________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
૧૨૫
ક્ષા
પાલનપુર
૧૧-૧૧-૮૩ વિ. શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાનું ભાથું જાપના ડબ્બામાં બરાબર તૈયાર કરી ર૦ના બમણા ૪૦ વર્ષમાં અંતરંગભાવોની સંપત્તિ કાયયોગની ૧૦ કહેવાય, વચનયોગ તેમાં ભળે એટલે ૨૦ થઈ ગણાય. હવે તેમાં મનયોગ અને આત્મા બન્નેનો લય થાય એટલે ૪૦ની કક્ષાએ આરાધના પહોંચે. અર્થાત્ ૪ કષાયો શબ્દ સ્પર્શ - રસ અને રૂપ આ ૪ વિકારો, ૦ છરો પોંઈટ = લગભગ નિ:શેષ થઈ જાય. એવી તૈયારી સાથે પ્રયાણ આરંભળ્યું હશે. તમારી ચઢતી જુવાનીમાં ઉચ્ચાર વિચાર, આચાર અને વાતાવરણ આ ૪ ને સુધારવાની ખાસ જરૂરિયાત પર આ નવું વર્ષ ખૂબ ભાર દે છે. આ જ બાબતો વિકારો અને સંસ્કારોની દિશા તરફ જીવનને ઘસડી ન જાય, તે તરફ આ ૪ની શકિત ૦ = નિશેષ થઈ જાય એમ આ નવું વર્ષ જાણે સૂચવતું લાગે છે.
પણ તે કયારે બને કે જ્યારે ૨૦ની તૈયારી હોય, અર્થાત વચન અને કાયાને સંયમની મર્યાદા - ઉચિત આચરણ દ્વારા અશુભ માર્ગે જઈ ન શકે તેવા ૦ પોઈટ લાવવા પ્રયત્ન કરીએ તો ઉચ્ચાર, વિચાર, આચાર અને વાતાવરણ એ ૪ ઉપર પણ કાબૂ મેળવી ૦ પોઈંટ મેળવી શકાય.
આ માટે શ્રી નવકાર મહામંત્રનો જાપ - યોગ્ય રીતે નિયત સ્થાન - સમય અને સંખ્યાની મર્યાદા સાથે વ્યવસ્થિતપણે કરવાની જરૂર છે.
જપાતું સિદ્ધિ: જપાત્ સિદ્ધિ:
જપાત સિદ્ધિઃ કલ યુગે” આ કલિયુગમાં પંચમ આરામાં અનન્યભાવે એક નિષ્ઠા = તુંહી તુંહી ના ભાવથી પંચપરમેષ્ઠીઓના માત્ર નિયત સ્થાન, સમય, સંખ્યા સાથે કરાતાં જાપથી બધી સિદ્ધિ એટલે જીવનવિકાસની કક્ષાઓ મળી રહે છે.
તમે પુણ્યવાન છો, ભાગ્યશાળી છો. જે જીવનના સૌભાગ્યની દેવોના અધિરાજ છે મહારાજા પણ ઝંખના કરે તેમ છે. આજના ભૌતિકવાદના ઝેરી વાતાવરણમાં તથા બાહ્ય પરિસ્થિતિએ આજીવિકા - શિક્ષણ સંપત્તિ યોગ્ય વિવિધ સામગ્રીઓની અનુકૂળતા નહીં છતાં ૧૪ / ૧૬ વર્ષની નાની વયે અને ૨૪/૨૫ વર્ષની પ્રૌઢ જવાનીના ઠોકરાળ મા પણ પૂર્વના પુણ્યથી હાઈ એજ્યુકેશન મેળવવા છતાં સાધુ-સાધ્વીવૈયાવચ્ચના હિસાબે અનેકોના આશીર્વાદમાંથી સર્જનાત્મક પંથે વળી શક્યા અને આજે ભરપૂર વિલાસી યુગમાં પંચપરમેષ્ઠીઓને તમે વફાદાર રહેવા તૈયાર થયા. હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org