________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા
૨૮૭
છે, આવી સ્પષ્ટ નિર્ણયાત્મક બુદ્ધિ તે જ્ઞાનનું મૂળ સ્વરૂપ છે. બાકી આનો વિસ્તાર અગર આના ટકા આડે છે. આ વાત ખૂબ ગંભીરતાથી સમજી, ક્રિયાયોગમાં જ્ઞાન કયાં ? જ્ઞાનમાં કેવી મજા ? સ્વાધ્યાયમાં સ્પષ્ટ નિર્જરા દેખાય ! વગેરે ભ્રમણાઓ ટાળવાની જરૂર છે.
૨૧
શ્રી ચારૂપતીર્થ
૨૧-૮-૮૫ ગીતાર્થોની નિશ્રાએ વિધિ શાસ્ત્રયોગની મર્યાદાના પાલનપૂર્વક આચરાયેલ ક્રિયાયોગના ફળ રૂપે જીવનમાં નીચે મુજબનો ૨૦ સૂત્રી કાર્યક્રમ પરિણમવો જોઈએ. આ ર૦ મુદ્દાનું વર્ણન યોગબિંદુ ગ્રંથમાં પરમ પૂ આ શ્રી હરિભદ્રસૂરિ મ. ગા૧૧૬ થી ગાઢ ૧૩૦માં કરેલ છે. તેનું સૌથી સંક્ષિપ્ત વિવેચન શરૂ કરાય છે. સૌથી પ્રથમ - ૧. લોકાપવાદ ભીરુપણી ૨. દીનોદ્વાર તત્પરતા. આ ચતુરંગી સદાચાર જીવનમાં વિકસવા માંડે. ૩. કૃતજ્ઞતા. ૪. દાક્ષિણ્ય.
આ ચાર ગુણમાં સૌથી પ્રથમ ગુણ લોકાપવાદ ભીરુપણું એટલે યથાશકય પ્રયત્ન આપણી જયણાની ખામી, વિધિની પરિપકવતાની ઓછાશથી, અજ્ઞાની જીવોને ધર્મની વગોવણી કરવાની તક ન મળે તેની ખૂબ દરકાર રાખવી. આનો અર્થ લોક નિંદે તે ન કરવું એમ નહીં - કેમ કે લોક તો અજ્ઞાની છે. આમેય બોલે - આમેય બોલે. પણ શાસ્ત્રનિર્દિષ્ટ ધર્મક્રિયા આચરવાની વિશિષ્ટ મર્યાદાઓની બેદરકારી કે આપણી ખામીથી લોકને ટીકા કરવાનું નિમિત્ત મળે તો તેના જવાબદાર આપણે ખરા, પણ શાસ્ત્રીય મર્યાદાને વ્યવસ્થિત રીતે જ્ઞાની ગુરુની નિશ્રાએ ક્રિયા વ્યવસ્થિત વિધિપૂર્વક આચરીએ - પછી અજ્ઞાની જીવો કદાચ નિંદા કરે તો તેના જવાબદાર આપણે નહીં. આપણી શકય જવાબદારી અદા ન કરીએ ને લોક ભલે બોલે એમ બેદરકાર બનીએ, તો અજ્ઞાની જીવોની નિંદાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org