SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આવતો હતો. ચોરને કરાતી સજા જેવા હજારો માણસો ભેગા થવા છતાં કોઈ ચોરને પાણી આપવા તૈયાર નથી. આ જોઈ શેઠને ભારે કરુણા થઈ. પોતે ઘોડેથી ઊતરી ચોરનું પણ કલ્યાણ થાય તેથી ચોરની પાસે આવી ચોરને કહે કે ભાઈ નમો અરિહંતાાં આટલું બોલ તો તને પાણી પાઉં. પેલો તરસ ઘણી હતી તેથી ગરજે બોલ્યો કે શેઠ ! તમે કહો એ બોલું. શેઠે ત્રણચાર વાર નમો અરિહંતાણં બોલાવડાવ્યું, ચોરને બોલતાં આવડી ગયું એટલે શેઠ પાણી લેવા ગયા. ચોર નમો અરિહંતાણં બોલવા લાગ્યો. થોડીવારે નીચે અણીદાર ખીલો વધુ ઊંડો ઉ.તારવા જલ્લાદોએ મહેનત કરી એટલે ચોર ઓ બાપરે! મરી ગયો રે ! બોલી ચીસો પાડવા માંડ્યો. ૫ એટલામાં શેઠને સામેથી પાણી લઈને આવતા જોયા, ચોરને થયું કે જો શેઠે કહેલું નહીં બોલું તો શેઠ પાણી નહીં પાય. એટલે ચોર શેઠનું કહેલું પદ યાદ કરવા માંડ્યો, પણ દુ:ખની વેદના તેમ જ કંઈ વધુ પરિચય નહીં તેથી નમો અરિહંતાણં યાદ ન આવ્યું પણ મનમાં એમ થયું કે છેલ્લે તાણં કે એવું કંઈક હતું. એટલે તેણે મનની શ્રદ્ધાના આધારે જોડી કાઢ્યું છે. “આણં તાણં કંઈ ન જાણું શેઠ વચન પરમાણું'' આ મંત્ર જપવા માંડ્યો. શેઠ નજીક આવવા લાગ્યા, પાણીનો કળશિયો જોઈ રાજી થઈ નમો અરિહંતાણં ના બદલે “આણં તાણં કંઈ ન જાણું શેઠ વચન પરમાણું' એમ જોરથી જપવા લાગ્યો. શેઠ પાણી લઈને હજારો માણસ વચ્ચે થઈને ચોર પાસે આવે તે પૂર્વે તો જલ્લાદોએ ચોરને અણીદાર ખીલામાં વધુ પરોવી દીધો. પરિણામે તે મરી ગયો. પરંતુ મરતાં મરતાં પણ શેઠના કહ્યા પ્રમાણે શ્રી નવકારના પ્રથમપદમાં મન લાગી ગયેલું, તેથી મરીને વ્યંતરનિકાયમાં દેવ થયો. એટલે ભયંકર પાપોથી નરકના મહેમાન થઈ શકનાર ચોરને પણ ધર્મમહાસત્તાના હાર્દિક સ્વીકારથી કર્મસત્તાને પણ ઝૂકી જઈ સદ્ગતિ દેવલોકની આપવી પડી. આ રીતે અજ્ઞાન કે મોહદશાથી ધર્મ-મહાસત્તાના કરેલ તિરસ્કારના પરિણામે દુર્ગતિના લાયક તૈયારી થવા છતાં પણ વિશિષ્ટ વિવેકી શેઠિયા દ્વારા ધર્મ-મહાસત્તાની શરણાગતિ સ્વીકારવારૂપ અંતરના ભાવથી શ્રદ્ધાનાં દ્વાર ખૂલી જાય તેવું આત્મસમર્પણ કર્યું તો દેવ આદિનાં દિવ્ય સુખોને તે ચોર પામ્યો. તેમ આપણે પણ શ્રી નવકારના જાપ દ્વારા ધર્મ-મહાસત્તાના સ્વીકારરૂપે આપણી અંતરની શકિતઓને જડના આકર્ષણ તરફ પુદ્ગલના રાગ કે દુન્યવી પદાર્થોની આસકિત તરફ ન જવા દઈએ પણ આપણી ચેતનાશકિતને ધર્મ-મહાસત્તાના અધિનાયક રૂપ પંચપરમેષ્ઠીઓની આજ્ઞાના ચોકઠામાં લાવીએ તો કર્મસત્તા આપણો વાળ વાંકો ન કરી શકે, એટલું જ નહીં પણ કર્મસત્તા પણ આપણા આત્મવિકાસને અનુરૂપ ઉત્તમોત્તમ સામગ્રી પ્રસ્તુત કરી સહાયક બની જાય. એટલે શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક કદી પણ કર્મસત્તાથી હેરાન થાય નહીં, કેમ કે શ્રી નવકારની આરાધના એટલે ધર્મ-મહાસત્તાની શરણાગતિનો સ્વીકાર, એટલે કર્મસત્તા આપણી અંતરાત્મશકિતના વિકાસમાં અનુકૂળ થઈ રહે. જેમ કે ચોરે વિવેકી શેઠિયાની પ્રેરણાથી ધર્મ-મહાસત્તાનો હાર્દિક સ્વીકાર કર્યો તો કર્મસત્તાને અનુકૂળ થવું પડ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy