________________
૨૮૮
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
આપણે નિમિત્ત બની, કર્મનાં બંધન તેઓ ઉપાર્જે તેમાં આપણે પણ ભાગી થઈએ. માટે યથાશકય રીતે અજ્ઞાની જીવો ધર્મની વગોવણી ન કરે તેનું ખૂબ ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવું. આ પ્રથમ ગુણ.
- ૨. બીજે ગુણ - દીનોદ્ધાર તત્પરતા - દીનદુખિયાના દુ:ખને દ્રવ્યથી - ભાવથી હટાવવા માટે અંતરના ઉમળકાભરી તત્પરતા જીવનમાં કેળવવી ખાસ જરૂરી છે. વિચારોમાં જે તેવી નિવૃણતા, કદાચ અર્થ લોભથી ઉદ્દભવે કે મારે શું? એવા તો દુખિયા ઘણા હોય. આપણે દ્રવ્યથી કોઈનું દુ:ખ દૂર કરવા ભલે ઓછી પ્રવૃત્તિ સંજોગવશ કરીએ, પણ સહુનાં કર્મોનાં બંધન ઢીલાં થાય અને દુનિયા જીવો ખરેખર અજ્ઞાનદશાથી બાંધેલાં કર્મોથી દુખિયા છે, તો તેઓનું અજ્ઞાન દૂર થાય, પ્રભુશાસનની આરાધનાનો લાભ તેઓને મળે અને જલદી કર્મમુક્ત થઈ જાય જેથી દુ:ખ કદી આવે જ નહીં. આવી ભાવના તો સતત દુખિયાને જોઈ આપણા હૈયામાં પ્રગટ કરવી જરૂરી છે, નહીં તો આપણા પરિણામ કઠોર થઈ જવાથી દયાના પરિણામ નહીં.
આ આત્મા સાથે શકય હોય તેટલી દ્રવ્ય દયાની પ્રવૃત્તિ ગૃહસ્થ જીવનમાં કરવી આવશ્યક છે. માત્ર ભાવદયાના ચિંતનથી સંતોષ ગૃહસ્થ ન માની શકે. માત્ર ભાવદયા છે – સાતમે ગુણઠાણે સાધુઓને હોય - જેમની પાસે દ્રવ્ય = પદાર્થ કોઈ છે નહીં તેથી દ્રવ્યદયા કરી શકે નહીં. તેથી ગૃહસ્થને એકલી દ્રવ્યદયા નહીં તેમજ એકલી ભાવદયા નહીં. ભાવદયા સહિત દ્રવ્યદયાની પ્રવૃત્તિ ગૃહસ્થોના જીવનને આદર્શ બનાવી શકે.
૩. ત્રીજો ગુણ - કૃતજ્ઞતા - એટલે બીજા તરફથી આપણી જીવનચર્યામાં મળતા સાક્ષાત્ કે પરોક્ષ સહકારની માનસિક કિંમત સમજવી. તેના પ્રતિ અંતરથી નમ્રતા કેળવવા પ્રયત્ન કરવો. ધર્મની આરાધનાના બળે જીવનમાં પ્રગટતા અનેક આદર્શ ગુણો પૈકી આ ગુણ ખૂબ મહત્ત્વનો છે જેનાથી કોઈના નાના પણ સહકારને અંતરંગ દૃષ્ટિથી ખૂબ મૂલવતાં શિખાય છે. આનાથી સ્વાર્થવૃત્તિનો વિલય થાય છે. પરમાર્થ દષ્ટિનો વિકાસ થાય છે.
૪. ચોથો ગુણ - દાક્ષિણ્ય - આપણી શકિત-સાધનોનો ઉપયોગ બીજાના દુ:ખના નાશ કે ભલા માટે થતો હોય, તો થવા દેવાની તત્પરતા ધર્મજીવો માટે ખાસ જરૂરી છે. ઉપરના કૃતજ્ઞતા ગુણરૂપ બીજમાંથી દાક્ષિણ્યરૂપ ફળ ઊપજે છે. અર્થાત્ કૃતજ્ઞતા મૂળ છે, કારણ છે. દાક્ષિણ્ય તેનું ફળ છે, કાર્ય છે. આ બન્ને ગુણો પરસ્પર કાર્ય-કારણ સંબંધ ધરાવે છે. ધર્મનો આરાધક સ્વાર્થપ્રધાન કે એકલપેટો ન હોય, તે વાત આ બે ગુણો દર્શાવે છે.
બાકીના ૧૬ ગુણોની વાત હવે પછી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org