________________
૧૨૪
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
,
પાલનપુર
૬-૧૧-૮૩
નૂતનવર્ષ નૂતનવર્ષનો શુભ સંકલ્પ આવો રાખો તો વિકાસ ઝડપી થશે.
જીવન એટલે ચેતના શક્તિનો ખળખળ વહેતો પ્રવાહ, પણ તેની આડે રાગાદિ-વિકારો, વાસનાઓના અવરોધથી તે પ્રવાહ આડી-અવળો ફંટાઈ જીવનને વિકૃત-દશામાં લાવી મૂકે છે.
તેથી આજના મંગળદિને વિક્રમ સંવત ૨૦૪૦ એટલે એની સામે જીરો અને ચારની સામે જીરો મૂકવાની વાત પર લક્ષ્ય કેન્દ્રિત કરવાની જરૂર છે. બે એટલે વિકારી-વાસનાઓ અને સ્વચ્છેદભાવ. આ બે પર જીરો મૂકવાનો ઉદ્યમ આપણે દેવગુરુકૃપાએ કરીએ તે આ નવા વર્ષનો શુભ સંદેશ છે. વળી ચાર એટલે વિચારો, તેના પર છરો એટલે શ્રદ્ધા, ભકિતભર્યા સમર્પણના બળે ક્રિયાશૂન્ય અવસ્થા વિચારોની થાય.
વિચારો ગતિશીલ ન બને, આજ્ઞા એ પ્રધાન જીવનમંત્ર છે, એ વાત હૈયામાં કોરાઈ રહે એ ખાસ જરૂરી છે.
આ નવું વર્ષ આ જાતનો સંદેશ પાઠવે છે તે માટેના ઉપાય તરીકે વાતાવરણ શુદ્ધિ અને પ્રભુભકિત તથા સાત્વિક આહાર-વિહારની મર્યાદાઓ જાળવવા માટે ખૂબ ઉપયોગ કેળવવો.
અભક્ષ્ય અનંતકાય વિચાર નામનું મહેસાણા પાઠશાલાનું પુસ્તક આખું અક્ષરશ: વાંચી ઘણા આહારદોષોથી બચવાનો સંકલ્પ કરવાની જરૂર છે.
આજે ભૌતિકવાદના વળણમાં અજાણતાં પણ ભયંકર હિંસાત્મક ખાન-પાન, આપણા શરીરમાં જઈ આપણી વિચારધારાને દૂષિત કરે છે. તેથી બચવા પ્રયત્ન કરવાનો સંકલ્પ આજે નવલા વર્ષે કરવાની જરૂર છે. શ્રી નવકારના આરાધક બન્યા પછી ભૌતિક વાદ - લકઝરી આઈટમો વ્યવહાર લેવી પડે – વાપરવી પડે, પણ તેના અંતરંગ પડઘા આપણી વૃત્તિઓમાં ન પડે તે માટે ખાસ સાવચેતી રહે તે આજે નૂતનવર્ષે મંગળ ધારણા સંકલ્પરૂપે કરવાની ખાસ જરૂર છે.
| વિચારોને પરિપકવ થવા દેવા માટે સારા વાતાવરણ અને સારા વાંચનની ખાસ જરૂર છે. દર શનિ-રવિ અહીં આવો છો એટલે વાતાવરણ સારું મળે પણ સારું વાંચન રોજ ના કલાક શ્રી નવકારનું રાખવા શુભ સંકલ્પ આજે જરૂર કરવો હિતાવહ છે. હરડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org