________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
છે
૨૪
વડગામ (પાલનપુર)
ર૯-૬-૮૩, જેઠ વદ ૪ વિ ગયા પત્રમાં જે ધર્મ સત્તાની વાત કરેલ તે ધર્મ મહાસત્તા એટલે જગત આખું પોતપોતાના સ્વભાવની મર્યાદામાં ચાલે છે તેની ઓળખાણ. માત્ર આત્મા - જીવ તત્ત્વ એવું છે કે પોતાને ' સ્વભાવને ભૂલી પુદ્ગલના મોહમાં વિપરીત આચરણ કરે છે. તે ધર્મ-મહાસત્તાનું અપમાન છે.
ધર્મ-મહાસત્તાનું અપમાન કરનારને કર્મસત્તા હેરાન કરે છે. ધર્મ મહાસત્તાનો આદર કરનાર પર કર્મસત્તા પ્રસન્ન થઈ શુભ સામગ્રી, વાતાવરણ ભોગસામગ્રી આપે છે.
એટલે દુનિયામાં કર્મસત્તાને મહાપ્રબળ અને કર્મસત્તા બલવાન છે” “કરમ કી ગતિ જાણે ન કોય આવાં વાકયોથી ભલભલા ડાહ્યા ગણાતા પણ ઢીલા પડે છે. પણ હકીકતમાં ધર્મ-મહાસત્તાની અજ્ઞાન દશાથી કર્મસત્તાનો ડર આપણને લાગે છે.
શ્રી નવકાર ધર્મ-મહાસત્તાના મહા-ધુરંધર સત્તાધારીઓની આશાના સ્વીકારનો ઘોષ છે. તેના દ્વારા આપણા આત્માની અત્યાર સુધી ધર્મ મહાસત્તાની કરેલી અવગણનારૂપ પાપોના પ્રાયશ્ચિત્ત રૂપે ધર્મ મહાસત્તાના આશૈશ્વર્યને સ્વીકારવાની વાત થી નવકારમાં છે.
આ રીતની શ્રીનવકારની ઓળખાણ આપણા અંતરમાં એવો દિવ્ય પ્રકાશ આપે છે. પરિણામે દિવ્યશ્રદ્ધાનાં દ્વાર ખૂલી જાય છે. જેના બળે આત્માએ કરેલ મહાભયંકર પાપોનો સદંતર વિનાશ થાય તેમ જ દિવ્ય સુખોની પ્રાપ્તિ સહજમાં થઈ જાય.
જેમ કે કો'ક નગરમાં ભારે ચોરી થઈ, તે ચોરી કરનારો મહા ચબરાક ચાલાક – પકડાતો નહીં. કોટવાળ – મંત્રી અને ગુપ્તચર વિભાગે મહામહેનતે તેને પકડ્યો. રાજા આગળ ઊભો કર્યો, રાજા વર્ષો જૂના રીઢા તે ચોરની ઘણી ચોરીના જુલમથી ગુસ્સે થયેલ. રાજાએ તે ચોરને શૂલીએ ચડાવવાનો હુકમ કર્યો, એટલે અણીદાર લોખંડના ખીલાને પીઠમાંથી આરપાર ખોસી રિબાઈને મારવાની સજા કરી. ચોકીદારો અને જલ્લાદોએ પકડીને શૂળી-અણીદાર ખીલા પર સુવાડી દીધો. રાજાએ જુલમી તે ચોરના ત્રાસથી પ્રજાને છોડાવવા કડક હુકમ કર્યો કે કોઈએ તેની સાથે વાત ન કરવી, જે કોઈ વાત કરશે તે ચોરનો સાગરીત ગણાશે તેને પણ યોગ્ય સજા થશે.
પેલો ચોર અણીદાર ખીલા પર – શૂળી પર ભારે વેદનાથી ખૂબ બૂમ-બરાડા પાડે છે. એમ કરતાં ગરમીથી તરસ લાગી - પાણી પાણી બૂમો મારે છે. પણ રાજાના કડક હુકમથી કોઈ ચોરની પાસે જતું નથી. એટલામાં તે નગરના ધર્મિષ્ઠ એક શ્રાવક – સારો શ્રીમંત શેઠ ઘોડા પર બેસી બહારગામથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org