમિત જાપ આદિ બાબતોમાં વિધિ, સમય-મર્યાદાનો આગ્રહ જે ઢીલો રાખવામાં આવે તો નેગેટિવ એપ્રોચની કેળવણી ન થાય અને આરાધનામાં ઉત્સાહ ન આવે. તેથી તમારે ખાસ કરીને પોઝિટિવ બાબતોની ચોકકસાઈ અને નેગેટિવ એપ્રોચની કેળવણી વ્યવસ્થિતપણે કરવી જરૂરી છે. આરાધક આત્માએ સંસાર અને એની પ્રવૃત્તિઓમાં જવાબદારીનું સ્થાન પ્રામાણિક પુરુષાર્થના ધોરણે હોય, પણ તેમાં રાચ્યા-માગ્યા કે તન્મય થવાનું ન શોભે. આરાધનામાં જરૂરી વાતાવરણ શુદ્ધિ – આહારશુદ્ધિ માટે ઉપેક્ષા – બેદરકારી જરા પણ રાખવી ઉચિત નથી. અંતરના વિવેકના પ્રકાશમાં સમજાયેલી ચીજ સંસારી વાતાવરણ કે ભાઈબંધોના સહવાસ અગર પરિસ્થિતિના નામે ગૌણ બને એ આરાધકને શોભે નહીં. કક ૮૨ સોનગઢ ૧૬-૩-૮૪ વિ જણાવવાનું કે, સંસારનો અર્થ માયાજાળ, ડુંગળીના છોતરા કાઢતા જાઓ એક પછી એક પડ નીકળે અંદર સાર કંઈ નહીં - એમ સંસારની પ્રવૃત્તિઓમાં એક પછી એક મહેનતપૂર્વક દેખાતી ગૂંચ ઉકેલવા મથામણ કરો, પાંચ ઊકલી લાગે પણ તેવી કે બીજી તેનાથી સવાઈ બે-ચાર તૈયાર Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જ હોય. હકીકતમાં ભૌતિક જગતની ગૂંચો આપણી આત્મશકિતના વિકાસની ખામી કે વિકૃતિએ ઊભી થયેલ કર્મશકિતથી ઊભી થાય છે. પણ શ્રી નવકારના આરાધક પુણ્યાત્મા જાપ અને વિશિષ્ટ રીતે પરમેષ્ઠીઓની આજ્ઞાના પાલન દ્વારા આત્મ-શકિતઓનું વલણ સુધારી પૂર્વોપાર્જિત કર્મશકિતને હળવી કરવાની આવડત મેળવી લે છે. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા તેથી શ્રી નવકારનો આરાધક પુણ્યાત્મા ‘‘એક સથે સબ સઘે'' કહેવતના આધારે આત્મશકિતના સફળ વિકાસની કૂંચીરૂપ કર્તવ્યનિષ્ઠાના પાલનરૂપ, કર્મોનાં બંધનો હઠાવવા સ્વકક્ષાનુરૂપ પરમેષ્ઠીઓની તે તે ધર્મક્રિયાઓની જ્ઞાની-ગુરુ મુખે આરાધનામાં દત્તચિત્ત બને છે. એટલે સંસારની ઉપાધિઓને મગતરાની જેમ અવગણી તે ઉપાધિઓને ઉપાવનાર - તેમાં ગૂંચ લાવનાર કર્મશકિતના જાળાંને નિષ્ક્રિય બનાવનાર, આત્મશકિતના ઉત્થાનરૂપ શ્રી નવકાર મહામંત્રની આરાધનામાં પરોવાઈ જઈ જીવનશકિતઓને કૃતાર્થ બનાવવા તત્પર બને છે. આજે ચોમેર ભડભડ સળગી રહેલા પ્રચંડ ભૌતિકવાદના દાવાનળમાં સપડાઇ જવાની પૂર્વ તૈયારીરૂપ જુવાની – શહેરી વાતાવરણ, તેવા ભાઈબંધો-મિત્રોની સોબત, તેવું ખાનપાન અને તેવી રહેણી-કરણી વચ્ચે હોવા છતાં પણ પૂર્વ જન્મના કો'ક વિશિષ્ટ પુણ્યોના બળે ઊગતી જુવાનીમાં તમોને જિનશાસનની ઓળખાણના પાયારૂપ શ્રી નવકાર મહામંત્રની પ્રાપ્તિ વિધિપૂર્વક થઈ, તેની મંત્રદીક્ષા મળી, તેના જાપની મર્યાદાઓ જાણવા મળી, તમે અમલ પણ કરવા માંડ્યો. પરિણામે તમોએ તમારા જીવનને સંસ્કાર, સદાચાર અને આરાધનાના પંથે યથાશકિત વાળ્યું છે. તમારામાં વિકારી ભાવો થોડીક આચારશુદ્ધિ-આહારશુદ્ધિ અને વાતાવરણશુદ્ધિની ખામીના આધારે થોડું થોડું કયારેક જોર કરે છે. જોકે બીજા વર્તમાન કાળના તમારી ઉંમરના યુવકોની સરખામણીએ, તમો યથાયોગ્ય રીતે જીવનશુદ્ધિના પંથે ચાલી રહ્યા છો તે આનંદની વાત છે. તેમ છતાં તમારા જીવનમાં શ્રી નવકારની આરાધનાના પ્રમાણે વિવેકબુદ્ધિનો પ્રકાશ જેટલો પથરાવો જોઈએ તેમાં થોડા પુરુષાર્થની ખામી છે. તે ખામી સાત્ત્વિક આરાધનાનું મહત્ત્વ, સમજણમાં છતાં અનાદિકાળના મોહના સંસ્કારોથી સંસારની માયાજાળની વિકૃતિને શ્રદ્ધાભરી ભક્તિના પ્રતાપે હઠાવવાના બદલે તે વિકૃતિઓને તાબે થવાની અગર તે વિકૃતિઓના પ્રભાવથી ગૂંચ ઉકેલવાના મિથ્યા તે પુરુષાર્થને તમે અપનાવી રહ્યા છો તે ઉચિત નથી. - અંતરમાં શ્રી નવકારની આરાધનાના અમૃતરસનો આસ્વાદ હજી જોઈએ તેટલો થયો નથી. તેથી હજી સંસારી માયા તમારા વિચારોના વહેણને આરાધનાથી વિપરિત દિશામાં સંસ્કારો અને મોહમાયા તરફ વાળી દે છે. આ માટે તમારે નિયત સ્થાન · સમય – સંખ્યાના મહત્ત્વને જાળવવા માટે જાપ વર્ણયોગ એટલે શ્રી નવકારના અક્ષરો પર ધ્યાન કેંદ્રિત કરી કરાતા જાપ-માં વધુ મન પરોવવાની જરૂર છે. તે સાથે સ્વદ્રવ્યથી નિયમિત અષ્ટપ્રકારી છેવટે જળ, ચંદન, પુષ્પ, પૂજા જરૂર છેવટે પરમાત્માની જળપૂજા જરૂર જરૂર કરવી ઘટે. Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા તે સાથે છ આવશ્યકો મહિનામાં પાંચ વખત અમલમાં મૂકવા પ્રયત્ન કરવો. આ બધાથી કંટાળવાની જરૂર નથી. આ બધી આરાધના આ ઉમરમાં શું કરવાની? આ બધું તો જરા ઠરી ઠામ થઈએ, કમાણી સરખી ગોઠવાય, લગ્ન આદિથી કુટુંબ સરખું થાય પછી ધર્મની - સામાયિક - પ્રતિક્રમણ આદિની વાત. કદાચ આવો વિચાર આવે, પણ જીવનના પ્રારંભે ઊગતી જુવાનીમાં શ્રી નવકારની ઓળખાણ મળી, હવે સરખી રીતે પાયાની આરાધના કરી લો. પાયાની ચીજો પાયામાં જ નંખાય, જેની દઢતા ઉપર આખી ઇમારત ટકી શકે. માટે ગયા પત્રમાં સૂચવાયેલ છ આવશ્યક અંગે ઉપેક્ષા ન કરશો. વર્ણયોગની આરાધના નિયત સ્થાન સમય - સંખ્યાની વ્યવસ્થા સાથે કરવામાં પ્રમાદ ન સેવશો. આ બધા પર આરાધનાની ઇમારત ટકી રહે છે. વળી તમારા જીવનની મોટી નબળાઈ મને એ લાગી છે કે ભાઈબંધો મિત્રોના સર્કલમાં તમે તેમના જેવા બનવાનો પ્રયત્ન કરો છો - તેઓની દૃષ્ટિમાં તમે ધર્મી - ભગત થઈ જાઓ કે તેઓ તમને આ રીતે ઓળખે તે શબ્દોમાં સાંભળવાની પણ તમારી તૈયારી નથી. લોક-અજ્ઞાની જીવો ગમે તે બોલે, એથી આપણે આપણી સાધનાના પગથાર પરથી નીચા કેમ ઊતરાય ? જાપ-પૂજા આદિમાં ભાઈબંધો-મિત્રોના દબાણથી ગરબડ અવ્યવસ્થા ઊભી થાય તે ચલાવવા લાયક નથી. ભાઈબંધો સાથે હરવા-ફરવા-પ્રવાસ-યાત્રાના કાર્યક્રમો મારા દબાણથી તમે બંધ રાખો છો, પણ હજી તમને મનમાં તે અંગે વસવસો રહે છે, આમાં એમ નથી લાગતું કે, આરાધનાનો પાવર આજના ભાઈબંધોના સહવાસ શરીરસ્પર્શ અને તેઓના દૂષિત વિચારોના વાતાવરણથી ઘણો અટકે છે. તે પર તમારું ધ્યાન કેંદ્રિત થાય એ હું ઇચ્છું છું. વેપારમાં નફો થોડો થાય કે મોડો થાય પણ નુકસાનીથી બચતા તો ખાસ રહેવું જોઈએ. તમારી આરાધનાના પાયા આ ભૂમિકા પર સ્થિર થાય તો આરાધનાનો દિવ્ય પ્રકાશ જીવનપથ પર ફેલાયા વિના ન રહે. જીવનસાધનાનું અમૃત પામવાની તક તમારા જીવનમાં આવી મળી છે પણ થોડીક ઉપેક્ષાના કારણે તેનો લાભ લઈ શકતા નથી. આહારશુદ્ધિ, વાતાવરણશુદ્ધિ અને સૂચિત આરાધનાના પ્રકારોનો અમલ આ ત્રણ બાબત તરફ ખૂબ ધ્યાન દેવાની જરૂર છે. - ૧૨૯ ww Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ le ८३ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પાલીતાણા ૭-૪-૮૪ વિ આરાધનાના પંથે ચાલતાં વિવેકબુદ્ધિમાં સહારાની ખાસ જરૂર છે. કેમ કે વાસના મોહ (મારું) માયાની લપસણી ભૂમિમાં થઈ સાધનાનાં આકરાં ચઢાણ ચઢવાના હોય છે. * તેમાં વિવેકબુદ્ધિનો સહારો ખાસ જરૂરી છે, તેનાથી વાસના-માયાની ફસામણીથી બચાય છે. અને અશુભવૃત્તિઓને સક્રિય બનાવનાર અંતરંગ વિકૃત તત્ત્વને કાબૂમાં લઈ શકાય છે. જાપ - સ્મરણ અને સ્વાધ્યાય આ ત્રણ સાધનો આંતરિક સાધના માટે જરૂરી છે. આ ત્રણેમાં વિવેકબુદ્ધિની ખાસ જરૂર છે, કેમ કે તેનાથી અંતરની જાગૃતિ કેળવાય છે. દુન્યવી વાતાવરણ અને ભૌતિક પદાર્થોની જંજાળમાંથી તમો આ જાતની વિવેકબુદ્ધિના બળે જ બહાર આવી શકો. આરાધનાના પંથે વિચારની ભૂમિકાએ થતું મંડાણ પાયા વગર ગારામાં કરેલ ચણતર જેવું બની જાય છે. પણ અંતરજાગૃતિ બળે પરમાત્મસ્વરૂપને નજર સામે રાખી તે લક્ષ્યને મેળવવા, વચ્ચે આવરણ ભૂત રહેલ કર્મના પડદાને ખસેડવાના પ્રબળ પુરુષાર્થના તીવ્ર લક્ષ્યની જાગૃતિરૂપ મજબૂત પાયા પર આરાધનાનો પંથ વજ્રના ચણતરરૂપ થઈ જાય છે. બાહ્ય-વાતાવરણ તેમજ વ્યાવહારિક સંયોગોની વિષમતાના સરવાળાથી વિષમ દેખાતી પણ તમારી જુવાની, નિષ્ઠાપૂર્વક અંતરંગ સમર્પણભાવની કેળવણી સાથે વિચારોના સ્થાને શરણાગતિભાવ કેળવી જો નિયમિત રીતે આહારશુદ્ધિ, વાતાવરણશુદ્ધિ અને વિધિશુદ્ધિના સુમેળપૂર્વક શ્રી નવકારના જાપ-સ્મરણરૂપ આરાધના, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી છેવટે જલ-ચંદન-પુષ્પ એ ત્રણ પૂજાના બળવાળી થવા પામે અને તેમાં સાત્ત્વિક આહારશુદ્ધિ, રાત્રિ-ભોજનત્યાગ, રાત્રે ૮ ૯ પછી ઘર બહાર ન જવું - આદિ મર્યાદા પળાય તો અંતરંગ સાધનાનું બળ વિકસવા પામે એ નિશંક હકીકત છે. - - તમારા મગજમાં જાપ વખતે હળવાશ હોવી જોઈએ - જેમ કે બચ્ચું માતાની ગોદમાં સમાય – જ્ઞાન વધતાં શ્રી નવકારના શરણે અંતરંગ ભાવોનું સમર્પિત બળ વધુ કેળવાય. પરિણામે શ્રી નવકાર ગણતી વખતે મગજ હળવું રહે. છેવટે એક-બે માળાના જાપ પછી તો મગજ જરૂર હલકું ફૂલ જેવું બને. જેમ કે ગરમીમાં કંટાળેલો માનવ સીલિંગ ન કે વડના છાંયડા તળે આવે કે પાંચ દશ મિનિટમાં ઠંડક, ગરમીના કંટાળાથી રહિત બને – તેવી સ્થિતિ શ્રી નવકારના આરાધકની બનવી જોઈએ. તે ત્યારે થાય જ્યારે આપણામાં નિષ્ઠા - શરણાગતિ – સમર્પિતભાવ એ ત્રણે તત્ત્વોનો પુનિત સંગમ થવા માંડે. Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૭ આ પાયાની વાતોની ઉપેક્ષા તમે જાણીને કરો છો એમ મારો આશય નથી પણ અતિપરિચયાદવજ્ઞા- વારંવાર જે વાત સંભળાય તેની અવજ્ઞા થવા સંભવ છે. જે હૈયામાં તે અંગે યોગ્ય વિવેકબુદ્ધિ ન હોય તો... ખરેખર તો વિચારોને સવળી દિશામાં વાળવા માટે પાયાની પણ વાતને જીવનમાં સ્થિર કરવા માટે બરાબર ધારવાની જરૂર છે. જીવનના પરોઢે સ્કુલ - શાળા – કોલેજના જીવનના વળાંકમાં જ તમોને શ્રી નવકાર ભેટી ગયો અને જીવનની દિશાને તમે સમજી શકાય પણ સમજણ સાથે વર્તનમાં બાહ્ય તૈયારી તમે કરી શકયા છો. પણ થોડી તેમાં અંતરની જાગૃતિની ખામી છે. તે દૂર કરવા તમારે આહારની સાત્વિકતા આદિ બાબતો માટે ખૂબ સજાગપણે સભાન થવાની જરૂર છે. તમારા જીવનમાં શ્રી નવકારની પધરામણી સાથે આંતરિક શાંતિ અને વિવેકની સમતુલાની જોડી સક્રિય થવી જોઈએ એમ મારું માનવું છે. તમે આનો દિવ્ય અનુભવ નથી કરી શકયા તે અંગે તમોને પણ દુ:ખ છે. પણ તે માટે આંતરિક ઉલ્લાસ સાથે અંતરના પુરુષાર્થની ખાસ જરૂર છે. તે માટે પાયાની વાતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશો. GI૬ જૈન આગમ મંદિર, તળેટી, પાલીતાણા ૭-૪-૮૪ આરાધનાના તાર કયારેક ઝણઝણી ઊઠે, કયારેક સાવ ઢીલા થાય આવું આરાધકોને પ્રાથમિક અવસ્થામાં થાય. આજ્ઞા અને નિષ્ઠાના પાયાની મજબૂતાઈ ન થઈ હોય ત્યાં લગી આવું થવા સંભવ છે. પણ શ્રી નવકાર એ શ્વાસની પ્રક્રિયાની જેમ આપણા માટે અનન્ય સાધન છે તે વિના રહેવાય જ નહીં. શ્વાસના વિકલ્પમાં ઓકસીજન છે. પણ શ્રી નવકારના વિકલ્પમાં કોઈ નથી. આ વાત આરાધનાના પંથે ચાલનારા આપણા માનસમાં સ્થિર થઈ જાય તો આરાધનામાં મંદતા આવવાનો સંભવ ઓછો - તમારા - શ્રદ્ધાથી ભરેલા હૈયામાં શ્રી નવકાર પ્રતિ ભકિત-આદર-સન્માન-બહુમાન આદિ ભરચક Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા છે. પણ શ્રી નવકાર એ આપણી જીવનશકિતઓનું મુખ્ય કેન્દ્ર છે. શ્રી નવકારથી કર્મનાં આવરણો તૂટે છે. પરિણામે આત્માની મૂળગત શકિતઓનો સ્રોત બહુમુખી વહેવા માંડે છે. આ વાતની પ્રતીતિ સુદઢ રીતે આપણી શ્રદ્ધાના પાયામાં ભળી જાય તો તે શ્રદ્ધાના પરિણામે આરાધનાના પ્રવાહમાં મંદતા આવવાનો સંભવ નહીં. વિચારોમાં ઢીલાશ કે સંસારનાં કાર્યોમાં મહત્તા આપણી આરાધનાને ઢીલી કરે છે. સંસારમાં રહ્યા એટલે સંસારનાં કાર્યોનો વિચાર અને કરવાપણું રહે તે સ્વાભાવિક છે, પણ સંસારનાં કાર્યો પુણ્યના ઉદય વિના સાચી રીતે સહેલાઈથી થતાં નથી, તે પુણ્યની ઊપજ શ્રી નવકારના એકેક પદ કે એકેક પદના અક્ષરના વિશિષ્ટ સ્મરણથી અપૂર્વ રીતે થાય છે. એટલે સંસારનાં કાર્યોમાં સફળતા મેળવવા માટે પણ પરમેષ્ઠીઓને સ્મરવારૂપે શ્રી નવકારનો વર્ણયોગથી કરાતો જાપ સંસારી કામોની સફળતા માટે ખાસ જરૂરી છે. શ્રી નવકાર સસારના પદાર્થોની સફળતા માટે ગણવા એમ આ ઉપરથી ન સમજવું. શ્રી નવકાર તો માત્ર આત્મશુદ્ધિ અને આત્મકલ્યાણ માટે જરૂરી કર્મોના હાસ માટે જ ગણાય. પણ કયારેક આરાધનામાં સંસારી કાર્યોની વિચારણાના ચકરાવે મન ચઢી જાય; આરાધનામાં ડોળાણ થાય; તે વખતે આ રીતે વિચારવું કે, ભાઈ! જે સંસારી કામો માટે તું વિચારે છે તે પુણ્યાઈ વિના થાય નહીં. તે પુણ્યાઈનું સર્જન અગર આડે આવતાં પાપકર્મોને ખસેડવાનું કામ શ્રી નવકારથી જ થવાનું છે. એટલે આરાધનામાં વિક્ષેપ ઊભો કરનાર સંસારની મોહ-માયાના વિચારોને ધીમા પાડવા, તેની સફળતા માટે પણ શ્રી નવકારની ઉપાસના જરૂરી છે. એમ આપણા મનને શીખવી પ્રયત્નશીલ થવાની જરૂર છે. નહીં તો શ્રદ્ધાનો પાયો ડગમગતો કયારેક સાવ ખસી પડે અને આરાધનાથી વંચિત રહી જવું પડે એવું બને. માટે સંસારમાં સફળતા મેળવવા તો જરૂરી પુણ્યાઈનો ભંડાર મેળવવા અગર આડે આવતાં પાપકર્મોના વિનાશ માટે શ્રી નવકાર રામબાણ ઉપાય છે. આ વાત ખૂબ ગંભીરપણે સચોટ રીતે આરાધકે ધ્યાનમાં લેવી જોઈએ. આપણી આરાધનામાં આપણી શ્રદ્ધાનું બળ વ્યવસ્થિતપણે ઉમેરાય તો આરાધનામાં સંસારી મોહ-માયાના વિક્ષેપોનું ડોળાણ થવા ન પામે. પ્રાથમિક કક્ષાએ આરાધનાના પાયામાં આજ્ઞા - નિષ્ઠાના મજબૂત પથ્થરો બરાબર ગોઠવાયા ન હોય તો કદાચ સંસારી મોહ-માયાના વિક્ષેપો અંતરને ડોળે, પણ જેમ જેમ આરાધનાનું બળ, જાપની સંખ્યા, જાપનો સમય વધતો જાય તેમ તેમ અંતરમાં આનંદ – ઉલ્લાસ – શ્રદ્ધાની તુષ્ટિ વધુ અનુભવાય. વિક્ષેપોનું શમન થઈ જાય, સંસારી મોહ-માયાનું ખેંચાણ ઘટી જાય. આવું ન થાય તો નિયત સ્થાન-સમયની મર્યાદાની વફાદારીના પાલનમાં આપણી કયાંક ખામી છે. તો તે હઠાવવા પ્રયત્નશીલ થવું ઘટે. ફરિયાદી માનસ કે ઢીલું માનસ આરાધનાના પંથે હિતાવહ નથી. Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૭૩ રા ૮પ જૈન આગમ મંદિર, પાલીતાણા ૨૭-૪-૮૪ વિશ્રી નવકારની આરાધનાના પંથે ચાલતાં આપણી વૃત્તિઓમાં સંવાદિતાનો સૂર પ્રગટ્યો છે કે નહીં તે ચકાસવું જરૂરી છે. ગવૈયો કોઈ પણ રાગ તે ગાય - આલાપે કે કોઈ વાજિંત્રમાં ઉતારે ત્યારે તેમાં સંવાદી સૂરનો ટેકો મળે તો તે ગીત – ગાયનની મધુરતામાં વધારો થાય. પણ જે વિવાદી સૂર તે ગાયનનો વિરોધી સૂર ભળી જાય તો સાચા ગીતની મઝા બગાડી નાખે. તેમ આરાધનાના પંથે આપણી વૃત્તિઓ ચાલે તેના પરિણામે વૃત્તિઓમાં સંવાદિતા = આરાધનાને અનુકૂળ વર્તનનો સૂર ભળે તો આપણી આરાધના દીપી ઊઠે. નાની કિશોર અવસ્થામાંથી યુવાનીના ઉબરે વિકારી વિલાસી, ભૌતિક વાતાવરણની ઝેરી અસર તળે આવતાં પૂર્વે વૃત્તિઓનું સતત સંરક્ષણ કરનાર દિવ્ય શકિતશાળી શ્રી નવકાર મહામંત્રની ઓળખાણ જ્ઞાની મહાપુરુષોની મર્યાદા, શાસ્ત્રીય વિધિ સાથે મેળવી શકે તે આત્મા પુણ્યવાન ગણાય અને તેના સદ્ભાગ્યની અનુમોદના જેટલી કરાય તેટલી ઓછી છે. તમો યથોત્તર હાથીની સૂંઢ પ્રમાણે આરાધનામાં જરૂરી સમર્પણભાવ કેળવી શક્યા છો તેના આધારે શ્રી નવકાર સાથે તમારી વૃત્તિઓની સંવાદિતાનો દોર ઢીલો હોઈ ઓછો – વત્તો કનેક્ષન જોડાય છે. પણ મારી તમને ભારપૂર્વક ભલામણ છે કે ગાડીમાં બેઠા પછી પોટલું માથે ન રખાય – પછી તો પોટલું ગાડીમાં નીચે મૂકી જ દેવાય. તેમ આરાધનાની ગાડીમાં સમર્પિતભાવની તૈયારી સાથે બેઠા પછી સંસારની માની લીધેલ જવાબદારી (કોઈના વિના સંસારની ગાડી ઊભી નથી રહેતી, છતાં સંસારમાં બેઠા એટલે પુરુષાર્થ કરવો તો ખરો જ પણ હૈયું શ્રી નવકાર રૂપી માની ગોદમાં રાખવું ઘટે)નું ટેન્શન ઓફ કરી દેવું ઘટે. “જિણ વિધ રાખે નવકાર, તિણ વિધ રહીએ” “જાકો રાખે શ્રી નવકાર, તાકો માર ન સકે કોય” શ્રી નવકાર હજાર હાથનો ધણી છે.” તેને તો સંસારની જરૂરિયાતોની વૃત્તિ ડાબા હાથનો ખેલ છે, આવો નિષ્કામ સમર્પિતભાવ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ખૂબ જ કેળવવો જરૂરી છે. આ સમર્પિતભાવની કિંમત તમે સમજતા હોવા છતાં સમર્પિતભાવ તમારામાં હાથીની સૂંઢ જેવો છે. તમારે નીચેથી ઉપર સૂંઢને જોવાની દૃષ્ટિ રાખવી. સમર્પણભાવ વધુને વધુ દૃઢ કેમ બને ? તો જ વૃત્તિઓમાં સંવાદિતાનું તત્ત્વ પ્રગટે. અત્યારે સંસારની ઉપાધિમાં જવાબદારીના હિસાબે લૌકિક લાજના હિસાબે ઓતપ્રોત હશો, પરંતુ શ્રી નવકારને ક્ષણવાર પણ ન ભૂલવો. દર પાંચ મિનિટે શ્રી નવકારને યાદ કરવો. હે નવકાર ! હું તારો શરણાગત છું. હું માત્ર ઈંસ્ટ્રુમેન્ટ છું. તારે મારું આરાધનાનું માળખું સાચવવાનું છે. આ બધી વ્યવહારની પ્રવૃતિઓ કરવા ખાતર પ્રામાણિકપણે કરું છું, પણ તેના ફ્ળની ચિંતા હું નથી કરતો. ગીતાના શ્રી કૃષ્ણના શબ્દો – “ર્મળિ વ અધિષ્ઠાસ્તે, મા તેવુ વાચન' એ શબ્દો ભૂલવા જેવા નથી. ફળની માથાઝીકમાંથી રાગ-દ્વેષ ઊભા થાય. પ્રામાણિક જરૂરિયાત પ્રમાણે શ્રી નવકારના માધ્યમરૂપે કર્મ = પ્રવૃત્તિ કરતા રહેવા પ્રયત્ન કરવો. પણ મારું આમ થાય તો સારું! અગર આમ થવું જ જોઈએ એવા ગ્રજગ્રાહમાં પડી આપણે આપણી વૃત્તિઓને સમર્પણના તખતા પરથી ખસેડી ન લેવી. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ટૂંકમાં બીજ ભૂમિને સમર્પિત થાય છે, તો મોટો ઘટાદાર વડ તૈયાર થાય છે. તેમ તમારી શ્રદ્ધા ભકિતનું બીજ સમર્પણના બળે ખૂબ ઘટાદાર આરાધનાના વડરૂપે ફળો એ શુભ કામના !!! פל ૮૬ જૈન આગમ મંદિર, પાલીતાણા ૮-૫-૮૪ વિ તમારું જીવન શ્રી નવકારના પ્રતાપે આંતરિક શાંતિમય હશે. વિચારોમાં ખળભળાટ પુરાતન સંસ્કારોને લઈને થાય છે. શ્રી નવકારના સ્થાન સમયના નિયતીકરણ સાથેના નિયમિત જાપથી સંસ્કારોની ગતિ થંભી જાય છે. સાધનાના માર્ગે ચાલતાં આવી સ્થિતિ સહજમાં એકાએક ન આવે પણ વ્યવસ્થિત નિષ્ઠા-ભકિત ભર્યા સમર્પણભાવ સાથે જ્ઞાનીની નિશ્રાએ નિયમિત જાપ કરવાથી - 延 Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર નવચંદ્રિકા ૧૭૫ સંસ્કારોની નિષ્ક્રિયતા અનુભવાય છે. સંસ્કારોની નિષ્ક્રિયતા એટલે ખરાબ વાતાવરણ, અશુભ નિમિત્તો મળવા છતાં આપણે વિકારી વાસનાઓ કે રાગ-દ્વેષના વમળમાં ન ફસાઈએ. આપણા સાધનામાર્ગની આ પારાશીશી છે. અગર સાધના માર્ગનો માઈલ - સ્ટોન છે. આનાથી આપણો આરાધનાના પંથે કેટલો વિકાસ થયો એ સમજાય છે. ભાગ્યશાળીઓ! નાની બાળવયમાં મહાશકિતશાળી – પતિતપાવન – વિરાટ શકિતશાળી – રાજરાજેશ્વર શ્રી નવકાર મહામંત્રની નજીકથી ઓળખાણ મેળવી શકો છો. એટલે તો માત્ર જાપના માધ્યમથી આરાધનાના મુખ્ય માર્ગ પર સાધક તરીકે ધપી રહ્યા છો તેમાં તમને કેટલા સફળ થયા છો તે તમારે ઉપરની પારાશીશીથી અંતરને તપાસવાની જરૂર છે. હજી જાપમાં મન નથી લાગતું, મુડ નથી. આ ફરિયાદ ઓછી - વધતી છે. તેના કારણમાં સ્થાન - સમયની નિયતતા અને વર્ણયોગના આલંબનની પકકડ થોડી ઢીલી થાય છે, એમ લાગે છે. મારા સ્વાનુભવથી મનની ચંચળતાની – મુડની ખામીની વાતો કરો તે હકીકતમાં જેટલો ગોળ-ખાંડ નાંખો એટલું ગળપણ અનુભવાય તેમ જેટલી સ્થાન-સમય-સંખ્યાની નિયતતા અને વર્ણયોગનું દઢ આલંબન તેટલી જાપમાં સ્થિરતા વધુ. આ મારા અનુભવની હકીકત છે. માટે તમો પુણ્યવાનો સંસારની ઉપાધિઓની લમણાઝીંકમાં પરોવાઈને થાકેલા તન-મન પાસે શ્રી નવકારનો જાપ કરાવો, એ પણ સ્થાન - સમય - સંખ્યાની નિયતતા અને વર્ણયોગની દઢ પકકડની ખામીના કારણે આંતરિક આનંદની ખામી રહે એ બનવા જોગ છે. તેથી તમો સમજુ છે, વિવેકી છે, જરા પ્રમાદ-લક્યહીનતાને ખંખેરી શ્રી નવકારને સમર્પિત બની સ્થાન - સમય - સંખ્યાની નિયતતા અને વર્ણયોગની પકકડ જમાવી જાપ માર્ગે આગળ ઘપો. માત્ર ત્રણ કે સાત અઠવાડિયામાં જ દિવ્ય આનંદની ઝાંખી અનુભવી શકશો. આની સાથે સહયોગી કારણ તરીકે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, અભણ્યનો ત્યાગ, રાત્રીભોજનનો ત્યાગ, ભાઈબંધો સાથે લકઝરી વ્યવહાર પ્રતિબંધ આદિ બાબતો પણ ધ્યાનમાં લેવા જેવી છે. તમારા બાલ્ય જીવનમાં જાણ્યે-અજાણ્યે અમુક સંસ્કારોની વિષમ છાયા પડી છે. તેની અસર ભૂંસવા માટે શ્રી નવકારની આરાધના સાથે વીતરાગ ભકિત – સામાયિક – શ્રાવકના પાયાના નિયમોનું પાલન આ ત્રણ બાબતો ખાસ જરૂરી છે. નાનપણથી એવા વાતાવરણમાંથી પસાર થયા છો કે – સંસારની માયાનાં વળગણ બહુ વહેલાં તમે સ્વીકારી લીધાં છે. સંસારમાં કરવું પડે પણ આંતરિક જાગૃતિ મેળવ્યા પછી સમર્પણ ભાવની કેળવણી થાય પછી અંતરને હળવું રાખી શ્રી નવકારને આગળ રાખી સંસારની પ્રવૃત્તિઓમાં જોડાવું વધુ શ્રેયસ્કર છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આગળ ઘોડો અને પાછળ ગાડી એ વાસ્તવિક છે, આગળ ગાડી અને પાછળ ઘોડો એ બેહૂદું છું. તે ગાડીમાં મુસાફરી શી રીતે ? આગળ નવકાર (ઘોડો) પછી આપણા સંસારી વ્યવહારો (ગાડી). આ રીતે કેળવણી મનને આપવાની જરૂર છે. ૧૭૬ મૈં ८७ જૈન આગમ મંદિર, પાલીતાણા ૧૧-૫-૨૪ સંસાર એટલે ઉપાધિઓનો શંભુમેળો. તેથી સંસારમાં રહેલી વ્યકિતઓ જાતજાતની ઉપાધિઓની વિડંબણાની વાતો કરે ત્યારે કાંઈ નવાઈ નહીં, પણ તે ઉપાધિઓના મૂળમાં બેઠેલ અજ્ઞાન રાગ – પરમેષ્ઠીઓની આજ્ઞાનો અનાદર આ બધાને હઠાવવા વ્યવસ્થિત પુરુષાર્થની જરૂર છે. પુદ્ગલ STUF ફરિયાદી માનસ આંતરિક વિકૃતિની પરાકાષ્ઠા છે, ફરિયાદ કરવાથી કંઈ ઉપાધિ ટળતી નથી. તેથી ફરિયાદ કરતાં ફરિયાદના મૂળમાં રહેલ વિકૃત તત્ત્વોને પારખી તેને હઠાવવા ભગીરથ પુરુષાર્થના પંથે ધપવાની જરૂર છે. શ્રી નવકારના આરાધકને આંતરિક ઉપાધિ સમજણશકિતના વિકાસથી હળવી થઈ જાય. પણ પાપકર્મના ઉદયથી પૂર્વમાં અજ્ઞાનાદિથી ઊભી કરેલ પરિસ્થિતિના આધારે બાહ્ય ઉપાધિઓ આવવાનો સંભવ ખરો ! પણ તે વખતે શ્રી નવકારનો આરાધક તે ગણાય કે જે દીન ન બને. હતાશ ન બને, સંસાર જ આવો છે, ઉપાધિથી ભરેલ ન હોય તો સંસાર જ ન રહે. આવી વિચારણાથી બાહ્ય ઉપાધિઓ દ્વારા થતા માનસિક ડોળાણને શમાવવા પ્રયત્ન કરે તે ખરેખર શ્રી નવકાર મહામંત્રનો સાચો આરાધક ગણાય. હકીકતમાં તમો પુણ્યશાળી છો કે આજના વિષમ ભૌતિકવાદના નગ્ન તાંડવ સમા વિષય વિલાસોથી ભરપૂર દેશકાળમાં પૂર્વના કો'ક વિશિષ્ટ પુણ્યના ઉદયે શ્રી નવકાર મહામંત્રના શરણે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. તો આ વિશિષ્ટ તકનો યથાર્થ લાભ થોડા પ્રયત્નથી પણ મેળવવા માટે ચૂકવું Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૭૭ ન જોઈએ. આટલી જ રૂપરેખાથી તમો નેગેટિવ - પોઝિટિવ બને એપ્રોચથી શ્રી નવકારને આરાધી શકો છો અને તમો આ પંથે યથાશક્ય ચાલવા પ્રયત્નશીલ છો જ! થોડો પ્રમાદ અને સંસારી ઉપાધિઓના નામે માનસિક દુર્બલતાની ઓથે વિકારોનું પોષણ થવા પામે છે. તે દૂર કરવા તમારે સજાગ બનવાની ખાસ જરૂર છે. તમારામાં શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ, સમર્પણ અને નિષ્ઠા આ પાંચેય બાબતોનો યથાયોગ્ય સુમેળ છે. તમે સહુ પોત-પોતાના અંતરને તપાસી જુઓ. આ પાંચ બાબતોનો વિકાસ કોનામાં કેટલો ખૂટે છે! શ્રી નવકારની કરુણાના સતત વરસી રહેલા વરસાદનો લાભ આ પાંચ બાબતો દ્વારા આપણે ઝીલી શકીએ છીએ. તમે આ અંગે થોડું આત્મ – નિરીક્ષણ – ઊંડું ચિંતન જરૂર કરશો. શ્રી નવકારનો દિવ્ય સાથ તમારા પર અખૂટ કૃપાનો ઝરો વહેવડાવશે, એમાં કોઈ શંકા નથી. ८८ જૈન આગમ મંદિર, પાલીતાણા ૨૦-૫-૮૪ શ્રી નવકારના જાપનું પ્રાથમિક ફળ માનસિક શાંતિ છે. માનસિક શાંતિ બુદ્ધિનો ઘોંઘાટ, વિચારોનું ડોળાણ જે લક્ષ્યહીનતા અને અણસમજમાંથી ઊપજે છે, તે બન્ને સ્થગિત થઈ જાય. કેમ કે શ્રી નવકારના જાપના બળે જગતમાં મેળવવા લાયક ખરેખર પરમેષ્ઠીઓની આજ્ઞાને સન્મુખ થવા સિવાય બીજું કશું નથી. પરમેષ્ઠીઓની આજ્ઞા શી છે? હે ભાઈઓ! અમે આ સંસારના કીચડમાં તમારી જેમ રગદોળાયેલા હતા, પણ આ પરમેષ્ઠીઓ નવકાર રૂપે મળ્યા કે સમજાયું, આપણા ખરા નિ:સ્વાર્થ હિતેચ્છુ પરમોપકારી સજજનો આ પરમેષ્ઠીઓ છે, એવું સમજાયાથી તેઓની આજ્ઞા, (પુદ્ગલનો પરિચય - સંપર્ક – મોહ – વાસના – પકડ આદિ ઘટાડવાની તાલીમ) તેઓની શરણાગતિ સ્વીકારી લીધી તો આજે અમે પરમેષ્ઠી રૂપ પૂજનીય બન્યા છીએ. તેમ તમે પણ પુદગલના મોહની પકડમાંથી શ્રી નવકારના Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા વર્ણયોગાત્મક જાપ (નિયત - સ્થાન સમય સંખ્યાની મર્યાદા)ના બળે છૂટો તો તમે પણ અમારા જેવા બનો. ૧૭૮ આવો શ્રી નવકારનો રણકાર નવકારના એકેક પદે પદે! તેના એકેક અક્ષરે ગુંજી રહ્યો છે, તેને આપણે સાંભળીયે તો આપણે અત્યારે પુદ્ગલના રાગના નાચમાં ઘડીકમાં ધન, ઘડીકમાં સ્ત્રી, ઘડીકમાં પુત્ર, ઘડીકમાં મકાન, ઘડીકમાં કીર્તિ-નામના આમ જાતજાતના વળાંકોમાં શકિત વેડફી રહ્યા છીએ. આ લક્ષ્યહીનતા ઘટે-શમે અને આપણા હૈયામાં ટાઢક વળે. આ જગતમાં મારા જીવનને ઊંચું લાવવા અધોગામી પુદ્ગલ = જડ પદાર્થોની પ્રીતિ-ભાઈબંધી છોડવી જ રહી. બીજું, શ્રી નવકારના જાપ બળે માનસિક શાંતિ એ રીતે ખૂબ નકકર થાય કે દુન્યવી વ્યવહાર કાર્યોની ઘટમાળ ડુંગળીનાં છોતરાંનાં પડની જેમ પુણ્યની ખામીએ ઉકેલતાં આરો જ નથી આવતો. હકીકતમાં જગતનાં બધા વ્યવહારુ કામો પુણ્યને આધીન છે. પુરુષાર્થ ન કરવો એમ નહીં, પણ પ્રધાનતા પુણ્યની છે. તો શ્રી નવકારના જાપથી સંસારના સર્વોત્કૃષ્ટ પરમોચ્ચ કક્ષાએ બીરાજેલ પાંચ પરમેષ્ઠીઓને ગુણાનુરાગપૂર્વક હાર્દિક ઉલ્લાસ સાથે કરાતા નમસ્કાર રૂપ શ્રી નવકારનો વિશુદ્ધ વર્ણયોગાત્મક જાપ અત્યંત ઉચ્ચ કોટિના વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યના થોક જમાવી દે જેનાથી સંસારના ભૌતિક પદાર્થો એની મેળે સામેથી જરૂર કરતાં વધુ ચાલ્યા આવે. પુરુષાર્થ ગૌણ બની જાય. આપણે પુરુષાર્થ નિયત સ્થાન – સમય – સંખ્યા અને વર્ણયોગાત્મક જાપ - સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા - ભાવપૂજા - સામાયિક અભક્ષ્ય ત્યાગ રાત્રિભોજન ત્યાગ, પવિત્ર વાતાવરણ આદિનો કરવાનો. - આ જાતની સમજણના અભાવે જગતના બાહ્ય ભૌતિક પદાર્થોને મેળવવા પૂજામાં – જાપમાં ગાડી દોડાવી જેમ તેમ પતાવાય. રાત્રિભોજન, અભક્ષ્ય ભોજનની મર્યાદાઓ, નોકરી – પૈસાના નામે ઢીલી થાય. જેનાથી પાપ બંધાય તે પાપ તુરત આપણા પુણ્યના ઉદયમાં આડે આવે. એટલે તમે કાંતી-વણીને તૈયાર કરો અને આગળ ભૂતકાળનું પુણ્ય ઓછું હોય, જાપ – પૂજાથી પુણ્ય ઊભું કરવા માટે વ્યવસ્થિત મર્યાદાઓ પાળી ન હોય, વધારામાં રાત્રિભોજન આદિથી નવું પાપ ઊભું કર્યું હોય. સરવાળે આપણી ગાડી આગળ સ્ટોપનું પાટિયું કે રેડ સિગ્નલ લાગે. એટલે ગૂંચવાઈએ અને વધુ દુન્યવી પુરુષાર્થ કરવા કોઈની સિફારસ - લાગવગ – સાઈડ બીઝનેસ આદિનો પ્રબળ-પુરુષાર્થ ઊભો કરીએ, પણ કોડિયામાં પુણ્યનું ઘી કે તેલ જ ન હોય તો નવામાં નવી માચીસ પેટીની કાંડીઓ ઘસવાનો બાહ્ય પુરુષાર્થ શા ખપનો ? થોડી વાર ભડભડાટ અજવાળું થાય, પછી અંધારું. જ્યારે આવા વખતે પૂજા-સ્વદ્રવ્યથી, શાંતિથી, વિધિથી-જાપ-સ્થાન-સમય-સંખ્યાની મર્યાદાથી અને નેગેટિવ તરીકે અભક્ષ્ય-સિનેમા-ભાઈબંધોનો સહવાસ-લકઝરી ટાઇપ જીવનચર્યા આદિથી નવું પાપ બંધાય તે રેડ સિગ્નલ રૂપે – સામે તેને હઠાવવા પ્રબળ પુણ્યનો પુરવઠો જોઇએ. શ્રી નવકારના જાપથી આપણા જીવનમાં ઘર કરી ગયેલ અણસમજના પડલ હઠે, પાપના અણજાણ્યે Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૭૯ આપણા હાથે નંખાતા પાયા બંધ થાય, પુણ્યની સરવાણીઓ પ્રબળ થાય - એ શ્રી નવકારના જાપનું ફળ છે. પુણ્યશાળીઓ તમે બધા આ નવકારના જાપની ભૂમિકાએ ઉદાત્ત વિશ્વશાંતિના ફળને અનુભવો એ શુભ કામના! 8 જૈન આગમ મંદિર, પાલીતાણા ર૯-૫-૮૪ વિમોહમાયાના સંસ્કારો આરાધક આત્માને નડે જ નહીં. નડે તો આપણી આરાધનામાં તેટલી સમર્પણભાવની ખામી. નડવું એટલે આપણી આરાધનાના માર્ગમાં નિયત કરેલા કે થયેલા પ્રોગ્રામમાં અવરોધ ઊભો થાય તે. હકીકતમાં શ્રી નવકાર એ જગતની સર્વોપરી મહાસત્તા છે. તેમાંના પંચપરમેષ્ઠીઓ એ વિશ્વના સર્વોપરી વિશુદ્ધકક્ષાનાં તત્ત્વો છે, તેને નમવાનું એટલે આત્મ-સમર્પિતભાવે આપણા અહંભાવ અને આપણી જાતને નગણ્ય કરી અગર ઓગાળી વિશુદ્ધ સ્વરૂપવાળા પંચ પરમેષ્ઠીઓ સાથે પાણીમાં ભળેલ સાકરના ગાંગડાની જેમ એકરૂપ થવું, આનું નામ ભાવ-નમસ્કાર છે. તમારામાં આ ભાવ નમસ્કારની કક્ષા વિકાસ પામી રહી છે. પણ હજી વધુ અંતરખોજ ઊંડાણમાં વિશુદ્ધ સમર્પણ, વફાદારીની ખામી તથા જરા પ્રમાદ અને વ્યવહારુ કામોની જવાબદારીની મહત્તાનો ભાર હઠાવવાનો વ્યવસ્થિત પ્રયત્ન કરવાની જરૂર છે. શ્રી નવકારની સરંડરશીપ મેળવ્યા પછી આપણા અહમાંથી ઊઠતી વૃત્તિઓ કે વિચારોને અગ્રિમ સ્થાન ન અપાય. આગળ ઘોડો પછી ગાડી - આગળ શ્રી નવકાર, પછી આપણા વિચારોની ગાડી એમ ગોઠવવા Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પ્રયત્નશીલ થવું ઘટે. જોકે તમો ત્રણેમાં ઘોડાની પ્રધાનતા ને વિચારના ક્ષેત્રમાં તરતમભાવે વધુ ખામી, શ્રદ્ધા અને વિશ્વાસનો પાયો સચોટ છે. તેથી મને આનંદ છે. પણ હજી તમારી વૃત્તિઓ અંતરના વળાંકમાં વારંવાર સંસાર અને એની જવાબદારીઓ પ્રતિ વધુ ઢળી જાય છે જેથી તમારી સમર્પણભાવની માત્રા પાયામાં બરાબર છતાં પ્રેકિટકલ જીવનમાં તેની ઊણપ આવી જાય છે. આ માટેના ઉપાયોમાં – - જેમાંથી વિકારી – વાસનાઓ પર નિયંત્રણના બદલે સ્વેચ્છાચાર વધે તેવી પ્રવૃત્તિઓનો વિરામ ખાસ જરૂરી છે. તમે પુણ્યશાળી છો કે જુવાનીના ઉબરે પગ મૂકતાં પહેલાં જુવાનીની અટપટી ગલીઓમાંથી પસાર થવાની તકે પૂર્વના વિશિષ્ટ પુણ્યથી શ્રી નમસ્કાર મહામંત્રનું શરણ મેળવવા તમે ભાગ્યશાળી બન્યા. પૂર્વજન્મની આરાધનાનું બળ-ગત જન્મનો અણાનુબંધ વધુ તેથી વિશિષ્ટ શકિતઓ વિકાસ પામી જાય છે. પાણીમાં તેલની માફક સ્પિરિચ્યુંઅલ શકિત વધુ વિકસે છે તો કયારેક સંસારી માયાનાં પડળોમાં તે શક્તિ કુંઠિત પણ થાય છે. છતાં સાપેક્ષ દષ્ટિએ તમે સારી રીતે શ્રી નવકારના વફાદાર આરાધક બની રહ્યા છો. તે પણ આનંદની વાત છે. ટૂંકમાં તમો ઉપાયોને બરાબર અમલમાં ઉતારો અને આરાધનાના આંતરિક આનંદ – વિકારોનું શમન, વિચારોની અંધાધૂધીનો ઘટાડો અને વિવેકનો પ્રકાશ – આ ત્રણ બાબતો દ્વારા તમે મેળવો એ હકીકતમાં મારી અંતરની મહેચ્છા છે. વધુને વધુ તમો શ્રી નવકારની નજીક આવો તે માટે તમારે વિકારી ભાવો, સ્વચ્છંદ ભાવ અને અહંભાવના કચરાને ખંખેરવો પડે. તે માટે સ્વદ્રવ્યથી પૂજા, નિયમિત વર્ણયોગાત્મક જપ, સામાયિકમાં વાંચન, અભણ્ય ત્યાગ, રાત્રે કે દિવસે લકઝરી ટાઈપના મિત્રોના સહવાસનો ત્યાગઆ પાંચ બાબતો માટે ખૂબ પ્રયત્નશીલ થવાની જરૂર છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા જૈન આગમ મંદિર, પાલીતાણા ૨-૬-૮૪ વિશ્રી નવકારના પ્રભાવે તમારા જીવનમાં વિચારોની ધાંધલ ઓછી હશે, કેમ કે વિચારોની ધાંધલ શરણાગતિની ખામીથી ઊપજે છે. નાનું બાળક માની ગોદમાં ઊંઘતું હોય, તેને કશી વિચારોની ધાંધલ નથી હોતી. જેમ જેમ ઉમર વધે અને બાળકનું મગજ સક્રિય બને અને માતાના વિચારોને શરણાગતિ ભાવથી અપનાવવાની તૈયારી (ઉમરના કારણે) ન રહેવા પામે, પોતાના અધૂરા બિનઅનુભવી વર્તમાનકાળ કેન્દ્રીય વિચારોની સામે મા-બાપના વ્યવહારૂ અનુભવપૂર્ણ ભવિષ્ય કેન્દ્રીય વિચારો આવે એટલે ધાંધલ-સંઘર્ષ થાય. આ રીતે શ્રી નવકારરૂપ મહાશકિત – જેનાથી આપણા અંતરમાં રાગાદિ દોષોનો કચરો ક્ષીણ થઈને વિશિષ્ટ આત્મશકિતનો પ્રાદુર્ભાવ થાય છે. તે શકિત - માતારૂપે આપણા પર વાત્સલ્યભાવ રાખી સમયે, સમયે વૃત્તિઓને પલટાવવાના ભગીરથ કામને પણ સહેલું કરી દે છે. પણ જેમ આપણે તે સાધના કાળમાં આપણા મગજની સક્રિયતા આપણા વિચારોની મહત્તાને પરવશ બની કરુણાભરી માતા રૂપ શ્રી નવકારની શકિતને શરણાગતિ ભાવથી સરંડર બની આવકારીએ નહીં, તો જીવનમાં વિચારોનો સંઘર્ષ અને મગજમાં ઉથલપાથલનો અનુભવ થાય જ! પરિણામે જીવનમાં ખળભળાટ રહે, અશાંતિનો અનુભવ થાય. પણ ગાડીમાં બેઠા પછી માથે પોટલું શા માટે રાખવું! શ્રી નવકારરૂપ નિષ્કારણ વાત્સલ્યભરી માતાના ગોદમાં નિખાલસપણે “મુજ જીવનને તુંઉદ્ધાર”ની ભાવનાથી મન-વચન-કાયાથી સમર્પિત બનવાનો પ્રયત્ન આપણે કેમ ન કરીએ? શ્રી નવકારની આરાધનાના પંથે આવ્યા પછી એક વાત મનમાં નકકી કરી રાખવાની કે સંસારના પદાર્થો પૂર્વજન્મના પુણ્યકર્મના ઉદયથી – આ ભવના યોગ્ય પુરુષાર્થના નિમિત્તને પામીને મળવાના છે, પણ ગત જન્મનું પુણ્ય મુખ્ય ચીજ છે. પુરુષાર્થ ગૌણ છે, પુરુષાર્થ તો આપણે ન કરીએ તો કદાચ આપણા માટે બીજો પણ કરે. મિલમાલિક શેઠનું પૂર્વજન્મનું પુણ્ય પ્રબલ છે તો તે મજેથી સવા મણ રૂની પથારીમાં સવારે આઠ વાગ્યા સુધી સૂઈને ચા-પાણી કરે, સંડાસ જાય, નહાય પછી જમે, આરામ કરે, બપોરે ૧-૨ વાગે મોટરમાં બેસી મિલમાં આવે, બે કલાક બેસી ચાર વાગે ફરવા જાય, સાંજે ઘરે આવે, ખાય-પીવે, રેડિયો સાંભળે, રાત્રે ૧૦ વાગે સૂઈ જાય. મિલના સંચાને હાથ પણ લગાડતો નથી. પૈસા કમાવાનો પુરુષાર્થ જરા પણ કરતો નથી, પણ પુણ્ય એટલું બધું જબરદસ્ત છે કે તેમના વતી મજૂરો ત્રણ Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પાલીમાં લાઈનસર હાજર થઈ ૨૪ કલાક મિલ ચાલે અને રોજની હજારોની આવક શેઠને થાય. એટલે શ્રી નવકારનો આરાધક સંસારના પદાર્થો માટે યોગ્ય પુરુષાર્થ-સર્વિસ-વેપાર આદિનો કરે, પણ ખરેખર તો શ્રી નવકારનો જાપ, સ્વદ્રવ્યથી વીતરાગની પૂજા (અષ્ટપ્રકારી), સામાયિક, અભક્ષ્ય ત્યાગ, સ્વાધ્યાય આદિ સત્ પુરુષાર્થથી પુણ્ય વધારવા પ્રયત્ન કરે. જોકે પુણ્ય માટે નવકારનો જાપ કે પૂજા આદિ ધર્મ નથી. જાપ અને ધર્મક્રિયા આપણા આત્માની શુદ્ધિ માટે છે, પણ શરૂની પ્રાથમિક અવસ્થામાં ક્રમિક પગથિયારૂપે વિચારોને પલટાવવા વિચારવાનું છે. ૧૮૨ છેવટે તો નિર્જરા = કર્મોના બંધનમાંથી છૂટવાનું જ ધ્યેય રાખવાનું છે. પણ અત્યારે તમે જે સ્થિતિએ છો, શ્રી નવકારના શરણે આવ્યા પછી તમારી મનોવૃત્તિમાં મુડ નથીની વાત હજી ઘૂમ્યા કરે છે, તેનું કારણ શું ? દુનિયાના પદાર્થોને મેળવવા પુરુષાર્થની કિંમત જેટલી સમજાઈ છે. તેટલી દુનિયાના પદાર્થોને મેળવી આપનાર પુણ્યનું સર્જન આ જાપ અને પૂજા આદિ ધર્મક્રિયાથી થાય છે. આ વાત હજી સ્પષ્ટ સમજાઈ નથી. તેથી આ પત્રમાં આ વાત પર ભાર મૂકયો છે કે દુનિયાના પદાર્થો મેળવવા માટે કરાતા પુરુષાર્થની સફ્ળતાનો આધાર શ્રી નવકારના સવારે વહેલા ઊઠી ના કલાક સ્થિરતાપૂર્વક કરાતા જપ ઉપર અને સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા અભક્ષ્ય ત્યાગ આદિ પર છે, કેમ કે આનાથી પુણ્યનું સર્જન થાય છે, તેનાથી વ્યવહારમાં સફળતા આપોઆપ મળે છે. આ વાત પર ખૂબ ગંભીરપણે વિચારશો. כה - ૯૧ જૈન આગમ મંદિર, પાલીતાણા ૧૪-૬-૮૪ અનાદિકાળની આપણી વાસનાઓ, સંસ્કારો અને તેને લઈને થતી ભોગ પ્રવૃત્તિઓના દબાણને હડસેલી શ્રી નવકાર માના આંચલને પકડી રાખવું હકીકતમાં દુષ્કર કાર્ય છે. તી તેને સરળ બનાવવા વિકારી વાસનાઓ અને તેની પ્રવૃત્તિને સક્રિય બનાવનાર મોહના તત્ત્વને ઢીલું પાડનાર શ્રી નવકાર મહામંત્રના અનંતાનંત શકિત સભર દિવ્ય ૬૮ વર્ણો છે તેની આકૃતિ પર Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૧૮૩ ધ્યાન રાખવા સાથે નિયત સ્થાન - સમયની મર્યાદા સાથે કરાતો જાપ એ અચૂક ઉપાય છે. જ્યારે નાનું ધાવણું કે અબોધ બાળક ગભરાય અને મૂંઝાય કે તુરત ભેંકડો તાણવાના કે રોવાના માધ્યમથી પોતાની વાત્સલ્યમયી માનું ધ્યાન ખેંચે છે. જો કે માતાનું મન પોતાના અબોધ શિશુ-બાળક તરફ વળેલું જ હોય, પણ કામકાજમાં પરોવાઈ કદાચ બેધ્યાન થઈ જાય તો બાળક રોવાના માધ્યમથી માતાનું ધ્યાન ખેંચે છે. તે રીતે શ્રી નવકાર માતા સંપૂર્ણ રીતે આપણા જેવા અબોધ, પામર આત્માઓ માટે ક્ષાયિક (કદી ન ખૂટે તેવી) અપાર કરુણા રસથી ભરપૂર હૈયાવાળી હોય, પણ આપણે તે શ્રી નવકારમાતાને તેની આજ્ઞા - જપયોગ - શરણાગતિ આદિના પાલન દ્વારા પૂર્ણ રીતે સમર્પિત ન રહીએ તો અંતરનો પોકાર શ્રી નવકાર માતાના કાન સુધી ન પહોંચે. માટે તમે બધા એક સ્પષ્ટ નિર્ધાર કરી રાખો કે શ્રી નવકાર માતાના ખોળે શરણાગતિ – તેની આજ્ઞાનું પાલન અને નિયત સમયે જાપ દ્વારા બેસાય તો સઘળી ઉપાધિઓ હટી જાય. અંતરની ચિત્તવૃત્તિનો આધાર આપણી નિષ્ઠા સાથે સંકળાયેલ છે. વિચારોની દઢતાથી નિષ્ઠા વધુ કેળવાય છે. એટલે વિચારોને સુવ્યવસ્થિતપણે ટકાવી રાખવા આહાર, વિહારની શુદ્ધિ સાથે યોગ્ય ધાર્મિક વાંચન વધારવાની જરૂર છે. શ્રુત સામાયિક કરી રોજ ૧૦-૧૫ મિનિટ જરૂર શ્રી નવકાર અંગેનું કે આધ્યાત્મિક સાહિત્ય વાંચવું. આનાથી વૃત્તિઓમાં બાહ્યપ્રવૃત્તિના કારણે આવેલ ચંચલતા ઘટશે. આનાથી જાપમાં પણ બળ મળશે. આવા જાપથી અંતરનું સમર્પણ ખૂબ પ્રબળ થશે. માટે જરૂરથી તમે સમર્પણ ભાવથી શ્રી નવકાર માની ગોદમાં બેસવા પ્રયત્ન કરશો. તેનાથી જાપમાં બળ ઘણું વધશે. સમર્પણ ભાવનો વધારો થયાની નિશાની જાપ વખતે ચિંતા - વિચારોનું દબાણ ઘટે. માટે શ્રી નવકારના સાહિત્યના વાંચન માટે જરૂર પ્રયત્નશીલ બનશો. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચિંદ્રિકા જૈન આગમમંદિર, પાલીતાણા ૨૦-૬-૮૪ શ્રી નવકાર મહામંત્રના જાપ વખતે અંતરમાં એવો ભાવ કેળવવો ઘટે કે આપણી શ્રદ્ધા – ભકિતના માધ્યમે શ્રી નવકારના એકેક સ્ફટિક તુલ્ય શ્વેત વર્ણવાળા અક્ષરમાંથી દિવ્ય તેજ દેખાઈ રહ્યું છે તે મારી આંખોના માધ્યમથી તેમજ જપના માધ્યમથી મારા શરીરમાં પ્રવેશી રહ્યું છે. તેમાં આંખોના માધ્યમથી તે દિવ્યતેજ મગજમાં ફેલાઈ ખૂણે-ખાંચરે રહેલ વાસના-વિકારી ભાવો રૂપ કચરાને સાફ કરે છે. તેમજ જપના માધ્યમથી હાર્ટમાં તે દિવ્ય તેજ ફેલાઈ હાર્ટમાં આવતા લોહીના કચરાના માધ્યમે ભાવ કચરો મિથ્યાત્વ, અજ્ઞાન આદિને હઠાવી શુદ્ધ થયેલ લોહીના માધ્યમે આખા શરીરમાં તે શુદ્ધ, શુભ્ર શ્વેત શ્રી નવકારનું તેજ ફેલાઈ આખા શરીરમાં વ્યાપી આત્મપ્રદેશો પરના કર્મના કચરાને - મોહના સંસ્કારોને હટાવી આખા આત્મામાં વિશુદ્ધિનું તત્ત્વ ફેલાવી રહ્યા છે. આવી ધારણા કરવાથી આપણી ચેતનામાં ખૂબ ઉત્સાહ-સ્કૂર્તિ ફેલાય છે. વળી આ અક્ષરોમાં એવી દિવ્ય શકિત છે કે જેના આધારે આપણામાં રહેલ વિકારીભાવો વાસનાનું ગમે તેવું પ્રબળતત્ત્વ પણ હઠવા માંડે. આ શાશ્વત મંત્રાધિરાજ શ્રી નવકારના અક્ષરોમાં એવી શકિત છે કે જેથી આપણા આત્માના વિકાસને અવરોધક વાસનાના ઝેરી તત્વને મૂલમાંથી હઠાવી દે છે. જેમ કે સાપ-વીંછીના ઝેરના પરમાણુઓ લોહીમાં ભળ્યા પછી મંત્રવાદી અર્થના જ્ઞાન વિના માત્ર અમુક રીતે ગોઠવેલા મંત્રાક્ષરોના વ્યવસ્થિત ઉચ્ચારણથી ઝેરના પરમાણુઓને લોહીમાંથી શબ્દશકિતના આધારે હડસેલી રોગીને ઝેરમુકત કરે છે. શબ્દશકિતનો અજબ પ્રભાવ છે. શબ્દ એ પણ પુદ્ગલ છે, પુદ્ગલથી પુદ્ગલને હડસેલી શકાય છે. જેમ કચરો પુદ્ગલ છે તેને ઝાડૂ - સંજવારી રૂપ પુદ્ગલથી દૂર કરાય છે તેમ આત્મા પર લાગેલ અશુભ કર્મના કચરાને શ્રી નવકારના વિધિપૂર્વક જાપની મર્યાદાથી ઉચ્ચારાતા વર્ણો દૂર કરી શકે છે. આપણા જીવનમાં ગમે તેવી ભયંકર બીમારી કે મહાવિષમ ઉપદ્રવ આવે તો પણ શ્રી નવકારના વર્ણોનો વ્યવસ્થિત જાપ શ્રદ્ધા-ભકિતના સુમેળપૂર્વક કરવામાં આવે તો ક્ષણવારમાં બધું અદશ્ય થઈ જાય છે. આ અંગે મારા જીવનનો પ્રત્યક્ષ દાખલો છે. વાત છે આજથી ૨૯ વર્ષ પૂર્વે ૨૦૧૧ની ૫૦ ગૂરૂદેવ શ્રી સાથે અયોધ્યાથી લખનૌ તરફ વિહારની આ ઘટના છે. સાંજે અયોધ્યાથી રેલવેલાઈનથી Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૧૮૫ નીકળ્યા, ૪ કે ૬ માઈલ પર એક ફલેગ સ્ટેશને સૂર્યાસ્ત પૂર્વે બા કલાકે પહોંચ્યા. આગળનો મુકામ હજુ બીજા ૩-૪ માઈલ હતો, ત્યાં પહોંચાય તેમ ન હતું, એટલે પૂ. ગુરુદેવની આજ્ઞાથી માત્ર ઝાંપા પાસે ૧ છાપરાવાળી રૂમ હતી. ત્યાં મુકામ કર્યો. ઝાંપાવાળા ભાઈએ કહ્યું કે, મોટા લાંબા જીવ = સાપનો ઘણો ભય છે તેથી રાત્રે હું અહીં નથી રહેતો. રાત્રે છેલ્લી ગાડી ની અહીં ઊભી રહે છે તે પતાવી હું અહીંથી રાા માઈલ દૂર મારા ગામે જતો રહું છું, સવારે ૬ની ગાડી વખતે આવી જાઉં છું. તમારે રહેવું હોય તો ભલે! નહી તો મારે ગામે ચાલો. પૂ. ગુરુદેવ સામે મેં જોયું. પૂ. ગુરુદેવે કહ્યું કે, ભાઈ! કયાં રાઈ માઈલ જવું અને પાછા આવવું! ધર્મપસાયે સહુ સારું થશે. મુકામ કર્યો, પ્રતિક્રમણ કર્યું. આવા પૂરું થયું. ૯ વાગ્યાની ગાડી આવી ઊભી રહી ૧ મિનિટ, રવાના થઈ. ઝાંપાવાળો કહે કે મહારાજ સાવચેત રહેજે, લાંબા જીવ હેરાન ન કરે. ગુરુદેવશ્રીએ મને કહ્યું કે, અભય! પોરસી ભણાવી લઈએ. એટલે પછી પોરસી ભણાવી લા લગભગ પૂ. ગુરુદેવથી તો સંથારી ગયા. ઉનાળો છતાં પૂ. ગુરુદેવે ગીતાર્થપણાની દષ્ટિએ કંઈક થાય તો ઉપર થઈને પસાર થઈ જાય એમ કરી કાંબલ ઓઢી સંથારી ગયા. હું સંથારામાં બેઠો, પણ લાંબા જીવના વિચારોથી ગભરામણ થવા માંડી. શ્રી નવકારનો જાપ કરવા માંડ્યો, લગભગ વગા - ગાા કલાક પછી હું જરા ગભરામણ સાથે પૂ. ગુરુદેવની ધીરતા અને શ્રી નવકાર મહામંત્રના જાપની ચિંતા આદિમાં પરોવાયેલ, ત્યાં હું ઉત્તર સામું મોં કરી બેઠેલ, મારી જમણે પશ્ચિમે થોડે દૂર ઝાંપો હતો. અમે ઊતરેલ તે છાપરીની પાછળ ૧૦-૧૨ ફૂટ દૂર ખૂબ ઝાડી હતી. તે બાજુથી ખખડાટ આવ્યો અને હું જરા ચમકયો, તે બાજુએથી ખખડાટ આ બાજુ નજીક આવતો સાંભળી હું સાવધ થયો. મનમાં હું નવકાર ગણતો હતો પણ આંખો જમણી બાજુ ખખડાટ તરફ હતી. થોડી વારે મારી સામે, લગભગ ૬ થી ૭ ફૂટનો, ૧ ઈંચ જાડો, કાબર ચીતરા રંગનો (ચાંદની રાતના પ્રકાશથી) ચમકતો છાપરીને જમીન સરખા ઓટલા પાસે આવતો દેખાયો. મનમાં તડફડાટ જરા વધ્યો પણ નાગપુરના ચોમાસામાં અને ત્યાર પછી તાજેતરમાં શિખરજી બાજુના વિહારમાં નાગપુરના મોહનભાઈના અટલ શ્રદ્ધા-વિશ્વાસભર્યા શ્રી નવકારના પત્રોથી મારામાં પ્રગટેલ નવી શ્રદ્ધાના તેજસ્વી પ્રકાશના સહારે ધીરતાપૂર્વક નવકાર કમલબંધથી ગણવા લાગ્યો. ત્રણ નવકાર થતાં સાપ ઓટલાની જમીન સરખી કિનારીએ અટકયો, લાંબી કાયા સરવર સરવર થતી પણ આગળથી ૧૫ ફૂટ ઊંચી ફણા કરી જીભના લપકારા મારતો રહ્યો. મને અચાનક મગજમાં લાઈટ થઈ કે શ્રી નવકાર સાથે તેના તેજસ્વી શકિત તત્ત્વોથી બનેલ ચારિમંગલ સૂત્ર ૧૮ અક્ષરનું ખૂબ પ્રભાવશાળી છે, તેના છ વાર જાપથી ગમે તેવા વિષધર ઝેરી જીવો હટી જાય છે. મેં પદ્ધતિસર ઉપાંશુ જાપની પદ્ધતિએ ચારિ મંગલ શરૂ કર્યું. ૭ વાર ગણ્યું ત્યાં સુધી તે સાપ ત્યાં ને ત્યાં રહ્યો, પણ ધીમે ધીમે તેનો સળવળાટ અસ્થિરતા અને ફણાનું ડોલન તથા જીભના લપકારા ઘટવા માંડ્યા અને જાણે કોઈએ ખીલો માર્યો હોય તેમ સ્થિર થઈ ગયો. ૭ વાર ચત્તારિ મંગલ પછી ત્રણ કમલબંધથી નવકાર ગણ્યા કે તુરત તે સાપ નીચો થઈ સડસડાટ Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા મારા તારક ગુરુદેવના સંથારાની ઉપરની બાજુ (પૂ. ગુરુદેવ શાસ્ત્રીય નિયમોના પૂરા જાણકાર, તેથી ભીંતથી ૧ હાથ છેટે સંથારો હતો તેથી) પશ્ચિમ બાજુથી જમીન સરખી છાપરીની ઓટલી પર ચઢી પૂર્વ તરફ દીવાલે મારા સંથારા આગળ થઈ પૂ. ગુરુદેવના સંથારાની ઉપરની બાજુ થઈ પૂર્વ તરફ ધીમે ધીમે ચાલ્યો ગયો. આ પ્રત્યક્ષ જીવનનો રોમાંચકારી અનુભવ છે. શ્રી નવકારના તેજસ્વી દિવ્ય વર્ણોમાં કેટલી અદ્ભુત શકિત! જેના પ્રતાપે મારા નવજાત શ્રદ્ધા-દિપકમાં અખૂટ તેલ પૂરાઈ ગયું. ભયંકર ૬ થી ૭ ફૂટ લાંબો કાબરચીતરો ॥ ઇંચ જાડો તે સાપ પણ હતપ્રભ બની ગયો, શ્રી નવકારના કમલબંધ જાપથી. માટે પુણ્યાત્માઓ! તમે પણ જાપ વખતે માનસિક ચિત્ર કલ્પનાથી એવું ઊભું કરો કે જાપના માધ્યમથી અમારા મગજ અને હાર્ટમાં આ દિવ્ય તત્ત્વ પ્રગટે છે પરિણામે અમારી અશુદ્ધિઓ બધી ધોવાઈ જાય છે, હટી જાય છે, દિવ્ય આનંદ – વિશિષ્ટ શ્રદ્ધા – અદ્ભુત સમર્પણ અને દિવ્ય શરણાગતિનો અનુભવ આવા જાપથી થશે એ ચોકકસ હકીકત છે. D ૯૩ ૧૮૬ વી જૈન આગમમંદિર, પાલીતાણા ૨૩-૬-૮૪ વિ શ્રી નવકારના જાપની પ્રાથમિક ભૂમિકા દૃઢ નિષ્ઠા - શ્રદ્ધા - ભકિતના ફલ રૂપે નિખાલસ શરણાગતિભાવ છે. રોગના કંટાળામાંથી જન્મતા દીનભાવના પ્રતિફળરૂપે જે રીતનો શરણાગતિ ભાવ દર્દીમાં વિકસે છે તે ટાઈપનો બલ્કે તે કરતાં વધુ પ્રબળ કક્ષાનો શરણાગતભાવ આરાધના માટે જરૂરી છે. જીવનમાં ડગલેને પગલે અનુભવાતાં દુ:ખોના દ્વન્દ્વના સંઘર્ષમાંથી છોડાવવાની શકિત એક માત્ર વીતરાગ ભાવની પૂર્ણ કક્ષાએ પહોંચેલા કે પહોંચવાના રાજમાર્ગ પર ચાલનારા પાંચ પરમેષ્ઠીઓમાં જ છે. કેમ કે તેઓ આચારશુદ્ધિ અને વિવેકબુદ્ધિના પુનિત સહયોગ દ્વારા આત્મશુદ્ધિના શ્રેયમાર્ગને નિખાલસ અપનાવી શકયા છે. બાકી જગતની કોઈ પણ ભૌતિક શકિત જીવનમાં પ્રતિક્ષણ અનુભવાતો દુ:ખ-દ્વન્દ્વને હઠાવવાનું સામર્થ્ય ધરાવી શકતી નથી. Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તખ્તચંદ્રિકા ૧૮૭ આ જાતની સ્પષ્ટ વિચારધારા આરાધકોએ પોતાના મસ્તિષ્કમાં અંકિત કરવાની ખાસ જરૂર છે. આના બળે જ વિશિષ્ટ કોટિનો નિખાલસ – બિનશરતી શરણાગતિનો ભાવ જીવનમાં ઝબકી શકે. તમે હકીકતમાં વિશિષ્ટ રીતે પુણ્યવાન છો કે આ જાતના નિષ્કામ શરણાગતિ ભાવના કેન્દ્ર તરફ પૂર્વના પુણ્યબળે તેવી વિશિષ્ટ સામગ્રી ઊછરતી ઊગતી બાલ્યવયમાં જ જુવાનીના પરોઢ ખીલતાં પૂર્વે મેળવી શકો છો. બત્રીસ ભોજનનો થાળ સામે પીરસાઈ ગયો છે, હવે માત્ર તમારે હાથ ચલાવી મોંમાં વ્યવસ્થિત રીતે મૂકવાની જ જરૂર છે. યથાશકય તમારા તે બાજુના પ્રયત્નો ચાલુ હોવા છતાં થોડી ચિંતા થાય એ પણ સાહજિક છે કે, તમોએ પ્રબળ પુણ્યના બળે વિશિષ્ટ આરાધનાની સામગ્રી - જેમાંથી વિશિષ્ટ રીતે નિષ્કામ શરણાગતિ ભાવ કેળવી શકાય તેમ છે તે મેળવવા છતાં વ્યાવહારિક ઉપાધિઓ - માની લીધેલી જવાબદારીઓ – માથે આવી પડતી સંસારની પ્રવૃત્તિઓ આદિથી તમે પગથાર પર આવીને ઊભેલા છતાં કૂવામાંથી ભરપૂર કે ધોધબંધ વહેતા પ્રવાહમાંથી બહુ જ થોડું તમે ઝીલી શકો છો. આ હકીકત ખરેખર આટલાં વર્ષો પછી ચિંતાજનક બની છે. આમાં તમારો વાંક જેટલો નથી તેથી વધુ પરિસ્થિતિનો છે, છતાં થોડી ઉપેક્ષાવૃત્તિ છે જ! એનો એકરાર તટસ્થ દષ્ટિથી તમોને પણ થશે જ! આ ઉપર ગંભીર પણે વિચારશો. J) STT જૈન આગમ મંદિર, પાણીતાણા ૪-૭-૮૪ વિચારોમાં અજ્ઞાન – વાસના અને મમતાની ધમાલ જેટલી ઘટે તેટલી આપણા જાપની પ્રક્રિયા સફળ અને આચરણા = વ્યવહારમાં દંભ-ઈષ્ય-અસવ્યવહાર-અજયણા-ગદ્ધા મજૂરી-નાહકની દોડધામ આદિ તત્ત્વો ઘટે તો જાપથી ઊપજતી અંતરંગ શુદ્ધિનું પ્રમાણ વધ્યું ગણાય. આપણા જીવનની બે બાજુ છે : એક અંતરંગ - બીજી બહિરંગ. સામાન્યથી માનવી સંસ્કારોની પરવશતાથી અંતરંગ જીવનમાં મોહ, માયા, મમતા, રાગ, દ્વેષ, વાસના, કષાયો આદિનું પોષણ કરતો હોય છે અગર કરવામાં માને છે, છતાં બહિરંગ જીવનમાં Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૮૮ પોતાનું સ્ટેટસ - માની લીધેલી પ્રતિષ્ઠા – ઈજજતનું ધોરણ નીચું ન પડે તે માટે અમૂક ધર્મક્રિયાઓની આચરણાના પરદાને ઓઢી પોતાના અંતરંગ સ્વરૂપને ઢાંકવા મથે છે. આ કારણે પ્રચ્છન્ન પાપવૃત્તિ (ગુપ્તપણે વાસનાઓને સમર્થન આપી તેને પોષવાની વાત) જીવનમાં ઘર કરતી જાય છે. પરિણામે પોતે પોતાની જાતને ભૂલી જાય છેહું કેવો છું તેના યથાર્થ વિચારના બદલે હું સારો દેખાઉ એની ધૂનમાં અનેક પ્રકારનાં નવાં દંભ, પ્રપંચ અને માયા કપટ દ્વારા અંતરંગ વૃત્તિઓમાં મલિન તત્ત્વોનો વધારો થવા પામે છે. તેથી શ્રી નમસ્કાર મહામંત્રના આરાધકે જાપની ભૂમિકાએ પ્રારંભથી જ આપણી અંતરંગ જાતની ઓળખાણ મેળવી તેના સંશોધનમાં શ્રી નવકારના ૬૮ વણને વ્યવસ્થિત પદ્ધતિપૂર્વક જાપરૂપ સાબુથી શુદ્ધીકરણ તરફ લક્ષ્ય કેળવવું. બહિરંગ જીવનના આભાસિક સ્વરૂપના વ્યામોહથી અળગા રહેવું જરૂરી છે. આ માટે જાપના ત્રણ પ્રકારમાં સૌ પ્રથમ ભાષ્ય જા૫ - મંદ સ્વરે પણ શુદ્ધ સ્પષ્ટ ઉચ્ચાર – જેને બીજે માણસ પાસે બેઠેલ) સ્પષ્ટ સાંભળી શકે તે રીતે કરવો જરૂરી છે. આનાથી આપણા બહિરંગ જીવનના આભાસને ઊપજાવનાર બહિવૃત્તિનો પરદો ખસવા માંડે છે. પછી ઉપાંશુ જાપ – એટલે અંદર ઉચ્ચાર કરવો, હોઠ-આભ હાલવા ન દેવા, અંતરંગ શબ્દોચ્ચારની પદ્ધતિએ અંતરંગ સ્વરૂપની સાચી ઓળખાણ થાય. પછી ત્રીજે રહસ્ય જાપ – એકદમ શાંતચિત્તે મનના માધ્યમથી કરાતો જાપ. આનાથી અંતરંગ જીવનમાં રહેલાં વાસના, અજ્ઞાન, મિથ્યાત્વ, પુદ્ગલપ્રેમ, કષાયો, કદાગ્રહ વગેરે ભારે દુર્ગણો પણ ગરમીથી બરફ ઓગળે તેમ હઠવા માંડે. સૌ પ્રથમ ભાષ્ય જાપ તેનાથી ૧૦૦ ગુણી શકિત, ઉપાંશુ જાપની, તેનાથી ૧૦૦૦ ગણી શકિત, રહસ્ય જાપની .. રહસ્ય જાપ - માત્ર આત્મા-મનના માધ્યમથી પ્રત્યક્ષ દેખાતા સ્ફટિક-વર્ણ જેવા ૬૮ અક્ષરોને સ્થિર અંતર દષ્ટિથી જોઈ રહી તેના ધ્યાનમાં લીન થઈ જવું. આ રીતે ત્રણ પ્રકારના જાપની પદ્ધતિથી આપણા અંતરંગ સ્વરૂપની ઓળખાણ આડે રહેલ બહિરંગ સ્વરૂપની આડશ હઠી જાય છે, એટલું જ નહીં પણ અંતરંગ સ્વરૂપની ઓળખાણ થયા પછી તેની યથાયોગ્ય પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ સફળતાપૂર્વક થઈ રહે છે. તમો નિયત સમયે – સ્થાને નિયત સંખ્યાથી ભાષ્ય જાપના અભ્યાસથી ઉપાંશુ જાપની ભૂમિકાએ દઢ બની ત્રીજા રહ: જાપ - માનસિક જાપમાં ખૂબ ખૂબ પ્રગતિ સાધો એ ઈચ્છવા જોગ છે. - તમારી અંતરની શકિતઓ વિવિધ જાપથી લક્ષ્યગામી બની તમારી જીવન શકિતઓને ખરેખર ઉર્ધ્વગામી બનાવે, તમો અંતરથી આ શકિતઓના વિકાસને જીવનની આધ્યાત્મિક યાત્રા રૂપે અનુભવી શકો – એ અંતરની પ્રાર્થના છે. તમારામાં આ જાતની ઊંડાણથી હકીકતમાં અભીપ્સા = તીવ્ર તમન્ના જાગે એ ખાસ જરૂરી છે. આ તમન્ના જગાડવા પૂ. પં. શ્રી ભદ્રંકર વિમ. નું પ્રાથમિક સાહિત્ય, શ્રી નવકારની કથાઓ, પ્રભાવ, ચમત્કારોની માહિતી તથા શ્રી નવકાર અંગેની પત્રમાળાનું વાંચન કરવાની ખાસ જરૂર છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૮૯ આના પાયામાં સાત્વિક આહાર-વિહાર, યોગ્ય વાતાવરણ અને લકઝરી ટાઈપની ચર્યાનો ઘટાડો, શારીરિક સ્વસ્થતા, માનસિક પ્રસન્નતા આદિની પણ ખાસ જરૂર ખરી. આ બધાની કેળવણી માટે બાહ્ય સાધનોની યથાયોગ્ય પસંદગી સાથે જ્ઞાનીની નિશ્રાએ જીવનચર્યાનું ઘડતર તે અંગેના ભવ્ય પુરુષાર્થની પણ ખાસ જરૂર રહે. આ બધા માટે તમારી અંતરની લાગણીઓનો ભંડાર ઘણો છે પણ તેને સક્રિય સ્વરૂપ આપવા માટે પુરુષાર્થ થોડો ખૂટે છે તેની પૂર્તિ તમે યથાયોગ્ય કરો તો હથેળીમાં જીવનશુદ્ધિનો રાહ છે. આ માટે યોગ્ય તમે જરૂર વિચારી આચરણમાં મૂકશો એ મંગળકામના. ગે) ૯પ ૧૧-૩-૮૪ સકળ દ્વાદશાંગોપનિષદ્ભુત શ્રી નમસ્કાર મહામંત્રાય નમ: રાજરાજેશ્વર અપ્રતિમ - અચિંત્ય પ્રભાવશાળી વિરાટ શક્તિ સંપન્ન - મંત્રાધિરાજ શ્રી નમસ્કાર મહામંત્રનો જય થાઓ ! અત્યંત આનંદનો વિષય એ છે કે, તમારી આરાધનાની તમન્ના - સરળતા – નિખાલસતા - શરણાગતિભાવની પ્રબળ તૈયારીના બળે શ્રી નમસ્કાર મહામંત્ર પત્ર માળાની આજે આઠમી ફાઈલ શરૂ થઈ છે. પત્ર સંખ્યા ૯૫ની છે. મારા પોતાના જીવનમાં શ્રી નવકાર મહામંત્રની પરમ મંગળ કૃપાથી જે ગાઢ પરિવર્તન આવ્યું છે તેમાં ભાગ ભજવનારા સરળતા, આરાધક ભાવ, શરણાગતિ, પ્રબળ શ્રદ્ધા, આદિ તત્ત્વો તમે થોડારૂપમાં તરતમતાએ બીજરૂપે પણ મેળવી શકયા છો – એ ખૂબ આનંદની વાત છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૯૦ તમો તે બીજેને સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા (વિધિસર), સામાયિક, નિયમિત જાપ, સાત્વિક આહાર - વિહાર, સુજનોચિત શિષ્ટ ચર્યાવાળા દૈનિક વ્યવહાર આદિ - પાણી - ખાતર સૂર્યપ્રકાશ આદિ સાધનોથી નવપલ્લવિત કરી તમે તમારા જીવનમાં આરાધનાના મહાવટવૃક્ષની શીતળ છાયામાં બેસી વિકારી વાસનાઓ અને કલુષિત વિચારધારાના સકંજામાંથી છૂટી પરમેષ્ઠીઓની આજ્ઞા પ્રમાણે શુદ્ધ સદાચારમય સંયમ અને આરાધનાના વિશિષ્ટ ઉચ્ચ પગથારે તમે પહોંચી શકો એ મંગલ પ્રાર્થના. આવતીકાલે ચૌદશ છતાં પંચાગની રીતે ગુરુપૂર્ણિમા છે સાથે ગુરુવાર છે. ગુરુપૂર્ણિમા એટલે બાર મહિનાનો આધ્યાત્મિક પવિત્ર દિવસ છે. આ દિવસે આધ્યાત્મિક પંથે પ્રેરણા કરી ધપાવનારા માર્ગદર્શકનું કૃતજ્ઞતાપૂર્વક બહુમાન કરી આંતરિક ભાવોલ્લાસ, અનોખું આત્મસમર્પણ અને નિખાલસ રીતે જાતને ખુલ્લી ધરી દેવાની તૈયારી રૂપ ભટણું ધરી આપણા જીવનમાંથી ખૂણેખાંચરે રહેલ વાસના, કષાયો, વિકારો, ઈર્ષા, પ્રમાદ, તૃષ્ણા, આદિ કચરાને કાઢી અંતરના વિવેકના સિંહાસને ગુરુતત્વને બેસાડી તેઓની આજ્ઞાને જીવનનો ધ્રુવ તારક બનાવવાની તૈયારી ગુરુપૂર્ણિમાએ કરવાની છે. ચૌદશ ચારિત્રની તિથિ - તે દિવસે પંચાંગના ગણિત પ્રમાણે પૂર્ણિમાનો યોગ - તેની સાથે ગુરુવારનો મેળ આ ત્રિવેણી વિશિષ્ટ આરાધકો માટે ખૂબ જ મહત્ત્વની છે. ગુરુચરણે ગતવર્ષની સાધનાનું સરવૈયું રજૂ કરી શકય સંજોગોએ સાધના માર્ગે પ્રવૃત્તિમાં રહેલ મંદતાને ખંખેરવા ગુરુચરણોમાં વિનીતતા - કૃતજ્ઞતા અને નિખાલસતાની ત્રિપુટી દ્વારા આદર્શ પ્રેરણાનું બળ મેળવી અંતરથી શુદ્ધ થવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. આચરણમાં ક્યાંક ઉપેક્ષા, કયાંક સંજોગોની ભસ છે. કયાંક ભાઈબંધોનું દબાણ ન ટાળી શકવાની કમજોરી છે. આ ત્રણે દૂષણો સાધના માર્ગે ખૂબ જ અવરોધ ઊભો કરે છે. મારા જીવનમાં ૨૪ થી ૩૯ વર્ષના ગાળામાં આ ત્રણ દૂષણોએ મારી સાધનાને ખૂબ ધીમી પાડી દીધેલ. પણ ૧૯ થી ર૩ના ગાળામાં એવા ખૂબ પ્રભાવશાળી બીજે – નિમિત્તોનો સહ્યોગ મળેલ, જેના પરિણામે મારા જીવનના ૪૦મા વર્ષથી દેવગુરુની કૃપાને સક્રિય કામ કરવા તક મળી. જો આ ત્રણ દોષ મારી ઉપેક્ષાથી મારી સાધનામાં પેઠા ન હોત કે મારા ૧૪ થી ૧૯ વર્ષના ગાળામાં એવી સરસ આરાધનાની ભૂમિકા પૂર્વજન્મના સંસ્કારોથી થવા પામેલ જેના પરિણામે ૪૦માં વર્ષે જે પાટા પર ગાડી દોડવા માંડી તેનો લાભ મને ૨૮મા વર્ષથી મળી શકત. ૧૨ વર્ષનો ગાળો મારી પોતાની ઉપેક્ષા અને આ ત્રણ દોષોની પ્રબળતાને રોકવા પુરુષાર્થની ખામીથી મારા માટે સોનેરી તક બહુ મોડી મળી. પુણ્યવાનો! તમારા જીવનમાં મારી માફક પાછળથી પસ્તાવાનો વખત ન આવે કે અરેરે! આપણે સોનેરી તક ગુમાવી, માટે આવતી કાલની ગુરુપૂર્ણિમા - ગુરવાર સહિત ચોમાસી ચૌદશના પવિત્ર દિને દઢ સંકલ્પ કરી ઉપેક્ષા, સંયોગોની ભસ અને ભાઈબંધોના દબાણને વશ થવાની રીતિ-નીતિ પર જરા વેધક નજર નાંખી અંતરંગ પુરુષાર્થની માંગણી પરમોચ્ચ દિવ્ય શકિતનિધાન રાજ રાજેશ્વર મહામહિમશાળી શ્રી નવકાર પાસેથી મેળવવા શરણાગત ભાવે આજીજીપૂર્વક કરો. Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૯૧ આ પ્રાર્થના સફળ થાય તે માટે રોજ ૧ મંગળજ્યોત સવારે દેરાસરમાં પૂજા પછી એકસ્ટ્રા ગણવાની શરૂઆત કરો. છ મહિનામાં દિવ્ય અંતરંગ શકિતઓની સરવાણી, તમારા જીવનમાં સંજોગો અનુકૂળ થશે, ઉપેક્ષા અને ભાઈબંધોના દબાણના બદલે કર્તવ્યનિષ્ઠાની જાગૃતિ થશે. સરવાળે તમે જ તમારા જીવનના ગુરુ બની શકશો, આ રીતે ગુરુતત્ત્વને વાસનાઓના કચરાને હઠાવી વિશુદ્ધ હૈયામાં વિવેકના સિંહાસને પધરાવી તમારા જીવનને મંગલમય બનાવો એ અંતરની અભિલાષા. ૯૬ વિ આરાધનાના તારમાં માયાના ઝપાટાથી સંપર્કસૂત્ર તૂટી જવાથી આપણે આરાધનાના પંથથી જરા આઘા અને છૂટા પડી ગયા હતા. આપણા પુણ્યયોગે સેરીસા તીર્થમાં શ્રી ડોલણ પાર્શ્વનાથ પ્રભુની છત્રછાયામાં અંતરના પશ્ચાત્તાપભર્યા સૂરે માંત્રિક પૂજનના પ્રતાપે તેમજ રાત્રે તમારા સહુના અંતરના ભકિતભર્યા જાપથી મારા પગે વેદનામાં શાંતિ થઈ અને તમારી બંધ લાઈટો ઓછી વધતી શરૂ થઈ, ત્યારથી પત્ર લખવાની પ્રેરણા થયેલ, અનુકૂળ સંયોગ ન મળવાના કારણે છેવટે ૪૮ દિવસે આ પત્રમાળા શરૂ થાય છે. ભૂલ હકીકતમાં કોઈની પણ નહીં, પણ મારી - તમારી – સહુની આરાધનાની કચાશ – અહંભાવની માત્રાનો વધારો આમાં કારણ બન્યો. ખરેખર આરાધના – પંથે સમર્પણભાવની ખામી અને તેમાંથી ઊપજતા અહંભાવનો વધારો મોટામાં મોટો અવરોધ ઊભો કરે છે. તમો સંસારની મોહમાયામાં રહીને આજના ઝેરી વાતાવરણ વચ્ચે પણ શ્રી નવકારની આરાધનાને સમર્પિત રહી જે રીતે આરાધના કરી રહ્યા છો તે અનુમોદનીય છે. તમો સહુને ખરેખર નિખાલસતા - સમર્પણભાવ સાથે જીવનશુદ્ધિનો રાહ જે શ્રી નવકારની કૃપાથી મળ્યો છે, સમજાયો છે તેને અમલમાં મૂકવા સાથે સંસારની માયાને વધારનારાં ખાણાં-પીણાં, Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૧૯૨ રહેણીકરણીથી જીવનને વિકૃતિના પંથે જતું અટકાવવા પ્રયત્ન કરવો જરૂરી છે એવી ખાસ ભલામણ છે. જીવનનું સૂત્ર મગજમાં અંકિત કરી રાખો કે “શ્રી નમશ્ન - મહામંત્ર: સર્વપાપવિનાશ:” શ્રી નવકાર મહામંત્ર બધી જાતના અપાયો = અવરોધોને હઠાવે છે કેમ કે શ્રી નવકાર = આપણા અસ્તિત્વ = અહંભાવનું વિસર્જન. આ થઈ જાય એટલે બધા અવરોધોને ઊભા કરનાર અહંભાવનો વિલય સાહજિક રીતે થઈ જાય. આપણી આત્મશક્તિઓને અંતરથી યોગ્ય વહેણની દિશા ન મળે તો વાતાવરણ = સંયોગોના આધારે તે વહેણ અનેક દિશાઓમાં વહી જુદા જુદા અવરોધોનું સર્જન કરે છે. તેથી અહંભાવના કેન્દ્રને શિથિલ કરનાર જ્ઞાનીઓની નિશ્રા, આરાધનાની વ્યવસ્થિતતા અને નિયમિત જાપ અને તેને લગતી વ્યવસ્થિત આહાર-વિહારની પ્રક્રિયાને વિકસાવવાની ખાસ જરૂર છે. તેથી અંતરની શકિતને વિશુદ્ધ ચેતનાના કેન્દ્રમાંથી સરખો ફોર્સપાવર મળી રહે અને વાતાવરણ – સંયોગોની વિષમતાએ પણ અંતરની શકિત વિકેન્દ્રીય ન બને. આરાધક પુણ્યાત્માએ ખૂબ સાવધ રહી અહંભાવને નાથનાર 1. જ્ઞાની નિશ્રા, 2. યોગ્ય વાતાવરણ, 3. નિયમિત જાપ, 4. આહારશુદ્ધિ, 5. સ્વેચ્છાચારનો ત્યાગ – આદિ પ્રક્રિયાને અપનાવવાની જરૂર છે. આ બધાના પાયામાં આરાધકે છે આવશ્યકને યથાશક્તિ અમલમાં જરૂર મૂકવાં જોઈએ. 1) સામાયિક (પ્રારંભમાં શ્રુત સામાયિક રજાના દિવસે વિરતિ સામાયિક) થુત – સામાયિક એટલે શુદ્ધ વસ્ત્રો પહેરી કરેમિભંતે ઉચ્ચર્યા વિના ઓછામાં ઓછું ૧૦ મિનિટ ધાર્મિક સાહિત્ય વાંચવું. રજાના દિવસે જરૂરથી સામૂહિક થાય તો ઉત્તમ. છેવટે સ્વતંત્ર પણ દિવસે સામાયિક વિધિસર લઈને જાપ અને વાંચન કરવું. ૨) ચતુર્વિશતિ સ્તવ = ભગવાનની દ્રવ્યથી પંચપ્રકારી (ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ) સવારે કરીને પછી દાતણ કરવું. પંચપ્રકારી પૂજા વિના મોંમાં કંઈ ન નાંખવું – દાતણ પણ ન કરવું, પછી ચા પાણી ત્યાર બાદ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, સવારે સૌથી પહેલાં સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી કરો તો પંચપ્રકારની જરૂર નહીં. કદાચ કારણસર સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારીનો જોગ ન મળે કે મોડી થાય . તો દાતણ કરતાં પૂર્વે સ્વદ્રવ્યથી પંચપ્રકારી જરૂર કરવી. ખાસ = પૂજા પછી ચૈત્યવંદન જરૂર કરવું, તેમાં વિશિષ્ટ ભકિતવાળાં ભાવવાહી પ્રાચીન સ્તવનો ઓછામાં ઓછી પાંચ થી સાત મિનિટ સ્તવનમાં લાગે તે રીતે બોલવાં, એટલે ચૈત્યવંદન જરૂર કરવું. ચૈત્યવંદન પછી ફકત પાંચ મિનિટ પ્રભુ સામે જોઈ અંતરની ભાવના - પ્રાર્થના “જીવનમાં સદ્વિચાર-સદાચારનો સુમેળ રહે, હે પ્રભુ! તારી આજ્ઞાનો આરાધક બનું! સંસારી મોહમાયામાં ન ફસાઉ” આટલાં વાકયો ત્રણ વાર બોલવાં. રજાના દિવસે સવારે પૂજા પછી પૂજાના જ વસે ઘરે ના કલાક જાપ કરવો. ૩) વંદન = પૂ. ગુરુદેવને (સાધુનો જોગ ન મળે તો) ગૌતમ સ્વામીજીના ફોટાને વિધિવત વંદન કરવું. અપરિચિત સાધુને પણ હાથ જોડી મર્થીએણ વંદામિ કરવું. ઉપાશ્રયમાં જઈ ત્રણ ખમાસમણા સાથે વંદન કરવું. Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૯૯૩ ૪) પ્રતિક્રમણ = ઓછામાં ઓછું બે આઠમ, બે ચૌદશ, સુપ ત્રણે જણા ભેગા મળી સામૂહિક પ્રતિક્રમણ કરવું. વાંચી જાઓ ને પ્રતિક્રમણ થાય તેવી ચોપડીમાંથી વારાફરતી ત્રણમાંથી ૧ શ્રુત સામાયિકમાં કરેમિભંતે ઉચ્ચર્યા વિના ચોપડીમાં જોઈને બોલે, બે જણા કરેમિ ભંતે સામાયિક લઈને બેસે. જે આવડે તે બધાં સૂત્રો સામાયિકવાળા બોલે - ન આવડે તે વ્યુત સામાયિકવાળો ચોપડીમાં જઈને બોલે. આવું બે-ચાર અઠવાડિયા કરવું, ખરી રીતે લાઈટમાં બોલે તેનાં સૂત્રો પ્રતિક્રમણમાં ન ખપે, પણ મહાવરો આપવા છૂટ આપી છે. અગર શરૂઆતમાં ત્રણે જણા કરેમિ ભંતે ઉચ્ચર્યા વિના શ્રુત સામાયિકમાં ચોપડીથી પ્રતિક્રમણ કરે, ધીમે ધીમે વારાફરતી જુઓ. ત્રણેને મોઢે થઈ જાય એટલે લાઈટ વિના કરેમિ ભંતે ઉચ્ચરીને પ્રતિક્રમણ કરવું. અગર ત્રણે જણાને રવિવારનો કે રજાનો મેળ પડે તો ઉપાશ્રયે જઈને કરવું. ૫) કાઉસ્સગ્ગ = દેરાસરમાં પૂજા પછી અરિહંત પદ આરાધના નિમિતે ૧૨ લોગસ્સ. (સંપૂર્ણ)નો કાઉસગ્ગ જરૂર કરવો. સવારે શ્રી નવકાર મહામંત્ર આરાધનાર્થે કાઉસ્સગ્ન કરું, ઈચ્છે કહી ૯ લોગસ્સ (સંપૂર્ણ)નો કાઉસ્સગ્ન કરવો. ૬) પચ્ચક્ખાણ = રોજ સવારે નવકારશી, સાંજે તિવિહાર જરૂર કરવા, નોકરીએથી છૂટી વહેલામાં વહેલું ખાઈ પછી હાથ જોડી લેવા, પાણી સિવાય કંઈ નહીં, બહારનું બજારનું રાત્રે તો નહીં જ, રજાના દિવસે બેસણું કરવું. મહિનાની ૪ રજામાં બે બેસણાં જરૂર. ચૌદશે બેસણું જરૂર કરવું. આ રીતે છ આવશ્યકથી અંતરની અશુદ્ધિનો ઘટાડો ખૂબ જ ઝડપી થશે. અત્યારે જે ભાઈબંધોની શરમ, રાત્રિભોજનની ઉપેક્ષા, સંસારની માયાનું દબાણ થાય છે તે સઘળું ઘટી જશે. જરૂર જરૂર આ છ આવશ્યકોને અમલમાં મૂકવા પ્રયત્નશીલ થશો. ૧ વાટવામાં ચોખા, બદામ, પતાસું, છૂટા પૈસા રાખવા. તે લઈને જ દેરાસર જવું. બહારગામ પણ તે વાટવો સાથે જ રાખવો. ૧ પેટીમાં કળશ, વાટકી, કેશર, દીવા માટે નાની દીવી, ઘી, ધૂપની સળીઓનું બોકસ (નાનું) આટલું જરૂર રાખવું. આ પૂજાની પેટી વિના દેરાસર પૂજા માટે ન જવું. બહારગામ પણ લાવવી. Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા פל ૯૭ - જૈન આગમમંદિર, પાલીતાણા આરાધનાના પંથે સાત્ત્વિક આહાર અને સાત્ત્વિક ચર્યાની ખાસ જરૂર છે. આહાર એ માનસિક વિચારોનું બંધારણ ઘડવામાં ઉપયોગી સાધન છે. આહાર બાબત વિવેક ન રાખવાથી મન મરજી પ્રમાણે સ્વચ્છંદ રીતે યથેચ્છ જીભના કહ્યા પ્રમાણે લેવાતા આહારથી આરોગ્ય બગડે છે અને સરવાળે આરાધનાનો ઉલ્લાસ મંદ પડી જાય છે. 元 ૧૯૪ - આહાર બાબત ચોકકસાઈ ન રાખવાથી જે તે ક્ષુદ્ર દોષયુકત કે તામસિક (વધુ હિંસાથી બનેલ, ખટાશ, તેલ, મરચું જેમાં વધારે તથા કહોવાઈને, બફાઈને બનેલ) આહાર આપણને વિચારોના સ્તરની ૦ ડિગ્રીથી નીચે ઉતારી દે છે. ૧૭-૭-૮૪ તેથી બજારૂ, અભક્ષ્ય, વાસી, ઉત્તેજક બહુ ભારે ચટકા-મટકાવાળા તીખા – તમતમતા પદાર્થોનો ઓછો કે સદંતર ત્યાગ એ સાત્ત્વિક આહાર ગણાય. આ રીતે સાત્ત્વિક ચર્યાં એટલે આખા દિવસની રહેણીકરણીમાં બીજાને તકલીફ પહોંચાડનારી સ્વાર્થવૃત્તિ – પ્રધાન પ્રવૃત્તિ અને લકઝરી ટાઈપનું હરવું ફરવું,ભાઈબંધો સાથે જરૂર કરતાં વધુ ટોળ-ટપ્પા - ઠઠ્ઠા-મશ્કરી - વધુ પડતાં મનોરંજનનો આગ્રહ આદિ બાબતોનો ત્યાગ. સાત્ત્વિક આહાર સાત્ત્વિક દિનચર્યા આ બંને તત્ત્વો આરાધનાના મુખ્ય તત્ત્વરૂપ છે. આની સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, નિયમિત જાપ, અને ધાર્મિક વાંચનઃઆ ત્રણ સાધનોની પણ ખાસ જરૂર છે. – આ ઉપરાંત પ્રથમ જણાવેલ સામાયિક આદિ આવશ્યકોનું યથાશકય પાલન પણ આત્મશુદ્ધિ માટે ખાસ જરૂરી છે. આંતરિક વિચારોની શુદ્ધિનો આધાર બાહ્ય ચર્યની શુદ્ધિ પર વધુ અવલંબિત છે. તેથી બાહ્યચર્યની શુદ્ધિ માટે ઉપર જણાવેલ બંને તત્ત્વો, ત્રણ સાધનો અને છ આવશ્યકોના યથાયોગ્ય પાલનની ખાસ જરૂર છે. તમો વિવેકની પરાકાષ્ઠાએ ઉચ્ચ આદર્શોને લક્ષ્યગત રાખી જીવન શુદ્ધિના રાહે ચાલવાનો નિર્ણય કરો એટલી જ વાર છે, તે નિર્ણયની સાથે આપણા અંતરમાં રહેલ રાગાદિ મલિન તત્ત્વોને હઠાવવા અંતરંગ ભવ્ય પુરુષાર્થ પ્રગટાવવા શ્રી નવકાર યોગ્ય પીઠબળ આપવા તૈયાર જ ઊભો છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આપણી લક્ષ્ય જાગૃતિ થતાં જ શ્રી નવકાર તરફ્થી યોગ્ય શકિતનું પ્રદાન મળી જ રહે છે. જેમ કે નાનું બચ્ચું આતકાળે ભેંકડો મોટેથી તાણી પોતાની માને પોકારે છે કે તુરત મા પોતાનાં બધાં કામ પડતાં મૂકી બાળકની જરૂરિયાતોને પૂરી કરવા તત્પર થઈ જાય છે, તેમ શ્રી નવકાર માતા પણ આપણી લક્ષ્ય જાગૃતિ થતાં જ યોગ્ય શકિતનો પૂરવઠો પૂરો પાડવા તૈયાર જ રહે છે. માત્ર આપણે નિયમિત જાપ, તેના સાહિત્યના વાંચનથી ઊપજતી લક્ષ્ય જાગૃતિ અને અંતરથી તેના શરણે રહેવાની તત્પરતા કેળવવાની જરૂર છે. વળી શ્રી નવકારમાં જે જગતના ઉચ્ચ-પરમોચ્ચ વિશુદ્ધ તત્ત્વોના આદર, બહુમાન, ભકિત, શ્રદ્ધાનું પોષણ છે તેને કૃતજ્ઞતા વિનય, અંતરંગ ગુણાનુરાગ દ્વારા વધુ વ્યવસ્થિત રીતે આપણા માનસમાં આદરપૂર્વક પધરાવવાની જરૂર છે. ૧૯૫ જેમણે આત્મવિકાસ સાધ્યો છે તેમણે પાંચ પરમેષ્ટિઓની શ્રદ્ધા ભકિત સાથે કૃતજ્ઞતાભરી માનસિક વૃત્તિઓમાંથી જન્મતી તેઓની આજ્ઞાના પાલનની અહોભાવ ભરી વૃત્તિથી જ તે મેળવ્યો છે. આજના જડ વિષમ ભૌતિક અંધાધૂંધી ભરેલ યુગમાં જીવનના પરોઢે જ જુવાનીનાં તોફાનો શરૂ થાય તે પૂર્વે જ પૂર્વના વિશિષ્ટ પુણ્યયોગે શ્રી નવકાર મહામંત્ર મળી જાય અને તેના સ્વરૂપની વિચારણા ગમવા લાગે તો પરિણામે તમો જીવનને આબાદ રીતે ભૌતિક વિષમ વાસનાની ભૂતાવળની પકકડમાંથી બચાવવાના શુભપંથે વળી શકો. આ બધો દેવ-ગુરુની કૃપાનો પ્રતાપ છે. તમારામાં વ્યવહારની જવાબદારીઓ ઉકેલવાની તમન્ના પાછળ જો શ્રી નવકારના શરણાગતિભાવથી અંતરંગ વિવેક બુદ્ધિનો પ્રકાશ ભળી જાય તો ખૂબ જ ઝડપી તમારામાં એવી શકિત પાંગરે કે વ્યાવહારિક વિષમતાઓ આપોઆપ ટળી જાય. ટૂંકમાં તમારામાં નિષ્ઠા છે, શ્રદ્ધા છે, ભકિત છે. શરણાગતિ ભાવ જરા ખૂટે છે તેનો ઉમેરો થઈ જાય તો ઝડપી આત્મશક્તિઓ તમને યોગ્ય રસ્તે પ્રગતિ કરતી અનુભવાય. Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા STT ૯૮ ૨૧--૮૪ વિચારોની દુનિયામાં વિચરવું સહેલું છે પણ આચારના ચોકઠામાં વૃત્તિઓને ટકાવવી ઘણું કઠણ કામ છે પણ શ્રી નવકારના શ્રી આરાધકને નવકારના ૭મા પદના “નવ્વપાવપ્પણ” ભાવાર્થમાં સમાયેલ કોલ – કે સર્વ પાપો = આત્મવિકાસને અવરોધક અંતરાયોને હઠાવવાનો – હૈયામાં ખૂબ શ્રદ્ધાથી ટકાવી રાખવો જોઈએ. પંચ પરમેષ્ઠીઓ હકીકતમાં આપણા પર કેટલો અનહદ ઉપકાર કરી ગયા છે અને અત્યારે પણ કરી રહ્યા છે તે વિવેકબુદ્ધિથી સમજવાની જરૂર છે. અરિહંતોએ શાસન સ્થાપ્યું. મોક્ષમાર્ગનો ઉપદેશ આપી કર્મની જંજાળમાંથી છૂટવાનો ઉપાય દર્શાવ્યો. સિદ્ધ ભગવંતોએ જિનશાસનને સફળપણે આરાધવાના પરિણામે આત્મશુદ્ધિનો મહા આદર્શ – પરમ સત્ય શાશ્વત સિદ્ધપદ પ્રાપ્ત કરવાનો આદર્શ પ્રેકટિકલરૂપે આપણી સામે રજૂ કર્યો છે. આચાર્ય ભગવંતોએ શ્રી તીર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં બાળજીવોને માર્ગસ્થ રાખવા સ્વયં પંચાચારનું પાલન કરી પંચાચારની મર્યાદાઓના રહસ્યને પ્રેકિટકલ આચાર પદ્ધતિ સહિત દેશના પદ્ધતિ દ્વારા જગત સામે રજૂ કરી પ્રભુ શાસનની સર્વ હિત-કારિતાનો પરિચય પ્રાણીમાત્રને મળે તે રીતે મહા-ઉપકારનું કામ આદર્યું છે. ઉપાધ્યાય ભગવંતોએ અજ્ઞાનના અંધકારમાં મોહમૂઢ બનેલ સંસારી પ્રાણીઓને હિતકારી કલ્યાણનો માર્ગ પ્રભુ – આગમન પઠન – પાઠન દ્વારા બતાવી અજ્ઞાન નિદ્રામાંથી જાગૃત કરી પ્રભુ શાસનના રાહે ચઢાવવાનું મહા હિતકર કાર્ય કરે છે. પૂ. સાધુ ભગવંતોએ આત્મશુદ્ધિના રાજમાર્ગ પર સ્વયં ચાલી આત્મશુદ્ધિના અવરોધરૂપ કષાયો-વાસનાઓ-અસતુ પ્રવૃત્તિઓના આવેગ – કે જે અશુભ કર્મ = મોહનીયના ઉદયથી પ્રેરિત થયેલ સંસ્કારોથી ઊપજે છે, તે સંસ્કારોને સંયમ – વિવેક અને સદાચારના ત્રિવિધ દબાણથી કાબૂમાં રાખી આત્મશુદ્ધિનો રાજપથ ભવ્યાત્માઓ માટે સરળ રીતે ઉપસ્થિત કર્યો છે. આ રીતે આપણા જીવનમાં કર્મના ડોળાણથી થયેલ માનસિક, વાચિક અને કાયિક મલિનતાની વ્યાપક અસરોમાંથી મુકત થવા પંચપરમેષ્ઠીઓ ખૂબ જ અસાધારણ સહયોગ આપી રહ્યા છે. સવાલ છે માત્ર, આપણી તેઓ પ્રતિ નિષ્ઠા = શરણાગતિનો! તે વિના પ્લગનું જોડાણ ન થાય અને પ્લગ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા ૧૯૭ જોડાયા વિના જનરેટરની વિરાટ શક્તિનો અનુભવ નાનકડા વીજળીના બલ્બકે સીલીંગ ફેનમાં થાય શી રીતે? આપણે સિદ્ધ ભગવંત જેવા વિરાટ અનંત શકિતના સ્વામી છતાં ઘણા વખતથી આપણું વાયરીંગ બગડી ગયું, મીસયુઝ થઈ પાવરલેસ થયું, તેના રિપેરીંગ માટે સ્વાધ્યાય, સાત્વિક જીવન, નિર્મળ ચર્યા આદિ અનુષ્ઠાન કરવાની ખૂબ જરૂર છે. તે બધા સાથે પંચપરમેષ્ઠીઓની આજ્ઞા = આપણા જીવનને વિકારો - વિલાસી જીવનની દિશામાંથી પાછું ફેરવી શુદ્ધિના લક્ષ્ય તરફ વાળવું છે એ રીતે – અંતરથી સ્વીકાર કરી તદનુરૂપ યથાયોગ્ય પ્રવૃત્તિ કરી પ્લગના જોડાણની ખાસ આવશ્યકતા છે. - તમારામાં વાયરીંગ સુધરવા માંડ્યું છે, પ્લગ પણ જોડાય છે પણ લોડ-સંસારની મોહમાયાનો વધવાથી અવળા ખેંચાણથી નીકળી જાય છે. પુણ્યવાનો! જરા સાવધ થઈ બીજા નવ જુવાનોને જે આદર્શ રાજમાર્ગ જડ્યો નથી કે સમજાયો પણ નથી તે માર્ગની કેડીઓ પર તમે ચઢી ગયા. હવે રાજમાર્ગ તમારા હાથવેંતમાં છે. જરા જાગૃતિ, નિષ્ઠા અને અંતરના ઉલ્લાસનો સુમેળ થઈ જાય તો અંતરના બધાં વિકૃત તત્ત્વો ખંખેરી તમે આજના કાળે મહા-પુરુષાર્થ કરી જગતને ભવ્ય આદર્શ પૂરો પાડી શકો એવી સુંદર તકની નજીક છો. પ્રમાદ, આળસ, ઉપેક્ષા સંસારી પ્રવૃત્તિઓનું ખેંચાણ આ બધાને જરા હળવા કરી નિયત સમયે જાપ – સ્વાધ્યાય અને ઉદાત્ત માર્ગ તરફ લક્ષ્યવાળા બનો તો સફળતા વરમાળા લઈને તમારી સામે ઊભી જ છે, એ ચોકકસ છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા STT ૯૯ જૈન આગમમંદિર, પાલીતાણા ૨૭-૭-૮૪ વિ પરમારાધ્ય થી નમસ્કાર મહામંત્રનું આરાધન એટલે મોહ-માયા અને મિથ્યાત્વના સંસ્કારોથી દોરવાઈને પુગલ-રાગની દિશામાં વાળેલ આત્મશક્તિને પોતાના કેંદ્ર તરફ વાળવાનો સત પ્રયત્ન! આપણે અનાદિ કાળથી ભૌતિકવાદના રવાડે ચઢી આપણી અંતરની અને બાહ્ય શક્તિઓને કેંદ્રગામી બનાવવાના બદલે પુદ્ગલના આકર્ષણથી આપણા ચૈતન્યમય સ્વરૂપથી વિરુદ્ધ દિશામાં જડભાવ તરફ વહેવડાવવાની અક્ષમ્ય ભૂલ કરતા આવ્યા છીએ. શ્રી નવકાર આપણને પંચપરમેષ્ઠીઓનું આદર્શ વિશુદ્ધ સ્વરૂપ અને તેમના પ્રતિ આંતરિક ઝુકાવરૂપ – ભાવ નમસ્કારની જીવન વ્યાપી અસરનું ભાન કરાવે છે. આ ભાન થતાં જ આપણી વૃત્તિઓની ગુલામીમાંથી જન્મતા બહિર્ભાવના ચોકઠામાં ગોંધાઈ રહેલ આત્મશકિતને વિકસિત કરવાની ભૂમિકાનું મહત્વ સમજાય છે. આના પરિણામે તીવ્ર - વાસના અને ઉગ્ર - કષાયની ભૂમિકાએ પણ આપણે આપણી જાતને કર્તવ્ય – નિષ્ઠ બનવા તરફના વલણને અપનાવી શકીએ છીએ. સરવાળે વિકારી - વાસનાઓના પાયા હચમચી ઊઠે છે. એટલે અંતરના શ્રી નવકારના ગુંજનમાંથી ઊપજતી વિરાટ – શકિતનો ઉદ્ગમ પણ અનુભવાય છે. નાની વયથી જુવાનીના તોફાની વાવંટોળની ભૂમિકાએ શ્રી નવકારની બ્રેક લાગી હોવાનો અનુભવ કરી શકાય પણ શ્રી નવકારના સાહિત્યનું વાંચન અને સાત્વિક આહારચર્યાની થોડી ખામી અંતરથી આ ભૂમિકાની પ્રતીતિ થવા દેતી નથી. પણ દેવગુરુકૃપાએ તમારામાં થઈ રહેલ ફેરફારો મારી જાણ બહાર નથી. શ્રી નવકારના T.V. મારફત તમારા પંથે લીલી, લાલ, પીળી, ગુલાબી અને સફેદ જ્યોતથી તમારા અંતરંગ જીવનને યથાર્થ રીતે પારખી શકું છું. તમારામાં ઓછો-વધતો સમર્પણભાવ છે એટલે લાઈટો જલદી થાય છે પણ હાલમાં તમે એવી ભૂમિકાએ છો કે તમે જરા વધુ વ્યવસ્થિત પુરુષાર્થ જાપ અને સાત્વિક ચર્યા અંગે કરો તો આંતરિક જીવનમાં દિવ્ય આનંદનો ચમકારો થયા વિના ન રહે. પુણ્યવાનો! વ્યાવહારિક પુરુષાર્થની અટવામણીમાં દિવ્ય આનંદની તકને જતી ન કરો એવી Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા મારી પાકી ભલામણ છે. આ સાથે વિલાસી વાતાવરણ, સેકસ્યુલ સાહિત્ય કે વાતાવરણ, ભાઈબંધો સાથે મુકતવિહાર, અભક્ષ્ય ભોજન સિનેમા આદિના ત્યાગની પણ ખાસ જરૂરી છે. દવાની સાથે ચરી પાળવી ખાસ જરૂરી, તેનાથી દવાની ધારી અસર થાય. કયારેક રસાયણ જેવી દવાથી થતા નુકસાનથી પણ બચાવ થાય. શ્રી નવકારની આરાધના વિશિષ્ટ રીતે આત્મશુદ્ધિની રામબાણ દવા છે તમે બધા વિવેકી પુણ્યવાન આત્મા છો. વધુ શું લખું ? શ્રાવકકુળના બાપાના સંસ્કારોની જાળવણી થયેલી છે. તેમાં પરમ ઉચ્ચકોટીનો શ્રી નવકાર પૂર્વના પુણ્યયોગે મળી ગયો. તમારા સૌભાગ્યની અવધિ નથી પણ તે સૌભાગ્યને વ્યવસ્થિત રીતે જીવનશુદ્ધિના ઉદાત્ત સક્રિય વર્તનો - આચારોથી સફળ બનાવવાની જરૂર છે. આ માટે તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વીતરાગ પ્રભુની પૂજામાં વ્યવસ્થિત શાસ્ત્રીય વિધિ મર્યાદાના પાલનનો ખાસ આગ્રહ રાખશો. રોજ ૧ સામાયિક જરૂર થાય તેમ કરશો. મહિનામાં બે પ્રતિક્રમણ બને તો દર ચૌદશ અગર બીજા બે દિવસ. રોજ ઓછામાં ઓછું નવકારશી અને રાત્રે તિવિહાર. બહારનું ખાનપાન બંધ, શ્રી નવકાર અંગેનું સાહિત્ય ના કલાક પણ વાંચવું. આ બધાં કાર્યો એક યા બીજી રીતે તમારામાં આત્મશુદ્ધિનું બળ પૂરશે. તમારી વિધિવત્ મંત્ર દીક્ષા થયેલ છે. આ કાળમાં મંત્રદીક્ષાને આપણા સંઘમાં લગભગ સમજતા નથી. તેમાં તમોને વ્યવસ્થિત વિધિપૂર્વકની મંત્રદીક્ષા મળી છે એ તમારું મહાસૌભાગ્ય છે. તમે તો પુણ્યશાળી કે સંસારની મોહમાયાના વાતાવરણમાં પણ શ્રી નવકારની ઉપાસના, શરણાગતિભાવ આદિ તત્ત્વોને ટકાવી શકયા છો, છતાં મળેલી સુંદર તકનો લાભ લેવા માટે થોડાક પુરુષાર્થની જરૂર છે. તે માટે સાવધાન થાઓ તો વધુ ઉત્તમ. ૧૯૯ פד. ૧૦૦ R જૈન આગમમંદિર, પાલીતાણા ૨૦-૮-૮૪ સંસારમાં જેની કિંમત વધુ તે ચીજનું પ્રમાણ બહુ થોડું હોય, આ રીતે આપણને જીવનશુદ્ધિનું તત્ત્વ બહુ ઓછી જગ્યાએથી મળે છે, તેની તક પણ આપણને ઓછી મળે છે તે એમ સૂચવે છે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જીવનશુદ્ધિ ખરેખર અણમોલ છે! આવી અણમોલ જીવનશુદ્ધિ શ્રી નવકાર મહામંત્રના પ્રતાપે તેવા વિશિષ્ટ સંયોગો દ્વારા મેળવવાની તકવાળા પીરિયડમાંથી તમો પસાર થઈ રહ્યા છો તે ખરેખર તમારા સૌભાગ્યની વાત છે. તમારે તમારા વિચારોમાં આ વાતની સમજણપૂર્વક એવી છાપ ઊભી કરવી જોઇએ કે જેથી આ તક મળી છતાં જેટલો જોઈએ તેટલો વિકાસ હજુ થઈ શકયો નથી. તેના પાયામાં જે ખૂટતાં તત્ત્વો છે તેનું તમને સ્પષ્ટ ભાન થાય, નિરાશા કે હતાશાનું વાતાવરણ ન કેળવાય, પણ સૂક્ષ્મ રીતે વિચારોનાં આંદોલનો ઊપજે, જેની ખબર તમારા અજાગ્રત મનમાં ઘેરી પડી રહે અને સમય આવ્યે જાગ્રત મનની ભૂમિકા પર તેની અમિટ છાપ ઊપસે કે જેથી સમજણપૂર્વક પુરુષાર્થની ભૂમિકા કેળવવા તમો સમર્થ થઈ શકો, તેવી ભૂમિકાના ઘડતરની હાલના તબકકે ખાસ જરૂર છે. આ માટે તમારે નિખાલસપણે નિયત સમયે જાપ, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, આહાર વિહારની સાત્ત્વિકતા અને નિયમિત શ્રી નવકારના સાહિત્યના વાંચનની ખાસ જરૂર છે. તમો આ માટે જરા લક્ષ્ય રાખી પ્રયત્નશીલ બનો એ ખાસ જરૂરી છે. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા બીજો માર્ગ છે એકલા વર્ણયોગની સાધનાનો, જેટલા બને તેટલા વધુ નિયત સંખ્યા, સ્થાન, સમયની મર્યાદા જાળવી વધુમાં વધુ શ્રી નવકારનો જાપ તમે વર્ણયોગની મર્યાદા પ્રમાણે કરો તો પણ ઝડપી આંતરિક વિકાસ થઈ શકે. આ માર્ગ દેવગુરુકૃપાએ મને મળ્યો છે. હું તે રસ્તેથી પસાર થઈ આજે અમુક ભૂમિકાએ આવ્યો છું, પણ તમે સંસારી જીવ છો - મારી અને તમારી ભૂમિકામાં ફરક છે. તમારી આસપાસ સંસારી મોહજાળના લફરાં અને વ્યાવહારિક જવાબદારી ઘણી, તેથી તમો એકલા વર્ણયોગની સાધનાના માર્ગે જઈ ન શકો. પણ વર્ણયોગને કેંદ્રમાં રાખી તેના સહયોગી તરીકે * સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, * સાત્ત્વિક આહાર ચર્ચા, * પવિત્ર વાતાવરણ, (ભાઈબંધોના વ્યવહાર પર કાબૂ) * શ્રી નવકારનું સાહિત્ય વાંચવું. - આ ૪ બાબતો વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય તો તમારી વિશિષ્ટ ભૂમિકા કેળવાઈ જાય કે જેના માટે બીજા સાધકોને હજુ ઘણા પ્રયત્નની જરૂર પડે. તમે પુણ્યશાળી છો કે તમોને ઊગતી ઊછરતી જુવાનીના દ્વાર ખૂલે તે પહેલાં શ્રી નવકાર અને જિનશાસનના મર્મ સમજી શકાય તેવા સંયોગો મળ્યા. હવે માત્ર થોડીક સાવધાનીની જરૂર છે. તમારી આસપાસ મોહાળ પથરાઈ રહી છે તેમાંથી સાવધાનીપૂર્વક રસ્તો કાઢી આજ સુધી મેળવેલી આરાધનાની પાયાની શકિતઓ ગૂંચવાઈ ન જાય એ રીતે માર્ગ કાઢી આરાધનાના આગળના સ્ટેજ પર વધવા – જવા ઉત્સાહભેર તૈયાર રહેવાનું છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આરાધક પુણ્યવાન કદી પણ આરાધનાના પંથે આવ્યા પછી, દેવગુરુની કૃપાનો પાત્ર બન્યા પછી અંતરમાં ઉત્સાહ, ઉલ્લાસની ભરતી અનુભવ્યા વિના ન રહે. માટે તમો વધુ સાવચેત બનો. D ૧૦૧ 延 જૈન આગમ મંદિર, પાલીતાણા ૩૦-૮-૮૪ તમો પર્વાધિરાજની આરાધના શાશ્વત પ્રાય: તરણતારણહાર શ્રી સિદ્ધાચલ મહાતીર્થમાં કરવા સૌભાગ્યશાળી થયા તે બદલ તમારે ગૌરવ લેવા જેવું છે. વિશિષ્ટ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ એ પાંચ નિમિત્તથી આત્માના અધ્યવસાયો વિશિષ્ટ રીતે કેળવાય છે. તમો શ્રી નવકારના આરાધક એટલે જીવન શુદ્ધિના ચાહક - તેથી મહાબળેશ્વર – માથેરાન સીમલા – આબૂ – સાપુતારા કે કાશ્મીરની સહેલ કર્યા પછી વિશિષ્ટ તાઝગી અનુભવાય છે એમ સિદ્ધગિરિ જેવા પરમપાવન તીર્થની નિશ્રાએ સદ્ગુરુનાં ચરણોમાં બેસી આત્મનિરીક્ષણના સફળ પ્રયોગરૂપ આ વખતના પર્વાધિરાજની આરાધના પૌષધથી કરી તેનો કંઈક રસારવાદ મેળવ્યો હશે. ૨૦૧ મને લાગે છે કે, તમો થોડા અંતરમાં ઊંડા ઊતરી આત્મનિરીક્ષણનો સફળ પ્રયોગ કે જે બહુ ઓછો આચરાયો છે કર્યો હોત તો અનેરી મઝા આવત. તેના માધ્યમથી અંતરની સાહજિક આનંદધારામાં એકાદ ડૂબકી મારવાની તક મળી હોત. તેના પ્રતાપે છેલ્લા ત્રણ ચાર દિવસથી પાછા જવાની ઉતાવળ બસના રિઝર્વેશનની ભાંજગડ આદિ જે મેં જોઈ - તે જોવા ન મળત. એરકંડીશન રૂમમાં બેઠા પછી માણસ બહારની પ્રચંડ ગરમીવાળા ધોમધગતા વૈશાખી વાયરાની પરિસ્થિતિમાં જવાની જેમ ઉતાવળ ન કરે તેમ તમો પુણ્યવાન ખરા! મારી સૂચનાના આધારે સંસારનાં મહત્ત્વનાં કાર્યો - સર્વિસની મુશ્કેલી તેમજ વ્યાવહારિક હાડમારી છતાં અહીં ચઢતે રંગે આવ્યા પણ થોડી મારી ખામી કે હું તમને બધાને અંતરની આનંદધારાની પ્રતીતિ ન કરાવી શકયો. જવાબદારી મારી હતી. - Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા હૉસ્પિટલમાં ઈન્ડોર પેશંટ તરીકે દાખલ થયા પછી બધી જવાબદારી હોમ સુપ્રિટેન્ડેન્ટ ડૉકટરની હોય છે, દેખરેખ – જવાબદારી. ૨૦૨ તેમ અહીં મારે થોડીક તમને આધ્યાત્મિક ટ્રીટમેંટ આપવાની. તેમાં દરકાર ઓછી રાખી તે બદલ હકીકતમાં હું શરમિંદો છું. તે અંગે સંવત્સરી પ્રતિક્રમણમાં આ મારી જવાબદારી અદા ન કરી શકવા બદલ થોડી વેદના થઈ પણ સમયાભાવે વ્યકત ન કરી શકયો. તેથી પત્રથી ખાસ કરીને મારા તમારા આધ્યાત્મિક સંબંધો સંકળાયા છે, છતાં હું મારી જવાબદારી ન અદા કરી શકવા બદલ હાર્દિક નિખાલસતાથી અંતરની સરળતા સાથે ક્ષમા માંગું છું. તમે જરૂરથી મારી બિનજવાબદારીને ક્ષમ્ય ગણશો, હવે પછી તમોને યોગ્ય પ્રેરણા આપવાની તત્પરતા દાખવવા તૈયાર રહેવા જરૂર ધ્યાનમાં લઈશ. બીજું થ્રી નવકાર મહામંત્રથી જીવન શુદ્ધિ વિનય-વિવેકના માધ્યમથી થાય, બાહ્ય જીવનમાં વિનય ગુણ બરાબર વિકાસ પામ્યો છે. સાથે વિવેકમાં ઔપચારિકતા કરતાં વાસ્તવિક ભૂમિકાના વિવેકની જરા કસર છે, કારણ કે શરણાગતિ – સમર્પણભાવ શ્રી નવકાર કે પંચ પરમેષ્ઠીઓ પ્રતિ કેળવવામાં જરા ખામી રહે છે તેથી વિવેક વાસ્તવિક ભૂમિકાનો પ્રગટ થાય છે પણ લાંબો ટકતો નથી. વ્યવહાર સંસાર ઘર – સર્વિસ આદિની પ્રવૃત્તિઓમાં પ્રધાનતા, મોહના સંસ્કારો વધવા ન પામે તે તરફ લક્ષ્યની જાગૃતિ હૈયાની તત્પરતા સાથે કેળવાતો વિવેક કયારેક સંસાર પક્ષે ગૌણ થવા પામે છે. - - આવું ન થાય તે ઇષ્ટ છે. આ માટે - નિયત સમય, નિયત સ્થાન, નિયત સંખ્યાનો જાપ, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા અને શ્રી નવકારના સાહિત્યનું વાંચન આ ત્રિપુટીની ખાસ જરૂર છે. તમારામાં આ ત્રણે બાબત ઓછેવત્તે અંશે છે ખરી. પણ ફેસેલીટીને કયારેક વધુ મહત્વ અપાય છે તેથી જાપની શકિત અંતરમાં ક્રિએટ થવાના બદલે તેના વાયબ્રેશનો વિખરાઈ જવા પામે છે. માટે આ અંગે ખૂબ જ સાવચેતી કેળવવી જરૂરી છે. આ વખતનો પત્ર આવો કેમ લખાયો? તેનું મને પણ આશ્ચર્ય છે, છતાં તમો આરાધનાના પંથે જરા ઊંડું ચિંતન કરશો અને વ્યવસ્થિતતા કેળવશો. Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા סל ૧૦૨ 延 જૈન આગમમંદિર, પાલીતાણા ૧૫-૯-૮૪ વિ બાહ્ય વ્યવહાર અને આરાધના બંને વચ્ચે વિચારોનું અંતર વધવા ન પામે તે ખાસ ઇચ્છવા જોગ છે. વિચારોમાં બાહ્ય વ્યવહાર મુખ્ય થઈ જાય અને સાધના ગૌણ કે ફોર્મ્યુલીટી પૂરી કરવા રૂપે થતી જાય તો તે વિચારો સાધનાના ભાવિક્ષેત્રમાં મોટી ખાઈ-રૂપ બની જાય છે. ૨૦૩ બાહ્ય વ્યવહારો, પ્રામાણિક ફરજ, પુરુષાર્થને અદા કરવારૂપે આરાધકને પ્રવર્તવું પડે પણ હૈયું આરાધનાના પંથે જવા ઉત્સુક રહે, હૈયામાંથી આરાધનાની ઉપાદેયતા ન વીસરાય તે ખાસ જરૂરી છે. કાયાથી, વચનથી, સંસારનાં કામોમાં આપણે પ્રવર્તીએ પણ મનમાં પંચિંગ રહે કે આ પુણ્યની ખામી છે કે સંસારના પદાર્થો માટે પુરુષાર્થ કરવો પડે છે. ખરી રીતે પુરુષાર્થ આપણા જીવનની પરમ શુદ્ધિ માટે આડે રહેલ વાસના વિકારી તત્ત્વોને હઠાવવા કરવાની જરૂર છે. આવી વિચારધારા શ્રી નવકારના આરાધકના હૈયામાં ગુંજતી રહે. આ ભૂમિકાએ આરાધકે સર્વાધિક પ્રયત્ન કરીને ચાલવાની ખાસ જરૂર છે. નહીં તો કાંત્યું - પીંજ્યું કપાસ થતાં વાર શી લાગે ? આરાધના દ્વારા મેળવેલ વિવેક, સદ્વિચાર કે શુભ નિષ્ઠાનું બળ સંસારની પ્રવૃત્તિઓમાં અનાદિના સંસ્કારો રોકવાનું લક્ષ્ય આપણી આરાધનામાં કેળવાયું ન હોય તો તે સંસ્કારો આરાધનાના બળને, શુભ નિષ્ઠા – સદ્વિચારોની ભૂમિકાને નષ્ટ કરી નાંખે. આ રીતે તો જીવન ઊંચે આવે શી રીતે ? પાંચની કમાણી માંડ થાય ત્યાં આપણી બેદરકારીથી ૧૦ના નુકસાનમાં ઊતરી જઈએ તો પરિણામે ઉન્નતિનો પંથ હાથમાં આવ્યો શા ખપનો ? તમોને ૨૦૩૦ની સાલથી પરમપુનિત શ્રી નવકારનો સંપર્ક થયો ૨૦૩૩માં તમે ટોપ લેવલમાં હતા, પછી ૨૦૩૫-૩૬-૩૭ ડાઉન લેવલમાં ૨૦૩૮માં ફરી પાછા ચઢ્યા, ફરી ૨૦૩૯માં ડાઉનમાં આવ્યા. સાધનાક્ષેત્રે ચઢાણ ઉતરાણ આવે જ ! સીધો સાધનાનો પંથ હોય જ નહીં. સાર એટલો કે ચઢાણના પ્રમાણમાં ઉતરાણ ઓછું હોવું ઘટે, તે ઓછું રહે તે બદલ સાવચેતી કેળવવાની. બાહ્ય વ્યવહારો, સંસારની જવાબદારીઓ તમોને કયારેક ગૂંચવે છે, જેના પરિણામે હજી તમો સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજામાં વધ્યા નથી, તેમ જ રાત્રિ ભોજન ત્યાગ અને ભાઈબંધોના કે બાહ્ય વાતાવરણના સંપર્કથી હજી તમે જોઈએ તેટલા પાછા વળ્યા નથી. પરિણામે ૨૦૪૦ની સાલમાં પરિણામ – રિઝલ્ટ મારી દષ્ટિએ ૦ તરફ ડાઉન વધુ લાગે છે અપેક્ષાએ મને સંતોષ છે, પણ શકિતના ધિરાણના પ્રમાણમાં વ્યાજ પણ પૂરું મેળવી શકયો નથી. Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા તમારે થોડીક સમજશકિતને વિકસાવી હજાર હાથના ધણી શ્રી નવકારને નિખાલસપણે સરંડર = શરણાગત થવાની ખાસ જરૂર છે. ૨૦૪ ત્વમેવ સર્વ મમ દેવ દેવ । ત્વમેવ વર્ષે શરણં પ્રપદ્યે નો ભાવ હૈયામાં ગુંજતો કરવાની ખાસ જરૂર છે. તમો વર્ણયોગ – અક્ષરોને સામે રાખી સામાયિકમાં નિયત સમયે નિયત સ્થાને જરૂર શ્રી નવકારના શરણે જાઓ. ફકત ૧૦ મિનિટ, ત્રીજા અઠવાડિએ ચમત્કારિક અનુભવ થશે. માનસિક અનુપમ શાંતિ અનુભવાશે, જીવનમાં કંઈક મેળવ્યાનો અનુભવ થશે. સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા ખાસ આવશ્યક અંગ છે, તે પણ ન ભૂલશો. ૧૦૩ STUF જૈન આગમમંદિર, પાલીતાણા ૨૨-૯-૮૪ વિ જણાવવાનું કે આરાધનાના પંથે મનની ચંચલતા મોટું વિઘ્ન છે પણ લક્ષ્યની અસ્થિરતા ન થવી જોઈએ. મનની ચંચલતા તો જાપથી સહજ રીતે કાબૂમાં આવી શકે છે પણ લક્ષ્યની અસ્થિરતા તો આપણી આરાધનાને ડહોળી નાંખે છે. R – તેથી તમો સહુ આરાધનાનું લક્ષ્ય જીવન શુદ્ધિ - મન-વચન-કાયાની સરળતા અને મોહના વિનાશ દ્વારા જીવનમાં શાશ્વત સુખ-શાંતિની સ્થાપનાનું મગજમાં-હૈયામાં ગોઠવી રાખશો. જીવનનો અર્થ જ આપણી શકિતઓને લક્ષ્યગામી બનાવવાના પ્રયત્નમાં સમાયેલ છે. જીવનશકિતઓ અત્યારે આપણને અધોગામી પ્રવાહો તરફ ખેંચી જાય છે. માન, લાલસા, વાસના, મમતા, આસકિત, શરીરનું મમત્વ આદિ અધોગામિક પ્રવાહો છે. આપણી જીવનશકિતઓ અનાદિકાળના અશુભ સંસ્કારોને પરવશ બની આ પ્રવાહો તરફ ઢળી જાય છે તેને વિશિષ્ટ લક્ષ્યની જાગૃતિના બળે ઊર્ધ્વમુખી બનાવવાનો પ્રયત્ન શ્રી નવકારના જાપના માધ્યમથી Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વત્રિકા ૨૦૫ કરવાનો છે. આનાથી તમારી જીવનશકિતઓ વધુ વ્યવસ્થિત બની જશે જેથી તમો અત્યારે સંસારી ત્રિભેટે આવી પહોંચ્યા છો - કે જ્યાંથી આધ્યાત્મિક - આંતરિક - વ્યાવહારિક માર્ગના સમન્વયવાળા ઉકેલની ખાસ જરૂર છે. નહીં તો વ્યાવહારિક રસ્તે ચઢી ગયા તો એવા અટપટા પ્રસંગોમાં ગૂંથાઈ જશો કે પરિણામે આધ્યાત્મિક આંતરિક માર્ગની પિછાણ પણ કદાચ ન રહે. તેથી તમોએ હાલમાં વર્ષ-બે વર્ષ ખૂબ સાવચેતીથી અત્યાર સુધી જે આજ્ઞાના બંધારણ પર ચાલતા આવ્યા છો તે બંધારણને જાળવવાની ખાસ જરૂર છે. - તમારા ત્રણેમાં વ્યકિતગત વિકાસની દૃષ્ટિએ જરા જુદી વાત છે તે સહુના આંતરિક વિકાસ પ્રમાણે શ્રી નવકાર મારા માધ્યમથી કે જાપના માધ્યમથી થતી સબુદ્ધિ કે વિચારણા દ્વારા તમોને જાણવા મળશે, પણ વિશિષ્ટ જીવન ધોરણ જાળવવા માટે હજી તમારે ખૂબ જ સાવધાનપણે શ્રી નવકારના વયોગની સાધના જાપની સ્થાન - સમય - સંખ્યાની નિયતતા સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, શ્રુત સામાયિક, અભક્ષ્ય – રાત્રિ ભોજન આદિનો ત્યાગ અને વિષમ વાતાવરણની પરહેજી આ બધું જાળવવાની ખાસ જરૂર છે. વિચારોમાં પડેલા પૂર્વજન્મના સૂક્ષ્મ વિકાર બીજે તમારી આ ઉમરે બાહ્ય સંસારી વાતાવરણ કે તે તે પદાર્થોના નિમિત્તોને પામી વિકસિત થવા પ્રયત્ન કરતા હોય છે ત્યારે વિવેકી આરાધકે ખૂબ ગંભીર સાવચેત બની અંતરની જાગૃતિ કેળવી શ્રી નવકારને વધુ સમર્પિત બની આજ્ઞાન ધોરણને જાળવીને મન-વચન-કાયાના પ્રયત્નને તાલબદ્ધ કરવો જોઈએ. તમારામાં વિનય, આજ્ઞા-ગ્રાહિત્ય અને સરળતા આ ત્રણ ગુણો આરાધનાના પ્રાથમિક તબકકાના વિકાસ પામ્યા છે તે ખુશી થવા જેવું છે. - હવે તે પાયા પર ચણતર બે વર્ષની સાવચેતી રાખી કરવાનું છે કે જેથી શ્રી નવકાર જીવનના દરેક તબકકામાં એક સાચી રીતે આંતરિક જીવનશકિતઓને વ્યવસ્થિત રીતે આધ્યાત્મિક દિશામાં લઈ જઈ આંતરિક શુદ્ધિના લક્ષ્ય તરફ લઈ જાય. માટે બે વર્ષ ખૂબ સાવચેત રહેશો. Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૧૦૪ વિક જણાવવાનું કે શ્રી નવકારમાં અનંત શક્તિઓ છે, શ્રી નવકાર શકિતઓનો ભંડાર છે, આદિ વાકયો સ્થૂળ વ્યવહારનયની અપેક્ષાએ છે. તે બાળજીવોને પ્રાથમિક કક્ષામાં શ્રદ્ધા ઊપજાવી આરાધના માર્ગે આગળ વધવા માટે સાપેક્ષ રીતે ઉપયોગી છે. પણ હકીકતમાં શ્રી નવકારથી આપણા આત્મામાં સત્તાગતે રહેલ સઘળી વિશિષ્ટ શક્તિઓ પ્રાદુર્ભાવ પામે છે. એટલે શ્રી નવકારના જપથી આપણા આત્મગુણોને આવરી રહેલ મોહનીય આદિ કર્મોના આવરણ ક્ષીણ થાય છે. પરિણામે અંદરની શક્તિઓ પ્રગટ થાય છે. એટલે હકીકતમાં શ્રી નવકાર એ શુદ્ધ સાધન છે કર્મનિર્જરાનું. તેથી તે આપણી આત્મશક્તિઓના વિકાસ માટે પુષ્ટ આલંબન બને છે. આ વાત સૂક્ષ્મ પારમાર્થિક નિશ્ચય નયની ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. નહીં તો શ્રી નવકારમાં ઘણી શકિતઓ છે એટલે આપણે આરાધના કરીશું એટલે મળી જશે એમ કરી યાચકવૃત્તિ – માંગણખોરીની ખોટી ટેવ વિકસવા પામે. પણ નિશ્ચય નયની વાત મગજમાં રાખવાથી, આપણામાં છૂપી રહેલી અનંતશકિતઓનું ગુરુગમથી યથાર્થ ભાન થવાથી, તેના આવિર્ભાવ માટે યોગ્ય પુરુષાર્થ અને તે માટે પુષ્ટ આલંબનરૂપ શ્રી નવકાર મહામંત્રની ઉપયોગિતા પર સુદઢ વિશ્વાસ જામશે. વળી વ્યવહારનયની વાત કે “શ્રી નવકારમાં અનંત શક્તિઓ છે” એ વાતના મૂળમાં હકીકતે આપણી શક્તિઓને પ્રગટ કરવામાં નિમિત્તરૂપ શ્રી નવકાર હોઈ ઉપચાર વાકયરૂપે એમ કહી શકાય કે શ્રી નવકારમાં સઘળી શક્તિઓ છે. આ વાત આ રીતે સ્પષ્ટ ન સમજાઈ હોય તો ચમત્કાર અને મનોવાંચ્છા - કામનાઓ પૂરી કરવાની શકિતઓ શ્રી નવકારમાં છે તેના પર વધુ ઝોક થઈ જાય. સરવાળે આત્માની મૌલિક જ્ઞાન – દર્શન - સ્વરૂપ રમણતા, સ્વરૂપ, સ્થિરતા, અનંત અવ્યાબાધ સુખ, અરૂપીપણું, અનંતીવીર્ય, આદિ સાહજિક મૌલિક ગુણો તરફ આપણું લક્ષ્ય ન જાય – તે ગૌણ પણ થઈ જાય. તેથી નિશ્ચયનયને દષ્ટિગત રાખવાની ખાસ જરૂર છે. શરૂઆતમાં બાળજીવોને લક્ષ્યાભિમુખ કરવા માટે વ્યવહાર નયથી સર્વશક્તિઓ શ્રી નવકારમાં છે એ વાત પ્રાથમિક રીતે ધ્યાન પર લેવાય, પણ યોગ્ય જ્ઞાની ગુરુએ ધીમે ધીમે નિશ્ચયનયવાળી વાતને મગજમાં સ્થિર કરવાની જરૂર છે. વિવેકબુદ્ધિનો ઉપયોગ ન કરાય તો નયવાદની અટપટી ગૂંચોમાં લાભ કયારે ખોવાઈ જાય એ કહેવાય નહીં. ખરેખર તો – નિશ્ચયનય એ આંખ સામે રાખવાની ચીજ છે. વ્યવહારનય અમલમાં મૂકવાનો છે. નિશ્ચયનયથી વસ્તુનું પારમાર્થિક સ્વરૂપ સમજાઈ જાય તો તેને પામવા અવાંતર પુરુષાર્થની ક્રમિક કક્ષાઓ વ્યવસ્થિત રીતે પસાર કરી શકાય, નહીં તો પુરુષાર્થની Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૦૭ કક્ષાઓ ક્રમભંગના દોષથી આપણી પ્રવૃત્તિમાં ધ્યેયરૂપ ન રહે તો સરવાળે ગૂંચવાડો ઊભો થાય. તેથી શ્રી નવકારમાં અનંત શકિતઓ છે. એ વ્યવહારનયની વાત અમલમાં મૂકતી વખતે આપણામાં સત્તાગત રહેલી સઘળી શકિતઓના પ્રાદુર્ભાવ માટે શ્રી નવકાર પુષ્ટ આલંબન છે આ વાતને પણ નિશ્ચયનયની ભૂમિકાને સ્પષ્ટ રીતે ધ્યાનમાં રાખી વ્યવહારનયની વાતને અમલમાં મૂકવા પ્રયત્ન કરવો હિતાવહ છે. શ્રી નવકાર આત્માની વિશિષ્ટ – અસાધારણ શકિતઓના વિકાસનું મુખ્ય કારણ છે એ વાત હૈયામાં જમાવ્યા વિના શ્રી નવકારની પ્રભાવકતાથી આકર્ષાઈને કરાતી આરાધના કયારેક યોગ્ય ગુરૂગમના અભાવે ભૌતિકવાદ તરફ આપણને ધકેલી દે છે. તેમજ ઈહલોક – પરલોકની આશંસાના દોષમાંથી છૂટી શકતા નથી. આ વાત ખૂબ ગંભીરપણે ધ્યાન પર લેવા જેવી છે. ૧૦પ જૈન આગમ મંદિર, પાલીતાણા ૨-૧૦-૮૪ વિ જણાવવાનું કે જીવનશક્તિનો પ્રવાહ ઇંદ્રિયો – બુદ્ધિ - મનના માધ્યમે સતત વહી રહ્યો છે પણ ઈદ્રિયો, બુદ્ધિ, મનનો સંબંધ રાગદ્વેષના સંસ્કારો સાથે ગાઢ હોઈ આપણી જીવનશકિતઓ આપણા વિકાસના પંથે વળવાના બદલે અવરોધના માર્ગે સંસ્કારોના માધ્યમથી વળી જાય છે. પરિણામે આપણે જ આપણા અંતરંગ આત્મવિકાસના અવરોધરૂપ બની જઈએ છીએ. આ વિકૃતિને ટાળવા માટે આપણે ઈંદ્રિય-બુદ્ધિ-મનથી પર થઈ વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષોની દોરવણી તળે ચાલવાની ખાસ જરૂર છે. વિશિષ્ટ જ્ઞાનીઓ પરિણામલક્ષી હોય છે તેઓ દૂરદર્શી પ્રશાના આધારે અંતરંગ શક્તિઓને ક્ષણજીવી સંસારી વાસનાઓના વર્તુળસમા સંસ્કારોની દિશામાંથી વિશિષ્ટ રીતે આજ્ઞામૂલક દિશામાં વાળવા પ્રયત્નશીલ હોય છે. આપણે માત્ર તેઓની આજ્ઞાને શિરોધાર્ય કરી નિખાલસ રીતે શરણાગતિ ભાવ કેળવવાની Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા જરૂર છે. આ જગતમાં વિશિષ્ટ જ્ઞાની તરીકે અરિહંતો = જેઓ જગતના પ્રાણીમાત્રના કલ્યાણઅર્થે “સવિ જીવ કરું શાસનરસી’'ની ભાવનાને વશ બની પોતાના મોક્ષને ગૌણ કરીને પણ સર્વ હિતકારી શાસનની સ્થાપના રૂપે તીર્થંકર નામકર્મની નિકાચના ત્રીજા ભવે કરે છે. ત્રીજા ભવેથી જ તેઓ પ્રાણીમાત્રના હિતના સાચા રખેવાળ જેવા બને છે. ૨૦૮ તે પરમ ૨) સિદ્ધો : અરિહંત પરમાત્માની આજ્ઞાનું સર્વાંગ શુદ્ધ સર્વ જીવ મૈત્રી ભાવપૂર્વક વિશુદ્ધ સર્વ વિરતિના ઉદાત્ત પાલન દ્વારા સઘળાં કર્મોનાં બંધનોથી મુકત બની પરમ વિશુદ્ધ પદને જેઓ પામ્યા છે અને સતત આનંદમય સહજ શુદ્ધ ચિદાનંદના પવિત્ર સ્રોત સમા તે સિદ્ધોની આજ્ઞા = પદને પામવાના આદર્શરૂપે ચાલવાની લક્ષ્ય-પ્રેરણા આપનારા. ૩) આચાર્યો : અરિહંતોની ગેરહાજરીમાં ભવ્યજીવોને સર્વ તારક, પરમહિતકારિણી તીર્થંકર પરમાત્માની પંચાચાર પાલનની આજ્ઞાને સક્રિય રીતે જગતની સામે રજૂ કરનારા મહાપુણ્યશાળી મહાપુરુષો. ૪) ઉપાધ્યાયો : પરમહિતકર અનંતઉપકારી શ્રી તીર્થંકર પ્રભુના નિષ્કારણ ભાવ-વાત્સલ્યના પવિત્ર ઝરારૂપ કેવળજ્ઞાનથી મોક્ષ સુધી તીર્થંકર પ્રભુએ સતત રોજ પ્રથમ અને છેલ્લી પોરસીમાં વહેવડાવેલ જ્ઞાનગંગાના અણમોલ વારસા જેવા મહાપવિત્ર, મોહ-મહાવિષ-ઘાતક પરમ પુનિત જીવન શુદ્ધિકર આગમોનો સૂત્રથી વારસો જાળવી યોગ્ય ભવ્યજીવોના હૈયા સોંસરવો ઉતારનાર મહાપુરુષો. ૫) સાધુઓ : પરમ પુનિત જિનશાસનના સર્વજીવોને અભયદાન દેવાના પરમ રહસ્યને યથાવત્ સમજી વિશ્વના સૂક્ષ્મ એકેંદ્રિય એક પણ જીવને ન વિરાધવા રૂપ સર્વ વિરતિનું સર્વાંગ શુદ્ધ પાલન કરી તીર્થંકર પ્રભુની સર્વહિતકારિણી આજ્ઞાને ચરિતાર્થ કરનારા મહાપુરુષો. - આ પાંચ મહાપુરુષો સર્વોત્તમ, લોકોત્તમ અને અનન્યસાધારણ મહાપુરુષો છે. આમની આજ્ઞા પ્રમાણે જીવનશકિતઓને વહેવડાવવી એ એક જીવનનો પરમ લહાવો છે. આ પાંચે મહાપુરુષોની આજ્ઞા એક જ છે કે સિદ્ધ ભગવંતોના જેવી સત્તાગત. અનંતજ્ઞાનાદિ સંપદાને અરિહંત પ્રભુના ભાખેલા આગમોના આધારે ઓળખી અરિહંત પ્રભુએ તે સ્વરૂપને મેળવવા દર્શાવેલ પંચાચાર-પંચ સમિતિ ત્રણ ગુપ્તિના પાલનરૂપ સંયમનું પાલન કરવું એટલે જિનાજ્ઞા (અરિહંત) પ્રમાણે કર્મ નિર્જરાના (સિદ્ધ) ધ્યેયથી પંચાચારની (આચાર્ય) મર્યાદાને શાસ્ત્રીય પદ્ધતિ મુજબ (ઉપાધ્યાય) વિષયની વાસનાઓ સંસ્કારોના આકર્ષણથી પુદ્ગલ તરફ જતી ઇંદ્રિયો, બુદ્ધિ-મનને રોકવારૂપ સંયમ (સાધુ)ની નિષ્ઠા જાળવવી. આ આજ્ઞાને જીવનમાં પરમ તારક આદર્શ, ઉચ્ચ ધ્યેય તરીકે ઓળખવી, સમજવી અને તદનુરૂપ આચરવા પ્રયત્ન કરવો, તેમાં જ આપણું કલ્યાણ છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ૨૦૯ ૧૦૬ જૈન આગમમંદિર, પાલીતાણા ૧૨-૧૦-૮૪ શ્રી નવકારના શરણે આવનારની કોઈ ચિંતા ટળ્યા વગર રહેતી નથી. ચિંતાનું મૂળ કારણ અજ્ઞાન અને પુગલનો તીવ્ર રાગ છે. શ્રી નવકારના સ્મરણથી અંતરમાં વિવેક શકિતનો ઉઘાડ થાય એટલે અજ્ઞાન દશા અને પુદ્ગલનો રાગ બને ઘટવા માંડે. ચિંતા થવાના કારણમાં ઔદયિક ભાવોની ગડમથલ કે જે ઔદયિક ભાવોની વ્યવસ્થા જ્ઞાનીના જ્ઞાનથી નિયત જ હોય છે – આ વાતની બિન જાણકારીમાંથી પ્રગટે છે વળી પુગલરાગની તીવ્રતાએ પુદ્ગલના ખેંચાણથી ચિંતા થાય. પણ શ્રી નવકારના જપથી આત્મતત્ત્વની શુદ્ધિની માત્રા વધતી જાય તેમ પુદ્ગલનું ખેંચાણ ઘટતું જય. એટલે ચિંતાઓનો લય જ થાય! તમે પુણ્યવાનો ચિંતાઓના નાશક શ્રી નવકારના શરણે ચાલવાની ભૂમિકાએ બાળપણની મુવયમાં જ પૂર્વના પુણ્યયોગે આવી શક્યા છો. તે પૂર્ણ સૌભાગ્યની વાત છે. પણ હવે તમે જે ગધ્ધાપચ્ચીશી (૨૫ વર્ષની ઉમર)માંથી નીકળી ઊંટિયા ચાલીશી (૨૬ થી ૬૫ વર્ષમાં પ્રવેશી રહ્યા છો તેમાં જાતજાતના અજ્ઞાન - અવિવેક અને કુસંસ્કારોના જાળામાં પગ ન મુકાઈ જાય અને વિચારોની દોરવણીનો દોર શ્રી નવકાર અને તેની આરાધનાના બળે ઊપજતી સન્મતિ સહજ ફુરણા હસ્તક રહે તે ખાસ જરૂરી છે. પરિસ્થિતિ અને સંજોગોના નામે જે તે દોર મન કે સંસ્કારોના હસ્તક ગયો તો આરાધનાની ભૂમિકા ડોળાઈ જાય તેવી સ્થિતિ કદાચ ઊભી થાય, માટે સમજણપૂર્વક વિચારોને પરિસ્થિતિના ઉકેલના ધોરણે વાળવાના બદલે કર્તવ્યનિષ્ઠાના ધોરણ તરફ તેમજ આપણી લક્ષ્યનિષ્ઠાની વૃત્તિ તરફ વાળવા પ્રયત્ન થાય તે ખાસ જરૂરી છે. આ ઊંટિયા ચાલીશી (૨૬ થી ૬૫)માં બાળપણના સંસ્કારોમાંથી પ્રગટેલ ગધ્ધાપચીસી (૨૫ વર્ષની ઉમર સુધીની)નાં અનર્થોની ક્ષીણતા વધુ જોર પકડી જાય તેવું બને તેથી પરિસ્થિતિનો સંઘર્ષ સાથે હોય તેને લક્ષ્ય જાગૃતિ અને કર્તવ્યનિષ્ઠાના સુમેળથી વિચારવાનો સપ્રયત્ન કરવો જરૂરી છે. " અંતરમાં શ્રદ્ધાભક્તિ શ્રી નવકાર કે પંચ પરમેષ્ઠી પ્રતિ જેટલું વધુ કેળવાય તેટલી વધુ લક્ષ્યનિષ્ઠા આપણામાં કેળવાય, પરિણામે કર્તવ્યનિષ્ઠા પણ જાગૃત થાય અને વિચારો પરિસ્થિતિ ગામી ન બને, સંઘર્ષાત્મક સ્થિતિનો ઉકેલ સહેલાઈથી આવે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા વિવેકબુદ્ધિની માત્રાનો ઘટાડો કયારેક આપણને સંસ્કારોને પરવશ બનાવી મૂકે છે તેથી વિવેકબુદ્ધિના ધોરણને જાળવવા નિયત સ્થાન – સમય સંખ્યાના જાપની પણ તેટલી જ મહત્તા છે. એટલે સાધનો બધાં તમારાં જાણીતાં છે તે મુજબ તમો યથાયોગ્ય પ્રગતિ પણ કરી રહ્યા છો છતાં તેમાં રહેલ થોડી ઢીલાશ સમજણપૂર્વક દૂર કરવા પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. ૧ ૦૭ જૈન આગમ મંદિર, પાલીતાણા ૧૯-૧૦-૮૪ વિ શ્રી નવકારની આરાધના વાસનાના વિકારોને શમાવનારી બને છે એ અનુભવ સિદ્ધ હકીકત સાધકોની છે. તમે પણ શ્રી નવકારના સાધક છો પણ પ્રાથમિક ભૂમિકાના ઘડતરમાં હજુ અટવાયા છો, જેથી વાસનાઓનો ચકરાવો કયારેક તમને મૂંઝવે છે પણ સાધના અને તે પણ શ્રી નવકારના સાધકને પ્રાથમિક ભૂમિકાથી જરાક આગળ વધતાં જ નિર્વિકારિતાનો રસ્તો જડી આવે છે, સંસાર પ્રત્યેનો રાગ ઢીલો થઈ જાય છે. ભલે! સાધુપણું ન લઈ શકાય, છતાં સંસારની મોહકતા અંતરને સ્પર્શે નહીં તેવું તો માનસ તૈયાર થઈ જાય છે. આ હું અનુભવવાણી મારા જીવનના પ્રત્યક્ષ અનુભવથી લખી રહ્યો છું. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે શ્રી નવકારની વધામણી જીવનના પરોઢકાળમાં થવાના બદલે બહુ મોડી ગધ્ધાપચીશીના પાછલા ભાગે મારા કો'ક પૂર્વ જન્મના પુણ્યથી નાગપુરના મોહનભાઈના નિમિત્તથી તથા અસાધ્ય વાતવ્યાધિ પ્રસંગે શાતા પૂછવા પધારેલ અનંતોપકારી વાત્સલ્યનિધિ પૂ. પં. શ્રી ભદ્રંકર વિ. મની ટકોર કે ગાંડા! આવી સરસ તક મળી છે ને! શ્રી નવકાર નથી ગણતો – બસ આટલી જ થતાં રાજરાજેશ્વર - વિરાટ શકિતશાળી શ્રી નવકાર મહામંત્રની પધરામણી જીવનમાં વિ. સં. ર૦૫ના ફા. સુ. ૧૦ના રોજ પ્રાય: થઈ. જો કે આ પૂર્વે પૂર્વજન્મની કો'ક વિશિષ્ટ આરાધનાના પ્રતાપે વિકારી વાસનાઓના અટપટા આટાપાટામાં ફસામણીની તકોમાંથી પણ તે વખતે નાની એટલે Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૨-૧૩ વર્ષની વયથી આત્મસાધના કરી દિવ્ય તેજ મેળવવા બ્રહ્મચર્યની સાધના માટે યોગ, યમ, આસન, પ્રાણાયામ, મૂળબંધ, વજ્રબંધ અને પ્રણવનો ચક્રવેધી જાપ અને આ અંગેના કેટલાક વિશિષ્ટ સાહિત્યના વાંચનથી વિચારોની માત્રા ખૂબ સુંદર થઈ.પરિણામે વિકારી વાસનાઓ જરા પણ નજીક ન આવે. આ સ્થિતિનું નિર્માણ શ્રી નવકારની કૃપાથી આ લેખકે અનુભવ્યું છે. જો કે તમારા બધાના સંયોગો મારા કરતાં વિષમ પણ ગણાય, વળી તમો સંસારના વાતાવરણમાં અને મારા તે વખતે આજથી ૨૦-૨૨ વર્ષ પૂર્વે ભૌતિકવાદી લકઝરી ટાઈપ વિલાસી વૃત્તિ, તેવાં મોહક સાધનોની ઓછાશ તેથી તમો અત્યારે જે રીતે આંતરિક આધ્યાત્મિક સ્ટાન્ડર્ડ જાળવી રહ્યા છો તે બદલ મને ખૂબ ગૌરવ છે, આહાર-વિહારના સંયમ સાથે થોડીક જાગૃતિ કેળવાય તો હજુ તમારા જીવનમાં આધ્યાત્મિક ભૂમિકા વધુ પ્રબલ બને તે મારી મહેચ્છા છે. તમોને નિરાશ-નિરૂત્સાહી બનાવવા મારું આ લખાણ નથી. તમો જુવાનીના પ્રારંભકાળ પૂર્વે શ્રી નવકાર માતાની છત્ર છાયા તળે આવી ગયા છો અને મંત્રદીક્ષા જેવી ઉત્તમ સ્થિતિને લાયક બન્યા છો. શ્રી નવકાર પ્રતિ તમારી શ્રદ્ધા-ભકિત સમર્પિતભાવ ખરેખર અનુમોદનીય છે. છતાં થોડા તમે આમાં વધુ વ્યવસ્થિત બનો એ અંતરની મહેચ્છા છે. כה ૨૧૧ ૧૦૮ શ્રી નમસ્કાર મહામંત્રની જાપ શક્તિ માટે જરૂરી F ૧) જાપ માટે શ્રી નવકારનું આકર્ષક ચિત્ર સામે રાખવું. ૨) વાતાવરણ મનમોહક રાખવું. ૩) જાપની ગુપ્તતા જળવાય તે જરૂરી છે. ૪) મેરુનું ઉલ્લંઘન ન થાય. ૫) મણકાને નખનો સ્પર્શ ન થાય. ૬) નિયત સમયે, નિયત સ્થાને, નિયત સંખ્યાએ જાપ કરવાથી શક્તિ – સંચય થાય, સ્થાન-સમય બદલવાથી શકિત ડોળાઈ જાય. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૭) જાપનાં વસ્ત્રો, આસન ખૂબ સ્વચ્છ રાખવાં, પગ ન અડકે તેનો ખ્યાલ રાખવો. ૮) જાપનાં સાધનો, વસ્ત્રો વ્યવસ્થિત જગ્યાએ રાખવાં, બીજાને ન આપવાં. ૯) જાપ માટેનાં વસ્ત્રો રોજ ગરમ પાણીથી ધોવાં, તેમજ વસ્ત્રો કે આસનનો જાપ સિવાય અન્ય ઉપયોગ ન કરવો. ૧૦) જાપ વખતે મનમાં ક્રોધ કે કામવાસના જાગે નહિ તે માટે સાવધ રહેવું. ૧૧) જાપ વખતે ચિત્તને સ્વસ્થ બનાવવા શ્રી નવકારના ચિત્ર-પટ સામે ધારીને થોડી વાર જોઈ રહેવું. તેમાંથી નીકળતી શકિતઓના ધોધમાં નિર્મળ થઈ રહ્યાની કલ્પના કરી જાપ શરૂ કરવો. ૧૨) જાપ વખતે શરીર સ્વચ્છ જોઈએ, હાથ-પગ તો જરૂર પવિત્ર કરવા. ૧૩) સવારે ૪ થી ૭ સુધી જાપ પૂર્વ દિશા સન્મુખ અને સૂર્યાસ્ત પછી એક કલાકથી દશ વાગ્યા સુધી જાપ ઉત્તરદિશા સન્મુખ કરવાનો આગ્રહ રાખવો. ૧૪) જે સ્થાને કે આસને શ્રી નવકારનો જાપ કરતા હોઈએ તે સ્થાન કે આસન ઉપર બીજે કંઈ પણ જાપ કે ધર્મક્રિયા કરવાનો આગ્રહ ન રાખવો. ૧૫) જાપના આસન સિવાય એમ જ જમીન પર બેસી જાપ ન કરવો. ૧૬) જાપ ફકત આત્મશુદ્ધિ-ચિત્તશાન્તિના ધ્યેયથી કરવો. ૧૭) જાપ વખતે અન્ય કંઈ પણ કામના કે ઈષ્ટસિદ્ધિનો વિચાર ન કરવો. ૧૮) શરણાગતિભાવ અને સમર્પણભાવ વધુ કેળવી આવી પડેલ આપત્તિ દૂર થાય કે ઈષ્ટ કાર્યસિદ્ધિ થાય એવા વિચારો સાહજિક રીતે દૂર કરવા. ૧૯) શ્રી નવકારનો જાપ શરૂ કર્યા પછી જાપની શકિત નકકર રૂપ લઈ અંતરમાં ફેલાવાની શરૂઆત થઈ છે તેની નિશાની રૂપે – ૦ શરીરે ઠીક ન રહે, ૦ અંદરથી ગમે નહીં, ૧ ગ્લાનિ જેવું થાય, ૦ સંજોગો વિષમ થાય, ૦ અણધારી મુસીબત આવે, ૦ માનસિક વ્યગ્રતા, ૦ કામક્રોધના પ્રસંગો, ૦ શીધ્ર ફલદાયી અન્યમંત્રોની સિદ્ધિ = ચમત્કારો તરફ મન વળે..... આ બધો કચરો બહાર આવે છે. માટે ગભરાવું નહીં. આવું થાય એ તો આપણી જાપની ગાડી દેવ-ગુરુ-કૃપાએ આગળ વધી રહી છે અને અનિષ્ટોના આધ્યાત્મિક સ્ટેશનોમાંથી પસાર થઈ રહ્યા છીએ – એમ સમજવું. આવું ન થાય તો ચિંતા કે જાપ-શક્તિ હજુ સક્રિય થઈ નથી. ૨૦) આરાધનામાં આવી પડતાં ઉપરનાં વિઘ્નો માટે યોગ્ય-અધિકારી ગુરુદેવને વાત કરવી. અન્યને વાત પણ ન કરવી. ૨૧) જાપ કરતી વખતે બનાવટી. પણ માનસિક પ્રસન્નતા કેળવવી. ૨૨) ધાન્યની સુરક્ષા માટે વાડ, પાણી, ખાતરની જેમ જાપમાં વધુ સ્થિરતા લાવવા સહયોગી સાધન તરીકે પ્રભુભકિત ૦ગુરુસેવા ૦દુ:ખીઓના દુ:ખની કરુણા, સ્વકક્ષાને યોગ્ય નૈતિક – વ્યાવહારિક ધોરણ જાળવવા વ્યવસ્થિત પ્રયત્ન કરવો. ૨૩) જાપથી સઘળું બળ મળે છે એ સત્ય હોવા છતાં એકાંગીપણું વાસ્તવિક રીતે હિતાવહ નથી. તેથી જાપની સાથે દૈનિક કર્તવ્યો પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી, ગુરુભકિત, અભક્ષ્યત્યાગ, તિવિહાર, ચઉવિહાર, પર્વતિથિએ વ્રત નિયમ આદિ કરવું ખાસ જરૂરી છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ Page #265 -------------------------------------------------------------------------- ________________ Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૨૧૫ II શ્રી વર્ધમાન સ્વામિને નમ: II જા આધ્યાત્મિક વિકાસપંથે બુદ્ધિ – મનની સ્વતંત્ર ગતિ મોટામાં મોટું વિઘ્ન છે. આ વાત ખૂબ જ ગંભીરતાથી યાદ રાખવા જેવી છે. કેશર કે મોતી વગેરે ઝવેરાત તોળવા માટે જેમ લાકડાં – કોલસા તોળવાનો કાંટો નકામો પડે છે તેમ બુદ્ધિ – મનનો કાંટો આત્મશુદ્ધિના પંથે અનુપયોગી છે. કેમ કે બુદ્ધિ - મન કર્મસત્તાથી નિયંત્રિત છે. કર્મસત્તાના તેઓ ઓપરેટર છે તેથી આત્મશુદ્ધિમાં કર્મસત્તાનાં મૂળ ખસેડવાની વાત મુખ્ય હોઈ મોટે ભાગે બુદ્ધિ મન તે વાતનો પ્રત્યાઘાત સારો ઊભો ન કરે. અને આપણે અનાદિકાળથી એવા ટેવાઈ ગયા છીએ કે બુદ્ધિ – મન જેના પર મહોર-છાપ ન મારે તે પ્રવૃત્તિ તરફ લક્ષ્ય નથી આપતા. આપણી વર્તમાનકાલીન જીવનયાત્રા બુદ્ધિ - મનના ટેકાથી ચાલે છે. જ્યારે આપણને મન મળ્યું ન હતું કે વ્યવસ્થિત વિકાસ નહોતો ત્યારે આપણે શરીર અને ઈદ્રિયોના ભરોસે ચાલતા હતા. બુદ્ધિ - મનના વિકાસ પછી આપણી જીવનયાત્રાના ઓર્ગેનાઈઝર આ બે બન્યા છે. ખરેખર તો આ ચંડાળ ચોકડી છે. – શરીર, ઇન્દ્રિયો, બુદ્ધિ, મન. આ ચારે એવા સ્વાથ છે કે પોતાના સ્વાર્થ પાછળ આત્માને દુર્ગતિમાં જવું પડે તેની પરવા કર્યા વિના ક્ષણિક સુખોના આભાસમાં ભોળવી આત્માની સંમતિ મેળવી લે છે. આત્મા પણ અનાદિકાળનો કર્મપરવશ બનેલો એવો પાંગળો કે આ ચાર જણા કહે તેમાં હા પાડ્યું જાય છે અને સરવાળે દુઃખી થાય છે. માટે આત્મશુદ્ધિના પંથે ચાલનારાએ શ્રી નવકાર મહામંત્રની આરાધના દ્વારા જીવનશુદ્ધિનો મર્મ મેળવવા ઈચ્છતા આરાધક પુણ્યાત્માને બુદ્ધિ - મનને સ્વતંત્ર દોર ન આપવો. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા આપણી આરાધનામાં યોગ્યાયોગ્યનો વિચાર જ્ઞાની ગુરુની નિશ્રાએ કરવામાં જરૂર પૂરતો બુદ્ધિ - મનનો ઉપયોગ કરવો. નહીં તો આપણી આરાધનાનો ગુરુમંત્ર સમર્પણભાવ કદી વિકાસ ન પામે. કેમ કે બુદ્ધિ - મનની સ્વતંત્રતાનો છેદ તે ખરું સમર્પણ ગણાય.) આરાધનાના પંથે સમર્પણ બે જાતના થાય છે. બુદ્ધિ - મનથી સમર્પણ થાય જેમકે બુદ્ધિએ પસંદ કર્યા કે આ મહારાજ સારા છે, વિદ્વાન છે, જ્ઞાની છે. મનથી પણ સમર્પણ થાય કે આ મહારાજનો સ્વભાવ સારો - મને ગમે તે રીતે વાતો કરે છે આદિ. પણ ખરેખર આત્માનું સમર્પણ ત્યારે થાય કે જ્યારે આત્માનાં કમનાં બંધનો તોડવા માટે જ્ઞાનીઓએ જે જ્ઞાની સદ્ગરનાં લક્ષણો જણાવ્યાં છે તેવા જ્ઞાની સદ્ગરની ખોજ ભલે બુદ્ધિ - મનથી કરે પણ નિર્ણય આત્મા પોતાનાં કર્મબંધનો તોડવા ઉપયોગી તરીકે કરે ને પછી સમર્પણ થાય તે સાચું સમર્પણ. તે થયા પછી બુદ્ધિ – મનને ન ગમે તેવી પ્રવૃત્તિ ગુરુની કદાચ દેખાય તો ગુરુની ન્યૂનતાઓ નબળાઈઓ ગુરુ કર્યા પૂર્વે જોઈ લેવાય પણ ગુરુના શરણે ગયા પછી તે તરફ દષ્ટિ જ ન કરાય. એટલે બુદ્ધિ - મનને તે તરફ નિષ્ક્રિય બનાવાય તે ખરું સમર્પણ થયું ગણાય. ટૂંકમાં બુદ્ધિ - મનની સ્વતંત્રતાના ત્યાગરૂપ સમર્પણની ભૂમિકા આરાધનાના પંથે આત્મશુદ્ધિના લક્ષ્યથી ચાલનારાએ કેળવવી જરૂરી છે. રેડસિગ્નલ = આમાં ગુરુના દોષ જેવાય જ નહીં. ગુરુ છદ્મસ્થ હોય ભૂલે આપણે કંઈ જોવાય નહીં. એવું થાય તો દષ્ટિરાગ પેસી જાય. અવસરે એકાંતમાં વિનયપૂર્વક રજૂઆત થાય કે આ કેમ ! આમ કેમ ? મારી ટૂંકી બુદ્ધિમાં આ વાતનું રહસ્ય સમજાતું નથી એમ ટકોર કરી શકાય. તેમ કરવાથી યોગ્ય ગુરુ જલદી પોતાની ભૂલ હોય તો સુધારી શકે. પણ તેવો પ્રસંગ જવલ્લે જ આવે, મોટે ભાગે સાધકના દષ્ટિરાગનું કારણ દોષ છે. હકીકતમાં ગુરુની છદ્માવસ્થાની ભૂલ કયારેક હોય છે. બહુ ગંભીરપણે સાવધાનીની જરૂર છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૭ વિચારોની સીમાની પેલે પાર આરાધનાનું ક્ષેત્ર શરૂ થાય છે. તેમાં પણ તર્કશક્તિનું સંપૂર્ણ નિયંત્રણ થયા પછી સાધનાનું ક્ષેત્ર શરૂ થાય છે. વિચારોની સક્રિયતા કે તર્કશક્તિ આ બે તત્ત્વોથી આરાધના – સાધનાનો માર્ગ ડહોળાય છે. ભણતર અને હાઈએજ્યુકેશન મનને આવા મૂઢ સમર્પણની આડે આવે છે. પણ શ્રદ્ધાના પાયા પર વિચારો અને તર્કશકિતના વિલીનીકરણવાળું મૂઢ સમર્પણ ખૂબ જરૂરી છે. તે ત્યારે થાય કે જ્યારે આંતરિક શકિતઓના વિકાસની મહત્તા સમજાય. આંતરિક શક્તિઓના વિકાસની આડે બુદ્ધિના દ્વાર આગળ પડેલ તર્કોનો કચરો ઉઠાવવાની જરૂર છે. તે માત્ર ભક્તિયોગ મિશ્રિત જપયોગથી બની શકે. તેથી “તુંહી - તુંહી''ના ભાવ સાથે નિષ્કામ ભકિતયોગની ભૂમિકાએ પંચપરમેષ્ઠિઓની આજ્ઞાને જીવનમાં સાકાર બનાવવાના લક્ષ્ય સાથે તેઓના ગુણોને સ્મૃતિપટમાં રાખી સતત જાપ સ્મરણ કરવાથી બુદ્ધિના દ્વાર આગળ પડેલ આડાશ – દબાણ કે અવરોધોનું પ્રમાણ ઘટી જાય છે. વિચારશક્તિ – તર્કશક્તિને માત્ર આજ્ઞાને અમલમાં શી રીતે ઉતારવી ? તે અંગે વાપરી શકાય, પણ આજ્ઞા આવી કેમ ? આના કરતાં આમ હોય તો કેમ ? એ જાતના વિચારો આપણામાં સ્વચ્છેદભાવના અસ્તિત્વને સૂચવે છે. સ્વચ્છંદતાના વિલય વિના ભક્તિયોગ જામતો નથી. ભકિતયોગની જમાવટ વિના સાધનામાં ગતિશીલતા આવતી નથી. વળી વિચારોમાં આચારનું પ્રતિબિંબ.આચારમાં વિચારોનું પ્રતિબિંબ પડતું હોય છે. માટે ભકિતયોગથી વિચારોને સુવ્યવસ્થિત બનાવી લેવાની જરૂર છે, જેથી તેનું સાચું અને વ્યવસ્થિત પ્રતિબિંબ આચારોમાં ઊપસી આવે અને તેવા આચારોના પ્રતિબિંબથી વિચારોમાં ભકિતયોગની ધારા ઝીલવા માટે ક્ષમતા પેદા થતી જાય. જગતના વ્યવહાર સાથે મેળ રાખી થતી ભકિતયોગની સાધના ડોળાણવાળી થાય છે. એટલે ભકિતયોગમાં મહત્ત્વ માત્ર આજ્ઞાને છે. વ્યવહાર પણ ત્યાં ગૌણ થઈ જાય. વ્યવહારની મહત્તા એટલી જ આંકવી ઘટે કે જેનાથી પરમેષ્ઠીઓની આજ્ઞામાં અવ્યવસ્થા ઊભી ન થાય. આ રીતની સાધના માર્ગની પૂર્વ તૈયારી દરેક આરાધકમાં હોવી જરૂરી છે. આવી પૂર્વ તૈયારીના પાયા પર થતા ભકિતયોગ સાથેની સાધનાનાં મંડાણ આરાધક આત્માને અંતરની આત્મશકિતઓના ઊંડાણમાં જવાનો માર્ગ મોકળો કરી આપવામાં ખૂબ ઉપયોગી બને છે. મહાપુરુષોએ આ રીતે જ અનેક ભવ્યાત્માઓને અંતરના ઊંડાણમાં લઈ જવા સફળ પ્રયાસ કર્યો છે. તમારે આ માટે અંતરનિરીક્ષણની ખાસ જરૂર છે. અંતરમાં Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ડોકિયું કરવું જરૂરી છે. પાયાની ચીજે હજુ ઘણી ખૂટે છે અને બુદ્ધિ-તર્કના જોડાણથી થોડીઘણી પણ સાધનાપદ્ધતિ સરળ થઈ શકતી નથી. માટે ઊંડાણથી ગંભીરતાપૂર્વક અંતરનિરીક્ષણ કરવાની ખાસ જરૂર છે. ૧૭-૮-૮૩ વિશેષ શ્રી નવકારમાં – તેની ઉપાસનામાં જ્ઞાની ગુરુની આજ્ઞા - માર્ગદર્શન મુજબ લીન થઈ જવા સિવાય જીવનનો બીજો કોઈ લ્હાવો નથી. જગતના પદાર્થો કર્મના ઉદયને આધીન રીતે મળે છે – જાય છે. | ગમે તે કર્મનો ઉદય મોહનીય કર્મની પ્રબળતાએ આપણને સતાવે છે. પણ શ્રી નવકારના શ્રદ્ધા-ભકિતપૂર્વક જાપથી ગમે તેવા મોહનીય કર્મના પડદા ફાટી જાય છે. જેવું ઠંડીનું જોર વધે કે ગરમી હટી જ સમજે, તેમ શ્રી નવકારના જાપના હિસાબે આપણા અંતરાત્માનું ચૈતન્ય પ્રબલ થવા માંડે એટલે કર્મસત્તાને હટવું પડે. આ નિયમને નજર સામે રાખી દુન્યવી વ્યવહાર બધો શ્રી નવકારને સોંપી તેની આજ્ઞા પ્રમાણે ફરજ મુખ્ય કર્તવ્યનિષ્ઠાના ધોરણે કરવા પ્રયત્નશીલ થવું. બાકી ખરો પુરુષાર્થ તો આપણા અંતરંગ ચૈતન્યની શક્તિઓના વિકાસ માટે પંચ પરમેષ્ઠીઓને વિશુદ્ધ આદર્શરૂપે રાખી તેઓની આજ્ઞા મુજબ જીવનના ઘડતર સાથે તેઓની શ્રદ્ધા ભકિતમાં પુરુષાર્થ ફોરવવો વાજબી છે. આરાધક એ જે આરાધ્યની શ્રદ્ધા-ભક્તિમાં લીન થઈ જાય. રાગ-દ્વેષના નિમિત્તોને પણ નિષ્ફળ બનાવે તેવા આદર્શ સંયમની કેળવણી શ્રી નવકારના આરાધક આત્માએ કરવાની છે. તે માટે જ્યારે વિષયની વાસના કે કષાયનો આવેગ આવે ત્યારે ત્યારે ૧ નવકાર - ૩ નવકાર - ૭ નવકાર – ૧૨ નવકારના ક્રમે ધીરે ધીરે વૃત્તિઓ પર સંયમનું ઓઢણું ચઢાવવા પ્રયત્ન કરવો. વળી દુનિયાના પદાર્થોની પ્રાપ્તિ થાય તો સમજવું કે આરાધનામાં પ્રવૃત્ત બીજા પ્રાણીઓની ભકિત માટેની સગવડ Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૨૧૮ થઈ. પોતે તો પોતાની જાતને સંયમી રાખે, મળેલ વધુ સામગ્રી જિનપ્રતિમા, જિનમંદિર, સંઘપૂજન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ૭ ક્ષેત્રોમાં યથાયોગ્યતા મુજબ આદરપૂર્વક ભકિતનો લાભ લઈ પોતાની જાતને કૃતાર્થ કરવાની તક મેળવવી. જગતના પદાર્થો ધાર્યા મુજબ ન મળે તો આપણા આત્માએ ભૂતકાળમાં અજ્ઞાનદશામાં બાંધેલ અંતરાય કર્મનો ઉદય ક્ષીણ કરવાની પવિત્ર તક મળી. હસતા મોંએ પ્રસન્નતાપૂર્વક કર્મનું દેવું ચૂકવવાની તક સમજી સાચા શાહુકારની જેમ સ્વસ્થતા જાળવવી. વધુમાં વર્તમાનકાળે જોઈતી ચીજો પૂરી ન મળે તો તે બહાને જીવનમાં સંયમ કેળવવાની તક મળી એમ સમજી ત્યાગ, તપ, દાન, સંયમ આદિ દ્વારા આવી પડેલ વિષમ સ્થિતિનો ઉપયોગ કરવો પણ બળાપો ન કરવો. આત્મિક વિકાસક્રમમાં કયારેક વિષમ દેખાતી ક્ષણો જ આપણી અંતરંગ શક્તિઓના ઉત્થાન માટે ખૂબ સોનેરી પળો હોય છે. અજ્ઞાન-અવિવેકથી તે પળોની મહત્તા ન સમજી શકવાથી તેનો લાભ લેવાના બદલે બળાપો કરી નવાં કર્મ બાંધી તે વિકાસની તક ખોવી પડે તેવી દશાનું નિર્માણ અજ્ઞાનદશાથી આપણે કરીએ છીએ. માટે વિવેકથી વિષમ સ્થિતિમાં પણ પ્રસન્નતા જાળવવી. પાલનપુર ૨૪-૮-૮૩ મનની પ્રવૃત્તિ પર નિયંત્રણ આવે તે આરાધનાનું પ્રાથમિક પગથિયું ગણાય. મન સંસ્કારોનું ગુલામ છે. સંસ્કારો પૂર્વકૃત અશુભ પ્રવૃત્તિનું ફળ છે. એટલે આપણી ભૂતકાલીન અવળા પુરુષાર્થની દિશામાં જ સંસ્કારો મનના માધ્યમથી આપણને ખેંચી જાય છે. આરાધના એટલે આત્મિક શક્તિઓનો સવળો પુરુષાર્થ !ા માટે મનના આવેગ – પ્રવૃત્તિ પર નિયંત્રણ એ આરાધનાની પ્રાથમિક ભૂમિકા છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આંતરશકિતઓ વિકાસની દિશામાં ઉત્ક્રાંતિ કરવા માંગે છે પણ આપણા જાગ્રત મનના નિયંત્રણ વિના પૂર્વકૃત સંસ્કારોની દોરવણીથી જાગ્રત મન સ્વચ્છંદપણે આંતરશકિતઓના વિકાસનાં દ્વાર બંધ કરી દે છે. ૨૨૦ તેમાં જાગ્રત મન મુખ્ય ભાગ ભજવે છે, માટે પંચપરમેષ્ઠીઓને ભજવાના એક પ્રકાર તરીકે રૂમો નું ઊંધું રૂપ મોળ. મો = હું જાગ્રત મનનું ક્રિયાત્મક સ્વરૂપ ને ળ = નહીં. - જાગ્રત મનને સ્વતંત્ર પ્રવૃત્તિની સત્તા ન આપવામાં આવે તો અંતરાત્માની શકિતઓના વિકાસઘટકો સક્રિય બની શકે. વળી જાગ્રત મનની સક્રિયતામાં સંસ્કારોના રાજા અહંભાવ ભળે એટલે અંતરાત્માને વિકાસની ગતિમાં ખૂબ જ અવરોધ થાય. “શ્રી નવકારનો આરાધક અહંભાવને આધીન ન થાય’' દરેક પ્રવૃત્તિમાં કર્તવ્યનિષ્ઠા અને પરમેષ્ઠીઓની આજ્ઞાને કેન્દ્રમાં રાખી પ્રવર્તે. જાગ્રત મન વચ્ચે ખળભળાટ કરે, કેમ કે આજ્ઞાનુસારી જીવનથી મનની ગતિવિધિ નિયંત્રિત થઈ તેનું અસ્તિત્વ ખતમ થાય તેવી પણ સ્થિતિ ઊભી થાય, એટલે જાગ્રત મન આજ્ઞાનુસારી જીવનના પંથે ડખા ઊભા કરે જ !! પણ આપણે સભાન રહી જાગ્રત મનના ઊભા થતા ડખાઓને ડામવા કર્તવ્યનિષ્ઠા – આજ્ઞાની વફાદારીને વળગી રહેવું ઘટે. સાધકના જીવનમાં આવા વિષમ પ્રસંગો ઘણી વાર આવે છે. પણ તે વખતે આંતરમન - અંતરાત્માની શકિતઓને આગળ લાવવા માટે જાગ્રત મનને નિષ્ક્રિય બનાવી આજ્ઞાનુસારી જીવન જીવવાના પ્રયત્ન થાય ત્યારે અંતરશકિતઓનો સ્રોત - ધોધ ફૂટી નીકળે છે. એ માટે શકય પ્રયત્ને મથામણ કરવી જરૂરી છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા SJ) પાલનપુર ૧-૯-૮૩ આરાધના એટલે ઉપાસના. ઉપ = પાસે; આસના = બેસવું - એટલે આરાધ્યતત્ત્વની આજ્ઞાના પાલન કરવાના યથાશકય પ્રયત્ન સાથે આરાધ્ય તત્ત્વની નજીક જવાનો પ્રયત્ન = ઉપાસના – આરાધના. - પંચપરમેષ્ઠીઓની આજ્ઞા એક છે કે જેમ બને તેમ મોહના સંસ્કારોનો ક્ષયોપશમ કરવા પ્રયત્નશીલ રહેવું જેથી પરિણામે ક્ષાયિકભાવે મોહ જીવનમાંથી ચાલ્યો જાય. મોહનો સમૂળ નાશ થઈ જાય. આ આજ્ઞાને સાકાર બનાવવા યથાશકય સઘળા પ્રયત્નો કરવા તે આરાધક તરીકેની આપણી પવિત્ર ફરજ છે, પરિણામે વિષયની વાસના અને કષાયની કારમી ભીંસ જીવનમાંથી અદશ્ય થવા માંડે. જેમ જેમ આરાધના અંતરમાં ઊતરતી જાય તેમ તેમ સાબુ - સોડાથી મેલ છે. તેમ આપણા અંતરના મેલરૂપ વિષય – કષાયોનું જોર ઘટે જ !!! પણ આપણી વૃત્તિઓમાં આરાધના સ્થિર થતી નથી. તેનું પરિણામ એ આવે કે પ્રવૃત્તિઓ ધર્મની કદાચ રહે પણ વૃત્તિઓમાં રહેલ વિષય – કષાયોનો કચરો આપણી ભાવનાઓને કલુષિત કરે, એટલે ગાડી સ્ટાર્ટ થાય, ભડભડાટ થાય પણ, ગીયર ન બદલાય તો ગાડી પોતાની જગ્યા ન છોડે તેમ આપણા જીવનમાં બહારથી કદાચ ધર્મક્રિયાનો વ્યાપ વધેલો લાગે, પણ રાગ - દ્વેષ, વિષય – કષાયોની ભૂમિકાથી આપણી જીવનશકિતઓ આગળ ન વધી શકે. માટે શ્રી નવકારને વૃત્તિઓના ઊંડાણ સુધી પહોંચાડવા વર્ણયોગની પદ્ધતિએ જાપ બહોળા પ્રમાણમાં કરવો જોઈએ. વર્ણયોગ એટલે નિયત સ્થાને, નિયત સમયે, નિયત સંખ્યાથી શ્રી નવકારના ચાટને દૃષ્ટિથી વાંચવાના પ્રયત્ન પછી અંતરીક્ષથી શ્રી નવકારના અક્ષરોને વાંચી રહ્યા હોઈએ તેવો સતત જાપ ચાલુ રહેવો જોઈએ. તે સાથે જેમ બને તેમ જાપની સંખ્યાનું પ્રમાણ વધારતા રહેવું જોઈએ. પ્રથમ તો શ્રી નવકારના અક્ષર પ્રમાણ જાપ થઈ જાય ત્યારે ૬૮ લાખના જાપ સુધી પાકી મજબૂત ભૂમિકા – ફાઉન્ડેશન બંધાય, પછી કરાતો જાપ ઉપરના ચણતરરૂપ ગણાય. ગૃહસ્થો માટે શ્રી નવકારના જાપ સાથે (૧) અભક્ષ્યત્યાગ, (૨) કઠોર ભાષાત્યાગ, (૩) માર્મિક ટોણાંનો ત્યાગ, (૪) પરનિંદાનો ત્યાગ, આ ૪ ચીજના પાલન સાથે જિનપૂજા, જિનવાણી (સ્વાધ્યાય) (આધુનિક કોઈ ગ્રંથો – ચોપડીઓ ન વાંચવી) અને બ્રહ્મચર્ય-પાલન સાથે રોજની ૩ સવારે 8 સાંજે એમ પાંચ બાંધી માળા નિયમિત છ મહિના ગણવાથી આરાધનાનો પ્રકાશ જીવનમાં ફેલાય છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા પરિણામે વિચારોની ગતિ ક્ષીણ થાય અને મનની ચંચળતા ખલાસ થઈ જાય માટે તમારે અંતરંગ નિખાલસતા સાથે શ્રી નવકારને સમર્પિત રહી આ જાતની જાપની ભૂમિકા કેળવવી જરૂરી છે. કક પાલનપુર ૮-૯-૮૩ વિશ્રી નવકાર વિપુલ શક્તિનો ભંડાર છે, જરૂર છે માત્ર સમર્પિત થવાની - સમર્પિત થયા કે તેની તમામ શકિતઓ આપણા અંતરના કચરાને સાફ કરવા માટે. અનાદિકાળના રાગાદિના સંસ્કારો અંતરમાં સમર્પિત ભાવને ઊગવા દેતા નથી. માટે વર્ણયોગની સાધના સ્થાનયોગની નિયમિતતા દ્વારા કરી રાગાદિના સંસ્કારોને નિર્બળ બનાવવા જરૂરી છે. ગળથૂથીથી મળી ગયેલ પરમનિધાનતુલ્ય મહામૂલા શ્રી નવકાર મહામંત્રનું મહત્ત્વ આપણને ‘ગતિવિયવજ્ઞાની જેમ તેના પ્રતિ અહોભાવ જાગતો નથી. અહોભાવની ખામીથી અંતરનો સમર્પિત ભાવ વિકસતો નથી. તેથી શ્રી નવકાર એ શું છે ? કેટલી તેની વિરાટ શક્તિ છે. એ અંગે અંતરને ખૂબ જ તેની યશોગાથાથી વાસિત કરવાની જરૂર છે. અંતરમાં જેણે ભક્તિભાવનો પ્રવાહ શ્રી નવકાર તરફ વાળ્યો તે જ ખરેખર અંતરમાં ગાઢ આસન જમાવી બેઠેલ રાગાદિના સંસ્કારોને નિર્બળ બનાવી સમર્પિત ભાવની સફળ કેળવણી કરી શકે. જુઓ ! સુદર્શન શેઠ – જેમના જીવનમાં આદર્શ બ્રહ્મચર્યવ્રતના બળે શૂળીનું સિંહાસન થયેલ તે મહાપુણ્યશાળી સુદર્શન શેઠની ધાર્મિકતાનો પાયો શ્રી નવકાર પ્રતિ અંતરંગ અહોભાવભરી ભકિતથી મંડાયો છે. સુદર્શન શેઠ પૂર્વભવમાં એક શેઠિયાની ગાયો-ભેંસો ચરાવનાર હતા. જંગલમાં ઢોરોને લઈ જાય - ઘાસચારો ચરાવી નદીએ પાણી પાઈ સાંજે ઘરે લાવે. આ જાતના તેના કાર્યક્રમમાં તેના અંતરની નિખાલસતા - સરળતા, કરુણા, આદિ ગુણોની સંપદાના આધારે જંગલમાં દુખિયા જીવોની સેવા Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૨૨૩ માવજતમાં તેને ખૂબ આનંદ આવતો. એક વખત પોતાના ગામ કિનારે વહેતી નદીના સામા કાંઠે ઢોરોને લઈ જંગલમાં ચરાવતાં એક ઝાડ નીચે એક મુનિરાજને કાઉસગ્ગ ધ્યાને ઊભેલા જોયા – સવારે ૧૦ વાગે યા – બપોરે ત્રણ વાગે પાછા ફરતાં જોયા -. બીજે દિ' પણ જોયા, ત્રીજે દિ’ પણ જોયા, તે જ જગ્યાએ સ્થિર ઊભેલા તે મુનિને જોઈ સુદર્શન શેઠના જીવને એમ થયું કે ધન્ય છે ! આ મહારાજને ! પોતે પાસે જઈ આસપાસની જગ્યા સાફ કરી થોડી વાર બેસી “મારા યોગ્ય કંઈક કામકાજ” એમ પૂછતો. મહારાજ કંઈ બોલે નહીં ! બપોરે ઢોરો આમ તેમ ચરે, ઓલા ભાઈ મહારાજ પાસે બેસી મહારાજની ચર્યા જુએ – મનમાં ખૂબ આનંદિત થાય. મહારાજની ધીર શાંત મુદ્રા જોઈ રોજ પ્રભાવિત ચિત્તે મહારાજની પરિચર્યા કરે. એક દિ' સાંજે ત્રણ વાગે પાછા ફરતાં તેને વિચાર આવ્યો કે શિયાળો છે, રાત્રે પૂ. મહારાજશ્રીને ઠંડી વાશે એમ કરી પોતાનો ગરમ કાંબલનો ધાબળો મહારાજને ઓઢાડીને ઘેર ગયો. સવારે પૂ. મહારાજશ્રી તો તે રીતે જ ઊભા હતા. પેલો કાંબળો નીચે પડી ગયેલ. ઓઢવા પ્રયત્ન જ પૂ. મહારાજે ન કર્યો - જાણી પૂ. મહારાજની ધીરતાથી પ્રસન્ન થઈ પૂ. મહારાજનાં ચરણોમાં વિનયથી બેસી કાલાવાલા કરવા લાગ્યો. મહારાજ! મારો કાંબળો ન ઓઢ્યો કેમ ? એટલે પૂ. મહારાજ શ્રી કાઉસ્સગ્ગ પારી બોલ્યા, ભાઈ ! અમે સાધુઓ શરીરના મોહને ઘટાડવા આવી તપશ્ચર્યા કરીએ છીએ. એમાં તારી ભકિત ઉત્તમ, પણ અમારે ન વપરાય વગેરે કહી નમો રિહંતાનું કહી આકાશ માર્ગે ઊડી ગયા. એટલે આને એમ થયું કે આકાશમાં ઊડવાનો આ મંત્ર લાગે છે. લાવ ! હું ય જ! – પછી હરદમ મનમાં પ્રથમ પદ જગ્યા કરે. એક દિ શેઠ ઘરે જમતા હતા અને આ પણ જમવા બેઠો. રોટલી આવતા વાર લાગી તો આ નોકર ‘ઇમો અરિહંતા નો જાપ કરવા લાગ્યો - શેઠે પૂછયું ? શું બોલે છે. નમો અરિહંતાનું સાંભળી શેઠ ચમકયા. શેઠ શ્રાવક હતા એટલે પૂછ્યું કે કયાંથી શીખ્યો ત્યારે બધી વાત કરી એટલે પછી તેને આખો નવકાર શેઠે શિખવાડ્યો. એક વખત ઢોરોને લઈ નદીના સામા કિનારે ચરાવવા ગયો ત્યાં ઉપરવાસમાં વરસાદ થવાથી નદીમાં પૂર ઘણું આવ્યું એટલે સાંજે પાછા વળતાં ઢોરો તો પાણીમાં તરવાના સ્વભાવે નીકળી ગયા. ત્યાં આ નોકર પેલા મહારાજ vમો અરિહંતાણં બોલી આકાશમાં ઊડી ગયા તો હું પણ નદીના સામા કાઠે જાઉ એમ કરી નમો રિહંતાનું કહી નદીમાં પડતું મૂકયું. એક ખીલા જેવાથી હૃદય ભેદાઈ ગયું પણ શ્રી નવકારના ધ્યાનમાં શ્રીમંત શેઠને ત્યાં સુદર્શન શેઠ તરીકે જન્મ્યો. આ રીતે સતત નવકારના પ્રથમ પદના જાપથી રાગાદિના સંસ્કારો ઢીલા થયેલ, ત્યાં સમર્પિત ભાવની કેળવણી મજબૂત થવાથી નોકર નવકારના પ્રથમ પદના જાપથી બીજા ભવમાં શ્રીમંત શેઠ થયો, એટલું જ નહીં પણ મોહનીય સર્વથા મંદ થઈ ગયું – અજોડ બ્રહ્મચર્ય પાલન કરી શૂળીના સિંહાસન જેવા ચમત્કારને લાયક બની શક્યો. આ રીતે સમર્પિતભાવ કેળવવાની ખાસ જરૂર છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી નમસ્કાર મહામંત્ર તનચંદ્રિકા SI) ક ૧૬-૯-૮૩, ભાસુ. ૧૦ વિ. આરાધનાની મસ્તી ઊપજે ત્યારે આરાધનાની ગાડી બરાબર છે એમ જાણવું. આરાધનાની મસ્તી એટલે = આવી પડનારા વિક્ષેપોથી ગભરામણ ન થાય અને દિવ્ય આનંદની લહેરોથી જગતના અનુકૂળ સંયોગોની આસકિત ન ઊપજે. આ જાતની મસ્તી લાવવા માટે સતત નિયમિત જાપ વધારવાની જરૂર છે. શરીરના રોમેરોમ શ્રી નવકારના વર્ષો સ્થિર થઈ જાય એ રીતે ઉત્સાહપૂર્વક જાપ થવો જરૂરી છે. અંતરના ઉત્સાહ – ઉમંગનો ઊભરાટ શ્રી નવકારના જાપ વખતે ઊપજે તો જાણવું કે શ્રી નવકારનો જાપ ઠેઠ ઊંડે સુધી પ્રસર્યો છે. જેમ બને તેમ શુદ્ધ સ્પષ્ટ માનસિક ઉચ્ચાર સાથે જાપ કરવાની જરૂર છે. જાપની સાથે અક્ષરો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત પણ ભૂલવા જેવી નથી. જાપ પૂર્વે શ્રી નવકાર અંગેનું સાહિત્ય ૨૦ મિનિટ વાંચવું. જાપ પછી ૧૦ મિનિટ બેસી રહેવું. મનની સપાટીએ ક્યા વિચારો આવે છે તે વિચારોમાં અશુભ તત્વ કેટલું છે ? પ્રથમ કરતાં ઘટ્યું કે નહીં ? તેની જરા સમીક્ષા કરવી. છેવટે મચથી શર નાતિ ત્વમેવ શરણં મમ એ વાકય ૭ વાર બોલી સમર્પણભાવની કેળવણી કરવી. વિચારોને જિવાડનાર સંકલ્પ છે, સંકલ્પોને ઉપજાવનાર આપણી કલ્પનાઓ છે. માટે આપણી કલ્પનાના ક્ષેત્રમાં શ્રી નવકારની શકિત વિના જગતમાં કંઈ ન થઈ શકે. શ્રી નવકારમાંથી ઊપજતા વિરાટ પુણ્યયોગથી જ જગતમાં બધું વ્યવસ્થિત ચાલે છે. જ્યાં જ્યાં શ્રી નવકાર સાથેનું કનેકશન સ્વચ્છંદવાદ કે પુદ્ગલરાગથી કટ થાય છે ત્યાં ત્યાં જગતમાં આધિ-વ્યાધિ-અશાંતિ ઊપજે છે. આવી ભાવના સતત કરવાથી બધી કલ્પનાઓ છૂટી જાય છે. પરિણામે જીવન ખૂબ જ શાંત, ધીરગંભીર બની જાય છે. તેવી ગંભીર પ્રકૃતિ થયેથી અનંત ઉપકારી પંચપરમેષ્ઠીઓની સતત વહી રહેતી અનંત કરુણા શકિતના આપણે પાત્ર બની શકીએ છીએ. માટે વિકલ્પોનું શમન સમર્પણભાવની કેળવણીથી કરવાની ખાસ જરૂર છે. તેથી પ્રકૃતિ ધીર-ગંભીર બની પરમેષ્ઠીઓની કરુણાને પાત્ર આપણે બનીએ છીએ. Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ਰ ૨૨-૯-૮૩ સ્વદોષદર્શનની ભૂમિકા પર આવવું તે આત્મિક વિકાસ સૂચવે છે પણ સાથે કર્મના સંસ્કારોની પ્રબળતાને આગળ કરી નિરાશાવાદના સકંજામાં ન ફસાશો. પુરુષાર્થ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. પરમાત્માના શાસનના શરણે વૃત્તિઓને શ્રી નવકારના માધ્યમથી સમર્પિત કર્યાં પછી માત્ર આજ્ઞાધીન જીવન કેળવવા તરફ પૂરતું લક્ષ્ય આપવું. કર્મના સંસ્કારોની પ્રબળ શકિત ત્યાં સુધી કે જ્યાં સુધી અંતરાત્માની જાગૃતિ ન થઈ હોય, તેમાં પણ પંચપરમેષ્ઠીઓના શરણે સમર્પિત ભાવ સાથે વૃત્તિઓ લીન થવા પામે પછી તો અંતરાત્માની શકિતઓનું જોડાણ પરમતત્ત્વની દિવ્યશકિતઓ સાથે થઈ જવાથી ગમે તેવા પ્રબળ સંસ્કારો શિથિલ થયા વિના ન રહે. આ નિ:શંક બાબત છે. જ્યારે જ્યારે કર્મના સંસ્કારો અશુભ દિશામાં આપણી વૃત્તિઓને ધકેલે, અગર તેવાં નિમિત્તો આપણને તે બાજુ લઈ જવા મથે ત્યારે ત્યારે શ્રી નવકારની ચૂલિકાના (છઠ્ઠા - સાતમા) બે પદો ખૂબ ગંભીરતાથી મનમાં ચિંતવવા અગર સતત તેનો જાપ કરવો. અંતરનાં બંધનો તાપથી બરફ ગળે તેમ ઓગળી જાય તેવો અનુભવ થશે. ગમે તેવા દૃષ્ટિના વિકારો પણ અંતરથી ચૂલિકાના પ્રથમ બે પદનું સતત ચિંતન જાપ કરવાથી અંતરાત્માની સુષુપ્ત શકિત શ્રી નવકારના શાશ્વત દિવ્યવર્ણોના માધ્યમથી પરમાત્મ તત્ત્વની દિવ્યશક્તિઓ આપણા અંતરમાં પ્રસરવા માંડે છે. પરિણામે અંતરમાં દિવ્યતત્ત્વના ઝબકારા શરૂ થઈ વિકારી વાસનાનાં અંધારાં હઠવા માંડે. 1 દ્વી યોગ શાસ્ત્ર – હેમચન્દ્રાચાર્યનો પ્રકાશ ૧ થી ૪ જ્ઞાનાર્ણવ ૨૨૫ છેવટે શ્રી નવકારની ચૂલિકાના તેજસ્વી અક્ષરો અંતરને ઝબકારાથી ભરી દઈ વિકારી વાસનાઓને મૂળથી હઠાવી દે છે. વળી જ્યારે જ્યારે દૃષ્ટિવિકાર થવા પામે ત્યારે ત્યારે બાર ભાવના પૈકી અશુચિ ભાવનાનો વિચાર ખૂબ જ ઉપયોગી બનશે. તેનાથી વિકારી ભાવો સ્વત: ક્ષીણ શકિતવાળા બની આપણામાંથી સદાના માટે વિદાય લેશે. વળી વૈરાગ્યપૂર્ણ સાહિત્ય ખૂબ જ વાંચવું. એ પણ દૃષ્ટિકુશીલતાને વારવાનો મૌલિક ઉપાય છે. અધ્યાત્મકલ્પદ્રુમ – મોતીચંદ ગિરધર કાપડિયા શાંતસુધારસ મોતીચંદ ગિરધર કાપડિયા Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા આટલા ગ્રંથોનું વાંચન ખૂબ જ ઝડપી રીતે વિકારો ક્ષીણ કરે છે, જ્યારે જ્યારે દષ્ટિથી વિકારની શરૂઆત થાય ત્યારે ત્યારે મનમાં ચૂલિકાનો ચિંતનાત્મક જાપ શરૂ કરી દેવો. વળી ચૂલિકાના પાકા ઘડતર વિના મંત્રદીક્ષા ઊંધાં પરિણામો લાવે છે. વળી સંસારી માણસોને મંત્રદીક્ષા પપ થી ૬૦ વર્ષની વય પછી ચોથા વ્રતની બાધા આવ્યા બાદ આપી શકાય. અપરિપકવ દશામાં દીક્ષા આપીએ તો સંસારી માણસો તેને જીરવી શકતા નથી. પરદોષદર્શન, પરનિંદા, સંસારી વાસનાઓની સતામણી આ બધા મંત્રદીક્ષાના તત્ત્વને સારહીન કરી નાંખે છે. તેથી જ આરાધક જીવે પાત્રતાનુસાર આરાધનાના પંથે આગળ વધવા માટે પ્રયત્ન કરવો. ગે) ૨૯-૯-૮૩ શ્રી નવકારની આરાધનાના પંથે પગલાં ભરવા માંડ્યા પછી જાતનો વિચાર કે પ્રગતિની તમન્ના શરણાગતિભાવની ખામી સૂચવે છે. વિચારોમાં છૂટક વેરાયેલા અહ-મમનાં બીજ કયારેક સંસ્કારોના માધ્યમથી વિકૃત રૂપે આરાધનાના પંથે ફૂટે છે તે તરફ ખૂબ સાવચેત થવાની જરૂર છે. આંતરિક નિખાલસતા સાથે આરાધનાની જવાબદારી કર્તવ્યનિષ્ઠા વધુ જરૂરી છે. જ્ઞાની પુરુષોનાં વચનોને હૃદયમાં અંકિત રાખી તે મુજબ જીવનના ઘડતર માટે સતત પ્રયત્ન કરવો, જીભ પર તાળું મારવું અને હૈયામાં બીજો ભાવ ન રાખવો, આ ત્રણ બાબત ખાસ જરૂરી છે. આરાધનાના માર્ગે વિદનો – અનિષ્ટો ઘણાં આવે તે સહજ છે પણ તે બધાને આપણી આરાધનાની યથાર્થતાનાં સીમાચિહ્નો સમજીને બધાને સુસ્વાગત કહેવા સાથે હિંમતભેર વટાવી દેવાં જરૂરી છે. આશા-નિરાશાના હિંડોળે ઝૂલા ખાતા મનને શ્રદ્ધા-ભકિતના હિંડોળે બેસાડવાની ખાસ જરૂર છે. અંતરમાં પરમેષ્ઠીઓ પ્રતિ વિશિષ્ટ ગુણાનુરાગ જાગે ત્યારે અંતરમાં અદ્ભુત અહોભાવ જાગે. તે અહોભાવના પ્રકાશમાં આપણી હીનતા - ક્ષતિઓને ઓળખવાનો પ્રયત્ન કરવો તે આરાધનાનું હાર્દ છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૨૭ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા જેમ યથાર્થ રીતે જીવનમાં અપનાવી છે તે સાથે અંતરની શ્રદ્ધા-ભક્તિ સાથે પંચપરમેષ્ઠીઓ પ્રતિ વિશિષ્ટ અહોભાવ કેળવવાની ખાસ જરૂર છે. શ્રી નવકારના શરણે વૃત્તિઓને સ્થિર રાખવા સતત જાગૃતિની જરૂર છે. ૫-૧૦-૮૩ શ્રી નવકારની આરાધના અંતરની શક્તિઓના સ્રોતને પરમાત્મ- શક્તિના ધોધ સાથે જોડી આપે છે. પણ તેમાં આપણી નિખાલસતા, ગંભીરતા, અહોભાવ અને સંપૂર્ણ શરણાગતિ આ ૪ બાબતો ખાસ જરૂરી છે. દુનિયાના રવાડે ચઢેલી આપણી વૃત્તિઓના મૂળમાં રહેલ અશુભ સંસ્કારોનું બળ તોડવાની શકિત શ્રી નવકાર વિના દુનિયાના કોઈ પણ પદાર્થમાં નથી જ ! એવો દઢ વિશ્વાસ આ બધાની પાછળ હોવો જરૂરી છે. તે વિના આપણામાં શ્રદ્ધા - ભકિતનો વિકાસ શકય નથી. અંતરની ક્ષુદ્રતા – અનધિકાર ચેષ્ટા, વધુ પડતી જિજ્ઞાસા, અને પોતાની હોશિયારીનું પ્રદર્શન - આ ૪ બાબતો આરાધનાના માર્ગે મોટામાં મોટા અવરોધો છે. આના લીધે શરણાગતિ ભાવ વિકસતો નથી. પરિણામે અહોભાવ, નિખાલસતા, ગંભીરતાનો વિકાસ પણ અટકયો રહે છે. અંતરમાં પંચપરમેષ્ઠી એટલે વિશ્વની ઊંચામાં ઊંચી શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ પણ અજોડ બેનમૂન આત્માની ઉચ્ચતમ અવસ્થાઓ છે. તેના પ્રતીકરૂપે પાંચ પરમેષ્ઠીઓને સમજવાની તક પૂર્વના મહાન પુણ્યના ઉદયે મળી છે તો માત્ર શ્રદ્ધા-ભકિતના મિશ્રણવાળા પૂર્ણ સમર્પણભાવ -કે જેમાં નિખાલસતા,ગંભીરતા અને અહોભાવનું મિશ્રણ ઘોળાયેલું હોય - ની કેળવણીથી અંતરને પરમેષ્ઠીઓ પ્રતિ આંતરિક બહુમાનના ભાવથી પ્લાવિત કરી દેવું જોઈએ. જેથી સંસારનો રાગ અગર બીજા શુદ્ધ આત્માઓ પ્રતિ ધૃણાનો ભાવ ઓગળી જાય. પરિણામે તાત્વિક વૈરાગ્ય અને જગતના શુદ્ર જીવો પર ભાવકરૂણાનો ભાવ આપોઆપ કેળવાઈ જાય. