________________
૨૨૬
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
આટલા ગ્રંથોનું વાંચન ખૂબ જ ઝડપી રીતે વિકારો ક્ષીણ કરે છે, જ્યારે જ્યારે દષ્ટિથી વિકારની શરૂઆત થાય ત્યારે ત્યારે મનમાં ચૂલિકાનો ચિંતનાત્મક જાપ શરૂ કરી દેવો. વળી ચૂલિકાના પાકા ઘડતર વિના મંત્રદીક્ષા ઊંધાં પરિણામો લાવે છે. વળી સંસારી માણસોને મંત્રદીક્ષા પપ થી ૬૦ વર્ષની વય પછી ચોથા વ્રતની બાધા આવ્યા બાદ આપી શકાય. અપરિપકવ દશામાં દીક્ષા આપીએ તો સંસારી માણસો તેને જીરવી શકતા નથી. પરદોષદર્શન, પરનિંદા, સંસારી વાસનાઓની સતામણી આ બધા મંત્રદીક્ષાના તત્ત્વને સારહીન કરી નાંખે છે. તેથી જ આરાધક જીવે પાત્રતાનુસાર આરાધનાના પંથે આગળ વધવા માટે પ્રયત્ન કરવો.
ગે)
૨૯-૯-૮૩
શ્રી નવકારની આરાધનાના પંથે પગલાં ભરવા માંડ્યા પછી જાતનો વિચાર કે પ્રગતિની તમન્ના શરણાગતિભાવની ખામી સૂચવે છે. વિચારોમાં છૂટક વેરાયેલા અહ-મમનાં બીજ કયારેક સંસ્કારોના માધ્યમથી વિકૃત રૂપે આરાધનાના પંથે ફૂટે છે તે તરફ ખૂબ સાવચેત થવાની જરૂર છે.
આંતરિક નિખાલસતા સાથે આરાધનાની જવાબદારી કર્તવ્યનિષ્ઠા વધુ જરૂરી છે. જ્ઞાની પુરુષોનાં વચનોને હૃદયમાં અંકિત રાખી તે મુજબ જીવનના ઘડતર માટે સતત પ્રયત્ન કરવો, જીભ પર તાળું મારવું અને હૈયામાં બીજો ભાવ ન રાખવો, આ ત્રણ બાબત ખાસ જરૂરી છે.
આરાધનાના માર્ગે વિદનો – અનિષ્ટો ઘણાં આવે તે સહજ છે પણ તે બધાને આપણી આરાધનાની યથાર્થતાનાં સીમાચિહ્નો સમજીને બધાને સુસ્વાગત કહેવા સાથે હિંમતભેર વટાવી દેવાં જરૂરી છે.
આશા-નિરાશાના હિંડોળે ઝૂલા ખાતા મનને શ્રદ્ધા-ભકિતના હિંડોળે બેસાડવાની ખાસ જરૂર છે. અંતરમાં પરમેષ્ઠીઓ પ્રતિ વિશિષ્ટ ગુણાનુરાગ જાગે ત્યારે અંતરમાં અદ્ભુત અહોભાવ જાગે. તે અહોભાવના પ્રકાશમાં આપણી હીનતા - ક્ષતિઓને ઓળખવાનો પ્રયત્ન કરવો તે આરાધનાનું હાર્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org