________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
દુર્ગતિના બદલે દેવલોકના સુખ રજૂ કરવા પડ્યા. આ રીતે તમો પણ શ્રી નવકારના આરાધક બની ધર્મમહાસત્તાના વફાદાર બની કર્મસત્તાને અનુકૂળ બનાવનાર થાઓ એ મંગળકામના.
૫૬
વડગામ
D
૨૫
૧-૭-૮૩
શ્રી નમસ્કાર મહામંત્ર જીવનશુદ્ધિનું પ્રધાન કારણ છે, કેમ કે જીવનમાં અશુદ્ધિઓ આવે છે દોષદૃષ્ટિ અને અહંકારથી. શ્રી નમસ્કાર મહામંત્રમાં વિશિષ્ટ ગુણાનુરાગ અને વિશિષ્ટ વિનય-નમ્રતાની કેળવણી છે.
કી
કેમ કે દુનિયાના સર્વોત્કૃષ્ટ મહાન ઉચ્ચતમ વ્યકિત રૂપ પંચપરમેષ્ઠીઓના અંતરંગ સ્વરૂપને ધ્યાનમાં રાખી તે પ્રતિ અંતરના ઝુકાવ સાથે, અહોભાવ સાથે નમવાનો જે ભાવ, તેનાથી આપણા અહંકારનું ઉન્મૂલન થઈ જ જાય.
વારંવાર જાપમાં “નમો” પદના ઉચ્ચારણથી આપણા અંતરના માન કષાયને હટાવવાનું અપૂર્વ બળ મળે છે. વળી “નમો” પદ એમ પણ ગર્ભિત રીતે સૂચવે છે કે T = નહીં, મો = મારું. આ સ્વાર્થપ્રધાન જગતમાં અંતરંગ આત્મભાવને વરેલા પ્રાણીમાત્રના હિતેષી પંચપરમેષ્ઠીઓ સિવાય બીજું કોઈ મારું નથી.
Jain Education International
મારા તે કહેવાય કે જે મારા દુ:ખને હટાવી શકે, અગર મને સુખી બનાવી શકે.
જગતનાં તમામ પ્રાણીઓ કર્મસત્તાથી જકડાયેલા, પોતે જ સ્વયં મહાદુ:ખના દાવાનળમાં ફસાયા હોય તો મારાં દુ:ખો ઘટાડવા શી રીતે પ્રયત્ન કરી શકે?અગર મને સુખી બનાવવા શી રીતે પ્રયત્ન કરે ! પોતે જ સુખી થવા મથામણ તડફડાટ કરી રહ્યા છે.
આ સ્થિતિમાં ઉચ્ચ આત્મકક્ષાએ પહોંચી દુ:ખના પ્રધાનકારણરૂપ મોહને જેમણે મૂળમાંથી હઠાવી દીધો છે એવા પંચ પરમેષ્ઠી જ આપણા દુ:ખને મોહ ઘટાડવા દ્વારા ઘટાડી શકે.
પંચપરમેષ્ઠીઓના સ્મરણથી આપણા મોહમાં ઘટાડો થાય જ. ધનવાન પાસેથી ધન મળે.
For Private & Personal Use Only
www.jainelibrary.org