________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
છે. તમારું લક્ષ્ય તે બાજુ જાગ્રત રહે એ ઇચ્છનીય છે. વિચારોની ઉત્પત્તિ સ્થૂલભૂમિકાએ છે, વિવેકની ઉત્પત્તિ તે કરતાં જરા ઊંડાણમાં છે. પણ સાધના સૌથી વધુ ઊંડાણમાં અંતરાત્માના યોગ્ય વલણ પર નિર્ભરિત છે.
એટલે સાધનાનું સ્તર વ્યવસ્થિત રીતે તૈયાર કરવા માટે ખૂબ જ સાવધાનીની જરૂર છે.
અંતરાત્માના સ્તર સુધી વિવેક દૃષ્ટિ મેળવ્યા વિના ખબર ન પડે કે સાધનાનું ઘડતર થયું છે કે નહીં? સાધનાના ઘડતરની વિશિષ્ટ નિશાની એ છે કે સાધકની વિચારસરણમાં ધરખમ ફેરફાર થઈ જાય, એટલે જગતના અનિષ્ટ પદાર્થો ભૌતિક દૃષ્ટિકોણથી ખરાબ મનાય – પણ આત્મિક દૃષ્ટિકોણથી જગતના અનિષ્ટ પદાર્થો પણ આત્મા પર છાઈ રહેલ કર્મોના આવરણને હઠાવવા મદદગાર થઈ પડતા હોય તો તે તે અનિષ્ટ પદાર્થો પણ સાધકને આવકારદાયક લાગે અને જગતના ઇષ્ટ સુંદર પદાર્થો અંતરમાં રાગ વૃત્તિ જગાડી આત્મા પર મોહનું આવરણ વધારી મૂકે એટલે તે અનિષ્ટ બની જાય કે તિરસ્કારપાત્ર લાગે, આમ અંતરની દૃષ્ટિમાં ધરખમ અસરો થઈ જાય. એ સાધનાના ઘડતરની વિશિષ્ટ નિશાની છે.
બીજી નિશાની એ છે કે,
દુનિયાના ભૌતિક દુ:ખોની પ્રત્યાઘાતી અસર સાધકને ન થાય.
એટલે સમજુ માણસ તાવ કડવાશથી મૂંઝાય નહીં.
-
૮૧
આદિ રોગને કાઢવા કડવી દવા હસતે મોંએ પીએ. દવાની
તેમ સાધના પંથે ધપેલ પુણ્યાત્મા સંસારથી વિષમ પરિસ્થિતિઓને અજ્ઞાત અવસ્થામાં બાંધેલ અશુભ કર્મોની પરંપરાને હઠાવનાર સમજી હસતે મોંએ દુ:ખને સામી છાતીએ સહન કરવા તૈયાર
થાય.
ટૂંકમાં દુ:ખમાં દીનતા ન દાખવે એ સાધનાની બીજી નિશાની છે.
વળી સાધનાના પંથે ચાલતો પુણ્યાત્મા રાગ-દ્વેષ-અશુભ સંસ્કારોની પકકડને ઢીલી કરવા મથામણ કરે, વિષયની વિકારી વાસનાઓના ફંદાને હઠાવવા પ્રયત્ન કરે.
Jain Education International
આ જાતની સાધના પ્રારંભિક અવસ્થામાં નિખાલસ શરણાગતિની કેળવણી સાથે આજ્ઞાપાલનની નિષ્ઠાપૂર્વક વ્યવસ્થિત નિયત સમય - નિયત સંખ્યાના ઉપયોગ સાથે જાપ રૂપે થાય છે.
તેના અમલીકરણ વિના સાધનાનો પાયો સ્થિર થતો નથી. વાંચન, ચિંતન, મનન એ બધું જપયોગના પાયા દૃઢ કરવા માટે છે. માટે આજ્ઞાની નિષ્ઠા અને સમર્પણ ભાવપૂર્વક કરાતી જપયોગની પ્રવૃત્તિ સાધનાનું પ્રાથમિક સ્વરૂપ છે. તે ભૂમિકાએ તમો આગળ વધો એ અંતરની કામના.
For Private & Personal Use Only
www.jainelibrary.org