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આ ભૂમિકા આરાધકોએ સતત પ્રયત્ન કરીને પણ મેળવવી જરૂરી છે. આ માટે તત્ત્વચિંતન, શ્રી નવકારના સાહિત્યનું વાંચન કરવાના પરિણામે આપણા અંતરમાં ડોકિયું કરતા રહેવું ઘટે, જેથી આપણા દોષોમાં ઘટાડો કેટલો થયો ? તેનો ખ્યાલ રહે. આ વિના બાહ્ય - પ્રતિભાસિક આરાધનાના અહંકારથી અંતરમાં રહેલ દોષોનો ભંડાર ઉભરાતો જાય અને આપણે ગાફેલ રહીએ. પરિણામે કયારેક વિશિષ્ટ નિમિત્ત પામી આપણામાં અંતર વિસ્ફોટ થાય અને આરાધનાને ન છાજે એવાં વમળો ઊભરાવા માંડે ત્યારે આપણને ખુદને વિચાર થઈ જાય કે શ્રી નવકારની આટલી આરાધના પછી આવું કેમ? પણ પદ્ધતિપૂર્વક આત્મનિરીક્ષણ દ્વારા અંતરમાં ડોકિયું કરવાનો પ્રયત્ન ન કરવાના પરિણામે આવું બનવા સંભવ છે. માટે ચેતતા નર સદા સુખી !!! તેથી શ્રી નવકારની આરાધનામાં જાપ પછી ૧૦ મિનિટ આત્મનિરીક્ષણ દ્વારા ભૂતકાલીન પ્રવૃત્તિઓની સમીક્ષા વધુ નહીં તો ગઈ કાલે શું શું કર્યું? તેમાં હકીકતમાં મારા કર્તવ્યનું પાલન કેટલું? અને પર પંચાત કેટલી ? ગુણાનુરાગની પ્રવૃત્તિ કેટલી? દોષદષ્ટિની વિક્રિયા કેટલી? આવું ચિંતન કરતા રહેવાની ખાસ જરૂર છે. આના પરિણામે આરાધનાની અંતરંગ અસર આપણામાં સ્થાઈ થવા પામે છે. “અંતરના દોષોને ઓળખવા એ જ ખરેખર આરાધનાની સફળતાની પ્રથમ નિશાની છે.” તે પ્રતિ આપણે વધુ લક્ષ્ય આપીએ એ ખાસ જરૂરી છે. આજનું પવિત્ર સૂત્ર છે “અંતર્મુખી બનો” ૧૧ ૧૩-૧૦-૮૩ વિ, નવકારના આરાધકે આરાધનાના પરિણામે પ્રાથમિક કક્ષાએ ૩ ચીજો મેળવવાની, ૧. સમર્પિતભાવે શરણોપગમન ૨. પંચપરમેષ્ઠીઓની આજ્ઞાનું પાલન (ભાવાત્મક) Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૨૨૯ ૩. પૌગલિકભાવના આકર્ષણનો ઘટાડો આ ત્રણ સાધના શરૂ થયાની પ્રાથમિક ફળશ્રુતિ છે. જીવનમાં શકિતઓ અંદરથી ઊર્ધ્વમુખી વિકાસ માટે તત્પર બની રહી છે તેની નિશાનીરૂપ આ ત્રણ બાબતો છે. આરાધના એટલે શ્રી નવકારને એટલે કે પરમેષ્ઠિઓની આજ્ઞાને જીવનમાં સંપૂર્ણ સક્રિય બનાવવા સંપૂર્ણ તૈયારી, તેના પ્રાથમિક ચરણમાં ૦ શરણોપગમન, ૦ આજ્ઞાપાલનનો ભાવ, ૦ પૌગલિક રાગનો ઘટાડો, આ ત્રણ આરાધનાની ગાડી લક્ષ્યાભિમુખ થઈ ગઈ છે તેની નિશાનીરૂપ છે. આમાં છેલ્લા બેનો આધાર શરણોપગમન = અનકન્ડીશનલ સરંડરશીપનું વધુ મહત્ત્વ છે. કામના - વાસનાથી પ્રેરાઈને કોક ની નિશ્રાનો સ્વીકાર આપણી શક્તિઓને વિકાસોન્મુખ ન બનાવે તેથી માત્ર આત્મશુદ્ધિના લક્ષ્યથી અંતરને ભક્તિ-શ્રદ્ધાથી પરિવાસિત બનાવી દીનભાવે તારકતાના વિશ્વાસ સાથે શરણોપગમન આપણી સઘળી શક્તિઓના ઉત્થાન માટે ખાસ જરૂરી છે. શ્રી નવકારના આરાધક તરીકેની સૌથી જરૂરી શરત શરણાગતિભાવની છે. તેથી આપણો સ્વચ્છેદભાવ કાબૂમાં આવે છે. આજ્ઞાના પાલનથી સમતા વધે છે અને શ્રદ્ધાનું બળ મજબૂત બને છે. તેથી તું હીં તું હીં ભાવે શ્રી નવકારના કે પંચ પરમેષ્ઠીઓના શરણે આપણી વૃત્તિઓના લઈ જવાના લક્ષ-પ્રયત્નરૂપ આરાધનાની પ્રાથમિક ભૂમિકા કેળવવાની ખાસ જરૂર છે. આ ભૂમિકા જેટલી નબળી તેટલી અંતરની શક્તિઓનો વિકાસ અધૂરો રહે છે. મહાપુરુષોની એ ખાસિયત હોય છે કે તેઓ પ્રથમથી ઉપાસ્ય તત્વોને નિષ્કામ ભાવે સમર્પિત બની જતા હોય છે. આ જાતના નિષ્કામ સંપૂર્ણ સમર્પણને સિદ્ધિનું પ્રધાન અંગ મહાપુરુષોએ જણાવ્યું છે. નાનું બાળક ૪-૬ મહિનાનું પોતાની માને કેવું સમર્પિત હોય છે તેવી હૈયાની વૃત્તિ આપણે સમજણપૂર્વક આપણી ધારણા-ભાવનાઓના આવેગને કાબૂમાં રાખી સદ્ગુરુના શરણે સમર્પિત થવા પ્રયત્નશીલ થવું ઘટે. ભલે ! આપણે સંસારમાં ગમે તેટલા વ્યવહાર ચતુર બુદ્ધિમાન હોઈએ પણ આંતરિક જીવનશુદ્ધિના ક્ષેત્રમાં આપણે હજી પ્રવેશ કર્યો છે. હજી આપણે પા પા પગલી શીખીએ છીએ, ત્યાં જે આપણી ટૂંકી અણસમજ ભરેલી બુદ્ધિનું ડોળાણ કરવા જઈએ તો આપણી શકિતઓના વિકાસને રૂંધનાર સ્વચ્છંદતા, આપમતિનું સામ્રાજ્ય થઈ જાય તો આરાધના માત્ર ખોખું થઈ જાય. તેમાં પ્રાણ, શરણાગતિ કે સમર્પિતભાવ આપણે ઉમેરી ન શકીએ. માટે નિષ્કામ – અનકંડિશનલ સમર્પણ – સરંડરશીપ એ આપણી જીવનશુદ્ધિનો મુખ્ય પાયો છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ פ ૧૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૦-૧૦-૮૩ વિ સાધના માર્ગે વિક્ષેપો આપણી શ્રદ્ધા-ભકિતની માપણી માટે ખાસ જરૂરી છે. આપણી શ્રદ્ધા-ભકિતમાં મજબૂતાઈ છે કે નહીં ? તેની પારખ વિક્ષેપોમાં આપણી શરણાગતિ કેટલી રહે છે તે પરથી થાય. દુન્યવી પરિસ્થિતિના વાતાવરણ કરતાં આંતરિક વાતાવરણની નિર્મળતા વિક્ષેપોની ગડમથલ છતાં ટકી રહેલી શરણાગતિથી કેળવાય છે. ગુરુકૃપા અને પરમેષ્ઠીઓના અનુગ્રહ વિના વિક્ષેપોના ઘસારામાં આપણે ટકી ન શકીએ. કોઈ પણ સાધક વિક્ષેપો વિના સાધના-પંથે વિકાસ કરી શકતો નથી. એનું કારણ એ છે કે સાધના આપણને આત્મા અને તેના ઊંડાણ તરફ લઈ જાય ત્યારે આપણી આસપાસ રહેલ કર્મના વાતાવરણનું કવચ – આત્મશકિતના પ્રેરકબળ વિના તૂટવા કે વીખરાવા માંડે તેથી આપણી જ ચેતનાશકિતના ભૂતકાલીન વિકૃત ઉપયોગના આધારે જન્મેલી પરિસ્થિતિઓ સક્રિય બને એ સહજ છે. R અંતર તરફ વળેલી આપણી શક્તિઓના પ્રવાહની સક્રિયતા અટકાવવા આ એક ભેદી રમત છે. એને ઓળખી આપણી શક્તિઓના અંતર તરફી વલણને અટકવા ન દેવું એ આપણું પ્રધાન કર્તવ્ય છે. એવા પ્રસંગે વૃત્તિઓના ઉશ્કેરાટ કે માનસિક આંદોલનના રવાડે ચઢી જઈએ તો આપણી અંતરની શકિતનું અંતર્મુખી વલણ અટકી જાય અને બાહ્ય પરિસ્થિતિ સાથે ઝઝૂમવાના નિરર્થક પ્રયત્નમાં આપણે અટવાઈ જઈએ. તેથી આવે વખતે ગુરુકૃપાને ભરોંસે શરણાગતિના માધ્યમને પ્રબળ બનાવી પરમેષ્ઠીઓની શકિતના પ્રવાહને વધુ વ્યવસ્થિત રીતે આપણા તરફ સક્રિય બનાવવા વર્ણયોગની ઉદાત્ત પ્રક્રિયા સાથે ઉપાંશુ કે ભાષ્ય જાપ ખૂબ જ ઉપયોગી થઈ પડે. તેનાથી ઉદ્દયાગત અશુભ કર્મોના ઇશારે ઊભા થયેલા વિક્ષેપો નિષ્ક્રિય બની રહે. અંતરમાં આપણને પરમેષ્ઠીઓના અનુગ્રહનો માર્મિક અનુભવ થાય. એટલા માટે કો'ક ઉચ્ચકોટિના સાધકે અનુભવવાણી ઉચ્ચારી છે કે, “નીવંતુ મે ત્રાળા: સહેવા મારા દુશ્મનો સદા કાળ જીવતા રહો જેથી મારી સાધનાપદ્ધતિમાં વારંવાર મને સાવચેત થવાની તક મળે. અગર તેમના નિમિત્તે વારંવાર શરણાગતિભાવ કેળવી પરમેષ્ઠીઓના અનુગ્રહનું ભાજન હું બની શકું – વિચારોની ભૂમિકાએ આ વાતની સમજણ કરતાં આચારમાં આ વાત ગોઠવવાની ખાસ જરૂર છે. આમાંથી જ જીવનશકિતઓનું વિશિષ્ટ ઘડતર થાય છે. વહેતા નદીના પ્રવાહમાં જેમ - Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા વચ્ચે અવરોધો ઊબડખાબડ જમીનના કે નાના મોટા પથરાના ઢગલા આવે તેમ નદીના વહેણમાં વેગ અને ખળભળાટમાં ધસારાની વૃદ્ધિ થાય છે, તેમ આપણી જીવનશકિતના વહેણમાં જેમ વધુ વિક્ષેપો આવે તેમ આપણી સાધનાની ભૂમિકાની પારખ તેમજ અંતરની પકકડ કેટલી વિશિષ્ટ છે ? તેની માત્રા આપણને સમજાય ! તેથી સાધકો માટે વિક્ષેપો આશીર્વાદરૂપ નીવડે છે. જો હકીકતે ગુરુકૃપા બળે અંતરની દૃષ્ટિ ખીલી હોય તો વધુ ને વધુ વિક્ષેપોથી આપણી અંતરશકિત વધુ ખીલે એ શ્રદ્ધા જીવનમાં ટકાવી રાખવી જરૂરી છે. פול ૧૩ ૨૩૧ 延 જૈન બોર્ડિંગ, પાલનપુર ૨૪-૧૦-૮૩ વિ આરાધનાના પંથે શ્રદ્ધા મુખ્ય ચીજ છે. થઢાના પાયામાં વિષયનો વિરાગ અને આરાધ્ય પ્રતિ અપૂર્વ ભક્તિભાવ આ બે ચીજ મહત્ત્વની છે. વિષયોનો વિરાગ એ આપણી વૃત્તિઓનો નેગેટિવ એપ્રોચ છે. તે થયા વિના આરાધ્ય પ્રતિ અપૂર્વ ભકિતભાવ રૂપે રાગવૃત્તિનો પોઝીટીવ એપ્રોચ જામી શકતો નથી. કેમ કે પ્લગ એક છે, આ બાજુથી કાઢી આ બાજુ લગાડવાનો છે. રાગવૃત્તિમાં પકકડ સારી હોય છે પણ આધ્યાત્મિક માર્ગે પુદ્ગલની પકકડ અવરોધ ઊભો કરે તેથી પુદ્ગલમાંથી રાગના પકકડરૂપ પ્લગને કાઢી આરાધ્ય પંચપરમેષ્ઠીમાં તે રાગ પ્લગને ભકિતભાવ રૂપે જોડવાથી શ્રદ્ધાનો પાયો મજબૂત બને છે. અંતરમાં વિષયનો રાગ ઘટે અને આરાધ્ય પરમેષ્ઠીઓ પ્રતિ ભકિતભાવ વધે તો શ્રદ્ધાનો પાયો સુદૃઢ થયો ગણાય. વળી શ્રદ્ધાના પાયાની દૃઢતા થાય એટલે આંતરિક વિચારોનું ઘમસાણ સર્વથા બંધ થઈ જાય. કેમ કે વિચારોનો સંઘર્ષ વિષયોના રાગની પ્રબળતાથી અને આરાધ્ય પ્રતિ ભકિતરાગની નિર્બળતાથી ઊભો થાય છે. આપણામાં વિષયોનો વિરાગ અને આરાધ્ય પ્રતિ રાગની તીવ્રતા હોય તો સંકલ્પો જ ન ઊઠે તો પછી સંકલ્પોમાંથી ઊભા થતા વિચારો ઊપજે જ કયાંથી? હૈં ! હવે શું થશે ! આમ થયું છે Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા તેના બદલે આમ થયું હોત તો ! આ મારું, આ તારું, આવા બધા વિચારો વિષયો પ્રતિ રાગની તીવ્રતા સૂચવે છે અને પરમેષ્ઠીઓ પ્રતિ દૃઢરાગમાં કે તેઓની સર્વહિતકરતા પર અવિશ્વાસ સૂચવે છે. એટલે ખરી રીતે તો નાનું બાળક (છ મહિનાનું) માની ગોદમાં એકદમ નચિંત નિર્ભય વિચારશક્તિના પ્રયોગ વિના મસ્તીથી ઊંઘે છે. સામે કૂતરું - આગ આદિ અનિષ્ટો હોય તો યે ગભરાતું નથી, એને કશી જ ચિંતા નથી, એ બધું માતા સંભાળે. આ રીતે આપણે સમજ- ભાનપૂર્વક પંચપરમેષ્ઠીઓના શરણે લીન થઈ જઈએ ત્યારે ખરી શ્રદ્ધા કેળવાઈ એમ ગણાય. આવી શ્રદ્ધાના પાયા દૃઢ થયા પછી વિચારોની ગતિશીલતા બંધ થાય તો પછી વિચારોમાં સંઘર્ષ રહે જ શી રીતે ? ૪ ૨૩૨ આ રીતે આરાધનાના પંથે ચાલતા પુણ્યાત્માઓ લક્ષ્ય પ્રતિ જાગૃતિનું બળ કેળવી તેમના પ્રતિ દૃઢ ભકિતરાગ કેળવી વિષયોના વિરાગને ઉપજાવે. D આવા વિષયવૈરાગ્યથી શ્રદ્ધા મજબૂત થાય છે. આરાધના આવી શ્રદ્ધાના બળથી સફળતાને વરે છે. ૧૪ ૧-૧૧-૮૩ આરાધનાના પંથે ચાલતાં ઉત્સુકતા આરાધનાની શિતને ધીમી કરી નાંખે છે. પાત્રતા હોય ત્યાં ઉત્સુકતા ન હોય. ઉત્સુકતા હોય ત્યાં પાત્રતાની ખામી ગણાય. કૃપા મેળવવાની, ફળ મેળવવાની, સિદ્ધિઓ મેળવવાની, અને આપણા મનની કલ્પનાઓને સાકાર કરવા આદિ ઘણી જાતની ઉત્સુકતાઓ હોય છે. દ્વા ઉત્સુકતા એટલે આરાધ્ય તત્ત્વ પ્રતિ શ્રદ્ધાની ખામી - આરાધ્ય તત્ત્વ સંપૂર્ણ શકિતશાળી છે. તેની પ્રામાણિક પ્રતીતિ ગુરુવચનથી કે જાતઅનુભવથી કર્યા પછી શ્રદ્ધાનો દોર મજબૂત થાય છે. તેમાં વિવિધ જાતની ઉત્સુકતા જાગે એટલે આરાઘ્યતત્ત્વ પ્રતિ જાણે આપણે શંકાની નજરે જોતા હોઈએ એવું થવા પામે. આ બધા અજ્ઞાત મનમાં પડેલા જૂના સંસ્કારો આપણને આરાધનાના મૂળ રસ્તા પરથી ખસેડી કેડીના માર્ગે ધકેલી સંસારના ચકરાવે ચઢાવવાની ક્રૂર રમતો છે. આમાં આરાધક Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તનચંદ્રિકા ૨૩૩ પુણ્યાત્માએ ખૂબ જાગ્રત રહેવાની જરૂર છે. શ્રદ્ધાની મજબૂતાઈ થાય એટલે તું હી તું હી નો ભાવ ! અમદાવાદ – દિલ્હીના નેશનલ હાઈવે પર બોર્ડ વાંચીને ખાતરી કરીને ચડ્યા પછી મહેસાણા - ઉઝા - સિદ્ધપુર આવશે કે નહીં ? કયારે આવે છે તે જાતની વિચારણા આપણી ભારોભાર અશ્રદ્ધા સૂચવે છે. પાકો હાઈવે ડામર રોડ છે તો કેમ નહીં આવે ? માત્ર આપણા પુરુષાર્થની પ્રબળતાની જરૂર છે. પણ આપણા અંતરને તે તીવ્ર પુરુષાર્થ તરફ લઈ ગયા વિના અતિરેક કરી ઉતાવળથી વાળવાની અક્ષમ્ય ભૂલ ન કરવી. એ બધું શ્રી નવકાર તેના પથદર્શક ગુરુ ભગવંતને સોંપી દેવું – આપણે માત્ર આપણી મન-વચન-કાયાને વિકારી સંસારી ભાવો તરફ જવા ન દેવી. લક્ષ્યહીન કે દિશાભ્રમિતતામાં ફસાવું નહીં. પાકા હાઈવે પર આવ્યા પછી પણ શરતચૂકથી અમદાવાદ – દિલ્હીના હાઈવે દક્ષિણથી ઉત્તરમાં જાય તેના બદલે ઉત્તરથી દક્ષિણમાં ન ચાલ્યા જઈએ, પાછા સંસારમાં ન અટવાઈ જઈએ તેની ખાસ તકેદારી રાખવી. આપણે આજ્ઞાના કાંટાને ધ્રુવની સમક્ષ રાખવા પ્રયત્ન કરી એકસીલેટર યોગ્ય રીતે બ્રેક સાથે દબાવવાનો પુરુષાર્થ કરવો એમાં પાછી સામેથી આવતી ગાડીઓ – ટ્રકોનું ધ્યાન રાખી સાઈડ આપવી પડે, વેગ ધીમો કરવો પડે. પણ આ બધું ઉત્સુકતા વગરની નિર્મળ શ્રદ્ધાબળે થાય તેવી શ્રી નવકારના આરાધકે ઉત્સુકતાને તીવ્ર શ્રદ્ધામાં કન્વર્ટ કરવા ખૂબ તન-મનથી શરણાગતભાવથી શ્રી નવકારનો જાપ પૂરો કર્યા પછી ર૭ નવકાર આ માટે જ ગણવા કે ઉત્સુકતાનો દોષ ટળે - શ્રદ્ધા મજબૂત થાય અને પાત્રતા વિકસે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ D ૧૫ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પાલનપુર ૯-૧૧-૮૩ વિ આરાધનાના પંથે વિક્ષેપોની સંભાવના હોય જ ! કેમ કે આરાધના આપણને કર્મના સામ્રાજ્યમાંથી ધર્મરાજના સામ્રાજ્ય તરફ દોરી જાય છે. તો ધર્મ અને કર્મ બંનેને પરસ્પર પ્રતિસ્પર્ધીભાવ વધુ હોવાથી એકબીજાને મહાત કરવા પ્રયત્ન કરે જ. તેથી આરાધક આત્માએ વિક્ષેપોથી ગભરાવું નહીં પણ તે વિક્ષેપોથી આપણી આરાધનાનું લક્ષ્ય ચુકાઈ જવું ન જોઈએ. રી વિક્ષેપો એ ચારિત્રમોહનો ઉદય છે જ્યારે લક્ષ્યહીનતા થઈ જાય તો દર્શનમોહનો ઉદય થયો ગણાય. દર્શનમોહનો ઉદય આરાધનામાં સૌથી વધુ અનિષ્ટ છે. દર્શનમોહની ગેરહાજરીમાં ચારિત્રમોહ વિક્ષેપો ગમે તેટલા આવે તો તે અગ્નિમાં પડેલા સોનાને જેટલો તાપ મળે તેટલું તેનું મેલાપણું ઘટી સોનાની શુદ્ધિ વધુ ઝડપી થાય છે. તેમ આપણી આત્માની પ્રોવલ સ્થિતિને આવરનારા ચારિત્રમોહના સંસ્કારો = વિક્ષેપોના ધસારાથી દર્શન મોહની ઉદીયમાન સ્થિતિ ન થાય એટલે આપણી શ્રદ્ધા આરાધનાનું લક્ષ્ય આપણે ન ચૂકીએ તો ચારિત્રમોહના ઉદયરૂપ આવેલ વિક્ષેપોથી આપણા પૂર્વમાં બાંધેલા ચારિત્રમોહ કર્મની અસરો વેદાઈને - ભોગવાઈને ક્ષીણ થાય છે. પરિણામે આત્મા નિર્મળ સ્થિતિ પામે છે. આ દૃષ્ટિકોણથી વિક્ષેપો આપણી અંતરંગ દશાની નિર્મળતાના સાધક બની જાય છે પણ કયારે ? અંતરમાં પરમેષ્ઠીઓના આદર્શને સ્થિર રાખી કર્મનિર્જરાના લક્ષ્યને સ્પષ્ટ રીતે ટકાવી રાખીએ તો ! જો દર્શનમોહનીયના ઝપાટે આપણે ચઢી જઈએ તો વિક્ષેપોને સામી છાતીએ અડગપણે ઝીલી લેવાની તૈયારી જ્ઞાની મહાપુરુષોની નિશ્રા, તેવા ઉચિત વાતાવરણ, તે તે ગુણસ્થાનકની પવિત્ર કર્તવ્યનીતિનું સમ્યપાલન અને સતત આત્મનિરીક્ષણ આદિ સાધનોથી ન કરી શકીએ તો તે વિક્ષેપોનો ધસારો દર્શનમોહના ક્ષયોપશમની ભૂમિકાને પણ હચમચાવી મૂકે. સરવાળે આપણે વિક્ષેપોના નામે શ્રદ્ધા – પરિણતિમાં પણ ઢીલા પડી જઈએ, તો તે આપણી જીવનસાધનાનું મોટામાં મોટું વિઘ્ન ગણાય. ગમે તે થાય પણ આપણે શ્રદ્ધાહીન આદર્શભ્રષ્ટ અને પરમેષ્ઠીઓની આજ્ઞાની પ્રધાનતાના ધ્યેયથી હઠી ન જઈએ તે ખાસ આરાધનાના પંથે જીવનમાં જાળવવા જેવું છે. વિચારોમાં લક્ષ્યહીનતારૂપ પતન આચારની શિથિલતા કરતાં વધુ જોખમી છે. શ્રી નવકારની સર્વપાપ = મોહાદિસંસ્કારોને મૂળમાંથી ઉખેડી નાંખી હઠાવવાની શકિત પરનો સુદૃઢ વિશ્વાસ આપણી Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આત્મશકિતઓની વિકાસની સફ્ળ ચાવી છે. જો તે ચાવી ખોવાઈ જાય તો જીવનશુદ્ધિના દ્વારનું તાળું ખોલી શી રીતે શકાય ? માટે આરાધક પુણ્યાત્માએ સતત આત્મનિરીક્ષણ કરી તેને વિશિષ્ટ ધર્મક્રિયાઓના બળે આપણી આરાધનાના પ્રાણરૂપ લક્ષ્યજાગૃતિને જાળવી રાખવાનો ભરપૂર પ્રયત્ન કરવો ઘટે. મહાપુરુષો ગમે તેવી કષ્ટપ્રદ સ્થિતિમાં પોતાની જાતને આચારનિષ્ઠાની ભૂમિકા પર ટકાવી શકયા, તેનું અગત્યનું કારણ તેમની સુદૃઢ સ્પષ્ટ લક્ષ્યાકૃતિ હતી કે આ વિક્ષેપોથી મારા આત્મારૂપ સુવર્ણનો કર્મમેલ બળી જઈ કુંદન જેવી મારી નિર્મલ દશા પ્રગટે છે. આ રીતે આપણે આપણી આરાધનામાં વિક્ષેપોના ભરપૂર આક્રમણ વખતે પંચપરમેષ્ઠીઓની તારકતા પરનો વિશ્વાસ ડગાવવો નહીં. קד ૧૬ ૨૩૫ મૈં પાલનપુર ૧૭-૧૧-૮૩ આરાધના માર્ગે ચાલતાં કયારેક કસોટીમાંથી પસાર થવું પડે છે, તે કસોટી શારીરિક કે આર્થિક કરતાં વૈચારિક મહત્ત્વની હોય છે, તેમાંથી સાત્ત્વિક રીતે પસાર થવું તે પાત્રતાનો વિકાસ ગણાય. વડીલોની કે જેની નિશ્રાએ આરાધના કરતા હોઈએ તેમની આપણી આંતરિક પાત્રતાની કસોટી માટે આપણી વિચારશકિત જેને ન આંબી શકે તેવી પણ આજ્ઞા કયારેક જાણીને કયારેક સહજભાવે થાય છે. તે વખતે પ્રસન્નતાપૂર્વક ઉમંગથી તે શિરોધાર્ય કરી તેને અમલી બનાવવાનો સાહજિક પ્રયત્ન પાત્રતાના વિકાસને આભારી છે. ભલે ! પછી તે કાર્ય અશકય કે દુ:શકય હોય પણ તુરત જ હર્ષભેર વધાવી અમલમાં મૂકવાના પ્રયત્નો માટેની તત્પરતા જ પાત્રતાની પરાકાષ્ઠા સૂચવે છે. પછી આજ્ઞાકારક પોતે કહે કે બસ ! ભાઈ ! આગળ વધવાની જરૂર નથી ! માત્ર ચકાસવા Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ખાતર આજ્ઞા હતી, કરવાની જરૂર નથી. આવી અગ્નિપરીક્ષાઓમાંથી પાત્રતાનું સોનું સો ટચનું બને છે. તમો પુણ્યવાન છો કે - આવી ભૂમિકાએ પણ તમે આવી શકયા છો પણ કયારેક તેમાં અકળામણ પણ થાય છે. તેમાં થોડી પ્રાથમિક ઘડતરની ખામી તેમજ હાયર એજ્યુકેશન તમને એ બાજુ ખેંચી જાય છે. આ વાત તમારા દોષ પ્રકટ કરવા માટે નથી પણ સાવચેતીના સૂર રૂપે છે. તમે આ પ્રસંગે અંતરથી જાગ્રત રહી શકો તે માટે સદ્ભાવભર્યું સૂચન છે. વળી આરાધનાના પંથે વિનયની મર્યાદાની જાળવણી પણ ખૂબ જરૂરી છે. ૨૩૬ આંતરિક વિચારો સાથે વિનયનો મેળ દૂધ - છાશ જેવો છે. મેળ મળે જ નહીં. વિનય જાળવવા આંતરિક વિચારોને ગૌણ કરવા જ પડે. આંતરિક વિચારોની ગ્રંથિ વિનય ગુણને ટકવા દેતી નથી અંતરની સાધનાનો અર્થ વિચારગ્રંથિનો ભેદ, આજ્ઞાની આધીનતાનો સ્વીકાર. શ્રી નવકારનો આરાધક પરસ્પર વિરુદ્ધ આજ્ઞા અને વિચારગ્રંથિનું મિશ્રણ ન કરે. વિચારગ્રંથિનો ભેદ આજ્ઞાપાલનના ભાવથી થાય છે, આજ્ઞાપાલન માટે વિનયગુણ ખાસ જરૂરી છે, વિનયના પાયામાં ગુણાનુરાગ જરૂરી છે. આ રીતે ગુણાનુરાગ, વિનય, આજ્ઞા, વિચારગ્રંથિભેદ એમ ઉત્તરોત્તર જીવનશુદ્ધિના પગથિયાં ચઢવા પ્રયત્ન કરવો જરૂરી છે. આ ઉપરાંત વિચારોની ભૂમિકાએ કોઈ પણ ચીજને સ્થાપવાના પ્રયત્ન કરતાં દરેક ચીજને જ્ઞાની સદ્ગુરુની નિશ્રાએ આચારની ભૂમિકાએ ગોઠવવાનો પ્રયત્ન કરવો. આચારની ભૂમિકા અંતરશુદ્ધિ માટે કેળવવી ખાસ જરૂરી છે. આચારની ભૂમિકા સુધર્યા વિના વિચારોની ભૂમિકા શુદ્ધ બનતી નથી. માટે વાતોના વડા કે માત્ર વૈચારિક ભૂમિકાના વિકાસથી અંતરશુદ્ધિનો રાહ જડતો નથી. શ્રી નવકારના આરાધકે આચારનિષ્ઠાથી કેળવણી માટે ખૂબ પ્રયત્ન કરવો. Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૩૭. १७ જૈન ઉપાશ્રય, વાસણા ૨૩-૧૧-૮૩ વિ. શ્રી નવકારની આરાધનાથી અંતરંગ વૃત્તિઓનો સંસ્કારપ્રેરિત ઉછાળો ઘટવા પામે છે. કેમ કે સંસ્કારોની સક્રિયતા પર કાપ મૂકવો તે ખરેખર આરાધનાનું હાર્દ છે. આરાધક પુણ્યાત્માએ જપ સાથે અંતરને ભકિતયોગથી પરમશકિતના કેસમાં શ્રી નવકાર તરફ વાળવાની જરૂર છે. તે વિના સંસ્કારો પર કાપ મૂકવો અશક્ય છે. વિચારોની સક્રિયતા સંસ્કારોને વધુ ગતિશીલ બનાવે છે માટે શ્રદ્ધા-ભકિતમાંથી ઊપજતા સમર્પણ બળે વિચારોને થંભાવવાની ખાસ જરૂર છે. જીવનની જાગૃતિનું તત્ત્વ વિચારોનું તાંડવ શમ્યા પછી ઓળખવા મળે છે. પરમેષ્ઠીઓ એટલે પૂર્ણ રીતે જાગ્રત જીવનના પરમસીમા સ્તંભો છે. તેઓના સ્વરૂપનું નિદિધ્યાસન અંતરને હળવું બનાવે છે. પણ આરાધનાનો આ પંથ એટલો વિકટ છે કે અંતરની બહિર્મુખ શક્તિઓ વારંવાર વિક્ષેપોની વણઝાર રૂપે આપણને લક્ષ્યહીન બનાવવા મથતી હોય છે પણ આ બધા માટે પોતાની અંતરંગ શકિતઓના કેંદ્રસમા આત્માની મૌલિકશક્તિઓના સ્રોતને આરાધના દ્વારા લક્ષ્યગામી બનાવવાની ખાસ જરૂર છે. આમાં અવરોધરૂપે સ્વાર્થવૃત્તિ, ફળ-લિપ્સા, અહંકાર, સાધના દ્વારા ઐહિક પદાર્થોની માંગણી અને ચંચળતા આદિને કાબૂમાં લેવાં જરૂરી છે. આના પ્રવર ઉપાય તરીકે નિયમિત જાપ અને તેના સહયોગી સ્વાધ્યાય, અંતર્મુખ નિરીક્ષણ, કઠોર ભાષાત્યાગ, પ્રશસ્ત વાતાવરણ આદિ સાધનોના અવલંબને સુદઢ પુરુષાર્થ કરવાની જરૂર છે. | વિચારોમાં સ્વાર્થ, દ્રવૃત્તિઓ અને અહંકારની માત્રા વધે ત્યારે જાપમાં રહેલી ભૂમિકાની નબળાઈ આપણને પરખાય નહીં, તેથી ઉદાત્તવૃત્તિઓના ઘડતરની ખાસ જરૂર છે, તે માટે મૈત્રી આદિ ૪ ભાવનાઓનું ચિંતન અને પરમેષ્ઠીઓની દિવ્યકરુણાના ચિંતનની ખાસ જરૂર છે. જે કે શ્રદ્ધાની માત્રા વિવેકપૂર્વક વધે તો આ જાતના ચિંતન વિના પણ જાપની ભૂમિકા ઘડાવા પામે છે. શાસ્ત્રોમાં એવાં દષ્ટાંત મળે છે કે ભયંકર લૂંટફાટ કરનારો હુંડિક નામનો ચોર પાપકર્મના ઉદયે રાજસત્તાની પકકડમાં ફસાઈ ગયો. પરિણામે તેને રાજાએ મરણાંત કષ્ટ વધુ થવાપૂર્વકની સજારૂપે તીક્ષ્ણ અણીદાર લોખંડના ખીલા – શૂળી પર ચઢાવવાની ક્રૂર સજા ફરમાવી. વધુમાં કોઈએ તેની સાથે વાત ન કરવી – કોઈએ એની પાસે જવું નહીં – જે જશે તેને ચોરના સાગરીત માની યોગ્ય સજા થશે. લોકોનાં ટોળાં શૂળી પર ચઢેલ તે ચોરની કદર્થનાને જોઈ રહ્યા છે, પેલો વેદનાનો માય Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા છેલ્લી વખતે પાણી પાણી કરે છે, પણ રાજાની કડક આજ્ઞાના કારણે દયા આવવા છતાં કોઈ ચોરની પાસે જતું નથી. છેવટે બહારગામથી આવી રહેલ તે ગામનો શ્રીમંત શેઠ ચોરની કદર્થના જોઈ ખૂબ દયાળુ બન્યો. તેની પાણી પાણીની બૂમોથી શેઠ ખૂબ દયાળુપણાથી નજીક આવી કાનમાં બોલ્યા કે તું મને તો આટલું બોલે તો હું હમણાં પાણી લાવી આપું - બે ચારવાર શેઠે તેને બોલતાં શીખવાડ્યું. રાજાના માણસોએ શેઠ ચોરના કાનમાં કંઈક કહે છે, વાત કરે છે. તે બધા સમાચાર રાજાને આપ્યા. રાજા વહેમાયો કે શેઠ આ ચોરની સાથે ભળેલા હશે તેવા વહેમથી શેઠને પકડવાના ઓર્ડર આપે છે. જ્યારે આ બાજુ શેઠની સૂચના મુજબ પેલો મો રિહંતા બોલે છે. શેઠ પાણી લેવા ગયા, પાછળથી ચોર વેદનાના ભાવમાં ઓ બાપ રે! કરવા માંડ્યો પાછું યાદ આવ્યું કે શેઠ આવશે ને હું તેમનો બતાવેલ મંત્ર નહીં બોલું તો મને પાણી નહીં પાય. એટલે ચોર ભૂલી ગયેલ નમો અરિહંતા ના પદને યાદ કરવા લાગ્યો પણ યાદ ન આવ્યું. છેવટે તાણ જેવું કંઈક હતું એટલું યાદ આવ્યું એટલે તે ચોર “આણું તાજું કંઈ ન જાણું, શેઠ વચન પરમાણં” આવું જપવા માંડયો. પાણીની લાલચે આ બાજુ શેઠ પાણી લઈને આવે તે પહેલાં ચોર મરી ગયો પણ છેલ્લે નવકારના પ્રથમ પદની શ્રદ્ધાથી વ્યંતરનિકામાં દેવ થયો. આ બાજુ રાજાના માણસો શેઠને પકડવા તેનાં ઘરબાર જપ્ત કરવા આવ્યા. જ્યાં પેલા દેવે (વ્યંતરનિકાય) પોતાના ઉપકારી શેઠને બચાવવા તેમની મિલકત ઘર દુકાન પર દેવમાયાથી મોટું લશ્કર ગોઠવી દીધું. ઘમસાણ લડાઈ થઈ. રાજાનું લશ્કર હાર્યું, રાજા સ્વયં આવ્યો ત્યારે આકાશવાણી થઈ કે આ શેઠ તો મારા ઉપકારી છે. તમે બધા કેવા ક્રૂર-નિર્દય કે પાણી પાય તેને ગુનેગાર ઠરાવ્યો. બધાંએ માફી માંગી, રાજા પગે પડ્યો. છેવટે માથા પર આ શેઠની પ્રતિમા હોય તેવી મારી મૂર્તિ બનાવો અને મંદિર બંધાવો મારું, તો છોડું. રાજા-પ્રજાએ તે પ્રમાણે કર્યું એટલે શાંતિ થઈ. તો અહીં ચોરની શ્રદ્ધાનું પ્રમાણ ખૂબ હતું તેથી બહુ ચિંતન આદિ નહીં છતાં તે પુણ્યની પ્રબળતાએ દુર્ગતિથી બચ્યો, દેવગતિ પામ્યો. આ રીતે આપણે પરમેષ્ઠીઓ પ્રતિ ઉદાત્ત નિષ્કામ શ્રદ્ધા કેળવીએ તો જાપની પાત્રતાનો યોગ્ય વિકાસ થાય. Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા ૨૩૯ , ક ૧૮ ચારૂપ ૩૦-૧૧-૮૩ સાંસારિક યાતનાઓ - વિટંબણાઓ – આંતરિક વિક્ષેપો ને હઠાવવા ઉપયોગી બનાવવાની આવડત શ્રી નવકારના આરાધકે જ્ઞાની મહાપુરુષોના ચરણોમાં બેસી મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. જીવનમાં કર્તવ્યનિષ્ઠા, આજ્ઞાપરાયણતા, અહંભાવનું વિસર્જન અને આંતરિક જાગૃતિ આ ૪ (ચાર) બાબતોનો યથાયોગ્ય વિકાસ થવો જરૂરી છે. તે માટે શ્રી નવકાર મહામંત્રનાં ચરણોમાં મસ્તક ઝુકાવી અંતરની સદ્ભાવનાઓ સાથે નીચે મુજબના સંકલ્પને જીવનમાં વણી લઈ આરાધનાના પંથે વાળવા પ્રયત્ન કરવાની જરૂર છે. આ સંકલ્પ એટલે હકીકતમાં આરાધનાનો પ્રાણ છે. તેનાથી આપણી આરાધનાની શક્તિ ખૂબ પ્રાણવંતી બને છે. આરાધનામાં પ્રાણપૂર્તિ વિના આરાધ્યની શકિતનો લાભ મેળવી શક્તો નથી. તેથી નીચેના સંકલ્પ દ્વારા અંતરની શકિતઓમાં ચેતનાનો સંચાર પ્રાણવંત કરી આરાધનાને વેગવંતી બનાવવાની જરૂર છે. આ સંકલ્પ રોજ સવારે ૫ થી ૬માં, રાત્રે ૯ થી ૧૦માં અક્ષરશ: ત્રણ વાર વાંચવો જરૂરી છે. આરાધના માટે દિવ્ય સંકલ્પ” હે પરમારાધ્ય શ્રી નવકાર ! હે મારા જીવનના ધ્રુવતારક સમા પંચપરમેષ્ઠીઓ !! વિચારો, લાગણીઓ અને કાર્યોના મિશ્રણવાળું મારું અસ્તિત્વ ભૂંસવા હું તમારા શરણે આવ્યો છું !!! તમારી આજ્ઞાના ખીલે મારા વિચારો - લાગણીઓ અને કાર્યોને બાંધી દેવાનો દઢ સંકલ્પ કરું છું છે. તમારી આજ્ઞાને શિરસાવંદ્ય કરી વિચારો – લાગણીઓ અને કાર્યોના મિશ્રણરૂપ મારા અસ્તિત્વને ભૂંસી નાંખવા મને તમન્ના જાગી છે !!! મારાં સઘળાં કાય, મારી બુદ્ધિ, મારી ઈચ્છાઓના પ્રેરક તરીકે અહંકારના બદલે તમારી આજ્ઞાનું બળ મને પ્રાપ્ત થાઓ !!! કોઈ પણ કાર્યની સફળતા – નિષ્ફળતામાં મારો અહં પોષાય કે ઘવાય નહીં તે માટે તમારી આજ્ઞાને નિષ્ઠાથી સ્વીકારવા કટિબદ્ધ થયો છું છે. આવી નિષ્કામ શરણાગતિ માટે ઉચિત યોગ્ય સમજણ અને ભાવવિભોર નમ્રતા મને મળી રહે એ અભ્યર્થના !!! મારામાં કાંઈક મેળવવા માટેની Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા અદમ્ય અતૃપ્ત વાસના સર્વથા તમારી આજ્ઞાના લક્ષ્યથી શાંત થાય એ મંગલભાવના !!! પછી કશા માટે ઝાંપા મારવાનું કે કંઈક મેળવવા માટેની વ્યાકુળતા જેવું મારા જીવનમાં ન રહે એ હકીકત સાકાર બને એ મંગલ કામના !!! સમ કે વિષમ સ્થિતિમાં આનંદ માણવાની કે ફરિયાદ કરવાની જગજૂની મારી ટેવ સદા માટે અસ્ત થાઓ !! એવી હાર્દિક નમ્ર પ્રાર્થના છે !!! સદા કામના અને બદલાની આશાને દોરે ચાલતી મારી વિચારસરણી અને કાર્યપદ્ધતિ શ્રદ્ધા – નિષ્ઠાના જોરે સમર્પિતભાવ બિનશરતી શરણાગતિ ભાવ તરફ ઝૂકી જાય એ અંતરની કામના !!! છેવટે તમારી આજ્ઞાઓને શિરોધાર્ય કરી તે આજ્ઞાઓને જીવનમાં સાકાર બનાવવાનું મારું જીવનલક્ષ્ય જલદી સાકાર બનો !!! તે દિશામાં દિવસ-રાત મારી સાધના આગળ વધતી રહે એ પુનિત ભાવના !!! તમારા દિવ્ય ચૈતન્યની સહસ્ત્રધારામાં મારા જડ જીવનના જામેલી રજ-ધૂળના થરો રોજેરોજે ધોવાઈને નિ:શેષ બને એવા આશીર્વાદની તમારી પાસેથી આ સેવક અપેક્ષા રાખે છે !!! જીવનશુદ્ધિની મંગળયાત્રાનો મારો આ પ્રધાનસૂર તારા કાને પહોંચાડવા જપયોગનું માધ્યમ અપનાવી રહ્યો છું !!! તેમાં સફળ રીતે પાર ઊતરવા તારા કૃપાકટાક્ષની ખાસ જરૂર છે ! મારી મંગળયાત્રા તારા નિષ્કારણ કૃપાકટાક્ષ ભરોંસે જ શરૂ થઈ છે !!! બાકીનું હવે તું જાણે છે! સોમવારે અને શનિવારે આ સંકલ્પ દિવસમાં ત્રણ વાર – સવારે ૬, બપોરે ૧૨, સાંજે ૬ વાગે ર૭ નવકાર આગળ પાછળ ગણી જરૂરથી ર૭ અઠવાડિયા વાંચવો. આનાથી દિવ્ય આધ્યાત્મિક બળની સ્ફર્તિ રહેશે. Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા ૨૪૧ ૧૯ ૮-૧૨-૮૩ વિ. મહાપુરુષોની સોબતે આપણા વિચારો લક્ષ્યગામી બને છે. તેમાં આડે આવતા પૂર્વના અશુભ સંસ્કારોના અવરોધને હઠાવવા માટે આપણે મહાપુરુષોની આજ્ઞાને સમર્પિત થવાની ખાસ જરૂર છે. આપણી વાસનાઓ-વૃત્તિઓમાં સહજ રીતે અહંભાવ અને સ્વાર્થની માત્રા ભરપૂર હોય છે તેને સમર્પણભાવ અને આજ્ઞાનિષ્ઠાના સાવરણાથી વાળી ઝૂડી તેની જગ્યાએ નમ્રભાવ અને પરમાર્થવૃત્તિઓની સ્થાપનાની ખાસ જરૂર છે. તમારા જીવનમાં હાયર એજ્યુકેશન સાથે ભૌતિક વાતાવરણની ગાઢી અસરને તમો પૂર્વપુણ્યના બળે અંતરને સંતપુરુષોના સહવાસથી નમ્રતા – વિનય અને ગુણાનુરાગના ત્રિવેણી સંગમમાં ભૂસવા સમર્થ બન્યા છો એ ખરેખર તમારી જીવનશુદ્ધિ માટે સફળ ભૂમિકા છે. તેમાં અનંત પુણ્યના ઉદયે શ્રી નવકારની આરાધનાની સોનેરી તક ઝડપી શકયા એ વધુમાં વધુ તમારા ઉદાત્ત જીવનના શિખરે પહોંચવાની અચૂક નિશાની છે. તમો વ્યવસ્થિત નિરંતર ઉપયોગશીલ રહી આત્મશુદ્ધિના લક્ષ્યને જાગ્રત રાખી વ્યવસ્થિત જાપ, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, સ્વાધ્યાય, ગુણાનુરાગ, પરદોષદર્શન ત્યાગ, અને પરનિંદાનો પરિહાર આદિના આસેવન દ્વારા તમે આરાધનાના ઉચ્ચ શિખરે વૃત્તિઓને લઈ જવા સફળ થાઓ એ મંગલ કામના !!! તમારા ઘરના વાતાવરણમાં કુટુંબમાં, સ્ત્રી-પુત્રાદિમાં શ્રી નવકારની શ્રદ્ધા – સમર્પિતતાનું વાતાવરણ જે જામી રહ્યું છે તેમાં તમે સમજણપૂર્વક વધારો કરશો. પ્રશસ્ત વેશભૂષા, સાત્વિક આહાર, આરાધનાના મુખ્ય પાયા છે. શકય હોય તો રાત્રે થી ૯માં કુટુંબના બધા સભ્યો શ્રી નવકારના મંદિર સમક્ષ બેસે – શ્રાવિકા તથા પુત્રીઓ બેસે – પણ બધા સમૂહમાં શ્રી નવકાર ૩ વાર બોલી, ચત્તારિમંગલં ત્રણ વાર બોલી, શિવમસ્તુ ગાથા ૩ વાર બોલી “જય અરિહંત શ્રી અરિહંત જય અરિહંત શ્રી અરિહંત' આ ધૂન ૨૧ વાર (સોમ, ગુરુ, શનિવારે) રોજ ૭ વાર ચલાવવી. પછી “જે સમરે શ્રી નવકાર તે ઊતરે ભવપાર” ત્રણ વાર બોલવું. આટલું આ શનિવારથી જરૂર કરશો. વિશેષ - “ચેતન ! જ્ઞાન અજવાળીએ” એ માર્મિક પદ તમને આપવાની સૂચના પરમદિ’ થઈ છે. તમો પૂનમે શંખેશ્વર જરૂર અનુકૂળતા હોય તો આવવા વિચારશો. ત્યાં રૂબરૂ આપીશ. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચિંદ્રિકા તમો શ્રી નવકારના જાપમાં સમય સ્થાનની મર્યાદા જાળવો છો તેમ પૂજા પદ્ધતિની વ્યવસ્થા સાથે શ્રી નવકારના અક્ષરાત્મક ધ્યાન માટે પ્રયત્નશીલ રહેશો. શ્રી નવકારના ચિત્રપટ સામે સોમ – ગુરુવારે રાત્રે ૮ થી ૧૦માં ૧૫ થી ૨૦ મિનિટ ધારીને આખો નવકાર વાંચવો. ૧ પદ ઉપર ૧ મિનિટ જેવું એવો ક્રમ રાખવો. નવકાર પૂરો થયા પછી પાંચ - સાત મિનિટ શ્રી નવકારના ગમે તે પદ પર નજર ફેરવતા રહેવું. તેથી મારા આત્માની શુદ્ધિ થાઓ તેવી ભાવના સતત કરવી. તમારી આરાધના બળે કષાયવાસના અહંકાર, પરદોષદર્શન આદિ દૂષણોનો ઘટાડો થાય એ જાતનો સંકલ્પ જરૂર કરશો. તમો અંત:કરણમાં શ્રી નવકાર પ્રતિ શ્રદ્ધા વિકસે તેવી નાની નાની વાતો તેમજ પહેરવેશ, ખાનપાનમાં વિકૃતિનાં તત્ત્વોનો પગપેસારો ન થાય તે માટે ખાસ ધ્યાન રાખશો. २० મંજપુર ૧૪-૧૨-૮૩ વિક જણાવવાનું કે જીવનમાં વિચારોનું મહત્વ હોય તે વિકાસને અવરોધે છે, જ્યારે વિચારોના સ્થાને આચાર અને તે પણ આચારશુદ્ધિનું જ્યારે જીવનમાં મહત્ત્વ થાય ત્યારે જીવનશકિતઓ વિકાસના પંથે વધવા માંડે. વિચારો = વિ = વિશેષ કરી અર્થાત્ વધુ - ચાર = ફરવું, માનસિક તરંગોની દુનિયામાં હરવા-ફરવાની, વાત કરવાની – વાત નહીં કરવાની – આવા લક્ષ્યહીન વિચારોથી આપણી જીવનશક્તિ અવળે માર્ગે વેડફાય છે. તેથી પુણ્યશાળી વિવેકી આરાધકોએ વિચારોના ઝંઝાવાતને શમાવવા સાવચેત રહેવાની જરૂર છે. આજ્ઞાપાલન, કર્તવ્યનિષ્ઠા અને શરણાગતિનો ભાવ વિચારોની આંધીમાંથી ઊપજતા સ્વચ્છંદતાના વંટોળમાં કયાંય ગોળાઈ જાય છે. માટે આરાધના દરમ્યાન સતત આરાધકોએ વિચારોને આજ્ઞા-નિષ્ઠા અને જ્ઞાની નિશ્રાના ખીલે બાંધી રાખવા સતત પ્રયત્ન કરવો. વિચારોનું મૂળ મનમાં દેખાય છે, પણ મનમાં આત્માએ પૂર્વોપાર્જિત મોહના સંસ્કારોની સક્રિયતાથી આવે છે એટલે મોહના સંસ્કારો વિચારોનો પાયો છે. શ્રી નવકારના વર્ણયોગની મર્યાદાપૂર્વકના Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૪૩ વિશિષ્ટ જાપથી, શ્રી નવકારના અક્ષરોના વિધિપૂર્વક જાપથી થતા – ઊપજતાં આંદોલનોથી મોહના સંસ્કારોનું ઘડતર - જે મોહની તીવ્રતાથી થયું હોય છે - તે મોહ નરમ પડે છે. | સરવાળે આપણામાં સંસ્કારોની નિષ્ક્રિયતા થવા પામે છે. પરિણામે વિચારો સ્વચ્છંદવાદના પંથે જતા અટકી જાય છે. આપણી અંતર્ચેતનાના આદેશ વિના સંસ્કારોની દોરવણીથી ઊપજતા વિચારોના આંદોલનને શમાવવાની આરાધનામાં વહેલી તકે જરૂર છે. આ માટે જ્ઞાની નિશ્રા અને શરણાગતિ સાથે વિધિપૂર્વક જિનપૂજા – સામાયિક – વ્રતનિયમ પચ્ચકખાણ આદિ છ આવશ્યકના પાલન સાથે શ્રી નવકાર મહામંત્રના વર્ણયોગની પ્રક્રિયા સાથે ઉદાત્તભૂમિકાનો જાપ એ જીવનશુદ્ધિનું સફળ મહત્ત્વનું અંગ છે, તેને અપનાવવું જરૂરી છે. આરાધના પંથે ધપી વિશિષ્ટ આત્મશુદ્ધિ મેળવનારા પુણ્યાત્માઓ આ રીતે જ જીવનયાત્રાને ગોઠવી શુદ્ધિનાં સોપાનો ચઢી ઉચ્ચકોટિની નિર્મળતાના શિખરે પહોંચે છે. કયારેક એવું પણ બને છે કે આ જાતની શુદ્ધિના રાજમાર્ગની કો'ક કડી ખૂટવાથી આડરતે ફંટાઈ ગયેલ, આરાધક પુણ્યાત્માઓ ખૂટતી કડી પૂર્વની આરાધનાથી ઊપજેલા પુણ્યના આધારે બીજા જન્મમાં મેળવી પોતાની આરાધનાની મંગલયાત્રા જે આડરતે વિકૃત થવા પામેલ તે સુધરવા પામે છે. - જેમ કે કમઠની ધૂણીમાં બળતો નાગ (લાકડાની બખોલમાં) ભયંકર મરણાંત કષ્ટની વેદના ભોગવી રહેલ પણ અતિશયધારી વિશિષ્ટ દિવ્યજ્ઞાની શ્રી પાર્શ્વકુમાર તેના ઉદ્ધારની વાતને હૈયામાં રાખી, બીજા કંઈ પણ લૌકિક પ્રયોજન વિના અશ્વારૂઢ થઈ કમઠ પાસે જઈ જરા યોગસાધનાની આડી વાત ઉપાડી લાકડામાં બળતા નાગને કઢાવી સેવકમુખેથી શ્રી નવકાર મહામંત્ર સંભળાવી ગયા જન્મની તેની ધર્મઆરાધનામાં અવિધિ – ઈષ અને અનાદરથી પડેલ ફાચરથી અટકી ગયેલ જીવનસાધનાનો માર્ગ પ્રબળ પ્રભાવશાળી શ્રી નવકારના તેજસ્વી વણે પતિતપાવન શ્રી પાર્શ્વનાથ પ્રભુની નિષ્કારણ ભાવકરુણાભરી દષ્ટિથી ખૂબ શકિતવંતા બની નાગે પૂર્વભવમાં કરેલ વિરાધનાના દોષને હઠાવી નાગના જીવની આત્મશકિતને ભૂતકાલીન આરાધનાના દિવ્ય તેજવાળી બનાવી ભયંકર દુર્ગતિમાંથી બચાવી નાગકુમારના ઈન્દ્રપદવી જેવા ધરણેન્દ્રપદવી નામના અપૂર્વ સ્થાનને પામવા સૌભાગ્ય અપાવ્યું. આ રીતે શ્રી નવકારની વ્યવસ્થિત વર્ણયોગની પ્રક્રિયા સાથે વ્રત - ૫ - નિયમ આદિ ભવ્ય ધર્માનુષ્ઠાનોના બળથી વિરાધનાના થતા થયેલા દોષોને દૂર રાખી આત્મશક્તિને પરમાત્મ શકિત ભણી ગૌરવભરી રીતે વાળે છે. આ પંથે તમે તમારી વ્યાવહારિક જરૂરિયાતોનો લક્ષ્યાંક નિયત કરી તેની પૂર્તિ પછી તમે તમારા જીવનને આધ્યાત્મિક સ્તરે ટકાવી ઉદાત્ત રીતે સાત્વિક ભૂમિકાએ લઈ જવા મહામંત્ર શ્રી નવકારની ઉત્તરોત્તર દિવ્ય આરાધનાના પંથે સફળતાપૂર્વક આગળ વધો એ મંગલ કામના. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ૨૧ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૪-૧૨-૮૩ શ્રી શંખેશ્વરમાં દાદા પાસે ઘણી પ્રેરણાઓ મળી. તેમાં મુખ્ય એ કે જિનભકિત સાધનાનું મુખ્ય એ અંગ છે, તેનાથી અંતરંગ આત્મામાં વિશિષ્ટ શકિતનો સ્રોત કેન્દ્રમાંથી પ્રવાહિત થાય છે. વળી આ જિનભકિત પણ તીર્થંકરો માત્ર મોટા છે એ ભાવના પાયા પર માત્ર અવલંબિત ન હોવી જોઈએ પણ આ વિષમ સંસારમાં રાગાદિ સંસ્કારોની ભ્રમણામાં સાવ ભુલાઈ ગયેલ આપણી મૌલિક સ્વરૂપની જાગૃતિનું ભાન શ્રી વીતરાગ પ્રભુએ સ્વયં વિશિષ્ટ રીતે જિનશાસનની આરાધના કરી મેળવેલ વિશુદ્ધિના ફ્ળરૂપે કેવળજ્ઞાન વીતરાગતાના પગથારે ઊભા રહી સ્વાનુભૂતિના રણકાર સાથે અંતરાત્માના દિવ્ય અનુભવનો ઝણકારભર્યો ઉપદેશ આપી કરાવેલ છે. તેના આધારે તેમની ભકિત-બહુમાન એ આપણી કૃતજ્ઞતાનું ફળ ગણાય. F આવી કૃતજ્ઞતાભાવભરી જિનભકિત અને તે અંગે હાર્દિક ઉલ્લાસ સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા સાથે ભાવપૂજામાં તેઓના ગુણોની સ્તવના ચૈત્યવંદનમાં પૂ ઉપા યશોવિજયજી મ, પૂ રૂપવિજય મ, પૂ. મોહનવિજય મ, પૂ॰ ન્યાયસાગર મ૰, પૂ દેવચંદ્રજી મ૰, પૂ આનંદઘનજીના આદિના ભકિતભાવભર્યું સ્તવનો અર્થાનુબંધપૂર્વક બોલી પ્રભુ વીતરાગ પરમાત્માના દિવ્ય ગુણો પૈકી પરમાર્થવૃત્તિ, નિષ્કારણકરુણા, વિશિષ્ટ પરોપકાર અને તીર્થપ્રવૃત્તિ આદિ ગુણોનું હાર્દિક ભાન કેળવવું તે આપણી જીવનશકિતઓની સાધના માર્ગે વિકસિત ભૂમિકા બતાવવા માટે ખાસ જરૂરી છે. વળી બીજી વાત પણ શ્રી શંખેશ્વર તીર્થમાં દિવ્ય પ્રેરણારૂપે સમજવા મળી કે ૧૮/૨૧ કે ૨૭ ઇંચના કે તેથી વધુ મોટા જિનબિંબ આગળ તેઓના ચક્ષુમાંથી નીકળતાં તેજને દિવ્ય તેજના પ્રવાહરૂપે કલ્પી પ્રભુના આખા શરીરમાંથી દિવ્ય કરુણા વિશિષ્ટ ચૈતન્યનો શુદ્ધ શ્વેત પ્રવાહ તેમજ હૃદયમાંથી દિવ્ય કરુણાનો ઝરો વહી રહ્યો છે. આ બધી કલ્પનાઓથી પ્રભુ સમક્ષ માત્ર એકીટશે જોઈ રહેવું, વચ્ચે અષ્ટદલકમલરૂપે શ્રી નવકાર મહામંત્રનો છૂટક જાપ, વધુ તો પ્રભુ જિનબિંબને એકધારી રીતે જોવાનો પ્રયત્ન પણ આપણને અતિવિશિષ્ટ ભૂમિકાએ લઈ જનારો બને છે. અત્યારે આપણે ધ્યાન કે તેની આરાધના માટે યોગ્ય ગુરુ કે તેમનું માર્ગદર્શન મેળવવા અસમર્થ છીએ. શ્રી વીતરાગ પરમાત્માની આવી આદર્શ ભકિત તેમજ જપયોગ અને શ્રી વીતરાગ પ્રભુએ નિર્દેશલ છ આવશ્યકના યથાર્થ પાલન દ્વારા જીવનને સફળ કરી શકીએ એવી પરિસ્થિતિમાં આપણે છીએ. Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૪૫ આજે દેખાતો ધ્યાનનો ઝોક ક્રિયાની અરુચિ અગર વધુ પડતી અવિધિવાની ક્રિયાઓમાંથી કંઈ ચેતનાને સ્પર્શે એવું ન મળેલ હોઈ ક્રિયાયોગની અણસમજભરી વિકૃત વિચારધારામાંથી ઊભો થયો છે. એટલે શોર્ટકટ મુકિતમાર્ગનો મેળવી લેવાના સંતોષના આધારે પાત્રતાની કેળવણી વિના ધ્યાનના કુમાર્ગે જવાનો પ્રવાહ કે અભિરુચિ આજે વધુ દેખાય છે. પણ તે બધાને માર્ગસ્થ કરવા “પત્ સિદ્ધિા, નપાતુ સિદ્ધિા, નપાત સિદ્ધિઃ વત ગુ' એ વાકયને વ્યવસ્થિત રીતે સમજી જ્ઞાની મહાપુરુષોનાં ચરણો પાસે બેસી આદર્શ જા૫પ્રક્રિયા વિશિષ્ટ રીતે આચારના જપયોગની સાધનાને જિનભક્તિ વડે આત્મ કક્ષાને અનુરૂપ ધર્મક્રિયાઓના વિધિયુકત આચરણ દ્વારા અંતરને સિદ્ધિ = કર્મયોપશમ દ્વારા આત્મશકિતના અપૂર્વ વિકાસના લક્ષ્ય તરફ વાળવાની જરૂર છે. શ્રી નવકારની આરાધના આત્મશુદ્ધિના લક્ષ્ય સાથે કરવા માટે જપયોગ, શ્રી જિનભકિત અને કક્ષાનુરૂપ ધર્મક્રિયાઓનું આરાધન આ ત્રણેની ખાસ જરૂર છે. શ્રી વીતરાગ પ્રભુ પરમાત્માની ભકિતમાં તેમના ગુણાનુવાદ અંતરથી જ્યારે ઝીલે ત્યારે અંતરમાં પરમાત્મપદનો સ્પષ્ટ પરિચય મળવાથી આપણી આરાધનામાં ઉલ્લાસ - કૃતજ્ઞતાભાવ અને શ્રી વીતરાગ પ્રભુ પ્રતિ અંતરનો રાગ વધવા પામે છે. આપણી વિચારધારામાં આ જાતનો શ્રી વીતરાગ પ્રભુનો રાગ જગતના ભૌતિક પદાર્થોની મમતા અગર દુન્યવી પદાર્થોનું આકર્ષણ અંતરમાંથી હઠાવે છે. આપણામાં જેમ જેમ દુન્યવી પદાર્થોનું આકર્ષણ ઘટે તેમ તેમ સાધના માર્ગે જતાં વિક્ષેપોનું બળ અવરોધ કરવા તૈયાર થતું હોય તે વિક્ષેપોનું બળ નિ:શેષ થવા પામે છે. તે રીતે આપણે આપણી આરાધનાના પરિણામે અંતરશુદ્ધિનું સરવૈયું મેળવી શકીએ છીએ. આજે વર્ષોથી ધર્મક્રિયાઓની આરાધનાના પંથે ચાલવા છતાં ભાવો-પરિણતિની મલિનતા ઘટતી જોવાતી નથી – કષાયો પ્રબળ દેખાય છે. અંતરની વાસનાઓ પ્રબળપણે માથું ઉઠાવતી હોય છે. એ બધું શેનાથી ? એ વિચારમાં પાયાનાં ખૂટતાં તત્ત્વોની માહિતી આપણને આ જાતના વિશિષ્ટ કૃતજ્ઞતાભાવ સાથે કરાતી જિનભકિતના પરિણામે પૌદ્ગલિક પદાર્થોના આકર્ષણના ઘટાડાની વાત મહત્વની સમજાશે. તમો આ ઉપર ગંભીરપણે જરૂર વિચારશો. માત્ર આપણી જાતને સુધારવાના દષ્ટિકોણથી આ વાત વિચારવા જેવી છે. ઘણો અદ્દભુત પ્રકાશ મળશે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી નમસ્કાર મહામંત્ર નવચંદ્રિકા ૨૨ ૨૭-૧૨-૮૩ શંખલપુર વિ. તમારી આરાધના વ્યવસ્થિત ચાલુ હશે. આરાધનાની પ્રાથમિક અસર સંસારનું આકર્ષણ ઘટે – દુન્યવી પદાર્થોની ઝણઝણાટી ઘટે અને અંતરથી જીવનશુદ્ધિના રાહે આગળ વધવાની તમન્ના જાગે. શારીરિક દષ્ટિએ મન - મગજ બને આખા શરીરમાં મુખ્ય અંગો છે. આખા શરીરને પ્રેરણા, પ્રવૃત્તિનું બળ આપનાર આ બંને અંગો છે. તે બંને અંગમાં જે શ્રી નવકાર વસી જાય તો શારીરિક રીતે આપણે એવા સ્વસ્થ બની રહીએ કે અંતરની ઝણઝણાટીપૂર્વક શ્રી નવકાર અને તેના પ્રતીકરૂપ પંચ પરમેષ્ઠીઓની આજ્ઞા તરફ આપણું શરીર સદાકાળ ઝુકવા તૈયાર રહે. અનાદિકાળના સંસ્કારો આપણા શરીરને અવિધિમાર્ગ તરફ ઝુકાવે છે, તે ઝુકાવ ઘટવા પામે. આંતરિક પરિસ્થિતિઓમાં આ જાતનું પરિવર્તન આરાધનાના બળે આ રીતે અનુભવીએ એ જરૂરી છે. આ માટે સ્થાન - સમય - સંખ્યાના ધોરણ સાથે વર્ણયોગથી શ્રી નવકારના જાપનું વધુ મહત્ત્વ છે. તેની સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, વ્રત, નિયમ, પચ્ચકખાણ, બ્રહ્મચર્ય, દાન, તપસ્યા આદિ સહાયક સાધનોની પણ ખાસ જરૂર છે. જાપ સાથે સંસારને ભૂલવા માટે યોગ્ય સ્વાધ્યાય તે પણ પૂર્વાચાર્યન ગ્રંથનું વાંચન દિવસમાં ૩૦ મિનિટ પણ ઓછામાં ઓછું જરૂરનું છે. શ્રી વીતરાગ પ્રભુની ભક્તિયોગ સ્તવનો – પૂર્વાચાર્યના અથનુસંધાનપૂર્વક ઘીમા રાગે ગાવા તે લાભકર્તા છે. ભકિતયોગમાં સંગીત મુખ્ય ન થઈ જાય, આપણા મનને ગમે તેવા આધુનિક સિનેતર્જનાં ગાયનોનો મોહ વધી ન જાય તે ખાસ ધ્યાન રાખવા જેવું છે. વ્યવહારમાં મોહનીય કર્મ વધે તેવાં આપણાં વર્તન ન થવા પામે એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વળી આપણા જીવનમાં ઈર્ષ્યા, દ્વેષ, લોભ, પરદ્રોહ, વિશ્વાસઘાત અને અનીતિ આ છ બાબતોનો પ્રવેશ વિષયવાસના અને પુદ્ગલરાગની તીવ્રતાથી થવા ન પામે તેનું ખાસ ધ્યાન રાખવું ઘટે વિચારોમાં કયારેક વાસના અગર કષાયની અસર ઊભી થાય ત્યારે તે અસરને વધુ ક્રિયાશીલ બનવા ન દેતાં તેવાં નિમિત્તો કે વાતાવરણને છોડી શુભ નિમિત્તો, શુભ વાતાવરણમાં જવાનો પ્રયત્ન કરવો. માત્ર માનસિક વિચારોથી તે આવેગને અટકાવવાની બાલિશ ચેષ્ટા કદી ન કરવી. કેમ કે વિચારોમાં આવેલ, વાસના કે કષાયનો પ્રવાહ માત્ર વિચારોથી કદી અટકતો નથી તે માટે તો તે પ્રવાહને સૌ પ્રથમ તેવા વાતાવરણ – નિમિત્તોથી આવતો અટકાવવા તેવા નિમિત્ત – વાતાવરણની અસરમાંથી Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા ૨૪૭ હટી જવું તે પ્રશસ્ત માર્ગ છે. આરાધનાના પંથે માનસિક મકકમતા ટકાવવા તેવા વાતાવરણની પવિત્રતા ખાસ જરૂરી છે. ગૃહસ્થ જીવનમાં તેવા વાતાવરણની બહુ ખામી હોય જ ! તેથી વારંવાર દેરાસર – ઉપાશ્રય કે ઘરે શ્રી નવકાર આરાધના મંદિરના સંપર્કમાં આવી વિચારોનું બળ મેળવવું જેથી સંસ્કારોના આવેગને ક્ષીણ કરી શકાય. વળી શ્રી નવકાર મહામંત્રના આરાધકે અંતરની શકિતઓના વિકાસના ધ્યેયને બર લાવવા જ્ઞાનીઓની આજ્ઞાને વફાદાર રહેવા ખૂબ વ્યવસ્થિત પ્રયત્ન કરવો જોઈએ. આપણી પરિસ્થિતિ, ભાવ, કર્તવ્ય કરવાની તૈયારી આરાધનામાં આપણી શકિતઓને આગળ જતી અટકાવે વ્યવહાર અને સંસારની ઉપાધિઓના ગૂંચાળા એવા વિષમ જટિલ હોય છે કે ભલભલા પોતાની કર્તવ્યનિષ્ઠામાંથી ખસી જાય છે. પણ શ્રી નવકારને સમર્પિત રહી આરાધનાનું બળ વધારનાર પુણ્યાત્મા પોતાની જાતને સંસારની વિષમતાઓ વચ્ચે પણ નિખાલસ રાખી અંતરને શકિતઓના માધ્યમરૂપે ટકાવી રાખવા નિખાલસતાથી સમર્પિત ભાવને ઘટવા દેતો નથી. તથા વિચારોની દુનિયામાં સહેજ ખરાબી તે આરાધનાને પોષક નથી. આરાધકે ખરેખર તો જ્ઞાની ગુરુઓનાં ચરણોમાં રહી પરમેષ્ઠીઓની આજ્ઞાને સમજવાનો પ્રયત્ન કરી તદનુરૂપ આપણી જાતને ઘડવાનો પ્રયત્ન જરૂરી છે. જો કે સંસારમાં રહેલા માટે આ વાત જરા અઘરી લાગે તેમ છે, પણ આરાધનાના પંથે ખાસ જરૂરી સમર્પિતભાવની કેળવણીને વધુ સક્રિય બનાવવા માટે આ જાતની કર્તવ્યનિષ્ઠા અને કાર્યસરણિ ટકાવવી જરૂરી છે. તમે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા વિધિસહિત કરીને મોહના સંસ્કારોને શકિતહીન બનાવવા પ્રયત્નશીલ છો તે આનંદજનક બીના છે. તેની સાથે વ્યાવહારિક જીવનમાં પાપની ધૃણા અને અંતરના રાગાદિ દૂષણો છલકાય નહીં તે જાતના આદર્શ વ્યવહારને તમે ટકાવી રાખો અને જીવનશુદ્ધિના ભગીરથ કાર્યને સરળ બનાવો એ ઇચ્છવાજોગ છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ક્ષા ૨૩ મોઢેરા ૫-૧-૮૪ વિ. સં. ૮૦૭માં બપ્પભટ્ટસૂરિ દીક્ષાભૂમિ વિતમારી આરાધનામાં અરિહંત-ભકિતનો ફાળો સૌથી વધુ હોય તે ઈચ્છવાયોગ્ય છે. કારણ કે અરિહંત-ભકિત આપણી આત્મશક્તિઓને પરિપૂર્ણ રીતે વિકસાવવા ખૂબ જ ઉપયોગી છે. જીવનમાં વિકાસનાં દ્વાર પર સાંકળરૂપે અહંકાર અને તાળારૂપે મમકાર – બીજા શબ્દોમાં અહંભાવ અને મમતા છે. આને હઠાવવા અરિહંત પરમાત્માની ભક્તિ પ્રબળ સમર્થ છે. તમારા જીવનમાં સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાનું મહત્ત્વ ઠીક ગોઠવાયું છે. પણ તેમાં વિધિના પાલન સાથે અહંભાવ અને કર્તત્વનું અભિમાન તમારા વિકાસને રોકે છે. તેમજ ડૉ. મનુભાઈ શાહના જીવનમાં ભાવાસ્તવ ચૈત્યવંદન સ્તવન – સ્તુતિમાં એકાગ્રતા છે તે તમારે અપનાવવા જેવી છે. તેઓએ તમારી વિવેકપૂર્વક સમીક્ષા કરી તેઓના જીવનમાં ખૂટતી કડી સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજારૂપે દ્રવ્યસ્તવ ઘણાં વર્ષોથી ડૉકટરીબોજાના પ્રતિબંધથી ઊપજતા લજજા, શરમ, સંકોચને જ્ઞાવી દઈને પણ અપનાવ્યો છે. અને તેમની અરિહંતભકિત એ રીતે હવે સફળતાની કક્ષા પર જવા માંડી છે, તેમ તમારે તેમના જીવનમાં ઓતપ્રોતરૂપે વણાઈ ગયેલ ભાવસ્તવ = સ્તવન – સ્તુતિની અર્થના ચિંતન સાથેની એકાગ્રતાપૂર્વક ભાવનાની પદ્ધતિ ખાસ અપનાવવી જરૂરી છે. ભાવસ્તવની ખામી અને દ્રવ્યસ્તવમાં વિધિપ્રધાનતાના વિકૃત અહંભાવથી તમારા જીવનમાં સમર્પિતભાવ થી વીતરાગ પ્રતિ બરાબર કેળવાતો નથી, કયારેક ઓવર ટેઈકીંગ જે થાય છે તે આનું પરિણામ છે. તમારી જીવનચર્યાની વિકૃતિઓને હઠાવનાર શ્રી નવકાર મહામંત્રની આરાધનામાં વર્ણયોગની મર્યાદાપૂર્વક જાપની પદ્ધતિમાં તમે વ્યવસ્થિતપણે આગળ વધો એ ખાસ જરૂરનું છે. તેમ છતાં ભાવસ્તવની પ્રધાનતાને સાપેક્ષપણે વિકસાવવાની જરૂર છે. શ્રી દેવચંદ્ર ચોવિસી – આ બુદ્ધિસાગર સૂરિ મ. છપાવેલ શ્રીમદ્ દેવચંદ્રનાં બે પુસ્તક (ભા. ૧-૨)માં છે તે જરૂર તમે એક વાર વાંચી તે સ્તવનો તેના ભાવાર્થની સમજૂતીપૂર્વક બોલવાનો અભ્યાસ કરો. પણ આ કરતાં પહેલાં શ્રી યશોવિજય જૈન પાઠશાળા મહેસાણા તરફથી છપાયેલ ઉપા. યશોવિજય મની ચોવીશી (અર્થ સાથે) વાંચી તે સ્તવનો છ મહિના સુધી પૂજા પછી ચૈત્યવંદનમાં બોલવાનું રાખો. આનાથી અહંભાવનો ઘટાડો થશે, ભકિતયોગનો વિકાસ થશે. અંતરંગ જીવનયાત્રાની મોટી આનંદ-અનુભૂતિ થશે. વિચારોમાં Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૪૯ અનુભૂતિની પરિપકવતા ઉમરના વધવાથી જે આવી છે, તેમાં સાધનાનું બળ ઉમેરવું ખાસ જરૂરી છે. તે વિના વિચારોમાં અનુભૂતિની પરિપકવતા સરવાળે અભિમાન-અહંકારમાં વધારો કરે. માટે તે ભયસ્થાનથી બચવા શ્રી વીતરાગ પ્રભુની દ્રવ્યસ્તવ સાથે ભાવતવથી શ્રી નવકાર મહામંત્રની આરાધનાનું બળ વધારી જીવનમાં કૃતજ્ઞતા, આત્મસમર્પણ, શ્રદ્ધાભકિત અને નિષ્ઠાના મિશ્રણને કેળવવાની ખાસ જરૂર છે. તમારા બાહ્ય જીવનમાં અમુક વિશિષ્ટ હિતકારી પરિવર્તનો આવી રહ્યાં છે તે અંશે આરાધનાની અસર જીવનયાત્રામાં અનુમોદનીય ગણાય. પણ સાથે જ ઉપકારી મહાપુરુષોની દોરવણી અને જીવનચર્યાના પ્રકારોની સમીક્ષા કરવાની વિકૃતિના ઘટાડા માટે અરિહંત પરમાત્માની ભકિતમાં ખૂટતા તત્ત્વ તરીકે અર્થસહિત ગંભીર વિચારણા સાથે ભાવસ્તવના ઉમેરવી જરૂરી છે. જો કે આમાં એક મોટું ભયસ્થાન છે. ભાવસ્તવમાં એકાંગી ઝુકાવ મોટે ભાગે દ્રવ્ય ક્રિયાના ઝુકાવને ઘટાડનાર થઈ જાય છે. માટે તમે ભાવસ્તવની વધુ પકકડના કારણે શુક અધ્યાત્મી કે માત્ર વાચિક ભકિતના પંથે ઢળી ન પડો એ અંગે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. માટે પૂ ઉપા. યશોવિજય મનાં સ્તવનો છ મહિના સુધી બોલો. પછી ઉપા, દેવચંદ્રજી મનાં સ્તવનો. આ ક્રમ જાળવવા ખાસ ધ્યાન રાખશો. - તમે ભાવનાશીલ છો તેમજ કર્તવ્યનિષ્ઠ છો તેથી કયારેક કર્તવ્યના પંથે વળવાના બદલે અતિરેકમાં લાગણીના વળાંક તરફ વળી કર્તવ્યની મર્યાદાના પથથી આઘા ન થઈ જાઓ, તે ખાસ સાવચેતીપૂર્વક હૃદયમાં લેવા જેવું છે. શ્રી નવકાર મહામંત્રની આરાધનાના બળે પ્રાય: આવું થશે નહીં છતાં નિર્દેશક તરીકે સાવચેતી રાખવી પડે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા E ૨૪ વડાવલી ૮-૧-૮૪ વિક જણાવવાનું કે જીવનશુદ્ધિના મહેલમાં જવા માટે પ્રારંભિક જરૂરી ચાર પગથિયાં છે. ૧. દેવ-ગુરુનો આદર – પૂજનાદિ ૨. સદાચાર. ૩. તપસ્યા. ૪. મુક્તિ પ્રત્યે અપ્રીતિનો ઘટાડો. જીવનમાં શુદ્ધિ મેળવવા આ ચાર મહત્ત્વના પદાર્થોને યથાયોગ્ય રીતે અપનાવવા જરૂરી છે, જેમાં પ્રથમ અને ચોથું બે ખાસ જરૂરી સાધન છે. બીજું, ત્રીજું સહકારી કારણ છે. જેમાં દેવ = વીતરાગ પ્રભુ પ્રતિ અંતરંગ બહુમાન પ્રીતિનો ભાવ એવો દઢ કેળવવો જોઈએ કે અંતરમાં તેમના વચનના સુદઢ વિશ્વાસના કારણે તેમનું નામ સાંભળતાં ઉમળકો આવે. તેઓની આજ્ઞા અને માર્ગદર્શન ખૂબ જ રુચિકર – ઉપાદેય અને છતી શકિતઓ અમલમાં મૂકવાની તત્પરતા કેળવવી જોઈએ. શ્રી વીતરાગ પ્રભુના દર્શન વંદન – પૂજનના વિધિપૂર્વક આચરણથી આપણા આત્મા પર વળગેલ મોહના સંસ્કારોની માયાજાળ વિખરાવા માંડે છે. વધુમાં આપણા આત્મામાં કર્મના પુદ્ગલોને ખેંચવાની - પકડવાની- બાંધવાની જે ખાસિયત-યોગ્યતા અનાદિકાળથી ઘર કરી ગઈ છે જેને શાસ્ત્રીય પરિભાષામાં સહજમલ કહેવાય છે, તે સહજમલ દેવ - વીતરાગના અનંતાનંત ગુણોના સામર્થ્યના ચિંતનપૂર્વક ઊપજેલ આદર - બહુમાન સાથે કરાતા દર્શન - વંદન – પૂજનાદિથી ઘટવા પામે છે. પરિણામે કર્મ બાંધવાની શક્તિ ઘટી જાય એટલે આપણો આત્મા સહજ રીતે નિર્મળ થવા માંડે, જેમ કે પેટના બગાડથી શરીરના મોટા ભાગના દર્દી ઊપજે છે, જો દવા પેટના બગાડને ઘટાડે તો પરંપરાએ બધા દર્દી ઘટે જ ! પણ પેટના બગાડને ઘટાડવાની તાકાત વિનાની દવાથી બીજા દર્દી ઉપરથી સમાયેલા દેખાય પણ જરાક અપથ્ય-કુપથ્ય થતાં પુન: બધા દર્દી જેર કરે જ ! આ રીતે આપણા આત્મામાં અનાદિકાળથી ઘર કરી ગયેલ સહજમલ = કર્મ બાંધવાની યોગ્યતાનો ઘટાડો ન થાય તો રાગાદિ વિકારો નિમિત્તને પામી આત્મામાં ખળભળાટ કર્યા જ કરે. પણ ગુણાનુરાગની વિશિષ્ટ ભૂમિકાએ ઊપજેલ વિશિષ્ટ આદર, બહુમાન સાથે કરાતા શ્રી વીતરાગ પ્રભુના દર્શન - વંદન – પૂજનાદિથી સહજમલ - અંતરની અશુદ્ધ યોગ્યતાનો ક્ષય થવા માંડે છે. એટલે સરવાળે રાગાદિ – Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૫ 1. ૨૫૧ વિકારોને ઊપજાવનાર તત્ત્વ ક્ષીણ થવાથી આત્મા ધીરે ધીરે વિશુદ્ધ થતો જાય છે. બીજી વાત આપણા આત્મામાં અનાદિકાળથી રહેલી કર્મ બાંધવાની યોગ્યતા = સહજમલની સક્રિયતાથી આપણને કર્મ - તેનાં સાધનો અને તેના વિપાકો તરફ જ રાગવૃત્તિ કેળવાય, પણ કર્મનિર્જરા કે તેનાં સાધનો પ્રતિ રાગ ન જ કેળવાય, એટલું જ નહીં કયારેક સહજમલની તીવ્રતાએ તેને કર્મનિર્જરાના સાધનો પ્રતિ માત્સર્ય – દ્વેષ – અપ્રીતિ – અરુચિનો ભાવ ખૂબ ગાઢ પણ થઈ જાય. એટલે કર્મનિર્જરાના સંપૂર્ણ ફળરૂપ મુક્તિ = મોક્ષ કે તેના સાધનરૂપ દેવ, ગુરુ અને ધર્મની પ્રવૃત્તિ તરફ પણ અરુચિ રહે. એટલે માત્ર સંસારના રાગથી દુનિયામાં સુખી થવા માટે ધર્મની ક્રિયાઓ પુણ્ય બાંધવાના દષ્ટિકોણથી થાય. પણ ખરેખર ધર્મ ન ગણાય એ એક જાતનો સોદો – વેપાર – સદ્દો ગણાય. એટલે જીવનશુદ્ધિ માટે જરૂરી ચાર સાધનોમાં સૌથી વધુ મહત્ત્વ દેવ = વીતરાગપ્રભુની ગુણાનુરાગભરી દષ્ટિમાંથી ઊપજેલ આંતરિક આદર – બહુમાન સાથે કરાતા દર્શન – પૂજા – વંદનને જ્ઞાનીઓએ મહત્ત્વ આપ્યું છે. કેમ કે આનાથી આપણામાં ઊંડે ઊંડ ઘર કરેલ સહજમલ = કર્મ બાંધવાની યોગ્યતામાંથી ઊપજતા કર્મ – તેનાં સાધનો – વિપાકોના રાગથી મુકિત – કે તે સાધનો પ્રતિ જે દ્વેષભાવ કેળવાય છે તેમાં ખૂબ જ ઘટાડો થાય. માટે વિવેકપૂર્વક વિતરાગપ્રભુના દર્શન - વંદન – પૂજનાદિ તેઓના અદભુત ગુણોના વિશિષ્ટ સ્મરણ - ચિંતનાદિ સાથે કરવાનો પ્રયત્ન જરૂર કરવો ઘટે. આ માટે ગયા પત્રમાં સૂચવેલ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાના પાલનની તમારી જે આદર્શ પદ્ધતિ છે, તેમાં ભાવસ્તવ -ચૈત્યવંદન – સ્તવન (પસંદ કરેલાં - તમારા નહીં મારી પાસે સર્ટિફાઈડ કરાવેલા) બોલો, તેના અર્થ-ચિંતનમાં જરા ઊંડા ઊતરો તે ખાસ જરૂરી છે. તમારા જીવનમાં મોહભાવના સંસ્કારો હજી ઘટાડવાની ખાસ જરૂર છે. તે માટે ઉપર બતાવેલ રીતે દેવ - વીતરાગની ગુણાનુરાગભરી વંદના - સ્તવના – પૂજાની ખાસ જરૂર છે. પણ તેમાં માર્ગદર્શનથી આગળ આપમતિએ ન જશો. આગળ શુષ્ક અધ્યાત્મની ખાઈમોટી છે. તે માટે સાવચેત રહેવાની જરૂર છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ Page #304 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ Page #305 -------------------------------------------------------------------------- ________________ Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૨૫૫ પાલીતાણા ૧૪-૩-૮૫ વર્ષીતપના પ્રારંભના આ શુભ દિવસે આ પત્રમાળાનો મંગળ સંકલ્પ મૂર્ત બની રહ્યો છે, તે મારા માટે ખૂબ જ આનંદજનક બીના છે. જે દિવસે પ્રભુ શ્રી ઋષભદેવે સંસારનો ત્યાગ કરી જગતુના જીવોના હિતાર્થે સંયમ ગ્રહણ કરી ૧૪ મહિના ચૌવિહાર ઉપવાસ કરી વિશુદ્ધ સંયમની પરાકાષ્ઠાએ પહોંચવા શુભ પ્રયત્ન આદરેલ. શ્રી નવકારની કૃપાથી દેવ-ગુરુકૃપાએ આજથી વર્ષીતપનો મંગલ પ્રારંભ કર્યો છે. એટલે વિશુદ્ધ અંતરાત્માની સાક્ષીએ આ લખાણ થઈ રહ્યું છે એમ હું માનું છું. જિન શાસનમાં આત્માને કર્મમુકત કરવાના સબળ પુરુષાર્થને વિશિષ્ટ કર્તવ્ય ગણાવ્યું છે. તેના લક્ષ્ય વગર કરાતી સઘળી શુભ ક્રિયાઓ-ધર્માનુષ્ઠાનો પણ લગભગ નિષ્ફળ બનવાનું શાસ્ત્રકારો ઠેર ઠેર કહે છે. આત્મશુદ્ધિ માટે તત્ત્વજ્ઞાન અને તેની રુચિ ખૂબ પાયાની ચીજ છે. તે વિના અંતરમાં આત્મશુદ્ધિના લક્ષ્યની સ્થિરતા થતી નથી, પણ આત્મશુદ્ધિ શબ્દમાં રહેલ આત્માની ઓળખાણ થવી જરૂરી છે. ચૈતન્યમય આત્મા વર્તમાનકાળે કર્મજન્ય ઉપાધિથી કેવો થવા પામ્યો છે? ઔદયિક ભાવોની જંજાળમાં આત્મા કેવો અટવાયો છે ? તેનું સ્પષ્ટ ભાન આપણા હૈયામાં થાય તો આત્મશુદ્ધિનું લક્ષ્ય યથાર્થ રીતે સફળ થાય. આટલી વાત ભૂમિકારૂપે જણાવી હવે આત્માના સ્વરૂપ વિષે આવતા પત્રમાં વાત. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ פד નવકારથી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા જૈન આગમ મંદિર, પાલીતાણા ૧૮-૩-૮૫ જીવનમાં આત્મા અને તેની શકિતઓનો યથાયોગ્ય વિકાસ, કે જે સંપૂર્ણતામાં પરિણમે તેવું કરવાની ખાસ નેમ રાખવી જરૂરી છે. તે માટે આત્માને ઓળખવાની જરૂર છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે લક્ષણથી. તે હિસાબે જડ પદાર્થથી જુદો પડે છે. પણ ચૈતન્ય શબ્દનો જરા વિસ્તારથી અર્થ વિચારતાં, જગતના કોઈ પણ દ્રવ્યમાં ન હોય તેવી મહત્ત્વની, સ્વ અને પરને જોવા, જાણવા અને અનુભવવાની વિશિષ્ટ શકિતરૂપ ચૈતન્ય ગુણ આપણો અસાધારણ ગુણ છે. ત જગતના દરેક પદાર્થો જ્ઞેય છે, જ્ઞાતા કોઈ નથી. દરેક પદાર્થ દૃશ્ય છે, દ્રષ્ટા કોઈ નથી. દરેક પદાર્થો ભોગ્ય છે, ભોકતા કોઈ નથી. જ્ઞાતા, દ્રષ્ટા, અને ભોકતા તો માત્ર જીવ પદાર્થ જ છે. પણ અનાદિસિદ્ધ આપણા આત્માની વિભાવ દશાથી આપણે, જ્ઞાતા-દ્રષ્ટા-અને ભોકતા માત્ર પુદ્ગલ કેન્દ્રિય બની ગયા છીએ. તેથી તીર્થંકર પરમાત્માઓએ અજકુલગતકેશરી (બકરાના ટોળામાં ભળેલ સિંહ)ના ન્યાયથી, પોતાના શુદ્ધ સ્વરૂપને સામે બતાવી, તીર્થંકર પરમાત્મા આપણા અશુદ્ધ આત્માને ઢંઢોળીને જણાવે છે કે ભાઈલા ! તું પણ આવા વિશુદ્ધ સ્વરૂપનો ધણી છે, માત્ર તારી જ્ઞાન-દર્શનની શકિતઓને તથા વેદનની શકિતને પુદ્ગલ તરંથી હટાવી, તારા આત્માના પ્રદેશે રહેલ (માત્ર કર્મથી ઢંકાયેલા) અને ૮ રુચક પ્રદેશમાં નિરાવરણપણે રહેલ અખંડ, અવ્યાબાધ અનંત, સચ્ચિદાનંદમય જ્ઞાનપ્રકાશને અનુભવવા, જોવા, જાણવા તું જરા સત્ પ્રયત્ન કર! આમ પરમાત્મા આપણને મૂર્તિના માધ્યમથી, આપણા અંતરાત્માને ઢંઢોળીને જાગૃત કરવા પ્રયત્નશીલ છે પણ પુદ્ગલ પ્રેમ અને મોહના આકર્ષણથી આપણે પરમાત્માના કરુણાભર્યા સાદને પારખી શકતા નથી. તેથી જ્ઞાનીઓએ આપણા આત્માની મોહજન્ય દશાને સુધારવા, સીધા નાકામાં નહીં પરોવાતા દોરાને વણીને થૂંકવાળો કરી ઝીણો-પાતળો જેમ બનાવાય તેમ પરમાત્માના દર્શનથી, અંતરાત્મામાં રહેલ વિશુદ્ધ સ્વરૂપના દર્શન માટે અવરોધરૂપ રહેલ, પુદ્ગલ પ્રેમ અને મોહજન્ય આસકિત આદિને ટાળવા દર્શન, પૂજન, વ્રત, નિયમ, અને ષડાવશ્યકનું આલંબન આદિ ક્રિયાયોગને, જ્ઞાનીની આજ્ઞા અને વિધિ પ્રમાણે કરી ક્રિયાયોગનું બળ મેળવી, અંતરંગ મળને હટાવવા વ્યવસ્થિત રૂપરેખા જણાવી છે. આત્માના સ્વરૂપની શાબ્દિક ઓળખાણ તે આત્માને ઓળખવા માટેનો વ્યવસ્થિત પ્રકાર Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા ૨૫૭ નથી. પણ આત્માના સ્વરૂપને ઓળખવામાં વચ્ચે નડતરરૂપ પુદ્ગલ પ્રેમ અને મોહમાંથી ઊપજતી અનેક આસક્તિ વગેરે તત્ત્વોને હઠાવવા, વિશિષ્ટ પુરુષાર્થસમી પડાવશ્યકના પરિપાલનરૂપ આદર્શ ધર્મક્રિયાઓ, જ્ઞાની ગુરુની નિશ્રામાં વિધિપૂર્વક આસેવનની ખાસ જરૂર છે. તેનાથી આત્મા પરના મોહનાં આવરણો, જે ભૂતકાલીન અવળા પુરુષાર્થરૂપ ક્રિયાથી વળગ્યાં છે, તે બધાં આશાની વફાદારી સાથે કરાતી પડાવશ્યકની ક્રિયાઓથી, અળગાં થાય છે. - કિયાથી આવેલાં ક ક્રિયાથી જ અળગાં થઈ શકે. જ્ઞાન તો માત્ર તેમાં ઝડપ અને ચોકસાઈ લાવી શકે. જેમ તલવાર-ચાકુ-છરી- લોખંડની હોય અને તે અણવપરાશથી કટાઈ ગઈ હોય તેને સરાણ પર ચઢાવી તેજ કરી શકાય. તેમ જ્ઞાન એ સરાણ છે. ક્રિયા એ તલવાર છે. માટે ક્રિયાની ઉપેક્ષા કે બેદરકારીથી ગમે તેટલું શબ્દજ્ઞાન મેળવાય, પણ આત્મજ્ઞાનની ભૂમિકા પણ ન મળી શકે. તેથી તમો વિવેકી પુણ્યવાન છો કે આત્માની જિજ્ઞાસા તમારામાં ઊપજી છે. તેને તમો ક્રિયાયોગના માધ્યમથી તૃપ્ત કરો એ ઈચ્છવા જોગ છે. વધુ હવે પછી. ) પાલીતાણા ૨૬-૩-૮૫ આત્મશુદ્ધિની ઝંખના કો'ક પુણ્યશાળીને જ જન્મે છે. તેમાં પણ આત્મશુદ્ધિનાં યથાર્થ સાધનોની પ્રાપ્તિ, સદ્ગુરુનિશ્રાયે તો વિરલા પુણ્યવાનને જ સાંપડે. ખરેખર આત્મશુદ્ધિના લક્ષ્યની અને તદનુરૂપ વિશિષ્ટ સાધનોની સફળ પ્રાપ્તિ, ઉદાત્ત પુણ્યાઈ સૂચવે છે. પણ તેમાં ક્ષાયોપથમિક ભાવ એટલે મોહના ક્ષયોપશમની વિશિષ્ટ કેળવણી ભળે તો તે પુણ્યાઈ, આપણને ભવભ્રમણથી બચવામાં સહયોગી બની શકે. પ્રબળ પુણ્યના ઉદયે, શ્રાવકકુળની સફળતારૂપે આત્માને શુદ્ધ કરવાની તમન્ના સાથે, તદનુકૂળ જિનશાસનની સફળપણે આરાધના કરી શકવાના વિશિષ્ટ સાધન મળે છે. આત્માને નિર્મળ બનાવ્યાની વાતની સફળતાનો આધાર આત્માના સ્વરૂપની નયસાપેક્ષ જાણકારી પર છે અને તે ખાસ જરૂરી છે. તો આત્માને ૭ નયથી વ્યવસ્થિતપણે ઓળખવાની જરૂર Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ નવકારશ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા છે. તે અંગે શ્રી દેવચંદજી મ. શ્રીએ સ્તવન ચોવીશીમાં સારો પ્રકાશ પાથર્યો છે તે ધ્યાનમાં રાખવો. આપણે અહીં ટૂંકમાં વ્યવહારનય અને નિશ્ચયનયથી આત્મસ્વરૂપને ઓળખવા પ્રયત્ન કરીએ પ્રથમ ઓળખાણ આત્માની વ્યવહારનયથી કરવી જરૂરી છે. કેમકે વ્યવહારનય ભૂમિકા છે. તે વિના નિશ્ચયનયની વાત વ્યવસ્થિત રીતે મગજમાં જામી ન ગણાય. વ્યવહારનયથી આત્મા-શરીરધારી, ઇંદ્રિય, મન, બુદ્ધિ, આદિને પ્રેરનાર તથા મિથ્યાત્વાદિ પ૭ બંધ હેતુથી સમયે સમયે થઈ રહેલા કર્મબંધથી મલિન થઈ રહ્યો છે. ભૂતકાળના પ્રવર્તેલા આથદ્વારાથી આત્મા, કર્મના પરમાણુના જથ્થાથી મલિન અને તે તે કામણવર્ગણાના ભાર તળે દબાયેલ છે. આમાં આત્માની પરિણામિતા પુદ્ગલ કર્તૃત્વ અને પુદ્ગલ ભોકતૃત્વ યથાર્થ રીતે છે. તે વાત મગજમાં સ્થિર કરવી જરૂરી છે. આ વાતની યથાર્થ ગોઠવણી થયા પૂર્વે, નિશ્ચયનયની વાતોથી-આત્મા અજર, અમર, શુદ્ધ, શાશ્વત અને પુદ્ગલભાવના કર્તૃત્વ-ભોકતૃત્વરહિત છે. આદિ ધારણાઓ વિચારોમાં સુદઢ થવાથી, શુભ આશ્રવ કરાવનાર શુભ ક્રિયાયોગને, કે તે ક્રિયા જણાવનાર સદ્ગુરુ પ્રતિ, તેમજ તે તે ધર્મક્રિયાનાં શુભ સાધનો પ્રતિ, હૈયામાં આદર ન જાગે. ઉપરથી પુદગલનો કર્તા-ભોકતા હું નહીં એ વાત અધકચરી રીતે મગજમાં ઘોળાવાથી પ્રશસ્ત દેવ, ગુરુ અને ધર્મનાં આલંબનોની પક્કડ થાય નહીં. સરવાળે ક્રિયાયોગની આચરણા તો દુ:શકય બને જ, પણ કયારેક આત્મશુદ્ધિના પ્રધાન સાધનરૂપ ક્રિયામાર્ગની અવહેલનાનો ભાવ જન્મે. પરિણામે ઊલટું નવું મોહનીયકર્મ બંધાય. કેમ કે ક્રિયામાર્ગને જણાવનાર કેવળજ્ઞાનીઓ, સદ્ગુરુ ભગવંતો અને શાસ્ત્રો પ્રતિ ગર્ભિત અવહેલના, ક્રિયામાર્ગની અવહેલના, ઉપેક્ષા, અનાદર આદિથી થઈ જાય- સરવાળે આત્માની અશુદ્ધિ ઘટાડવાના સ્થાને, નવું કર્મ- મોહનીય તીવ્રપણે નિકાચિત બંધાઈ જાય. કેમ કે કેવલજ્ઞાની ભગવંતો, સદ્ગુરુ ભગવંતો અને શાસ્ત્રોની અવહેલનાના અજાણ્ય પણ થતા ભાવો, તીવ્ર નિકાચિત મોહનીય બંધાવનારા થાય એ સહજ વાત છે. તેથી સૌ પ્રથમ વ્યવહારનયની યથાર્થ વાસના, હૈયામાં સ્થિર કરવાની જરૂર છે. મારી અત્યારની વર્તમાન કાળની દશા કેવી છે ? તેનો યોગ્ય નિર્ણય પ્રથમ થવો જરૂરી છે. દર્દીની વર્તમાન પરિસ્થિતિના વ્યવસ્થિત અભ્યાસ વિના ટ્રીટમેન્ટ-ઔષધોપચાર શી રીતે થાય ? વ્યવહારનયની વાસના સ્થિર થયા પૂર્વે નિશ્ચય નય (જે પોતાની જગ્યાએ સર્વથા સત્ય છે છતાં)ની વાતો, અનધિકાર ચેષ્ટામાં આવી જાય. પરિણામે શુષ્ક અધ્યાત્મ અને કોરી વાયડી વાતો કરવાની દૂષિત વૃત્તિઓ ઊભી થાય. “નાચવું નહિ અને આંગણું વાંકું'ની જેમ ક્રિયાયોગની મહત્તા સમજાઈ ન હોય, કેમ કે ક્રિયાયોગ ઔષધિ છે પણ રોગની વર્તમાન દશા જ પરખાઈ ન હોય તો ઔષધની મહત્તા સમજાય શી રીતે ? કયારેક પછી આજે સદગુરુ નથી- પ્રત્યક્ષ સન્દુરુષ નથી, સદર્શન પાયો છે, ક્રિયા તો અનંતીવાર કરીવગેરે શાસ્ત્રવિરુદ્ધ બોલવાનું થાય. માટે વ્યવહાર નથી આત્મા હાલ કેવો, કેવી રીતે કર્મથી બંધાયો ? આશ્રયદ્વારો કયાં? તેને અટકાવવા શું કરવું? વગેરે ભૂમિકા વ્યવસ્થિત થવી જોઈએ. Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૨૫૯ લાલ પાલીતાણા ૩૦-૩-૮૫ ગયા પત્રમાં આત્માની વર્તમાનકાલીન કર્મબંધથી બંધાયાની દશાનું યથાર્થ ભાન જરૂરી છે એમ વિચારેલ. તેનો પરમાર્થ એ છે કે – અનાદિના સંસ્કારો, રાગાદિ દૂષણો અને કર્મનાં બીજકો, હકીકતમાં આત્માના સ્વરૂપના અજ્ઞાનથી, વિકૃત ભ્રમણાના આધારે લેપાયેલાં છે એ વાત નક્કી થયા વિના, તે કર્મનાં બંધનોને તોડવાનો ભગીરથ પુરુષાર્થ જામે નહીં. જે આ અંગે નિશ્ચયનયની વાસના અવળી રીતે ઘર કરી જાય કે કર્મને ને મારે લેવા દેવા શું ? એ તો જડ, હું શુદ્ધ ચેતન ! મને કર્મ શું કરી શકે ? હું તો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા.. આદિ. તો આ વિચારણાથી કર્મબંધની જવાબદારીનો સ્વીકાર યથાર્થ ન થઈ શકવાથી, તે બંધનો હઠાવવા અંતરના ઉલ્લાસભર્યો પુરુષાર્થ પ્રગટે નહીં. ઔદયિકભાવની સારી-ખોટી અસરોથી આત્માના અધ્યવસાયો ન બગડે તે માટે હું જ્ઞાતા-દ્રષ્ટા અગર સાક્ષીભાવની વાત ઉપયોગી નીવડે – પણ જો ક્ષાયોપશમિક ભાવ મેળવવા માટે, ઘાતકર્મના ઉદયમાં પણ જ્ઞાતા-દ્રષ્ટાનો કે સાક્ષીત્વનો ભાવ કેળવાય તો, ક્ષયોપશમને અનુરૂપ યોગ્ય અધ્યવસાયોનું બળ કહેવાય નહીં. તેથી આંતરિક શુદ્ધિનો આધાર ઘાતી અને તેમાં પણ મુખ્યતા મોહનીયની, તેને હઠાવવા આત્મામાં પ્રબળ પુરુષાર્થ કયારે જાગે ? જ્યારે કે અંતરના અધ્યવસાયોમાં એ વાત દઢપણે સ્થિર થાય કે આ કર્મના પુગલોને લેનાર હું છું. આનો હું કર્તા છું. ભલે તે કર્તત્વ વિભાવદશાનું હોઈ ભૂલવાનું છે. પણ હાલના તબફકે, તેને ક્ષીણ કરવાના પુરુષાર્થની કેળવણી યોગ્ય રીતે ન થઈ હોય ત્યાં સુધી, તે કર્તુત્વ માનવું જરૂરી. ત્યાં જે એ વિચાર વિકૃત રીતે રજૂ થઈ જાય કે – “નાદં પુતિમાનાં વાચિત ન જ' એટલે આત્મા તો આત્મિક પરિણમનનો કર્યા. બાકી આ બધા જડ-પુગલનો હું કર્તા નહીંહું માત્ર જ્ઞાતા-દ્રષ્ટા સાક્ષીરૂપ. તો શું થાય? તે મોહનીયકર્મ ઘટવાના બદલે ઊલટું વધે. માટે આરાધક આત્માએ, આત્માની ઓળખાણના પાયામાં સૌ પ્રથમ વર્તમાનકાળે અશુદ્ધ કક્ષાએ રહેલ આત્મા=અશુદ્ધ આત્માને ઓળખવાની જરૂર છે. સાથે જ આત્માની અશુદ્ધિનો જવાબદાર હું પોતે જ છું. ભલે અજ્ઞાનદશાથી પણ પુદ્ગલના રાગમાં લપાઈને મેં જ આ પુદ્ગલોને આમંચ્યા છે. એમ કતૃત્વ (પુદગલોનું સ્વીકારવું જ રહ્યું. તે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ નવકારશ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા વિના તેને ક્ષીણ કરવાના પુરુષાર્થની ઉત્પત્તિ સંભવિત નથી – અંતરમાં તેવા અધ્યવસાયોનું બળ કેળવાય નહીં. તેથી આત્માની વર્તમાનકાલીન અશુદ્ધિ અને તેની જવાબદારીનો સ્પષ્ટ ખ્યાલ, દરેક મુમુક્ષ આત્માએ મેળવવો જરૂરી છે. નય સાપેક્ષ આ વિચારણાને પ્રાથમિક ભૂમિકાએ સુદઢ રીતે કેળવવાની ખાસ જરૂર છે. ST) પાલીતાણા ૯-૪-૮૫ વિચારોમાં નય સાપેક્ષ રીતે આત્માની વર્તમાનકાલીન કર્મજન્ય ઔદયિકભાવોની પરિણતિવાળી દશાનો સ્વીકાર થયા પછી પુરુષાર્થની સાચી દિશા જડે. હકીકતમાં આત્માની મૌલિક શુદ્ધ નિર્વિકલ્પક અવસ્થા કે જે ૭ મે ગુણઠાણે ચિંતવવાની – તેનો અનધિકારે ઉપયોગ, ચોથે આવ્યા પૂર્વે અગર ચોથાથી આગળ વધવાના પાયાના ઘડતરની પરિપકવતા થયા પૂર્વે કરવામાં આવે એટલે ગુરુતત્વની ઉપેક્ષા થાય. વર્તમાનકાળે તેવા સુયોગ્ય જ્ઞાની મહાપુરુષ કોઈ નથી એમ કહી “નાચવું નહીં અને આંગણું વાંકુંની જેમ, માત્ર દેવતત્વની વાત-સંપૂર્ણ સપુરુષનો યોગ ઝંખવાની વિકૃત વાત-મગજમાં ઊપજે. જે વર્તમાનકાળે ઔદયિકમાવજન્ય પરિણતિવાળા આત્માનું નયશુદ્ધ ભાન થાય તો તે કર્મના ઉદયને હટાવવા વ્રત, નિયમ, તપ, જપ, પચ્ચક્ખાણ આદિ વિરતિનું મહત્ત્વ સમજાય અને તે વિરતિના પાયાને મજબૂત રીતે પકડવા ગુરુતત્ત્વની નયસાપેક્ષ મહત્તા તરતમતાએ સમજાય. પૂર્ણપુરુષની કલ્પના-પ્રતીક્ષામાં, વર્તમાનકાળે ઔદયિકભાવને હઠાવવા ઉપયોગી વ્રત, નિયમાદિ માટેનો પુરુષાર્થ ખોરવાઈ જાય, તેથી આદર્શમાં ઉચ્ચ વાતોને સ્થાપવા છતાં, તે બધી શુદ્ધ પારમાર્થિક નયની વાતોને પરમ આદર્શરૂપે રાખી, વર્તમાનકાળે કરણીય બાબતોનું લક્ષ્ય, આત્માની વર્તમાનકાલીન બદ્ધ અવસ્થાના Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર ચંદ્રિકા નયસાપેક્ષ વિચારથી મેળવવું ઘટે. આ દષ્ટિએ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની મંદતાએ, આત્મા અને પરમાત્માના શુદ્ધ નયસાપેક્ષ સ્વરૂપને નહીં સમજનારા પણ કુલક્રમાગત શ્રદ્ધાના બળે, જ્ઞાનીઓની નિશ્રાએ, વિધિયોગના પાલનપૂર્વક ક્રિયાઓને આચરનારા, ઔદયિકભાવના બળને ઘટાડી શકે છે. આવા પુણ્યવાનોની અપેક્ષાએ માત્ર જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની લીલારૂપે, અધ્યાત્મની માત્ર વાતો કરી, પૂર્ણ સત્પુરુષના યોગે બધું થાય – હાલ તો માત્ર આપણે શુદ્ધાત્મદષ્ટિ કેળવવાની જરૂર છે. આવી રજૂઆત કરી, થોડી ઘણી શકય વિરતિ પણ ઉપેક્ષણીય ગણી, જીવનશકિતઓને યથાર્થ રીતે સંયમિત કરવાના પંથે આવી શકતા નથી - આ એક મોટી કમનસીબી છે. તે જીવ પુણ્યવાન છે કે, જે જિનશાસનની ઓળખાણ પૂઆ. શ્રી હરિભદ્રસૂરિજી, પૂ. ઉપાય શ્રી યશોવિજયજી મ., પૂ. શ્રી દેવચંદ્રજી મઆદિ મહાપુરુષોના ગ્રંથોનું વ્યવસ્થિત રીતે વાંચન કરી, મેળવી શકયા છે, અને યોગ્ય અવસર જે મળ્યો તેમાં ક્રિયાયોગની મહત્તા, જ્ઞાનીનિથા, અને વિધિમર્યાદાના પાલન સાથે મહત્તા સમજી, તદનુસાર તે શુભ પંથે ધપે છે. અધિકારનો વિકાસ તે આનું નામ કે સર્વજ્ઞ પ્રણીત ક્રિયાયોગના મહત્વને જે યથાર્થ રીતે ઓળખી શકે છે. તે ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. લલિ પાલીતાણા ૧૫-૪-૮૫ વિજણાવવાનું કે, આત્માની વર્તમાનકાલીન અશુદ્ધ વિભાવ દશાનો નયસાપેક્ષ ઇકરાર નિખાલસપણે થયા વિના અંતરથી વીર્ષોલ્લાસ વિભાવદશાને હઠાવવા માટે થઈ શકતો નથી. જે આપણા મનમાં ભૂમિકાની દઢતા થયા વિના, કાચા પારા જેવા નિશ્ચયનયની વાસના, ક્રિયાયોગથી મોહના સંસ્કારોની યથાયોગ્ય ક્ષીણતા થયા પૂર્વે બેસી જાય કે હું તો શુદ્ધ, બુદ્ધ, મુકતસ્વભાવી છું, તો હકીકતે આપણી સાચી અને સ્વીકારવા લાયક છતાં અધિકારભેદે આ વાત, મુમુક્ષભાવને Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ નવકારશ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ધકકો લગાડનાર થાય છે. તેથી શરૂઆતના પત્રોમાં આત્માની હાલની દશા, આપણા અવળા પુરુષાર્થથી બંધાયેલ કર્મોથી થઈ છે, માટે જ્ઞાની નિર્દિષ્ટ માર્ગે સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા, વ્રત, નિયમ, પચ્ચકખાણ આદિ ક્રિયાયોગના રાજમાર્ગે, કુળ સંસ્કારથી પણ ચાલવામાં સરવાળે સાર-લાભ છે. ઊંચી પરમજ્ઞાનીની વાતો કરી, અવળા પુરુષાર્થની ભોગવાસનાની દિશામાંથી પાછા ફરવા માટે જ્ઞાનીઓએ ચીંધેલ ક્રિયાઓના પંથે, ઉલ્લાસ કે સદ્ગુરુની રાહ જોઈને બેસી રહેનારો પુણ્યાત્મા, મોટા દેવદુર્લભ માનવજીવનને હારી જાય છે. પંચમઆરામાં આ જિનશાસનની દ્રવ્યથી પણ પ્રાપ્તિ, ખૂબ ઉચ્ચકોટિની પુણ્યાઈને સૂચવે છે કે જેથી કુળ સંસ્કારથી પણ સહજ ભાવે ક્રિયાયોગનો રાજમાર્ગ હાથે ચઢી જાય છે. જે માર્ગ જ્ઞાન-શુદ્ધ નિશ્ચયનયની વાતો કરનારાને, પૂર્વાભ્યાસના અભાવે અગર ક્રિયામાં શારીરિક માનસિક શ્રમ-કષ્ટ-સહન કરવાની તત્પરતાના અભાવથી, ક્રિયાયોગ મેળવવો – આસેવવો દુર્લભ બની જાય છે. તેથી અનાદિના સંસ્કારોને દુર્બળપ્રાય: બનાવનાર ક્રિયાયોગની ભૂમિકા, વ્યવસ્થિત રીતે કેળવવાની જરૂર છે. જેથી શ્રાવક જીવનની મોહના ક્ષયોપશમની વિશિષ્ટ ભૂમિકા, આદર્શ રીતે મેળવી શકાય. જેના પરિણામે સર્વવિરતિ ચારિત્રની તીવ્ર ઝંખના અને તેના પ્રતિ ઉત્કટ આદરભાવ કેળવાય. તે કેળવાય તો, વર્તમાન સાધુઓની શિથિલતાના નામે સાધુત્વની ઉપેક્ષા કદી ન આવે. તેમજ આવી સાધુતાના માર્ગનું સંબોધન કરનારા કેવળી ભાષિત શાસ્ત્રો પ્રતિ, અપૂર્વ ભકિતરાગ પ્રગટે. અને આવા શાસ્ત્રને ઉપદેશનાર સદ્ગઓ અને જ્ઞાની ભગવંતો પ્રતિ હૈયાનો રાગ ઊછળે. માટે મોહના ક્ષયોપશમને કેળવનાર ક્રિયાયોગની આવના, જ્ઞાનીની નિશ્રાએ કરવી તે વાસ્તવિક રીતે આત્મદર્શનનો અમોઘ સરળ-ટૂંકો ઉપાય છે. અહીં એક વાત ધ્યાનમાં રહે કે આજે ક્રિયાઓ ઘણી દેખાય છે, પણ જ્ઞાનીઓ ક્રિયાયોગનું મહત્ત્વ વધુ જણાવે છે. ક્રિયાયોગ એટલે ક્રિયાઓનો યોગ = સંબંધ-જ્ઞાનીઓની આજ્ઞા-મર્યાદાના પાલન સાથે હોય તે ક્રિયાયોગ, જેમાં વિધિનું સતત પાલન કરવાની તમન્ના હોય, અવિધિનો ત્રાસ હોય, અને આવા વિશિષ્ટ ક્રિયાયોગના આરાધકો પ્રતિ અંતરનો ભાવોલ્લાસ હોય. આવા ક્રિયાયોગના આસેવન સાથે અંતરીક્ષ સામે, જ્ઞાનીઓ પાસેથી વિનયપૂર્વક, અધિકારિતાના વિકાસ પ્રમાણે મોહનીય કર્મનો ક્ષય થવાના પરિણામે, આત્માના સ્વરૂપને ઓળખવા, પ્રયત્નની ઉપાદેયતા સતત રાખવી ઘટે, જેથી લસ્યહીનતા આપણામાં ન આવી જાય. અન્યથા ક્રિયાઓથી બંધાતા પુણ્યના વિપાક રૂપે, પૌગલિક રાગ વર્ધક સંસારી સુખોની તમન્ના આપણા વિચારોમાં ઝળકે. સરવાળે હતા ત્યાં ને ત્યાં આવી ઊભા રહીએ એવું થાય. પુદ્ગલ રાગ જ વિભાવ દશાનો આધાર છે. તેમાંથી છૂટવા ક્રિયાયોગનું આસેવન જ્ઞાની નિશ્રાએ કરવાનું છે. તેથી ક્રિયાયોગના આસેવનના પરિણામે કર્મનિર્જરાનું લક્ષ્ય ન રખાય તો, ફરી પાછા પુણ્યના ફળ ભોગવવા સંસારના ચકરાવે ચઢી જવાય. તેથી મોહના સંસ્કારોની ક્ષીણતા – ક્રિયાયોગનું લક્ષ્ય ટકાવી રાખવું. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ ס ७ અક્ષય, અજર, અમર, અવિચલ, અવિકારી અરૂપી, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અજ અનાદિ, અનંત, અક્ષર, અનક્ષર, અકળ અચળ, અગમ્ય, અનામી, અફરસી, અયોગી અભોગી, અવેદી, અછેદી, અભેદી અકષાયી, અશરીરી, અણાહારી, અલેશી અવ્યાબાધ, અતીન્દ્રિય, અપરંપાર અનાશ્રિત, અકંપ, અલખ, અશોક અભય, અસંગી, લોકાલોકજ્ઞાયક, અનંતજ્ઞાની, અનંતદર્શની, અનંતચારિત્રી, અનંત વીર્યવાળો પાલીતાણા ૨૨-૪-૮૫ ગયા પત્રમાં ક્રિયાયોગનું મહત્ત્વ જણાવ્યું, પણ યોગ એટલે જોડાણ તો જેમ ક્રિયાઓનું જોડાણ જ્ઞાનીની આજ્ઞા-વિધિ-મર્યાદા સાથે તેમ તે ક્રિયાઓનો સંબંધ આત્માના શુદ્ધ નિશ્ચયનયથી જણાતા સ્વરૂપ સાથે મોઘમ રીતે રહેવો જરૂરી છે. હું શું છું ? અને મારે શું મેળવવું છે ? તેના સ્પષ્ટ ખ્યાલ વિના અંતરંગ વીર્યોલ્લાસ કે ભવ્ય પુરુષાર્થ પ્રગટતો નથી. તેથી તે શુદ્ધ નિશ્ચયનયથી હું કેવો ? અગર મારું સ્વરૂપ કેવું ? તેનો આછો ખ્યાલ પણ યોગ્ય જ્ઞાની ગુરુનાં ચરણોમાં બેસી ક્રિયાયોગના માધ્યમે અંતરની થયેલ શુદ્ધિરૂપ પાત્રતા મુજબ મેળવવો ઘટે. ખરેખર મારો આત્મા - શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા લી 11 = = = = = = = ઉપર ૪૨ ગુણો જણાવ્યા છે, પણ તે બધા નિષેધ પ્રધાન છે કે આત્મામાં પુદ્ગલભાવરૂપ જન્મ, જરા, મરણ, ક્ષય આદિ ૩૫ ધર્મો નથી. છેલ્લા ચાર ધર્મો અને શુદ્ધ, બુદ્ધ તથા લોકાલોકજ્ઞાપક આ ત્રણ ધર્મો જીવાત્માના મૂળભૂત સ્વભાવના પરિચાયક છે. મોટે ભાગે પુદ્ગલમાં જે સડણ, પડણ, વિપરિણમન, વિધ્વંસ આદિ છે. તેનો અભાવ આત્મામાં દર્શાવી આત્માની શાશ્વતતાનો પ્રતિભાસ કર્યો છે. હવે જ્ઞાની નિર્દિષ્ટ ક્રિયાઓની વિધિશુદ્ધ આચરણા કરવાથી, આત્માને વળગેલા કર્મના પુદ્ગલોથી ૫ ૫ ૫ પ ૪ ૪ ૩ ૪ ૩ ૪ Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા २६४ અત્યારે આપણે ઉપરના ૩૫ ધમોંમાંથી મ = નહીં, કાઢી નાંખતાં જે ૩૫ પગલિક ભાવો છે તે આજે આપણે અનુભવી રહ્યા છીએ, તેનો ઘટાડો અને વિનાશ સુશય થઈ શકે. એટલે ક્રિયાઓ શુદ્ધાત્મસ્વરૂપ સાથે જોડનાર હોઈ ક્રિયાયોગ બની જાય છે. ક્રિયાઓની જ્ઞાની નિશ્રાએ વિધિપૂર્વક આચરણાથી મોહનીય કર્મનો ક્ષય જરૂર થાય જ ! સરવાળે તે ક્રિયાઓ આપણા વિશુદ્ધ સ્વરૂપ સાથે આપણો મેળ કરાવી આપનાર બને. એટલે ક્રિયાયોગની આચરણા ક્રિયાયોગરૂપ જ્યારે પરિણમે ત્યારે ખરેખર જિનશાસનની સાચી ઓળખાણ થઈ ગણાય. આ જાતના ક્રિયાઓના મૌલિક બંધારણને જ્ઞાની ગુરુઓનાં ચરણોમાં બેસી ઓળખવાની જરૂર છે. વર્તમાનકાળે ક્રિયાઓનો પ્રવાહ ઘણો ચાલુ છે. પણ ક્રિયાયોગમાં મૌલિક બંધારણના પાયાસમી જ્ઞાની નિશ્રા અને વિધિનો આદર બહુ ખૂટે છે. તેના યોગ્ય સંયોગ માટે તમારા જેવા વિવેકીઓએ જરૂર પ્રયત્ન કરવા જેવો છે. III પાલિતાણા ૬-૫-૮૫ વિજણાવવાનું કે આત્માની ઓળખાણ માટે આત્માના શુદ્ધ સ્વરૂપની વાત ઉપયોગી નીવડે પણ આત્માના અશુદ્ધ સ્વરૂપની ઉત્પત્તિ, તેના હેતુ અને તેને વારવાના ઉપાયની વાતોની ભૂમિકા દઢ થયા વિના આત્માના શુદ્ધ સ્વરૂપની વાત મોટે ભાગે અનાદિકાળથી આત્માને વળગેલ ક્રિયામળનો વધારો કરે છે. પૂ ઉપાયશોવિજયજી મહારાજે આપણા જીવનને શુદ્ધિના પંથે વાળવાનું માર્ગદર્શન આપનાર સદ્દગુરુ ભગવંતના પરિચયને જણાવનાર શ્રી ગુરુતત્ત્વવિનિશ્ચય' નામના ગ્રંથમાં એક જગ્યાએ ખૂબ ભાર દઈને જણાવેલ છે કે, “આપણા જીવનમાં વિકૃતિઓને ઉપજાવનાર બે જાતના મળ છે. ૧, Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ક્રિયામળ. ૨, ભાવમળ.” ક્રિયામળ એટલે “વસ્તુતત્ત્વના પરમાર્થને ઓળખ્યા પછી તે પરમાર્થને પામવાના સદુપાયોને અમલમાં મૂકવા માટેની આત્મિક પ્રવૃત્તિને અટકાવનારું તત્ત્વ.” ભાવમળ એટલે “અંતરથી આત્માના વિકાસને અટકાવનાર કર્મ અને તેને નોતરનાર રાગ-દ્વેષની પ્રવૃત્તિઓની વિરસતાને સમજવા, નિર્ણય કરવાની આપણી અંતરની શકિતને અવરોધનાર તત્ત્વ.” શાસ્ત્રીય પરિભાષામાં - “ક્રિયામળ એટલે ચારિત્ર મોહનીય, ભાવમળ એટલે દર્શનમોહનીય.” બન્ને આત્માના વિકાસને અટકાવનારા છે, છતાં દર્શન મોહનીય કરતાં ચારિત્ર મોહનીય આત્માના વિકાસને વધુ અટકાવે છે. લક્ષ્મ વિનાની પણ જ્ઞાનીની બતાવેલ વિધિશુદ્ધ ક્રિયાઓ અને જ્ઞાની નિશ્રાએ કરવાના પ્રયત્નોના પરિણામે સરવાળે આત્માના વિકાસની ચાવી હાથે જડે જ ! દર્શન મોહનીયની તીવ્રતાને ઘટાડનાર ક્રિયાયોગના રાજમાર્ગ પર, ચારિત્ર મોહનીયના ઘટાડાથી થતી ક્રિયાઓ દ્વારા આવી શકાય છે. એટલે કે – આત્માના શુદ્ધ સ્વરૂપની વાત યથાર્થ છતાં તેની અધિકારિતાનો વિકાસ, તે તે ગુણસ્થાનકની યથાયોગ્ય પડાવશ્યક ક્રિયાઓનું યથાસ્થિત પાલન, જ્ઞાની નિશ્રાએ કરવાની તત્પરતાથી થયા વિના, નિશ્ચયનયની વાતો આત્માને અનાદિકાળથી ઘેરી વળેલ ક્રિયામળ (= જ્ઞાનીયોની નિર્દેશેલ ક્રિયાઓ પ્રત્યે અંતરંગ અરુચિ)માં વધારો કરનારી નીવડે છે. મૅટ્રિકનું પાઠ્યપુસ્તક ss.c. માં ભણનારાને ઉપયોગી, પણ તે પૂર્વે એબીસીડી લૂંટનારાને મૅટ્રિકની ટેક્ષબુકોની વાતો રજૂ કરાય તો પેલા બિચારાને હજી અંગ્રેજી વાંચતાં ય ન આવડતું હોય તેના માટે S.S.C. નું પાઠ્યપુસ્તક મૅટ્રિકવાળા માટે ઉપયોગી છતાં નિરર્થક નીવડે છે. આ રીતે આત્માના અશુદ્ધ સ્વરૂપ = વર્તમાનકાલીન અવસ્થા - તેના કારણ અને વારણની વાતોની ગેડ બેઠા પહેલાં, શુદ્ધ આત્મસ્વરૂપની નિતાંત શુદ્ધ એકાંત હિતકર પણ વાતો, અધ્યાત્મના વિકાસના માર્ગને ડોળી નાંખે છે. ઉભયતો ભ્રષ્ટ તે આરાધક બની જાય છે. જે વાત પૂ ઉપા. શ્રી યશોવિજય મહારાજ ૧૨૫ ગાથાના સ્તવન (ઢાળ ૫)માં કહે છે કે, “નિશ્ચય નવિ પામી શકે છે, નવિ પામે વ્યવહાર, પુણ્યહીન જે એહવાઇ, તેહને કવણ આધાર ?” એટલે ગુરુતત્ત્વ વિનિશ્ચય ગ્રંથમાં જણાવેલ ભાવમળ – ક્રિયામળમાં, પૂ, ઉપા યશોમહારાજે અપેક્ષાએ ભવભ્રમણને વધારનાર ભાવમળ = દર્શન મોહનીય છતાં, બાળ જીવો માટે સૌથી વધુ હેરાન કરનાર ક્રિયામળ = ચારિત્ર મોહનીયના ઉદયને જણાવેલ છે, કે જેનાથી બાળજીવો, અનંત ઉપકારી પરમ જ્ઞાની નિર્દિષ્ટ વિશુદ્ધ આત્મસ્વરૂપના ધ્યેય સુધી પહોંચનાર ક્રિયાઓના રાજમાર્ગને, જ્ઞાનીયોની નિશ્રાએ વિધિ અને શાસ્ત્રીય મર્યાદાના યથાયોગ્ય પાલન સાથે અપનાવી શકતા નથી. જિનશાસને આ જાતની વિષમ ગૂંચનો ઉકેલ, અણસમજ દશામાં પણ શ્રાવક કુળના સંસ્કારોની ગળથૂથીમાં સંકલ્પ – હિંસાનો ત્યાગ, રાત્રિભોજન, અભક્ષ્ય-ભોજન આદિનો ત્યાગ, શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ, ષડાવશ્યકનું દ્રવ્યથી પણ વિધિ-શુદ્ધ પાલન, આદિ તત્વોને ગૂંથી કરી દીધો છે. આ વાતને ખૂબ ગંભીરતાથી વિચારશો. Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ਚ ૯ લીંબડી ૧૬-૫-૮૫ આત્મશુદ્ધિના લક્ષ્યની જાગૃતિ ખરેખર આંતરિક ઉન્નતિનો પાયો છે. આત્મશુદ્ધિ એટલે આપણા ચૈતન્યના મૌલિક જ્ઞાનાદિ સ્વરૂપ આડે આવેલ કર્મોના આવરણને હઠાવી આપણા શુદ્ધ જ્ઞાનાદિ સ્વરૂપની અનુભૂતિ. આ જાતના લક્ષ્યની જાગૃતિ માટે જ્ઞાનીઓનાં નય-સાપેક્ષ વચનોના મર્મને સમજી આત્મસ્વરૂપની પિછાણ થવી જરૂરી છે. તે પિછાણ માટે ગુરુચરણોમાં બેસી અધિકાર પ્રમાણે જ્ઞાન, સ્વાધ્યાય, ધ્યાન, આદિના માધ્યમે જિનાજ્ઞા નિર્દિષ્ટ સ્વ-સ્વ-ગુણસ્થાનકોચિત, ષડાવશ્યકમય સામાચારીનું વ્યવસ્થિત પાલન જરૂરી છે. તે સાથે આત્માનું સ્વરૂપ-વિરૂપ, સ્વરૂપને વિકૃત કરનાર નિમિત્તો, સ્વરૂપ શુદ્ધિનાં કારણો, વિરૂપ-વિયોગનાં સાધનો વગેરે જરૂરી બાબતનો વિચાર પણ ખાસ જરૂરી છે. આ બધાના પાયામાં નીચેની બાબતો ખાસ જરૂરી છે. ૧. સંસાર એ આત્માનો રોગ છે. ૨. મોક્ષ એ આત્માનું આરોગ્ય છે. ૩. મોક્ષ પમાડનાર ધર્મ એ ઔષધ છે. ૪. ધર્મની ક્રિયાઓ એ પથ્ય છે. ૫. સંસારની ક્રિયાઓ એ અપથ્ય છે. ૩. સંસારનું સર્જન કર્મના અનાદિકાલીન સંયોગને આભારી છે. ૪. આ સંસાર દુ:ખરૂપ છે. ૫. આ સંસાર દુ:ખ સ્વરૂપ છે. ૬. આ સંસાર દુ:ખ ફળવાળો છે. R આ પાંચ બાબતોનાં રહસ્ય જ્ઞાની ગુરુનાં ચરણોમાં બેસી સમજવાથી સ્વરૂપ-પ્રાપ્તિનો આંતરિક ઉમંગ જાગે છે. વળી તે સ્વરૂપ-પ્રાપ્તિ માટેના અંતરના ઉમંગને સફળ બનાવવા નીચેની દશ બાબતો (સાંકળના અંકોડાની જેમ જે પરસ્પર સાપેક્ષ છે.) ખાસ સમજવા જેવી છે. આ દશ બાબતોના પારમાર્થિક ચિંતન વિના આપણી સ્વરૂપ-પ્રાપ્તિની યાત્રા સફળતાના શિખરે પહોંચી ન શકે ! ૧. જીવ અનાદિનો છે. ૨. જીવનો સંસાર અનાદિનો છે. ૨૧૬ Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તનચંદ્રિકા ૭. આ સંસાર દુ:ખની પરંપરાવાળો છે. ૮. દુઃખથી આમૂલ-ચૂલ ભરેલ આ સંસારનો સમૂળ વિનાશ શુદ્ધ ધર્મથી થાય છે. ૯. તે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપકર્મ = મોહનીયના નાશ = ક્ષયોપશમથી થાય છે. ૧૦. તે મોહનીય = પાપનો ક્ષયોપશમ, તથાભવ્યત્વ = આપણી મોક્ષગમન યોગ્યતા સાથે નિયતિ, કાળ, કર્મના સામંજસ્ય = તરતમતાવાળા સુયોગના પરિપાકથી થાય છે. તથાભવ્યત્વ = વિશિષ્ટ યોગ્યતાનો પરિપાક મેળવવા ત્રણ ઉત્તમ સાધનો છે. - ચતુશરણ સ્વીકાર. - દુષ્કૃત ગહ. - સુકૃતોનું અનુમોદન. આ ત્રણથી આપણા પાપ કર્મ = મોહનો વિશિષ્ટ ક્ષયોપશમ થઈ તથાભવ્યત્વનું વિશિષ્ટ ઘડતર થાય છે જેના પરિણામે આજ્ઞાશુદ્ધ જ્ઞાની-નિશાવાળ ધર્મ સહજરૂપે પ્રાપ્ત થાય છે. જ્ઞાની નિશ્રાએ વિધિપૂર્વકનો આજ્ઞાશુદ્ધ ધર્મ આચરવાથી આપણા આત્મસ્વરૂપને આવનાર વિજાતીય તત્વ પાપકર્મ હઠવા માંડે છે. પરિણામે અંતરમાં એવી ચિંતનધારા પ્રગટે છે કે હું કોણ ? મારું સ્વરૂપ શું ? તેનો યથાર્થ અનુભવ કેમ નહીં? તે મેળવવાનાં સાધનો ક્યાં ? આ ૪ બાબતોના દોર પર વિવેકી મુમુક્ષુ આત્માની ચિંતનયાત્રા શરૂ થાય છે. અનંત જ્ઞાનાદિ ગુણમય હું, વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપી, સત્તાએ સિદ્ધ ભગવંતનો બરોબરિયો છતાં અત્યારે, મારા સ્વરૂપના વિસ્મરણથી વળગેલ કર્મનાં વળગણોથી મારું સ્વરૂપ વિભાવ – કષાયાદિરૂપે હાલ હું અનુભવી રહ્યો છું. પણ આ સ્વરૂપ મારું નથી. આ કર્મજન્ય મારું વિકૃત સ્વરૂપ છે ! આ વિકૃતિ જ્ઞાનીની આજ્ઞા = આશ્રવ અને સંવર સ્વીકારને ભૂલવાથી મારા અવળા પુરુષાર્થ = પુદ્ગલકેન્દ્રિય મન-વચન-કાયાનાં થી ઊભી થઈ છે. તો હવે સમજીને આજ્ઞાર્કે ની, આજ્ઞાશુદ્ધ મન-વચન અને કાયાનાં પ્રવર્તનોરૂપ સમ્યફ ચારિત્રનું વિધિગત, ગીતાર્થ જ્ઞાન એ પાલન કરી મારા સ્વરૂપનો આવિર્ભાવ-વિકૃતિ = વિજાતીય તત્વરૂપ કર્મના પુદ્ગલોને સમૂળ રૂપે હટાવી કરી લઉં, તેમાં જ મારું ખરેખર કલ્યાણ છે. એટલે જિનશાસનની રૂઢ મર્યાદા પ્રમાણે યશાશક પડાવશ્યકનું વિધિવત પાલન જ્ઞાનીની નિશ્રાએ કરવાની ખાસ જરૂર છે. તેનાથી અનાદિકાલીન કર્મસંયોગ પણ, જ્ઞાનીની આજ્ઞા મુજબ ગીતાર્થ જ્ઞાનીની નિશ્રાએ યથાવત્ વિરતિમાર્ગની આરાધના કરવાથી સમૂળ ક્ષીણ થઈ જાય. તે અંગે હવે ખરેખર ઉમંગ – ઉત્સાહભેર પ્રયત્ન કરવાની જરૂર છે. તમે ખરેખર પુણ્યશાળી છો કે આવા જિનશાસનને સમજણપૂર્વક ઓળખી રહ્યા છો. તો હવે તે વિરતિના પંથે આગળ ધપો એ શુભેચ્છા! Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૬૮ 55T ૧૦ વઢવાણ ૨૧-૫-૮૫ ગયા પત્રમાં આત્મસ્વરૂપની અનુભૂતિ માટે શાસ્ત્રીય પદ્ધતિએ તથા ભવ્યતા માટે શુદ્ધ = જ્ઞાનીનિશ્રાએ શાસ્ત્રીય મર્યાદાપૂર્વકના વિધિશુદ્ધ-ધર્મની પ્રાપ્તિની પ્રધાનતા જણાવેલ. તે માટે – ચતુ:શરણ ગમન - દુષ્કૃત ગહ – સુકૃત અનુમોદના. આ ત્રણ સાધનોની સર્વાધિક મહત્તાનું સૂચન કરેલ પરંતુ તેમાં એક મહત્વની વાત તરફ આપણે ખાસ ધ્યાન દેવાની જરૂર છે કે આપણા મૌલિક શુદ્ધ સ્વરૂપનો વિચાર જ્ઞાની સુવિહિત ગીતાર્થ ગુરુ ભગવંતોના મુખથી વિનયપૂર્વક મેળવેલ શાસ્ત્રથવણથી થવો જરૂરી છે. પુસ્તકિયા આપમેળે કરાયેલ વાંચનથી મેળવાતો આત્માના શુદ્ધ સ્વરૂપનો વિચાર કયારેક આપણા અંતરના સહજમળના ક્ષયની ખામીએ અવળી ગેડ બેસાડી દે છે. પરિણામે શુદ્ધોઉં, બોહે, નિરંજનોહંની નિરપેક્ષ ધૂનમાં ક્રિયાયોગની સર્વાધિક મહત્તા સ્વીકારવાના બદલે અજાણ્યું પણ તેની અવગણના થવા પામે છે. આંતરિક પરમાર્થ સત્તાનો અધ્યવસાય એ આપણા ક્રિટ યોગને વધુ વિધિપુષ્ટ બનાવી લક્ષ્યગામી બનાવે છે એ વાત સદંતર સાચી છતાં તેની પકડ યોગ્ય ન થાય તો મૂઠથી પકડવાના બદલે અણી તરફથી તલવારની પકડ આપણા આંગળાં કાપનાર છે. એટલે હું કોણ ? મારું સ્વરૂપ શું ? તેનો વિચાર આપણા આત્મામાં વ્યવસ્થિત રીતે અસમદ્ધિનું કાર્ય કરી શકે તે માટે, ત્રણ મહત્ત્વનાં સાધનો જણાવ્યાં છે. - અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી ભાષિત ધર્મનું શરણોપગમન નિખાલસભાવે ફળની ઝંખના વિના તુંહી તુંહી રૂપે આ ચાર તત્ત્વોને જીવનતત્ત્વનાં સંચાલક બનાવવાં. - દુષ્કત ગહ = અત્યાર સુધી આત્મભાવને વીસરી, જડ-પુદ્ગલ પદાર્થના ખેંચાણ સાથે કરેલ સર્વ પ્રવૃત્તિઓનો નિખાલસ ઇકરાર. - સુકૃતાનુમોદના = આપણા વિશુદ્ધ આત્મસ્વરૂપના પ્રત્યક્ષ આદર્શરૂપ. બીજની ક્ષાયિક કે માયોપથમિક ભાવે મોહનીયને ખસેડી મેળવેલ વિશિષ્ટ આત્માની વિશુદ્ધ અવસ્થા પ્રતિ, હાર્દિક ખેંચાણનો ભાવ. આ ત્રણથી આપણા વિશુદ્ધ આત્મજીવનના અનુભવ માટેની સાધનાનો પાયો નંખાય છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા કેમ કે આપણામાં જ્ઞાની સદગુરુના મુખે સ્વકક્ષાનુરૂપ યોગ્ય વિધિશુદ્ધ ધર્મક્રિયાઓના આસેવનથી મેળવાતી આત્મશુદ્ધિના ધોરણે સમજાવાતા વિશુદ્ધ આત્મસ્વરૂપને મેળવવાની તમન્ના જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આપણી જીવનસાધના વધુ કાર્યક્ષમ બની શકે. એટલે ચતુદશરણગમન, દુષ્કૃત ગોં, સુકૃતાનુમોદન આ ત્રણ બાબતો વિશુદ્ધ આત્મસ્વરૂપની અનુભૂતિ માટે ખૂબ જરૂરી છે. ટૂંકમાં આપણને વિશુદ્ધ ક્રિયાયોગથી જેમ જેમ અંતરની ગ્રાહકતા વધે તેમ તેમ સદ્ગર આપણી વૃત્તિઓમાં તે તે નયની મુખ્યતાએ વિશુદ્ધ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવે. તે ઓળખાણ સફળ ત્યારે થઈ ગણાય જ્યારે કે તે આત્મસ્વરૂપની વિશિષ્ટ, ક્ષાયિક કે માયોપથમિક માત્રામાં પહોંચેલા , તે દિવ્ય તત્વોના વિશુદ્ધ આત્મસ્વરૂપ તરફ, સાહજિક આંતર ઝુકાવથી તેઓને તુંહી તુંહી તરીકે સ્વીકારવાની આપમેળે નિખાલસ સૂઝ થવા પામે. આ રીતે શરણોપગમનની પ્રક્રિયાના ફળ રૂપે, આવા આત્મસ્વરૂપને ભૂલી અત્યાર સુધી વિજાતીય તત્વરૂપ પુદ્ગલના ખેંચાણથી થયેલ-આચરેલ તમામ પ્રવૃત્તિરૂપ દુષ્કતોની ગહ, અંતરના ઊંડાણથી થવા પામે. તે ગહની પ્રબળતાએ વિશુદ્ધ આત્મસ્વરૂપના અંતરના સાહજિક ખેંચાણથી આવું આત્મસ્વરૂપ ક્ષાયિક કે માયોપથમિક ભાવે જોવા જાણવા મળે એટલે અંતરના તાર તે તરફ ગુણાનુરાગ દષ્ટિથી ઝણઝણી ઉઠે અને પ્રબળ ઉચ્ચ કોટીની સુકૃતાનુમોદના થાય. આ રીતે ચતુદશરણગમન, દુકૃતગહ, સુકતાનુમોદના- આ ત્રણ પરમોચ્ચ કોટીનાં તત્ત્વો છે. આનાથી આત્મશુદ્ધિની સાધનાનો માર્ગ ખૂબ વ્યવસ્થિત રીતે સફળ થાય છે. Hી ૨૧-૫-૮૫ ગયા પત્રમાં આત્મસ્વરૂપને નિરાવરણ કરવા માટે જિનશાસનની મર્યાદા પ્રમાણે જ્ઞાનીઓની નિશ્રાએ સ્વસ્વકક્ષાનુરૂપ ક્રિયાયોગની બંધારણીય બાબતોનું નિર્દેશન કરેલ. સંસાર દુઃખમય છે ! Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા ૨૭૦ સંસાર દુઃખફળક છે ! સંસાર દુઃખની પરંપરાવાળો છે ! તેનો સમૂળ નાશ શુદ્ધ = આજ્ઞાશુદ્ધ ધર્મ = ક્રિયાયોગથી થાય. તે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપકર્મ = મોહનીય = દર્શનમોહ અને ચારિત્રમોહના યથાયોગ્ય ક્ષયોપશમથી થાય. આ ક્ષયોપશમ - તથાભવ્યત્વ = ૧ વિશિષ્ટ કાળ, ૨ વિશિષ્ટ નિયતિ, ૩ વિશિષ્ટ પુરુષાર્થ અને વિશિષ્ટ કર્મ (ક્ષયોપશમ આદિ)- આ ચાર પદાર્થોના સહકારવાળું ભવ્યત્વ = સ્વભાવના પરિપાકથી થાય. આ તથાભવ્યત્વના પરિપાક માટે - - ચતુરશરણગમન - દુષ્કૃત ગહ - સુકતાનુમોદના - આ ત્રણ મહત્ત્વનાં સાધનો છે. આ ત્રણની યથાયોગ્ય - ગત પત્રમાં નિર્દેશ્યા મુજબ જ્ઞાની સદ્ગરનાં ચરણોમાં બેસી આગેવનાથી ક્રિયાયોગની અર્થાત્ જિનશાસનની યથાર્થ આરાધનાની ભૂમિકા વ્યવસ્થિત રીતે કેળવાય છે. કેમ કે જિનશાસનની આરાધનાનો પ્રાણ, આત્મતત્વના અનાદિકાલીન વિભાવજન્ય મલિન સ્વરૂપને, વિશિષ્ટ ક્રિયાયોગના વ્યવસ્થિત સેવનથી વિશુદ્ધ કરવાનો છે. તે માટે આંતરિક વિવેકની માત્રાની યથાયોગ્ય કેળવણી જરૂરી છે. તે વિવેકનો અર્થ - હું કોણ ? મારી યથાર્થ સ્વરૂપદશા કેવી ? આ વિકૃત દશા શાનાથી થઈ ? તેના ઉપાય તરીકે મારે શું કરવું? આદિ બાબતોનો યથાયોગ્ય વિચાર થાય છે. આ અંગે વિજાતીય તત્ત્વ તરીકે કર્મસત્તાની સ્પષ્ટ ઓળખાણ જરૂરી છે, તે કર્મસત્તાનો પ્રવેશ, ઉદય અને વિનાશ કેવી રીતે ? તેની વિગતો જાણવી જરૂરી છે. તે માટે જ્ઞાની સદગુરુના શરણે પોતાની જાતને સમપ તેઓ દ્વારા સૂચવાતા આંતરિક અશુદ્ધિ – મનની ભૂમિકાને પલટાવવા ક્રિયાયોગના કક્ષાનુરૂપ નિર્દેશનોની, યથાશકય આચરણાની ખાસ જરૂર છે. તેનાથી વિશુદ્ધ ઉચ્ચ શકિતઓના નિધાનસમા આત્મતત્ત્વની વાતોના ચિંતનાદિની અધિકારિતા – પાત્રતાનો વિકાસ થાય છે. આ જાતની ક્રમિક વિકાસ પામતી અધિકારિતા – પાત્રતા વિના આત્મતત્વની માત્ર હૃદયંગમ શાબ્દિક વાતો કે - હું શુદ્ધ છું, બુદ્ધ છું ! મારો આત્મા શુદ્ધ સ્વરૂપી છે ! સિદ્ધનો સાધર્મિક છે ! મારા ચિત્ સ્વભાવને આ પગલિક ભાવને શી લેવા દેવા ! હું તો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા સાક્ષીરૂપ છું. મારા જ્ઞાનાદિ અનુભવની વાત જ મારા માટે હિતકારી છે, બાકી આ ક્રિયાઓ તો દેહ, બુદ્ધિ, મનથી થાય છે, એ જડ ભાવમાંથી ઊપજતી ક્રિયાઓ મારા આત્મસ્વરૂપને શી રીતે પ્રાપ્ત કરાવે? જડ ક્રિયાઓ શું આત્મહિત સાધે ? વળી આત્મસ્વરૂપને જાણ્યા વિના બધું નકામું છે – આદિ વાતોથી, અનાદિકાલીન આત્મશુદ્ધિના જ્ઞાની નિશ્રાએ આચરાતા ક્રિયાયોગની આરાધનારૂપ જિનશાસનની, ભારોભાર ઉપેક્ષાનું મહાપાપ પાત્રતાના યથાયોગ્ય વિકાસ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ વિના ઊભું થાય છે, તેથી ચતુ:શરણ, દુષ્કૃત ગર્હ અને સુકૃતાનુમોદન દ્વારા જ્ઞાની ગુરુના ચરણે બેસવાની ભૂમિકા કેળવવાની ખાસ જરૂર છે. પછી જ્ઞાની ગુરુ અધિકાર મુજબ, જે શાશ્વત આરાધનાના ખજાનાની ચાવીરૂપ જે અનુષ્ઠાનોનો રાજમાર્ગ સૂચવે તેનાથી, આપણા આત્માની વિશુદ્ધિ થયા વગર રહે જ નહીં ! આ એક અનુભવસિદ્ધ જ્ઞાનીઓનો ટંકારવ = સિંહગર્જના છે. તમો ખરેખર વિવેકી, તત્ત્વપ્રેમી, ઉદાત્ત વિવેકસંપન્ન, મુમુક્ષુતાની કક્ષાએ પહોંચેલ પુણ્યાત્મા છો. વળી આ જાતની જિનશાસનની ઓળખાણ તમોએ સમજણપૂર્વક મેળવી છે. એટલે જ્ઞાનીઓનાં વચનોને યથાવત્ તમારી સામે રજૂ કરવા અંતરનો ઉમળકો આવે છે. તમોએ આ ઉમળકાને અનુરૂપ પાત્રતા કેળવી પણ છે. એટલે તમારો ઝડપી આત્મવિકાસ થાય તેમ લાગે છે. શંખેશ્વર סל શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૨ ૨-૬-૮૫ પરમાત્માના શાસનની ઓળખાણ અશુભ સંસ્કારોમાંથી જન્મતા કર્મમળના ક્ષય વિના થવી શકય નથી. તે કર્મમળનો ક્ષય આપમેળે કયારેય થતો નથી- જાણતાં કે અજાણતાં આત્માના પુરુષાર્થથી (જે તે શાસ્ત્રીય પરિભાષામાં - જાણતાં = સમજદારીથી આત્મકેંદ્રિય કે આત્મશુદ્ધિના લક્ષ્યથી થતો પુરુષાર્થ = સકામનિર્જરા અને અજાણતાં = એટલે આત્મિક સમજણ વિના પુદ્ગલ કેંદ્રિય કે પૌદ્ગલિક પદાર્થો મેળવવા કરાતો કે થતો પુરુષાર્થ = અકામ નિર્જરા) થવા પામે છે. ની એટલે કર્મમળના ક્ષય માટે પુરુષાર્થની ખાસ જરૂર છે. તે વિના જિનશાસનની યથાર્થ ઓળખાણ થઈ શકતી નથી. પણ તે પુરુષાર્થ સકામ નિર્જરારૂપ હોવો ઘટે. તે વિના શાસનની ઓળખાણ આડે કર્મમળનો જેવો ને જેટલો ક્ષય જોઈએ તે સુશકય નથી. તેથી સકામ નિર્જરાના પાયાના ત્રણ અંગોનો સંયોગ મેળવવો જરૂરી બને છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા * જ્ઞાની ગુરુની નિશ્રા * વિરતિ (યશાશય)નું પાલન. * આત્મશુદ્ધિનું (કર્મનિર્જરાનું) લક્ષ્ય. આ ત્રણ વિના સકામ નિર્જરા સંભવિત નથી. જોકે ખરેખર સકામ નિર્જરા છઠ્ઠા ગુણસ્થાનકથી શરૂ થાય, પણ સ્થૂળ વ્યવહાર નથી ઔપચારિક રીતે કારણના કારણ તરીકે ચોથે અગર કવચિતુ વિરલ અપવાદ તરીકે પ્રથમ ગુણસ્થાનકે પણ સકામ નિર્જરા છે. કેટલાક જ્ઞાની ગુરુની નિશ્રાના રહસ્યને ન સમજનારા જ્ઞાનવાદીઓ, ક્રિયાની ભારોભાર અરુચિને છાવરવા ક્રિયાથી કર્મ બંધાય – તે પુણ્ય બંધાય, પુણ્ય ભોગવવા સંસારમાં રખડવું પડે, દેવ ગતિનાં પુણ્ય ભોગવી ચાર ગતિનાં અશુભ કર્મો ઉપાર્જિત કરાય. વળી નિર્જરા તો છઠ્ઠા ગુણઠાણા વિના થાય નહીં, તો ક્રિયા છઠ્ઠા ગુણ. પહોંચ્યા પછી વાત. અત્યારે ક્રિયાની શી જરૂર ? આમ કહી અથવા ક્રિયાને અટકાવવાની સોનેરી ક્ષણો – માનવભવની લાખેણી તકને હાથે કરી એળે ગુમાવી દેતા હોય છે. તેથી ઉપર જણાવ્યા પ્રમાણે ત્રણ મહત્ત્વનાં અંગો સાથે સકામ નિર્જરા મુમુક્ષભાવ પેદા થવાની સાથે સંભવી શકે. પણ તેની પૂર્વતૈયારી રૂપે કુળ-સંસ્કારજન્ય લોકરૂઢિગત વ્યવહારોની પ્રક્રિયા પ્રમાણે શ્રાવકોચિત છ આવશ્યકનું યથાશકય આસેવન જ્ઞાની ગુરુની નિશ્રાએ વિધિ-શાસ્ત્રોની મર્યાદાના પાલનના આગ્રહ સાથે કરવું જરૂરી છે. આનાથી પ્રાથમિક ક્રિયામળ = ચારિત્રમોહનો અમુક ભાગ જે પ્રભુશાસનની પાયરીએ ચઢવાના ક્રિયાના રાજમાર્ગ પર આવતા જીવને અટકાવનાર તત્ત્વ - નો ક્રમિક યથાયોગ્ય ઘટાડો થાય છે. પણ બાળપોથી ભણ્યા વિના કે બારાખડીની વર્ણમાળા ઘૂંટ્યા વિના સીધી પાંચમી = સાતમીની ચોપડીઓ વાંચવા બેસનારને શી રીતે વાંચતાં આવડે ? એ પ્રમાણે આત્મશુદ્ધિના રાજમાર્ગ પર આવતા આત્માને અટકાવનાર પ્રાથમિક કમળને હઠાવવા ખાસ જરૂરી ગુણસ્થાનકને અનુરૂપ સ્વસ્વકક્ષાનું પડાવશ્યક આદિનું આસેવન, જ્ઞાની ગુરુની નિશ્રાએ વિધિ-શાસ્ત્રીય મર્યાદાના પાલન સાથે પાયાની ચીજ તરીકે ન થાય, તો આગળના ગુણ અનુભવી શકવા લાયક આત્માનુભૂતિ આદિ મહત્વના પદાર્થોનો અનુભવ શી રીતે શકય બને ? માટે વિવેકી સુજ્ઞ આત્માએ આંતરિક શુદ્ધિના રાજમાર્ગે આવવા, પ્રાથમિક તૈયારીરૂપ આંતરિક મળને હઠાવવા, પડાવશ્યક આદિ જિનશાસનની પ્રાથમિક ક્રિયાઓનું સેવન કરવું જરૂરી છે. એટલે શાસનની ઓળખાણનું સદ્ભાગ્ય મળ્યું છે તેની ખૂબ ખૂબ અનુમોદના કરશો. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચિંદ્રિકા IIIo ૧૩ હારીજ ૭-૬-૮૫ વિ. જિનશાસનની ઓળખાણના મૂળભૂત પાયા તરીકે ગુણની કક્ષાવાર પડાવશ્યકમય સદનુષ્ઠાનોનું વિધિવત આસેવન ગયા પત્રમાં ઉપયોગી બતાવ્યું. તેમાં મહત્ત્વની એક વાત એ પણ વિચારવા જેવી છે કે, આત્મા, કર્મ અને તેનો સંબંધ અનાદિનો માનવા સાથે, કર્મજન્ય વિકૃતિઓના પાયામાં આપણા આત્માની સાહજિક અનાદિકાળની કર્મમળથી ખરડાવાની યોગ્યતાનો સ્વીકાર સમજણપૂર્વક કરવો જરૂરી છે. તો જ્ઞાનીઓનાં વચનો પ્રમાણે અને શાસ્ત્રીય મર્યાદાપૂર્વક ક્રિયાયોગના આસેવનમાં જ્ઞાની નિશ્રા અને વિધિયોગનું અમૃતમય મિશ્રણ ભળે, કેમ કે આ અમૃતમિશ્રણથી જ આત્માની વૈભાવિક યોગ્યતા = કર્મમળને ગ્રહણ કરવાની યોગ્યતાનો ઘટાડો થાય છે. પરિણામે ક્રિયાયોગ સફળતાની કક્ષાએ પહોંચે છે. અન્ય દર્શનવાળાઓએ તત્વજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન અગર બીજા વિશિષ્ટ ક્રિયાકાંડ - અનુષ્ઠાનોથી આત્માની મુકિત માની છે, પણ હકીકતમાં આત્મા બંધાયો છે કર્મથી – અને તે કર્મ ગ્રહણ કરવાની મલિન યોગ્યતા આત્મામાં અનાદિકાળથી સક્રિય છે. આ વાત જૈન દર્શન સિવાય કોઈએ માન્ય નથી રાખી. માયા, ભ્રમ, ઉપાધિ અને ભ્રમણા આદિ દ્વારા આત્માને મલિન કરનાર તત્ત્વની વાસ્તવિકતા સત્તાનો જ સ્વીકાર જૈનદર્શન સિવાય કોઈએ કર્યો નથી. જો આત્મા હકીકતમાં વાસ્તવિક કો'ક વિજાતીય તત્વથી બંધાયો જ ન હોય તો મુકિત–મોક્ષ આદિ શબ્દો કે તે માટેનાં તત્ત્વજ્ઞાન કે કર્મકાંડ આદિની મહત્તા જ શી ? જે ચીજનું હકીકતમાં અસ્તિત્વ જ નહીં તેના નિવારણ માટે ભગીરથ પુરુષાર્થ શી રીતે ઉદ્ભવે ? તે માટે જ્ઞાનીની નિશ્રા કે વિધિયોગની મહત્તા સમજાય શી રીતે ? આ જ વાત આપણે ત્યાં છેલ્લાં કેટલાંક (૪૦/૫૦) વષથી અનધિકારે નિશ્ચયનયની વાતોની રજૂઆતથી, બાળજીવોના માનસમાં નિશ્ચયનયની એકાંગી વાસના સુદઢ થવાથી, “હું તો શુદ્ધ છું, બુદ્ધ છું, મુકત છું, નિસંગ છું, નિર્લેપ છું.” તેમજ “એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ ન કરે'', “દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે, અન્ય નિરપેક્ષ છે” વગેરે શબ્દોથી આત્માની વર્તમાનકાલીન અશુદ્ધ સ્વરૂપની હયાતી, આપણા અવળા પુરુષાર્થને આભારી છે, એ વાત સાવ ગૌણ અગર નહીંવત્ બનાવી દેવાથી, આત્માના શુદ્ધ સ્વભાવની વાતો, કક્ષા વગર વ્યવહારનયની વાતોની ઓળખાણ થયા પહેલાં ઘંટાઈ જવાથી, આત્માના વિકાસ-શુદ્ધ સ્વરૂપની વાતો, આત્માને જિનશાસનના એકાંત હિતકર Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૨૭૪ સર્વકલ્યાણકર ક્રિયાયોગના રાજમાર્ગથી દૂર લઈ જનારી નીવડી. તેથી આત્માને ક્રિયાયોગમાં જોડવાની સાથે પંચસૂત્રકારે કહેલ – “મારું નીવે, મારું નીવર્સ મવે, મળ મૂતંગોના નિવ્રુત્તિ'' એટલે કે – “જીવ અનાદિનો છે, જીવનો સંસાર અનાદિનો છે, તે સંસાર કર્મના અનાદિકાલીન સંયોગને આભારી છે.” – આ ત્રણ બાબતો ગુરુચરણોમાં બેસી આના પરમાર્થને સમજવાના પ્રયત્ન સાથે હૈયામાં સ્થિર કરવી જરૂરી છે. ઉપરની ત્રણ બાબતોમાં જીવ = કર્મસહિત આત્માની અનાદિતા, તથા વિજાતીય કર્મ તત્વથી ઊપજતા સંસારની પણ અનાદિતા તથા તે સંસારને ઉપજાવનાર કર્મના સંબંધની પણ અનાદિતા જણાવી અન્ય દર્શનકારોએ નહીં સ્વીકારેલ આત્મશુદ્ધિની ત્રણ બાબતો * જીવ અનાદિથી મલિન છે. * સંસાર અનાદિકાલીન છે. * તેને ઊભો કરનાર કર્મનો સંબંધ – ઈશ્વરાદિ નહીં પણ અનાદિનો છે. આમ આ આખા સંસારનું મૂળ કારણ કર્મનો સંબંધ છે. એટલે કોઈ ઈશ્વર જેવી વ્યક્તિએ આપણને માયાના ફંદામાં ફસાવ્યા નથી. સંસાર આખો કર્મના સંબંધથી ઊભો થાય છે. આથી સૃષ્ટિવાદ અને ઈશ્વરનું કર્તુત્વ બન્ને અર્થશૂન્ય બની જાય છે. કર્મ એટલે આપણો પુરુષાર્થ. અત્યાર સુધી આપણે પુગલકેંદ્રિય બની અવળી દિશામાં પુરુષાર્થ કર્યો તો સંસાર ઊભો થયો. હવે જ્ઞાની ગુરુનાં ચરણોમાં બેસી અવળા પુરુષાર્થને અટકાવી (સંવરભાવ કેળવી), અવળા પુરુષાર્થના પરિણામે આવેલ વિજાતીય તત્ત્વ = કર્મોને ખંખેરી (નિર્જરાથી), આત્મશુદ્ધિ સહજ રીતે મેળવી શકાય છે. એટલે જિનશાસનની ઓળખાણના ફળરૂપે ક્રિયાયોગની આસેવનામાં, આપણી અજ્ઞાનદશા-સ્વછંદતાના કારણે પુદ્ગલકેંદ્રિય પ્રવૃત્તિઓથી ઊભા થયેલ કર્મોના સંબંધને ખંખેરવાની વાત લક્ષ્યમાં રાખવાની આવશ્યકતા છે. જિનશાસનની પાયાની આ વાત ખ્યાલ બહાર ન રહે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા લ૬િ ૧૪ ચાણસ્મા ૧૫-૬-૮૫ વીતરાગ પરમાત્માના શાસનમાં આપણા ધ્યેયબિંદુની નિર્મળતા ખાસ જરૂરી જણાવી છે. ધ્યેયની ચોકકસાઈ વિના પુરુષાર્થ યોગ્ય દિશામાં ધપી શકતો નથી. વીતરાગ પ્રભુએ જ્ઞાનના બળે જગતના સર્વ જીવોની કર્મપરવશતા નિહાળી કર્મની પરાધીનતા ટાળવા માટેનું ધ્યેય મહત્ત્વનું જણાવ્યું છે. આપણી શકિતઓ પુગલકેંદ્રિય બની કર્મસત્તાને વધુ દઢ-મજબૂત બનાવે છે. પણ આત્મકેંદ્રિય આપણી વૃત્તિઓ, અવરોધ તરીકે રહેલ વિજાતીય તત્વ = કર્મને સમૂળ હઠાવી, આત્મશક્તિના પૂર્ણ વિકાસને પ્રગટાવે છે. વિચારોમાં પુદગલ કેન્દ્રિયતાની વિરસતા યોગ્ય રીતે ભાવિત થાય, તો વિચારો અને સંસ્કારોની મૈત્રી ટૂટે, પરિણામે સંસ્કારોને સક્રિય થવા માટેની પ્રથમ ભૂમિકા વિચારોની ન મળે, તો સરવાળે પોષણવિહીન છોડવાની જેમ સંસકારો નિર્વીર્ય બની જાય. તેથી જિનશાસનના આરાધકે, આત્મશક્તિના વિકાસને અવરોધનાર કર્મસત્તાને વિખેરવાના ધ્યેયને કેળવવું ખાસ જરૂરી છે. અનંતોપકારી શ્રી તીર્થંકરદેવ પરમાત્માઓએ જગતના સર્વજીવોની કલ્યાણની દિશાનું સૂચન કરતાં, આત્માના વિકાસને આડે રહેલ વિજાતીય = કર્મસત્તારૂપ તત્ત્વને ખસેડવા પર ખૂબ ભાર મૂક્યો છે. પૂ. કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વર ભગવંત શ્રી વીતરાગ સ્તોત્રમાં (૧૯મા પ્રકાશમાં) આ વાત સ્પષ્ટ રીતે ટંકાર રૂપે કહી છે કે – “મત્તિમયHજ્ઞા તે, પાયગોવર મારવ: સર્વથા દેયર, ૩૫ % સંવર: ” અર્થાત્ – હે વીતરાગ પ્રભો ! આપની હેય-ઉપાદેયને સૂચવનારી શાશ્વત આશા છે કે આશ્રવ = જેનાથી કમ આવે - તે સર્વથા હેય = છોડવા લાયક છે અને સંવર = આત્મામાં નવાં કર્મો આવતાં અટકે - તે ઉપાદેય છે.” અર્થાતુ કર્મના પુગલો આત્મશકિતથી વિજાતીય છે, તેથી તેને આવતા અટકાવવાની અનાદિકાલીન શાશ્વત આજ્ઞા છે. આ આજ્ઞાને નજર સામે રાખી, આરાધક પુણ્યાત્માએ આ આજ્ઞાને સફળ બનાવવા માટે, આશ્રવદ્ગારોને અટકાવનાર ત્યાગ – નિયમ - વ્રત – પચ્ચકખાણ આદિ અનુષ્ઠાનો તથા સંવરભાવને વધારનાર પંચમહાવ્રત, વિવિધ તપસ્યા, પરીષહસહન, ઉપસર્ગોની તિતિક્ષા, ગુણસ્થાનકોચિત વિશિષ્ટ યથોચિત પ્રવૃત્તિ, ષડાવશ્યકનું યથોત્તર વિશિષ્ટ પાલન આદિ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, જ્ઞાનીની નિશ્રામાં શાસ્ત્રીય મર્યાદા મુજબ સાનુબંધ આચરવાની ખાસ જરૂર છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૭૬ આ ભૂમિકાએ આપણી જાતને ટકાવવાથી આથોનો સફળ રોધ અને સંવરભાવની ઉત્કૃષ્ટ વૃદ્ધિ થવા પામે છે, જેથી આંતરિક વિકાસ યાત્રા, વણથંભી મુકિતની મંજિલ સુધી પહોંચાડનારી બને છે. આ ભૂમિકાના વિકાસથી આરાધનામાં વર્ષોલ્લાસ આવે છે, લક્ષ્યમાં આપણા વિકાસને અવરોધક વિજાતીય તત્ત્વ = કર્મ સત્તાને હઠાવવાની વાત સ્પષ્ટ રીતે આવવાથી આરાધનામાં જેમ પ્રગટે એ સહજ છે. આમાં કયારેક એવું ચંવાનો સંભવ છે કે, લયની જાગૃતિ વ્યવસ્થિત રીતે નયસાપેક્ષ રીતે ન કરી હોય તો, તદનુરૂપ પ્રવૃત્તિ – આચરણાના અભાવે એકાંગિતા થઈ જવા પામે તો, આરાધનાનો રાજમાર્ગ હાથથી છૂટી જાય. તેથી ગુરગમથી યથાયોગ્ય રીતે અંતરમાં મોહના ક્ષયની ભૂમિકા કેળવણી સાથે લક્ષ્યની જાગૃતિનું ધ્યેય કેળવાય તો વિચારોમાં ક્રિયાયોગની આચરણાનું મહત્ત્વ જળવાઈ રહે. પરિણામે આચારશુદ્ધિના ધોરણને જાળવવા યથાયોગ્ય રીતે સાવચેતી કેળવાય. ટૂંકમાં જિનશાસનની બંધારણીય પાયાની આધારભૂત ચીજ એ છે કે, આત્માના વિકાસના આડે રહેલ વિજાતીય તત્ત્વરૂપ કર્મસત્તાને હડસેલવાની સતત જાગૃતિની ખાસ જરૂર છે. તે વિના અંતરમાં અનંતોપકારી જ્ઞાનીઓનાં વચનો પ્રતિ હાર્દિક અનુરાગ કેળવાતો નથી. વિધિ પ્રતિ આદરભાવ જાગતો નથી. તેથી કર્મનિર્જરાના ધ્યેયને સ્પષ્ટ રીતે લક્ષ્યમાં સ્થિર કરવાની જરૂર છે. તેના પરિણામે ક્રિયાયોગ, જ્ઞાનીની નિશ્રા, શાસ્ત્રીય મર્યાદાઓનું પાલન આદિ સહજ રીતે જીવનમાં ભાવોલ્લાસના અંગ તરીકે ગોઠવાઈ જાય છે. “જડક્રિયાઓ આત્માનું છું કલ્યાણ સાધે ?' “ક્રિયાથી તો બંધ થાય” “ક્રિયા જડભાવને પોષક છે' આદિ અધૂરા જ્ઞાનનાં વાકયોની અસારતા કર્મનિર્જરાના ધ્યેયની ચોકકસાઈથી આપોઆપ સમજાય છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા છે ૧પ પાટણ ૨૫-૬-૮૫ પ્રભુશાસનને પામ્યા વિના કયારેય પણ કષાયોની ઉપશાંતતા થતી જ નથી. સાબુ વિના મેલ જાય શી રીતે ? અનંતજ્ઞાની નિર્દિષ્ટ ક્રિયાયોગના વિધિવત્ યથાર્થ આસેવનથી થતા મોહના ક્ષયોપશમે, કપાયની ઉપશાંતતા થાય. તે વિના શકય જ નથી. કારણ વિના કાર્ય થાય જ નહીં ! કષાય એ ચારિત્રમોહનો ઉદય છે. તેનું જોર ત્યારે જ ઘટે કે વીતરાગની આજ્ઞાનુસાર, વીતરાગ ભાવને લાવનાર ષડાવશ્યકનાં અનુષ્ઠાનોમાં જ્ઞાની નિશ્રાએ વિધિવત્ પ્રવૃત્તિ થાય. મોહ અને વીતરાગતા બને પરસ્પર વિરોધી છે. એકબીજાની પ્રબળતાએ એક-બીજાને દબાવે કે હટાવે. મોહ ઘટે એટલે વીતરાગભાવ વધે = કષાયોની ઉપશાંતતા દેખાય. મોહ વધે એટલે વીતરાગભાવ ઘટે = કષાયો પ્રબળ થાય. કદાચ તમોને એ સવાલ થાય કે વર્તમાનકાળે જિનશાસનને નહીં પામેલા - નહીં સમજેલા અન્ય દર્શની સાધુ સંતોમાં તેમજ શુષ્ક અધ્યાત્મીઓના જીવનમાં કષાયની ઉપશાંતિ કેમ ? શું તે પૂર્વના પુણ્યનો ઉદય હશે ? તો તેનો ખુલાસો એ કે – પુણ્યના ઉદયથી શુભસામગ્રી પ્રાપ્ત થાય, પુણ્યના ઉદયથી કષાયોની ઉપશાંતિ ન થાય. કષાયોને ઢીલા પાડનાર ઉત્તમ સાધનો પુણ્યના ઉદયે મળે, પણ છેવટે પુણ્યના ઉદયે મળેલ ઉત્તમ સાધનોના સદુપયોગે જિનશાસન પ્રરૂપિત શુભ અનુષ્ઠાનોના વિધિપૂર્વક આસેવનની તો જરૂર પડે જ. માત્ર પુણ્યની પ્રબળતાથી મોહના ઉદયને ઘટાડી શકાય નહીં. મોહના ઉદયને ઘટાડ્યા વિના કષાયોનો ઉપશમ ન થાય. એટલે શુષ્ક અધ્યાત્મીઓમાં દેખાતી કષાયની ઉપશાંતિ હકીકતમાં મોહના ઉદયની મંદતા જ માત્ર છે. સત્તામાં તો મોહનીય પ્રબળપણે બેઠું હોય, પણ તેમાં રસ તે જાતનો કે અમુક સમય પછી જ ઉદય આવે – મનુષ્યભવના પર્યાયમાં કદાચ તે તીવ્ર ઉદયની ભૂમિકાએ ન પણ આવે. વળી કષાય એટલે માત્ર ગુસ્સો એમ નહીં. કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ. આપણે માત્ર તેઓ ગુસ્સો નથી કરતા, હસી કાઢે છે, તેવા નિમિત્ત પામ્યા છતાં ગુસસે થતા નથી. આનાથી આપણે એઓમાં કષાયની ઉપશાંતિ માનવા પ્રેરાઈએ છીએ, પણ હકીકતે ક્રોધ કષાયને ઉદયમાં આવવા માટે જેવા ને જેટલા રસની જરૂર છે, તેટલો રસનો ઉદય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની તથાવિધ સામગ્રીના સહયોગના અભાવે નથી. માટે દેખીતી શાંતિ લાગે છે. પણ બીજી બાજુ માન કષાય, માયા કષાય, Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ૨૭૮ લોભ કષાયનાં અનેક સૂક્ષ્મ રૂપો છે. દેખીતા સ્થૂળ માન, માયા, લોભ ન દેખાય પણ પૌગલિક પદાર્થની લાલસા – પૃહારૂપ લોભ, તે અંગે વિવિધ પ્રયત્નોરૂપ માયા, તે મળવાથી થતો આંતરિક સંતોષરૂપ માન – વિવિધ રીતે શુષ્ક અધ્યાત્મીઓની જીવનચર્યામાં ડગલે પગલે અનુભવવા મળે, તેટલા ઊંડા આપણે તેમની જીવનચર્યામાં ઊતરીએ ત્યારે આ બધી ખબર પડે. મોહનીય કર્મ - ચારિત્ર મોહનીય કર્મને ઉદયમાં આવવા માટે મુખ્ય ૪ દ્વાર- ક્રોધ, માન, માયા, લોભ. તેમાં કયારેક એકાદ દ્વાર ઓછું કામ કરે – બીજા દ્વારોએ મોહનો ઉદય પ્રબળ તીવ્રપણે ચાલુ હોય; તેથી બહારથી દેખાતી કોધરહિત દશા પરથી કષાયોની ઉપશાંતિ ન ગણાય. શુષ્ક અધ્યાત્મીઓને પાંચે ઈદ્રિયોના પ્રશસ્ત વિષયો સારું ખાવું, પીવું, સારી વેશભૂષા, બંગલા, બગીચા, માન પાન આદિ અનેક રૂપે પુદ્ગલ પ્રતિ આકર્ષણ સતત ચાલુ જ હોય છે. એટલે માન, માયા, લોભ તીવ્રપણે પુદ્ગલાસકિતમાંથી હોય. ત્યાં ક્રોધ દેખાતો ન હોય પણ કયારે આવીને કબજો જમાવે તે કહેવાય નહીં. તેથી જિનશાસનની મોહના ક્ષયોપશમન કરનારી ષડાવશ્યક આદિની ક્રિયાઓના વિધિપૂર્વક જ્ઞાની નિશ્રાએ આસેવન વિના, કયારેય પણ મોહનીય કર્મ ઢીલું થાય જ નહીં. આ વાત ત્રિકાળાબાધિત છે. અગ્નિશમને ગુણસેન મહારાજા પર પહેલા, બીજા મા ખમણના પારણે કષાય જરા પણ ન આવ્યો, નિમિત્ત તો પ્રબળ હતું છતાં મોહના તથાવિધ રસબંધની વિચિત્રતાથી ૬૦ દિવસના ઉપવાસે પણ ગુણસેન મહારાજ પર જરા પણ અપ્રીતિ ન થઈ અને ત્રીજા માસખમણના પારણે પાછા ફરતાં કેટલા ભયંકર કષાયને પરવશ થઈ ગયા કે ભવોભવ જાનથી મારી નાંખવાનું નિયાણું કરી સાતસો વર્ષની માસખમણની તપસ્યા પર પાણી ફેરવી નાંખ્યું. જ્યારે આની સામે જિનશાસનની વિધિશુદ્ધ શાસ્ત્રમર્યાદાના દઢ પાલનપૂર્વક કરાયેલ વિવિધ સંયમ-તપ-સ્વાધ્યાય આદિ ક્રિયાઓના બળે બંધકસૂરિના ૫૦૦ શિષ્યો જીવતા ઘાણીમાં પિલાવાની અતિ તીવ્ર વેદના વખતે પણ શરીર-આત્માના ભેદજ્ઞાનને જાળવી અપૂર્વ સમતાભાવ કેળવ્યો કે આર્તરૌદ્ર ધ્યાનની તીવ્રતાના બદલે ધર્મધ્યાન શુકલધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચ્યા તેમાં પ્રતાપ કોનો ? વિધિપૂર્વક આરાધેલ જિનશાસનની ક્રિયાઓનો ! તે ક્રિયાઓની વિધિશુદ્ધ આરાધનાથી મોહનીયકર્મ સાવ નિશેષ પ્રાય: થઈ ગયેલ. તો પ્રબળ અગ્નિ પણ બળેલી જમીન પર આપોઆપ બુઝાઈ જાય તેમ મોહનીયરૂપ અગ્નિ તેને ઉદયમાં આવવા માટે પુદ્ગલ રાગની ભૂમિકા, વિશિષ્ટ વિધિશુદ્ધ ક્રિયાઓથી સંપૂર્ણ બળી જાય પછી તે અગ્નિ તથા પ્રજ્વલિત શી રીતે રહે? વળી તે ૫૦૦ શિષ્યોમાં કોઈ તપસ્વી, ભણેલા, લાંબા દીક્ષા પર્યાયવાળા એવા ઘણી જાતના હશે પણ એક બાળ મુનિ જેને દાઢી મૂંછ પણ નહીં ઉગેલ, ટૂંક સમયના દીક્ષિત, તેમણે પણ સાધુજીવનની સંયમ ક્રિયાઓનું કેટલું સુંદર આસેવન કર્યું હશે જેનાથી આવા અતિ તીવ્ર મરણાંત ઉપસર્ગે પણ પુગલભાવને વોસિરાવી કેવળજ્ઞાનની ભૂમિકાએ પહોંચી ગયા ! આ અજબ પ્રભાવ જિનશાસનની વિધિશુદ્ધ ક્રિયાઓની જ્ઞાની નિશ્રાએ આસવનાનો છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૨૭૯ માટે તમો નિ:શંક થઈ જાઓ કે જિનશાસનના ક્રિયાયોગનું અણીશુદ્ધ પાલન કર્યા વિના કયારેય પણ કષાયોની ઉપશાંતિ ત્રણ કાળે પણ થાય જ નહીં !! શુષ્ક અધ્યાત્મવાદીઓમાં દેખાતી બાહ્ય શાંતિ અમુક સીમાની હોય, પુદગલ પ્રતિ રાગના કારણે અમુક પોતાનું ધાર્યું ન થાય ત્યાં એક યા બીજી રીતે કષાય ભડકે જ ! એ સહુના અંતરંગ જીવનની ચર્ચામાં ઊંડું ડોકિયું કરીએ ત્યારે જ ખબર પડે. પણ પ્રભુશાસનના ક્રિયાયોગને આરાધ્યા વિના મોહનીય કર્મનો ક્ષય શકય જ નથી. માટે તમો મહાન પુણ્યાઈ બળે, શુષ્ક અધ્યાત્મના પંથે ચાલી અનુભવ કરી હવે પાછા પ્રભુશાસનના પંથે જે વળ્યા છો તે ક્રિયાયોગના માર્ગના બહુમાનમાં જરા પણ ખામી લાવશો નહીં. આ અંગે ઉપદેશપદ પૂ આ હરિભદ્રસૂરિજીનું (પૂ. આચાર્ય હેમસાગરસૂરિનું ભાષાંતર) જરૂર વાંચશો. કથા ભાગ છોડી બાકીનો ભાગ ખાસ મનનપૂર્વક વાંચવા જેવો છે. ૧૬ પાટણ -: ગુરુ પૂર્ણિમાનો સંદેશ : ૩૦-૬-૮૫ વિવેકબુદ્ધિના પ્રકાશમાં જિનશાસનની ઓળખાણ થયા પછી આરાધક પુણ્યાત્માને, સંસારની કે અન્ય દર્શનોની ગમે તેવી મોહક-આકર્ષક વસ્તુ કે વાત, તેની અંતરની શ્રદ્ધાને ડગાવી શકતી નથી. મોહનીય કર્મના ક્ષયોપશમની વિશિષ્ટ ભૂમિકા, સ્વસ્વગુણસ્થાનકોચિત તે તે શાસનમર્યાદાનિર્દિષ્ટ, વિહિત અનુષ્ઠાનોનું ગુરૂમુખે આસેવન વિધિસર કરવાથી ઘડાય છે. ગુરૂગમથી નવિશેષની સ્પષ્ટ સમજૂતી ન મેળવાઈ હોય તો નયના એકાંગીપણાને વિકૃત રીતે પકડી સત્ય વાતની પણ એકદેશી રજૂઆત ઘણી વાર સમ્યક્ત્વને ડગાવવા નિમિત્તરૂપ બને છે. તમારું અહોભાગ્ય છે કે એકાંગી નિશ્ચયની સ્વચ્છંદ રીતે એટલે શાસ્ત્ર, ગુરનિશ્રા કે શાસન પરંપરાને બિનવફાદાર રહી કરાયેલ પ્રરૂપણા(દિગંબરોની)ના ગજગ્રાહમાંથી પૂર્વના આરાધેલ, ગુરુમુખે Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ધર્મક્રિયાઓના સેવનથી ઉપાર્જેલ, પુણ્યબળે છૂટી શકયા. પણ હવે દેશવિરતિ જીવનમાં તમે શ્રાદ્ધવિધિ, પંચાશક, ધર્મબિંદુ આ ત્રણ ગ્રંથોનું વ્યવસ્થિત વાંચન કરી, તમે યોગ્ય રીતે ચારિત્ર મોહનીયના ક્ષયોપશમની સાનુબંધ ભૂમિકા તૈયાર કરો કે જેથી આ ભવમાં અગર આવતા ભવમાં નાની વયે સર્વવિરતિ ચારિત્ર મેળવી, યથાયોગ્ય આરાધનાથી તમે જ્ઞાન, ધ્યાન, સંયમ, સ્વાધ્યાયમાં આગળ વધી, કર્મોના બંધનમાંથી વહેલામાં વહેલા મુક્તિ મેળવો – એ ગુરુપૂર્ણિમા (અષાડ સુ ૧૫)નો પવિત્ર સંદેશ ખાસ તમોને સમયસર મળે એ કામનાથી આ પત્ર લખ્યો છે. ફ્રી પાટણ ૭-૭-૮૫ વિ જણાવવાનું કે તત્વનિષ્ઠાની કેળવણી, આરાધના માર્ગે ખાસ જરૂરી છે. તત્ત્વ = ચૈતન્ય તત્વની ઓળખાણ, તેના મૌલિક સ્વરૂપની પિછાન, અને તેને આવરીને રહેલાં કર્મોનાં આવરણોનાં ઉદ્દગમ સ્થાનોની ઓળખાણ થવાથી, તેના વારણ માટે જિનશાસનની અંતરંગ પ્રતીતિ સાથે, અંતરંગ બહુમાનભરી ઓળખાણ થવા પામે છે. આત્મતત્ત્વના પરિચય માટે પરમાત્માની હિતકર વાણીનું શ્રવણ, જ્ઞાની-ગુરુની નિશ્રાએ મેળવવું જરૂરી છે. આત્મતત્વનો પરિચય જિનવાણીનો મુખ્ય સૂર હોય છે, તે માટે આપણું ભૌતિકવાદીપણું વિચારોમાંથી ઘટાડવું જરૂરી છે. તે અંગે જ્ઞાનાચારની શાસ્ત્રીય મર્યાદાઓનું પાલન જરૂરી છે. જ્ઞાનાચારની મર્યાદાઓમાં આજ્ઞાનું પ્રાધાન્ય છે, સ્વચ્છંદવાદને નાથવા આજ્ઞાપ્રધાન જીવન બનાવવાની વાત પર વધુ ભાર છે. તેના અવાંતર પાંચ પ્રકાર જણાવ્યા છે – ૧. કાળ = યોગ્ય સમયની મર્યાદા, અસજઝાય, કાળવેળા, આદિના પરિવારની તત્પરતા. ૨-૩. વિનય-બહુમાન = બાહ્ય-આત્યંતર સત્કાર, સન્માન-પ્રતિપત્તિથી, જ્ઞાન અને જ્ઞાની પ્રતિ આપણા સ્વત્વને ઓગાળવાની તત્પરતા. Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૪. ઉપધાન = ગુરુચરણે જાતને સમર્પી, આથવોના રોધ સાથે, તપ-સંયમની ગંગામાં આપણી જાતને ઝબોળી દેવાની તત્પરતા-જ્ઞાન મેળવવાની વાચના પદ્ધતિની પ્રાચીન પ્રણાલિકાનું યથાર્થ પાલન. ૫. અનિન્જીવ પોતાના જ્ઞાનદાતા ગુરુના ઉપકારને ન ભૂલવાની વાતના આધારે, પોતાની બાહ્ય જ્ઞાનૈશ્વર્ય સંપદાથી, પોતાની જાતને અભિમાનના શિખરે અગર આપબળની ખોટી બડાશ મારવાની વૃત્તિ પર વિજય મેળવવાની તત્પરતા. આ પાંચ ભૂમિકા પરથી આપણી જાતને પસાર કરવાથી આત્મતત્ત્વની ગહન-સૂક્ષ્મ વાતો પારખવા જરૂરી વિશિષ્ટ મોહના ક્ષયોપશમની ભૂમિકા પ્રાપ્ત થાય છે. પછી ૬. સૂત્ર = મૂળ પાઠનો અભ્યાસ. ૭. અર્થ = અર્થની ધારણા, ૨૦૧ - ૮. તદુભય = ભણેલા જ્ઞાનને અમલમાં મૂકવાના પ્રયત્નો અર્થાત્ જ્ઞાની વિશિષ્ટ ક્રિયાઓ સ્વસ્વકક્ષાનુરૂપ આચરવાનો પ્રયત્ન. આ આઠ આચારોની શાસ્ત્રીય મર્યાદાઓનું વ્યવસ્થિત પાલન કરવાથી મોહનીયના સંસ્કારોનું બળ ઘટે છે, આત્મતત્ત્વની ઓળખાણ આડે રહેલા અવરોધો ઘટે છે. આ રીતે પદ્ધતિસર આત્મતત્ત્વની ઓળખાણ જ્યારે થાય ત્યારે ખરી તત્ત્વનિષ્ઠાનો વિકાસ આપણામાં થયો ગણાય. માત્ર આત્મા અને એના શુદ્ધ સ્વરૂપની વાતો કે નિરપેક્ષભાવે આત્મતત્ત્વ તરફના વલણથી, અંતરંગ તત્ત્વનિષ્ઠાની કેળવણી થઈ ન ગણાય. તત્ત્વનિષ્ઠા શબ્દનો અર્થ જ એ સૂચવે છે કે તત્ત્વ = વાસ્તવિક પદાર્થ સ્વરૂપ ચૈતન્યની સત્તાનો યથાર્થ સ્વીકાર કરી, નિ = નિશ્ચયે કરી, ખ઼ા = સ્થિર થવું, અર્થાત્ મારા આત્મામાં રહેલ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા જ્ઞાનીઓની નિશ્રાએ વ્યવસ્થિત પ્રયત્ન કરવો, એ તત્ત્વનિષ્ઠા છે. આના ઘડતર માટે ઉપર જણાવેલ જ્ઞાનાચારના ૮ આચારોની પરિપાલના યથાર્થ રીતે કરવી જરૂરી છે. તેનાથી આત્મતત્ત્વની ઓળખાણ આડે રહેલા અવરોધો ઘટે છે. મહત્તા આ ઉપરથી એક વાત ફલિત થાય છે કે આત્માને યથાર્થ રીતે ઓળખવા માટે જ્ઞાનની જેટલી જરૂર નથી તેથી વધુ જ્ઞાનાચારની છે. અપેક્ષાએ કહીએ તો આત્મા જ્ઞાનથી ઓળખાતો નથી. જ્ઞાનથી ભ્રમણાઓ ઊપજે છે, પણ જ્ઞાનાચારથી આત્માની તાત્ત્વિક ઓળખાણ નિશ્ચય વ્યવહાર શુદ્ધ થાય છે. કેમકે આત્મા આડે રહેલ મોહનીયનાં આવરણો ખસ્યા વિના જ્ઞાનપ્રાપ્તિનાં સાધનોથી થતા માત્ર જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી, આત્મા સર્વ નયશુદ્ધ ઓળખાય નહીં. કેમ કે દર્શન મોહનીયના ઉદયે તીવ્ર બનેલા પુદ્ગલ રાગથી, આત્માની ઓળખાણ પુદ્ગલ કેંદ્રિય બની વિકૃત થવા પામે છે. પરિણામે આત્માની ઓળખાણમાંથી જન્મતા ભવનિર્વેદ, કર્મબંધનો તોડવાની તીવ્ર સ્પૃહા, સદ્ગુરુની નિશ્રા આદિ તત્ત્વો વિકાસ પામી શકતાં નથી. તેથી તત્ત્વનિષ્ઠાનો અર્થ - જેમાં ભવનિર્વેદ, કર્મબંધન તોડવાની તત્પરતા, સદ્ગુરુ નિશ્રા, આદિ પાયાના સદ્ગુણો સાથે જિનશાસનની Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા જ્ઞાનીની નિશ્રાએ, વિશિષ્ટ આરાધના કરવાનો ઉલ્લાસ. આવી તત્ત્વનિષ્ઠા જીવનશુદ્ધિનો પાયો છે. આમાંથી સાચી અધ્યાત્મ પરિણતિનો વિકાસ થાય છે. શાસ્ત્રકાર ભગવંતોની દર્શાવેલ આત્મશુદ્ધિની પ્રક્રિયાઓ તરફ અંતરંગ આદરભાવ એ તત્વનિષ્ઠાનું બાહ્ય સ્વરૂપ. તેના અંતરંગ સ્વરૂપમાં ભવનિર્વેદ, કમને બંધનરૂપ ગણી તેને તોડવાની તત્પરતા આદિ સદ્ગુણો છે – કે જે મોહના ક્ષયોપશથી પ્રગટે છે. ૧૮ ચારૂપ તીર્થ ૧૬-૭-૮૫ જિનશાસનની યથોકત ક્રિયાઓ વ્યવસ્થિતપણે વિધિના આગ્રહ સાથે કરવામાં આવે તો, તે ક્રિયાઓ મોહના સંસ્કારોના ક્ષયના પરિણામે સદનુષ્ઠાનરૂપ થવા પામે છે - જે સદનુષ્ઠાનથી માત્ર નિર્જરા જ થાય. આ સંદનુષ્ઠાનનું લક્ષણ યોગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં પરમ પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરિ મ. આ રીતે જણાવે છે કે – માતઃ કાળે તિ, વિન: સંપામ: | जिज्ञासा तन्निसेवा च सद्गुष्ठानलक्षणम् ।। અર્થાત્ જે ક્રિયાઓ જ્ઞાની ગીતાર્થ ગુરુની નિશ્રાએ, મર્યાદાના પાલન અને વિધિપરાયણ બની કરાય તો નીચેનાં છ લક્ષણો જીવનમાં વિકાસ પામે – ૧. આદર = હૈયાનો ઉમળકો. ૨. અંતરંગ પ્રીતિ-રૂચિ = ક્રિયા કરતી વખતે અંતરના ઉલ્લાસની ભેળવણીથી તન્મય થવાની પ્રવૃત્તિ. ૩. વિપ્ન - અંતરાયોનો નાશ = વિશિષ્ટ ક્રિયાઓના આસેવનથી નિર્જરા અને એમાંથી ઊપજતા Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા વિશિષ્ટ પુણ્યના બળે અંતરાયભૂત તત્ત્વોનો નાશ થવા માંડે. ૪. સારી પરિસ્થિતિનું સર્જન = ક્રિયાઓની વિધિશુદ્ધ આચરણાથી પાપકર્મોનું બળ ઘટવાથી, અનુકૂળ વાતાવરણાદિની પ્રાપ્તિ થવા પામે, જેથી ક્રિયા વ્યવસ્થિત સાનુબંધ થાય. ૫. જિજ્ઞાસા ક્રિયાના સ્વરૂપની વિશેષતા, તેના ફળ રૂપે થતાં કર્મોના ક્ષયોપશમ આદિ અંગે, આંતરિક જિજ્ઞાસા પ્રગટે. = ૬. જ્ઞાનીઓની સેવા ઉત્પન્ન થયેલ ઉપરની જિજ્ઞાસાની પૂર્તિ માટે તેવા યોગ્ય જ્ઞાની ગીતાર્થ ગુરુનાં ચરણોની સેવા ભકિત કરવાની કામના જાગે. ઉપરનાં છ લક્ષણો સદનુષ્ઠાનનાં છે. આવું સદનુષ્ઠાન મોટે ભાગે નિર્જરાના વિકાસ તરફ આપણને લઈ જાય. અવાંતરભાવે પુણ્ય બંધાય તો તે પુણ્યાનુબંધી કક્ષાનું બંધાય. ૨૮૩ = ક્રિયાઓ જ્ઞાની નિર્દિષ્ટ પદ્ધતિએ, સ્વસ્વકક્ષાનુરૂપ, ગુરુઆજ્ઞાથી જ્ઞાની સદ્ગુરુની નિશ્રાએ આચરવામાં આવે તો, તે ધર્મક્રિયાઓ મોહના સંસ્કારોનો વિશિષ્ટ ક્ષયોપશમ કરી, અંતરમાં અજવાળું પાથરે. પરિણામે ઉપર જણાવેલ છ લક્ષણવાળું સદનુષ્ઠાન આપોઆપ આચરવાની ભૂમિકા મળે. માટે વિવેકી પુણ્યાત્માઓએ જ્ઞાનયોગના પરિપાકરૂપે ક્રિયાઓને વ્યવસ્થિત રીતે આચરી સદ્દનુષ્ઠાનરૂપે પલટાવી આંતરિક શુદ્ધિના તત્ત્વને વિકસાવવાની જરૂર છે. તમો પૂર્વ જન્મના વિશિષ્ટ પુણ્યના કે ગત ભવોમાં જ્ઞાની-નિર્દિષ્ટ યથોચિત ક્રિયાઓની વિધિના લક્ષ્યપૂર્વક કરેલી આચરણાના બળે આ ભવમાં વિશિષ્ટ સમજણ અને પ્રભુશાસનને ઓળખવાની તમન્ના તેમજ તદ્દનુરૂપ યોગ્ય સાધનોની પ્રાપ્તિ કરી શકયા છો. તો તેની સફળતારૂપે ક્રિયાઓને સદુષ્ટાનપણે પરિણમાવવાની સત્પ્રવૃત્તિનો ભવ્ય પુરુષાર્થ કરો એ મંગળ કામના. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા GUs ૧૯ ચારૂપ તીર્થ ૨૩-૭-૮૫ જિનશાસનનો પાયો સદનુષ્ઠાન છે. ક્રિયા એ સદનુષ્ઠાનનું બાહ્ય ખોખું છે. તેનો પ્રાણ શું છે ? આત્માને કર્મનાં બંધનોથી મુકત કરવાનો સદાય. આનો આધાર છે જ્ઞાની નિશ્રા, વિધિનું પાલન અને શાસ્ત્રીય મર્યાદાઓનું અણીશુદ્ધ પાલન કરવાની તત્પરતા. આવા સદનુષ્ઠાન દ્વારા કર્મોની સકામ નિર્જરા થાય છે. આવા સદનુષ્ઠાનની ભૂમિકામાં નીચેની બાબતો ખાસ જરૂરી છે - જે પૂ આ શ્રી હરિભદ્રસૂરિશ્રીએ યોગબિંદુ (ગા.૧૩૦)માં જણાવી છે लोकाचारानुवृत्तिश्च, सर्वत्रौचित्यपालनम्। प्रवृत्तिर्गर्हिते नेति પ્રઃ તૈf | અર્થાતુ શિષ્ટજન માન્ય અને પરંપરાએ આર્ય સંસ્કાર-ધર્મ નીતિને પોષનારા લોકાચાર (ચાલુ અજ્ઞાની લોકોએ પોતાની પૌગલિક ભાવોની પૂર્તિ માટે ગોઠવેલ સ્વચ્છંદાચારની વાત નથી, કેમ કે એના પર સદનુષ્ઠાન જેવી મહત્ત્વની ચીજ ટકે નહીં)-નું અનુસરણ, કયારેય પણ તેનો અપલાપ નહીં – વેદિયાવેડા કે એકાંગી પ્રવૃત્તિ સદનુષ્ઠાનની ભૂમિકામાં શોભે નહીં. વળી દરેકની સાથે યથોચિત વ્યવહારની જાળવણી - જેની જે કક્ષા હોય તે રીતે તેની સાથે યથોચિત વ્યવહાર જાળવવો. વ્યવહારની ભૂમિકાએ સહુનો યથોચિત જેવો વિકાસ હોય તેવો તે રીતે વ્યવહાર જાળવે. તથા ગમે તેવી સ્થિતિએ પ્રાણાંત કષ્ટના સમયે પણ શાસ્ત્રો, મહાપુરુષો અને લોકથી ગણિીય – નિંદનીય પ્રવૃત્તિઓમાં સ્વપ્ન પણ ભાગ ન લે. આ ૭ બાબતો સદનુષ્ઠાનની પાયાની ચીજ છે. પોતે શ્રી વીતરાગ પરમાત્માના શાસનની યથોચ્ચ ભૂમિકાએ, વિશિષ્ટ ક્રિયાઓ આચરતો હોય પણ, વ્યવહારમાં અલ્પજ્ઞ – મંદમતિવાળા જીવોની દષ્ટિએ શિષ્ટજન માન્ય, સંસ્કૃતિ પોષક ચાલુ વ્યવહારો તરફ બેદરકારી દાખવે, તો શાસન-ધર્મની અવહેલના થવાનો સંભવ ઊભો થાય. તે જ પ્રમાણે પોતે જાણે મોટો ધમ થઈ ગયો અને બીજા અજ્ઞાની કે ધર્મમાર્ગે આગળ નહીં વધેલા તરફ તુચ્છકાર ભાવ કે હીન દષ્ટિ દાખવે તો તેમાં પણ ધર્મ-શાસન લજવાય. આ રીતે યથોત્કૃષ્ટ ધાર્મિક જીવન જીવનારો, સંયોગોની વિષમતાઓ કે મોહના સંસ્કારોની Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૨૮૫ પ્રબળતાએ શિષ્ટજન તો શું પણ સામાન્ય લોકોને પણ ટીકા કરવાનું મન થાય તેવી પ્રવૃત્તિ જો આચરે તો ધર્મ-શાસનની કેટલી અપભ્રાજના થાય ? માટે વિવેકી ધર્મનિષ્ઠ આરાધક પુણ્યાત્માઓ, સદનુષ્ઠાનની ગુરુગમ એવં જ્ઞાની નિશ્રાએ આચરણાનું સદ્ભાગ્ય મેળવ્યા પછી, અનાદિકાળના મોહજન્ય સંસ્કાર વિભ્રમથી એવી સ્થિતિ ઊભી થાય કે જેમાં શિષ્ટજનમાન્ય લોકાચારનું પાલન અને ઔચિત્ય વ્યવહારનું પાલન ન થાય, વધુમાં લોકગહણીય પ્રવૃત્તિ આચરાય તો તે સદનુષ્ઠાન યથાર્થ રીતે નિર્જરાનું અંગ ન બને. ઊલટું ધર્મશાસનની અવહેલનાના નિમિત્તરૂપ આપણે થઈ, અનેક જીવોનાં કિલષ્ટ કમને બંધના નિમિત્તભૂત બની જઈએ. તેથી સમજણશક્તિ અને વિવેકબુદ્ધિના સદુપયોગ દ્વારા સદનુષ્ઠાનની આચરણા સાથે, ઉપર જણાવેલ ત્રણે બાબતોના યથાર્થ પાલન માટે વિશિષ્ટ પ્રયત્ન કરવો જ જોઈએ. સદનુષ્ઠાનમાં સતુ વિશેષણ જે છે તે. આ અને આવી બીજી પણ શાસ્ત્રીય મર્યાદાઓ તરફ આપણું ધ્યાન કેંદ્રિત કરે છે. આ રીતના સદનુષ્ઠાનના પાયા પર આ જિનશાસન ટકેલું છે. એ વાત ખાસ યાદ રાખવા ૨૦ ચારૂપ તીર્થ ૪-૮-૮૫ આત્માની સહજ શુદ્ધ અવસ્થાના ભાન સાથે તે અવસ્થાની પ્રાપ્તિ માટે જ્ઞાનીઓએ ચીંધેલ ક્રિયાયોગના આસેવનની, આત્મશુદ્ધિના ચાહકો માટે ખૂબ જરૂર છે. “ક્રિયા જ્ઞાન સહિત જોઈએ” એ વાકયનો મર્મ સમજવા જેવો છે. જ્ઞાન એટલે જાણકારી – પણ જ્ઞાનના ૩ નિક્ષેપ થાય. તેમાં શ્રુતજ્ઞાનના અક્ષરો – ગ્રંથો – શાસ્ત્રો વગેરે દ્રવ્ય કૃતજ્ઞાન છે. તેના જ્ઞાનથી, શાબ્દિક વિચારણાથી દ્રવ્ય જ્ઞાન ઊપજે છે. પણ જ્ઞાનના પરમાર્થભૂત કર્મ-નિર્જરાના લક્ષ્યની જાગૃતિ તે ભાવજ્ઞાન કહેવાય છે. ભાવનો અર્થ વસ્તુની મૌલિક શકિત. જેમ માટીનો ઘડો નિભાડામાં પકાવ્યા વિનાનો કાચો હોય તો તે દ્રવ્યઘટ કહેવાય અગર યે વિશેષે કાણાવાળો ઘટ પણ દ્રવ્યઘટ કહેવાય. કેમ કે ઘટના જે ભાવ = પાણી ભરવા રૂપની મૌલિક શકિત, તેનો અભાવ કાચા ઘડામાં અને કાણા ઘડામાં છે Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા તેથી તે દ્રવ્ય ઘટ ગણાય. તેમ જ્ઞાનની મૌલિક શક્તિ પ્રકાશ અને પરિણામે શુદ્ધ પ્રવૃત્તિરૂપ છે. તો જે જ્ઞાન આવ્યા પછી આપણામાં કર્તવ્યનિષ્ઠાનો પ્રકાશ અગર ક્રિયામાર્ગે સત્ પ્રવૃત્તિ કરી, નિર્જરાના પરિણામને ઉપજાવવાની શક્તિ ન હોય તે જ્ઞાન દ્રવ્ય કક્ષાનું ગણાય. એટલે કર્મનિર્જરાના ધ્યેયરૂપે જ્ઞાનના સંક્ષિપ્ત સ્વરૂપને ઓળખવાની જરૂર છે. પૂઠ ઉપાયશોવિજય મ જ્ઞાનસાર અષ્ટકમાં જ્ઞાનાષ્ટક (ગાર)માં ફરમાવે છે કે – “निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं निर्बन्धो नास्ति भूयसा ।" અર્થાત્ જે કર્મરૂપ અગ્નિ બૂઝી જવારૂપ નિર્વાણ = મોક્ષપદની ભાવના = સતત ચિંતના, જેનાથી થાય તે જ્ઞાન ઉત્કૃષ્ટ કોટીનું = શ્રેષ્ઠ ગણાય - વધારે શબ્દજ્ઞાનની સાપેક્ષભાવે જરૂર નથી.” વળી તે જ અષ્ટક (ગા. ૩)માં જણાવ્યું છે કે – “આવતામાંRIRM જ્ઞાનભિગતે ” સ્વ = આત્મા - તેનો જે ભાવ = શુદ્ધ સ્વરૂપ – તેનો જે લાભ = પ્રાપ્તિ, માટે યોગ્ય સંસ્કારો = ક્રિયાજન્ય અસરો = મોહના ક્ષયોપશમરૂપ = તેનું કારણ જે હોય તે જ્ઞાન ઈષ્ટ = મોક્ષમાર્ગ સાધક છે. અર્થાત્ પૂઠ ઉપાય ભગવંતે સ્પષ્ટ શબ્દોમાં, અનાદિકાલીન મોહના સંસ્કારોનો ક્ષયોપશમ કરનારી ક્રિયાઓ ઉપજાવે, તે જ્ઞાનને ઈષ્ટ ગણ્યું છે અર્થાત્ માત્ર શબ્દજ્ઞાન એ આત્મશુદ્ધિ માર્ગે ઉપયોગી જ્ઞાન નથી. વળી કહેવાય છે કે “જ્ઞાનં મન: ક્રિયા વિના' - ક્રિયા વગરનું જ્ઞાન ભાર = બોજા રૂપ બને છે. વળી ક્રિયા રહિત જ્ઞાન, મોહના સંસ્કારોના ક્ષયોપશમ વિનાનું એટલે સરવાળે જ્ઞાનનું અભિમાન, સ્વદોષોને છાવરવા, બીજાના દોષો ખુલ્લા પાડવા, આદિ અપ્રશસ્ત વૃત્તિઓના આધારે, મોહના સંસ્કારોના ગાઢ ઉદયના પરિણામે, આત્માના વિકાસને રૂંધાવનાર બને છે. તેથી જ પૂ ઉપાશ્રી યશોવિજય મહારાજે જ્ઞાનસાર (જ્ઞાનાષ્ટક ગા૫)માં ટંકારવથી કહેલ “વદ્રવ્યાપર્યાયવ વ વન્યથા ” જ્ઞાનની સફળતા-શ્રેષ્ઠતા શેમાં ? આંશિકરૂપે ક્ષાયોપથમિક ભાવે મોહના આવરણને ઘટાડી સ્વ આત્માના ગુણ-પર્યાયમાં રમણતા ઉપજાવે, તો તે જ્ઞાન શ્રેષ્ઠ છે. અન્યથા તે જ્ઞાન આત્મા માટે જોખમી છે. અર્થાત્ ભવભ્રમણને વધારવામાં નિમિત્તરૂપ બની જાય. તેથી જિનશાસનમાં પ્રખ્યાત “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ:” એ સૂત્રના પરમાર્થને જ્ઞાનીઓના ચરણે બેસી રહસ્યભરી રીતે સમજવાની જરૂર છે. તેમાં જ્ઞાન એટલે શાસ્ત્રીય શબ્દજ્ઞાન ગૌણપણે લીધું છે. બીજા નંબર પર શાસ્ત્રજ્ઞાન જેટલું બહોળું – વિશાળ, તેટલી તેની ક્રિયામાર્ગે વિધિ શુદ્ધિ જયણાનું બળ વધુ- તેથી એક નંબર - ફર્સ્ટ પ્રેફરન્સ તેને અપાય છે, જેનાથી આત્મા કર્મનાં બંધનોથી બંધાયેલ છે તે ક્રિયા = અશુભ = આશ્રવની ક્રિયાથી આત્માને મુકત કરવો એ જે ખરેખર પરમાર્થ છે. તે માટે જ્ઞાનીની નિશ્રાએ, વિધિ શુદ્ધ ક્રિયામાર્ગનું આસેવન એ જ મારા જીવનનો મુદ્રાલેખ Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા ૨૮૭ છે, આવી સ્પષ્ટ નિર્ણયાત્મક બુદ્ધિ તે જ્ઞાનનું મૂળ સ્વરૂપ છે. બાકી આનો વિસ્તાર અગર આના ટકા આડે છે. આ વાત ખૂબ ગંભીરતાથી સમજી, ક્રિયાયોગમાં જ્ઞાન કયાં ? જ્ઞાનમાં કેવી મજા ? સ્વાધ્યાયમાં સ્પષ્ટ નિર્જરા દેખાય ! વગેરે ભ્રમણાઓ ટાળવાની જરૂર છે. ૨૧ શ્રી ચારૂપતીર્થ ૨૧-૮-૮૫ ગીતાર્થોની નિશ્રાએ વિધિ શાસ્ત્રયોગની મર્યાદાના પાલનપૂર્વક આચરાયેલ ક્રિયાયોગના ફળ રૂપે જીવનમાં નીચે મુજબનો ૨૦ સૂત્રી કાર્યક્રમ પરિણમવો જોઈએ. આ ર૦ મુદ્દાનું વર્ણન યોગબિંદુ ગ્રંથમાં પરમ પૂ આ શ્રી હરિભદ્રસૂરિ મ. ગા૧૧૬ થી ગાઢ ૧૩૦માં કરેલ છે. તેનું સૌથી સંક્ષિપ્ત વિવેચન શરૂ કરાય છે. સૌથી પ્રથમ - ૧. લોકાપવાદ ભીરુપણી ૨. દીનોદ્વાર તત્પરતા. આ ચતુરંગી સદાચાર જીવનમાં વિકસવા માંડે. ૩. કૃતજ્ઞતા. ૪. દાક્ષિણ્ય. આ ચાર ગુણમાં સૌથી પ્રથમ ગુણ લોકાપવાદ ભીરુપણું એટલે યથાશકય પ્રયત્ન આપણી જયણાની ખામી, વિધિની પરિપકવતાની ઓછાશથી, અજ્ઞાની જીવોને ધર્મની વગોવણી કરવાની તક ન મળે તેની ખૂબ દરકાર રાખવી. આનો અર્થ લોક નિંદે તે ન કરવું એમ નહીં - કેમ કે લોક તો અજ્ઞાની છે. આમેય બોલે - આમેય બોલે. પણ શાસ્ત્રનિર્દિષ્ટ ધર્મક્રિયા આચરવાની વિશિષ્ટ મર્યાદાઓની બેદરકારી કે આપણી ખામીથી લોકને ટીકા કરવાનું નિમિત્ત મળે તો તેના જવાબદાર આપણે ખરા, પણ શાસ્ત્રીય મર્યાદાને વ્યવસ્થિત રીતે જ્ઞાની ગુરુની નિશ્રાએ ક્રિયા વ્યવસ્થિત વિધિપૂર્વક આચરીએ - પછી અજ્ઞાની જીવો કદાચ નિંદા કરે તો તેના જવાબદાર આપણે નહીં. આપણી શકય જવાબદારી અદા ન કરીએ ને લોક ભલે બોલે એમ બેદરકાર બનીએ, તો અજ્ઞાની જીવોની નિંદાના Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા આપણે નિમિત્ત બની, કર્મનાં બંધન તેઓ ઉપાર્જે તેમાં આપણે પણ ભાગી થઈએ. માટે યથાશકય રીતે અજ્ઞાની જીવો ધર્મની વગોવણી ન કરે તેનું ખૂબ ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવું. આ પ્રથમ ગુણ. - ૨. બીજે ગુણ - દીનોદ્ધાર તત્પરતા - દીનદુખિયાના દુ:ખને દ્રવ્યથી - ભાવથી હટાવવા માટે અંતરના ઉમળકાભરી તત્પરતા જીવનમાં કેળવવી ખાસ જરૂરી છે. વિચારોમાં જે તેવી નિવૃણતા, કદાચ અર્થ લોભથી ઉદ્દભવે કે મારે શું? એવા તો દુખિયા ઘણા હોય. આપણે દ્રવ્યથી કોઈનું દુ:ખ દૂર કરવા ભલે ઓછી પ્રવૃત્તિ સંજોગવશ કરીએ, પણ સહુનાં કર્મોનાં બંધન ઢીલાં થાય અને દુનિયા જીવો ખરેખર અજ્ઞાનદશાથી બાંધેલાં કર્મોથી દુખિયા છે, તો તેઓનું અજ્ઞાન દૂર થાય, પ્રભુશાસનની આરાધનાનો લાભ તેઓને મળે અને જલદી કર્મમુક્ત થઈ જાય જેથી દુ:ખ કદી આવે જ નહીં. આવી ભાવના તો સતત દુખિયાને જોઈ આપણા હૈયામાં પ્રગટ કરવી જરૂરી છે, નહીં તો આપણા પરિણામ કઠોર થઈ જવાથી દયાના પરિણામ નહીં. આ આત્મા સાથે શકય હોય તેટલી દ્રવ્ય દયાની પ્રવૃત્તિ ગૃહસ્થ જીવનમાં કરવી આવશ્યક છે. માત્ર ભાવદયાના ચિંતનથી સંતોષ ગૃહસ્થ ન માની શકે. માત્ર ભાવદયા છે – સાતમે ગુણઠાણે સાધુઓને હોય - જેમની પાસે દ્રવ્ય = પદાર્થ કોઈ છે નહીં તેથી દ્રવ્યદયા કરી શકે નહીં. તેથી ગૃહસ્થને એકલી દ્રવ્યદયા નહીં તેમજ એકલી ભાવદયા નહીં. ભાવદયા સહિત દ્રવ્યદયાની પ્રવૃત્તિ ગૃહસ્થોના જીવનને આદર્શ બનાવી શકે. ૩. ત્રીજો ગુણ - કૃતજ્ઞતા - એટલે બીજા તરફથી આપણી જીવનચર્યામાં મળતા સાક્ષાત્ કે પરોક્ષ સહકારની માનસિક કિંમત સમજવી. તેના પ્રતિ અંતરથી નમ્રતા કેળવવા પ્રયત્ન કરવો. ધર્મની આરાધનાના બળે જીવનમાં પ્રગટતા અનેક આદર્શ ગુણો પૈકી આ ગુણ ખૂબ મહત્ત્વનો છે જેનાથી કોઈના નાના પણ સહકારને અંતરંગ દૃષ્ટિથી ખૂબ મૂલવતાં શિખાય છે. આનાથી સ્વાર્થવૃત્તિનો વિલય થાય છે. પરમાર્થ દષ્ટિનો વિકાસ થાય છે. ૪. ચોથો ગુણ - દાક્ષિણ્ય - આપણી શકિત-સાધનોનો ઉપયોગ બીજાના દુ:ખના નાશ કે ભલા માટે થતો હોય, તો થવા દેવાની તત્પરતા ધર્મજીવો માટે ખાસ જરૂરી છે. ઉપરના કૃતજ્ઞતા ગુણરૂપ બીજમાંથી દાક્ષિણ્યરૂપ ફળ ઊપજે છે. અર્થાત્ કૃતજ્ઞતા મૂળ છે, કારણ છે. દાક્ષિણ્ય તેનું ફળ છે, કાર્ય છે. આ બન્ને ગુણો પરસ્પર કાર્ય-કારણ સંબંધ ધરાવે છે. ધર્મનો આરાધક સ્વાર્થપ્રધાન કે એકલપેટો ન હોય, તે વાત આ બે ગુણો દર્શાવે છે. બાકીના ૧૬ ગુણોની વાત હવે પછી. Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા m २२ E ચારૂપતીર્થ ૨૩-૮-૮૫ ગયા પત્રમાં યોગબિંદુમાં દર્શાવેલ જીવનશુદ્ધિ માટેનો ૨૦ મુદ્દાના કાર્યક્રમમાંથી પાયાના ૪ ગુણો – જેનાથી જીવનમાં સદાચારનો પાયો દૃઢ થાય છે – તેનું સ્વરૂપ વિચાર્યું. - હવે આ પત્રમાં જીવનશુદ્ધિ માટે જરૂરી વ્યવહારશુદ્ઘિના પાયાના ૪ ગુણોનો વિચાર કરાય છે. ૨૮૯ ૫. કોઈની પણ નિંદા ન કરવી - જગતમાં આપણી દોષદૃષ્ટિના કારણે આપણને દરેકમાં ખરાબી ભાસે છે, તેથી તેની ચર્ચા કરી આપણે જાણે સંતોષ માણીએ છીએ કે મેં આ ચીજનું વિશ્લેષણ બરાબર કર્યું. પણ જગતની કોઈ પણ ચીજ માત્ર ગુણ કે દોષથી ભરેલી હોય જ નહીં - બન્ને તત્ત્વો ઓછા-વધતા દરેક ચીજમાં હોય જ ! પણ આપણી અહંભાવની વૃત્તિમાંથી જન્મતી દોષદષ્ટિના લીધે, આપણને જગતની બીજી વ્યકિતઓમાં દોષદર્શન જ થાય છે. એમાં રહેલ ગુણોનું દર્શન, અહંભાવ અને દોષદર્શનની ટેવના પરદાથી ઢંકાયેલ દષ્ટિના કારણે થતું નથી. સરવાળે આપણે નિંદા દ્વારા આપણી દોષદષ્ટિનું પોષણ કરી સંતોષ માનીએ છીએ કે સામી વ્યકિતનું મેં બરાબર વિશ્લેષણ કરી સત્ય વાત જાણે જગત સામે મૂકી છે. પણ ખરેખર વસ્તુનું વિશ્લેષણ હોય તો માત્ર દોષોની સમીક્ષા અને તેમાંથી જન્મતી નિંદાવૃત્તિ જ કેમ ? તે વ્યકિતના ગુણોનું વર્ણન કેમ જીભ પર નથી ? ઊલટું કયારેક તીવ્ર થયેલ નિંદાવૃત્તિથી, સામાના ગુણો પણ આપણને દંભ-સગવડિયા ને તિરસ્કરણીય લાગે છે. આ બધો પ્રતાપ અહંભાવની પ્રબળતા અને તેમાંથી જન્મતી દોષદષ્ટિ અને નિંદાના રસનો છે. ખરેખર સામી વ્યકિતનું વિશ્લેષણ, અહંભાવને અળગો કરી નમ્રતા - તટસ્થતાના આધારે કરવામાં આવે તો જગતનો કોઇ પદાર્થ ગુણહીન આપણને લાગે જ નહીં. તેથી નિંદા કરવાની વૃત્તિ એ જીવનને મલિન કરનાર મહા-પશુભાવ-જન્ય છે. તેને વિદાય કરવું તે જીવનશુદ્ધિ માટે ખાસ જરૂરી છે. ૬. સાધુ-સજ્જન ગુણિયલ મહાપુરુષોની પ્રશંસા કરવી - વ્યવહારશુદ્ધિના પાયામાં નિંદાના ત્યાગ સાથે, સારા મહાપુરુષોના ગુણો પ્રતિ પ્રશંસાની વૃત્તિ સાથે અનુમોદનાના ભાવની કેળવણી જરૂરી છે, જેથી આપણી દોષદષ્ટિના ઘટાડા માટે જરૂરી ગુણગ્રાહી દષ્ટિની કેળવણી વિશિષ્ટ રીતે થઈ શકે. જીવનમાં દૃષ્ટિ તો સક્રિય રહેવાની જ ! પણ મોહ-અજ્ઞાનના મિશ્રણમાંથી જન્મતા અહંભાવને લીધે દોષદષ્ટિ અનાદિથી સક્રિય બનેલ છે. તેને જ્ઞાનીઓની નિશ્રાએ રહી વિશિષ્ટ રીતે વિનય-નમ્રતાના અભ્યાસથી જીવનમાં બીજાના ગુણો ઓળખવા માટેની પકકડ ધીમે ધીમે વિકસે છે. જીવનમાં દોષદૃષ્ટિ જીવનને કર્મોના ભાર તળે દબાવે છે તેથી રહેલ કર્મોના ભારને ઘટાડવા માટે ગુણદષ્ટિ આપણને ગુણિયલ Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા મહાપુરુષોની સાચી ઓળખાણ કરાવે છે. પરિણામે કર્મો હલકાં થાય છે. એટલે સારા ઉદાત્ત ચરિત્ત મહાનુભાવોના ગુણોની હાર્દિક અનુમોદનાપૂર્વક પ્રશંસા કરવી તે વ્યવહારશુદ્ધિનો બીજો પાયો છે. ૨૦૦ ૭. આપત્તિમાં જરા પણ દીનભાવ ન ધરાવવો - વ્યવહારમાં કર્મોના સમ-વિષમ ઉદય દરેકને અનુભવવા પડે. તેમાં પુણ્યની મંદતાએ મોટે ભાગે વિષમ-અશુભ કર્મોના ઉદયમાં, જરા પણ દીનભાવ ન ધરાવવો. કેમ કે આપણે અજાણતાં કે રાગદ્વેષથી આપણી શકિતને પુદ્ગલના રાગના ધોરણે અવળી દિશામાં કર્મના માધ્યમે પ્રવર્તાવી છે. કાંટા આપણે વેર્યા છે તો તે વાગે ત્યારે બૂમબરાડા પાડે શું વળે ? આપણાં કરેલ કર્મો આપણે ભોગવવાનાં જ ! ગુનો કર્યો છે તો સજા ભોગવવાની જ ! એમાં દીનભાવ કર્યો કે રોએ શું વળે ? તેવું કરનાર ખરેખર સમજતો નથી કે હાથનાં કર્યાં હૈયે વાગે છે. માટે આપત્તિ અશુભ કર્મોના ઉદયે આવી છે. તેમાં દીનભાવ ન ધરાવવો, એ જ ખરેખર સમજદારીનું ફળ છે. - ૮. સંપત્તિમાં નમ્રતા ધારણ કરવી - વ્યવહારશુદ્ધિનો ચોથો પાયો એ છે કે શુભ કર્મોના ઉદયે સંપત્તિ, અધિકાર કે સત્તાની પ્રાપ્તિ થયા પછી માન બડાઈ – અભિમાન – અહંકાર ન ધરાવવાં. આ બધી કર્મની લીલા છે. મારું ગૌરવ નથી પણ પુણ્યનું ગૌરવ છે. સિંહાસને બેઠો તે રાજા. ખુરશીએ બેઠો તે પ્રધાન, તેમાં જાત ભણતર કે હોશિયારી કામની નથી. પૂર્વજન્મના શુભકર્મનો આ વિપાક છે. કર્મજન્ય આ સ્થિતિનું અભિમાન કરવાથી નવું કર્મ બંધાય, ફરી બીજી વાર આવી તક ન મળે. માટે જે મળ્યું છે તેમાં વિવેક જાળવી નમ્રતા ધારણ કરવી ખાસ જરૂરી છે. નમ્રતા રાખવાથી વ્યાવહારિક રીતે પણ લોક-આદર મળે. આધ્યાત્મિક રીતે નવાં શુભ કર્મો બંધાય તો ફરીથી આ લક્ષ્મી-સત્તા મેળવવાની તક ઊભી થાય છે. એટલે વ્યવહારશુદ્ધિના ચોથા પાયામાં સંપત્તિમાં અભિમાન ન કરતાં નમ્રતા ધારણ કરવી એ વાત છે. - - આ રીતે ચતુરંગી સદાચારના પાયા પર ચતુરંગી વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ બતાવ્યું. બાકીના ૧૨ ગુણોનું વર્ણન હવે પછી. Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા ૨૯૧ જ ૨૩ – ૨૪ ચારૂપ | સાગરનો ઉપાશ્રય, પાટણ ૩૧-૮ | ૧૦-૯-૮૫ ગયા પત્રમાં વ્યવહારશુદ્ધિના પાયાના ૪ગુણોનો વિચાર કર્યો. હવે વ્યવહારશુદ્ધિના ટકાવા માટેના મહત્ત્વના ૪ ગુણો જણાવાય છે. ૯. અવસરે માપસરનું બોલવું - વ્યવહારમાં બોલવા માટે યોગ્ય સમયની ખાસ કિંમત છે. જીવનશુદ્ધિની તમન્નાએ જીવનયાત્રાના પંથે ધપવા માટે બોલવાની કળા હસ્તગત કરવી જોઈએ. કયારે બોલવા જેવું છે ? કયારે બોલવાથી લાભ છે ? એ વાત યોગ્ય રીતે સમજવાથી જીવનશુદ્ધિના પંથે ધપવાનું આદર્શબળ મળે છે. વગર વિચાર પ્રસંગ જોયા વિના બોલનારા ઘણી વાર ઓડનું ચોડ વેતરી દે છે. સામાને ઓળખ્યા વિના અગર પરિસ્થિતિને વિચાર્યા વિના બોલવાથી મોટે ભાગે અશાંતિ ઊભી થાય છે તેમજ વિચારોની મૌલિકતા ધરમૂળ ઘટી જાય છે. દુન્યવી રીતે કે અણસમજની કોટિમાં મુકાવું પડે છે. તેથી સમયે – તક જોઈને યોગ્ય રીતે બોલાયેલું વચન ઇષ્ટ સિદ્ધિ કરનારું થાય છે. વળી તે પણ પ્રમાણસરનું હોય તો વધુ અસર કરે છે. દોઢડહાપણ - વધુ પડતી વાતો સામાને મૂંઝવી નાખે છે. તેથી સમજુ વિવેકીએ માપસરનું બોલવાનો આગ્રહ રાખવો ઘટે. “બહુ બોલે તે બાંઠો” એ લોક-કહેવતના આધારે વધુ પ્રમાણમાં જરૂર વિના બોલનારો વાયડો પણ કહેવાય છે. તેથી વ્યવહારશુદ્ધિને જાળવવા માટે અવસરે - માપસરનું બોલવું જરૂરી છે. તે રીતે તકની કિંમત સમજનારો આદેયવાકય બની જાય છે. મોટે ભાગે તેનું વચન કોઈ ઉથાપે નહીં. - ૧૦. બોલેલા વચનને પાળવાની તત્પરતા - વ્યવહારમાં પ્રામાણિક રીતે જીવનારાને બહુ જ ઓછું બોલવાનો આગ્રહ રાખવો જરૂરી છે. તેમજ બોલ્યા પછી તદનુરૂપ સક્રિયતા જાળવવી વધુ જરૂર છે. “અભી બોલ્યા ને અભી ફોક”ની નીતિ સમજ વિવેકી માણસને છાજે નહીં. તેથી આદેય વાકયતા તો નહીં જ પણ વિશ્વસનીયતા પણ લોકોમાં ન ટકે. વિચારોની ભૂમિકામાં જવાબદારીનું તત્ત્વ બરાબર સ્થિર ન થયું હોય તો બોલનારાને પોતાના વચનની કિંમત સમજાતી નથી. પરિણામે બોલેલા વચનની જવાબદારી ન સમજી શકવાથી બોલેલા વચનને નભાવવાની તૈયારી ટકતી નથી, જેથી વ્યવહારમાં તે પ્રામાણિકની કક્ષામાં રહેતો નથી. કયારેક આવેશકે આવેગમાં સમજદાર પણ વધુ પડતું બોલી નાંખે છે. માટે જીવનશુદ્ધિના રાજપથે ચાલવા ઈચ્છતા દરેક વિવેકીએ સમજણપૂર્વક તોલી-માપીને અમલમાં મૂકવાની તૈયારી સાથે વચનો બોલવાની ટેવ રાખવી ઘટે. ૧૧. જે વાત કબૂલી તેને કર્યે જ છૂટકો - લીધેલી પ્રતિજ્ઞાને નભાવવા, સક્રિય કરવા તત્પરતાની કેળવણી. વ્રત-નિયમ-પચ્ચક્ખાણ કે અભિગ્રહોના પાલનની મહત્તા જીવનશુદ્ધિ માટે ખૂબ જ છે. તેથી લીધેલી પ્રતિજ્ઞાના પાલન માટે દઢતા ખાસ જરૂરી છે. આનાથી જીવનમાં અશુદ્ધિના તેવા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા વાતાવરણમાં અશુભ નિમિત્તોથી લીધેલી પ્રતિજ્ઞાનું બળ ગુમાવી દેવાની ભૂલ થતી નથી. પ્રતિજ્ઞા એટલે પ્રાણ સાટે પણ નભાવી તેને સમર્પિત થઈ જવાની તત્પરતા. તેનાથી જીવનશુદ્ધિનો આદર્શ માર્ગ બહુ જલદી ઓળખાય છે. માટે દરેક વિવેકી આરાધકે પ્રતિજ્ઞાપાલનની દઢતા કેળવવા સતત ઉપયોગશીલ રહેવાની જરૂર છે. આટલા માટે જ મુમુક્ષુ માટે જીવનશુદ્ધિના પંથે ચાલવું એ મુશ્કેલભર્યું જણાય છે. ૧૨. કુલમયાર્દાઓનું પાલન - માણસ વિદ્વત્તા, સંપત્તિ કે સત્તાના ઉચ્ચ શિખરે પણ પહોંચી જાય, છતાં પોતાની કુળ પરંપરાગત ચાલી આવતી શિષ્ટજનમાન્ય મર્યાદાઓને ખૂબ જ વફાદારીપૂર્વક પાળવા માટે સતત જાગ્રત રહે – પ્રયત્નશીલ રહે. પોતાની પુણ્ય સંપત્તિ વધવાથી સામાન્ય કુળની મર્યાદાઓને નભાવવામાં લાજ-શરમ ન અનુભવે. તેમજ કુલમર્યાદાના પાલનના આધારે વકરતી વાસનાઓને કાબૂમાં રાખી શકાય. વાતાવરણ - સહ્યોગી મિત્રોના ગમે તેવા દબાણ વચ્ચે પણ સમજુ માણસ પોતાની કુળમર્યાદાઓની ભૂમિકાને નબળી ન પડવા દે. વિચારોમાં આવેશ કે વાસનાનાં તોફાનો જાગે તો પણ પોતે ક્યા કુળનો છે ? મારા પૂર્વજોએ કેવી આદર્શ મર્યાદાઓ નકકી કરી છે ? તેનું ગહન, આદરપૂર્વક સન્માન કરવા સાથે તે કુળમર્યાદાઓના ગંભીરપણે પાલન કરવાની તત્પરતા વ્યવહારશુદ્ધિનો પ્રાણ છે. આનાથી આપણે સ્વચ્છંદવાદ પર કાબૂ મેળવી શકીએ છીએ. તેમજ અનાદિની આપણી માનસિક દુવૃત્તિઓ પર પણ સહજ કાબૂ મેળવાય છે. આ મુજબ વ્યવહારશુદ્ધિ માટે જરૂરી મહત્ત્વના જ ગુણોનો વિચાર કર્યો. આના વિકાસથી જીવનશુદ્ધિને મેળવવા ઝંખનાર સાધકને આંતરિક યાત્રામાં ખૂબ સરળતા થાય છે. આની ખામી જીવનશુદ્ધિનાં તત્ત્વોની મૌલિક ભૂમિકાને નબળી પાડી દે છે. બાકીના ૮ ગુણોની વાત હવે પછી. २४ અપ્રાપ્ય Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પાટણ ט ૨૫ ૨૪-૯-૮૫ વિ પર્વાધિરાજની આરાધના ખૂબ સારી થઈ હશે. તમારામાં જે ધર્મબીજ, સ્વાધ્યાય, સાધુસંગ, અને ધર્મરુચિના કારણે પડ્યાં છે તેને વધુ સુયોગ્ય રીતે ખીલવવા જરૂરી ૨૦ મુદ્દાનો જીવનશુદ્ધિનો કાર્યક્રમ આ પત્રમાળામાં વિચારવો શરૂ કર્યો છે. તેમાં ૧૨ ગુણો વિચારાઈ ગયા છે. હવે આગળ વિચાર કરીએ. - વ્યવહારશુદ્ધિને ટકાવનારા ૪ સદ્ગુણો ૧૩. ખોટા ખર્ચનો ત્યાગ - વ્યવહારમાં આવક જાવકનાં પાસાં સરખાં રાખનારો વ્યવસ્થિત રીતે વિકાસ કરી શકે છે. પણ જાવકમાં જરૂરી - બિનજરૂરીનો વિવેક રાખી, ફોગટ ખર્ચને રોકનારો જ પોતાની વ્યવહારશુદ્ધિ જાળવી શકે. માટે આત્મશુદ્ધિના પંથે ધપવા ઇચ્છતા પુણ્યવાને ખોટા-બિનજરૂરી ઉડાઉ ખર્ચા સદંતર બંધ કરવા પ્રયત્ન કરવો ઘટે. તેમ ન કરવાથી આળસ, બેદરકારી, વાસના-વિકારી તત્ત્વોની પ્રબળતા વધવા પામે છે. માટે ખોટા બિનજરૂરી ખર્ચાનો ત્યાગ વ્યવહારશુદ્ધિ માટે ખાસ જરૂરી છે. પુણ્યના ઉદયથી થતી આવકનો ઉપયોગ વિકારીભાવોના પોષણ માટે કે અજ્ઞાનદશાની ઘેલછાને પોષવા થાય તો તે પુણ્યાઈ સરવાળે મોહના ઉદયને વધારનારી જ થાય. માટે જીવનશુદ્ધિને ઇચ્છતા પુણ્યાત્માએ નવા મોહને ન વધવા દેવાની સાવચેતી જરૂર કેળવવી જોઈએ. તે માટે બિનજરૂરી - ઉડાઉ ફાલતુ ખર્ચાઓને સમજણપૂર્વક બંધ કરવા વિવેકબુદ્ધિથી કામ લેવું ઘટે. આ રીતે જીવનશુદ્ધિના પાયાને વ્યવસ્થિત કેળવવાની જરૂર છે. 延 - ૨૯૩ ૧૪. જરૂર હોય ત્યાં ખર્ચ જરૂર કરવો, ત્યાં કંજૂસાઈ ન કરવી - વ્યવહારકામમાં જ્યાં જરૂર હોય એટલે કે જેનાથી વ્યવહાર ઊજળો બને અગર જીવન-જરૂરિયાતોમાં તંગી ન પડે અગર આપણો કુળ-વ્યવહાર કે ધર્મ લજવાય નહીં તે રીતનો જરૂરી ખર્ચ કરવામાં કંજૂસાઈ ન વાપરવી. કંજૂસાઈ કરવાથી આપણી મનોવૃત્તિ અને ધર્મવ્યવહાર કલંકિત થાય છે. તેથી જીવનશુદ્ધિ માટે જીવનવ્યવહારમાં કરકસરને સ્થાન આપવા છતાં બિનજરૂરી કરકસર અગર સમજણ વગરની કરકસર કંજૂસાઈને આમંત્રે છે. માટે જીવન-વ્યવહાર અને ધર્મની પવિત્રતા જાળવવાં, જેનાથી જીવન-વ્યવહારની જરૂરી જોગવાઈ વ્યવસ્થિત રીતે થતી હોય ત્યાં કરકસરના નામે કંજૂસાઈ ન કરવી એ ખાસ જરૂરી છે. ૧૫. મુખ્ય કાર્યનો આગ્રહ કરવો - જીવનમાં કરવા લાયક ઘણાં કાર્યોમાં જેનાથી જીવનની કક્ષા ઉન્નત બને. સ્વ-પર કલ્યાણના પંથે આગળ ધપે તેવા કાર્યને પ્રધાનતા આપવી. દરેક પ્રવૃત્તિઓ Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા કરતાં મુખ્ય પ્રધાન કાર્યનું લક્ષ્ય ન ચૂકવું. વિચારોની જાગૃતિ, લક્ષ્યની સ્થિરતા આવેથી આ વાત સુકર બને, માટે જીવનશુદ્ધિને ઇચ્છતા પુણ્યાત્માએ મોંઘા માનવભવને મેળવ્યા પછી ખરું કરવા જેવું કામ કર્મોનાં બંધનને તોડવાનું. તે માટે વિરતિ માર્ગે જ્ઞાનીઓની નિશ્રાએ આગળ ધપવાનું. તે પ્રધાન કાર્યનો દૃઢ આગ્રહ ક્ષણે ક્ષણે જીવનમાં કાયમ રાખવો જરૂરી છે. ૨૯૪ ૧૬. પ્રમાદત્યાગ - જીવનશુદ્ધિના પંથે ધપવા ઇચ્છતા પુણ્યાત્માએ મોહ-અજ્ઞાનના મિશ્રણમાંથી જન્મતા પ્રમાદને જીવનમાંથી સદંતર હઠાવવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રમાદનો બીજો ભેદ વાસના અને અજ્ઞાનના મિશ્રણથી ઊપજે છે. તે પણ ન હોય તો જ જીવનશુદ્ધિના પંથે ઝડપભેર ધપી શકાય. છતાં તે બીજા ભેદના પ્રમાદ કરતાં, મોહ-અજ્ઞાનના મિશ્રણમાંથી જન્મતા પ્રમાદના પ્રથમ ભેદને તો સદંતર હઠાવવા પ્રયત્ન જીવનશુદ્ધિના પંથે પગલાં માંડનારે કરવો ખાસ જરૂરી છે. પ્રમાદનો આ પ્રથમ ભેદ શાસ્ત્રીય પરિભાષામાં દર્શન મોહનીય કર્મના ઉદયથી આકાર લે છે. પ્રમાદનો બીજો ભેદ તે વાસના અજ્ઞાનના મિશ્રણથી જન્મે છે તે ચારિત્ર મોહનીયના ઉદયથી આકાર પામે છે. આ બન્ને ભેદોમાં પ્રથમ ભેદ જીવનશુદ્ધિના માર્ગે ધપતા પુણ્યાત્માના જીવનમાં અવરોધક બને છે. બીજો ભેદ ગતિમાં મંદતા લાવે પણ જીવનશુદ્ધિના પંથે અવરોધક સીધી રીતે બનતો નથી. માટે મોહ-અજ્ઞાનના મિશ્રણથી જન્મતા પ્રમાદના પ્રથમ ભેદને, દર્શન મોહનીયના ઉદય રૂપે હઠાવવા વિશિષ્ટ પ્રયત્ન વિવેકી મુમુક્ષુ પુણ્યાત્માએ કરવો ખાસ જરૂરી છે. આ પ્રથમ ભેદ પર વિજય મેળવનાર પુણ્યાત્મા, આરાધકભાવને કેળવી પ્રમાદનો બીજો ભેદ કે જે ચારિત્ર મોહનીયના ઉદયથી જન્મે છે, તેને હઠાવવા પ્રબળ પુરુષાર્થ કરી શકે છે. ਬ ૨૬ સાગર જૈન ઉપાશ્રય, પાટણ ૧૧-૧૧-૮૫ વિ જીવનશુદ્ધિ માટે પૂ આ શ્રી હરિભદ્રસૂરિ મન્ત્રીએ યોગબિંદુ ગ્રંથ (ગા૰ ૧૨૬ થી ૧૩૧/૨)માં દર્શાવેલ ૨૦ મુદ્દાના કાર્યક્રમની વિચારણામાં ગયા પત્રમાં વ્યવહારશુદ્ધિ કરાવનારા ૪ સદ્ગુણોનું સ્વરૂપ વિચાર્યું. ટ્વી Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૯૫ હવે સદ્વ્યવહારને ટકાવનારા ચાર સદ્ગુણો જે ૨૦ મુદ્દાના જીવનશુદ્ધિના કાર્યક્રમમાં શિરોમણિરૂપ દેખ્યા છે. તેનું સ્વરૂપ વિચારીએ. ૧૭. લોકાચારનું અનુસરણ - નિશ્ચયલક્ષી જીવન જીવવાના નિર્ધાર છતાં આપણે જે ભૂમિકા ઉપર જીવીએ છીએ તે ભૂમિકાથી આગળ વધવાના વિશિષ્ટ સંયોગો આપણને ન મળ્યા હોય તે દરમ્યાન, સંયોગોથી સર્જાયેલી ભૂમિકાને અનુરૂપ રહેવું પડે. એટલે ઊંચી લક્ષ્ય-દષ્ટિ રાખવા છતાં ભૂમિકાએ સર્જાયેલ સંજોગોને અનુરૂપ વિશિષ્ટ લૌકિક – ભલે ગાડરિયા પ્રવાહને માન ન આપે પણ બહુજનમાન્ય શિષ્ટ પુરુષોએ સંમત કરેલ લૌકિક પૂલ વ્યવહારોની અવગણના કરવી વાજબી નહિ. ત્રિકરણ યોગ શિષ્ટ સંમત, બહુજનમાન્ય લોકવ્યવહારને અનુરૂપતા કેળવવી આત્મા માટે ખાસ જરૂરી છે. અન્યથા ઉચ્ચ લક્ષ્યની વાતોના તોરમાં, સામાન્ય શિષ્ટ સંમત લૌકિક વ્યવહારોની ઉપેક્ષા ઘણી વાર આપણા સ્વીકારેલ માર્ગની તેજસ્વી પ્રભાને ઝાંખી કરવાનું દૂષણ આપણા હાથે થવા પામે છે. માટે બહુજનમાન્ય શિષ્ટસંમત ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ ન લાગતા લૌકિક વ્યવહારોની અવગણના ન કરવી. હાર્દિક રીતે નહીં છતાં સ્કૂલ બુદ્ધિવાળાઓના લાભાર્થે બાહ્યથી પણ તેમાં ભળતા રહેવું જરૂરી છે. ૧૮. સર્વથા ઔચિત્ય પાલન - લોકોમાં મોહના સંસકારોના ક્ષયની તરતમતા હોય, મોહના ક્ષયની વિશિષ્ટતાવાળા જીવો અ૯૫ હોય, એટલે જનસાધારણમાં થોડા ઘણા મોહના ક્ષયની પણ ભૂમિકાવાળા = ખાનદાન-સુયોગ્ય ધર્માવિરોધી સ્વજન વર્ગ આદિ સાથે તેમની કક્ષાને અનુરૂપ તેઓની વિચારધારામાં વિવેકની પ્રભા જળવાઈ રહે તે રીતે, ઔચિત્યનું પાલન સર્વથા = સર્વ રીતે – મનથી વચનથી કાયાથી કરવું ખાસ જરૂરી છે. આપણે ઉચ્ચ કક્ષાએ જવાની સફળ તૈયારીમાં હોઈએ તેથી નીચલી કક્ષાએ રહેનારા તરફ તિરસ્કાર-ધૃણા કે આ બધા કંઈ નથી, મૂઢ છે, અજ્ઞાની છે, આદિ ઉપેક્ષાજન્ય દુર્ગછાવૃત્તિથી તેઓ સાથે વ્યવહાર રાખવામાં ન આવે તો તેઓની અંતરદષ્ટિ ખૂલી ન હોવાથી કદાચ તેઓ આપણા માર્ગની અવહેલના કરે – ટકા ઓછા મૂકે. પરિણામે તેઓ મોહના આવરણમાં ફસાય તો નિમિત્ત આપણે બન્યા કહેવાઈએ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તો નિમિત્તની પ્રધાનતા છે. વ્યાવહારિક – ભૌતિક ક્ષેત્રમાં ઉપાદાનની મુખ્યતા છે. તેથી સામો આત્મા ભલે અજ્ઞાનવશ પણ, આપણી યથોચિત મર્યાદાના પાલનની ખામીના નિમિતે, જો તે જિનશાસનની તેજસ્વી પ્રજાને ઝાંખપ લાગે તેવી વિચારસરણીમાં ફસાય તો તે જવાબદારી આરાધક તરીકે આપણી છે. માટે આરાધકે ગુરગમથી ગીતાર્થોની દોરવણી મુજબ ધર્મની આરાધનાના પંથે નહીં આવેલા લોકો સાથે પણ, વ્યવસ્થિત રીતે ઔચિત્ય પાલન દ્વારા તેઓના હૈયામાં જિનશાસનનો આરાધક કેવો ઉદાત્ત, ગંભીર આશયવાળો છે કે આપણે તેમના ધર્મની આરાધનાના પંથે નથી છતાં આપણી સાથે બાહ્ય વ્યવહારમાં કેટલો આદર્શ વિવેક છે ? આનાથી સામાના હૈયામાં, આપણી કરાતી આરાધનાના અનુમોદનાનાં બીજ વવાય છે. પરિણામે સામો આત્મા કયારેક સમ્યક્ત્વની પૂર્વભૂમિકાએ આવી જાય છે. માટે ઔચિત્યપાલન સર્વથા કરવું જરૂરી છે. ૧૯. કઠે પ્રાણ આવે તો પણ નિંદનીય કામમાં પ્રવર્તવું નહીં- જીવનશુદ્ધિ માટે મથતા પુણ્યાત્માએ અંતરથી હેય-ઉપાદેયનો વિવેક એટલો સ્પષ્ટ જાગૃત રાખવો ઘટે કે, ન છૂટકે અર્થદંડની પ્રવૃત્તિમાં Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા કરાવાતા મને પ્રવૃત્તિ હોય કદાચ, પણ ભોગવિલાસકે મોહની પ્રેરણાથી અપ્રશસ્ત હિંસાદિ પાપસ્થાનોમાં પ્રાણ કઠે આવી જાય, મરણાંત કષ્ટ આવી પડે તો પણ પ્રવૃત્તિ ન કરવાની ટેક સુજ્ઞ વિવેકી મનુષ્યોએ કેળવવી જરૂરી છે. તેનાથી આપણા વિચારોને વાસનાના ફંદામાંથી છોડાવવાનો સફળ પુરુષાર્થ થાય છે. વિકારીભાવોના ગજગ્રાહમાં અટવાયેલ આપણા મનને અન્ય માર્ગ પર સ્થિર રાખવા માટે પ્રાણાતે પણ મોહજન્ય અશુભ પ્રવૃત્તિ ન કરવાનો દઢ નિર્ધાર કરવો જરૂરી છે. તે વિના અંતરંગ પરિણામોમાં વિવેકના વિકારી ભાવો સામે ઝઝૂમવા - ટકવાની તાકાત ઊપજતી નથી. એટલે મોહજન્ય ભાવ પોષક અનર્થદંડની પ્રવૃત્તિમાં પ્રાણાંતે પણ ન પ્રવર્તવાનો પુરુષાર્થ, જીવનશુદ્ધિના પંથે જરૂરી સવ્યવહારને ટકાવવા ખૂબ ઉપયોગી બને છે. ૨૦. યથાશક્તિ નિર્જરાબુદ્ધિએ તપધર્મનું પાલન - જીવનશુદ્ધિ માટે મથતા કલ્યાણકામી મુમુક્ષુ આત્માએ સૌથી વધુ મજબૂતાઈ સાથે કર્મોનાં બંધનોને તોડવાના લક્ષ્ય સાથે, તપ ધર્મની યથાશકય પાલના જરૂર કરવા તત્પરતા કેળવવી જોઈએ. તેનાથી આપણા અજ્ઞાનભાવમાંથી જન્મતા અવિરતિનાં પરિણામોને સમૂળ હઠાવવાનો સફળ પ્રયત્ન થાય છે. તપ એટલે ઈચ્છાઓનું સ્વૈચ્છિક દમન. જેમ જેમ આપણી ઈચ્છાઓને સમજણ સાથે વૈરાગ્યમિથિત વિવેક બળે વાળવા કે રોકવામાં આવે તેમ તેમ પુલભાવની પ્રબળતામાંથી ઊપજતો અવિરતિનો ભાવ ઘટવા પામે. અવિરતિ ઘટે એટલે વિરતિના પરિણામ કેળવાય, પરિણામે કર્મોનાં બંધનોને જિવાડનાર પુદગલરાગ પણ ઓગળવા માંડે. તેથી જીવનશુદ્ધિને ઇચ્છનાર વિવેકી કલ્યાણકારી પુણ્યાત્મામાં તપધર્મનું યથાશય નિર્જરા દષ્ટિની મુખ્યતાએ આસેવન કરવાના ભગીરથ પ્રયત્ન દ્વારા અવિરતિભાવને હંફાવનાર વિરતિ ધર્મની ઉદાત્ત કક્ષાઓ આન્તરિક ક્ષેત્રમાં આવતી જાય. ફળત: કમોંનાં બંધનોને હચમચાવનાર વિશુદ્ધ અધ્યવસાયોનું બળ આપોઆપ કેળવાતું જાય. જીવનશુદ્ધિના ઉદાત્ત પંથે સદ્વ્યવહાર એ ખાસ મુખ્ય વાત છે. બધું ય હોય કે મેળવવા મથામણ હોય પણ જે આપણા જીવનમાં, યોગ્ય રીતે અમલીકરણનો પ્રયત્ન યથાયોગ્ય રીતે આપણે ન કરી શકીએ, તો જીવનશુદ્ધિ આડે રહેલ વિષમ મોહનાં – ચારિત્રમોહનાં આવરણો માત્ર તત્વદષ્ટિની વાતો કે તેની ચર્ચાઓથી હઠે નહીં. તેથી પુણ્યવાન વિવેકી આરાધકે જીવનશુદ્ધિના પંથે સદ્વ્યવહારને પ્રાણભૂત માનવાની જરૂર છે. આ રીતે જીવનશુદ્ધિના પાયાના ૨૦ સદ્ગુણોનો વિચાર કર્યો. Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા פד २७ પાટણ – નૂતન વર્ષની શુભ કામના ! આપણા જીવનમાં આજના શુભ દિને એવી શકિતનું ઉત્થાન સંકલ્પ કરવાનો કે - = 贏 ૨૯૭ આપણા જીવનમાં પ્રધાનસ્થાન ભોગવનાર પુદ્ગલ-વાસનાના કારમા ફંદા નિષ્ફળ જાય. આપણે અનંત શકિતશાળી, તમામ કર્મબંધનોથી રહિત પરમાત્મ સ્વરૂપ છીએ, છતાં અજ્ઞાન, મિથ્યાત્વ, પ્રમાદ આદિથી પેટ ચોળીને ઊભા કરાતા પેટના શૂળની જેમ ઉપાર્જેલાં કર્મોનાં બંધનોથી આજે આપણે દીન, હીન, રંક જેવા થઈ ગયા છીએ. ૧૮-૧૧-૮૫ પ્રકટીકરણ કરવાનો કે શુભ આપણે અનંત જ્ઞાનના ધણી છતાં આંખ વિના જોઈ ન શકીએ, આંખમાં જરા કસ્તર કે ચણાની દાળ જેવડો મોતીઓ આડો આવે તો જોવાનું બંધ. આપણે અનંત શકિતના માલિક હોવા છતાં હાથપગમાં વા કે લકવાની અસર થાય તો લાકડા જેવા થઈ જઈએ. આ આપણી દશાનું સર્જન કોણે કર્યું ? કોઈ અજ્ઞાત શકિત નથી પણ આપણી જ અવળી પૌદ્ગલિક દશા તરફના ઝુકાવવાળી દિશામાં વપરાયેલ શિકતનું આ ફળ છે. તેથી આજના પનોતા દિને આ કર્મ શકિત, જે આપણા અજ્ઞાન, પ્રમાદાદિથી આપણને કબામાં લેવા તૈયાર થઈ છે તેને ખંખેરવા, સદ્ગુરુના ચરણે જાતનું સમર્પણ કરી, શ્રી નવકાર મહામંત્રના શરણે વૃત્તિઓને ટકાવી રાખી, પરમેષ્ઠીઓની આજ્ઞાનું વિશુદ્ધ પાલન કરવા સમર્થ થઈએ એ જ મંગલ કામના, Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા २८ ચારૂપ ૮-૧-૮૬ ધર્મ એટલે ક્ષયોશિમિકભાવે મોહના નાશની પ્રક્રિયા, જેના છેવટના પરિણામે મોહનો સંપૂર્ણ ક્ષય પ્રાપ્ત થાય છે. મોહના ક્ષાયોપથમિક ભાવે ક્રમિક ક્ષયની ભૂમિકાએ આવવા માટે જ્ઞાની નિર્દિષ્ટ ગુણસ્થાનકોચિત તે તે નિર્દિષ્ટ ક્રિયાઓનું આજ્ઞાશુપાલન જરૂરી છે. વિચારોની = ઉતાવળે ફળ મેળવવાની અણછાજતી ઉતાવળ પ્રાથમિક કક્ષાના આરાધકોના જીવનમાં થવા સંભવે છે. તેને અટકાવવા જ્ઞાની નિશ્રાએ આપણી જાતને સ્વચ્છેદભાવમાંથી મુકત બનાવવા જ્ઞાનીઓની આજ્ઞાને યથાશકય સક્રિય બનાવવાની – યથાશકય તત્પરતા કેળવવાની જરૂર છે. વિચારોમાં ક્ષદ્રતાના કારણે ઘણી વાર ફળસ્પૃહા જોર કરી બેસે છે. તેથી તેવા વિચારોને પરમાર્થાનુગામી બનાવવા, જ્ઞાની મહાપુરુષોના શરણે નિષ્કામભાવના બળે નિષ્ક્રિય બનાવવા જરૂરી છે. આ માટે તત્વનિષ્ઠા એટલે પારમાર્થિક આત્મશુદ્ધિના તત્વની સ્પષ્ટ ઓળખાણ મેળવી લક્ષ્યમાં તેને સ્થિર કરવાની ખાસ જરૂર છે. આ અંગે પરિણતિને નિર્મળ રાખવા મોહના સંસ્કારોને નિર્બળ બનાવવા જરૂરી છે. તે ભૂમિકા શ્રી વીતરાગ પ્રભુની વાણીના સ્વાધ્યાય અને તેઓએ નિર્દેશેલ છ આવશ્યકોના અનુષ્ઠાનના પરસ્પર પૂરક બળ દ્વારા મેળવી શકાય છે. જ્યાં સુધી જ્ઞાની નિર્દિષ્ટ છ આવશ્યકની ક્રિયાઓમાં વિધિ, શાસ્ત્ર અને મર્યાદાનો સુમેળ સાધી ન શકાય ત્યાં સુધી અંતરંગ બહુમાન જ્ઞાનીઓ પ્રતિ ઊપજતું નથી. તેવો ભાવ જન્મે એટલે જ્ઞાનીઓની વાતો ગમે જ! જ્ઞાનીઓની વાત ગમી ત્યારે ગણાય જ્યારે કે જ્ઞાનીઓએ નિર્દેશેલ આત્મા અને કર્મનો થતો સંબંધ, તેના કારણે તથા તેના વારણના ઉપાયોનું મૌલિકજ્ઞાન ગુરુચરણે મેળવી તદનુસાર કર્મસંબંધને હઠાવવા સક્રિય પ્રયત્નોનો ઘોડાપૂર ઉમંગ ઉછાળા મારે. આવી દશા ધર્મના આરાધકની જ્યારે જન્મે ત્યારે સાનુબંધરૂપે ધર્મક્રિયાઓ આત્માને મોહના ક્ષયોપશમની ભૂમિકામાં યથોત્તર વધારો કરાવી છેવટે ક્ષાયિકભાવે મોહને હડસેલી આત્માને પરમાનંદની ઉચ્ચ ભૂમિકાએ લાવી મૂકે. આ રીતે અનાદિકાળના વીસરાઈ ગયેલ આપણા આત્માના શુદ્ધ ક્ષાયોપથમિક ભાવે અને તેમાંથી ક્ષાયિક ભાવે યોગ = સંબંધ કરાવી આપે. એથી ક્રિયા યોગરૂપ ગણાય છે. આત્માના લક્ષ્ય કે યથોત્તર અનુભૂતિ ન કરાવનાર ક્રિયાઓ માત્ર શરીર - વચન મનથી થતી હોય પણ અંતરંગ આત્મામાં અનાદિકાળના વિસ્મૃત બનેલ વિશુદ્ધ સહજ સિદ્ધ સ્વરૂપ જેવા આપણા મૌલિક સ્વરૂપને મેળવવાના ધ્યેય વિના તે ક્રિયા આત્માની ક્રિયા ન ગણાય. પણ જડ = શરીર – વચન - મનની ક્રિયારૂપ હોઈ જડક્રિયા ગણાય. તે જડ ક્રિયાઓ, પુણ્યનું સર્જન કરાવે તેમાંથી અવસરે વિશુદ્ધ Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૯૯ ક્રિયાયોગના સર્જનની ભૂમિકા, ઉપાદાનની જાગૃતિ અને સાનુબંધ ક્રિયાયોગનું સર્જન કરાવનાર બને. તેથી આવી જડ ક્રિયાઓ સર્વથા એકાંત હેય -- ઉપેક્ષણીય નથી. પણ વિવેકી આરાધક પુણ્યાત્માએ તો જે ક્રિયાઓથી અનાદિનું ભવભ્રમણ ઘડીના છઠ્ઠા ભાગમાં સહેલાઈથી દૂર થાય તેમ હોય, ત્યાં ભાવીના ભરોસે પુરુષાર્થહીન કેમ રહેવાય? તેથી વિવેકી પુણ્યશાળી આરાધક આત્માઓએ ક્રિયાઓને જડક્રિયાના ચોકઠામાંથી બહાર કાઢી ક્રિયાયોગના મોક્ષના ધોરી રાજમાર્ગ પર લાવવાનો સત્ પ્રયત્ન જરૂર કરવો જોઈએ. તેમાં જ જિનશાસન પામ્યાની સફળતા છે. પાટણ ૧૨-૧-૮૬ વિવિવેકબુદ્ધિના પ્રકાશમાં તત્વભૂત પદાર્થોની ઓળખાણ ગુરુકૃપાએ સુશકય છે. પણ તેના યથાર્થ રહસ્યને સ્વાનુભૂતિની સરાણ પર ચઢાવી/પારખી અંતરંગ શકિતઓમાં તેની અમિટ છાપ ઉપસાવવી હકીકતમાં દુર્લભ છે. તેનો શાશ્વત આ-બાલગોપાલ રાજમાર્ગ એ છે કે જ્ઞાની ગીતાર્થ સદ્દગુરુનાં ચરણોમાં નિખાલસ આત્મસમર્પણ કરી, જ્ઞાની નિર્દિષ્ટ સ્વસ્વકક્ષાનુરૂપ તેને વિશિષ્ટ અનુષ્ઠાનોને વિધિ – શાસ્ત્ર મર્યાદાના બંધારણ સાથે અપનાવવા માત્રથી, આપણા અંતરંગ પુદગલ પ્રેમ અને અંતરંગ પુદ્ગલ પ્રતિ આકર્ષણની માત્રા ઘટવા પામે છે. કેમ કે પૂર્વોકત રીતે ક્રિયાઓના વિશુદ્ધ આસેવનથી આપણા ક્રિયામળ(ચારિત્ર મોહ)ના ઘટાડા સાથે ભાવમળ(દર્શન મોહીનો ઘટાડો થાય છે. તેથી આત્મદ્રવ્ય કરતાં વિજાતીય પુદ્ગલ – અજીવ તરફનું અનાદિકાળના અશુભ સંસ્કારોથી થતું આકર્ષણ સ્વત: ઘટી જાય એ નિર્વિવાદ હકીકત છે. આ વાત એટલા માટે જણાવી છે કે તમે ગયા પત્રમાં બાર મહિનાના અમુક પિકચર – સિનેમા જેવાની લીધેલ બાધાને ઘરમાં આવી ગયેલ TV. પર ભાઈબંધોના દબાણને વશ થઈ જવું પડે તો નિયમ શી રીતે પાળવો? તે માટે આ સૂચન છે કે એવી લજા - શરમ – દાક્ષિણ્યને, નૈતિક બળ કેળવી તિલાંજલી આપવી જોઈએ તેમાં કોઈને કશું ખોટું ન લાગે. લાગે તો પણ એક વાર – Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી નમસ્કાર મહામંત્ર તખ્તચંદ્રિકા પછી વારંવાર તેઓ પણ સમજે. પણ આવું નૈતિક બળ કેળવવા માટે દર્શન, પૂજા, જાપ, સામાયિક, સ્વાધ્યાય આદિ ક્રિયાઓને, ક્રિયાયોગના ફૉર્મમાં અપનાવવાની ખાસ જરૂર છે. મારું તો એવું માનવું છે કે આ ક્રિયાયોગની પ્રબળ શક્તિ પેલા લોકોને કદાચ એમ પ્રેરણા પણ કરે કે આપણે શા માટે તેમને તેમની આધ્યાત્મિક ચર્યામાંથી ડગાવીએ ? એમ માનસિક ભૂમિકા બંધાય, અને તમે જરા અરુચિભાવ ને વાચિક ઈન્કાર દ્વારા જાહેર કરે તે સાથે, તેઓ તમારી સાત્વિક ચર્યાની અનુમોદના સાથે તમોને સહ્યોગી પણ બની જાય. જો કે આ વાત પ્રકૃષ્ટ ભૂમિકાની છે. તે પૂર્વે ક્રિયાયોગની સતત સુવિશુદ્ધ વાસના – કેળવવાની જરૂર કે મારે આ (TV. આદિ) પ્રસંગમાંથી ખસવું છે. તે લોકોને ખોટું ન લાગે તેવી પરિસ્થિતિની કામના આદિને, માનસિક ભૂમિકામાં ગોઠવી દેવાથી સહેલાઈથી આ અનિષ્ટમાંથી તમે બચી જશો. ઊલટું તેવા લોકોને થોડી પ્રેરણા મળશે કે આપણે સદ્ધર્મના અનુયાયી આધ્યાત્મિક સાધનાના મહત્ત્વને સમજનારા આવી મુદ્ર પ્રવૃત્તિમાં કેમ પ્રવર્તીએ ? તેના કરતાં પૂર્વાચાર્યના કો'ક સિદ્ધાંત-ગ્રંથની વિચારણા ન કરીએ ? કદાચ ઘરના બીજાઓની તેવી ભૂમિકા ન હોય તો પણ તમે અને ડૉ. વસંતભાઈ જેવા તો આ અનિષ્ટમાંથી વહેલામાં વહેલી તકે બચો એ ઈચ્છવા જોગ છે. તમારી પાછળ બચુભાઈનો પણ બચાવ થશે. મારી આ વાત પર ગંભીરપણે વિચારશો. જરૂર પડે, ઠીક લાગે તો વસંતભાઈ – બચુભાઈને પણ આ પત્ર વંચાવશો. ટૂંકમાં સારા વાતાવરણમાં પલોટાયેલા તમારા જેવાના સંપર્કમાં સંસારી વાતાવરણની અસર ઘટવી જોઈએ. ઘરમાં પણ અમુક છાયા ઊભી થવી જોઈએ કે ઘરનાં સ્ત્રી, બાળકો, બાલિકાઓ તમારી હાજરી દરમ્યાન સ્વત: ભૌતિકવાદના નિરંકુશવર્તન કે વિચારથી જીવનમાં સ્વચ્છંદપણે ન વતીં શકે. આમાં ધાક, ધમકીની જરૂર નહીં પણ આપણા અંતરના ભાવદયાપૂર્ણ વિચારો કે આ બધા ઘરના માણસો પણ ભૌતિકવાદની અંજામણી છાયાથી બચે અને આત્મતત્વને ઓળખવા માટેની માર્ગાનુસારીની મૂળ ભૂમિકા તરફ વળે એવા વિચારોની આ વાત સુશકય બને. તમે અંતરમાં શુભ કામનાઓ - ભાવદયાના પ્રવાહોને વહેતા કરી વાતાવરણ કેળવવા ભાવનાના બળે થોડો પ્રયત્ન કરશો, પછી વચનથી થોડો ઈન્કાર કે અરુચિ દાખવશો તો એમાં તમારું અને તેઓ બધાનું ભાવહિત બહુ સહેલાઈથી સધાશે. આ મારા અનુભવની વાત જણાવી છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પાટણ Che ૩૦ ૧૭-૧-૮૬ આત્મવિકાસ સધાય છે તેની પ્રતીતિ આપણે શી રીતે કરી શકીએ ? એ એક મહત્ત્વનો સવાલ છે. આંતરિક વૃત્તિઓની સક્રિયતા ઘટે અર્થાત્ રાગદ્વેપની પરિણતિમાં ઘટાડો થાય, ગુણાનુરાગ દષ્ટિ કેળવાય, અને સ્વદોષદર્શનની સૂક્ષ્મક્ષિકા (ઝીણવટથી પારખવું) વધતી જાય. આ આત્મવિકાસનાં પ્રાથમિક પગથિયાં છે. આના આધારે આપણા અંતરંગ વિકાસની માત્રાને પારખી શકીએ. R ૩૦૧ ખરેખર આપણે સંસ્કારોની અટવામણીમાં એવા અટવાઈ ગયા છીએ કે સંસ્કારોની સક્રિયતામાંથી ઊપજતી વિચારોની આંધી કે વિકારોના વંટોળમાં આપણે આપણી જાતને ઓળખી શકતા નથી. તેથી આપણે અંતરમાં ડોકિયું કરવાની જરૂર છે કે આપણામાં સંસ્કારોની ક્ષીણતા થવા માંડી છે ? જેના પરિણામે વિચારોની આંધી અને વિકારોના વંટોળથી આપણે બચી શકીએ. આપણી અંતરંગ શુદ્ધિની જિજ્ઞાસા, અંતરંગ આત્મવિકાસનું સફળ ચિહ્ન પણ ગણી શકાય. મહાપુરુષો પોતાની જાતે પ્રભુશાસનના પંથે અંતરંગ આત્મશુદ્ધિનાં પ્રતીકોના આધારે સફળતાપૂર્વક ધપી શકતા હોય છે. તેથી જ જ્ઞાની ભગવંતોએ કર્મસત્તાનાં મૂળ ઢીલા કરવા માટેના આપણા ધ્યેયપૂર્વકના પુરુષાર્થને બિરદાવ્યો છે. આપણી અંતરંગ વિચારધારામાં ભૌતિકવાદની ઘેરી અસરથી આપણે કર્મનાં બંધનોને હટાવવાના બદલે અશુભ કર્મ પ્રતિ નફરત ભૌતિક કારણે રાખવા છતાં શુભ કર્મો સાથે આપણે ગાઢી દોસ્તી બાંધવા તૈયાર રહીએ છીએ. હકીકતમાં તો અશુભ કર્મો ઉદ્દયાગત આવી આપણને બંધનમુકત કરે છે. આપણા ભૂતકાલીન અજ્ઞાનાદિની ભૂલનું પરિમાર્જન થતું હોય છે પણ અંતરંગ આત્મદૃષ્ટિ ખીલેલ ન હોઈ અશુભ કર્મોના બંધનના ઘટાડારૂપ અશાતાના વેદનને આપણે ભૌતિકવાદના ધોરણે અશુભ માની તેની નફરત કરીએ છીએ. જ્યારે શુભ કર્મો આપણી જૂની માંડ અકામ નિર્જરા આદિથી ભેગી થયેલ પુણ્યની રાશિરૂપ આપણી મૂડીને ઘટાડનાર હોઈ લૂંટારા જેવા ગણાય. છતાં શુભ કર્મો સાથે આપણે દોસ્તી બાંધવા તૈયાર છીએ. આ ખરેખર અજ્ઞાનદશાનું પરિણામ છે. અંતરંગ આત્મશુદ્ધિની વિકાસયાત્રાના પગથારે આપણે પગ મૂકીએ તો આ અજ્ઞાનદશા ઉપશમ પામે. આ વિના મુમુક્ષુતાનું પગરણ મંડાય નહીં. આપણી વિવેકબુદ્ધિ જ્યારે વિશિષ્ટ રીતે કેળવાયેલી હોય ત્યારે આપણે આવી અજ્ઞાન દશામાં ખેંચાઈએ નહીં. ખરેખર આત્મકલ્યાણાર્થી આરાધક પુણ્યાત્માએ કર્યસત્તા માત્રને (શુભ કે અશુભ) આપણા આત્મવિકાસને અવરોધક ગણી, તેનાં બંધનોમાંથી છુટકારાની વાત મુખ્ય લક્ષ્યરૂપે રાખવી Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા જોઈએ. વિચારોની સમતુલાએ આ વાતને ગંભીર માની ઓળખવી જરૂરી છે. પૂર્વના મહાપુરુષોએ શુભકર્મના ભરપૂર ઉદયે આનંદ-ભોગ વિલાસની પ્રચુર સામગ્રીવાળા જીવનને લાત મારી, સામી છાતીએ હોંશભેર જન્મોજન્મથી આત્મસત્તાને કર્મકલેશ વિડંબિત કરનાર કર્મસત્તાને પડકારીને, પરિષહ-ઉપસર્ગ થાય તેવી દશાએ સામે પગલે જઈ કર્મસત્તાના બંધનમાંથી આત્માને છોડાવવાના ધ્યેયને સફળ કર્યું છે. આપણે ધર્મની આરાધનાના પંથે ધપવા પ્રયત્નશીલ છતાં, ધ્યેયમાં શુભ કર્મની અસારતા - કે વધુ બંધનમયતા ઓળખી શકતા નથી. અશુભ કમ ઉઘાડી તલવારે મારવા આવતા દુમન જેવા છે. તેનાથી તો હરકોઈ સાવચેત રહી શકે અગર બીજાઓ પણ આપણને સાવચેત રાખી શકે અગર બચાવવા પ્રયત્ન કરાવે. પણ સફેદ ઠગ જેવા શાહુકારના વેષમાં દેખાવ – વાણી – વર્તન (બાહ્યથી) સારો છતાં પરિણામે આપણા અંતરના જ્ઞાનાદિ ગુણોને આવરનાર મોહનીય કર્મને તેડી લાવી આપણું સમૂળગું નિકંદન કાઢવા મથતા ઊજળા ઢગ બદમાશ જેવી પ્રવૃત્તિવાળાં શુભકર્મોથી તો કોઈ સાવચેત ન કરી શકે – આપણે પણ અંતરની નિર્મળ આત્મદષ્ટિ વિના તે હિતશત્રુ જેવાં શુભ કર્મોને ઓળખી – પારખી પણ ન શકીએ. તેથી આપણી આત્મવિકાસની યાત્રામાં કર્મસત્તાને મૂળથી ઉખેડવાની સાથે શુભકર્મો પણ સ્લો પોઈઝનની જેમ સરવાળે નુકસાનકારક છે. આ જાતની વિચારધારાનો ઉદય થવો જરૂરી છે. ગ) STE Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૩૦૩ Bર પાટણ. ૭-૨-૮૬ તત્ત્વજિજ્ઞાસા ઊપજવી ઘણી મુશ્કેલ છે પણ કદાચ વિશિષ્ટ પુણ્યના ઉદયે ઊપજે પણ જે તત્વની યથાર્થ ઓળખાણરૂપે તે જિજ્ઞાસાનું પરિણમન ન થાય – માત્ર જિજ્ઞાસારૂપે રહે, તે ઈચ્છનીય નથી. તે ઓળખાણ એવી વિશિષ્ટ ભૂમિકાની હોય છે કે પરિણામે અનર્થકારી દિશામાંથી પીછેહઠ થાય જ તે વિના તત્ત્વજિજ્ઞાસાનો ઉદય જીવનશુદ્ધિ માટે અનુકૂળ થયો ન ગણાય. તત્ત્વજિજ્ઞાસા સાથે જ્ઞાની સદ્ગરના સમાગમે આપણી અંતરની જાગૃતિ કેળવાય અને તત્ત્વભૂત ચૈતન્યના સ્વરૂપની ઓળખાણ-પ્રતીતિ માટે આપણામાં તમન્ના જાગે, તો તત્ત્વજિજ્ઞાસા સફળ ગણાય. પુલ પદાર્થની જિજ્ઞાસાથી જેમ બને તેમ વિશિષ્ટ પ્રશસ્ત વદિવાળા પદાર્થોની જાણકારી અને તે મેળવવા માટે યોગ્ય પ્રબળ પુરુષાર્થ થયા વિના રહેતો નથી. પરિણામે તે તે પ્રશસ્ત વર્ણાદિવાળા પુદ્ગલ પદાર્થોની જાણકારી વગેરે ક્રમે તેને મેળવી, તેના ભોગ સુધી આપણી વૃત્તિઓ શમતી નથી, તે રીતે આત્મતત્વની જિજ્ઞાસાના બળે, માત્ર સ્વાધ્યાય કે આત્મતત્ત્વની શાબ્દિક વિચારણાથી જો સંતોષ મનાય, તો તે જિજ્ઞાસા મૌલિક ન ગણાય. ખરેખર તો જિજ્ઞાસામાંથી પ્રવૃત્તિને યોગ્ય દિશામાં પુરુષાર્થ કરી, તે સહજ સંવેદ્ય આત્મતત્વની અનુભૂતિ સ્વરૂપ સંવેદનાના લક્ષ્યાંકને પહોંચી વળવાનું જેમ પ્રગટે જ છે. આ રીતની તત્વજિજ્ઞાસા હકીકતમાં યોગ્ય રીતે વિશિષ્ટ પુણ્યના બળે તમે મેળવી છે. શરૂઆતમાં યોગ્ય શાસ્ત્રજ્ઞાનીનો સંપર્ક ન થયો તો તમે માત્ર અધ્યાત્મ-ગ્રંથોના વાંચનથી સંતોષ માની રહ્યા હતા પણ તમારી જિજ્ઞાસાવૃત્તિ ખરેખર મૌલિક હોવાથી, ધીમે ધીમે પૂ આ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. તથા શ્રીમદ્ દેવચંદજી મ. તથા ૫ ઉપાશ્રી યશોવિ. મ. ના ગ્રંથો, સ્તવનો વગેરેના નિમિત્તને પામી, પ્રભુશાસનના રાજમાર્ગરૂપ ક્રિયાયોગના પંથે ધીમે ધીમે આવી સાથે શાસ્ત્ર મર્યાદા – વિધિયોગ અને અવિરતિત્યાગની ભૂમિકાને પ્રાપ્ત કરાવનાર શ્રી નવકાર મહામંત્રનો જાપ – સર પરિચર્યા – જ્ઞાનીઓનાં વચનોની શરણાગતિરૂપ ત્રિવેણીમાં ડૂબકી મારી શક્યા. આ બધો પ્રતાપ મૌલિક તત્ત્વજિજ્ઞાસા તમારામાં પૂર્વની વિશિષ્ટ આરાધના-બળે જન્મેલી, તેના પરિણામે તમે આજે ઉચ્ચ આદર્શ શ્રાવકજીવનના પગથારે પહોંચી શકયા. શુષ્ક અધ્યાત્મ કે એકાંત નિશ્ચયનયની વિચારણામાં તમો ફસાઈ નથી શકયા તેમજ પરમાર્થ દષ્ટિથી તમો એકાંત જ્ઞાનયોગ કે પ્રત્યક્ષ સપુરુષ મળે ત્યારે વ્રત નિયમ પચ્ચકખાણ કરવાની વાતને સમજણપૂર્વક આત્મ – અહિતના માર્ગ તરફ લઈ જનારી સમજી, તમો વિવેકબુદ્ધિના આધારે ખરેખર આત્મહિતકર વિરતિના માર્ગ તરફ, પોતાની દષ્ટિથી - આગવી સૂઝ સાથે જ્ઞાનીઓનાં વચનોના Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા આદરપૂર્વક આવી શકયા. આ બધો તત્વદષ્ટિપૂર્વકની સાચી જિજ્ઞાસાનો પ્રતાપ છે. - હવે આ તત્ત્વજિજ્ઞાસા દ્વારા અંતરંગ આત્માનુભૂતિ – સ્વરૂપાનુભૂતિ અને અંતરંગ આત્મિક આનંદમાં ડૂબકી માટે લક્ષ્ય કેળવી, આત્માનુભૂતિને આડે રહેલ મોહનીય કર્મના અવરોધોને હઠાવવા યોગ્ય પુરુષાર્થ કરવાની ખાસ જરૂર છે. તમો આ માર્ગે પગલાં ભરી તો રહ્યા છો પણ ચારિત્રમોહના ઉદયને પોષનાર લકઝરી ટાઈપની રહેણીકરણી, તેવા વાતાવરણથી પાછા હઠવાનો ઉપયોગ રાખવો જરૂરી છે. વિચારોમાં જે સાચું જાણ્યું છે એને અમલમાં મૂકતાં, કયારેક અજ્ઞાની – અણસમજુ આત્માની કરાતી નિંદા – ટીકા-ટિપ્પણીનો ભય જરા ખંખેરવાની જરૂર છે. વધુ ને વધુ આત્માનુભૂતિ તરફ જવા માટે મોહના સંસ્કારોને તોડનારી આચરણાઓને વધુ પકકડથી અપનાવવી જોઈએ. ૩૩ ૧૩-૩-૮૬ વ્યાવહારિક બધી પ્રવૃત્તિઓ શુભાશુભ કર્મના ઉદયને આધીન હોય છે. અંતરાય કર્મ આદિના અવરોધો આડા આવી જાય તો ઇચ્છા છતાં વ્યાવહારિક પ્રવૃત્તિઓ થઈ શકતી નથી. તેથી પુરષાર્થવાદી જિનશાસન આત્મલક્ષી પ્રવૃત્તિઓમાં જ ધ્યાન કેંદ્રિત રાખવાનું કહે છે. બાકી વ્યાવહારિક શુભ પ્રવૃત્તિઓ પણ તે તે કર્મના ઉદય – સહકારને અપેક્ષીને થતી હોઈ વહેલી મોડી કે સારી-ખોટી થાય તો તે અંગે રાગદ્વેષની પરિણતિ ન થવા દેવા માટે સાવચેતીના સૂર આપ્યા છે. આપણામાં અનાદિથી દઢ થયેલ પુદ્ગલ રાગમાંથી ઊપજતા અહંભાવના સંસ્કારો, આપણામાં તે તે પ્રવૃત્તિઓની સફળતા - નિષ્ફળતાથી રાગદ્વેષની પરિણતિ ઉપજાવે છે પણ હકીકતમાં ઔદયિકભાવની પરિણતિ આપણા પુરુષાર્થને આધીન નથી. આપણો પુરુષાર્થ નિમિત્ત માત્ર છે. આ વાત ખૂબ ગંભીરપણે સમજવી જરૂરી છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૩૦૫ આત્મલક્ષી પ્રવૃત્તિઓમાં મોહના સંસ્કારોના ક્ષયોપશમની ખાસ પ્રધાનતા હોઈ, તે માટે જ્ઞાનીઓની નિશ્રાએ યોગ્ય પુરુષાર્થ ખૂબ જ જરૂરી છે. કેમ કે પુરુષાર્થ વિના મોહનું આવરણ ખસે શી રીતે ? અવળા પુરુષાર્થથી તે આવરણ આવ્યું છે તો સવળા પુરુષાર્થથી તેને હટાવી શકાય. પુદ્ગલલક્ષી પુરુષાર્થની દિશા તે અવળી ગણાય પણ આત્મલક્ષી પુરુષાર્થ તે સવળી દિશા ગણાય. તેથી આપણા પુરુષાર્થને આત્મલક્ષી બનાવવા માટે ઔદયિકસંસારી પ્રવૃત્તિઓમાં પુરુષાર્થની ગૌણતા સ્વીકારવી જરૂરી છે. ઔદયિકભાવોની પફકડ પુરુષાર્થ તરફ ખેંચી જાય છે પણ સાચી સમજણ કેળવી, અવળી દિશાના પુરુષાર્થથી બચવા પ્રયત્ન કરવો જરૂરી છે. આત્મા અને તેના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ, જ્ઞાની પુરુષોનાં ચરણોમાં, સવળો પુરુષાર્થ કરવાથી સહેલાઈથી થાય છે. જ્ઞાની મહાપુરુષોની નિશ્રા આપણા અંતરના વિવેકને જાગ્રત કરે છે કે કર્તવ્ય દિશા કઈ છે ? નિકાના બળે પુદગલ રાગને નિષ્ક્રિય બનાવવા મથામણ થાય છે અને અંતરંગ આત્મલક્ષી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારી સવળી દિશાના પુરુષાર્થની તક ઝડપી લેવાય છે. વિચારો અને પરિણતિ પુરુષાર્થની દિશા તરફ વળે તે સાહજિક છે. પણ પુરુષાર્થની સાચી દિશા જે જ્ઞાની મહાપુરુષોની સત્કરુણાથી સમજાઈ જાય તો પરિણતિ – વિચારોનું બળ અંતર્મુખ બની શકે. આપણી સઘળી આરાધના શ્રેયમૂલક હોય એ જરૂરી છે. પ્રેમ = સંસારી વાસના પોષક પદાર્થોના સાહજિક આકર્ષણને ઘટાડવા માટે, અંતરથી સાવધપણે આત્મલક્ષી પુરુષાર્થની કેળવણી કરવી જરૂરી છે. પ્રેયમૂલક વિચારણાદિ અંતરના પુદ્ગલરાગને ઉત્તેજન આપી સરવાળે આપણા વિચારો – પરિણતિને બહિર્મુખતા તરફ વાળી દે છે. માટે સૌથી વધુ જરૂરી બાબત એ છે કે આપણી આરાધના શ્રેયમૂલક થવી ઘટે - અનાદિકાલીન પ્રેમ = પૌગલિક પદાર્થોને મેળવવા – ટકાવવા માટે કરાતી પ્રવૃત્તિઓ, શ્રેયમૂલક સાધના તરફ ઝુકાવ થતો અટકાવે છે. તેથી વિવેકી આરાધક પુણ્યાત્માએ શ્રેયમૂલક ધ્યેયને અંતરની અભીપ્સા = ઉત્કૃષ્ટ કામના દ્વારા મેળવવાની જરૂર છે. તેનાથી આત્મલક્ષી પ્રવૃત્તિઓનું બળ યોગ્ય દિશામાં વળવા પામે અને પૌગલિક વિભાવદશાના બાહ્ય આકર્ષણનું બળ ઘટાડી શકાય. પુણ્યબળે મળી આવેલ સાધનસામગ્રી અંતરને બહિર્મુખ ન થવા દેવામાં વપરાય તે ખાસ જરૂરી છે. આ રીતે સવળા પુરુષાર્થની દિશા જાળવવી જરૂરી છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ STD ૩૪ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ચાણસ્મા ૩૦-૩-૮૪ વિ. આંતરિક વિચારધારાને શાસ્ત્રાજ્ઞા સાથે જોડી રાખવાની આરાધકની પ્રથમ ફરજ છે. વિચારધારા એ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની ભૂમિકાથી પ્રગટે છે, પણ તે જ્ઞાનોની ક્ષયોપશમની પૃષ્ઠ ભૂમિકામાં મોહનીયના સંસ્કારોની ચિરસંચિત અસર સતત કાર્યશીલ હોય છે. તેથી વિચારો ધ્યેયગામી બનવાના બદલે પુદ્ગલના રાગની ક્ષણજીવી અસરોથી ઈધર-ઉધર જે તે દિશામાં પ્રવર્તે છે. લી પૃષ્ઠ ભૂમિકાના મોહના સંસ્કારોની અસર ઘટાડવા માટે જ્યારે વિશિષ્ટ જ્ઞાની સદ્ગુરુ ગીતાર્થ ભગવંતનાં ચરણોની નિશ્રાએ નિખાલસ આત્મસમર્પણ સાથે રહેવાનો પ્રયત્ન કરાય ત્યારે મંદ થતા આંતરિક વિચારોમાં ચંચળતા ઘટે અને ધ્યેયગામી વિચારો બની શકે. આ માટે આરાધનાના પંથે ચાલતા આરાધક પુણ્યાત્માઓએ વિચારધારાને શાસ્ત્રાજ્ઞા સાથે જોડી દેવાની જરૂર છે જેનાથી જ્ઞાનીઓની એકાંત હિતકર કલ્યાણ સાધક આજ્ઞાનું બળ આપણી કર્તવ્ય પદ્ધતિમાં ઉમેરાવાથી, મોહના સંસ્કારોની ક્ષીણતા વધુ થવા પામે. આ માટે શ્રી નવકારના આરાધકે જિનશાસનની આરાધનાનો મુદ્રાલેખ હૈયામાં કોતરી રાખવા જેવો છે કે અજ્ઞાનાદિથી ઊપજતા મોહાદિનાં બંધનોથી પોતાની જાતને છોડાવવાનો પુરુષાર્થ કરવો. આ મુદ્રાલેખ દરેક આરાધક આત્માએ પોતાના વિચારોની પકડથી સ્પષ્ટ સભાનપણે પકડી, અંતરના હૈયામાં પધરાવવાની જરૂર છે. ધન્ના, શાલિભદ્ર કે અર્જુનમાલી અને દઢપ્રહારી આદિ આરાધક પુણ્યાત્માઓએ આ જાતના ધ્યેયને મનોભૂમિકામાં એવું ઠસાવ્યું હતું કે વ્યાવહારિક અનેક જાતની સારી-ખોટી પરિસ્થિતિમાં પણ કર્મોનાં બંધનોમાંથી છૂટવાના પુરુષાર્થને વળગી રહ્યા. સરવાળે પોતાના આત્માને તીવ્ર કર્મોના બંધનમાંથી છોડાવીને રહ્યા. આપણી અંતરંગ સાધનામાં જોઈએ એટલું બળ નથી આવતું એનું કારણ સૂક્ષ્મ રીતે ચિંતવતાં સ્પષ્ટ સમજાય છે કે આપણી ક્રિયાઓના બંધારણના પાયામાં લક્ષ્યની જાગૃતિનું બળ ઓછું હોય છે. કર્મો એ બંધન તરીકે યથાર્થ રીતે ઓળખાયા ન હોવાથી તેને હટાવવા તીવ્ર પ્રયત્નનો ઉમળકો જાગતો નથી. તેથી આપણી ક્રિયાઓમાં વીર્યોલ્લાસ ભળતો નથી. આ ભૂમિકા ફેરવવા માટે મોહના ઉદયથી વીર્યોલ્લાસ સ્ફુરતો નથી તેમજ કર્મોને બંધન તરીકે આપણે સ્વીકારી શકતા નથી. તેથી આપણી દરેક પ્રવૃત્તિના મૂળમાં રહેલ મોહના સંસ્કારોની સતત વહેતી અસરને નિર્મૂળ – ક્ષીણ કરવા માટે, જ્ઞાની – નિર્દિષ્ટ ક્રિયાઓ, સ્વકક્ષાનુરૂપ ભૂમિકાને જાળવી, જ્ઞાનીઓની નિશ્રાએ શાસ્રીય મર્યાદાઓ Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૩૦૭ અને વિધિના બંધારણને વફાદાર રહેવાની મથામણ સાથે આચરવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. આવી ભૂમિકાશુદ્ધ ક્રિયાઓની આચરણા, મોહના ગાઢતમ સંસ્કારોને પણ ઉખેડી ઉખેડી નિર્મળ બનાવી અંતરને જ્ઞાનીઓની આજ્ઞાના બહુમાનના લિંગ – ચિહન સાથે કેળવે છે. જેમ જેમ જ્ઞાનીઓની આજ્ઞા - શાસ્ત્ર નિર્દિષ્ટ ક્રિયાઓને આચરવાની પદ્ધતિ ઉપર જેટલું હાર્દિક બહુમાન, એટલી ક્રિયાઓની ભૂમિકા શુદ્ધ આચરણા આપણામાં વિકસી હોય એવું જણાય છે. જ્ઞાની જે નિર્દિષ્ટ મર્યાદાઓ પ્રતિ ઉપેક્ષા અગર અધીરણા - અબહુમાન જણાય છે તે આ બધું ક્રિયાઓની આચરણાની પાયાની ભૂમિકાની નબળાઈ સૂચવે છે. શ્રી જિનશાસનની આ પ્રવિશિષ્ટતા છે કે અજ્ઞાની આત્માઓની વર્તમાનકાળની અવસ્થામાં પણ જે, યોગ્ય જ્ઞાની ગીતાર્થ સદ્દગુરુની નિશ્રામાં રહેવાની તત્પરતા, શરણાગતિ ભાવપૂર્વક કેળવાઈ જાય તો, ગમે તેવા નિબિડ અશુભ કર્મોની અસર પણ હઠવા માંડે છે અને એક વખતનો ઘોર પાપી – સાવ નિપુર આત્મા પણ, અંતરની શુદ્ધિના રાજમાર્ગને સરળતાપૂર્વક ઉમંગભેર અપનાવતો હોય છે. આવી ઉચ્ચ ભૂમિકાની કેળવણીના લક્ષ્ય માટે જાગૃતિ કેળવવાનો સત પ્રયત્ન કરવા પ્રયત્નશીલ બનવું જરૂરી છે. લ16 STUF ૩પ. ચારૂપ ૧૮-૫-૮૬ શ્રી જિનશાસન પામ્યાની ખરી વિશેષતા એ છે કે, જીવ માત્ર પ્રતિ આંતરિક મૈત્રીભાવ જાગે. જીવ અને તેની વર્તમાનકાલીન કર્મબદ્ધ વિકૃત સ્વરૂપની જાણકારી જિનશાસનના પાયામાં છે. જિનશાસન એટલે જિનનું શાસન - જિન એટલે રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓને જિતે તે. આ અંતરંગ શત્રુઓએ જ જીવનું વર્તમાનકાલીન વિકૃત સ્વરૂપ ઊભું કર્યું છે. એટલે જિનશાસનના પાયામાં અંતરંગ રાગાદિ શત્રુઓની ઓળખાણ અને તેમની જળભરી કાર્યનીતિનો પરિચય થવો જરૂરી છે. એટલે જિન પરથી અંતરંગ રાગાદિ શત્રુઓની વિચારણાના આધારે, જગતના જીવ માત્ર આ રાગાદિ શત્રુઓની વિષમ www.jajnelibrary.org Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા જાળમાં જયે-અજાણે ફસાયા છે, પણ બધા જીવો મારા આત્મસ્વરૂપથી અભિન્ન છે. અર્થાત્ બધા નાના મોટા બંધુતુલ્ય છે. તેઓની કર્મબદ્ધ અવસ્થામાં સુધારો થાય અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી પોતાની શુભ સ્થિતિમાં તુરત આવે તેવી મિત્રતાનો ભાવ જગતના જીવ માત્ર પ્રતિ ઊપજે તે જિનશાસનને પામ્યાની સફળ નિશાની છે. આ મૈત્રીભાવ સમસ્ત ધર્મ આરાધનાનું મૂળ છે, કારણ કે મૈત્રીભાવ એ અજ્ઞાનદશામાંથી ઊપજતા જીવમાત્ર પ્રતિ દ્વેષભાવના ઘટાડાનું ચિહ્ન છે. મોટે ભાગે આપણા જીવનમાં પુદ્ગલ માત્ર પ્રતિ રાગ અને જીવ માત્ર પ્રતિ દ્વેષ સદાકાળ રહેતો આવ્યો છે. ખરી રીતે જીવ માત્ર પ્રતિ રાગ અને પુદ્ગલ માત્ર પ્રતિ ષ - અરુચિ હોવી જરૂરી છે. કેમ કે જીવો બધા આપણા સજાતીય છે તો દરેક જીવના સત્તાગત વિશુદ્ધ સ્વરૂપના આધારે આપણામાં જીવ માત્ર પ્રતિ રાગવૃત્તિ - મૈત્રીભાવ કેળવાય તે જરૂરી છે. તે રીતે જીવના સહજ શુદ્ધ જ્ઞાનાદિમય ચૈતન્ય સ્વરૂપથી વિપરીત જડ - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને ક્ષણે ક્ષણે વિપરિણામી સ્વભાવવાળા અજીવ પદાર્થો પ્રતિ પ = અરુચિભાવ રહેવો જરૂરી છે. પણ મિથ્યાત્વના ઉદયથી ઊંઘી દષ્ટિ થવાના પરિણામે જીવ માત્ર પ્રતિ રાગ – મૈત્રી થવાના બદલે અરુચિ – પ અને પુદ્ગલ – અજીવ પદાર્થો તરફ અરૂચિ - દ્વેષના બદલે રાગવૃત્તિ થવા પામે છે. પરિણામે જીવમાત્ર પ્રતિ મૈત્રીભાવ વિકાસ પામી શકતો નથી. આ રીતે જિનશાસન પામ્યાની પ્રતીતિરૂપે જગતના નાના-મોટા સઘળા જીવો પર સમભાવે મૈત્રીભાવની કેળવણી થવી જરૂરી છે. તે કયારે બને કે જ્યારે અજીવ પદાર્થો પ્રતિ ભ્રમણા પુદ્ગલ પદાર્થની પરિણામિતા આદિ ગુણોના આધારે અરુચિ – દ્વેષ ભાવરૂપે પરિણમે. એટલે જિનશાસનના પાયામાં જેમ જીવ માત્ર પ્રતિ મૈત્રીભાવ જરૂરી છે તેમ વિષયો પ્રતિ વિરાગભાવ, અજીવ પદાર્થો પ્રતિ હાર્દિક રાગવૃત્તિનો અભાવ પણ જરૂરી છે. આવા જિનશાસનની પ્રાપ્તિ માટે યોગ્ય જ્ઞાની ગીતાર્થ ગુરુના ચરણોમાં વિનીતભાવથી બેસવાની ખાસ જરૂર છે, કે જેના પરિણામે જિનશાસનના ગહન તત્ત્વભૂત પદાર્થોનો યથાર્થ પરિચય મળી રહે. Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ચારૂપ D ૩૬ ૨-૬-૮૬ જિનશાસનનો અર્થ જ પુરુષાર્થવાદ થાય છે. જિન = જીતે રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓને તે જિન, તેમનું શાસન = આજ્ઞા - રાગદ્વેષને જીતવા માટે ભવ્ય પુરુષાર્થની પ્રેરણા. આ રીતે જિનશાસન એટલે રાગાદિ અંતરંગ પરમાર્થ શત્રુઓને માત કરી, આપણા આત્મસ્વરૂપને પ્રગટાવવાનો ભવ્ય પુરુષાર્થ. વી ૩૦૯ આ રીતે પુરુષાર્થના પાયા પર અને આત્મસ્વરૂપના વિકાસ પર અવલંબિત જિનશાસનની ઓળખાણ ગુરુગમથી યથાયોગ્ય થાય ત્યારે અનાદિકાલીન સંસ્કારોની નાગચૂડમાંથી છૂટવાને યોગ્ય પુરુષાર્થ, જ્ઞાની સદ્ગુરુ ભગવંતની નિશ્રાએ શરૂ થયા વિના ન રહે. તે પુરુષાર્થના પંથે ચાલવાની તત્પરતામાં કોઈ દ્રવ્ય - ક્ષેત્ર - કાળ કે ભાવ અવરોધરૂપ ન બને. કોઈ પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રતીક્ષામાં લાખેણો માનવભવ અવિરતિની જંજાળમાં ફસાયેલ રહે તે સમજુ વિવેકી આત્માને કેમ પાલવે ? અલબત્ત ક્ષાયિક કે વિશિષ્ટ ક્ષયોપશમ ભાવે વર્તતા ઉચ્ચકોટિના સત્પુરુષની નિશ્રાએ નિર્જરાનો માર્ગ વધુ મોકળો થાય એ સહજ છે. છતાં તેવા વિશિષ્ટ સંયોગોની પ્રતીક્ષામાં વર્તમાનકાળે મળેલ તે તે કાળના ધોરણે વિશિષ્ટ ક્ષયોપશમવાળા મહાપુરુષોના અવલંબને નિર્જરાનો લાભ યથોત્તર કક્ષાનુરૂપ મળતો હોય તો તે પણ ‘લાડવાના ભરોંસે રોટલી'માં રહેલ આ પ્રસંગની જેમ આ વિષમ કળિકાળમાં મહાપુણ્યે મળી આવેલ સંવર – નિર્જરાના માર્ગના આલંબનને, વિશિષ્ટ સંપૂર્ણ નિર્જરાના આદર્શની વાતો - વિચારણામાં તરછોડવો તે કેટલું અનુચિત ગણાય ? - ખરેખર તો કર્મનાં બંધનોને ઓળખીને તે હઠાવવાના ભવ્ય પુરુષાર્થનો કાળ શુકલ પાક્ષિક આત્માને ૧ આવર્તથી વધુ સંસારમાં રખડવાનું નહિ હોવાથી ત્યારે બને છે. છતાં આ પુરુષાર્થની તકનો લાભ જાણીને ખોટા આદર્શની વાતોથી લાભ ન લેવો એ ખરેખર પ્રબળ અજ્ઞાનદશા ગણાય. તમારી પૂર્વજન્મની આરાધનાનું બળ વિશિષ્ટ ગણી શકાય કે તમે ક્રિયા અને ક્રિયાયોગની ભેદરેખા સમજવા શકિતશાળી થયા છો. પૂ॰ આ હરિભદ્રસૂરિ મ, પૂ ઉપા૰ યશોવિજયજી મ૰ તથા પૂ ઉપા૰ દેવચંદ્રજી મના ગ્રંથોનું પરિશીલન તમે પામી શકયા, આજે પણ જિનશાસન જયવંત છે. ક્રિયાના રાજમાર્ગથી જ ખરેખર જિનશાસન જયવંત છે. જ્ઞાનયોગ તે ક્રિયામાં રહેલ અશુદ્ધિને હઠાવી મોક્ષમાર્ગ તરફ વેગ વધારી આપે છે. પણ મૂળથી તો ક્રિયાયોગ છે, આ વાત તમારા ધ્યાન પર આવી છે તે પરમ સદ્ભાગ્યની નિશાની છે. અન્ય અધ્યાત્મવાદીઓના ગ્રંથોમાં - વાણીવિચાર – માં જ્ઞાનનો ગુંજારવ વધુ છે. જ્ઞાનની બોલબાલા છે. આત્માની વાત પણ જ્ઞાનના ધોરણે – તત્ત્વચિંતનના Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ધોરણે છે. પણ મોક્ષમાર્ગે ચાલવા આરાધના રથનાં બે પૈડાં છે. જ્ઞાન અને ક્રિયા તે બન્ને પરસ્પર સાપેક્ષતારૂપ ધરીમાં જોડાયેલ છે. અર્થાત્ જ્ઞાન, ક્રિયા સાપેક્ષ હોય તો મોક્ષમાર્ગનું સાધક છે. તે રીતે ક્રિયા, જ્ઞાન સાપેક્ષ હોય તો મોક્ષમાર્ગમાં સાધક બને. આવા અધ્યાત્મવાદીના ગ્રંથોમાં શબ્દથી મોક્ષની વાત હોવા છતાં તેના પાયામાં એકલા આંતરિક પરિણામની ધારાને મહત્ત્વ અપાયેલ છે, પણ મોક્ષ એટલે છૂટવું એ ક્રિયા છે, તેની વિરોધી ક્રિયા બંધાવું એ છે. તો આ બંધ મોક્ષ બંને ક્રિયા સ્વરૂપ હોઈ, કઈ ક્રિયા બંધની, કઈ ક્રિયા મોક્ષની ? એ સમજવાની જેમ બંધની ક્રિયાનો ત્યાગ અને મોક્ષની ક્રિયાનો સ્વીકાર વિરતિરૂપે કર્યા વિના શી રીતે મોક્ષમાર્ગે ડગલું પણ ભરી શકાય? ખૂબ ગંભીરપણે વિચારશો. કહેવું ન જોઈએ પણ મને મારા પોતાના ગુરુકૃપા બળે મળેલ ક્ષયોપશમના આધારે એમ ગણી – કહી શકાય કે આવું બોલનારા, માનનારા, સમજનારા હકીકતમાં જિનશાસનને ઓળખી શકયા જ નથી. જિનશાસન જ્ઞાન સાપેક્ષ ક્રિયા અને ક્રિયા સાપેક્ષ જ્ઞાન પર નિર્ભર છે. જે જ્ઞાનમાં હેયોપાદેયના નિર્ણયના અમલરૂપ ત્યાગ – સ્વીકારની ક્રિયા ન હોય તો તે જ્ઞાન નિરર્થક છે. વળી જે ક્રિયામાં કર્મબંધ કેમ ઘટે? તેને અનુરૂપ જ્ઞાન ન હોય તો તે ક્રિયા જડક્રિયા છે. આ વાતને ગંભીરપણે વિચારવાથી જિનશાસનના રહસ્યને પામી શકાશે. પૂર્વાચાયની ગરિમાનાં દર્શન થશે. તમો આ રીતે જીવનમાં જિનશાસનની સાચી ઓળખાણ મેળવી તે દિશામાં જે પગલાં ભર્યા છે તે તમારા સાનુબંધ બની રહે, પરંપરાએ તો સઘળાં કર્મોની નિર્જરાવાળા ઉચ્ચ કોટિના ત૫ સંયમની ભૂમિકાને મેળવી શકો એ મંગળ કામના. Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૩૧૧ SID I શ્રી સદ્ગુરુભ્યો નમોનમ: II કંડિકા – ૧ વિ. સં. ૨૦૩૧ના ફાસુ. ૧૦, ૩-૩૭ (બપોરે) શ્રી શેરીસા પાર્શ્વનાથ તીર્થ (નીચે ભૂમિગૃહમાં) અનંતોપકારી, વિશ્વવત્સલ, તરણતારણહાર, કરુણાનિધાન, શ્રી વીતરાગ પરમાત્મા શ્રી સેરીસા પાર્શ્વનાથ પ્રભુના સાંનિધ્યે પ્રસાદિત કરેલ ૯ કંડિકાઓ. ૧લી સંસ્કૃતમાં–શાર્દૂલવિક્રીડિત છંદમાં ચોથું ચરણ “મવિત: મુતિત્તી सदा विजयते વૈનેત્રી સન્મત '' ભાવાર્થ :- જિનેશ્વર = વીતરાગ પરમાત્મા તીર્થંકર દેવોની ભક્તિ = ઉપાસના = તેઓની આજ્ઞા મુજબ જીવન જીવવાની તત્પરતા. સન્મતા = ત્રિકાળાબાધિત આત્મતત્ત્વના સ્પર્શ-સંવેદનવાળા મહાપુરુષોએ માન્ય કરેલી અર્થાત્ આવા ઉચ્ચ કોટીના મહાયોગી મહાપુરુષોએ પણ આદરેલ-સ્વીકારેલ. બીજાં સાધનો તો તે તે ગુણસ્થાનક વિશેષની ભૂમિકાએ ઉપાદેય, છતાં આરાધકોને આરાધકભાવના પ્રકર્ષની ભૂમિકાએ આગળ વધતાં અકિંચિત્કર=નજીવા થાય, પણ શ્રી વીતરાગ પ્રભુની ભક્તિ ઉપાસના= તેઓની આજ્ઞા= આથવના સર્વથા ત્યાગ અને સંવરના સ્વીકારરૂપ જીવનને ઘડવાની પ્રક્રિયા, યથોત્તર તે તે ગુણસ્થાનકે કેવળજ્ઞાનની પૂર્વ ભૂમિકાએ મોહક્ષય ન થાય ત્યાં સુધી એકધારી રીતે યથોત્તર ઉપાદેય છે. તેથી સન્મતા=સપુરુષોથી આદર કરાયેલ. સ = હંમેશાં - કોઈ પણ દેશકાળના પ્રતિબંધ વિના એકસરખી રીતે પોતાના પરિણામને દર્શાવતી. બીજાં સાધનો દેશકાળની વિષમતાએ, તે તે સહકારી સાધનોની તરતમતાએ, મોડા વહેલા કે ઓછા વધતા લાભને આપે, પણ શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાનુસાર જીવન ઘડવારૂપ ભકિત, દરેક દેશ-કાળમાં આરાધકભાવની તરતમતાના આધારે આરાધક પુણ્યાત્માની પ્રતિપત્તિના બળના Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી નમસ્કાર મહામંત્ર ચંદ્રિકા વિકાસના આધારે મોહના સંસ્કારોના ઘટાડા રૂપ ફળને, એકસરખી રીતે દર્શાવનાર બને છે. વિગતે = અન્ય સહાયની અપેક્ષા વિના આપમેળે, વિપક્ષ = રાગાદિ શત્રુઓ પર નિગ્રહ મેળવવાના કાર્યમાં સફળ બનતી રહે છે. વ્યાકરણમાં ધાતુના પરમૈપદી અને આત્મપદી એમ બે ભેદ છે, જેમાં ક્રિયાનું ફળ કર્મજન્ય અગર બાહ્ય પુરુષાર્થજન્ય અથવા પરપદાર્થના સહકારની અપેક્ષા હોય તે પરમૈપદ. જ્યાં ક્રિયાનું ફળ પરજન્ય હોવા છતાં તેની ગૌણતા કરી સ્વની મુખ્યતા રાખી ક્રિયાનું ફળ પોતાની શકિતથી પોતામાં આવ્યું છે તે દર્શાવવા માત્મને આવે. જેમ નિ = ગમ્ ધાતુ બન્નેમાં છે, જ્યારે હાથી, ઘોડા, લશ્કર, હથિયાર આદિબળે દુશ્મન પર વિજય મેળવવાની વાત રજૂ કરવી હોય ત્યારે ગત શતૂન એવો પ્રયોગ થાય. પણ જ્યારે લડાઈમાં રાજા તો લડતો નથી. સેનાપતિ કે લશ્કર લડે પણ જ્યારે લશ્કર જીતે ત્યારે ફલાણા મહારાજનો વિજય થયો – અથવા ફલાણા મહારાજ જય પામો એમ કહેવા માટે ત્યાં –વિનય મદીરાના એમ આત્મને પદ આવે. વ્યવહારમાં પણ સત્યમેવ વિનયછે. અહીં સત્ય પોતાની જયવંતપણાની સ્થિતિમાં, કોઈ બાહ્ય સામગ્રીની અપેક્ષા નથી રાખતું એમ સમજવું. સત્ય પોતાની નફકરતાના લીધે જ છેવટે જયવંત રીતે ઉપર તરી આવે છે તે રીતે અહીં વીતરાગ પરમાત્માની ભકિત – ઉપાસના – તેઓની આજ્ઞા પ્રમાણે જીવનનું ઘડતર કરવાની પ્રવૃત્તિ, બીજા કોઈ પુણ્ય કે તથાવિધ વિશિષ્ટ નિમિત્તોની અપેક્ષા વિના, રાગાદિ પ્રબળ દુશ્મનોના સમૂહ પર જયવંત બને છે. અર્થાત્ શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ-ઉપાસના કરનાર, તેઓની આજ્ઞા મુજબ - આથવત્યાગ - સંવરપ્રવૃત્તિ તરફ ઝૂકનાર વ્યકિત સ્વત: પણ રાગાદિ મોહના સંસ્કારો પર નિગ્રહ મેળવી શકે છે. તે રીતે શ્રી વીતરાગ પ્રભુની ભકિત તે સ્વતંત્ર - સ્વાશ્રય - અન્ય નિરપેક્ષ રીતે કાર્ય કરતી હોવાનું જણાવી, આરાધકોને તે પ્રત્યે વધુ વલણ દાખવવા ગર્ભિત સૂચન કર્યું લાગે છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૩૧૩ JD કંડિકા - ૨ વીર નિ સં. ૨૫૦૧, વિ. સં. ૨૦૩૧ ફાગણ સુ૧૦ બપોરે ૩-૩૭ મિનિટ, પરમકૃપાળુ પરમાત્મા, તારક દેવાધિદેવની મહાકૃપા રૂપે મળેલી બક્ષિસ. (સેરીસા તીર્થના ભૂમિગૃહસ્થ દિવ્ય શક્તિ નિધાન શ્રી પાર્શ્વનાથ પ્રભુના માધ્યમથી મળેલ અપૂર્વ ખજાનાની ચાવીરૂપ ૯ કંડિકાઓ – તેમાંથી ૧, ૩ થી ૭ સંસ્કૃત, ૨ ગુજરાતીમાં, ૮-૯ પ્રાકૃતમાં તેમાંની બીજી કંડિકાનું વિવેચન શ્રી નવકાર પસાયે વિસં. ૨૦૩૨ આસો વ૮ થી ૬૪ પ્રહરી = આઠ દિવસ શાસ્ત્રીય મૌન દરમ્યાન થયેલ આત્મજાગૃતિ દશાએ ગમે તે દિવ્યશકિતના વાહક તરીકે લખ્યું – ૨૦૩રના આસો વદી ૧૦ સવારે ૭-૪૫ થી ૮-૧૫ દરમ્યાન) જાણે પરમાત્મા બોલ્યા : સંસારની સર્વશકિત કરતાં વીતરાગની ભક્તિ વધુ પ્રબળ છે !!!” અહાહા ! શું અદ્ભુત અમૃતના ઘૂંટડા આ પંક્તિના પ્રત્યેક શબ્દોમાંથી ટપકી રહ્યા છે! જાપની ગુરમુખે નિર્દેશલ પ્રક્રિયા બળે જપયોગની ચોથીથી પાંચમી ભૂમિકાના અંતરાળે રહેલ પુણ્યવાન, કરો આનંદ આ પંકિતઓ મેળવી !!! દેવગુરુકૃપાએ એ ભૂમિકાએ પૂ. ગુરુદેવશ્રીના વરદ આશિષ પ્રતાપે પહોંચવાથી અદ્ભુત આનંદના ઘૂંટડા એ પંકિતના શબ્દ શબ્દમાંથી પી રહ્યો છું !!! વારંવાર આ પંકિતઓ સામે જોઈ રહેવાનું સૂનમૂનપણે) ખૂબ જ મન થાય છે, અસ્તુ !!! આ કંડિકામાં શક્તિ અને ભકિત એ બે શબ્દો મુખ્ય છે. વ્યવહારમાં દુન્યવી કક્ષાના જીવો શકિતને મહત્ત્વ આપતા હોય છે, કેમ કે શકિતનું કાર્ય પ્રત્યક્ષ અનુભવથી જણાય છે. શક્તિ વિનાનો પદાર્થ કે માણસ દુનિયાની દષ્ટિએ ક્યરાતુલ્ય અને નમાલો ગણાય છે. માટે શક્તિ સંસારી રીતે મહત્ત્વની છે. તેમાં પણ શક્તિના કક્ષાવાર પ્રકારો વિવિધ જાતના છે. પૌગલિક પદાર્થોમાં પણ તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તથા તેને લગતું વિશિષ્ટ વાતાવરણ, મિશ્રણ, પ્રયોગકર્તાની વિલક્ષણતા આદિને લઈ શક્તિ વિવિધ રૂપે પ્રકટે છે, જેનાં સારાં-નરસાં પરિણામો Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પણ દેખાય છે. એ રીતે ચેતનની પણ શકિત, સ્વતંત્ર રૂપે તેમજ પુદ્ગલાનુયાયી રૂપે કર્મના ઉદય, ઉદયાનુવિદ્વ ક્ષયોપશમ એટલે મોહનીય કર્મના ઉદય સહિત કર્મના પુદ્ગલો થોડા-ઘણા ખસે તેવા ક્ષયોપશમની વિવિધતા કે વિચિત્રતાના આધારે, અવનવાં - અટપટાં સ્વરૂપ ધારણ કરે છે. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ચેતન અને પુદ્ગલની સર્વદેશીય, સર્વક્ષેત્રીય, સર્વકાલીય, સર્વ પ્રકારની શક્તિઓ, તે પણ સમસ્ત સંસારની એટલે સંસારના સમસ્ત ચેતન આત્માઓની અને સમસ્ત જડપદાર્થોની સર્વ શકિતઓનો દ્રવ્યતાથી સમુચ્ચય કરી કલ્પિત ત્રાજવાના એક પલ્લામાં રાખવામાં આવે – તેની સામે બીજા પલ્લામાં વીતરાગની ભકિત મૂકવામાં આવે તો તે પલ્લું ભારે જ રહેવાનું. સંસારની સર્વક્ષેત્ર-કાળની, સર્વજીવોની, સર્વપુદ્ગલોની તમામ પરિણમનોમાંથી જન્મતી શકિતઓનો સંચય, સામા પલ્લામાં છતાં તે પલ્લું અઘ્ધર જ રહેવાનું - વીતરાગની ભકિતના પલ્લાને હચમચાવી નહીં શકે. આ નક્કર હકીકતની રજૂઆત, પરમ કરુણાળુ દયાસાગર પતિતપાવન નિષ્કારણ બંધુ પરમાત્માએ કરી છે. તેનું રહસ્ય એ જણાય છે કે શકિત-ભકિત બન્નેમાં તિ પ્રત્યય ભાવ=ક્રિયા(પદાર્થનું એકિટવરૂપ)માં છે. બન્નેમાં રહેલ ધાતુ આમ જુદા છે. શિતિમાં શક્ ધાતુ છે. ભિકતમાં ભજ્ ધાતુ છે. શનો અર્થ થાય છે સમર્થ થવું. ક્રિયાની ક્ષમતા દર્શાવનાર શક્ ધાતુ છે, જ્યારે ભજ્જૂ ધાતુ સેવાના અર્થમાં છે. અર્થાત્ સેવ્યના સ્વરૂપમાં લીન થઈ જવા રૂપે, અંતરના અહંને પાણીમાં મીઠાની જેમ ઓગાળીને, સેવ્યના સ્વરૂપ સાથે એકાકાર બનવાની વાત ભજ્ ધાતુના અર્થમાં ધ્વનિત થાય છે. આ ઉપરથી શફ ધાતુમાં સમર્થતા, ક્ષમતા દર્શાવવાની વાત અહંભાવની ભૂમિકા દર્શાવે છે. જ્યારે ભકિતમાં રહેલ ભર્ ધાતુ અનંતગુણના નિધાનરૂપ, ઉપાસ્ય તરીકે સ્વત:સિદ્ધ ભૂમિકાએ બિરાજમાન દેવ-ગુરુ-ધર્મ કે તેને જીવનપ્રાણ બનાવી ચાલનારા આરાધકોના, તે તે વિશિષ્ટ આદર્શ લોકોત્તર આધ્યાત્મિક વિકાસના સર્વોચ્ચ કક્ષાને અનુરૂપ પગથારને, વિવેકબુદ્ધિથી નિહાળી, તેવી ભૂમિકા પોતાનામાં પણ પ્રકટ કરવાના શુભ ઇરાદાથી, તીવ્ર ગુણાનુરાગની સંવેદના સાથે આવાં વિશિષ્ટ આરાધ્ય તત્ત્વોની ભકિત-સેવા-પૂજા-ઉપાસનામાં, અંતરથી આપણા બુદ્ધિ-મતની ચિત્ર-વિચિત્ર અટપટી ચાલબાજીથી સતતપણે પોષાઈ રહેલ આપણા અહંભાવરૂપ મીઠાના પહાડને, ઉપાસ્ય તત્ત્વોની ગુણદૃષ્ટિ કે પ્રમોદભાવના સહકાર સાથે કરાતી ઉપાસનારૂપ પાણીમાં, ઓગાળી નાંખવા માટેનો જે સપ્રયત્ન. હકીકતમાં સંસારના ઍટમબૉંબ સુપીરીઅર હાઇડ્રોજન બૉંબ કે તેવાં બીજાં સંહારક વિનાશક ભયંકર અસ્ત્રોમાં પણ અહંભાવરૂપ મીઠાના પહાડને નષ્ટ કરવાની શકિત નથી. વળી આત્માની વિવિધ કર્મના ઉદય અને ઉદયાનુવિદ્વ ક્ષયોપશમના આધારે ચિત્રવિચિત્ર પરિણમનરૂપ જે વિશિષ્ટ જાતની શક્તિઓ તેનાથી પાપાનુબંધી પુણ્યના સર્જન દ્વારા કદાચ પૌદ્ગલિક અનુકૂળતાના સંજોગો ઊભા થાય, પણ અહંભાવની અભેદ્ય મીઠાની પર્વતશ્રેણીને ભેદી ન શકાય. Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા ૩૧૫ તેથી સંસારની ચેતન કે જડ સર્વ જાતની સર્વદેશીય, સર્વકાલીય શકિતઓ કરતાં પણ વીતરાગની ભક્તિ એટલે વીતરાગ પરમાત્માએ નિર્દેશેલ કર્મનિર્જરાના ધ્યેયથી અંતરંગ પરિણામોની સમર્પિતભાવના સાથે વીતરાગની આજ્ઞા મુજબ જીવનના ઘડતરનો દઢ સંકલ્પ હકીકતમાં સર્વોચ્ચ કક્ષાએ રહે તે સ્વાભાવિક છે. કેમ કે વીતરાગની ભકિતમાં ઉપાસ્યની અનંત શકિતના પાવરહાઉસ સાથે આજ્ઞાનિષ્ઠતા તેમજ તેની વફાદારીના જોડાણથી આપણામાં અપૂર્વ આત્મતેજ લહેરાવા માંડે છે, કે જેની સામે કર્મસત્તા થરથરાટ ધ્રુજારા સાથે ભાગવા માંડે છે. આ ચીજ જગતના કોઈ પણ પુદ્ગલજન્ય પદાર્થોમાં કે આજ્ઞાના સંપર્કમાં નહીં આવેલ ઔદયિક કે ઉદયાનુવિદ્ધ લાયોપથમિક ભાવે અટવાયેલાં ચેતનામાં પણ કર્મના પરમાણુઓને ખસેડવાની ભૂમિકા સ્વપ્ન પણ નથી હોતી. તેથી સંસારની સર્વશક્તિ કરતાં વીતરાગની ભકિત વધુ પ્રબળ છે. આ વાકયકંડિકા હકીકતમાં અંતરમાં દિવ્ય પ્રકાશ પાથરે છે કે જેમાં યથાશકય આરાધકે પોતાના અંતરમાં સેવા, પૂજા, અર્ચના, નામસ્મરણ આદિ દ્રવ્યભક્તિ સાથે, તેઓની આજ્ઞાને ધ્રુવતારક બનાવી, તેની પ્રતિષ્ઠા પ્રાણાતે પણ જાળવી રાખવાની તત્પરતારૂપ ભાવભક્તિ સરુનાં ચરણોમાં બેસી ખૂબ ખૂબ કેળવવા પુરુષાર્થ કરવો. આમ આ કંડિકા આરાધકો માટે ઉદાત્ત જીવનસૂત્ર અને જીવનદિશાની અમોઘ સૂઝ આપનારી છે. કિંડિકા – ૩ વીર નિસં. ૨૫૦૧, વિ. સં. ૨૦૩૧ ફાગણ સુ. ૧૦ બપોરે ૩-૩૭ મિનિટ, શ્રી સેરીસા પાર્શ્વનાથ પ્રભુના માધ્યમે સુંદર આધ્યાત્મિક કંડિકાઓ પ્રાપ્ત થયેલી જેમાંની બે ઉપર વિવેચન વિસં. ૨૦૩રના ચાતુર્માસ દરમ્યાન શ્રી નવકારની મહાકપાથી થયેલ. પછી ત્રીજી કંડિકા ઉપર વીર નિ, સં. ૨૫૦૩, વિ. સં. ૨૦૩૩ ચૈત્ર સુ. ૬ શનિવારે ૧૧-૨૦ મિનિટે થયેલ મહાકુંરણા(શ્રી નવકાર મહામંત્ર બળે)ના આધારે વિવેચન - “विश्वभव्यतारणप्रत्यलाया: जिनभक्तेः सुरतरोश्च मेरुसर्षपयोरंतरम्' Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા Sછે " શબ્દાર્થ : “સમસ્ત ભવ્ય જીવોને તારવામાં સમર્થ શ્રી વીતરાગ પ્રભુની ભક્તિ અને કલ્પવૃક્ષ વચ્ચે મેરુ અને સરસવના દાણા જેટલું અંતર છે.” વિવેચન : આરાધનાના પંથે ચાલનાર પુણ્યાત્મા, ધ્યેયમાં ખૂબ ચોકકસ હોય તો યથાર્થ રીતે સફળતાની ટોચે પહોંચી શકે. અનાદિકાળથી મોહની વાસનાના ઝપાટાથી, સંસારી જીવ માત્રનું ધ્યેય પગલિક પદાર્થોને મેળવી, તેનાથી સુખ-શાંતિ અનુભવવાનું હોય છે. જો કે હકીકતમાં તે અયથાર્થ છે કેમ કે પાણીમાં માખણ, ધૂળમાં તેલની જેમ, જગતના જડપદાર્થોમાં સુખ-શાંતિનાં તત્ત્વોની હયાતી જ નથી. તેમાં તો માત્ર વદિ ચારના વિકારી પરિણમનની મુખ્યતા હોય છે. સુખ-શાંતિ એ ચૈતન્યનો ધર્મ છે. તે આત્મા સિવાય બીજે કયાંય હોય નહીં, પણ મોહના વિષમ ઉદયથી, મદિરાના ઘેનથી અસતુ ચીજો પણ સ્વભાસિત થાય, તેમ પૌગલિક પદાર્થોમાં અછતા સુખ-શાંતિનો ભ્રમણાત્મક ખ્યાલ થવાથી, જીવમાત્રનું ધ્યેય પૌદ્ગલિક પદાર્થને મેળવી લેવાનું હોય છે, જ્યારે આરાધક પુણ્યાત્મા આરાધનાના પગથાર પર પગ મૂકતાં જ, અનાદિની ભૂલ સુધારવા પ્રયત્નશીલ બને છે. ભલે ! કર્મના વિષમ પાશની જકડામણના લીધે, અમલીકરણની દષ્ટિએ આરાધક જીવ ઓછાવત્તા અંશે હોય, પણ ધ્યેયની સ્પષ્ટતાની ખામી તો આરાધક પુણ્યવાનને હોય જ નહીં. એટલે આરાધક મહાનુભાવ પોતે સ્વયં આપમેળે, સદ્ગુરુનાં ચરણોમાં સમર્પણભાવ કેળવી, એ વાત સ્પષ્ટપણે હૈયામાં અંકિત કરે કે, આ વિશ્વમાં મારા જીવનને ઉપયોગી સુખ-શાંતિ નામની ચીજ પૌદ્ગલિક પદાર્થમાં છે જ નહીં. તે તો ચૈતન્યનો ધર્મ હોઈ, મારી પોતાની પાસે જ છે. માત્ર મારા ચૈતન્યના વિકાસના અવરોધક કર્મનાં આવરણોને ખસેડવાનો મહત્ત્વભર્યો પુરુષાર્થ કરવો જરૂરી છે. તે પુરુષાર્થની દિશા, રૂપરેખા, અને ગતિવિધિનું નિરૂપણ, અનંતોપકારી શ્રી તીર્થંકર વીતરાગ દેવ પરમાત્માઓએ અનંત અખૂટ ભાવદયાના ઉચ્ચ સ્તરે પહોંચી, જીવમાત્રને કર્મના પાશમાંથી છોડાવવાની મહઉદાત્ત વિચારધારાના પરિપાકરૂપે ઉપાર્જેલ શ્રી તીર્થંકર નામકર્મના ઉદયના આધારે, એકાંત હિતકરરૂપે જગતનાં પ્રાણીઓ સમક્ષ કર્યું. તેના સારાંશરૂપે આરાધક પુણ્યાત્માઓ નિર્ણય કરે છે કે જગતના ભૌતિક પદાર્થોની મેળવણી એ મારા જીવનનું લક્ષ્ય નથી, પણ અંતરંગ આત્મદશાના સ્વસંવેદનસિદ્ધ અનુપમ સુખશાંતિભર્યા સ્વરૂપને અનુભવવા માટે સક્રિય પ્રયત્ન કરવો, એ મારા જીવનનું લક્ષ્ય છે.” આવું લક્ષ્ય આરાધકને ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે આરાધનાના પગથારે આવતાં જ અનાદિકાળની મોહવાસનાના પોષક સંસારી પદાર્થોની અસારતા કે વિરસતા જાણવા મળે. તે માટે વીતરાગ પરમાત્માનાં Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૩૧૭ ચરણોની સેવા દ્વારા ખસતાં આવરણોથી અનુભવાતી, આત્મશકિતના ચમકારાની જરૂર છે. તે ચમકારો અનુભવવા આ કંડિકામાં અનંતોપકારી શ્રી તીર્થંકર પરમાત્માની ઉપાસનાનું યથાર્થ સ્વરૂપ ફળ દ્વારા દર્શાવ્યું છે. વિશ્વ = સઘળા, મ = યોગ્ય જીવોને, તારT = સંસારથી તારવા, પ્રજ્ઞાચી = સમર્થ, આવી, નિમવતે = શ્રી તીર્થંકર પ્રભુની ભકિત. શ્રી તીર્થંકર પ્રભુની ભકિતનું સ્વરૂપ ફળમુખે (મુખ દ્વારા) અહીં દર્શાવ્યું છે કે, સઘળા ભવ્ય જીવોને તારવા સમર્થ એટલે કે સ્વયં તો તીર્થંકર દેવો, મોહના સંસ્કારોના વિજય દ્વારા સંસારથી તરી ગયા. પણ પોતે તરી ગયા એમાં તે પરમાત્માની વિશેષતા નથી. કેમ કે સાધન વિશેષથી બીજના સહારાને મેળવી લોખંડ કે પથ્થર જેવી ભારે ચીજો પણ તરી જાય છે, પણ તેમાં વિશેષતા તે લોખંડ કે પથ્થરને તારનાર પદાર્થની છે. તરી જનાર ચીજની મહત્તા બીજાને તારવાની શકિત તેમાં કેટલી વિકાસ પામી તેના પર છે. પ્રભુશાસનમાં સ્વકલ્યાણ અને પરકલ્યાણ, ભેદભેદ સંબંધથી નય વિશેષથી એકબીજા સાથે સંલગ્ન છે. માત્ર પરકલ્યાણ કે સ્વકલ્યાણ જેવી ચીજ પ્રભુશાસનમાં નથી. કલ્ય = ભદ્ર-હિતકારી-માંગલિક, તેને ગાળ = લાવે તે કલ્યાણ. પોતાના જીવનમાં હિતકારી મંગળરૂપ સ્થિતિનું લાવવું તે વેન્યા અને બીજા આત્મામાં તેવી સ્થિતિનું સર્જન કરવું તે પવિત્યા. પોતામાં તેવી વિશિષ્ટ સાધના બળે મોહના સંસ્કારોના અપૂર્વ ક્ષયોપશમથી રાગાદિ દૂષણો પર વિજય મેળવી. સર્વ જીવો પર ઉદાત્ત મૈત્રી અને અપૂર્વ સમભાવની પ્રાપ્તિ જેટલી વધુ તેટલી પોતાનામાં ભદ્ર હિતકારી-મંગળમય પરિસ્થિતિનું સર્જન સ્વત: વધુ. આવી મંગળમય જીવનદશાની ભૂમિકાએ પહોંચેલ વ્યક્તિ જ જગતના જીવોને મૂક પ્રેરણા, મૌન ઉપદેશ, વર્તનની સચોટ અસર, આદિ દ્વારા બીજા જીવોમાં ઉદયભાવે વર્તતા અશુભ મોહના સંસ્કારોને પોતાની વિશિષ્ટ ભાવદયાભરી આત્મશકિતબળે નબળા કરી બીજા જીવોમાં પણ મંગળમય સ્થિતિનું સર્જન પરકલ્યાણ રૂપે કરી શકે છે. એટલે ટૂંકમાં પરમાત્મા વીતરાગ તીર્થંકર દેવો, પોતે સંસારથી તરી ગયા તેની પ્રતીતિ જગતના સર્વ યોગ્ય જીવોને તારવાની શકિત તેમનામાં વિકાસ પામી તે દ્વારા થાય છે. જેમ જેમ આપણામાં અંતરનાં રાગાદિક દૂષણોને પારખીને તેના ક્ષય માટેની સફળ સાધના તેમ તેમ આપણા સંપર્કથી જાણે અજાયે પણ બીજા આત્માઓના રાગાદિ દોષોનું બળ ઘટવાની શકયતા વધુ. એ રીતે પ્રભુશાસનમાં સ્વકલ્યાણ-પરકલ્યાણ બન્ને એક જ સિક્કાની બે બાજુઓ છે, અથવા તો માખણ કાઢનાર રવૈયાની બે દોરીઓ છે. બન્ને એકબીજાના પૂરક છે, એક બીજા વિના બંને ટકી શકતા નથી. ટૂંકમાં પરમાત્મા સ્વયં, સંપૂર્ણ આત્મશકિતના વિશિષ્ટ અધિકારી, અનાદિકાલીન યોગ્યતાના આધારે એવા બન્યા કે તીર્થંકરરૂપે તેમના આલંબનને ગુરુનિથાએ યોગ્ય રીતે વિધિપૂર્વક લેનાર સંસારથી તરી જ જાય, વિષયકષાયથી મુક્તિ સફળ રીતે મેળવે જ! કોઈ પણ ભવ્ય જીવ, ભવસ્થિતિ પરિપાક Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આદિ વિશિષ્ટ સામગ્રીના સહકાર સાથે પ્રભુ વીતરાગ પરમાત્માનું આલંબન લે છતાં, તેના રાગાદિક દૂષણોનો ક્ષય ન થાય એવું કદી ન બને. આ રીતે પ્રભુ વીતરાગ પરમાત્માનાં ચરણોનું શરણ સ્વીકારવા રૂપ ભક્તિ જગતના સર્વ ભવ્ય જીવોને સંસારના કારમા અનંતાનંત કર્મનાં બંધનોથી છોડાવનારી છે. તે ભક્તિને કલ્પવૃક્ષની ઉપમા આપવી તે અપ્રસ્તુતોપમા છે, કેમ કે કલ્પવૃક્ષ એ કંઈ જગતના જીવોનાં કર્મનાં બંધનોને તોડી શકતાં નથી- માત્ર પુણ્યના ઉદયના ધોરણે, સાંસારિક પદાર્થો જેવા કે રાગાદિ દૂષણોને ઉપજાવનાર – વધારનાર છે - ને આપનારા છે. એટલે પ્રભુભકિત જગતના સમસ્ત ભવ્યજીવોનાં રાગાદિ દૂષણોને મૂળથી નાશ કરનારી, તેની સમાનતા, જગતના ભૌતિક પદાર્થોને પણ પુણ્યના ઉદયના ધોરણ મુજબ આપવાની સીમિત શકિતવાળા કલ્પવૃક્ષ સાથે શી રીતે કરાય? કદાચ કરાય તો પણ તે મેરુ પર્વત અને સરસવના દાણા જેટલું એ બંને વચ્ચે અંતર ગણાય. અને મેરુ પર્વતની વિશાળતા આગળ સરસવના દાણાનું અસ્તિત્વ નજીવું ગણાય તેમ વીતરાગ પ્રભુ પરમાત્માની ભક્તિ સામે કલ્પવૃક્ષની મહત્તા નજીવી ગણાય. “विजयतां जिनशासनं नम्" Page #370 -------------------------------------------------------------------------- ________________ Page #371 -------------------------------------------------------------------------- ________________ ચૌદ પૂર્વનો સાર-અચિંત્ય પ્રભાવશાળી तिश्रीनयका IN 2 णमो सिद्धा छ न तक श्री MIDU INCom ? नमस्कार-महामंत्र ।। णमो अरिहंताणं ॥ ॥ णमो सिद्धाणं ॥ ॥ णमो आयरियाणं ।। ॥ णमो उवज्झायाणे॥ ।। णमो लोएसव्वसाहूर्ण ।। । एसो पंचणमुक्कारो, सव्वपावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढम हवइ मंगलं ॥ TAMI 6 53 ४ TITING સર્વશિરોમણિ जश्री.नभा२भामंत्र) Page #372 -------------------------------------------------------------------------- ________________ સર્વશિરોમણિ શ્રી નવકાર ચિત્ર પરિચય શ્રી નવકાર મહામંત્રને શાસ્ત્રોમાં ઉપમાતીત વિશેષણોથી વર્ણવ્યો છે. શ્રી નવકારની અસીમ શકિતઓના સામાન્ય પરિચય માટે અમુક વિશિષ્ટ ઉપમાઓ જણાવાય છે, પણ તે ખરેખર શ્રી નવકારના યથાર્થ સ્વરૂપને જણાવી શકતી નથી. આ વાતને સ્પષ્ટ રીતે સમજવા માટે આ ચિત્ર છે. આ ચિત્રમાં વચગાળામાં ખૂબ જ શ્યામ રંગની પૃષ્ઠભૂમિકા આપણા જીવનમાં ખૂબ જ ગાઢ રીતે ફેલાયેલ મિથ્યાત્વ, અજ્ઞાનાદિનો અંધકાર સૂચવે છે. તેમાં લાલ પૃષ્ઠભૂમિકાએ સફેદ સ્ફટિક જેવા અક્ષરોથી ચકચકતો શ્રી નવકાર સિદ્ધપદની શાશ્વત ભૂમિકાએ પહોંચવાની સુદઢ લક્ષ્યની જાગૃતિ સાથે શ્વેતવર્ણથી શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાની પ્રધાનતા શ્રી નવકારના આરાધકો માટે દર્શાવે છે. આને ફરતા બહારના વર્તુળમાં નીચેથી ખીલેલી ફળસમૃદ્ધ વેલડીના દશ્યમાં નવ ચીજો શ્રી નવકારની અનુપમ શકિતનો પરિચય આપનારી દર્શાવી છે. ૧. સૌથી ઉપરના મથાળે દશ કલ્પવૃક્ષો પાંચની બે લાઇનમાં દર્શાવ્યાં છે, તે એમ સૂચવે છે કે – યુગલીયા વગેરે પુણ્યશાળી જીવોની સઘળી મનોકામના પૂર્ણ કરનારા આ કલ્પવૃક્ષો મનથી ચિંતવેલું જ માત્ર આપે છે, અને તે પણ પુણ્ય-સાપેક્ષ રહીને જ ગમે તેને ગમે તે ચીજ ગમે તેટલી આપવાની શક્તિ કલ્પવૃક્ષમાં નથી. જ્યારે નવકાર તો સર્વ જીવોને ધાર્યા કરતાં વધુ પુણ્ય ન હોય તો નવું ઉપજાવીને પણ આપીને છેવટે આત્માની અખૂટ શદ્ધિ પણ આપે એટલે શ્રી નવકાર કલ્પવૃક્ષથી પણ ચઢિયાતો છે. ૨. ડાબે કામધેનુ છે. ૩. જમાણે કુંભ છે. આ બંને ચીજો સંસારી પૌગલિક પદાર્થો પુણ્યસાપેક્ષ રીતે ચિંતવ્યા પ્રમાણે દેવાધિષિતપણાને લીધે આપે છે. પણ શ્રી નવકાર તો આત્માના અનુપમ મહિમાશાલી વિશિષ્ટ સદ્ગણોના ઐશ્વર્યને સાદિ-અનંત ભાગે આપે છે. તેથી શ્રી નવકાર કામધેનુ અને કામકુંભ કરતાં પણ ચઢિયાતો છે. ૪. ચિત્રમાં ડાબે અમૃતકુંભ અને ૫. જમણે ચિંતામણિરત્ન દર્શાવ્યું છે. ખરેખર અમૃતમાં સંસારી રોગોને સમૂળ નાશ કરી અદ્દભુત આરોગ્ય આપવાની શક્તિ આયુ આદિ શુભકર્મ સાપેક્ષપણે છે. પણ શ્રી નવકાર તો ભવોભવનાં વિવિધ દુઃખોના મૂળ કારણસમાં કર્મરૂપ ભાવરોગને મૂળમાંથી નષ્ટ કરી અનંત અવ્યાબાધ પરમ પદની પ્રાપ્તિ કરાવે છે. તેથી શ્રી નવકારના પ્રત્યેક વર્ગો અમૃતકુંભ કરતાં પણ વધુ મહત્ત્વના છે. તથા ચિંતામણિરત્ન માંગણી પ્રમાણે પુણ્યસાપેક્ષ રીતે જગતના પગલિક વૈભવને કદાચ આપે, પણ શ્રી નવકાર તો ભકિત-શ્રદ્ધા અને શરણાગતિના સુમેળના પરિણામે ઇહભવ-પરભવની લૌકિક-લોકોત્તર Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સંપદા-સમૃદ્ધિ આપવા સાથે આત્માના અખંડ સામ્રાજ્યને અચૂક રીતે પ્રાપ્ત કરાવે છે. તેથી શ્રી નવકાર ચિંતામણિરત્ન કરતાં પણ ચઢિયાતો છે. આ રીતે શ્રી નવકાર મહામંત્રની અપૂર્વ મહિમા સૂચવનારી પાંચ ઉપમાઓ દર્શાવી. હવે શ્રી નવકાર મહામંત્રના લોકોત્તર આધ્યાત્મિક પ્રભાવને સૂચવતી ચાર ઉપમાઓ દર્શાવાય છે. જે આ ચિત્રમાં નીચેના ભાગે દેખાય છે : શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૬. વજ્ર (ડાબે) અને ૭. ચક્રરત્ન (જમણે) ૮. દીવાદાંડી (ડાબે) તથા ૯. વહાણ (જમણે) દેખાય છે. એટલે કે - શ્રી નવકાર મહામંત્ર એટલો બધો અદ્ભુત પ્રભાવશાળી છે કે - (૬) વજ્ર જે રીતે મોટા મોટા પર્વતોના ભુકકા કરી નાખે તેમ ઓગણોતેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ તોડવાની અપૂર્વ શક્તિ જેના એકેક અક્ષરના દ્રવ્યથી પણ ઉચ્ચારમાં રહેલી છે. તેવો શ્રી નવકાર મહામંત્ર અતિ ગૂઢ તીવ્રતમ મિથ્યાત્વ રૂપ મોહના સંસ્કારોને ગુરુગમથી કરાયેલ જાપ-ધ્યાન-ચિંતનાદિ પ્રભાવે નષ્ટ કરી નાંખે છે. આદિ વળી (૭) ચક્રવર્તીનું ચક્ર જે રીતે વિષમ દુશ્મનોને પણ ક્ષણભરમાં કબજે કરી દે છે, અને ચક્રવર્તીને છ ખંડની અપૂર્વ ઋદ્ધિ આપે છે, તે રીતે આ નવકાર પણ નિબિડતમ કર્મના સંસ્કારોનાં બંધનોને મૂળમાંથી છેદી આત્માને કર્મની ગુલામીમાંથી છોડાવી અખંડ આઐશ્વર્યનો ભોકતા બનાવે છે. આ પ્રમાણે (૮) દીવાદાંડી જેમ ભરદરિયે પહાડ કે ભેખડો સાથે અથડાઈને ભુકકો થઈ જવાના મહાન્ ભયમાંથી વહાણને દૂરથી ઉગારી લે છે તેમ કુવિચાર, તીવ્ર સંકલેશ આદિ વિષમ વિક્ષેપોમાંથી જીવનને હેમખેમ બચાવનાર શ્રી નવકાર મહામંત્ર છે. તે રીતે (૯) શ્રી નવકાર અનાદિઅનંત આ સંસારસમુદ્રમાં આથડી રહેલા આપણા જીવાત્માને નિરાબાધ પ્રમાણે પાર ઉતારી મુક્તિરૂપ નગરમાં લઈ જનાર સર્વ સાધન સંપન્ન સફરી વહાણ જેવો છે. આ રીતે શ્રી નવકાર મહામંત્ર જગતની અદ્ભુત ઉપમાઓથી પણ ખરેખર અવર્ણનીય બની રહે છે. માત્ર આવી વિશિષ્ટ ઉપમાઓથી શ્રી નવકાર મહામંત્રની અદ્ભુત શકિતઓ વિષે બહુ આછો ખ્યાલ આપી શકાય. ટૂંકમાં શ્રી નવકાર મહામંત્ર સર્વ ઉપમાઓથી અતીત અને સર્વશિરોમણિ છે. એ વાત આ ચિત્ર પરથી સમજી શકાય છે. વિશેષમાં આ ચિત્રમાં સૌથી ઉપર મધ્યભાગે શ્રી નવકાર મહામંત્ર પ્રતીક [યોગશાસ્ત્ર પૃ ૯, શ્લો ૩૧ થી ૩૬]નું આલેખન છે. તેની ડાબે શ્રી અરિહંત પ્રભુની સુંદર સ્થાપના શ્રી નવકારના આરાધકોના હૈયામાં અહંદાજ્ઞાનું પ્રાધાન્ય દર્શાવવા કરી છે. જમણી બાજુ સિદ્ધ ભગવાનનું નિરંજન નિરાકારપણું દર્શાવવાપૂર્વકની સ્થાપના આરાધનાના છેવટના લક્ષ્ય તરીકે સિદ્ધિ પદની પ્રાપ્તિનું મહત્વ દર્શાવ્યું છે. નીચે ડાબે J અને જમણે “ બતાવ્યાં છે. જે બંને પંચપરમેષ્ઠીઓને ગુણાનુરાગપૂર્વક નમસ્કાર કરવારૂપના લક્ષ્યાર્થવાળા શ્રી નવકાર મહામંત્રની માંત્રિક શકિતઓના પ્રતિનિધિ સમા મહાન્ સવોત્કૃષ્ટ મંત્રબીજો છે. આ રીતે આ ચિત્ર ભાવિક પુણ્યાત્માઓના હૈયામાં શ્રી વીતરાગ શાસન નિર્દિષ્ટ ભાવશુદ્ધિની કેળવણી માટે ખૂબ જ ઉપયોગી છે. વધુ માર્મિક રહસ્ય જ્ઞાની ગીતાર્થ ગુરુ પાસેથી સમજવા પ્રયત્ન કરવો. Page #374 -------------------------------------------------------------------------- ________________ Page #375 -------------------------------------------------------------------------- ________________ OTD धर्म राक्षस आराधक कषाय सर्प अध्यवसाय शु मृत्यु हरि पर्वत संफलेश हानि भूत भाव शिखरं दुर्ष्यान वृश्चिक OTLE 30 द्वेषशुकर ॥ णमो अरिहंताणं ॥ ॥ णमो सिद्धार्ण ॥ ॥ णमो आयरियाणे || ॥ णमो उवज्झायाणं ॥ ॥ णमो लोएसव्वसारर्ण ॥ | एसो पंचणमुक्काशन सव्यपावप्पणासणी मंगलाणंच सव्वेसिं, पठमे हवड़ मंगला www भवाटवी Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ૩૨૧ આરાધનામાં પ્રાણ પૂર્તિ કરનાર ખૂબ જ ભાવોલ્લાસ જાગ્રત કરનાર શ્રી મહામંત્રની આરાધના ચિત્રનો પરિચય આ ચિત્ર મુમુક્ષુ પુણ્યાત્માની શ્રી નવકાર મહામંત્રની આરાધનાની પદ્ધતિને સૂચવે છે. આ ચિત્રમાં જમણે બૅટરી અને તેજવર્તુલના પાછલા ભાગે ગાઢ જંગલ દર્શાવ્યું છે, તે ભવ અટવી છે, તેમાં મિથ્યાત્વની કાજળઘેરી સઘન રાત્રિનો અંધકાર ચોપાસ પથરાયેલ દર્શાવ્યો છે. ચિત્રની પૃષ્ઠભૂમિકામાં અને જમણે નાના-મોટા દુર્ગમ પર્વતોની હારમાળા દર્શાવી છે, તે મોહનીય આદિ કર્મના વિષમ સંસ્કારો મોટે ભાગે જીવનમાં ક્લાયેલા છે, એમ સૂચવે છે. આવી વિષમતાઓના ઘેરાવામાં રહેલ પણ કો'ક પુણ્યાત્માને પૂર્વના પ્રકૃણ પુણ્યથી કો'ક પુણ્ય ક્ષણે જીવનશુદ્ધિના રાજપંથે લઈ જનાર ધર્મની આરાધનાનો સંકલ્પ થઈ આવે છે, અને આરાધના માટે તૈયાર થાય છે. પણ રાગ, દ્વેષ, મૃત્યુનો ભય, દુર્ગાન, કષાય, કર્મસત્તા, આદિ જંગલી જીવોનો ત્રાસ ઉપરાંત મિથ્યાત્વના અતિગાઢ અંધકારથી ગૂંચવાઈ જાય છે. એટલામાં દેવગુરુ કૃપાએ અનંત જીવોને પરમહિતકારી મોક્ષમાર્ગની સાધનામાં ઉપયોગી શ્રી નમસ્કાર મહામંત્રરૂપ હાથબત્તી(બૅટરી)નો પ્રકાશ જમણી બાજુથી (ચરમાવર્તક શુકલપાક્ષિક આદિ દિશાએ અનાદિકાલીન વામ-વિપરીત પ્રવૃત્તિ અટકાવવાથી દક્ષિણ મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિની સાહજિકતાએ) સાંપડે છે. તેના દિવ્યતેજથી આરાધક પુણ્યાત્મા પરમેષ્ઠીઓના શરણે વૃત્તિઓના સમર્પણની શકિત કેળવી આજ્ઞાધીનતારૂપે આરાધનાની શાશ્વત નિરાબાધ રાજમાર્ગરૂપ કેડી પર ચઢી જાય છે, અને ભવ અટવીમાં નિરાધાધપણે આત્મશક્તિઓને વિકસિત કરનાર અધ્યવસાય શુદ્ધિનો પર્વત દષ્ટિગોચર થાય છે. જેની સંકલેશ-હાનિરૂપ તળેટીએ પહોંચી આરાધક જીવ મોહના સંસ્કારોની અટપટી ગૂંચમાંથી મુક્તિ મેળવે છે. અને આરાધકભાવરૂપ શિખરના ભાગે પહોંચી જીવનશુદ્ધિનું સનાતન સત્ય મેળવવાની સક્રિય આરાધના પ્રારંભી શકે છે. આ પર્વત ઉપર શ્રી નવકારના પરમ તેજમાં લાધતી આચારવિચારની સરણિઓ દ્વારા આરાધક ભાવના શિખરે પહોંચી જઈ પુણ્યાત્મા જપમાં લીન બની આરાધનાને ગતિશીલ બનાવે છે. આ વખતે ભવ અટવીમાં અત્યાર સુધી હેરાન કરનારા જંગલી જનાવરોના ત્રાસથી શ્રી નવકારના જપ અને ધ્યાનની સ્કૂર્તિબળે છુટકારો મેળવે છે. મૃત્યુરૂપ હાથી કષાયરૂપ સર્પ રાગરૂપે સિંહ દુર્ગાનરૂપ વીંછી પરૂપ સૂઅર વળી શ્રી નવકારના દિવ્ય તેજથી અનાદિકાલીન વાસનાના કેન્દ્રસમા કંચન, કામિની, કુટુંબ, કાયાનાં ચાર વર્તુલોની અસારતા સમજાઈ જાય છે, તેથી ત્યાંની દષ્ટિ ખસેડી (બૅટરીના ઉપરના ભાગે) શ્રી નમસ્કાર Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા મહામંત્રના દિવ્ય તેજસ્વી વર્તુળ (જેમાં નવકાર મહામંત્રના દરેક પદોની ચિત્રાત્મક- પ્રતીકરૂપ ભાવવાહી સ્થાપના છે.) તરફ આરાધક જીવ દષ્ટિ સ્થિર કરે છે. તેજસ્વી વર્તુળના ઉપરના ભાગે નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્માના શાશ્વતપદને લક્ષ્યરૂપે મગજમાં સ્થિર કરે છે. દષ્ટિ અને મગજની ધ્યેયલક્ષિતા દર્શાવનારી તેજરેખા આરાધક ભાગ્યશાળીનાં નેત્ર અને મસ્તકમાંથી નીકળતી દર્શાવી છે. આવી સુંદર પદ્ધતિપૂર્વકની આરાધનાની મંગલપદ્ધતિ અપનાવવાના પરિણામે આરાધક ભવ્યાત્માની પાછળના ભાગે મોહનીય કર્મની વિશિષ્ટ પર્વતીય ગુફા વગેરેમાં વસનાર કર્મરૂપ મહારાક્ષસ (કે જે દુષ્ટાધ્યવસાયરૂપ તીક્ષ્ણ અણીદાર ભાલ અને દુરાચરણરૂપ ખડ્ઝ (તલવાર) લઈ અનાદિકાળથી દરેક જીવાત્માની પૂઠે પડ્યો છે.) પણ હતવીર્ય બની જાય છે. તેનું જોર કાંઈ ચાલતું નથી, પરિણામે આરાધક ભાગ્યશાળીના મુખારવિંદ પર પૂર્ણ નિર્ભયતા અને સ્વસ્થતા ઝળકે છે. તેમજ આરાધક મહાનુભાવ પોતાના શિરછત્રરૂપે શ્રી નમસ્કાર મહામંત્રની પરમોચ્ચ આધ્યાત્મિક શક્તિઓ અને દરેક વર્ષે ૧૦૮ ઉત્કૃષ્ટ વિદ્યાઓની મહાશક્તિઓના સંયુક્ત ઓજસ્વી પ્રવાહને પોતાના મસ્તકે વરસતો કલ્પી અવર્ણનીય પ્રસન્નતા અનુભવે છે. આ રીતે આરાધનાના રાજમાર્ગે સફળ૫ણે સંચરવાના કે ધપવાના વિકાસ માટે શ્રી અરિહંત પરમાત્માના સફળ માર્ગ નિર્દેશરૂપ શાસન ઉપર બહુમાન કેળવવાની જરૂર છે. તેથી આ ચિત્રમાં મધ્યભાગે સૌથી વધુ તેજસ્વી તારક સમા શ્રી અરિહંત પરમાત્મા દર્શાવ્યા છે. આ રીતે આ ચિત્રમાં સાધનામાં વિક્ષેપ ઊભો કરનાર અનાદિકાલીન સંસ્કારોના ગૂંચવાડા ઉપજાવનાર બાધક કર્મસત્તાના ચિત્રવિચિત્ર પ્રકારો પર વિજય મેળવી વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરીને આરાધક શી રીતે સફળ આરાધના કરી શકે? તેનું સંક્ષિપ્ત સર્વાગ સંપૂર્ણ દિગ્દર્શન જણાવ્યું છે. અધિકારી મુમુક્ષુ જીવો ગુરુગમથી વિશેષ ખુલાસો મેળવી જીવનને મહામંત્રની વિશદ આરાધનાના મર્મને સમજી મંગલમય આરાધના કરવા ભાગ્યશાળી બને. શ્રી નમ, મહામંત્રનું સ્મરણ = સંપત્તિ શ્રી નમ મહામંત્રનું વિસ્મરણ = વિપત્તિ ચૌદ પૂર્વનો સાર શ્રી જિન શાસનનો સાર, જેના મનમાં છે નવકાર, તેને શું કરે સંસાર ? Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૩૨ ૩ પરમ પૂજ્ય ગુરુદેવ પંન્યાસપ્રવર શ્રી અભયસાગર મહારાજ સાહેબ લિખિત-સંકલિત-સંપાદિત પ્રકાશનોની યાદી ૧. આગમ જ્યોતિર્ધર ભા.૧-૨ (પૂ આગમોદ્ધારકશ્રીનું ચરિત્ર) ૨. ભકિતરસ ઝરણાં ભા. ૧-૨ (પ્રાચીન ચોવીશી વિસી સ્તવનો) ૩. સ્તવ પરિજ્ઞા (પ્રાચીન આગમિક ગ્રંથ) ૪. સાગરનું ઝવેરાત (પૂ. ઝવેર સાગરજી મ.નું ચરિત્ર) ૫. સ્વાધ્યાય જ્યોત (પંચસૂત્ર ૧-૪ ભાષાંતર સપદચ્છેદ) ૬. મંગલ જ્યોત (પંચસૂત્ર-૧ પદચ્છેદ તથા ભાષાંતર) છે. આગમ જ્યોત (વર્ષ-૧ થી ૧૬) (પૂ આગમોદ્વારકશ્રીનાં વ્યાખ્યાનો) ૮. જ્ઞાન ઝરણાં (પૂ આગમોદ્ધારકશ્રીનાં વ્યાખ્યાનો) ૯. મહામંત્રનાં અજવાળાં (શ્રી નવકાર જાપની સમજ) ૧૦. આરાધના જ્યોત ભા. ૧ થી ૪ (શ્રી નવકાર આરાધના વિધિ) ૧૪. રત્ન કર્ણિકા (પૂ. પ૦ અભયસાગરજી મનું ચિંતન) ૧૫. સુવિચાર ઝરણાં (પૂ. પં. અભયસાગરજી મ.નું ચિંતન) ૧૬. જ્ઞાન જ્યોત (પૂ. પં. અભયસાગરજી મ.નું ચિંતન) ૧૭. આતમ જ્યોત (પૂ.પંઅભયસાગરજી માનું ચિંતન) ૧૮. અંતર જ્યોત (પૂ. પં. અભયસાગરજી મ.નું ચિંતન) ૧૯. અખંડ જ્યોત (પૂ. પં. અભયસાગરજી મનું ચિંતન) ૨૦. મંગલ જીવન (હિન્દી) (પૂ. પં. અભયસાગરજી મનું ચિંતન) ૨૧. મંગલ વાણી (હિન્દી) (પૂ. પં. અભયસાગરજી મ.નું ચિંતન) ૨૨. નવકારની અદ્ભુત ઘટના (ડૉ. ઝવેરીનો અનુભવ) ૨૩. નવકાર જ્યોત (શ્રી નવકારનાં કાવ્યો) ૨૪. આત્મ શુદ્ધિ જ્યોત (કાવ્યો) ૨૫. વીતરાગને ચરણે (રત્નાકર પચીશી-કાવ્ય) ૨૬. વંદના જ્યોત (ભકિત કાવ્ય) ર૭. આગમનાં અજવાળાં (આગમ વાચનાનો ઇતિહાસ) ૨૮. આગમ વાણી (આગમના માર્મિક વાકયો) ૨૯. પંચસૂત્ર વાર્તિક (પૂ આગમોદ્ધારકશ્રીજીની પંચસૂત્ર ટીકા ઉપર વાર્તિક) ૩૦. શ્રી દ્રવ્ય સપ્તતિકા વિવેચન (સાતક્ષેત્ર સંબંધી શાસ્ત્રાધાર સાથે વિવેચન) ૩૧. જૈન શાસન સંસ્થા બંધારણ (હિન્દી) (સાતક્ષેત્ર સમજ) Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૩૨. ધર્મદ્રવ્ય વ્યવસ્થા ૩૩. સાતક્ષેત્ર વ્યવસ્થા (સંક્ષિપ્ત) ૩૪. ભકિત જ્યોત ૩૫. આપણે શું મેળવ્યું? ૩૬. વિવેકનાં અજવાળાં ૩૭. આરતી જ્યોત ૮. સામાયિકનો ઝણકાર ૩૯. દીવાદાંડીનાં અજવાળાં ૪૦. આનંદ રત્નાકર ભા. ૧ ૪૧. ભટેવા પાર્શ્વનાથ સ્મારક ગ્રંથ ૪૨. માંડવગઢ તીર્થ ઈતિહાસ ૪૩. આદર્શ શ્રાવકપણું ૪૪. આદર્શ સાધુપણું ૪૫. શ્રી સીમંધર શોભા તરંગ ૪૬. શ્રમણ સાધના ૪૭. અધ્યાત્મસાર પ્રશ્નોત્તર ૪૮. સાગરનાં મોતી ૪૯. હિતોત્તમ હર્ષમાલા ૫૦. જ્ઞાન ગંગા ૫૧. શ્રી સિદ્ધહેમ લઘુવૃત્તિ ૫૪. શ્રમણ ધર્મક્રિયા ૫૫. મુકિતના પંથે (ભા. ૧-૨) ૫૬. શ્રમણધર્મ આરાધના ૫૭. સાધુતાની જ્યોત ૫૮. સાધુતાનાં અજવાળાં ૫૯. ભકિત ગુંજન ૬૦. આત્મ શુદ્ધિ ચંદ્રિકા ૬૧. મંગલ જ્યોત ભા. ૧ થી ૪ (સાતક્ષેત્ર સમજ) (સાતક્ષેત્ર સમજ) (અષ્ટપ્રકારી પૂજા પદ્ધતિ) (આધુનિક શિક્ષણનું ફળ) (પરદેશમાં એમસીની મહત્તા) (ચોવીશ ભગવાનની આરતી) (૩ર દોષની સમજ) (માર્મિક સુવાકયો) (પૂ. આગમોદ્વારકથી પ્રસ્તાવના સંગ્રહ) (ઐતિહાસિક) (ઐતિહાસિક) (શ્રાવક વિષે) (સાધુતા વિષય) (સાહિત્યિક અપ્રગટ રાસ) (સાધુ ઉપયોગી) (નવતત્વ પર નય વિચારણા) (ઔપદેશિક સુવાક્યો) (ઔપદેશિક સુવાકયો) (પદેશિક સુવાકયો) ભા. ૧ થી ૩ (પ્રાયશ્ચિત્તની સંક્ષિપ્ત સમજ) (યોગ્ય વ્યક્તિ માટે ૧૮ નવકાર) Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૩૨૫ ભૌગોલિક સાહિત્ય નામ વિષય ૧. તત્વજ્ઞાન સ્મારિકા (ભૂગોળ સંબંધી વિદ્વાનોના લેખો) ૨. તત્ત્વજ્ઞાન સ્મારિકા ભા. ૧ થી ૫ (ગુજરાતી) (ભૂગોળ સંબંધી વિદ્વાનોના લેખો) ૩. તત્ત્વજ્ઞાન સ્મારિકા (સંસ્કૃત) (ભૂગોળ સંબંધી વિદ્વાનોના લેખો) ૪. તત્ત્વજ્ઞાન સ્મારિકા (હિન્દી) (ભૂગોળ સંબંધી વિદ્વાનોના લેખો) ૫. તત્ત્વજ્ઞાન સ્મારિકા (ઈંગ્લિશ) (ભૂગોળ સંબંધી વિદ્વાનોના લેખો) ૬. તત્ત્વજ્ઞાન સ્મારિકા ચિત્રાવલી (જંબૂદ્વીપ સંબંધી) ૭. જંબુદ્વીપ ભા૧ થી ૪ (ભૂગોળ સંબંધી વિદ્વાનોના લેખો) ૮. સત્ય શું ? ભા. ૧-૨ (ગુજરાતી) (ભૂગોળ સંબંધી વિદ્વાનોના લેખો) ૯. વિજ્ઞાન એક વિમર્શ (ગુજરાતી) (તટસ્થ વિચારણા) ૧૦. વિશ્વમાં આપણે કયાં? (ગુજરાતી) (જંબૂદ્વીપમાં આપણું સ્થાન) ૧૧. મંગલ સંદેશ (ગુજરાત) (અભિપ્રાય) ૧૨. ખગોળ-ભૂગોળ સાહિત્ય (ગુજરાતી) (પૃથ્વીની ગતિ-આકાર વિષે શાસ્ત્રાધાર) ૧૩. શું એ ખરું હશે ? (ગુજરાતી) | (ગતિ-આકાર વિષય) ૧૪. ભૂગોળ ભ્રમણ પ્રશ્નાવલી (ગુજરાતી) (તટસ્થ સમીક્ષા) ૧૫. પૃથ્વીનો આકાર નિર્ણય (ગુજરાતી) ૧૬. શું પૃથ્વી ખરેખર ફરે છે ? (ગુજરાતી) ૧૭. કોણ શું કહે છે ? (ગુજરાતી) ૧૮. વિશ્વનો આકાર પ્રશ્નોત્તરી (ગુજરાતી) ૧૯. પૃથ્વી ખરેખર ગોળ નથી ? (ગુજરાતી) ૨૦. એપોલોની ચંદ્રયાત્રાનું રહસ્ય (ગુજરાતી) (ભા. ૧-૨) ૨૧. એપોલો કયાં ઊતર્યું? (ગુજરાતી) ૨૨. આપણી પૃથ્વી (ગુજરાતી) ૨૩. વિચારક વિદ્વાનોની સેવામાં (ગુજરાતી) ૨૪. એપોલો ચંદ્ર યાત્રા ? (હિન્દી) ૨૫. પૃથ્વી કૈસી ? (હિન્દી) (ભા. ૧-૨) ૨૬. કન કયા કહતા હૈ? (હિન્દી) (ભા. ૧) ૨૭. પૃથ્વી કી ગતિ એક સમસ્યા (હિન્દી) (ભા. ૧-૨) Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા ૨૮. પ્રગતિ પરિચય ઔર સંમરિયાં (હિન્દી) ૨૯. કૌન કયા કહતા હૈ? (હિન્દી) (ભા. ૨) ૩૦. સોચો ઔર સમજે (હિન્દી) ૩૧. પ્રશ્નાવલી (હિન્દી) (ભા. ૧-૨) ૩૨. ભૂગોળ વિજ્ઞાન સમીક્ષા (હિન્દી) ૩૩. કયા પૃથ્વી કા આકાર ગોલ હૈ ? (હિન્દી) ૩૪. કયા યહ સચ હોગા ? (હિન્દી) ૩૫. વિજ્ઞાનવાદ વિમર્શ (હિન્દી) ૩૬. કયા એપોલો ચાંદ પહોંચી ? (હિન્દી) ૩૭. પૃથ્વી કા આકાર નિર્ણય-એક સમસ્યા (હિન્દી) ૮. સત્ય શોધ યાત્રા (સંસ્કૃત) ૩૯. ભૂગોળ ભ્રમ ભંજની (સંસ્કૃત) ૪૦. કસ્યનીયર (અંગ્રેજી) ૪૧. વોટ અધર સે ? (અંગ્રેજી) ૪૨. ડઝ ધ અર્થ રીયલી સેટેટ? (અંગ્રેજી) ૪૩. એ રીવ્યુ ઑફ ધી અર્થ શાર્પ (અંગ્રેજી) ૪૪. વિજ્ઞાન કાર્ય વિમર્શ (સંસ્કૃત) પ્રાપ્તિસ્થાન : ૧. સારાભાઈ મોહનલાલ શાહ તંબોળીવાડો, ઘીમટો, પાટણ (ઉ.ગુ.) ૩૮૪ ૨૬૨. ૨. કુમારપાળ જયંતીલાલ શાહ C/o કૌશિક યંતીલાલ રમકડાં માર્કેટ સામે, પાનકોર નાકા, અમદાવાદ - ૩૮૦ ૦૦૧. Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા શ્રી વર્ધમાન સ્વામિને નમ: “શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા' પુસ્તકના સહાયકોની યાદી રૂપિયા ૧૦૧૫૦/- થી ચાણસ્મા જૈન સંઘ શ્રાવિકાઓ તરફથી જ્ઞાનખાતાના, ચાણસ્મા. ૫00/- શ્રીમતી સુશીલાબેન બાબુભાઈ કમલતિલક વર્ધમાન તપ આયંબિલ ખાતું, અમદાવાદ ટ્રસ્ટ તરફથી, હક નરેન્દ્રભાઈ. ૧૨00/- પ્રતિમાબેન ચંદ્રકાન્તભાઈ શાહ, અમદાવાદ. ૧૦/- પ્રેરણાબેન ભદ્રેશભાઈ શાહ, અમદાવાદ. ૧000/- ભારતીબેન અશ્વિનભાઈ શાહ, અમદાવાદ. ૧૦૦૦૦/- જે. આર. શાહ, અમદાવાદ. ૫૦૦૦/- આશિષ માણેકલાલ શાહ, અમદાવાદ. ૩૦૦/- પ્રકાશભાઈ અંબાલાલ શાહ, અમદાવાદ હ. બી. આર. શાહ. પ00/- શ્રીમતી શાંતાબેન જેચંદભાઈ કોઠારી, જલગાંવવાળા. ૧૫00/- શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ઉપાશ્રય, બહારકોટ વેરાવળ ૫૦ પૂ. પં. શ્રી નિરૂપમ સાગરજી મની પ્રેરણાથી. ૧000/- તંબોળીવાડ – સાધ્વીજી ઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી, પાટણ. પ000/- પૂ. સા. શ્રી સુલસાથી મની પ્રેરણાથી કેશરબેન પ્રેમચંદભાઈ શાહ ટ્રસ્ટ, ચાણસ્મા. પ09/- રઈબેન ચંદુભાઈ શાહ, લવારવાડો, ચાણસ્મા. ૧૧૦૦/- બાબુલાલ ડાહ્યાભાઈ શાહ, હ. અશ્વિનભાઈ, ચાણસ્મા. ૧૦૦૦/- ચંપાબેન પૂનમચંદભાઈ શાહ, ચાણસ્મા. ૫૦/- કીર્તિભાઈ કોઠારી, હરાકેશભાઈ, પાલનપુર. ૫00/- શ્રી મહાવીર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જ્ઞાનખાતાના ૧% - ગોવિંદભાઈના સ્મરણાર્થે, હ, સુંદરભાઈ. ૧૦0/- ભદ્રાબેન રમણભાઈ શાહ, ચાણસ્મા. ૧૦૦૦/- શારદાબેન નરેન્દ્રભાઈ શાહ, અમદાવાદ. ર00/- જશોદાબેન નાનુભાઈ પંચાલ, અમદાવાદ. ૫- ડૉ. મનુભાઈ એસ. શાહ, રાજકોટ. 2000/- શકરીબેન જૈન ઉપાશ્રય, અમદાવાદ, જ્ઞાનખાતાના હ, રસીલાબેન રજનીકાન્ત શાહ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી નમસ્કાર મહામંત્ર નવચંદ્રિકા રૂપિયા ૧૧00/- શ્રી મહેન્દ્રભાઈ પાનવાળાની દીક્ષા નિમિત્તે થયેલ ઊપજમાંથી પૂ. પં. શ્રી જિનચંદ્ર સાગરજી મ. સા. તથા પૂ. પં. શ્રી હેમચંદ્ર સાગરજી મ. સાની પ્રેરણાથી. ૫૦૦૦/- ડૉ. જિતુભાઈ પી. શાહ, પાલનપુર. ૨૫0/- શ્રી શાહ ખાતે, હ૦ રતિલાલ ચી. દોશી. અમદાવાદ. ૧૧૦9/- ઊંઝા જૈન મહાજન પેઢી, જ્ઞાન ખાતા. ૧૦0/- કુમુદીબેન રાજુભાઈ શાહ, ઊંઝા. ૧%/- તારાબેન (બાપુબેન) જે. શાહ, ચાણસ્માવાળાના સ્મરણાર્થે તેમના સુપુત્રો તરફથી ૧૧૧૧/- કાન્તાબેન ચંદુલાલ ડી. શાહ, અમદાવાદ. ૫૦/- ભાનુબેન મધુભાઈ ભાવસાર, ચાણસ્માવાળા (વાંકાનેર) Page #384 -------------------------------------------------------------------------- ________________ 00 હો હો હો હો હા હીહીહીહીહીહીહી, મહામંગલ શ્રી નવકાર છે શ્રી નવકાર મંત્ર એટલે તાવી-તાવીને ચોકખું કરેલું શુદ્ધ ઘી. શ્રી નવકારમંત્રની આરાધનાના વાતાવરણથી વિરાધનાની દુર્ગંધ દૂર થાય છે, અને આરાધનાની સુવાસ ફેલાય છે. શ્રી નવકારમંત્રના મહિમાથી વિદ્ગો ટળે, આત્મામાં નિર્મળતા પ્રગટે, વંછિત ફળે અને અગ્નિ પણ જળરૂપ બને, એવા આ મંત્રનો મહિમા અપરંપાર છે. ત્રણે કાળમાં શ્રી નવકારમંત્ર શાશ્વત છે. સનાતન છે. દુનિયામાં બધા શબ્દો ફરે પણ શ્રી નવકારમંત્રના શબ્દો ત્રણે કાળમાં ફરે નહીં. જેના હૈયામાં પવિત્રતા પૂર્વક શ્રી નવકારમંત્રનું રટણ ચાલુ રહે છે, તેના પાપો નાશ થાય છે. અરે ! એટલુંજ નહિ પણ શ્રી નમસ્કાર ગણનારને બીજો કોઈ હાથ જોડે, પ્રશંસા કરે તો તેના પણ પાપો નાશ પામે છે. શ્રી નવાકરમંત્રની ઉપાસના, આરાધના, સાધના, જાપ, રટણ, સ્મરણ, ઉચ્ચારણ વિગેરે સંસારની વિચિત્રતામાંથી, અને શરણતામાંથી, દુઃખની જવાળામાંથી તારણહાર છે. કર્મને નહિ, કર્મની પરંપરા તોડવા માટે શ્રી નવકારમંત્ર છે. દુઃખને નહિ, દુઃખની પરંપરા તોડવા માટે શ્રી નવકારમંત્ર છે. મરણ નહિ, મરણની પરંપરા તોડવા માટે શ્રી નવકારમંત્ર છે. જન્મ નહિ, જન્મની પરંપરા તોડવા માટે શ્રી નવકારમંત્ર છે. પાપ નહિ, પાપની પરંપરા તોડવા માટે શ્રી નવકારમંત્ર છે. પં. શ્રી અભયસાગરજી મ. સા. રોકી શીરો ali ration Internation For Private Personal use only www.jainelibrar