________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૧૧૯
ક્ષેમ = આવેલ – મેળવેલ ચીજનું રક્ષણ કરે. ગીતામાં શ્રી કૃષ્ણ વારંવાર ઘોષણા કરી છે કે, ★ न मे भक्त: प्रणश्यति
મારો ભગત કદી યોગ્ય ચીજના ભોગથી વંચિત ન રહે. * ચાલેમ વાગ્યમ્
મારા ભકતના યોગક્ષેમનું વહન કરું છું એટલે અનન્ય શ્રદ્ધા અને હાર્દિક સમર્પણ સાથે આરાધ્ય પ્રતિ મૂકી જનાર કદી પણ આધ્યાત્મિક રીતે દીન-હીન બનતો નથી, તેમ વ્યાવહારિક રીતે કયારેક મુશ્કેલી નરસિંહ મહેતાની જેમ ભલે આવે પણ છેવટે કુંવરબાઈનું મામેરું એ ભકિતયોગની દેણગી છે.
માટે શ્રી નવકારના આરાધકે અંતરથી પરમેષ્ઠીઓની આજ્ઞાને સરંડર બની, તેમની આજ્ઞાને મુદ્રાલેખ બનાવી, તે રીતના જીવનઘડતર માટે વિશિષ્ટ પ્રયત્ન કરવો ઘટે. જાપની વ્યવસ્થા જાળવવા સાથે નિયમિત દિનચર્યા, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા છેવટે જળ – ચંદન – પુષ્પ તો કરવી, સ્વદ્રવ્યથી ધૂપ, દીપ, નૈવેધ, ફળ રજાના દિવસે અગર સાંજે, રાત્રિભોજન ત્યાગ રાત્રે તો પછી ઘર બહાર ન જવું. ખાસ કારણની વાત જુદી. હરવા - ફરવામાં આધ્યાત્મિક શક્તિઓ ખૂટી જાય, ભાઈબંધોથી આપણી આંતરિક શક્તિઓ ક્ષીણ થાય. તેઓના હસ્તસ્પર્શ, તેના મેંટલથોટ્સ વગેરેથી પણ અદશ્યપણે – સ્પિરિચ્યલ પાવર ક્ષીણ થઈ જાય. માટે ખૂબ જ સાવધ રહેવું. આપણા જીવનના ઉત્થાન માટે અનુભવી હિમાલયના શિખરના યોગીનું વાકય વિચારવું ઘટે.
"साधक को चाहिए कि अंतर की उर्जा बढे ऐसे ज्ञानी गुरु के चरणो में ज्यादा रहना" "संसारकी दोस्तो की मंडली अपनी भीतरी उर्जाओ
ક્ષી જ રે” જરૂર આ બે વાકયો પર વિચાર કરવો,
અંતરની ઊર્જાને વધારવા ઘરમાં આરાધના મંદિર પાસે વધુ સમય રહેવાની જરૂર છે. તમે સાધુ થઈ જાઓ એમ મારે નથી કહેવું, પણ આ અંગે જરા લક્ષ્ય આપો. તમો સમજુ છો, રસ્તો નીકળશે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org