________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચિંદ્રિકા
પાલનપુર
૧૩-૮-૮૩ વિ. શ્રી નવકારના જાપની પાત્રતા માટે સૌથી પહેલી જરૂર છે નિખાલસ દિલની! તથા સ્વાર્થવૃત્તિના ત્યાગની, આંતરિક ભાવોની સપાટીએ સ્વાર્થનો કચરો ઊભરાતો હોય કે છળ-કપટની માત્રા હોય ત્યાં લગી શ્રી નવકારના જપ કરવા માટે પાત્રતા કેળવાઈ ન ગણાય. વિચારોના પ્રવાહની તાણ પણ જાપની પાત્રતા ઘટાડે છે.
આજ્ઞાધીન જીવનની કક્ષા જાપની વિશિષ્ટ પાત્રતા સૂચવે છે. વિકારોનો સંયમ લક્ષ્યમાં રાખી વ્યવસ્થિતપણે કરાતા જાપથી અચૂક લક્ષ્યસિદ્ધિ થાય જ છે. આપણી પાત્રતાનો પણ વિકાસ થાય છે. પાત્રતાના વિકાસની પારાશીશી બે છે.
(૧) આપણી સ્વચ્છંદતા કે મનના છૂટા દોરને આપણે કેટલો કાબૂમાં લાવી શકયા? (૨) જ્ઞાની મહાપુરુષોની આશા-નિશ્રાને વફાદાર કેટલા બની શકયા?
આપણને શું ગમે ? સ્વચ્છંદતા કે આજ્ઞાનિકા! એ ઉપરથી આપણી પાત્રતાનો વિકાસ પારખી શકાય છે. આ જાતની પાત્રતા કેળવવાનો એક અચૂક ઉપાય છે કે માત્ર આત્મશુદ્ધિના લક્ષ્યથી નિયત સમયે – વ્યવસ્થિત રીતે શ્રી નવકાર મહામંત્રનો જાપ કરવો.
ભલે! સંખ્યાનું પ્રમાણ નાનું હોય તો પણ સમય અને સ્થાનની ચોકકસાઈ જાળવીને કરાય તો નાની સંખ્યાનો પણ જાપ આપણી અપાત્રતાને ઊપજાવનાર મોહના સંસ્કારોને હઠાવી દે છે. બરાબર ધારીને મારેલી નાની કાંકરી મોટા પાણીના ઘડાને પણ ફોડી નાંખે, તેમ આ સમજવું – જરૂર છે વ્યવસ્થિત જાપની!
આવા જાપમાં શરૂઆતમાં કાયાને ભેળવવી પડે, પછી વચન ભળે પછી મન ભળે, છેલ્લે આત્મા પણ એમાં એકાકાર બની જાય. પહેલે દિવસે નવકારવાળી લઈને બેઠા કે મન – આત્મા એકાકાર ન બને તો હતાશ ન બનવું.
થોડા દિવસ પરાણે કાયાને બેસાડવી પડે, કાયા બરાબર બેસતી જાય પછી વચન – પોતાની ધારી જાપ રીતે આવે. તે બંને આવ્યા કે મન પછી કૂદાકૂદ કરતું અટકે જ, મનની કૂદાકૂદ બંધ થયેથી આત્માની પણ અસ્થિરતા દૂર થાય. આત્મા પણ જાપમાં એકાકાર બની જાય. પદ્ધતિપૂર્વક જાપના માર્ગે ચાલવાની જરૂર છે, ઉતાવળ એ સાધનાનો દોષ છે. માટે શ્રદ્ધા – ધીરજ સાથે સ્થાન-સમયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org