________________
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
વિદ્યાવાન પાસેથી વિદ્યા મળે, તેમ મોહના ઘટાડા કે ક્ષયવાળા પરમેષ્ઠીઓ પાસેથી મોહનો ઘટાડો કે ક્ષય સહજ રીતે માત્ર આપણી શ્રદ્ધા-ભકિતના તારનો સંબંધ જોડાતાંની સાથે મળે એમાં નવાઈ નથી.
દુઃખના ઘટાડા માટે કે સુખી થવા માટે રોદણાં રડવાની જરૂર નથી. માત્ર શ્રદ્ધાભક્તિના તારને પરમેષ્ઠીઓ સાથે જોડવાની જરૂર છે.
જેમ તાપ કે અંધકારથી ગભરાયેલો માણસ પંખા કે ઈલેકિટ્રક બત્તી પાસે રોદણાં રચ્ચે શું થાય ? માત્ર પ્લગ જોડવાની કે સ્વીચ ઓન કરવાની જરૂર છે. તેમ આપણી જીવનશક્તિઓને ભૌતિક દિશામાંથી વાળી પરમાત્મા સ્વરૂપની બનાવવાની દિશામાં પરમેષ્ઠીઓ સાથે તેમની આજ્ઞાપાલનરૂપ પ્લગ જોડવાની કે શ્રદ્ધાભક્તિના બટનને દબાવવાની જરૂર છે. માટે જ “ચમત્કાર ત્યાં નમસ્કાર” એ કહેવત બરાબર નથી પણ “નમસ્કાર ત્યાં ચમત્કાર' એ કહેવત બરાબર છે.
તમે અંતરથી પ્લગનું જોડાણ કે શ્રદ્ધાભક્તિનું બટન ઓન કરો એટલે સામાન્ય લોકો માટે ચમત્કાર જેવું – ભયંકર દુઃખોમાંથી છુટકારો - નાગ ફૂલની માળા થઈ જાય, શૂળી સિંહાસન થઈ જાય - આ બધું થાય તેમાં નવાઈ નથી. જુઓ મારો પોતાનો દાખલો છે કે,
સંવત ૧૯૯૦થી ૧૯૯૮ નવકારનાં પદોનો જાપ રૂટીન પ્રમાણે કરતા તો ઝટપટ મણકા ઉતારવાની જેમ. અંતરથી નમ્રતા કે અહોભાવ ન હતો, પણ '૯૯ની સાલમાં આધ્યાત્મિક સ્તર તેના યોગીઓના સંપર્કથી ઊંચું આવ્યું. જરા તન્મયતા વધી પણ ખરેખર વિ. સં. ૨૦૦૫માં પૂ. પં, ભદ્રંકર વિ. મ. સા. ના ગુરવાયથી નવકારના જાપમાં એવી લીનતા થવા માંડી કે શ્રદ્ધાભક્તિના બટન ઓન થઈ ગયા અને વિ. સં. ૨૦૧૦માં નાગપુરના મોહનભાઈ દ્વારા અંતરનું પડળ અહોભાવ, કૃતજ્ઞતાના પ્લગ જોડાવાથી નરી ભૌતિકતા વિદાય થઈ ગઈ, આધ્યાત્મિકતાનો વધારો થવા માંડ્યો, તે એટલે સુધી કે ર૦૧૧ના માગસરમાં પૂ. આગમોદ્ધારક આચાર્ય દેવનાં સાક્ષાત્ આકર્ષણજન્ય દર્શન થયાં, અનેક દેવ-દેવીઓનાં સ્વત: દર્શન થવા માંડ્યાં.
જેની આરાધના માટે દુનિયા તલસે તે પદ્માવતી, ચકેશ્વરી, કવઠ્યક્ષ, ગોમુખયક્ષ, ઘંટાકર્ણ, થી માણિભદ્ર આદિ દેવો સાથે સંપર્ક આપોઆપ થવા લાગ્યો.
અનેક સંશયો આપોઆપ ઉકેલાવા માંડ્યા, અનેક આગમગ્રંથોનાં રહસ્યો ખુલ્લા થયાં. અનેક અલભ્ય માંત્રિક, તાંત્રિક પ્રયોગો નજર સામે આવવા લાગ્યા.
પ્રભુ પ્રતિમાજી સાથે કલાકો સુધી વાતો થવા લાગી, અનેક ગ્રંથોનું અદ્ભુત રીતે દિવ્યશકિત દ્વારા સર્જન થવા માંડ્યું અને વિશિષ્ટ કાર્યો આપોઆપ થવા લાગ્યાં.
આ બધો પ્રતાપ શ્રી નવકારની આરાધનાનો છે. તમે પણ આ રીતે અંતરથી નવકારમાં ડૂબી જાઓ એ મંગલ કામના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org